________________
પ્રજ્ઞાવબોધ-વિવેચન ભાગ-૧
પામ્યા હતા, ભવિષ્યમાં પણ મુક્તિને પામશે તથા હાલમાં પણ મુક્તિને પામી રહ્યા છે, તેવા મહાવિદેહ ક્ષેત્રને વિષે મનોહર એવું મધુક નામનું વન વિલસી રહ્યું છે. ત્યાં યાત્રા કરવા જતાં સાગરમુનિ આવી ચઢ્યા. ત્યાં કર્મયોગે શું થયું તે હવે જણાવે છે :- ૫ગા
૭૪
તે વન વિષે પુરૂરવા ભીલરાજ સાથી સહ વસે, મૃગ માી મુનિવરને અરે! તે ભીલ હણવાને ઘસે; કલ્યાણકારી કાલિકા રાણી મના કરતી કહેઃ— “હે નાથ, હણવા ના જતા, વનદેવ એ, સૌને દહે. ૪
અર્થ :— તે વનમાં પુરુરવા નામનો ભીલોનો રાજા પોતાના સાથીદારો સાથે વસે છે. ત્યાં આવેલ આ મુનિવરને મૃગ એટલે હરણ જેવા માનીને અરે આશ્ચર્ય છે કે એ ભીલોનો રાજા તેમને હણવાને માટે તૈયાર થયો ત્યાં તેને પાપ કરતાં વારનાર કલ્યાણકારી કાલિકા નામની તેની રાણી ના પાડતી બોલી કે ‘હે નાથ! એ તો વનદેવતા છે. એને હણવા ના જતા. નહીં તો એ સૌને બાળી ભસ્મ કરી દેશે. ॥૪॥
તેને નમી પૂજા કરો, ભલું ભીલ સર્વેનું થશે”, સુણી વાણી રાણીની ભલી, ભીલ ભાવસહ ભક્તિવશે મુનિને નમી પૂજા કરે, ત્યાં મુનિ દયાળુ ઉચ્ચરે ઃ
“રે! ધર્મથી ત્રણ લોકની લક્ષ્મી મળે જો આચરે. ૫
અર્થ :– આ વનદેવતાની તો નમસ્કાર કરીને પૂજા કરો. જેથી સર્વ ભીલ લોકોનું ભલું થશે. એવી પોતાની રાણી કાલિકાની વાણી સાંભળી, ભીલ ભાવપૂર્વક ભક્તિને વશ થઈ મુનિને નમી પૂજા કરવા લાગ્યો. ત્યાં દયાળુ એવા મુનિ ભગવંત ઉપદેશ આપવા લાગ્યા કે હે જીવો! જો તમે સદ્ઘર્મનું આચરણ કરશો તો તમને ત્રણ લોકની લક્ષ્મી મળશે અર્થાત્ મુક્તિને પામી ત્રણેય લોકના તમે નાથ થશો. ।।૫।।
મદિરા, મધુ ને માંસ, અંજીર, ઉમરડાં, ટેટા તજો, સાચા જિનેશ્વર માની હિંસાદિ તજી અણુયમ ભજો;
વ્રત બાર પાળો શ્રાવકોનાં, તે સદા સુખદાર્યો છે, જો ટેક રાખીને નિભાવે સ્વર્ગસુખ અનુયાયી લે.'' ૬
અર્થ :— વળી હે ભવ્યો ! શ્રાવકના આઠ મૂળગુણને આદરો. તે માટે આ મદિરા એટલે દારૂ, મધુ એટલે મઘ અને માંસ, અંજીર, ઉમરડા તથા વડના ટેટા, પીપળના ટેટા, પીપળાના ટેટાઓ ખાવાનો ત્યાગ કરો. શ્રી જિનેશ્વર ભગવંતને સાચા માની અણુયમ એટલે અણુવ્રતરૂપે હિંસા, જૂઠ, ચોરી, અબ્રહ્મચર્ય તથા પરિગ્રહનો ત્યાગ કરો. એમ શ્રાવકના બારેય વ્રતનું પાલન કરો. તે સદા સુખને આપનારા છે. જો તેને મરણની છેલ્લી ઘડી સુધી જીવનપર્યંત ટેક રાખી નિભાવશો, તો તેનું અનુસરણ કરનાર અનુયાયી સ્વર્ગસુખને પામશે.।।૬।।
મુનિવાત માની મોક્ષમાર્ગે ચાલતાં ભીલભવ ગયો, અંતે સમાધિ સહિત મરી તે દેવ ઘર્મ–બળે થયો; વર્ષી અવધિબળથી જાણી સુર તે જ્ઞાની ભક્તિ કરે, ભવ દેવનો પૂરો કરીને ભરતસુત થઈ અવતરે. ૭