________________
(૨૨) અનેકાંતની પ્રામાણિકતા
૨૬૩
(૨૨) અનેકાંતની પ્રામાણિકતા
(અનુરુપ)
વાદ-વિવાદથી જાદુ સહજાત્મસ્વરૂપ છે,
સિદ્ધ સ્યાદ્વાદથી, પામ્યા, વંદુ શ્રી ગુરુ રાજ તે. ૧ અર્થ - પ્રત્યેક આત્માનું મૂળસ્વરૂપ સહજાત્મસ્વરૂપ છે, અર્થાત્ તે વાદવિવાદથી સાવ જુદું છે. કેમકે સહજાત્મસ્વરૂપને પામેલા મહાત્માઓમાં કોઈ વાદ વિવાદ હોતો નથી, તે સર્વનો આત્મ-અનુભવ એક સરખો હોય છે. સિદ્ધ ભગવંત પણ સ્યાદ્વાદથી કહેવાય છે. મૂળ સ્વરૂપે જોતાં તે પણ શુદ્ધ આત્મા છે. સિદ્ધપણું તે તો તેમની એક પર્યાય અર્થાત્ અવસ્થા છે. એવી સહજાત્મસ્વરૂપમય દશાને પામેલા શ્રી ગુરુરાજને હું ભાવભક્તિ સહિત વારંવાર પ્રણામ કરું છું. ૧||
એકાંતિક મતો સર્વે દેખે મધ્યસ્થ દ્રષ્ટિએ;
સમ્યક નેત્રે બધું સીધું, વૃષ્ટિ તેવી જ સૃષ્ટિ છે. ૨ અર્થ – એકાન્તવાદથી યુક્ત સર્વ મતોને અર્થાત્ થર્મોને મધ્યસ્થ દ્રષ્ટિથી એટલે સ્યાદ્વાદયુક્ત સમ્યક દ્રષ્ટિથી જોતાં તેમનું કથન પણ સવળું જણાય છે. કેમકે જેવી દ્રષ્ટિ તેવી સૃષ્ટિ દેખાય છે. //રા
વિરોઘો ખંડવા માટે સ્યાદ્વાદી જ સમર્થ છે,
યથાર્થ વસ્તુઘર્મોનો જણાવે પરમાર્થ તે. ૩ અર્થ - મતમતાંતરના વિરોધોને ખંડવા અર્થાત્ ભાંગી નાખવા માટે એક સ્યાદ્વાદી જ સમર્થ છે. કેમકે તે પ્રત્યેક વસ્તુમાં રહેલ અનંત ગુણધર્મોના પરમાર્થને સ્યાદ્વાદ શૈલીથી યથાર્થ જણાવે છે. અા
ઘર્મો અનંત વસ્તુમાં વસે છે તે વિચારતાં,
અનેકાંત પ્રકારે તે દર્શાવાય ઉચારતાં. ૪ અર્થ - પ્રત્યેક વસ્તુમાં અનંત ગુણ વસે છે, તે વિચારતાં જણાય છે. તે અનંત ગુણઘર્મોને અનેકાન્તવાદ વડે કહેવામાં આવે તો એક પછી એક દર્શાવી શકાય છે. જો
માણસે માણસે ભિન્ન મતિ વસુ-વિચારની,
સાઘનો સર્વનાં ભિન્ન, રુચિ બહુ પ્રકારની. ૫ અર્થ :- માણસે માણસે વસ્તુ સંબંધી વિચાર કરવાની બુદ્ધિ ભિન્ન હોય છે, તથા તેના સાઘનો પણ જાદા જાદા હોય, તેમજ તેમની રુચિ પણ બહુ પ્રકારની હોય છે. પા.
તેથી વિચિત્ર વાણીના અભિપ્રાયો ઉકેલવા,
એનેકાંતિક દ્રષ્ટિ છે; ઉપાસો સૌ સુખી થવા. ૬ અર્થ :- તેથી વાણીના આવા વિચિત્ર અભિપ્રાયોને ઉકેલવા માટે એક માત્ર અનેકાંતિક દ્રષ્ટિ