________________
(૪૨) નિર્દોષ નર - શ્રી રામ ભાગ-૧
४७७
આતાપન યોગે ઊભા છે તર્જી કાયા-મમતા બૂરી,
પુરુષોત્તમ નામે નારાયણ, અરિ હણી આવ્યો નિજ પુરી. ૧૯ અર્થ :- આવા પ્રકારના કુમારના વચન સાંભળી પ્રજાપતિ રાજાએ સર્વ પરિગ્રહનો ત્યાગ કરી અનેક રાજાઓ સાથે સંયમ ગ્રહણ કર્યો અને આ જ ભવમાં સર્વ કર્મને હણી લઈ સિદ્ધિપદને પામ્યા. બન્ને કુમાર મુનિઓ વિચરતા વિચરતા ખપુર નામના નગરના બાગ ભણી ચાલતા ગયા. ત્યાં કાયાની મમતા મૂકી દઈ આતાપન યોગ કરતા ઊભા રહ્યાં. ત્યાં જ તે નગરનો પુરુષોત્તમ નામનો નારાયણ દિવિજય કરી શત્રુઓને હણી પોતાની નગરીમાં પ્રવેશ કરતો તેમના જોવામાં આવ્યો. ૧૯
અનેક નૃપ, વિદ્યાઘર, સુર, નર આયુઘ દિવ્ય પ્રભાવભર્યા નીરખી વૈભવ વાસુદેવનો ચંદ્રચુલમુનિ-નેત્ર ઠર્યા; નિદાન કરે તે : “તપ-ફળથી નારાયણ-પદ મુજને મળજો,”
બોર મનોહર લેવા બાળક તજે રત્ન અતિ નિર્મળ, જો. ૨૦ અર્થ - તે નારાયણ અર્થાત્ વાસુદેવ સાથે અનેક રાજાઓ, વિદ્યાઘર, દેવતાઓ, મનુષ્યો તથા દિવ્ય પ્રભાવશાળી આઘનો વૈભવ જોઈ ચંદ્રચૂલમુનિના નેત્ર ઠર્યા.
જેથી મનમાં આવું નિદાન કર્યું કે મારા તપના ફળમાં મને આવો નારાયણ પદનો વૈભવ મળજો. જેમ બાળક મનોહર બોરને લેવા પોતા પાસે અતિ નિર્મળ રત્ન હોય તો પણ તજી દે છે, તેમ ચંદ્રચૂલમુનિએ પોતાનું ઘોર તપ વેચી અઘટિત કાર્ય વહોરી લીધું. ૨૦.
આયું-અંતે આરાઘક બની સનત્કુમાર-સુર બેય થયા, સસ સાગર સ્વર્ગ-સુખો લઈ દશરથનંદન બની ગયા; મંત્ર-પુત્ર-જ્જૈવ રામ નામ ઘારી, સૂર્યવંશ-શણગાર થયા,
રાજ-પુત્ર-જીંવ લક્ષ્મણ નામે બત્રીસ લક્ષ્મ-યુક્ત કહ્યા. ૨૧ અર્થ - આયુષ્યના અંતે બન્ને મુનિઓએ ચાર પ્રકારની આરાધના કરી, ત્યારે પ્રકારના આહારનો ત્યાગ કર્યો અને સનત્કુમાર નામના ત્રીજા દેવલોકમાં દેવપણે ઉત્પન્ન થયા. ત્યાં સાત સાગરોપમ સુધી સ્વર્ગના સુખો ભોગવી આજ ભરતક્ષેત્રમાં દશરથ રાજાના પુત્રરૂપે અવતર્યા. મંત્રી પુત્રનો જીવ વિજય, અહીં રામ નામ ઘારણ કરીને સૂર્યવંશના શણગાર થયા અને રાજાના પુત્રનો જીવ ચંદ્રચૂલ તે લક્ષ્મણ નામ ઘારણ કરી બત્રીસ લક્ષણયુક્ત થયા. ૨૧
આયુષ તેર હજાર વર્ષનું રામ ઘરે એ યુગ વિષે, બાર હજાર વર્ષોનું લાંબુ લક્ષ્મણનું આયુષ્ય દીસે; રામ કુમાર રહ્યા પંચાવન વર્ષ લગી વિદ્યા ભણતા,
વય પચ્ચાસે લક્ષ્મણને અતિ શક્તિશાળી સૌ ગણતા. ૨૨ અર્થ :- યુગમાં શ્રી રામ તેર હજાર વર્ષના આયુષ્યવાળા થયા અને શ્રી લક્ષ્મણ બાર હજાર વર્ષના આયુષ્યવાળા થયા. શ્રી રામ પંચાવન વર્ષ સુધી વિદ્યા ભણતા રહ્યા અને પચાસ વર્ષની વયમાં લક્ષ્મણને લોકો અતિશક્તિશાળી માનવા લાગ્યા. રરા.