Book Title: Jain and Buddha Mata Sankshipta Itihas and Sidhanto
Author(s): Mohanlal Dalichand Desai, Kantilal B Shah
Publisher: Mahavir Jain Vidyalay
Catalog link: https://jainqq.org/explore/001025/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ જૈન અને બૌદ્ધ મત : સંક્ષિપ્ત ઇતિહાસ અને સિદ્ધાંતો મોહનલાલ દલીચંદ દેશાઈ Page #2 -------------------------------------------------------------------------- ________________ જૈન અને બૌદ્ધ મત : સંક્ષિપ્ત ઇતિહાસ અને સિદ્ધાંતો Page #3 -------------------------------------------------------------------------- ________________ Page #4 -------------------------------------------------------------------------- ________________ શ્રી મોહનલાલ દલીચંદ દેશાઈ સ્મારકનિધિ ગ્રંથમાળા-૪ જૈન અને બૌદ્ધ મત : સંક્ષિપ્ત ઇતિહાસ અને સિદ્ધાંતો લેખક મોહનલાલ દલીચંદ દેસાઈ સંપાદક ડૉ. કાન્તિભાઈ બી. શાહ પરામર્શકો આચાર્ય વિજયપ્રદ્યુમ્નસૂરિજી ડો. એસ્તેર સોલોમન : - શ્રી મહાવીર જૈન વિદ્યાલય, મુંબઈ Page #5 -------------------------------------------------------------------------- ________________ Jain ane Bauddh Mat: Sankshipt Itihas ane Siddhanto: A Historical and philosophical survey of Jainism and Buddhism by Mohanlal Dalichand Desai, ed. by Dr. Kantibhai B. Shah, 1998, Shri Mahavira Jaina Vidyalaya, Mumbai. પહેલી આવૃત્તિ, ફેબ્રુઆરી ૧૯૯૮ નકલ : ૫૦૦ પૃષ્ઠસંખ્યા : ૨૦ + ૩૯૬ કિંમત : રૂ. ૨૦૦.૦૦ આવરણ : ઊર્જિત શાસ્ત્રી પ્રકાશક : ખાંતિલાલ જી. શાહ, પ્રકાશભાઈ પી. ઝવેરી સુબોધરત્ન ચી. ગાર્ડી મંત્રીઓ, શ્રી મહાવીર જૈન વિદ્યાલય, ઑગસ્ટ ક્રાન્તિ માર્ગ, મુંબઈ ૪૦૦ ૦૩૬ ટાઇપસેટિંગ : શારદા મુદ્રણાલય જુમ્મા મસ્જિદ સામે, ગાંધી માર્ગ, અમદાવાદ-૩૮૦૦૦૧ ફોન ઃ ૫૩પ૯૮૬૬ મુદ્રક ઃ ભગવતી ઑફસેટ ૧૫/સી, બંસીધર એસ્ટેટ, બારડોલપુરા, અમદાવાદ-૩૮૦૦૦૪ Page #6 -------------------------------------------------------------------------- ________________ પ્રકાશકીય નિવેદન ‘શ્રી મોહનલાલ દલીચંદ દેશાઈ સ્મારકનિધિ ગ્રંથમાળા'નો આ ચોથો ગ્રંથ જૈન અને બૌદ્ધ મત ઃ સંક્ષિપ્ત ઇતિહાસ અને સિદ્ધાંતો’ પ્રકાશિત કરતી વેળાએ અમે આનંદ અને કૃતકૃત્યતાની લાગણી અનુભવીએ છીએ. આ અગાઉ આ ગ્રંથમાળાનાં પ્રકાશિત થયેલાં બે પુસ્તકો ‘સામાયિકસૂત્ર' અને ‘જિનદેવદર્શન’ શ્રી મોહનલાલ દ. દેશાઈનાં જ લખેલાં હતાં, પણ એ પ્રકાશનો તે-તે ગ્રંથની સંપાદકને હાથે સંસ્કારાયેલી નવી આવૃત્તિઓ હતી. તે પછીનું ત્રીજું પુસ્તક વિરલ વિદ્વત્પ્રતિભા અને મનુષ્યપ્રતિભા' શ્રી મોહનલાલ દેશાઈના જીવનચરિત્ર અને એમની લેખસૂચિ અંગેનું હતું. પણ આ ચોથો ગ્રંથ, લખાઈને આઠ દાયકાથી ય વધુ સમય સુધી અપ્રગટ રહ્યા પછી, સૌ પ્રથમ વાર જ પ્રકાશન પામે છે એથી જ કેવળ આનંદ નહીં, સાથે ધન્યતાની અનુભૂતિ થાય છે. આ અંગેનો મોટો જશ શ્રી મોહનભાઈના સુપુત્ર શ્રી જયસુખભાઈને ફાળે જાય. એમણે એમના પિતાશ્રીના આ દાર્શનિક ગ્રંથની હસ્તપ્રત યથાવત્ જાળવી, એટલું જ નહીં, પણ એનો સમુદ્વા૨ ક૨વાનો નિશ્ચય કરી યથાર્થપણે પિતૃતર્પણ કર્યું છે. એમણે આખીયે હસ્તપ્રતની ઝેરોક્ષ-નકલ તૈયાર કરાવી શ્રી જયંતભાઈ કોઠારીને જોવા સારુ મોકલી આપી. શ્રી જયંતભાઈ તરફથી આ મહત્ત્વના ગ્રંથનું પ્રકાશન કરવાનું સંસ્થાને સૂચન થતાં એના ઉપર વિચારણા કરી સંસ્થાએ એ ગ્રંથ પ્રકાશિત કરવાનો નિર્ણય લીધો. તે દરમિયાન પૂ. આચાર્યશ્રી વિજયપ્રધુમ્નસૂરિજી પણ આ ગ્રંથ જોઈ ગયા અને એમનો પ્રતિભાવ પણ એ જ હતો કે આવો સમૃદ્ધ ગ્રંથ પ્રગટ થવો જ જોઈએ. આ ગ્રંથનું સંપાદનકાર્ય પ્રા. કાન્તિભાઈ બી. શાહને સોંપવામાં આવ્યું. આખો ગ્રંથ જૈન અને બૌદ્ધ મત સંબંધી દાર્શનિક વિચારણાનો હોઈ અને આઠ દાયકા પૂર્વે લખાયેલો હોઈ એમાં શુદ્ધિવૃદ્ધિને અવકાશ હતો એમ જણાતાં, સંપાદકશ્રીના સૂચનથી ગુજરાત યુનિવર્સિટી ભાષા-સાહિત્ય ભવનનાં સંસ્કૃત વિભાગનાં પૂર્વ અધ્યક્ષ ડૉ. એસ્તેરબેન સોલોમનને ગ્રંથના પરામર્શનનું કામ સોંપ્યું. કેવળ સારસ્વતપ્રીતિથી એમણે એ કામ સ્વીકાર્યું અને યોગ્ય સમયમાં પૂરું કરી આપ્યું. આ ગ્રંથપરામર્શન માટે તેમજ પ્રાસ્તાવિક આવકાર-વચન લખી આપવા માટે અમે પૂ. આ. શ્રી વિજયપ્રદ્યુમ્નસૂરિજી અને ડૉ. એસ્તેરબેન સોલોમન બન્નેનો અંતઃકરણપૂર્વક ઋણસ્વીકાર કરીએ છીએ. આ ગ્રંથની હસ્તપ્રત પૂરી પાડવા માટે શ્રી જયસુખભાઈનો, ગ્રંથના સંપાદન-પ્રકાશનના કાર્યમાં યોગ્ય માર્ગદર્શન પૂરું પાડવા માટે શ્રી જયંતભાઈ કોઠારીનો તેમજ ચીવટ અને ખંતથી આ ગ્રંથના સંપાદનની જવાબદારી નિષ્ઠાપૂર્વક સંભાળવા માટે તેમજ પરિશ્રમ લઈને ગ્રંથની વિષયસૂચિ તૈયાર કરી આપવા માટે પ્રા. કાન્તિભાઈ બી. શાહનો હૃદયથી અમે આભાર માનીએ છીએ. આ ગ્રંથના સંપાદન-પ્રકાશનમાં જેમની જેમની સહાય પ્રાપ્ત થઈ છે તે સૌ પ્રત્યે પણ આભાર વ્યક્ત કરીએ છીએ. શ્રી મહાવીર જૈન વિદ્યાલય, ઑગસ્ટ ક્રાન્તિ માર્ગ, મુંબઈ ૪૦૦ ૦૩૬ ૧૪-૧-૧૯૯૮ ખાંતિલાલ જી. શાહ પ્રકાશભાઈ પી. ઝવેરી સુબોધરત્ન ચી. ગાર્ડી મંત્રીઓ Page #7 -------------------------------------------------------------------------- ________________ સંપાદકીય નિવેદન શ્રી મોહનલાલ દલીચંદ દેશાઈના જૈન ગૂર્જર કવિઓ' અને જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ' જેવા આકરગ્રંથો જોનારને એમ ખાતરી થયા વિના રહે નહીં કે તેઓ એક વિરલ વિદ્વત્પ્રતિભા હતા. હવે પ્રગટ થઈ રહેલો એમનો આ ગ્રંથ જૈન અને બૌદ્ધ મત ઃ સંક્ષિપ્ત ઇતિહાસ અને સિદ્ધાંતો' લેખકની વિરલ વિદ્વત્પ્રતિભાનું વધુ એક પ્રમાણ છે. ગ્રંથ લખાયો ઈ.સ. ૧૯૧૪માં, અને પ્રગટ થાય છે ઈ.સ. ૧૯૯૮માં, પૂરાં ૮૪ વર્ષ પછી. જ્ઞાનવિસ્તરણને વરેલી શ્રી મહાવીર જૈન વિદ્યાલય (મુંબઈ) જેવી સંસ્થાએ એનું પ્રકાશન કરીને, કરવું ઘટે એવું એક વિદ્યાકીય કામ કર્યું છે. અને તે માટે એ સંસ્થા સૌનાં અભિનંદનની અધિકારી છે. લેખકે આ વિષય ઉપર કયે નિમિત્તે કલમ ચલાવી તેનો પણ એક ઇતિહાસ છે; અને તે અંગેની માહિતી ‘લેખકનું નિવેદન’માં અપાયેલી છે. એટલે એનું પુનરાવર્તન અહીં ઇષ્ટ નથી. પણ એમાંથી એક બાબત વાચકનું ધ્યાન ખેંચ્યા વિના રહેશે નહીં કે શ્રી ફાર્બસ ગુજરાતી સભાએ ઇનામી નિબંધનું કદ ૧૫૦ ‘ફુલ્સકેપ’ પાનાંનું નક્કી કરેલું, પણ શ્રી મોહનભાઈને હાથે નિબંધ લખાયો એનાથી બમણાં પાનાંમાં. આ આખી ઘટના એ વાત ફલિત કરે છે કે મોહનભાઈને જે વિષય અગાધ, ગૂઢ અને ચિંતનશીલ જણાયેલો તે વિષયને હસ્તગત કરી યોગ્ય ન્યાય આપવા એમણે કેટલો શ્રમ લીધો હશે ! આ ગ્રંથમાં પ્રવેશ કરનાર જ આ વાત સમજી શકશે. લેખકના નિવેદનમાં દર્શાવ્યા ઉપરાંતની અમને સાંપડેલી માહિતી આ પ્રમાણે છે : ફાર્બસ ગુજરાતી સભાની તા. ૧૩-૧૦-૧૯૧૪ની બેઠકમાં શ્રી મોહનભાઈને નિબંધ પૂરો કરી આપવાની સમયમર્યાદા વધારી આપવાનો ઠરાવ કરાયો હતો. નિબંધોના નિર્ણાયકો તરીકે શ્રી કૃષ્ણલાલ મોહનલાલ ઝવેરી તથા શ્રી તનસુખરામ ત્રિપાઠીનાં નામો નક્કી કરવામાં આવ્યાં હતાં. સભાની તા. ૪-૧૦-૧૯૧૫ની બેઠકમાં નિર્ણાયકોએ એમની પાસે આવેલા બે નિબંધોમાંથી મોહનભાઈનો નિબંધ પસંદ કર્યાની નોંધ કરી પારિતોષિક આપવાનું ઠરાવ્યું. ફાર્બસ ગુજરાતી સભાનાં ૧૯૧૮નાં તૈયાર થતાં પ્રકાશનોમાં આ ગ્રંથની જાહેરાત થઈ છે, પરંતુ ગ્રંથ પ્રકાશિત થયો નથી. નવેમ્બર ૧૯૩૨માં જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ'ના નિવેદનમાં મોહનભાઈ નિબંધને અદ્યતન કરવાની આવશ્યકતા સ્વીકારે છે પણ પોતે એ હજુ નથી કરી શક્યા એ માટે દિલગીરી વ્યક્ત કરે છે, ને હવે એ કામ પોતે બને એટલી શીવ્રતાથી હાથ ઉપર લેશે એમ જણાવે છે. પણ પછી મોહનભાઈની એ ઇચ્છા પૂરી થઈ જણાતી નથી. લેખકના નિવેદન સહિતની આ ગ્રંથની હસ્તપ્રત શ્રી મોહનભાઈના સુપુત્ર શ્રી જયસુખભાઈ પાસે સચવાયેલી રહી. હસ્તપ્રતનાં પાનાં જર્જરિત થવા પર હતાં અને હાથમાં લેતાં જ કાગળ ફાટવા માંડતો હતો. એટલે શ્રી જયસુખભાઈએ એ આખી હસ્તપ્રતની ઝેરોક્ષ-નકલ કરાવી, એનું પાકું બાઇન્ડિંગ કરાવી, ગ્રંથનો સમુદ્ધાર કરવાના શુભાશયથી ૧૯૮૮ના જુલાઈમાં શ્રી જયંતભાઈ કોઠારીને એ ગ્રંથ જોવા માટે મોકલી Page #8 -------------------------------------------------------------------------- ________________ આપ્યો. જયંતભાઈ તેમજ પૂ. આચાર્યશ્રી વિજયપ્રદ્યુમ્નસૂરિજી આ ગ્રંથની હસ્તપ્રત જોઈ ગયા અને એમનો એક જ સૂર હતો કે આવો મૂલ્યવાન ગ્રંથ પ્રગટ થવો જ જોઈએ અને તેય શક્ય એટલો વહેલો. જયંતભાઈએ કરેલી ભલામણ પ્રકાશક સંસ્થાએ સ્વીકારી અને હવે તે “જેન અને બૌદ્ધ મત : સંક્ષિપ્ત ઇતિહાસ અને સિદ્ધાંતો' એ નામે “શ્રી મોહનલાલ દલીચંદ દેશાઈ સ્મારકનિધિ ગ્રંથમાળાના ચોથા ગ્રંથ રૂપે પ્રકાશિત થાય છે ત્યારે એના સંપાદક તરીકે અત્યંત પ્રસન્નતાની લાગણી અનુભવું છું. આ ગ્રંથનું સંપાદનકાર્ય મારે માટે એક પડકારરૂપ હતું અને એ માટે ભારે સંકોચ પણ અનુભવાતો હતો. મારો અભ્યાસ સાહિત્યનો, તત્ત્વદર્શનનો નહીં. એટલે આ વિષયમાં મારી ચાંચ શું ડૂબે ? દાર્શનિક લખાણનું શબ્દભંડોળ પણ બહુ પકડાય નહીં. હસ્તપ્રતમાં લેખકના અત્યંત ઝીણા અક્ષરો, ક્યાંક ઝાંખી ઊતરેલી ઝેરોક્ષ-નકલ, ક્યાંક લેખકે જુદાં જ પાનાંઓ ઉપર અનુસંધાન રૂપે કરેલા ઉમેરા, અને અનુક્રમણિકામાં સૂચવાયેલ ખંડ ૧માં વિભાગ-૧ના ‘જેન ધાર્મિક સાહિત્ય' વાળા લખાણની હસ્તપ્રતનાં પાનાં અપ્રાપ્ય હોવાથી એ વિભાગ અંગેની મૂંઝવણ. આ બધા પ્રશ્નો હતા. પણ જેમ મારા અન્ય સંપાદનકાર્યોમાં ઊલટભેર મળ્યું છે તેવું જ જયંતભાઈનું માર્ગદર્શન ડગલે પગલે મને મળતું રહ્યું. જેને લઈને મારા સંપાદનકાર્યને વ્યવસ્થિત દિશા સાંપડતી રહી. આ ગ્રંથ પૂ. આચાર્યશ્રી વિજયપ્રદ્યુમ્નસૂરિજી તો જોઈ ગયા હતા જ, પણ બૌદ્ધ મત અંગેના લખાણનો તો પ્રશ્ન હતો જ. વળી આ સમગ્ર લખાણ આઠ દાયકા પૂર્વે થયું હતું. વચગાળે આ વિષય પરત્વે નવાં અભ્યાસસંશોધનો થયાં હોય જ. એટલે શુદ્ધિવૃદ્ધિને અહીં પૂરતો અવકાશ હતો અને તેથી જ આ વિષયના અભ્યાસી વિદ્વાન દ્વારા એનું પરામર્શન અનિવાર્ય હતું. પરામર્શન માટે સૂચવાયેલું ડૉ. એસ્તેરબહેન સોલોમનનું નામ સંસ્થાએ સ્વીકાર્યું. ડૉ. એસ્તેરબહેને શારીરિક અસ્વસ્થતા છતાં, યોગ્ય સમયમાં પરામર્શનનું કામ પૂરું કરી આપ્યું અને જરૂર જણાઈ ત્યાં એમણે શુદ્ધિવૃદ્ધિ કરી આપી. એમને પણ ક્યાંક પ્રશ્નો રહ્યા તે-તે સ્થાનો લા.દ.ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિરના પૂર્વ અધ્યક્ષ ડૉ. નગીનદાસ જી. શાહે સ્નેહભાવે તપાસી આપ્યાં. પરામર્શક દ્વારા થયેલી શુદ્ધિવૃદ્ધિને જે-તે સ્થાને જ ચોરસ કૌંસમાં [ ] ગોઠવી છે. તેથી જ્યાં લખાણ ચોરસ કૌંસમાં છે તેને પરામર્શકની શુદ્ધિવૃદ્ધિવાળું લખાણ (કે ક્વચિત્ સંપાદકીય નિર્દેશ) ગણવા પ્રત્યે વાચકોનું ધ્યાન દોરું છું. જોકે પૃ. ૨૫૭ પર જૈન વસ્તી’ વિશેના લખાણમાં ચોરસ કૌંસમાંનું લખાણ આંકડાકીય વિગતો મેળવીને સંપાદક તૈયાર કર્યું છે. જે સ્થાને શુદ્ધિવૃદ્ધિ સાવ ગૌણ કે શબ્દ/નામફેરવાળી હોય તે સીધી જ મૂળ સ્થાને કરી લીધી છે; ચોરસ કૌંસમાં અલગ દર્શાવી નથી. ક્યારેક લેખકે આપેલી પાદટીપોમાંયે પરામર્શક દ્વારા શુદ્ધિવૃદ્ધિ કરવાની થઈ છે, તો કેટલીક પાદટીપો પરામર્શકની શુદ્ધિવૃદ્ધિરૂપે ઉમેરવાની થઈ છે. તેને સ્થાને આખીયે પાદટીપ ચોરસ કૌસમાં દર્શાવાઈ છે. લેખકની હસ્તપ્રતમાં ખંડ-૧ના વિભાગ-૧ “જૈન ધાર્મિક સાહિત્યનાં પાનાં મળ્યાં નથી. પણ અનુક્રમણિકામાં આ વિષયનો એના પેટાવિષયો સમેતનો નિર્દેશ છે. પાછળથી Page #9 -------------------------------------------------------------------------- ________________ જન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ' જેવા ૧૧૦૦ પાનાંના બૃહદ્ ગ્રંથમાં લેખકે આ વિષયને વિસ્તારથી નિરૂપેલો છે. એટલે આ ગ્રંથના મૂળભૂત આયોજનનો ક્રમભંગ ન થાય એ હેતુથી “જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસમાંથી આગમો - શ્રુતસાહિત્યથી આરંભી હરિભદ્રસૂરિ સુધીની લેખનસામગ્રી ઉદ્ધત અને સંકલિત કરી આ ગ્રંથના પ્રથમ ખંડનો વિભાગ-૧ તૈયાર કર્યો છે. લેખનસામગ્રી અને ભાષા લેખકનાં જ જાળવ્યાં છે; પણ સંકલન, સંક્ષેપ કરતી વેળા ક્યાંક વાક્યોની તડજોડ કરવાનું, વાક્યાન્વયો બદલવાનું થયું છે. જોડણી સાર્થ જોડણીકોશ પ્રમાણે સુધારી લીધી છે. ખંડ ૧નો વિભાગ-૨ “શ્રી મહાવીરનો સમય અને ધર્મપ્રવર્તક તરીકે મહાવીરમાં લેખકે સાત પેટાવિભાગો પાડીને તત્કાલીન રાજકીય, સામાજિક, ધાર્મિક પરિસ્થિતિના સંદર્ભમાં મહાવીરના જીવનને પ્રમાણભૂત રીતે આલેખ્યું છે અને ધર્મપ્રવર્તક તરીકે મૂલવ્યું છે. આ લખાણનો સંક્ષેપ કરવો કે શબ્દશઃ લેવું એવી આરંભે થોડીક દ્વિધા હતી, પણ પછી લખાણનાં આયોજન અને ઉપયોગિતા જોતાં લખાણને યથાવત્ જાળવી લેવાનું જ નક્કી કર્યું. વિભાગ-૩ જૈન મતના સિદ્ધાંતોમાં સિદ્ધાંત-નિરૂપણની લેખકની પદ્ધતિ વર્ગીકરણો-પેટાવર્ગીકરણોની રહી છે. એ એમની ચોકસાઈનું નિદર્શક છે. પટાવર્ગીકરણોનાં પણ પેટાવર્ગીકરણો અનેક જગાએ મળે. આવાં સ્થાનોમાં લેખકે આપેલા ક્રમાંકો, ક્યાંક ગૂંચવણ ટાળવાના આશયે, બદલવાના થયા છે. શ્રી મોહનભાઈએ ગ્રંથના લખાણનો કેટલોક અંશ “શ્રી જૈન શ્વેતામ્બર કૉન્ફરન્સ હેરલ્ડ' (જેના એ તંત્રી પણ હતા)ના અંકોમાં પ્રકાશિત કરેલો છે. એ લેખન-અંશો આ પ્રમાણે છે : (૧) ખંડ-૧નો વિભાગ-૨ “શ્રી મહાવીરનો સમય અને ધર્મપ્રવર્તક તરીકે મહાવીર' “શ્રી જૈન શ્વેતામ્બર કૉન્ફરન્સ હેરલ્ડના ઑગસ્ટ-સપ્ટે. ૧૯૧૪ (પુ. ૧૦, અંક ૮-૯)ના સંયુક્ત અંકમાં (પૃ. ૩૭૨થી ૪૨૯) લેખકે પ્રકાશિત કર્યો હતો. એ પ્રકાશિત થયા પછી પણ એમણે એમાં ઠીકઠીક ઉમેરા કર્યા છે. (૨) ખંડ-૧ના વિભાગ ૩માં “ત્રણ તત્ત્વ' શીર્ષકવાળું લખાણ (જેમાં ઈશ્વરતત્ત્વ-સવતત્ત્વ, સરતત્ત્વ, સદ્ધર્મતત્ત્વનો સમાવેશ થાય છે) તે “શ્રી જૈન શ્વેતામ્બર કૉન્ફરન્સ હેરલ્ડ’ના ફેબ્રુ. ૧૯૧૭ (પુ. ૧૩, અંક ૨)ના અંકમાં (પૃ. ૪૮થી ૫૮) પ્રકાશિત કર્યું હતું. (૩) ખંડ-૧ના વિભાગ ૩માં “કાલસ્વરૂપ” શીર્ષકવાળું લખાણ “શ્રી જૈન શ્વેતામ્બર કૉન્ફરન્સ હેરલ્ડ'ના ઑગસ્ટ-સપ્ટે.-ઑક્ટો. ૧૯૧૬ (પુ. ૧૨, અં. ૮-૯-૧૦)ના સંયુક્ત અંકમાં (પૃ. ૨૮૩થી ૨૮૯) પ્રકાશિત કર્યું હતું. (૪) ખંડ-૧ના વિભાગ ૩માં “સમ્યગ્દર્શન' શીર્ષકવાળું લખાણ “શ્રી જૈન શ્વેતામ્બર કૉન્ફરન્સ હેરલ્ડ'ના માર્ચ, ૧૯૧૭ (પુ. ૧૩, એ. ૩)ના અંકમાં (પૃ. ૮રથી ૮૮) પ્રકાશિત થયું હતું. આ ગ્રંથ માટે હેરલ્ડમાં પ્રગટ થયેલા આ ચાર મુદ્રિત અંશોને જ આધાર ગણ્યા છે, એ અંશોની અગાઉની હસ્તપ્રતને નહીં. જોકે ખંડ-૧માંના મહાવીર જીવન વિશેના Page #10 -------------------------------------------------------------------------- ________________ સમગ્ર વિભાગ-રનાં મુદ્રિત પાનાં જ હસ્તપ્રતમાં સામેલ છે, હસ્તલિખિત નહીં. લેખક પાસે વિષયનિરૂપણનું એક ચોક્કસ આયોજન છે જેને બન્ને ખંડમાં એક સરખી રીતે અનુસર્યા જણાય છે. ખંડ ૧માં વિભાગ-૧ જેન ધાર્મિક સાહિત્ય વિશે, વિ. ૨ મહાવીરજીવન વિશે, વિ. ૩ જૈન મતના સિદ્ધાંતો વિશે અને વિ. ૪ જૈન ધર્મને લગતા કેટલાક પ્રકીર્ણ વિષયો વિશે છે. તો ખંડ રમાં પણ આ જ પદ્ધતિએ વિભાગીકરણ થયું છે. જે વિષય પર તેઓ લખતા હોય તેને લગતાં બધાં લખાણો સંકલિત કરીને તેને પોતાની રીતે તેઓ આલેખે છે. પરિણામે વાચકને સંકલિત સ્વરૂપે એકસાથે ઘણી સામગ્રીનો લાભ મળે છે. મોહનભાઈ વિષયનું આલેખન તુલનાત્મક પદ્ધતિએ પણ કરે છે. અને તેથી તો ઈશ્વરતત્ત્વ, આત્મવાદ કે મોક્ષસ્વરૂપ જેવા વિષય પરનાં લખાણોમાં કેવળ જૈન મત કે બૌદ્ધ મત દર્શાવવાને બદલે અન્ય દર્શનોમાં તે તત્ત્વ અંગે જે કહેવાયું હોય એની પણ તુલનાત્મક રીતે છણાવટ કરે છે. કશું પણ અધ્ધરતાલ લખાયું હોય એવું ભાગ્યે જ મોહનભાઈના લખાણમાં જોવા મળે. વાચકો સામે જે કંઈ ધરવું તે પ્રમાણભૂત જ, એવી નેમ સાથે એમની કલમ ચાલતી જણાય છે. શ્રી મોહનભાઈએ આ ગ્રંથમાં જેન અને બૌદ્ધ ધર્મના સાહિત્યને, મહાવીર-બુદ્ધના જીવનને અને જૈન અને બૌદ્ધ મતના સિદ્ધાંતોને લગતી સામગ્રી એ સ્વરૂપે અને એ પદ્ધતિએ આપી છે કે આ વિષયમાં નવો પ્રવેશ કરનારને પર્યાપ્ત, પ્રમાણભૂત અને વર્ગીકૃત માહિતી સાંપડી રહે. તેથી જ આ વિષયના અભ્યાસક્રમો ચલાવતી સંસ્થાઓ માટે આ ગ્રંથ એક પાઠ્યપુસ્તકની ગરજ સારે એવું બન્યું છે એવો તટસ્થ અભિપ્રાય આપી શકું. અહીં ખંડ ૧ની આગળ બે નકશા આપ્યા છે જેમાંનો એક મહાવીર અને બુદ્ધના સમયના આયવર્તનો છે. આ નકશો મોહનભાઈએ જાતે તૈયાર કરેલો છે. બીજો નકશો પ્રાચીન ભારતનો છે. બન્ને નકશા ગ્રંથની હસ્તપ્રત સાથે જ મળ્યા છે. ખંડ ૨માં બૌદ્ધ ધર્મ અને બુદ્ધજીવન સાથે સંબદ્ધ ૮ ચિત્રો/તસ્વીરો આપ્યાં છે. શ્રી મોહનભાઈએ પોતે જ આ ચિત્રો-તસ્વીરોનો સંગ્રહ કર્યો હતો. આ ગ્રંથની હસ્તપ્રત સાથે જ એ મુકાયેલાં હતાં એ ઉપરથી લાગે છે કે ભવિષ્યમાં ગ્રંથ પ્રકાશિત કરતી વેળા આ ચિત્રો-તસ્વીરોને ગ્રંથમાં મુદ્રિત કરવાનું એમને અપેક્ષિત હતું જ. જૈન ધર્મ સંબંધી ચિત્રો લેખકના “જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસમાં ઘણી મોટી સંખ્યામાં (તીર્થો, ચૈત્યો, જિનપ્રતિમા, ગુરુપ્રતિમા, પાદુકા, પ્રસંગચિત્રો, અકબરનાં શાહી ફરમાનો, હસ્તપ્રતો, શિલ્પો, સ્થાપત્યો વગેરે) ઉપલબ્ધ છે. આ ગ્રંથનું પરામર્શન કરી આપવા ઉપરાંત પ્રાસ્તાવિક આવકાર-વચન લખી આપવા માટે પ.પૂજ્ય આચાર્યશ્રી વિજયપ્રદ્યુમ્નસૂરિજીએ તેમજ આદરણીય ડૉ. એસ્તેરબહેન સોલોમને મને ઉપકૃત કર્યો છે. તે ઉપરાંત કેટલીક શુદ્ધિવૃદ્ધિમાં ડો. નગીનદાસ જી. શાહની સહાય મળી છે તે માટે એમનો પણ આભારી છું. આ ગ્રંથના સંપાદન અંગે અવારનવાર મને પ્રોત્સાહિત કરવા માટે પૂજ્ય આચાર્યશ્રી વિજયશીલચંદ્રસૂરિજીનો તેમજ મારા સંપાદનકાર્યના હરકોઈ તબક્કે મને મૂલ્યવાન Page #11 -------------------------------------------------------------------------- ________________ 10 માર્ગદર્શન આપવા માટે મારા વડીલ મિત્ર પ્રા. જયંતભાઈ કોઠારીનો હું ઋણી છું. આ ગ્રંથના સંપાદનની જવાબદારી મને સોંપવા બદલ શ્રી મહાવીર જૈન વિદ્યાલય (મુંબઈ)ના મંત્રીશ્રીઓનો હું આભારી છું. સાથે આ ગ્રંથના પ્રકાશનમાં જીવંત રસ દાખવવા માટે શ્રી જયસુખભાઈ મો. દેશાઈનો આભારી છું. આ ગ્રંથમાં ખૂટતી કેટલીક નાનીમોટી માહિતી ઉપલબ્ધ કરી આપવા માટે મુ. ડૉ. ધીરુભાઈ ઠાકર અને મારા વડીલ મિત્ર પ્રા. મલૂકચંદ ૨. શાહનો પણ હું આભારી અત્યંત ચીવટાઈભર્યું લેસર ટાઇપસેટિંગનું કામ કરી આપવા માટે શારદા મુદ્રણાલયના શ્રી રોહિત કોઠારીનો, સફાઈદાર મુદ્રણકાર્ય માટે ભગવતી મુદ્રણાલયના શ્રી ભીખાભાઈ પટેલનો અને આવરણ ચિત્ર માટે શ્રી ઊર્જિત શાસ્ત્રીનો પણ હૃદયથી આભાર વ્યક્ત કરું છું. ૨-૧-૧૯૯૮ કાન્તિભાઈ બી. શાહ “નિશિગન્ધા', ૭, કૃષ્ણપાર્ક, ખાનપુર અમદાવાદ-૩૮૦ ૦૦૧ Page #12 -------------------------------------------------------------------------- ________________ લેખકનું નિવેદન શ્રીમતી ફૉર્બસ ગુજરાતી સભા તરફથી બૌદ્ધ અને જૈન મતના સંક્ષેપમાં ઇતિહાસ – સિદ્ધાંતો અને વૈદિક ધર્મ સાથે તુલનાએ નામક પારિતોષિક નિબંધ તારીખ ૩જી માર્ચ સને ૧૯૧૩ને દિને ઉક્ત સભાના મળેલા મંડળે ચૂંટી પ્રસિદ્ધ કર્યો હતો. પારિતોષિક જોકે ૫૦૦ રૂપિયાનું છે, છતાં તે માટે જે ઉપરોક્ત વિષય નિર્ણત કર્યો છે તે એટલો બધો અગાધ, ગૂઢ અને ચિંતનશીલ છે કે તેને યોગ્ય ન્યાય આપવા માટે કોઈ સમર્થ તત્ત્વજ્ઞ અને મર્મગ્રાહી વિદ્વાનની જ અપેક્ષા રહે છે, કારણકે વૈદિક ષડ્રદર્શનો અને તે ઉપરાંત અવૈદિક જૈન અને બૌદ્ધ દર્શનોનો અભ્યાસી તથા તેની સાથે તે સર્વનો પરસ્પર સંબંધ અને ભેદની પર્યેષણા કરનાર જે હોય તે જ આ વિષયને સવગસુંદર બનાવી શકે. આ કારણે તે વિષય લખવા માટે પ્રસિદ્ધ કરવામાં આવ્યો ત્યારથી મને એમ લાગ્યું હતું કે તે હસ્ત ધરવામાં હું અશક્ત છું, અને તેથી મેં તે સંબંધે કંઈપણ પ્રયાસ કર્યો નહીં. સદ્ભાગ્યે નિબંધની અવધિ પહેલાં ચાર માસે મંત્રીમહાશય અને તદ્વારા મારા એક મિત્રે મને પ્રેરણા કરી ને નિબંધ લખવાનું સૂચવ્યું. આ સૂચના સ્વીકારી લેવા પહેલાં તેના વિષયની વ્યાપકતા, વિશાલતા અને તે સંબંધે મારું અલ્પજ્ઞાન વગેરે મારી અનેક મુશ્કેલીઓ તેમને નિવેદિત કરી, પરંતુ તેઓએ મને પ્રયાસે સિદ્ધિ થાય છે એ સૂત્ર પર ધ્યાન રાખી તે ઉત્સાહપૂર્વક ઉપાડી લેવા આગ્રહ કર્યો. આને પરિણામે મેં પહેલાં બૌદ્ધ ધર્મ કે જે મને તદ્દન અપરિચિત હતો તેના સિદ્ધાંતોનો અભ્યાસ કરવા અર્થે તેને લગતા ગ્રંથો જેટલા મળી શક્યા તેટલા એકત્રિત કરી તેનું વાચન-મનન કરવાનું આવ્યું, સાથે જૈન ધર્મની સાથે પરિચય હોવાથી તદ્વિષયે આરંભિક લખવાનું હોય તે લખવા માંડ્યું, અને પછી તેના તત્ત્વજ્ઞાન અને કર્મવાદની ગૂઢતા ઉકેલવા તે સંબંધી ગ્રંથોનું અધ્યયન શરૂ કર્યું. આમ કરવામાં પણ વિધવિધ પ્રત્યવાયો – કૌટુંબિક, સામાજિક અને વ્યવસાયને લગતા આવી પડ્યા. ત્યાં તો નિબંધની અવધિ ૩૦મી જૂન ૧૯૧૪ ભણકારા કરતી આવી પહોંચી, એટલે ત્યાં સુધી જે જે લખી શકાયું હતું તે છે, અને જે કંઈ ટૂંક ‘ નોટ્સ' તથા વિષયના મુદ્દાઓનું ટિપ્પણ કર્યું હતું તે તે સર્વ મંત્રીને સમર્પિત કર્યું - એ વિજ્ઞપ્તિ સાથે કે જો વિશેષ સમયની સગવડ હવે પછી કરી આપવામાં આવશે તો તે પૂર્ણ કરી લેવામાં ધરી શકીશ. આ વિજ્ઞપ્તિ માન્ય રાખવાની કૃપા દાખવવામાં આવી તે પરિણામે જે જે કંઈ બની શક્યું અને વિષયને અંગે જે જે મહત્ત્વનું લાગ્યું છે તે સંક્ષિપ્તમાં મૂકી આ સાથે ધર્યું છે. વિષયના અંગે ૧૫૦ પાનાં આશરે “ફુલ્લકેપ' માપનાં માંગવામાં આવ્યાં હતાં, તેને બદલે તેથી બમણાં પાનાં અત્ર મુકાય છે એ જ વિષયની અગાધતા સૂચવવા માટે બસ છે. તે વિષયના જે જે પેટાવિભાગો કર્યા છે તે પ્રત્યેક સંબંધી વિસ્તારથી – ફોડ પાડી લખવામાં આવે તો તેનું પરિણામ આખા નિબંધ જેટલું દળ પ્રત્યેકનું થાય તેમ છે, જ્યારે બીજી વસ્તુઓ મૂકવાની રહે તે તો જુદી જ. જૈન અને બૌદ્ધ દર્શન એ બેમાં બૌદ્ધ દર્શન સંબંધે અંગ્રેજી ભાષામાં એટલા બધા ગ્રંથો – ભાષાંતર, અનુવાદ અને સ્વતંત્ર પુસ્તક રૂપે પ્રસિદ્ધ થયા છે કે તે સર્વનો Page #13 -------------------------------------------------------------------------- ________________ 12 સંગ્રહ કરતાં એક નાની સરખી પણ સારી લાઈબ્રેરી' (પુસ્તકાલય) થઈ શકે. તેમજ બૌદ્ધ સંબંધેનું જ્ઞાન પણ વિશેષ પ્રચલિત છે, કારણકે જગતની સપાટી પર બૌદ્ધોની સંખ્યા વિશાલ પ્રમાણમાં છે, જ્યારે જૈન દર્શન સંબંધેનો પરિચય જેનોની મર્યાદિત સંખ્યાની બહાર અતીવ વિરલ બલ્બ નહિવત્ છે. અંગ્રેજીમાં માત્ર આઠ-દશ ગણ્યાગાંઠ્યાં પુસ્તકો છે. આથી અંગ્રેજી ભાષા ભણેલો બૌદ્ધ ધર્મ સંબંધે જાણવાની ઈચ્છાવાળો હોય તો ઘણું પ્રાપ્ત કરી શકે તેમ છે, જ્યારે જૈન ધર્મ સંબંધે વિશેષ મેળવી શકે તેમ નથી. તે હેતુએ આ નિબંધમાં બૌદ્ધ ધર્મ સંબંધે જેટલું લખાયું છે તેના કરતાં વિશેષ દળમાં જૈન ધર્મના સંબંધે લખાયું છે. ઉભય ધર્મસંબંધે ગુજરાતી ભાષામાં તો એક પણ પ્રતિષ્ઠિત ગ્રંથ નથી કે જે ઉભય ધર્મના અનુયાયી સિવાયનો વાંચી તે સંબંધી જ્ઞાન થોડુંઘણું પણ, સમજી શકે તેવી રીતે લખી શકે. આ કારણે એક પ્રાથમિક પુસ્તક (A Primer અથવા A Manual) રૂપે બંને ધર્મનું દિગ્દર્શન કરાવી શકાય એથી જ આ વિષયની ચૂંટણી ઉક્ત સભાની થઈ હોય એમ લાગે છે, અને તે માટે ઉક્ત સભાને અવશ્ય અભિનંદન ઘટે છે. બૌદ્ધ દર્શન સંબંધે લખવામાં જે મુખ્ય પુસ્તકોનો આધાર લેવામાં આવ્યો છે તે 241 89 : Systems of Buddhist Thought by Professor Yamakami Sogen (Uni. of Calcutta, 1912), The word of the Buddha by Bhikkhu Nyanatiloka, translated from the German by Sasan Vamsa, Manual, of Indian Buddhism by H. kern (1898), The Essence of Buddhism by P. Lakshmi Narasu (1907), The Gospel of Buddha by Paul Carus, Buddhist ladia by Dr. Rhys Davids, Buddhism by Dr. Rhys Davids, The Path of Light by L. D. Barnett (1909), મરાઠીમાં ધર્માનંદ કોસંબીકૃત વૃદ્ધ, ધર્મ માનિ સંઘ વગેરે વગેરે. જૈન દર્શન સંબંધે લખવામાં નીચેનાં પુસ્તકોનો મુખ્યપણે આધાર લેવામાં આવ્યો છે : શ્રી હરિભદ્રસૂરિકૃત ધર્મબિંદુ, યોગબિંદુ, યોગદષ્ટિસમુચ્ચય, પદ્દર્શનસમુચ્ચય, શ્રી આત્મારામજીકૃત જૈન તત્ત્વાદર્શ, રા. સુશીલના લેખો (‘આનંદ’ માસિક), ડાક્ટર હર્મન જેકોબીનાં ચાર જૈન સૂત્રનાં ભાષાંતર (Sacred Books of the East, Volumes XXII & XLV), History of the Midaeval School of Indian Logic by Dr. Satishchandra Vidyabhushan (Uni. of Calcutta 1909) વગેરે. વીરભક્તિ [મોહનલાલ દલીચંદ દેસાઈ Page #14 -------------------------------------------------------------------------- ________________ ઉમળકાભર્યા હૈયે આવકાર વિવિધ વિષયોમાં આજકાલ જે રીતે પીએચ.ડી.ની ઉપાધિ પ્રાપ્ત કરવા માટે અલગ અલગ વિષયોમાં સર્વતઃ સ્પર્શતો મહાનિબંધ લખાય છે અને એક જ વ્યક્તિ એક જિંદગીમાં એક વિષય ઉપર એ રીતે એક મહાનિબંધ લખે છે અને તે ડૉક્ટરેટની પદવી મળે છે. એ હિસાબે અને એ માપે જો જોવા જઈએ તો શ્રી મોહનલાલ દલીચંદ દેશાઈને તેમના કાર્યનો વ્યાપ અને ઊંડાણ જોતાં કેટલી પદવી આપવી જોઈએ ! એક જ નાની જિંદગીમાં કેટલા વિષય ઉપર કેટલી ઝીણવટથી સમગ્રપણે, શ્રમપૂર્ણ ('થરો) પદ્ધતિનું કેટલું બધું કામ કર્યું છે અને એ કામ એટલું તો તલસ્પર્શી કર્યું છે કે તેઓના “જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ’ એ પુસ્તકના અનુગામી કામ રૂપે જૈન સાહિત્ય વૃત્ તિહાસના ૧૦ ભાગ પ્રકાશિત થયા છતાં “જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસની ગરજ તો ઊભી જ રહે છે. તેઓની કાર્યપદ્ધતિ જોતાં એવું મનમાં થાય છે કે તેઓએ લખેલું જે કોઈ નાનુંમોટું લખાણ કોઈ ગ્રન્થની પ્રસ્તાવનારૂપે હોય કે કોઈ ગ્રન્થના પરિચય રૂપે હોય પણ તે સર્વ સંકલિત કરીને ગ્રન્થસ્થ થઈ જવું જોઈએ. એ વિચારના જ પ્રતિભાવ રૂપે આ ગ્રન્થ પ્રકાશિત કરવામાં આવે છે. સન ૧૯૧૩ની ત્રીજી માર્ચ. એટલે કે આજથી ચોર્યાસી વર્ષ પહેલાં આ વિષય “બૌદ્ધ અને જૈન મતના સંક્ષેપમાં ઇતિહાસ – સિદ્ધાન્તો અને વૈદિક ધર્મ સાથે તુલના” ઉપર નિબંધ લખવાનું જાહેર થયું. આ બીડું ઝડપીને શ્રી મોહનભાઈએ કલમ ચલાવી છે. તેઓને પહેલેથી આ વિષય “અગાધ, ગૂઢ અને ચિંતનશીલ” જણાયો છે અને વાચક જોઈ શકશે કે તેમણે બન્ને ધર્મના ઇતિહાસ ને સિદ્ધાન્તોનો સંક્ષેપમાં પરિચય આપવા માટે તે તે વિષયનો દરિયો ઉલેચ્યો છે. શ્રી મહાવીર જૈન વિદ્યાલયે પણ આવા ચિરકાળપર્યન્ત જ્ઞાનધન કરતાં રહે તેવાં પ્રાણવાન પ્રકાશનો કરવાની પરંપરાને જાળવી રાખી છે. સંપાદક તરીકે શ્રી કાંતિભાઈએ પણ સંકલન કરવામાં ઘણી જહેમત ઉઠાવી છે અને બૌદ્ધ પરંપરાના લખાણમાં સરતચૂકથી પણ કાંઈ વિગતદોષ કે અસતુ નિરૂપણ થઈ ગયું હોય તો તે એમ ને એમ ન રહી જવા પામે અને તેનું નિવારણ થઈ જાય એ હેતુથી દર્શનશાસ્ત્રનાં નિપુણ અભ્યાસી શ્રી એસ્તેરબહેન સોલોમનની પાસે તે વંચાવ્યું છે. જૈન ધર્મ સંબંધી નિરૂપણ તો શ્રી મોહનભાઈનું સ્વચ્છ અને યથાશક્ય પૂર્ણ હોય તે સ્વાભાવિક જ છે. આ પુસ્તકનાં પાનાંમાંથી પસાર થતાં એક એવી લાગણી થઈ આવી કે માત્ર પહેલો ખંડ એક જુદા પુસ્તકાકારે પ્રકાશિત કરવામાં આવે તો “જૈન ધર્મ : એક પરિચય” એવા અથવા એના જેવા શીર્ષકથી એ પુસ્તક પ્રકાશિત થાય તો તે જૈન ધર્મના પરિચય કરાવનાર પુસ્તકોમાં મૂલ્યવાન ઉમેરો થઈ શકે. આ ગ્રંથના વાચનથી શ્રી મોહનભાઈની લેખનશૈલીનો પણ પરિચય મળે છે. એક વિષયના અનુસંધાનમાં શું શું લખાયું છે તેનો પરિચય મેળવીને વિષયની સંકલન કરીને તેનું કડીબદ્ધ નિરૂપણ કેવી રીતે થઈ શકે તેનો પણ અંદાજ આપણને મળે છે. અંતે આવા અભ્યાસપૂર્ણ ગ્રન્થને હૃદયના ઉમળકાથી આવકારતાં ખૂબ હર્ષનો અનુભવ થાય છે. દાદાસાહેબ જૈન ઉપાશ્રય, – પ્રદ્યુમ્નસૂરિ કાળા નાળા, ભાવનગર (સૌરાષ્ટ્ર),ભાદ્રપદ, શુક્લ એકાદશી, (જગદ્ગુરુ હીરવિજયસૂરિ-સ્વર્ગારોહણ દિવસ) Page #15 -------------------------------------------------------------------------- ________________ જૈન અને બૌદ્ધ ધર્મ-દર્શનનું આવકાર્ય પ્રકાશન શ્રી મોહનલાલ દલીચંદ દેસાઈ વ્યવસાયે વકીલ હતા અને મુંબઈની સ્મોલકોઝ કોર્ટમાં વકીલાત તેમણે ૧૯૧૦થી ૧૯૪૫ સુધી કરી અને ૨-૧૨-૧૯૪૫ના રોજ તેમનું રાજકોટમાં અવસાન થયું. સાથોસાથ તેમણે અનેક સાહિત્યિક, શૈક્ષણિક અને ધાર્મિક સંસ્થાઓમાં પોતાનો સહયોગ સ્થાપક સભ્ય, કે સામાન્ય સભ્ય તરીકે નિષ્ઠાપૂર્વક આપ્યો હતો. સનાતન જૈન,” “જૈન શ્વેતાંબર કૉન્ફરન્સ હેરલ્ડ” અને “જેન યુગ'ના તંત્રી તરીકે પણ સેવા આપતા રહ્યા (૧૯૦૭થી ૧૯૩૦ના ગાળામાં). આ બધું કરતાં કરતાંય જૈન ધર્મ સંબંધી ગ્રંથો લખવાનું કે પ્રાચીન ગ્રંથોનું સંપાદન કરવાનું તેઓ ચૂક્યા નહિ. તેમના પ્રકાશિત ગ્રંથો તેમ જ અન્ય લખાણોની સંખ્યા જોતાં કોઈ પણ વિચારમાં પડી જાય કે કેટલી અસાધારણ નિષ્ઠા, વિદ્યાપ્રીતિ અને કર્મઠતા આ વ્યક્તિવિશેષમાં હશે. અને વ્યવસાયે કર્મનિષ્ઠ વિદ્વાન અધ્યાપક હોય એવી વ્યક્તિ પ્રત્યે જે આદર થવો જોઈએ તેવો આદર તેમના પ્રત્યે સહજ રીતે હૃદયમાંથી ઊભરાય. બૌદ્ધ અને જેને મતના સંક્ષેપમાં ઇતિહાસ, સિદ્ધાંતો અને વૈદિક ધર્મ સાથે તુલના' – એ ૧૯૧૪માં લખાયેલો અને ૧૯૧૫માં સ્વીકારાયેલો ફાર્બસ ગુજરાતી સભાનો ઇનામી નિબંધ હજુ સુધી અપ્રકાશિત હતો તે શ્રી મોહનલાલભાઈના પુત્ર શ્રી જયસુખભાઈ મો. દેસાઈની ઇચ્છા અને સહકારથી શ્રી મહાવીર જૈન વિદ્યાલય (મુંબઈ) દ્વારા છપાય છે તેથી આનંદ થાય જ. પુત્રની પિતા પ્રત્યેની સાચા હૃદયની આ શ્રદ્ધાંજલિ છે, તેમ જ નિરપેક્ષ ભાવે વિદ્યાની આરાધના કરનાર ગુરુ-પિતાનું યોગ્ય તર્પણ છે જેને માટે તેમને અભિનંદન ઘટે. આ પુસ્તકનું લખાણ જોઈ જવાની અને જરૂરી લાગે ત્યાં સૂચન કરવાની તક મને મળી તેને મારું સદ્ભાગ્ય સમજું છું. શ્રી મોહનલાલ દ. દેસાઈએ અથાગ મહેનત કરીને આ ગ્રંથ તૈયાર કર્યો છે જેમાં તેમની જૈન અને બૌદ્ધ ધર્મની ઊંડી સૂઝ સ્પષ્ટ દેખાય છે. વળી જૈન ધર્મ-દર્શનને વરેલા લેખક નવા વિચારો ઝીલવા એટલા જ ઉત્સુક છે એ સરળતા અને પ્રામાણિકતા પ્રશંસાને પાત્ર છે. જૈન અને બૌદ્ધ ધર્મ સંબંધી ગ્રંથો ગુજરાતી ભાષામાં ઓછા છે તેથી આ પ્રકાશન આવકાર્ય બનશે એમાં કોઈ શંકાને સ્થાન નથી. જૈન અને બૌદ્ધ ધર્મના સાહિત્ય અને સિદ્ધાંતોની ઝીણવટપૂર્વક ચર્ચા આ ગ્રંથમાં છે. ઉપરાંત ભારતની સામાજિક-રાજકીય પરિસ્થિતિ, તે સમયે પ્રવર્તતી ધર્મભાવના, સ્ત્રીઓનું સમાજ અને ધર્મમાં સ્થાન જેવા વિષયો પર લેખકે પૂરતું ધ્યાન આપ્યું છે. મહાવીર અને બુદ્ધને ખુલ્લા મનથી સમજવાનો પ્રયત્ન કર્યો છે તે અનુકરણીય છે. ૧૯૧૪માં જૈન અને બૌદ્ધ ધર્મો વિષે ખાસ વ્યવસ્થિત લખાયું નહોતું અને બૌદ્ધ ધર્મ-દર્શનના તો ઘણા ગ્રંથો મળતા પણ નહોતા. એવે સમયે કેટલો પરિશ્રમ કરી શ્રી મોહનલાલ દેસાઈએ આ નિબંધ તૈયાર કર્યો હશે તેની તો કલ્પના જ કરવી રહી. આ પ્રકાશનથી અન્ય વિદ્યાપ્રેમી લેખકોને પ્રેરણા ચોક્કસ મળશે કે પ્રયાસથી સિદ્ધિ મળે જ છે, જોકે પેવધિારસ્તે મા હાન...” આ તક આપવા બદલ શ્રી મહાવીર જૈન વિદ્યાલય અને પ્રો. શ્રી જયંતભાઈ કોઠારી તેમજ ડૉ. કાન્તિભાઈ બી. શાહનો અંતઃકરણપૂર્વક આભાર માનું છું. ૨૫-૮-૧૯૯૭ - એસ્તેર સોલોમન જન્માષ્ટમી ૩૩, નહેરુનગર, અમદાવાદ-૩૮૦૦૧૫ Page #16 -------------------------------------------------------------------------- ________________ શ્રી મોહનલાલ દલીચંદ દેશાઈ : જીવનઝલક જન્મ : ૬ એપ્રિલ ૧૮૮૫, લુણસર, વાંકાનેર તાબે, જિ. રાજકોટ અવસાન : ૨ ડિસેમ્બર ૧૯૪૫, રાજકોટ અભ્યાસ : બી.એ. (૧૯૦૮), એલએલ.બી. (૧૯૧૦). માધ્યમિક સુધીનું શિક્ષણ રાજકોટમાં, કૉલેજશિક્ષણ મુંબઈમાં. વ્યવસાય : મુંબઈની સ્મોલ કોઝ કોર્ટમાં વકીલાત, ૧૯૧૦-૧૯૪૫ જાહેરજીવનઃ શ્રી મહાવીર જૈન વિદ્યાલય સ્થાપક સભ્યોમાંના એક, ૧૯૧૫, પછીથી છેક સુધી કારોબારી સભાના સભ્ય. જૈન શ્વેતામ્બર કૉન્ફરન્સના જૈન એજ્યુકેશન બોર્ડના સેક્રેટરી, ૧૯૧૬. વાડીલાલ મોતીલાલ શાહે સ્થાપેલા સંયુક્ત જૈન વિદ્યાર્થીગૃહની કારોબારી સભાના સભ્ય, ૧૯૧૭. જૈન શ્વેતામ્બર કોન્ફરન્સના આસિસ્ટન્ટ સેક્રેટરી, ૧૯૧૮. કનૈયાલાલ મુનશીએ સ્થાપેલી સાહિત્યસંસદના સ્થાપક સભ્યોમાંના એક, ૧૯૨૧, પછીથી સભ્ય. મુંબઈમાં મળનારી આઠમી ગુજરાતી સાહિત્ય પરિષદની કારોબારીની સભા, સત્કારમંડળ તથા નિબંધ-પરીક્ષકસમિતિના સભ્ય, ૧૯૨૬. કોલ્હાપુર રાજ્યના શિરોલરોડમાં દક્ષિણ મહારાષ્ટ્ર જૈન શ્વેતામ્બર પ્રાન્તિક પરિષદના ચોથા અધિવેશનના પ્રમુખ, ૧૯૨૬. ઉપરાંત, મુંબઈ માંગરોળ જૈન સભા, જૈન એસોસીએશન ઓફ ઇન્ડિયા. જૈન ગ્રેજ્યુએટ્સ એસોસીએશન વગેરે સંસ્થાઓના કાર્યકર્તા, ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના અધિવેશનમાં હાજરી આપનાર, મુંબઈ જૈન યુવક સંઘ યોજિત પર્યુષણ વ્યાખ્યાનમાળાના નિયમિત વ્યાખ્યાતા. પત્રકારત્વ : “સનાતન જૈન'ના સહતંત્રી, ૧૯૦૭થી ૧૯૦૯. જૈન શ્વેતામ્બર કૉન્ફરન્સ હેરલ્ડ'ના તંત્રી, ૧૯૧૨થી ૧૯૧૯. જેનયુગના તંત્રી. ૧૯૨૫થી ૧૯૩). સાહિત્યકર્તાઃ પ્રકાશિત ગ્રંથો : ૧. જૈન સાહિત્ય અને શ્રીમંતોનું કર્તવ્ય. ૧૯૦૮. ૨. હર્બટ વોરનના “જેનીઝમનું ભાષાંતર. ૧૯૧૦. ૩. વિનયવિજયોપાધ્યાયરચિત નયકર્ણિકા (ગુજ. સંપા.), ૧૯૧૦. (ફત્તેહચંદ કપૂરચંદ લાલન સાથે) ૪. જિનદેવદર્શન, ૧૯૧૦. ૫. સામાયિકસૂત્ર, ૧૯૧૧. ૬. યશોવિજયજીકૃત સમ્યકત્વના સડસઠ બોલની સઝાય, (સંપા.) ૧૯૧૨. ૭. જેને કાવ્યપ્રવેશ, (સંપા.) ૧૯૧૨. ૮. સ્વામી વિવેકાનંદના પત્રો (અનુ.), ૧૯૧૨. Page #17 -------------------------------------------------------------------------- ________________ 16 ૯. શ્રીમદ્ યશોવિજયજી (અંગ્રેજી), ૧૯૧૨ કે ૧૮૧૩. ૧૦. જૈન ઐતિહાસિક રાસમાળા (સંપા.), ૧૯૧૨ કે ૧૯૧૩. ૧૧. જૈન રાસમાળા (પુરવણી), ૧૯૧૪. ૧૨. નયકર્ણિકા (અંગ્રેજી, સંપા.), ૧૯૧૫. ૧૩. ગિરનાર તીર્થોદ્ધાર રાસ તથા તીર્થમાળા (સંપા.), ૧૯૨૦. ૧૪. જૈન ગૂર્જર કવિઓ ભા.૧, ૧૯૨૬. ૧૫. જેન ગૂર્જર કવિઓ ભા.૨, ૧૯૩૧. ૧૬. જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ, ૧૯૩૩. ૧૭. સુજશવેલી ભાસ (સંપા.), ૧૯૩૪. ૧૮. જૈનાચાર્ય શ્રી આત્માનંદજી જન્મશતાબ્દી સ્મારકગ્રંથ, ૧૯૩૬. ૧૯. સિદ્ધિચંદ્ર ઉપાધ્યાયરચિત ભાનુચંદ્રગણિચરિત (સં. અંગ્રેજી, - સંપા.), ૧૯૪૧. ૨૦. જૈન ગૂર્જર કવિઓ ભા.૩ (બે ખંડમાં), ૧૯૪૪. ૨૧. ગૂર્જર રાસાવલી (સંપા.), ૧૯૫૮ (બલવંતરાય ઠાકોર તથા મધુસૂદન મોદી સાથે). ૨૨. જૈન અને બૌદ્ધ મત : સંક્ષિપ્ત ઇતિહાસ અને સિદ્ધાંતો, ૧૯૯૮. અગ્રંથસ્થ સાહિત્ય : સામયિકાદિમાં રહેલાં બેત્રણ હજાર પાનાંનાં લેખો, સંપાદિત કૃતિઓ, કાવ્યો વગેરે. વિશેષતા : રાજકોટના શિક્ષણાધિકારી મામા પ્રાણજીવન મોરારજી શાહના આશ્રયે ઉછેર, તેથી નીતિનિષ્ઠ, પ્રામાણિક, સત્યનિષ્ઠ, સાદાઈભર્યા જીવનના આગ્રહી. ભારે કર્મઠતા, જેને કારણે એમને હાથે આકરગ્રંથોનું નિર્માણ થયું. ૦ સ્પષ્ટવક્તાપણું પણ સરલતા, સ્થાન-માનની અપેક્ષા નહીં, નમ્રતા. ૦ વિદ્યાસેવા અને સમાજસેવા કશા વળતર વિના કરવાનો સંકલ્પ. ૦ રાષ્ટ્રવાદી માનસ, સાંપ્રદાયિક માળખામાં રહીને પણ નવા વિચારો ઝીલનારા. ૦ જૈન સાહિત્ય ને સમાજની સેવા એ સ્વીકારેલું જીવનધ્યેય. ૦ નાના માણસમાં પણ રસ લેવાનો સ્વભાવ, સહાયવૃત્તિ. Page #18 -------------------------------------------------------------------------- ________________ અનુક્રમ પ્રકાકાય નિવેદન . . . . . . . • • • • • • • • • • • • સંપાદકીય નિવેદન . . . . . . . . . . . . . . . . . . . લેખકનું નિવેદન . . . . . . . . . . . . . . . . . . . ઉમળકાભર્યા હૈયે આવકાર – આ. પ્રદ્યુમ્નસૂરિ . . . . . . . . . . 13 જૈન અને બૌદ્ધ ધર્મ-દર્શનનું આવકાર્ય પ્રકાશન – ડૉ. એસ્તેર સોલોમન . . . શ્રી મોહનલાલ દલીચંદ દેશાઈ : જીવનઝલક . . . . . . . . • • • • ખંડ-૧ જૈન મત : સંક્ષિપ્ત ઇતિહાસ અને સિદ્ધાંતો, ૧-૨૬૬ વિભાગ–૧ : જૈન ધાર્મિક સાહિત્ય, ૩-૨૭ ઉપલબ્ધ શ્રુત-સાહિત્ય - ૪૫ આગમો : પ્રાચીન બાર અંગો, ૩-૧૦, બાર ઉપાંગો, ૧૦-૧૨ ચાર મૂલસૂત્ર, ૧૨-૧૬; નંદીસૂત્ર, ૧૬; અનુયોગદ્વાર, ૧૬; છ છેદસૂત્રો, ૧૬-૧૮; દશ પ્રકીર્ણક (પન્ના), ૧૮-૨૦ ભદ્રબાહુસ્વામી, ૨૦-૨૧; પાટલિપુત્ર પરિષદ, ૨૧; માથુરી વાચના (મથુરા પરિષદ), ૨૧-૨૨; વલભી વાચના (વલભીપુર પરિષદ), ૨૨; ઉમા સ્વાતિ, ૨૨-૨૩, પાદલિપ્તસૂરિ, ૨૩-૨૪; સિદ્ધસેન દિવાકર, ૨૪; મલવાદકત “નયચક્ર', ૨૪-૨૫, જિનભદ્રગણિ ક્ષમાશ્રમણ, ૨૫; હરિભદ્રસૂરિ, ૨૫-૨૭. વિભાગ-૨ : શ્રી મહાવીરનો સમય અને ધર્મપ્રવર્તક તરીકે મહાવીર, ૨૮-૯૩ ભારતની રાજકીય સ્થિતિ - રાજાઓ, ૨૮-૪૬, ભારતના ભિન્નભિન્ન દેશો, ૪૬-૫૬; ભારતની સામાજિક સ્થિતિ, પ૬-૫૯; ભારતની ધર્મભાવના, ૫૯-૭૦; મહાવીરનો પ્રાદુર્ભાવ, ૭૦-૭૫, ધર્મપ્રવર્તક તરીકે મહાવીર, ૭૫-૮૬; મહાવીરનું જીવન, ૮૬૯૩. વિભાગ–૩: જૈન મતના સિદ્ધાંતો, ૯૪-૨૫૩ ત્રણ તત્ત્વ : ઈશ્વરતત્ત્વ-સદ્િવતત્ત્વ, ૯૪-૧૦૦, સદ્ગુરુતત્ત્વ, ૧૦૦-૧૦૪, સધર્મતત્ત્વ, ૧૦૪; કાલસ્વરૂપ, ૧૦૪-૧૧૦; આત્માને કર્મનો સંયોગ, ૧૧૦-૧૨૮; સમ્યગ્દર્શન, ૧૨૮-૧૩૪; આત્મવાદ – આત્માનું સ્વરૂપ (સમ્યકત્વનાં ૬ સ્થાનક), ૧૩૪-૧૪૭; ષડ્રદ્રવ્ય, ૧૪૮-૧૫૫; નવ તત્ત્વ, ૧૫૬-૧૭૦; છ વેશ્યા, ૧૭૦-૧૭૨; જૈન દષ્ટિએ જીવની ઉત્કાન્તિ, ૧૭૨-૧૮૨; ચૌદ ગુણસ્થાનક (મોક્ષપદસોપાન), 4-૧૪૯: કાર્યસિદ્ધિનું રહસ્ય : પાંચ સમવાય, ૧૮૯-૧૯૪; જેન યોગમાર્ગ, ૧૯૫-૨૧૭; પ્રત્યેક ખત્મવાદ અને મોક્ષસ્વરૂપ, ૨૧૮-૨૩૦; અનેકાન્તવાદ - સ્યાદ્વાદ, ૨૩૧-૨૩૯; સર્વ દર્શનોની સરખામણીનો કોઠો, ૨૪-૨૪૧; ગૃહસ્થધર્મ અને યતિધર્મ, ૨૪૨-૨૫૩. Page #19 -------------------------------------------------------------------------- ________________ 18 વિભાગ-૪ : પ્રકીર્ણ, ૨૫૪-૨૬૬ જૈનોમાં ભેદો, ૨૫૪-૨૫૬; તીર્થ, ૨૫૬; જૈન વસ્તી, ૨૫૭; બુદ્ધ અને મહાવીર, ૨૫૭-૨૫૮; બૌદ્ધની જૈન એક શાખા છે ? નહિ, ૨૫૮-૨૬૨; જૈન એ વૈદિક ધર્મની શાખા છે ? (જૈનની પ્રાચીનતા), ૨૬૨-૨૬૬. ખંડ–૨ બૌદ્ધ મત : સંક્ષિપ્ત ઇતિહાસ અને સિદ્ધાંતો, ૨૬૭-૩૬૬ વિભાગ—૧ : બૌદ્ધ ધાર્મિક સાહિત્ય, ૨૬૯-૨૮૦ પાલિ ભાષામાંના બૌદ્ધ સાહિત્યની ઉત્પત્તિ, ૨૬૯-૨૭૧; સંસ્કૃત ભાષામાંના બૌદ્ધ સાહિત્યની ઉત્પત્તિ, ૨૭૧-૨૭૨, બૌદ્ધોમાં ૧૮ ભેદ, ૨૭૨-૨૭૩; બૌદ્ધ તત્ત્વજ્ઞાનનાં ચાર દર્શન, ૨૭૩-૨૭૫, બૌદ્ધ દર્શન અને ઉક્ત ચાર સંપ્રદાયોના મતો, ૨૭૫-૨૭૬; ષહ્દર્શનમાં બૌદ્ધ દર્શનનું કાલષ્ટિએ સ્થાન, ૨૭૬-૨૭૭; જુદાજુદા ગ્રંથકારો, ૨૭૭-૨૮૦, વિભાગ-૨ : ગૌતમ બુદ્ધ, ૨૮૧-૨૯૭ જન્મ : બાલ્યકાળ ઃ યુવાવસ્થા (ગૃહસ્થાશ્રમ), ૨૮૧-૨૮૩; ગૃહત્યાગ મહાભિનિષ્ક્રમણ, ૨૮૪; ભ્રમણજીવન : શોધ ઃ તત્વપ્રાપ્તિ : દીક્ષા, ૨૮૪-૨૮૮; ઉત્તર જીવન, ૨૮૯-૨૯૪; અંતિમ વર્ષ - પરિનિર્વાણ, ૨૯૪-૨૯૭. વિભાગ-૩ : બૌદ્ધ મતના સિદ્ધાંતો, ૨૯૮-૩૫૬ બૌદ્ધ ધર્મનો ઉદયકાલ – તે સમયના ભારતના ધાર્મિક વિચાર અને આદર્શો, ૨૯૮-૨૯૯; બૌદ્ધ ધર્મ - તેના તત્ત્વજ્ઞાનની વિશેષતા, ૨૯૯-૩૦૩; ચા૨ આર્યસત્ય, ૩૦૩-૩૨૫; ધર્મ, ૩૨૫-૩૩૦; વિશ્વવ્યવસ્થા, ૩૩૧-૩૩૨; અર્હતો, પ્રત્યેકબુદ્ધો અને તેમનાં લક્ષણો, ૩૩૨-૩૩૩; બુઢ્ઢો અને તેમનાં લક્ષણો, ૩૩૩-૩૩૫; બોધિસત્ત્વો અને તેમનાં લક્ષણો, ૩૩૫-૩૩૬; તત્ત્વજ્ઞાન, ૩૩૬-૩૪૨; બૌદ્ધ ધર્મના રહસ્યરૂપ મુખ્ય સિદ્ધાંતો, ૩૪૩-૩૫૬. વિભાગ-૪ : પ્રકીર્ણ, ૩૫૭-૩૬૬ બૌદ્ધ ધર્મમાં સ્ત્રીની પદવી, ૩૫૭-૩૫૮; બૌદ્ધ ધર્મ અને ઉગ્ર તપશ્ચર્યા, ૩૫૮-૩૫૯; ક્રિયાવાદ - પુરુષાર્થ – ઉદ્યમ, ૩૫૯; સ્વદેશપ્રેમ, ૩૫૯-૩૬૦; ભિક્ષુઓનો સંયમ, ૩૬૦-૩૬૧; બૌદ્ધ ધર્મ અને જ્ઞાતિ, ૩૬૧; હાલનો પ્રચલિત બૌદ્ધ ધર્મ ૩૬૧-૩૬૪; ભારતમાંથી બૌદ્ધ ધર્મના લોપનાં કારણ, ૩૬૪-૩૬૬. વિષયસૂચિ : ૩૬૭-૩૯૬ Page #20 -------------------------------------------------------------------------- ________________ SAL PिHLA 4640 कपिशा लो2 ( कम 5 जा मत्स्य रसन सिन HIRAL. r ना Arr th SARG आसार।२ Kun सोर कलिंग / . Hear MHAR ( दाबी डायपुर मारकर - --- ....... -- Tited મહાવીર અને બુદ્ધના સમયનું આયવત Page #21 -------------------------------------------------------------------------- ________________ WEAVA BUL 31 SA TOS andhari m 25 Indrapratha (Delbl) 2 YO Brahopkin ABIRA f SO 2 M ANTRA SALU RED OB 814 ITPRATAX DR . r on Saran sepe Ophir Kuche (Omu) y HA WOANGÅSOARA BAY OF ENOL Alasira Dybywa SMP USTAN . Gokarna 2 SDRAVA C . LAY 2 2 lh PANOYA TÄMRAPARKI, SEXYFALADVITA KASUELAX(CATLON) ? N D I AN AW MAP OF ANCIENT INDIA SCALE OF MILES . _ Londitude Eut from Grees wlet પ્રાચીન ભારત Page #22 -------------------------------------------------------------------------- ________________ ખંડ–૧ જૈન મત : સંક્ષિપ્ત ઇતિહાસ અને સિદ્ધાંતો Page #23 -------------------------------------------------------------------------- ________________ Page #24 -------------------------------------------------------------------------- ________________ વિભાગ-૧ : જૈન ધાર્મિક સાહિત્ય ઉપલબ્ધ શ્રુત-સાહિત્ય – ૪૫ આગમો : પ્રાચીન બાર અંગો જૈન શાસ્ત્રના સૌથી પ્રાચીન ગ્રંથો ‘અંગો કહેવાય છે. તે બાર છે. અને તેમાં બારમું અંગ – નામે દષ્ટિવાદ' જેમાં ચૌદ પૂર્વોનો સમાવેશ થાય છે તે – પછી લુપ્ત થયેલું છે. બાકીનાં ૧૧ અંગો નામે આચારાંગ આદિ શ્વેતાંબર જૈનો હજુ સુધી અમુક પ્રમાણમાં જાળવી શક્યા છે. જેમ પુરુષનાં ૧૨ અંગ નામે બે પગ, બે જંઘા (સાથળ), બે ઊરુ, બે ગાત્રાર્ધ - પીઠ અને ઉદર, બે હાથ, એક ડોક અને એક મસ્તક છે તેવી રીતે સમય-મૃતરૂપ પરમ પુરુષના - શ્રુતપુરુષનાં - સમયપુરુષનાં આચાર આદિ બાર અંગ છે. જેના આમ્નાયમાં આને “મૃત” કહેવામાં આવે છે તે અન્ય દર્શનમાં જેને “શ્રુતિ' કહેવામાં આવે છે તે જ અર્થમાં છે. અહંતુ પાસેથી સાંભળેલું એવો અર્થ “શ્રુતનો થઈ શકે. પ્રાચીન કાળમાં બારે અંગોમાં જે હતું તે સર્વ અખંડપણે દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવના પરિણામે અત્યારે નથી રહ્યું; તેમજ પ્રાચીન અંગોમાં શું હતું તેનું જોકે વિસ્તૃત વિગતવાર વર્ણન અત્યારે સાંપડતું નથી; તોપણ તે પ્રાચીન અંગોમાં સામાન્ય રીતે જે વિષયો હતા તેનો અતિ અલ્પ નિર્દેશ યાત્રતત્ર કરવામાં આવ્યો છે. સમવાય નામના અંગમાં (તેમજ નંદી સૂત્રમાં) તેનો નિર્દેશ જે છે તે અત્રે સંક્ષેપમાં જોઈએ. (૧) આચારાંગ : જૈન સાધુઓએ કેવી રીતે પોતાના આચારનું પાલન કરવું તે વિશે આમાં વર્ણન છે. જેનો કહે છે કે જે જ્ઞાન કોઈ કાર્યમાં પરિણત ન થાય તે જ્ઞાન વૃથા છે. તે માટે જૈન સાધુઓએ અહિંસા વ્રતનો ઉપદેશ આપતાં પહેલાં કેટલા પ્રકારના જીવો છે તે સર્વ જાણવું જોઈએ. આ જ્ઞાન સહિત પ્રાણીહિંસાનો નિષેધ કરવામાં આવ્યો છે. આચારાંગમાં કહ્યું છે કે “જે એક જાણે છે તે સર્વ જાણે છે. જે સર્વ જાણે છે તે એક જાણે છે.” – અર્થાત્ જે એક વસ્તુને તેના સર્વ પર્યાય (ફેરફાર) થકી જાણે છે તે નિશ્ચયે સર્વને જાણે છે, કેમકે સર્વજ્ઞાન વિના વિવક્ષિત એવી એક વસ્તુને, સ્વ-પર પર્યાય ભેદ થકી ભિન્ન કરીને તેનાં સર્વ રૂપોમાં સમજવી એ અશક્ય છે. જે સર્વને સર્વરૂપે સાક્ષાત્ જાણે છે તે એકને પણ સ્વ-પર પર્યાય ભેદ થકી ભિન્ન રૂપે યથાર્થ જાણે છે. આ જ્ઞાનદિક આસેવન વિધિનો પ્રતિપાદક ગ્રંથ છે. આચારાંગમાં મુખ્ય બે વિભાગ છે જેને “શ્રુતસ્કંધ' કહે છે. તેમાંના પહેલામાં ૯ અધ્યયન છે. ૧. શસ્ત્રપરિજ્ઞા ૨. લોકવિજય ૩. શીતોષ્ણીય ૪. સમ્યક્ત્વ પ. લોકસાર ૬. ધૂત ૭. મહાપરિજ્ઞા ૮. મોક્ષ ૯. ઉપધાન. ૧. શ્રી નંદીની વૃત્તિમાં મલયગિરિજીએ સૂત્ર ૪૩ની ટીકામાં પ્રાચીન ગાથા ‘ઉક્ત' કહીને મૂકી पायदुगं जंघोरू गायदुगद्धं तु दोय बाहू य । गीवा सिरं च पुरिसो बारस अंगो सुयविसिठ्ठो ।। Page #25 -------------------------------------------------------------------------- ________________ જૈન અને બૌદ્ધ મત : સંક્ષિપ્ત ઇતિહાસ અને સિદ્ધાંતો બીજો શ્રુતસ્કંધ આચારાગ્ર છે – આચારાંગનો વધારો છે. તેમાં મુનિઓના નિયમોથી બદ્ધ એવાં ૧૬ અધ્યયન છે. ૧. પિપૈષણા ૨. શય્યા ૩. ઈર્યા ૪. ભાષા ૫. વસ્ત્ર ૬. પાત્ર ૭. અવગ્રહ પ્રતિમા ૮. સ્થાન ૯. નિશીથિકા ૧૦. ઉચ્ચારપ્રશ્રવણ ૧૧. શબ્દ ૧૨. રૂ૫ ૧૩. પરક્રિયા ૧૪. અન્યોઅન્ય ક્રિયા ૧૫. ભાવના ૧૬. વિમુક્તિ-હિતોપદેશહિતશિક્ષાનાં કાવ્યો. આચારાંગમાં પ્રથમ શ્રુતસ્કંધ જૂનામાં જૂનો છે ને તેમાં પહેલું અધ્યયન તો બીજાં અધ્યયન કરતાં વધુ પ્રાચીનતા દર્શાવે છે. બીજો શ્રુતસ્કંધ પહેલા શ્રુતસ્કંધ કરતાં ઘણો પાછળનો છે, અને તે તેમાં “ચૂલા' (એટલે પરિશિષ્ટો) મૂકી છે તે પરથી જણાય છે. (૨) સૂત્રકૃતાંગ : આમાં જ્ઞાન તથા વિનયાદિ ગુણો અને વિવિધ ધર્માચારો વર્ણિત છે. જૈનધર્મની નિયમાવલિ સાથે અન્ય ૩૬૩ કુવાદીઓ કે જે શ્રી મહાવીરના સમયમાં અસ્તિત્વ ધરાવતા હતા તેમની નિયમાવલિની તુલના કરી છે. અને છેવટે બતાવી આપ્યું છે કે અહિંસાધર્મના મૂળ રૂપ ધર્મ એ જ શ્રેષ્ઠ ધર્મ છે. સાધુઓ આ પુસ્તકના અધ્યયનથી ધર્મ પ્રત્યે દઢ વિશ્વાસી બને છે. એ સિવાય વિવિધ પ્રકારના મદને (જાતિમદ વગેરે ૮ પ્રકારના મદને) તિરસ્કારી કાઢવામાં આવ્યા છે. વિનય એ પ્રધાન ભૂષણ છે એમ ખુલ્લી રીતે જણાવ્યું છે. આમાં બે શ્રુતસ્કંધ છે. પહેલા શ્રુતસ્કંધમાં ૧૬ અધ્યયન છે. ૧. સમયાખ્ય – સ્વમત-પરમતની પ્રરૂપણા. ૨. વૈતાલીય – હિતાહિત દર્શન. ૩. ઉપસર્ગ પરિજ્ઞા – ઉપસર્ગો સહન કરવા અને કુશાસ્ત્રોનાં વચનથી ચારિત્રભ્રષ્ટ ન થવું. ૪. સ્ત્રી પરિજ્ઞા - સ્ત્રીઓથી ન લલચાવું. ૫. નરકવિભક્તિ – નરકનું વર્ણન. તેના દુઃખથી ભય પામી સ્વધર્મ આદરવો. ૬. વીરસ્તુતિ – મહાવીરની પધસ્તુતિ. ૭. કુશીલ પરિભાષા – યજ્ઞયાગાદિ, સ્નાનાદિ, તપશ્ચર્યાદિમાં જ મોક્ષ માનનારા ભટકે છે. શુદ્ધ ચારિત્ર તેથી કાંઈ ઓર જ છે. સાધુ મધ્યસ્થભાવ અંગીકાર કરી સ્વરૂપમાં ભટકે છે. ૮. વીર્ય – બાલવીર્ય, પંડિતવીર્ય વિશે. ૯. ધર્મ ૧૦. સમાધિ ૧૧. મોક્ષમાર્ગ ૧૨. સમવસરણ – પાખંડી મતો વિશે. ક્રિયાવાદી, અક્રિયાવાદી, અજ્ઞાનવાદી (agnostics) ને વિનયવાદીના દોષોનું દર્શન, સ્વમતનું દર્શન. ૧૩. યથાતથ્ય – ધર્મનું યથાતથ સ્વરૂપ. ૧૪. ગ્રંથપરિત્યાગ - વિવિધ પરિગ્રહનો ત્યાગ. ૧૫. આદાન(યમંતિ) - ચારિત્ર વિશે. ૧૬. ગાથા – માહણ (બ્રાહ્મણ), શ્રમણ, નિર્ચન્થ, ભિક્ષ એ ચાર શબ્દની સમજૂતી. - બીજા શ્રુતસ્કંધમાં ૭ અધ્યયન છે. ૧. પૌંડરીક (The parable of a lotus) - કિયાવાદી, અક્રિયાવાદી, વિનયવાદી ને અજ્ઞાનવાદી કમળ-મોક્ષ લેવા સંકલ્પ કરે છે પણ સંસારથી વિરક્ત થઈ સંપૂર્ણ અંશે તેમ કરતા નથી. કામભોગ રૂપ કાદવમાંથી નીકળી શકતા નથી. જ્યાં દેહ તે અન્ય અને હું તે અન્ય એમ સમજાય છે ત્યાં જ શુદ્ધ સ્વરૂપનું ભાન થવાની આશા ખરી, ત્યાં જ મોક્ષ મેળવવાની વકી ખરી. ૨. ક્રિયાસ્થાનક – ઈચ્છા ત્યાં કષાય ને ત્યાં જ સંસાર. જ્યાં તેનો અભાવ ત્યાં મોક્ષ. બાર સંપરાય ક્રિયા (સંસારક્રિયા)નો ૧. સૂત્રકૃતાંગમાં પરવાદીના ૩૬૩ મત ગણ્યા છે. ૧૮૦ ક્રિયાવાદીના, ૮૪ અક્રિયાવાદીના, ૬૭ અજ્ઞાનવાદીના અને ૩ર વિનયવાદીના મત છે. Page #26 -------------------------------------------------------------------------- ________________ ઉપલબ્ધ શ્રુત-સાહિત્ય : પ્રાચીન બાર અંગો ત્યાગ કરી ‘ઈર્યાવહી' અંગીકાર કરવાનો આમાં ઉપદેશ છે. ૩. આહાર પરિજ્ઞા - શુદ્ધ એષણીય આહાર સંબંધી વર્ણન. ૪. પ્રત્યાખ્યાન પરિજ્ઞા – કર્મબંધો લાગવા સંબધી. ૫. આચાર-અનાચારશ્રુત - આચાર અંગીકાર કરવો, અનાચારનો ત્યાગ કિરવો. ૬. આÁકીય – આર્લૅિક કુમારનો અન્ય દર્શનીઓ સાથેનો શાસ્ત્રાર્થ. ૭. નાલંદીયા – શ્રાવકના આચારનો અધિકાર. (૩) સ્થાનાંગ : જીવ, પુદ્ગલ, ધર્મ, અધર્મ, કાલ અને આકાશ એ છ દ્રવ્યોમાં જીવ સિવાયના અન્ય અજીવ છે. આ જીવાજીવના ભેદોને તેમજ તેમના ગુણપર્યાયોને એક સંખ્યામાંથી દશ સંખ્યા સુધીની તેની અનુક્રમણિકાને સ્થાન આપેલું છે. તે એક સંખ્યાને એક “સ્થાન', બેને બે સ્થાન' એમ “સ્થાન' નામ આપ્યું છે. અને એ પ્રમાણે ભેદની વહેંચણી કરી છે. જીવ જ્યારે કર્મબંધનોથી મુક્ત થાય ત્યારે તેને સિદ્ધ' જીવ કહેવામાં આવે છે. સિદ્ધ' જીવો વળી સ્થાન-કાલના હિસાબે અવગાહન આદિ શ્રેણીમાં વિભક્ત છે. જેઓ કર્મબંધનથી મુક્ત થયા નથી તેઓ “સંસારી કહેવાય છે. “સંસારી' જીવો ત્રણ ભાગમાં વહેંચાયેલા છે. ૧. સ્થાવર ૨. સક્લેન્દ્રિય ૩. વિકલેન્દ્રિય. આ પ્રકારે બીજા દ્રવ્યોના સ્વરૂપની ઓળખાણ અને વિભાગ સ્થાનાંગ સૂત્રમાં વર્ણવ્યા છે. સાતમા અધ્યયનમાં સાત નિન્દવો – વિરોધી ધર્મભેદોનું વર્ણન ઉપયોગી છે. આખા સૂત્રના દશ અધ્યાય (કે જેને પણ સ્થાન” નામ આપ્યું છે) છે તેમાં પહેલામાં એક એક બોલ, બીજામાં બે બે એમ દશમામાં દશ દશ બોલ જેના ના હોય તેની વ્યાખ્યા વિભાગ સાથે કરી છે. (૪) સમવાયાંગ : આ સૂત્રમાં એકથી કોડાકોડી સંખ્યા સુધી જીવાજીવના ભેદ તેમજ ગુણપર્યાયો તેમજ અન્ય હકીકતો જણાવી છે, અને તે સંખ્યાના સમુદાયને સમવાય” એ નામ આપેલું છે. (૫) વ્યાખ્યા પ્રજ્ઞપ્તિ : (આને ‘ભગવતીસૂત્ર' પણ કહેવામાં આવે છે.) વ્યાખ્યા એટલે વિવિધ કથન, પ્રજ્ઞપ્તિ એટલે પ્રરૂપણા. જેમાં કોઈ રીતે અભિવિધિ વડે સર્વ શેયપદાર્થોની વ્યાતિપૂર્વક – અથવા મર્યાદા વડે –' પરસ્પર અસંકીર્ણ – વિશાળ લક્ષણકથનપૂર્વક વિવિધ જીવાજીવાદિ ઘણા પદાર્થોના વિષયવાળાં, શ્રી મહાવીર ભગવાને ગૌતમાદિ શિષ્યો પ્રત્યે તેમના પૂછેલા પદાર્થોનાં પ્રતિપાદનો કરેલાં છે તે વ્યાખ્યાઓ અને એ વ્યાખ્યાઓનું પ્રરૂપણ શ્રીમાન સુધર્માસ્વામીએ જબૂસ્વામી પ્રત્યે જેમાં કરેલું છે તે વ્યાખ્યા પ્રજ્ઞપ્તિ.” આમાં શ્રી મહાવીરસ્વામીને તેમના મુખ્ય ગણધર ગૌતમસ્વામીએ પૂછેલા ૩૬૦૦૦ પ્રશ્નો અને તેના ઉત્તરો છે. પ્રશ્નોના ઉત્તરો આપી મહાવીરસ્વામીએ શિષ્યગણના સંદેહનું નિવારણ કરેલું તેનો વિસ્તૃત હેવાલ આ સૂત્રમાં છે. તેમજ સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકા સંબંધે અને પદાર્થોની સૂક્ષ્મ વ્યવસ્થા - જીવવિચાર આદિ અનેક બાબતોનું વિવેચન છે. આમાં અન્યતીર્થિકો, પાર્થાપત્યો (પાર્શ્વનાથ પ્રભુના અનુયાયીઓ) વગેરે સંબંધી વર્ણન ને ઉલ્લેખ છે. શ્રી મહાવીરને માટે વેશાલય, નિયંથિપુર (નિર્ગુન્ધપુત્ર), સંખમ્બખા મોકખ સમણોવાસગ, પૉકખલિ સમણોવાસગ, ધમ્મઘોસ, સુમંગલ આદિ નામો વપરાયાં છે. ઈદ્રભૂતિ આદિ ગણધરો, અને બીજા શિષ્યો નામે રોહ, ખંદય, Page #27 -------------------------------------------------------------------------- ________________ જૈન અને બૌદ્ધ મત : સંક્ષિપ્ત ઇતિહાસ અને સિદ્ધાંતો કચ્ચાયન, કુરુદત્તપુત્ત અને તિસય, નારયપુત્ત, સામહત્યિ આનંદ અને સુનકખત્ત, માગુંદિયપુત્તનાં નામો આવે છે. વિરોધીમાં જમાલિ, શિષ્યાભાસ તરીકે ગોશાલ મંખલિપુત્તનું વિસ્તૃત વર્ણન છે. કોણિક રાજાના એટલે મહાવીરના સમયમાં કાશીકોશલના રાજાઓ નામે નવ મલકી અને નવ લિચ્છવી રાજાઓ ઉપર વજ્જિ વિદેહપુત્તે વિજય મેળવ્યો તે વાત આવે છે અને કોશાંબીના રાજા ઉદયન (શતાનિકનો પુત્ર અને સહસ્સાણિયનો પૌત્ર)ની ફૂઈ જયંતી શ્રી મહાવીરનો ઉપદેશ સાંભળી ભિક્ષુણી થઈ તેનો ઇતિહાસ જણાવ્યો છે. આ પરથી તેમજ આવી અનેક હકીકત પરથી શ્રી મહાવીરના જીવનકાલ પર ઘણો પ્રકાશ પડે છે. નવમા શતકમાં એક શ્રીમંત બ્રાહ્મણને ત્યાં રાખેલી દાસીઓનાં નામો જેવાં કે પવિયા, આરબી, બહાંલી, મુહંદી, પારસી તે અનાર્ય જાતિની – વિદેશીય હતી એમ સૂચવે છે. હિંદની ૧૬ જાતિઓ (અંગ, બંગ, મગહ, મલય, માલવય, અચ્છ, વચ્છ, કોચ્છ (ત્થ?), પઢ, લાઢ, વજ્જિ, માલિ, કોસી, કોસલ, અવાહ, સુભત્તર) જણાવી છે. ગ્રહોનાં નામ તેમજ બ્રાહ્મણોનાં શાસ્ત્રોનાં નામો ઋગ્વેદાદિનો ઉલ્લેખ પણ આમાં જોવામાં આવે છે. ૬ (૬) જ્ઞાતા ધર્મકથાંગ : જ્ઞાત એટલે ઉદાહરણ રૂપ, ધર્મપ્રધાન કથાનું અંગ. તેના બે શ્રુતસ્કંધ છે. પહેલામાં ૧૯ અધ્યયન છે. ૧. ઉક્ષિપ્ત – તેમાં શ્રેણિકના પુત્ર મેઘકુમારની કથા છે. ૨. સંઘાટક શેઠ અને ચોરની દૃષ્ટાંતકથા છે. ૩. અંડક મોરના ઈંડા સંબંધી કથા. ૪. કૂર્મ – કાચબાની કથા. પ. શૈલક – શૈલક રાજર્ષિની કથા ૬. તુમ્બ - તુંબની કથા ૭. રોહિણી -- શ્રેષ્ઠિવધૂ રોહિણીની કથા. ૮. મલ્લી - ૧૯મા સ્ત્રીતીર્થંકર મલ્લિનાથની કથા. ૯. માકન્દી - માકન્દી નામના વણિકપુત્રની કથા. ૧૦, ચંદ્રમા ૧૧. દાવદ્વ સમુદ્રતટે થતા એક વૃક્ષની કથા ૧૨. ઉદક નગરની ખાળનું પાણી ૧૩. મંડૂક નંદમણિકા૨નો જીવ ૧૪, તેતલી તેલિસુત નામના અમાત્ય ૧૫. નંદીફલ - નંદિ નામના વૃક્ષનાં ફળો. ૧૬. અવરકંકા – ધાતકી ખંડ ભરતક્ષેત્રની રાજધાનીમાં દ્રૌપદી (પાંડવોની પત્ની)ની કથા ૧૭. આઇક્ષ્ણ - આકીર્ણ. સમુદ્રમાં રહેતા અશ્વો. ૧૮. સુંસુમા - તે નામની શ્રેષ્ઠિદુહિતા. ૧૯. પુંડરીક. બીજો શ્રુતસ્કંધ એક અધ્યયન જેટલો પરિશિષ્ટ રૂપે છે. તેમાં નાનાનાના ૧૦ વર્ગ કરી કથાથી સમજાવેલ છે. આમાં અનાર્ય જાતિનાં નામોનો ઉલ્લેખ છે. ૭૨ કલાઓનો ઉલ્લેખ છે. તથા અઢાર દેશી ભાષાઓ એવો માત્ર નામોલ્લેખ છે. (૭) ઉપાસક દશાઃ : જેઓ ધર્મનું અવલંબન કરી સંસારનો પરિત્યાગ કરે છે તેઓને શ્રમણ - નિર્પ્રન્થ, સાધુ યતિ લેખવામાં આવે છે. પરંતુ જેઓ પોતાના આચારો સર્વાંશે સાધુઓની તુલ્ય પાળી શકે નહિ તેઓ ગૃહસ્થો-ઉપાસકો-શ્રાવકો છે. કારણ કે સંસારત્યાગીઓ જે વિધિ અનુષ્ઠાન કરી શકે તે સર્વ ગૃહીઓથી ન જ બની શકે. આટલા માટે આ સૂત્રમાં શ્રી મહાવીરના દશ શ્રાવકોના અધિકાર આપી તે પરથી ગૃહસ્થોએ પાળવા યોગ્ય આચારોનું વર્ણન છે. તે દશ શ્રાવકોનાં નામ આનંદ, કામદેવ, ચુલણીપિતા, સુરાદેવ, કુંડકોલિક, શકડાલ(-પુત્ર), મહાશતક, નંદની પિતા, શાલિનનપતા (તેતલીપિતા - શાલિકપુત્ર) આ દશ મુખ્ય ગૃહી શિષ્યોના નામ પ્રમાણે આ સૂત્ર દશ અધ્યયનમાં વહેંચવામાં આવ્યું છે. તેથી આ સૂત્રનું નામ ઉપાસકદશાઃ – - Page #28 -------------------------------------------------------------------------- ________________ ઉપલબ્ધ શ્રુત-સાહિત્ય : પ્રાચીન બાર અંગો પાડ્યું છે. આ પરથી તે વખતે કેવાં કેવાં વિલાસી દ્રવ્યોનો ઉપયોગ થતો, કેવાં કામોમાં ધનનો વ્યય થતો, કેવા પ્રકારના પહેરવેશ તેઓ ધારણ કરતા તે વગેરે વિષયોનું પણ જ્ઞાન થાય છે. (૮) અંતકત દશા: : જેણે કર્મનો અથવા તેના ફલરૂપી સંસારનો અંત – નાશ કરેલો છે તે “અંતકૃત' કહેવાય છે. જેનોમાં ૨૪ તીર્થકરો થઈ ગયા છે. તેઓના વખતમાં થઈ ગયેલા ૧૦ અંતકૃત – કેવલીનું, દષ્ટાંત તરીકે ગૌતમકુમાર આદિનું કઠોર તપસ્યાપૂર્ણ જીવન તથા અંતે કર્મબંધનથી મુક્તિ વગેરે પ્રસંગોનું તથા મોક્ષગામી પ્રદ્યુમ્નાદિના અધિકારનું આમાં વર્ણન છે. ૭મા અંગ ઉપાસકદશામાં ગૃહસ્થોને યોગ્ય જીવન ગાળનાર આદર્શો ગૃહસ્થ માટે મૂક્યા છે અને અંતકૃત દશામાં સંસારત્યાગી જૈન ગણને ગૌતમકુમાર આદિના આદર્શ પોતાના જીવન સાથે ગ્રથિત કરવા પ્રેરે છે. આ અંગના ૮ વર્ગ છે. વર્ગ એટલે અધ્યયનનો સમૂહ – સંગ્રહ. પહેલા વર્ગમાં ૧૦ અધ્યયન ગૌતમકુમાર આદિનાં છે. બીજામાં અક્ષોભકુમાર આદિનાં આઠ, ત્રીજામાં અનવયશકુમર આદિનાં ૧૩, ચોથામાં જાલિકુમાર આદિનાં ૧૦, પાંચમામાં પદ્માવતી આદિ સાધ્વીઓનાં ૧૦, છઠામાં મકાઈ ગાથાપતિ આદિનાં ૧૬, સાતમામાં નંદા રાણી આદિ શ્રેણિકરાજાની ૧૩ રાણીઓનાં ૧૩, અને આઠમામાં શ્રેણિકરાજાની કાલી આદિ ૧૦ રાણીઓ કે જેમણે આ ચંદના પાસેથી સામાયિક આદિ ૧૧ અંગોનો અભ્યાસ કર્યો હતો તેમનાં ૧૦ અધ્યયન છે. (૯) અનુત્તરોપપાતિકદશાઃ : અનુત્તર એટલે જેનાથી કોઈ પ્રધાન નથી એવો ઉત્તમ, ઉપપાત એટલે જન્મ જેનો છે તે “અનુત્તરોપપાતિક'. જૈન ધર્મગ્રંથોમાં અનુત્તર વિમાન નામના સ્વર્ગનું વર્ણન છે. આ અનુત્તર વિમાનો સર્વાર્થસિદ્ધ આદિ નામનાં પાંચ છે. આ પાંચમાં જન્મ લેનાર તે અનુત્તરોપણતિક. તે એક ભવ કરી મોક્ષે અવશ્ય જનાર છે એટલે તેઓ એકાવનારી છે. આ સ્વર્ગ જે જે મેળવી શક્યા તે ૩૩ પુરુષોનું વિવરણ આમાં છે. આમાં મૂળ દશ અધ્યયન હતાં તે જણાવવા અનુત્તરોપપાતિક દિશાઃ' એ નામ અપાયેલું છે. અધ્યયનો ત્રણ વર્ગમાં વહેંચેલાં છે. પહેલા વર્ગમાં ૨૩ અધ્યયન છે તેમાં શ્રેણિકરાજાના જલિકુમાર આદિ ગણાવેલા ૨૩ પુત્રોના અધિકાર છે. બીજામાં ૧૩ છે તેમાં શ્રેણિક રાજાના પુત્ર દીર્ધસેન કુમાર આદિ ગણાવેલા ૧૩ના અધિકાર છે. ત્રીજા વર્ગમાં ૧૦ અધ્યયન છે તેમાં ધન્ય, સુનક્ષત્ર, ઋષિદાસ, પલક, રામપુત્ર, ચંદ્રકુમાર, પોષ્ઠીપુત્ર, પેઢાલકુમાર, પોટિલકુમાર, વહલકુમાર એ દશ કે જેઓ સર્વાર્થસિદ્ધ વિમાનમાં ગયા તેમનો અધિકાર છે. આ બહુ નાનું સૂત્ર છે. દરેકમાં પહેલી કથા પૂર્ણ છે. બાકીનાનું એ પ્રમાણે સમજવું એમ ટૂંકાવ્યું છે. (૧૦) પ્રશ્નવ્યાકરણદશાઃ : પ્રશ્ન એટલે વિદ્યાવિશેષ. તે સંબંધી વ્યાકરણ એટલે પ્રતિપાદન – વિવેચન, દશ અધ્યયનમાં છે એટલે પ્રશ્નવ્યાકરણદશાઃ એવો અર્થ પૂર્વકાલે હતો. હમણાં જે દશ અધ્યયન છે તેમાં પાંચ આસ્રવદ્વાર (આસ્રવ એટલે જે દ્વારા કર્મો આવે છે તે દ્વાર) અને પાંચ સંવરદ્વાર (કે જેથી કર્મો આવતાં બંધ થાય છે તે) સંબંધી વિવેચન છે. પાંચ આસ્રવ તે હિંસા, મૃષા, અદત્ત (ચોરી), અબ્રહ્મ, અને પરિગ્રહ. પાંચ સંવર તે તેના પ્રતિપક્ષી અહિંસા, સત્યવચન, અનુજ્ઞાથી દત્તનું ગ્રહણ (અસ્તેય), Page #29 -------------------------------------------------------------------------- ________________ જૈન અને બૌદ્ધ મત : સંક્ષિપ્ત ઇતિહાસ અને સિદ્ધાંતો બ્રહ્મચર્ય અને અપરિગ્રહ. આ દરેકનું એક એક એમ દશ દ્વાર છે. આમાં લગભગ પ૩ અનાર્ય જાતિનાં નામ તથા ૯ ગ્રહોનાં નામ આવે છે. (૧૧) વિપાકસૂત્ર : આમાં શુભ-અશુભના – પુણ્ય-પાપરૂપ કર્મના વિપાક – ફળનું પ્રતિપાદન કરેલ છે. તેને કર્મવિપાકદશા પણ કહેવામાં આવે છે. ઈદ્રભૂતિ કોઈ જૂર કાર્ય જોઈ મહાવીરને તે સંબંધી પૂછે છે, ને શ્રી મહાવીર પ્રસ્તુત વ્યક્તિઓના પૂર્વભવો કહી તે કાર્યનું સમાધાન કરે છે અને સાથે ભવિષ્યના ભવો પણ જણાવે છે. તેમાં “જસ્નાયતન’ – યક્ષના મંદિરનો ઉલ્લેખ આવે છે. તેના પ્રથમ શ્રુતસ્કંધમાં દશ અધ્યયન છે. ૧. મૃગાપુત્ર ૨. ઉજ્જિત ૩. અગ્નિસેન ૪. શકટ પ. બૃહસ્પતિદત્ત ૬. નંદિષેણ ૭. ઉમ્બરદત્ત ૮. સોરિયદત્ત ૯. દેવદત્તા ૧૦. અંજુદેવી. બીજા શ્રુતસ્કંધમાં પણ નાનાં નાનાં દશ અધ્યયન છે. આ પ્રમાણે ૧૧ અંગ હાલમાં વિદ્યમાન છે. ૧૨મું અંગ દષ્ટિવાદ લુપ્ત થયેલું છે. (૧૨) દષ્ટિવાદ : એમાં સર્વ પદાર્થોની પ્રરૂપણા છે. તે દષ્ટિવાદ પાંચ પ્રકારનો છે. ૧. પરિકર્મ ૨. સૂત્ર ૩. પૂર્વગત (પૂર્વ) ૪. અનુયોગ અને ૫. ચૂલિકા. (૧) પરિકર્મ. પરિકર્મ એટલે યોગ્યતાકરણ. તે સાત પ્રકારનો છે. ૧. સિદ્ધ શ્રેણિક પરિકર્મ ૨. મનુષ્ય શ્રેણિક ૩. પુષ્ટ શ્રેણિક ૪. અવગ્રહના શ્રેણિક. ૫. ઉપસંપાદન શ્રેણિક (ઉપસંહજ્જણ – અંગીકાર કરવા યોગ્ય) ૬. વિપક્વહ (છાંડવા યોગ્ય) શ્રેણિક ૭. શ્રુતાપ્યુત શ્રેણિક. (૨) સૂત્ર. પૂર્વગત સૂત્રાર્થનું જે સૂચન કરે તે સૂત્ર. તે સૂત્રો સર્વ દ્રવ્યો. સર્વ પર્યાયો, સર્વ નયો, સર્વ ભંગ વિકલ્પોના પ્રદર્શક છે. તે ૮૮ ભેદે છે. ૧. ઋજુઅંગ ૨. પરિણતા પરિણત. ૩. બહુભંગી ૪. વિપ્રત્યયિક (વિનય ચારિત્ર) ૫. અનંતર ૬. પરંપર સમાન ૭. સંયૂથ ૮. ભિન્ન ૯. યથાત્યાગ ૧૦. સૌવસ્તિક ૧૧. ઘંટ ૧૨. નંદાવર્ત ૧૩. બહુલ ૧૪. પૃષ્ટપૃષ્ટ ૧૫. વિયાવર્ત ૧૬. એવંભૂત ૧૭. દ્રિકાવર્ત ૧૮. વર્તમાનોત્પતક ૧૯. સમભિરૂઢ ૨૦. સર્વતોભદ્ર ૨૧. પ્રણામ (પણામ) ૨૨. દ્વિપ્રતિગ્રહ. આ ૨૨ પ્રકારને જુદીજુદી રીતે ચર્ચવામાં આવે છે. તેને ત્રણ નયથી (દ્રવ્યાર્થિક આદિથી) તેમજ ચાર નય - સંગ્રહ, વ્યવહાર, ઋજુસૂત્ર અને શબ્દ – થી ચિંતવતાં ૨૨ ૪ ૪ = ૮૮ પ્રકાર ગણાવ્યા છે. (૩) પૂર્વ. દષ્ટિવાદમાં ૧૪ પૂર્વો છે. તેનાં નામો નીચે પ્રમાણે છે : ૧. ઉત્પાદપૂર્વ – સર્વ દ્રવ્ય અને પર્યાયોના ઉત્પાદની તેમાં પ્રરૂપણા છે. ૨. અગ્રાયણી – સર્વ દ્રવ્યો અને જીવવિશેષના પર્યાયોનું અગ્ર એટલે પરિમાણ તેમાં વર્ણવેલ છે. અગ્ર = પરિમાણ અને અયન = પરિચ્છેદ. સર્વ દ્રવ્યાદિના પરિમાણનો પરિચ્છેદ જેમાં છે તે. ૩. વીર્યપ્રવાદ – તેમાં સકર્મ અને અકર્મ જીવો તથા અજીવોનું વીર્ય કહેલું – પ્રરૂપ્યું છે. ૪. અસ્તિનાસ્તિ પ્રવાદ – ધર્માસ્તિકાયાદિ જે વસ્તુ લોકમાં છે અને ખરશૃંગાદિ જે વસ્તુ નથી અથવા સ્યાદ્વાદ અભિપ્રાય પ્રમાણે સર્વ વસ્તુ સ્વરૂપથી છે અને પરરૂપથી નથી એવું તેમાં જણાવેલું છે. Page #30 -------------------------------------------------------------------------- ________________ ઉપલબ્ધ શ્રુત-સાહિત્ય : પ્રાચીન બાર અંગો ૫. જ્ઞાનપ્રવાદ – મતિ આદિ પંચવિધ જ્ઞાનનું સ્વરૂપ ભેદ-પ્રભેદ વડે તેમાં કથન ૬. સત્યપ્રવાદ –- સત્ય = સંયમ વા સત્યવચન તેમાં ભેદ સહિત તેમજ તેના પ્રતિપક્ષ (અસત્ય) સહિત વર્ણવેલ છે. ૭. આત્મપ્રવાદ – તેમાં આત્મા – જીવ અનેક નય વડે બતાવેલો છે. ૮. સમયપ્રવાદ-કર્મપ્રવાદ – તેમાં સમય એટલે સિદ્ધાન્તાર્થ કે જે કર્મરૂપ છે તેથી એટલે તેમાં કર્મસ્વરૂપ પ્રરૂપ્યું છે, માટે આ પૂર્વનું સમયપ્રવાદ કે કર્મપ્રવાદ એ નામ આપેલ છે. વળી તેમાં જ્ઞાનાવરણાદિક આઠ પ્રકારનાં કર્મ, પ્રકૃતિ, સ્થિતિ, અનુભાગ, પ્રદેશ આદિ ભેદ-પ્રભેદ કહેવામાં આવ્યા છે. ૯. પ્રત્યાખ્યાનવાદ – તેમાં સર્વ પ્રત્યાખ્યાનનું સ્વરૂપ ભેદ સહિત જણાવ્યું છે. ૧૦. વિદ્યાનુપ્રવાદ – તેમાં અનેકતિશયવાળી વિદ્યા સાધનની અનુકૂળતાથી સિદ્ધિપ્રકર્ષ વડે જણાવે છે. વિદ્યાના અતિશયો સાધનની અનુકૂળતા વડે સિદ્ધિના પ્રકર્ષ વડે વર્ણવ્યા છે. ૧૧. અવધ્ય-કલ્યાણ – અવંધ્ય-સફલ. તેમાં જ્ઞાન, તપ, સંયોગ આદિ શુભ ફલો અને પ્રમાદ આદિ અશુભ ફલો વર્ણવ્યાં છે. બીજા તેને કલ્યાણપૂર્વ કહે છે. ૧૨. પ્રાણાયુઃ – પ્રાણાવાય – તેમાં પ્રાણજીવો એટલે પાંચ ઈદ્રિય, ત્રણ પ્રકારનું બલ, ઉચ્છુવાસ અને નિઃશ્વાસરૂપ પ્રાણોનું અથવા આયુ અનેક પ્રકારનું વર્ણવ્યું છે; જેમાં ભેદ સહિત પ્રાણવિધાન અને બીજા પ્રાણો વર્ણવેલા છે. ૧૩. ક્રિયાવિશાલ – કાયિકીઆદિ અને સંયમાદિ ક્રિયા વિશાલ એટલે ભેદ વડે વિસ્તર્ણપણે ભેદ સહિત જણાવવામાં આવી છે. ૧૪. બિન્દુસાર – એટલે લોકબિન્દુસાર. ('લોક' શબ્દ અધ્યાહાર છે) જે લોક એટલે જગતમાં, શ્રુતલોકમાં અક્ષરની ઉપર બિંદુ જેવા સાર રૂ૫ – સર્વોત્તમ સર્જાક્ષરના સત્રિપાતથી લબ્ધિ-હેતુવાળું છે તે. (૪) અનુયોગ. અનુયોગ એટલે અનુરૂપ – અનુકૂલ યોગ અર્થાત્ સૂત્રની વસ્તુ સાથેનો અનુરૂપ સંબંધ. તે બે પ્રકારનો છે : ૧. મૂલ પ્રથમાનુયોગ – મૂલ એટલે ધર્મના પ્રવર્તનથી તીર્થકરોનો પ્રથમ એટલે સમ્યકત્વની પ્રાપ્તિના લક્ષણરૂપ પૂર્વભવાદિ ગોચર એવો અનુયોગ. ૨. ચંડિકાનુયોગ – ઈશ્વાદિના પૂર્વાપર પર્વથી પરિચ્છિન્ન, મધ્યભાગ તે ચંડિકા. તેની પેઠે એનાર્થ અધિકારવાળી ગ્રંથપદ્ધતિ તેને ચંડિકા કહેવામાં આવે છે, તેનો અનુયોગ. મૂલ પ્રથમાનુયોગમાં અહંતુ ભગવતોના સમ્યક્ત્વથી આરંભી પૂર્વભવો – દેવલોકગમન, દેવભવનું આયુ, ત્યાંથી ચ્યવન, તીર્થંકરનો ઉત્પાત - જન્મ, અભિષેક, રાજશ્રીનો ત્યાગ, પ્રવજ્યા, તપ, કેવલજ્ઞાન, તીર્થપ્રવર્તન, શિષ્યો, ગણો, ગણધરો, આયપ્રવતિનીઓ, ચતુર્વિધ સંઘ...સિદ્ધિ આદિ કહેવામાં આવેલ હોય છે. ગંડિકાનુયોગમાં કુલકરોની, તીર્થકરોની, ચક્રવર્તીઓની, દશાઈની બલદેવની, વાસુદેવની, ગણધરોની, ભદ્રબાહુની, તપકર્મની, હરિવંશની, ઉત્સર્પિણીની, અવસર્પિણીની, ચિત્રાન્તર Page #31 -------------------------------------------------------------------------- ________________ જૈન અને બૌદ્ધ મત : સંક્ષિપ્ત ઇતિહાસ અને સિદ્ધાંતો ગંડિકાઓ, દેવતા મનુષ્ય તિર્યંચ નારક ગતિ ગમન વિવિધ પર્યટનો વગેરે કહેવામાં આવેલ હોય છે. ૧૦ (૫) ચૂલિકા. ચૂલા એટલે શિખર. જેમ મેરુની ચૂલા તેમ દૃષ્ટિવાદમાં પરિકર્મ, સૂત્ર, પૂર્વાનુયોગમાં અનુક્ત અર્થના સંગ્રહવાળી ગ્રંથપદ્ધતિ તે ચૂલા - ચૂલિકા કહેવાય છે. પ્રથમનાં ચાર પૂર્વીને ચૂલા છે, બાકીનાં પૂર્વે ચૂલિકા વગરનાં છે. પ્રથમ પૂર્વમાં ૪, બીજા પૂર્વમાં ૧૨, ત્રીજામાં ૮ અને ચોથામાં ૧૦ એમ કુલ ૩૪ ચૂલિકા છે. દૃષ્ટિવાદ ચૌદ પૂર્વેની ભાષા સંસ્કૃત હતી એમ પ્રભાવકચરિત્રકાર પ્રભાચંદ્રસૂરિ જણાવે છે. - બાર ઉપાંગો આ અંગ (શરીર)ના અવયવો રૂપ ૧૨ ઉપાંગો છે. (૧) ઔપપાતિક (ઉવવાઈ) સૂત્ર : ઉપપાત જન્મ (દેવ ને નારકનો જન્મ કે સિદ્ધિગમન) તેના અધિકારવાળો આ ગ્રંથ છે. આમાં ચંપાનગરી, પૂર્ણભદ્રચૈત્ય, વનખંડ, અશોકવૃક્ષ, પૃથ્વીશિલાનું વર્ણન કરી કોણિક રાજા, તેની રાણી ધારિણી, તેનો રાજપરિવાર, મહાવીર પ્રભુનાં વર્ષાંકો છે. કોણિક શ્રી મહાવીરને વંદે છે. મહાવીરના શિષ્યો-સાધુઓનું વર્ણક છે. તપ-બાહ્ય અને અત્યંતર તપનું, મહાવીરના શ્રમણોનું, વાંદવા આવતા અસુર આદિ દેવતાઓનું, દેવીઓનું, જનો લોકોનું, નગરીનું, કોણિકસેનાનું, કોણિકનું, નગરવાસીઓનું, સુભદ્રા પ્રમુખ દેવી-રાણીઓનું વર્ણન છે. પ્રભુ ધર્મકથા અર્ધમાગધીમાં કહે છે – દેશના આપે છે. સમવસરણનું વર્ણક આપી લાંબો ઉપોદ્ઘાત પૂરો થાય છે. હવે ઉપપાતની કર્મબંધપૂર્વકથી કર્મબંધ-પ્રરૂપણા જણાવે છે. જુદાજુદા સ્વરૂપના જનો - તાપસો, શ્રમણો, પરિવ્રાજકો આદિનાં સ્વરૂપ બતાવ્યાં છે. પછી અંબડ પરિવ્રાજકનો અધિકાર આવે છે. શ્રમણો, આજીવકો, નિહ્નવો આદિ બતાવી કેવલી સમુદ્દાત અને સિદ્ધસ્વરૂપનું નિરૂપણ કર્યું છે. (૨) રાયપસેણી (રાજપ્રશ્નીય, રાજપ્રદેશીય ?) : રાજા પ્રદેશીના સંબંધી. આમાં પ્રથમ સૂર્યાભદેવ શ્રી મહાવીરને વાંદવા જાય છે તેનું વર્ણન આવે છે. પછી સૂત્રના નામ પ્રમાણે પાર્શ્વનાથના ગણધર શ્રી કેશીનો શ્રાવસ્તી નગરીના રાજા પ્રદેશી સાથેનો સંવાદ છે. પ્રદેશી આત્મા વગેરે અનેક વાત નહિ માનનાર હતો. તેને સમજાવી કેશી સ્વામીએ શ્રી મહાવીરના સિદ્ધાન્તમાં શ્રદ્ધા કરાવી હતી. આ સંવાદથી આ સૂત્ર એક સાહિત્યનો રસપ્રદ ગ્રંથ છે એમ વિન્ટનાિટ્ઝનું કહેવું છે. (૩) જીવાભિગમ : જીવ (ઉપલક્ષણથી અજીવ પણ)નું અભિગમ – જ્ઞાન જેમાં છે તે. આમાં જીવ, અજીવ, જંબુદ્વીપનું ક્ષેત્ર, પર્વત વગેરેનું વિસ્તારથી વર્ણન છે. (૪) પ્રજ્ઞાપના : આનું સંકલન કરનાર સુધર્માસ્વામીથી ૨૩મા આર્ય શ્યામાચાર્ય છે. ‘પ્ર’ એટલે પ્રકર્ષપણે ‘જ્ઞાપન’ એટલે જાણવું. જેમાં પદાર્થનું સ્વરૂપ પ્રકર્ષપણે – યથાવસ્થિત રૂપે જાણી શકાય છે અથવા જીવાજીવ આદિ પદાર્થની પ્રજ્ઞાપના છે તે પ્રજ્ઞાપના. આમાં જીવ, અજીવ, આસવ, બંધ, સંવર, નિર્જરા અને મોક્ષનું પ્રરૂપણ છે અને તે એ રીતે કે આમાંનાં ૩૬ પ૬માં ૧, ૩, ૫, ૧૦ અને Page #32 -------------------------------------------------------------------------- ________________ ઉપલબ્ધ શ્રુત-સાહિત્ય : બાર ઉપાંગો ૧૧ ૧૩મા પદોમાં જીવ અને અજીવની, ૧૬ અને ૨૨મામાં મનવચનકાય એ યોગ-આસ્રવની, ૨૩મા પદમાં બંધની, ૩૬મામાં કેવલિ સમુદુઘાતની વાત કરતાં સંવર, નિર્જરા અને મોક્ષ એ ત્રણની પ્રરૂપણા છે. વેશ્યા, સમાધિ, લોકસ્વરૂપ આમાં સમજાવ્યું ૫) સૂર્યપ્રજ્ઞપ્તિ : આમાં સૂર્યાદિ જ્યોતિષચક્રનું વર્ણન છે. સૂર્યપ્રજ્ઞપ્તિ પર ભદ્રબાહુએ નિયુક્તિ રચી હતી. પણ મલયગિરિ પોતાની ટીકામાં કહે છે કે “તે કલિદોષથી નષ્ટ થઈ છે તેથી હું કેવલ સૂત્રની વ્યાખ્યા કરું છું.' સૂર્યપ્રજ્ઞપ્તિમાં ૨૦ પ્રાભૃત છે. ૧. મંડલગતિ સંખ્યા ૨. સૂર્યનો તિર્યક્ પરિભ્રમ ૩. પ્રાકાશ્ય ક્ષેત્ર પરિમાણ ૪. પ્રકાશ સંસ્થાન ૫. વેશ્યાપ્રતિઘાત ૬. ઓજસંસ્થિતિ ૭. સૂર્યાવાર, ૮.ઉદયસંસ્થિતિ ૯. પૌરુષી છાયા પ્રમાણ ૧૦. યોગસ્વરૂપ ૧૧. સંવત્સરોના આદિ અને અંત ૧૨. સંવત્સરના ભેદ ૧૩. ચંદ્રમાની વૃદ્ધિ-અપવૃદ્ધિ ૧૪. જ્યોત્સા પ્રમાણ ૧૫. શીધ્રગતિ નિર્ણય ૧૬. જ્યોત્સા લક્ષણ ૧૭. ચ્યવન ને ઉપપાત ૧૮. ચંદ્ર-સૂર્ય આદિની ઊંચાઈ ૧૯. તેમનું પરિમાણ ૨૦. ચંદ્રાદિનો અનુભાવ. (૬) જંબૂઢીપ પ્રજ્ઞપ્તિ : આમાં જંબૂદ્વીપનું વિસ્તારથી વર્ણન છે. ભૂગોળ વિષયક આ ગ્રંથ છે. તેમાં ભારતવર્ષના વર્ણનમાં રાજા ભરતની કથાઓ ઘણો ભાગ લે છે. (૭) ચંદ્ર પ્રજ્ઞપ્તિ : આમાં ચંદ્ર જ્યોતિપુચક્રનું વર્ણન છે. તે લગભગ “સૂર્યપ્રજ્ઞપ્તિ’ જેવો - સમાન ગ્રંથ છે. . ૫થી ૭ ઉપાંગો વૈજ્ઞાનિક ગ્રંથો (Scientific Works) છે. તેમાં ખગોળ, ભૂગોળ, વિશ્વવિદ્યા અને કાલના ભેદો આવે છે. (વિન્ટરનિટ્ઝ) (૮) કપ્પિયા (કલ્પિકા) – નિરયાવલિકા શ્રુતસ્કંધ : નિરય એટલે નરકની આવલિ કરનારનું જેમાં વર્ણન છે તે. આમાં મગધના રાજા શ્રેણિક (બૌદ્ધમાં બિંબિસાર)નું તેના પુત્ર કોણિક (અજાતશત્રુ)થી થયેલ મૃત્યુ (કે જેની વાત બૌદ્ધ ગ્રંથોમાં પણ આવે છે) વગેરે હકીકત છે. શ્રેણિકના દશ પુત્રો કાલિકુમાર આદિ, તેમના પિતામહ વેશાલિના રાજા ચેટકની સાથે યુદ્ધમાં લડતાં મરાયો. પછી નરકમાં જઈ મોક્ષે જશે તેની હકીકત છે. (૯) કપ્પવર્ડસિયા (કલ્પાવતસિકા) : આમાં શ્રેણિક રાજાના દસ પૌત્રો પદ્રકુમાર આદિ દીક્ષા લઈ જુદાજુદા કલ્પ - દેવલોકમાં ગયા ને ત્યાંથી મોક્ષે જશે તેનું વર્ણન છે. તે દરેકનું એક એમ દસ અધ્યયન છે. (૧૦) પુફિયા (પુષ્પિકા) : આમાં પણ દસ અધ્યયન છે. શ્રી મહાવીરને દસ દેવદેવીઓ પોતાના વિમાનમાંથી પુષ્પકમાં બેસીને વંદન કરવા આવે છે. તેમના પૂર્વભવ મહાવીર ગૌતમને જણાવે છે. આમાં ૧. ચંદ્ર અને ૨. સૂર્યની પૂર્વકરણી ૩. મહાશુક્રદેવનો પૂર્વભવ – સોમલ બ્રાહ્મણ. ૪. બહુપુત્તીયા દેવીનો પૂર્વભવ – સુભદ્રા સાધ્વી પ. પૂર્ણભદ્ર દેવનો ભવ ૬. માણિભદ્ર ૭. દત્તદેવ ૮. બલનામ દેવ ૯. શિવદેવ અને ૧૦. અનાદીત દેવના પૂર્વભવ જણાવ્યા છે. આમાં ભગવતીની પેઠે બ્રાહ્મણ-શાસ્ત્રોનાં નામો આવે છે. (૧૧) પુષ્કચુલિયા (પુષ્પચૂલિકા) : આમાં દસ અધ્યયન છે. તેમાં ઉપર પ્રમાણે Page #33 -------------------------------------------------------------------------- ________________ ૧૨ ' જૈન અને બૌદ્ધ મત : સંક્ષિપ્ત ઇતિહાસ અને સિદ્ધાંતો શ્રી, હરિ વગેરે દસ દેવીઓની પૂર્વકરણીનો અધિકાર છે. શ્રીનો પૂર્વભવ ભૂતા નામની સ્ત્રી હતો. તેની પાર્થે નિગ્નન્ય પ્રવચનમાં શ્રદ્ધા કરાવી હતી. (૧૨) વહ્નિ દસા (વૃષ્ણિ દશા) : આમાં બાર અધ્યયન છે. વૃષ્ણિ વંશના બલભદ્રજીના ૧૨ પુત્રો નિષઢકુમાર આદિ નેમિનાથ પ્રભુ પાસે દીક્ષા લઈ સર્વાર્થસિદ્ધ વિમાનમાં ગયા હતા ને ત્યાંથી મહાવિદેહ ક્ષેત્રમાં મોક્ષે જશે એનો અધિકાર છે. ક્ર. ૮થી ૧૨ ઉપાંગો બધાં નિરયાવલિ સૂત્રો નામે ઓળખાય છે. ખરી રીતે તો “કપ્પિયા” સૂત્રને “નિરયાવલિ' નામ ઘટે છે. - એમ કહેવામાં આવે છે કે ઉપાંગ તે અંગનું અવયવ છે. તે પ્રમાણે ઉક્ત ઉપાંગો અમુક અંગોનાં ઉપાંગ છે. જેમકે ઔપપાતિક તે આચારાંગનું, રાજપ્રશ્રીય તે સૂત્રકૃતાંગનું, જીવાભિગમ તે સ્થાનાંગનું, પ્રજ્ઞાપના સમવાયાંગનું, સૂર્યપ્રજ્ઞપ્તિ તે ભગવતીનું. જેબૂદ્વીપ પ્રજ્ઞપ્તિ તે જ્ઞાતાધર્મકથાંગનું, ચંદ્રપ્રજ્ઞપ્તિ તે ઉપાસક દશાંગનું, નિરયાલિકા શ્રુતસ્કંધ ગત કલ્પિકાદિ પંચ વર્ગ – પંચોપાંગ તે અંતકૃત્ દશાંગાદિથી દષ્ટિવાદ પર્વતનાં એટલે કલ્પિકા તે અંતકૃત્ દશાંગનું, કલ્પાવતસિકા અનુત્તરોપપાતિક દશાંગનું, પુષ્પિકા તે પ્રશ્નવ્યાકરણનું, પુષ્પચૂલિકા તેવિપાક શ્રુતનું અને વૃષ્ણિદશા તે દષ્ટિવાદનું ઉપાંગ છે. આમ બાર અંગનાં બાર ઉપાંગ કેવી રીતે અસરપરસ સંબંધ રાખે છે તેનું સૂક્ષ્મપણે અવલોકનથી પૃથક્કરણ કરી શકાયું નથી. વિન્ટરનિટૂઝ કહે છે કે “આ એકબીજાનો સંબંધ તદ્દન બાહ્ય પ્રકારનો છે.' ચાર મૂલસૂત્ર ૧. આવશ્યક ૨. દશવૈકાલિક ૩. ઉત્તરાધ્યયન તથા ૪. પિંડનિર્યુક્તિ કે ઓઘનિર્યુક્તિ (બેમાંથી ગમે તે એક) – એમ ચાર મૂલસૂત્ર ગણાય છે. મૂલસૂત્ર એ નામ પાડવામાં આશય એ લાગે છે કે તે સર્વ સાધુઓને મૂલમાં – પહેલાં પ્રથમ પઠન કરવાને યોગ્ય છે. વેબર કહે છે કે મૂલસૂત્ર નામ કેમ પડ્યું તે સમજી શકાતું નથી; નિયુક્તિ જેની થઈ છે તેનું મૂલસૂત્ર બતાવવા અર્થે તે વપરાયો હોય એ સંભવિત છે. તેનો ક્રમ તેઓ ૧. ઉત્તરાધ્યયન ૨. આવશ્યક ૩. દશવૈકાલિક ૪. પિંડનિર્યુક્તિ એમ આપે છે. (૧) આવશ્યક સૂત્ર : આવશ્યક - અવશ્ય જે ક્રિયાનુષ્ઠાન કર્તવ્ય છે તેને લગતું તે આવશ્યક, નિત્યકર્મનું પ્રતિપાદક. આવશ્યક છ પ્રકારનું છે. ૧. સામાયિક (સામાઈય) ૨. ચતુર્વિશતિસ્તવ (ચઉવીસત્થઓ) ૩. વંદનક (વંદય) ૪. પ્રતિક્રમણ (પડિક્કમણ) ૫. કાયોત્સર્ગ (કાઉસ્સગ્ગ) ૬. પ્રત્યાખ્યાન (પચ્ચખાણ). એમાં સામાયિક અધ્યયનમાં પીઠિકા, પહેલી અને બીજી વરવરિકા, ઉપસર્ગો, સમવસરણ, ગણધરવાદ, દશ પ્રકારની સામાચારી, નિન્દવો, શેષ ઉપોદ્દાત નિર્યુક્તિ, નમસ્કાર નિર્યુક્તિ છે. પછી ચતુર્વિશતિસ્તવ અધ્યયન, વંદનાધ્યયન, પ્રતિક્રમણાધ્યયન કે જેમાં જિનભદ્રગણિ ક્ષમાશ્રમણકૃત ધ્યાનશતક છે, તથા પરિષ્ઠાપનિકા નિર્યુક્તિ, સંગ્રહણી, યોગસંગ્રહ નિર્યુક્તિ અને અસ્વાધ્યાય નિયુક્તિ છે, કાયોત્સર્ગ અધ્યયન અને છેવટે પ્રત્યાખ્યાનનું અધ્યયન છે. Page #34 -------------------------------------------------------------------------- ________________ ઉપલબ્ધ શ્રુત-સાહિત્ય : ચાર મૂલસૂત્ર ૧૩ (૨) દશવૈકાલિક સૂત્ર : આ સૂત્ર ચૌદ પૂર્વધર સયંભવસૂરિએ પોતાના પુત્ર મનક માટે પૂર્વમાંથી ઉદ્ધરી રચ્યું. કાલથી નિવૃત્ત એવું — વિકાલે પઢી શકાય એવું દશ અધ્યયનવાળું તે દશ વૈકાલિક. તેમાં પહેલી ગાથામાં જણાવ્યું છે કે “ધખો બંનમુશ્ચિકું હિંસા સંગમો તવો’ – અહિંસા, સંયમ અને તપ એ ઉત્કૃષ્ટ મંગલરૂપ ધર્મ છે. તે અતિ ઉત્તમ અને નીતિના સિદ્ધાંતથી ભરપૂર છે. આ સૂત્રમાં ૧૦ અધ્યયન છે. ૧. દુમપુષ્પિક. તેમાં ધર્મપ્રશંસા – ધર્મની સ્તુતિ છે. સકલ પુરુષાર્થમાં ધર્મ પ્રધાન છે. દ્રુમના પુષ્પમાંથી ભ્રમર રસ ચૂસી લે છતાં તેને ઈજા ન કરે તેમ શ્રમણ વર્તે છે. ૨. શ્રામસ્યપૂર્વિક. ધર્મ તરફ રુચિ છતાં અભિનવ પ્રવ્રજિતને અધૃતિથી સંમોહ ન થાય તે માટે વૃતિ – વૈર્ય રાખવું તેનો અધિકાર છે. ૩. યુલ્લિકાચારકથા. ધૃતિ આચારમાં જોઈએ તેથી આચારકથા શુદ્ધિકા એટલે નાની કહેવામાં આવે છે. તે આત્મસંયમનો ઉપાય છે. ૪. ષજીવનિકા. ઉક્ત આચાર છે જીવ કાયગોચર હોવો જોઈએ અથવા આત્મસંયમ બીજા જીવોના જ્ઞાનપૂર્વક પાલન કરવો ઘટે તેથી તે રૂપ આ અધ્યયન છે. ૫. પિડેષણા. તે રૂપ ધર્મ દહ સ્વસ્થ હોય તો પળાય, અને તેથી આહાર વગર પ્રાયઃ સ્વસ્થ થવાતું નથી માટે સાવદ્ય અને નિરવદ્ય એવા આહારમાં નિરવદ્ય આહાર ગ્રાહ્ય છે. આમાં બે ઉદ્દેશક છે. ભિક્ષાની વિશુદ્ધિ તે તપઃ સંયમને ગુણકારી છે. ૬. મહાચાર કથા. ગોચરી – ભિક્ષાએ જતાં મહાજન સમક્ષ સ્વાચાર નથી કહી શકાતો પણ આલયમાં ગુરુ કહે છે તેથી મહાજનને યોગ્ય એવી નાની નહિ પણ મોટી આચારની કથા. ૭. વચનવિશુદ્ધિ. તે કથા આલયમાં હોવા છતાં ગુરુએ નિરવદ્ય વચનથી કહેવી ઘટે. ૮. આચારપ્રણિધિ. નિરવધ વચન આચારમાં પ્રણિહિતને થાય છે. ૯. વિનય. આચારમાં પ્રણિહિત – દત્તચિત્ત હોય તે યથાયોગ્ય વિનયસંપન્ન થાય છે. આમાં વિનયનો અધિકાર છે ને ૪ ઉદ્દેશક છે. ૧૦. સભિક્ષુ. ઉક્ત નવે અધ્યયનના અર્થમાં જે વ્યવસ્થિત છે તે સમ્યગર્ભિક્ષુ થાય છે. આમ સાધુ-ક્રિયાશાસ્ત્રની સમાપ્તિ થાય છે. કદી કર્મપરતંત્રતાથી કોઈ સાધુ પતિત થાય તો તેનું સ્થિરીકરણ કરવું. તે માટે બે ચૂડા – ચૂલિકા છેવટે મૂકી છે. ૧. રતિવાક્યર્ડા. તે સાધુને સંયમમાં સ્થિરીકરણ માટે છે. તેમાં સાધુના દુજીવન માટે નરકપાતાદિ દોષો વર્ણવેલા છે. ૨. વિવિક્તચર્યા ચૂડા. તેમાં સાધુ પતિત ન થાય તેવા ગુણના અતિરેકનું ફલ છે. વિવિક્તચર્યા એટલે એકાંતચર્યા - અનિયતચર્યા શ્રી ભદ્રબાહુ દશવૈકાલિક પરની નિયુક્તિમાં જણાવે છે કે ઉપરોક્ત ૪થું અધ્યયન આત્મપ્રવાદ પૂર્વમાંથી, પમું અધ્યયન કર્મપ્રવાદ પૂર્વમાંથી અને અને ૭મું અધ્યયન સત્યપ્રવાદ પૂર્વમાંથી ઉદ્ધત કરેલ છે અને બાકીનાં અધ્યયનો નવમા પ્રત્યાખ્યાન પૂર્વની ત્રીજી વસ્તુમાંથી ઉદ્ધત કરેલ છે. આના બીજા અધ્યાયનમાં રાજિમતી અને રથનેમિની વાત ઉત્તરાધ્યયનમાંથી લીધેલી જણાય છે. આ સૂત્ર તેમજ ઉત્તરાધ્યયન વાંચતાં બૌદ્ધનું ધમ્મપદ યાદ આવે છે. (૩) ઉત્તરાધ્યયન સૂત્ર : આ આખું સૂત્ર અતિ આનંદદાયક બોધના નિધિરૂપ છે. તેમાં ૩૬ અધ્યયન છે. ૧. વિનય. ધર્મ વિનયમૂલ છે તેથી પ્રથમ વિનયનો Page #35 -------------------------------------------------------------------------- ________________ ૧૪ જૈન અને બૌદ્ધ મત : સંક્ષિપ્ત ઇતિહાસ અને સિદ્ધાંતો અધિકાર. ૨. પરિષહ. વિનય સ્વસ્થચિત્તવાળાએ તથા પરિષહોથી પીડાતાએ પણ કરવાનો છે તો તે પરિષહો કયા કયા છે તે તથા તેનું સ્વરૂપ. ૩. ચતુરંગીય. પરિષહ શું આલંબન લઈને સહેવાં તેના ઉત્તરમાં મનુષ્યત્વ, ધર્મશ્રવણ, શ્રદ્ધા અને સંયમમાં વીર્યની ફુરણા કરવી એ ધર્મનાં દુર્લભ ચાર અંગો. ૪. પ્રમાદાપ્રમાદ. ત્રીજામાં ચાર દુર્લભ અંગો કહ્યાં તે પ્રાપ્ત થયા છતાં પ્રમાદ સેવાય તો મહાદોષ થાય છે તેથી પ્રમાદનો ત્યાગ તેના પ્રકાર સહિત અને અપ્રમાદ કરવાનું કહેવા માટે આ અધ્યયન છે. ૫. અકામમરણ. મરણ કેટલા પ્રકારનાં છે – અકામમરણ, સકામમરણ, પંડિતમરણ - તે જાણવા માટે આ અધ્યયન. ૬. ક્ષુલ્લક નિર્ચન્થીય. પંડિત મરણ વિદ્યા-જ્ઞાન તથા ચારિત્રવાળા સાધુ-નિર્ઝન્થને હોય છે. તેથી તેવા ક્ષુલ્લક – નાના સાધુનું સ્વરૂપ આમાં કહ્યું છે. ૭. ઔરશ્રીય. નિર્ગસ્થપણું રસગૃદ્ધિના ત્યાગથી મળી શકે ને તે ત્યાગ તેના દોષ જાણવાથી બરાબર થઈ શકે તે દોષ દેખાડવા માટે ઉરભ્ર (ઘેટું), કાગણી, આમ્રફળ, વ્યવહાર – વેપાર અને સમુદ્ર એ પાંચનાં દષ્ટાંતો આપે છે. ૮. કાપિલીય. રસગૃદ્ધિનો ત્યાગ નિર્લોભીને થઈ શકે તેથી આમાં નિર્લોભપણું બતાવે છે. તેમાં કપિલા મુનિનું ચરિત્ર હોવાથી તે અધ્યયનનું નામ કાપિલીય છે. ૯. નમિપ્રવ્રજ્યા. નિર્લોભી આ ભવમાં પણ ઇંદ્રાદિકથી પૂજાય છે તે દેખાડવા આ અધ્યયન. આમાં નમિ નામના પ્રત્યેકબુદ્ધની પ્રવજ્યા – દીક્ષા છે. તે નમિની પેઠે બીજા ત્રણ પ્રત્યેકબુદ્ધ કરકંડુ, દ્વિમુખ, નગતિ થયા છે. ૧૦. દ્રુમપત્ર. દ્રુમનું પાંદડું પાકી જતાં પડી જાય છે તેમ જીવન ક્રમે કરી ક્ષીણ થાય છે માટે હે ગૌતમ ! એક સમય માત્ર પણ પ્રમાદ કરવો નહિ એ પ્રકારથી મહાવીર અનુશાસન-શિક્ષા આપે છે. ૧૧. બહુશ્રુતપૂજા. દશમામાં પ્રમાદના ત્યાગનો જે ઉપદેશ આપ્યો તે ઉપદેશ વિવેકથી ધારી શકાય ને તે વિવેક બહુશ્રુતની પૂજાથી પ્રાપ્ત થયો છે. આમાં અબહુશ્રુતપણું અને બહુશ્રુતપણું સમજાવી તે શાથી પ્રાપ્ત થાય તે, અવિનીતનવનીતનાં સ્થાનો વગેરે બતાવેલ છે. ૧૨. તપ-સમૃદ્ધિ -હરિકેશીય. બહુશ્રુતે તપ પણ કરવો જોઈએ તેથી તપની સમૃદ્ધિનું વર્ણન અને હરિકેશબલ નામના સાધુનું આમાં ચરિત્ર છે. ૧૩. ચિત્રસંભૂતીય. તપ કરનારે નિદાન (નિયાણા)નો ત્યાગ કરવો ઘટે તે માટે નિદાનનો દોષ બતાવવા ચિત્ર અને સંભૂતનું ઉદાહરણ અહીં અપાય છે. ૧૪. ઈષકારીય. આમાં નિર્નિદાનતા - નિયાણારહિતપણાનો ગુણ કહ્યો છે. એક જ વિમાનમાં રહેલા છ જીવો ત્યાંથી અવી ઈષકાર નામના પુરમાં ઊપજ્યા અને તે છ પૈકી એક ઈષકાર નામનો રાજા થયો તેથી આ અધ્યયનનું નામ ઈષકારીય છે. ૧૫. સભિક્ષુક. નિયાણારહિતપણાનો ગુણ ભિક્ષુ - સાધુને થાય છે. ભિક્ષના ગુણો આમાં કહેવાય છે ૧૬. બ્રહ્મચર્યગુપ્તિ -બ્રહ્મચર્યસમાધિ. સાધુના ગુણો બ્રહ્મચર્યમાં જે સ્થિર હોય તેને તત્ત્વથી સંભવે. બ્રહ્મચર્ય તેની ગુણિઓથી પાળી શકાય. તે ગુતિઓ મન, વચન અને કાયાની છે. પછી બ્રહ્મચર્યનાં દશ સ્થાનો – સમાધિસ્થાનો કહ્યાં છે કે જેની અંદર બ્રહ્મચર્યની નવ વાડ સમાઈ જાય છે.) કે જેથી તે સમાધિથી પાળી શકાય. ૧૭. પાપશ્રમણીય. તેમાં પાપસ્થાનો સેવનાર પાપશ્રમણનું સ્વરૂપ છે. ૧૮. સંયતીય. પાપાનોનો ત્યાગ ભોગના ત્યાગથી – સંયતિ થવાથી થાય છે. તે ભોગના ત્યાગ પર સંજય રાજાની Page #36 -------------------------------------------------------------------------- ________________ ઉપલબ્ધ શ્રત-સાહિત્ય : ચાર મૂલસૂત્ર ૧૫ કથા છે. તે પરથી આ અધ્યયનને સંજયીય કહી શકાય. ૧૯. મૃગાપુત્રીય, ભોગનો ત્યાગ કરતાં શરીરની શુશ્રુષા વર્જવાની છે. તે પર મૃગાપુત્રની કથા છે. ૨૦. મહાનિર્ગથીય. “સંસારમાં મારો રક્ષક કોઈ નથી, હું એકલો જ છું' એવા અનાથપણાની ભાવના આમાં સિદ્ધ કરી છે કે તે પર અનાથ મુનિની કથા છે. ૨૧. સમુદ્રપાલીય. અનાથપણાનો વિચાર એકાંતચર્યા વિના થઈ શકતો નથી તેથી એકાંતચર્યા પર સમુદ્રપાલની કથા આમાં આવી છે. ૨૨. રથનેમીય. એકાંતચર્યા ધીરજ વિના પાળી શકાતી નથી તેથી રથનેમિના દષ્ટાંતથી ચારિત્રમાં ધૃતિ રાખવાનો ઉપદેશ કર્યો છે. પ્રથમ શ્રી નેમિનાથનો રાજિમતીનો ત્યાગ ને દીક્ષા જણાવી રાજિમતીએ રથનેમિને કરેલ ઉપદેશ વગેરે સુંદર કથા છે. ૨૩. કેશિ ગૌતમીય. સંયમમાં ધૃતિ રાખતાં, આવતી શંકાઓનું સમાધાન કરી સંયમમાર્ગમાં પ્રવર્તવું. આમાં શ્રી પાર્શ્વનાથના ક્રમાગત શિષ્ય કેશીકુમાર અને શ્રી મહાવીરના શિષ્ય ગૌતમ સ્વામી વચ્ચે સંવાદ છે. ૨૪. પ્રવચનમાતા. શંકાનું નિવારણ કરવામાં ભાષાસમિતિરૂ૫ વાગુયોગની જરૂર છે તેથી આમાં પાંચ સમિતિ અને ત્રણ ગુણિરૂપ આઠ પ્રવચનમાતાનું સ્વરૂપ આપ્યું છે. આ આઠમાં સર્વ દ્વાદશાંગરૂપ પ્રવચનનો સમાવેશ થાય છે તેથી તે તેની માતા રૂપ કહેવાય છે. ૨૫. યજ્ઞીય. આમાં જયઘોષ અને વિજયઘોષની કથા દ્વારા બ્રાહ્મણનાં લક્ષણ અને બ્રહ્મચર્યના ગુણ બતાવ્યા છે. ૨૬. સામાચારી. સાધુ સામાચારી દશ પ્રકારની આવશ્યકી આદિ બતાવી છે. તે ઉપરાંત બીજી રીતે સાધુ માટેની સામાચારી દિનકૃત્ય, રાત્રિકૃત્ય વગેરે બતાવેલ છે. ૨૭. ખલુંકીય. સામાચારી અશઠપણાથી પળાય. તે પર ગર્ગ નામના મુનિની કથા કહી તેમાં ખલુંક (ગળિયા બળદ)નું દષ્ટાંત આપી તે ઉપનયથી શિષ્યો પર ઉતાર્યું છે. ૨૮. મોક્ષમાર્ગ. અશઠતાથી મોક્ષ સુલભ થાય છે. આમાં મોક્ષમાર્ગનાં ચાર કારણો નામે જ્ઞાન, દર્શન, ચારિત્ર અને તપ જણાવી તે દરેકના ભેદ સમજાવ્યા છે. ૨૯. સમ્યક્ત્વપરાક્રમ. વીતરાગ થયા વિના મોક્ષમાર્ગની પ્રાપ્તિ થતી નથી તે સમજાવવા આ અધ્યયન છે. તેમાં સંવેગ, નિર્વેદ, ધર્મશ્રદ્ધા આદિ ૭૩ દ્વાર કહ્યાં છે. ૩૦. તપોમાર્ગ. આમ્રવદ્વાર બંધ કરી તપ વડે કર્મનું શોષણ કરાય છે. તે તપના ૬ પ્રકારનાં બાહ્ય તપ અને ૬ પ્રકારનાં અંતરંગ તપ એમ બે ભેદ દરેકના પ્રભેદ સાથે સમજાવેલ છે. ૩૧. ચરણવિધિ. ચરણ એટલે ચારિત્ર. તેની વિધિ – વર્ણન છે. અમુકનો ત્યાગ ને અમુક ગુણોનો સ્વીકાર એ જણાવી ચારિત્રનું સ્વરૂપ બતાવ્યું છે. ૩૨. પ્રમાદસ્થાન. પ્રમાદનું જ્ઞાન કરી તેનો ત્યાગ કરવો ઘટે તેથી પ્રમાદનું સ્વરૂપ આપ્યું છે. રાગ, દ્વેષ, મોહ અને કષાયનું સ્વરૂપ ને તેના દોષ બતાવ્યા છે. ૩૩. કર્મપ્રકૃતિ. આમાં કર્મનું સ્વરૂપ, તેના જ્ઞાનાવરણીયાદિ ભેદ અને ઉત્તરભેદ વગેરેથી બતાવ્યું છે. ૩૪. વેશ્યા. વેશ્યાના પ્રકાર ને તેનું નિરૂપણ છે. ૩૫. અનગાર માર્ગ. અનુગાર એટલે અગાર – ગૃહરહિત એવા સાધુના ગુણો પંચમહાવ્રતાદિ પાળવાનું જણાવ્યું છે. ૩૬. જીવાજીવવિભક્તિ. સાધુ-ગુણ સેવવામાં જીવાજીવનું સ્વરૂપ જાણવું આવશ્યક છે તેથી જીવ અને અજીવ, તેના પ્રકાર વગેરે સમજાવ્યું છે. શ્રી ભદ્રબાહુ આ પરની નિયુક્તિમાં જણાવે છે કે આનાં ૩૬ અધ્યયનમાં કેટલાંક અંગમાંથી પ્રભવેલાં, કેટલાંક જિનભાષિત, કેટલાંક પ્રત્યેકબુદ્ધ સંવાદરૂપ છે. Page #37 -------------------------------------------------------------------------- ________________ ૧૬ જૈન અને બૌદ્ધ મત : સંક્ષિપ્ત ઈતિહાસ અને સિદ્ધાંતો (૪) પિડનિયુક્તિ કે ઓઘનિર્યુક્તિ : ચોથા મૂલસૂત્રમાં પિંડનિર્યુક્તિ અને ઓઘનિર્યુક્તિ પૈકી ગમે તે ગણાય છે. પિંડનિર્યુક્તિ સંબંધમાં જણાવવાનું કે દશવૈકાલિકસૂત્રમાં પાંચમું અધ્યયન પિપૈષણા છે. દશવૈકાલિક પર ભદ્રબાહુસ્વામીએ નિર્યુક્તિ રચી છે, તેના ઉક્ત પાંચમા અધ્યયન પર નિયુક્તિ રચતાં તે ઘણી મોટી થઈ તેથી તેને અલગ કરી પિંડનિર્યુક્તિ તેમણે રચી છે. આમાં પિંડ એટલે આહાર સંબંધી વર્ણન છે. તેમાં પિંડનિરૂપણ, ઉદ્ગમ દોષો, એષણા દોષો અને ગ્રામૈષણાના દોષો નિરૂપ્યા છે. જ્યારે ઓઘનિર્યુક્તિ એટલે સામાન્ય – સાધારણ નિર્યુક્તિ – સૂક્ષ્મ કે વિશેષ વિગતમાં ઊતર્યા સિવાયની નિર્યુક્તિ. એમાં ચરણસત્તરી, કરણસત્તરી, પ્રતિલેખન આદિ દ્વારો છે. જેમકે પ્રતિલેખન દ્વાર, પિંડદ્વાર, ઉપધિનિરૂપણ, અનાયતનવર્જન, પ્રતિષવણોદ્ધાર, આલોચનાદ્વાર અને વિશુદ્ધિદ્વાર. આમાં ચરણકરણનું મુખ્યપણે સ્વરૂપ છે. નંદીસૂત્ર તે દેવવાચકકત છે. તેમાં તીર્થકર ગણધરાદિની આવલિક, પર્ષદો, અવધિજ્ઞાન, મન:પર્યવજ્ઞાન, કેવલજ્ઞાન, મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાનનું સ્વરૂપ બતાવ્યું છે. અનુયોગદ્વાર તે આર્ય રક્ષિતસૂરિકૃત છે. તેમાં આવશ્યક શ્રુતસ્કંધના નિક્ષેપો, ઉપક્રમાધિકાર, આનુપૂર્વી, દશનામ અધિકાર, પ્રમાણદાર અધિકાર, નિક્ષેપ અધિકાર, અનુગમ અધિકાર અને નયનો અધિકાર છે. આમાં નવરસ, કાવ્યશાસ્ત્ર માટેની કેટલીક હકીકતો, ભારત, રામાયણ, કૌટિલ્ય, ઘોટકમુખ આદિના ઉલ્લેખો પણ છે. છ છેદસૂત્રો કુલ ૬ છેદસૂત્રો છે. ૧. નિશીથ (લઘુનિશીથ) ૨. બૃહત્કલ્પ ૩. વ્યવહાર ૪. દશાશ્રુતસ્કંધ ૫. પંચકલ્પ અને ૬. મહાનિશીથ. આ પૈકી નિશીથ, પંચકલ્પ અને મહાનિશીથ ગણધરકૃત છે અને બૃહત્કલ્પ, વ્યવહાર, અને દશાશ્રુતસ્કંધ એ ત્રણના કર્તા ભદ્રબાહુસ્વામી છે. તેમાં પચકલ્પ નામનું છેદસૂત્ર વિચ્છિન્ન થયું છે, પરંતુ તે પર સંઘદાસગણિનું ભાષ્ય ઉપલબ્ધ છે. આ છેદસૂત્રો પર નિર્યુક્તિ કે ભાષ્ય, બૃહત્મા, ચૂર્ણિ, અવચૂરિ અનેક ટિપ્પણાદિ ભિન્ન-ભિન્ન આચાર્યોએ રચ્યાં છે. આ છેદસૂત્રોમાં પ્રાયઃ સાધુસાધ્વીઓના આચાર, ગોચરી – ભિક્ષા, કલ્પ, ક્રિયા અને સામાન્ય નિયમમાર્ગોનું પ્રતિપાદન કર્યું છે. (૧) નિશીથ સૂત્ર : આચારથી પતિત થનારા માટે લઘુ નિશીથસૂત્રમાં આલોચન લઈ પ્રાયશ્ચિત્ત કરી શુદ્ધ થવાનું બતાવ્યું છે. સ્કૂલના કરનાર મુનિઓને શિક્ષા રૂપે નિશીથસૂત્ર છે અને પ્રમાદાદિથી ઉન્માર્ગે ગયેલાને સન્માર્ગ પર તે લાવે છે. (૨) બૃહત્કલ્પસૂત્ર : એમાં છ ઉદ્દેશક છે. તે મુખ્ય સાધુસાધ્વીઓનો આચારકલ્પ છે. સંયમને બાધક પદાર્થ, સ્થિતિ વગેરે છે તેનો નિષેધ અહીં થયો છે Page #38 -------------------------------------------------------------------------- ________________ ઉપલબ્ધ શ્રુત-સાહિત્ય : છ છેદસૂત્રો અને જે સંયમને સાધક છે તેવા પદાર્થ, સ્થાન, વસ્ત્ર, પાત્ર આદિ અહીં જણાવ્યાં છે. વળી અમુક અકાર્ય માટે કયું પ્રાયશ્ચિત્ત દશ પ્રાયશ્ચિત્તમાંથી આપવું તે અને કલ્પના છ પ્રકાર વગેરે જણાવેલ છે. (૩) વ્યવહાર સૂત્ર : આમાં દશ ઉદ્દેશક છે. પહેલામાં આચારથી પતિત થનારા મુનિઓએ આલોચના (Confession) કરવી ઘટે એની વાત છે. સાથે આલોચના સાંભળનાર અને આલોચના કરનાર મુનિ કેવા હોવા જોઈએ અને આલોચના કેવા ભાવથી ક૨વી જોઈએ, અને તેને કેટલું પ્રાયશ્ચિત્ત દેવું એ વાત છે. બીજામાં એક કરતાં વધુ સાધુ વિહાર કરે તેમાં એક યા વધુ દોષ કરે તો અન્ય શું કરવું એ જણાવ્યું છે. ત્રીજામાં સાધુઓને સાથે લઈ તેના ગણી - મુખી બનવામાં શું ગુણો જ્ઞાનચારિત્રાદિ જોઈએ તે, તેમજ કોને આચાર્ય ઉપાધ્યાયાદિ સાત પદવી આપવી – ન આપવી ઘટે તે બતાવ્યું છે. ચોથામાં કેટલા સાધુ સહિત કેવી રીતે વિહાર કે ચાતુર્માસસ્થિતિ કરવી ઘટે તે છે. પાંચમામાં સાધ્વીઓની પદવીઓ ધારણ કરનારી પ્રવર્તિની આદિએ કેવી રીતે વિહાર કે ચાતુર્માસ સ્થિતિ કરવી ઘટે વગેરે દર્શાવ્યું છે. છઠામાં ગોચરી – ભિક્ષા, સ્થંડિલ, વસતિ ક્યાં અને કેમ કરવી ઘટે યા ન ઘટે તે, તેમજ અમુક સ્ખલન માટેનાં પ્રાયશ્ચિત્ત જણાવેલ છે. સાતમામાં બીજા સમવાયમાંથી આવેલ સાધ્વી માટે શું કરવું તેમજ સાધ્વીઓ માટેના નિયમ, સ્વાધ્યાય, પદવીદાન, ગૃહસ્થાદિની આજ્ઞા લઈ અમુક સંજોગોમાં વર્તવું વગેરે છે. આઠમામાં ગૃહસ્થના મકાનનો કેટલો ભાગ વાપરવો, તેમને ત્યાંથી પાટ, પાટલા કેવી રીતે કેટલાં લઈ આવવાં, પાત્રાદિ ઉપકરણો કેટલાં ખપે, ભોજન કેટલું કરવું એ બતાવ્યું છે. નવમામાં શય્યાતર (મકાનને વાપરવા દેના૨)નો અધિકાર છે. તેનું કેવું મકાન વાપરવું, ન વાપરવું, ભિક્ષુ પ્રતિમાઓમાં કેવું વર્તન આરાધક થાય વગેરે જણાવ્યું છે. દશમામાં બે પ્રકારની પ્રતિમા (અભિગ્રહ), બે જાતના પરિષહ, પાંચ પ્રકારના વ્યવહાર, ચાર જાતના પુરુષ (સાધુ), ચાર જાતના આચાર્ય ને શિષ્ય, સ્થવિરની તથા શિષ્યની ત્રણ ત્રણ ભૂમિકાઓ, અમુક અમુક આગમો ક્યારે શીખવવાં વગેરે નિરૂપ્યું છે. ૧૭ (૪) દશાશ્રુતસ્કંધ : આમાં દશ અધ્યયન છે. પહેલામાં પુરુષ પોતાની પ્રકૃતિથી પ્રતિકૂલ આચરણ કરવાથી અસમાધિનું કારણ થાય છે. તે પ્રમાણે મુનિ પોતાના સંયમથી પ્રતિકૂલ આચરણ કરવાથી સંયમમાં અસમાધિ મેળવે છે. તેથી અસમાધિનાં ૨૦ સ્થાનો અહીં છે. બીજામાં સાધુને ચારિત્રમાં અશક્તિ લાવનાર ૨૧ સબલ દોષનું નિરૂપણ છે. ત્રીજામાં ગુરુની ૩૩ આશાતના, ચોથામાં આચાર્યની આઠ સંપદા ને તેના ભેદ, શિષ્ય માટે ચાર પ્રકારના વિનયની પ્રવૃત્તિ અને તેના ભેદ, પાંચમામાં ચિત્તસમાધિનાં દશ સ્થાન, છઠ્ઠામાં શ્રાવકની ૧૧ પ્રતિમાનું વિવરણ અને સાતમામાં ભિક્ષુ-પ્રતિમા જણાવેલ છે. આઠમું વીર પ્રભુનાં ચ્યવન, જન્મ, સંહરણ, દીક્ષા, કેવલજ્ઞાન ને મોક્ષ ક્યારે થયાં તે સંબંધીનું પર્યુષણાકલ્પ છે, કે જે પર્યુષણ વખતે સાધુઓ હાલ વ્યાખ્યાનમાં વાંચે છે ને તેનું ટૂંકું નામ કલ્પસૂત્ર છે. તે આ દશાશ્રુતસ્કંધનું ૮મું અધ્યયન છે. નવમામાં મહામોહનીય કર્મબંધનાં ૩૦ સ્થાન અને દશમામાં નવ નિદાનો (નિયાણાં) જણાવ્યાં છે. Page #39 -------------------------------------------------------------------------- ________________ ૧૮ જૈન અને બૌદ્ધ મત : સંક્ષિપ્ત ઇતિહાસ અને સિદ્ધાંતો (૫) પંચકલ્પ : હાલ મૂળરૂપે ઉપલબ્ધ નથી. (૬) મહાનિશીથ : આ મૂળ નષ્ટ થયું હતું અને તેનો ઉદ્ધાર હિરભદ્રસૂરિએ કર્યો હતો. તેમાં આલોચના અને પ્રાયશ્ચિત્ત છે. કર્મનો સિદ્ધાંત વ્રતભંગથી ને ખાસ કરી ચોથા બ્રહ્મચર્યવ્રતના ભંગથી કેટલાં દુઃખ પડે છે તે બતાવી સિદ્ધ કર્યો છે. સારાનઠારા સાધુઓના આચાર સંબંધી કહેલું છે તેમજ કમલપ્રભ આદિની કથાઓ છે. વિન્ટરનિટ્સ જણાવે છે તે પ્રમાણે તેમાં તાંત્રિક કથનો, આગમ નહિ એવા ગ્રંથો વગેરેનો ઉલ્લેખ છે તેથી તે, પછીનો ગ્રંથ હોય એમ જણાય છે. દશ પ્રકીર્ણક (પયા) આ પ્રકીર્ણક ગ્રંથો રચનાપદ્ધતિમાં વેદનાં પરિશિષ્ટોને મળતાં આવે છે. તે પઘબદ્ધ છે. (૧) ચતુઃ શરણ : ચારનું શરણ લેવાથી દુષ્કૃતની નિંદા અને સુકૃતની અનુમોદના થાય છે; ને તે શરણ કુશલહેતુ છે તે ચાર શરણ એટલે ૧. અર્હતો ૨. સિદ્ધો ૩. સાધુઓ અને ૪. ધર્મ. તે ચારનું રવરૂપ પણ બતાવાયું છે. આની કુલ ૬૩ ગાથા છે. આનું બીજું નામ કુશલાનુબંધિ છે. (૨) આતુરપ્રત્યાખ્યાન : બાલમરણ, બાલપંડિતમરણ અને પંડિતમરણ કેનાં થાય છે તે સમજાવ્યું છે. પછી પંડિતે આતુર રોગાવસ્થામાં શેનાં શેનાં પ્રત્યાખ્યાન લેવાં – શું શું વોસરાવવું - તજવું, શું શું ભાવના ભાવવી, સર્વ જીવને ખમાવવા વગેરે તેમજ ઉત્તમ મરણ કેવી રીતે થાય તે સમજાવ્યું છે. (૩) ભક્તપરિજ્ઞા : અભ્યુદ્યત । મરણથી આરાધના થાય છે. તે મરણ ભક્તપરિજ્ઞા, ઇંગિની અને પાદપોપગમન એમ ત્રણ પ્રકારનું છે. ભક્તપરિજ્ઞા મરણ સવિચાર અને અવિચાર એમ બે પ્રકારનું છે. સંસારની નિર્ગુણતા પિછાની પશ્ચાત્તાપપૂર્વક સર્વદોષ તજી આલોચના લઈ મેં સંસારમાં ઘણું ભોગવ્યું વગેરેનો વિચાર કરવાપૂર્વક ભક્તપરિજ્ઞા મરણની અનશનની વિધિ ને ભાવના આચરવાનું આમાં જણાવ્યું છે. આમાં ૧૭૨ ગાથા છે. (૪) સંસ્તારક : મરણ થયા પહેલાં ‘સંથાગે’ કરવામાં આવે છે તેના મહિમાનું આમાં કથન છે. એક સ્થળે એક જ આસન રાખી તે સંસ્તારક પર રહી અનશન લેવામાં આવે છે તેનાં દૃષ્ટાંતો આપેલ છે. આમાં ૧૨૩ ગાથા છે. - ભાત (૫) તંદુલવૈચારિક : એકસો વર્ષના આયુષવાળો પુરુષ પ્રતિદિન તંદુલ ખાય તેની સંખ્યાના વિચારના ઉપલક્ષણથી આ નામ પડેલું છે. જેટલા દિવસો, જેટલી રાત્રી, જેટલા મુહૂર્તો, જેટલા ઉચ્છ્વાસ ગર્ભમાં વસતા જીવોના થાય તે કહી તેની આહારવિધિ, ગર્ભાવસ્થા, શરીરોત્પાદહેતુ, જોડકા વર્ણન, સંહનનસંસ્થાન, તંદુલગણના વગેરે જણાવેલ છે. ગાથા ૧૩૯ ને થોડુંક ગદ્ય છે. (૬) ચંદ્રવેધ્યક : રાધાવેધનું વર્ણન છે. રાધાવેધના ઉદાહરણથી આત્માએ કેવું એકાગ્ર ધ્યાન કરવું જોઈએ તે બતાવી, તેથી મોક્ષ પ્રાપ્ત થાય એમ કહ્યું છે. આ અપ્રકટ છે. Page #40 -------------------------------------------------------------------------- ________________ ઉપલબ્ધ શ્રત-સાહિત્ય : દશ પ્રકીર્ણક (પન્ના) ૧૯ (૭) દેવેન્દ્રસ્તવ : દેવેન્દ્ર આવીને વીરપ્રભુની સ્તુતિ કરે છે. દેવેન્દ્ર ૩ર છે. તે ૩રનું સ્વરૂપ, તેના પેટાદેવતાઓ, ચંદ્ર, સૂર્ય, ગ્રહ, નક્ષત્રાદિનાં નામ, વાસ, સ્થિતિ, ભવન, પરિગ્રહ વગેરે કથન છે. ગાથા ૩૦૭ છે. (૮) ગણિવિદ્યા : તેમાં જ્યોતિષનું કથન છે. તેમાં બલાબલવિધિ, દિવસ, તિથિ, નક્ષત્ર, કરણ, ગ્રહદિવસ, મુહૂર્ત, શકુન, લગ્ન અને નિમિત્ત એ નવ બલો, એ દરેકમાં અમુકમાં શું શું કરવું ઘટે એ બતાવ્યું છે. ૮૨ ગાથા છે. (૯) મહાપ્રત્યાખ્યાન : મોટા પ્રત્યાખ્યાન કરવાનું સ્વરૂપ છે. જે પાપો – દોષો થયા હોય તે સંભારી સંભારી તેનો ત્યાગ કરવો – ભાવશલ્ય કાઢી નાખવું, પંડિતમરણ માટે સમાધિ થાય તેવી આત્મસ્થિતિ જાગ્રત કરી સર્વ અસતુ પ્રવૃત્તિને તજવી, દુઃખમય સંસાર પ્રત્યે વિરાગ રાખવો વગેરે સ્વરૂપ બતાવ્યું છે. આની ૧૪૨ ગાથા છે. (૧૦) વીરસ્તવ : આમાં શ્રી વીરપ્રભુની સ્તુતિ હોવી જોઈએ. અપ્રગટ છે. આ રીતે ૧૧ અંગ, ૧૨ ઉપાંગ, ૬ છેદસૂત્ર, ૪ મૂલસૂત્ર, ૨ સૂત્ર નામે નંદી તથા અનુયોગદ્વાર અને ૧૦ પયત્રા (પ્રકીર્ણક) એમ કુલ મળી ૪૫ આગમ જૈન શ્વેતામ્બર મૂર્તિપૂજકો માને છે." કોઈ હાલ મળી આવતાં સૂત્રોની ગણના ૮૪ની કરે છે. તે આ પ્રમાણે : ૧૧ અંગ, ૧૨ ઉપાંગ, ૫ છેદસૂત્ર, ૩ મૂલસૂત્ર (ચોથા મૂલસૂત્રને નિર્યુક્તિમાં ગણતાં), ૧ નંદીસૂત્ર, ૧ અનુયોગદ્વાર, ૮ છૂટક (૧. પર્યુષણાકલ્પ. આર્ય ભદ્રબાહુકૃત દશાશ્રુતસ્કંધના આઠમા અધ્યયનરૂપે છે. તે પર્યુષણ પર્વ પર અલગ વંચાય છે ને તેને સામાન્ય રીતે કલ્પસૂત્ર' કહેવામાં આવે છે. તેનું પ્રમાણ ૧૨૦૦ શ્લોકથી કંઈક અધિક હોવાથી બારસા સૂત્ર' તરીકે પણ તેને ઓળખવામાં આવે છે. આમાં ત્રણ ભાગ છે. ૧. જિનચરિત. તેમાં વધુ ભાગ શ્રી વર્ધમાન – મહાવીરનું ચરિત છે. ૨. થેરાવલિ. તેમાં સ્થવિરોની પરંપરા છે. ૩. સામાચારી. દંતકથા એવી છે કે દેવર્કિંગણિએ જિનચરિત, થેરાવલી ને સામાચારી કલ્પસૂત્રના મૂળ આગમમાં નહોતી તે ઉમેરી છે. ૨. છતકલ્પસૂત્ર. આના કર્તા જિનભદ્રગણિ ક્ષમાશ્રમણ છે. આ સૂત્ર જેન શ્રમણોના આચારવિષયક છે. તેમાં ૧૯ પ્રકારના પ્રાયશ્ચિત્તનું વિધાન કરવામાં આવ્યું છે. ૩. યતિજીતકલ્પ ૪. શ્રાદ્ધજીતકલ્પ. આ બે અનુક્રમે સોમપ્રભસૂરિ અને ધર્મઘોષસૂરિએ યતિઓ અને શ્રાવકોના આચારરૂપે સંકલિત કરેલ છે. ૫. પાક્ષિકસૂત્ર. તેમાં પાક્ષિક દિવસે કરવાના પ્રતિક્રમણની વિગત આપી છે. ૬. ક્ષામણાસૂત્ર. આને પાક્ષિકક્ષામણા સૂત્ર પણ કહે છે. એ સૂત્ર પાક્ષિક સૂત્રના પ્રાંતે આવતું હોવાથી તેની સાથે જ ગણાય છે. છતાં કોઈ કોઈ સ્થળે અલગ પણ ઉપલબ્ધ થાય છે. ૭. વંદિત્ત સૂત્ર. તે શ્રાદ્ધ ૧. શ્વેતામ્બર અમૂર્તિપૂજકો – સ્થાનકવાસી જૈનો તે પૈકીના ૩ર અને તે વળી કેટલાક પાઠો રહિત તેમજ કેટલેક સ્થળે અર્થભેદથી માને છે. તે આ છેઃ ૧૧ અંગ અને ૧૨ ઉપાંગ મળી ૨૩, ૨૪. નિશિથ ૨૫. બૃહત્કલ્પ ૨૬. વ્યવહાર ૨૭. દશાશ્રુતસૂત્ર (૨૪થી ૨૭ એ ચાર છેદસૂત્રો), ૨૮. અનુયોગદ્વાર ૨૯. નંદીસૂત્ર ૩૦. દશવૈકાલિક ૩૧. ઉત્તરાધ્યયન (૨૮થી ૩૧ એ ચાર મૂલસૂત્ર) ૩૨. આવશ્યક. દિગંબરો તો આ શ્વેતાંબરોએ માનેલાં સૂત્રોનું માનતા જ નથી. Page #41 -------------------------------------------------------------------------- ________________ ૨૦ જૈન અને બૌદ્ધ મત : સંક્ષિપ્ત ઇતિહાસ અને સિદ્ધાંતો પ્રતિક્રમણ છે. ૮. ષિભાષિત. તેમાં ૪પ અધ્યયન અથવા ભાષિત છે.), ૩) પન્ના (૧૦ પયત્રા અગાઉ જણાવ્યાં છે તે ઉપરાંત ૨૦ પયત્રા : ૧. અજીવકલ્પ ૨. ગચ્છાચાર ૩. મરણસમાધિ ૪. સિદ્ધપ્રાભૃત પ. તીર્થોદ્ગાર ૬. આરાધનાપતાકા 9. દ્વીપસાગર પ્રજ્ઞપ્તિ ૮. જ્યોતિષ્કરંડ ૯. અંગવિદ્યા ૧૦. તિથિપ્રકીર્ણક ૧૧. પિંડવિશુદ્ધિ ૧૨. સારાવલિ ૧૩. પર્યતારાધના ૧૪. જીવવિભક્તિ ૧૫. કવચ પ્રકરણ ૧૬. યોનિપ્રાભૃત ૧૭. અંગચૂલિયા ૧૮. વગચૂલિયા ૧૯. વૃદ્ધચતુઃશરણ ૨૦. જંબૂપયત્રા), ૧૨ નિયુક્તિઓ (૧. ભદ્રબાહુકત આવશ્યક નિર્યુક્તિ ૨. દશવૈકાલિક નિર્યુક્તિ ૩. ઉત્તરાધ્યયન નિર્યુક્તિ ૪. આચારાંગ નિર્યુક્તિ. ૫. સૂત્રકૃતાંગ નિર્યુક્તિ ૬. સૂર્યપ્રજ્ઞપ્તિ નિર્યુક્તિ ૭. બૃહત્કલ્પ નિર્યુક્તિ ૮. વ્યવહાર નિયુક્તિ ૯. દશાશ્રુતસ્કંધ નિર્યુક્તિ ૧૦. ઋષિભાષિત નિર્યુક્તિ (ઉપલબ્ધ નથી) ૧૧. પિંડનિર્યુક્તિ ૧૨. સંસક્ત નિર્યુક્તિ), ૧ વિશેષાવશ્યક ભાષ્ય – એમ મળી કુલ ૮૪ આગમો થાય છે. આગમોની ભાષા : આ આગમોની ભાષા પ્રાકૃત છે જેને આર્ષ અથવા અર્ધમાગધી કહેવામાં આવે છે. આ ભાષામાં ખુદ મહાવીરે ઉપદેશ કર્યો હશે. આ છતાં ગદ્યની ભાષા અને પદ્યની ભાષા વચ્ચે અંતર છે. પદ્યની ભાષા બોદ્ધ સિદ્ધાન્તની પાલિ ગાથાઓની પેઠે અતિ પ્રાચીન રૂપો બતાવે છે. જૂનામાં જૂની ભાષા આચારાંગસૂત્રમાં છે. તે પછી સૂત્રકૃતાંગ સૂત્રમાં અને ઉત્તરાધ્યયનમાં છે. આ આગમસૂત્રો શ્રી મહાવીરના ગણધર સુધર્માસ્વામી આદિએ ગૂંચ્યાં હતાં. તે ઉપરાંત એમ કહેવાય છે કે શ્રી મહાવીરના હસ્તદીક્ષિત શિષ્ય વીરભદ્રગણિએ “આતુર પ્રત્યાખ્યાન' (આઉર પચ્ચખાણ), “ચતુઃ શરણ' (ચઉસરણ) આદિ (વિ.સં.પૂર્વે ૪૭૦ લગભગ) રચ્યાં. શ્રી મહાવીર પછી ત્રણ કેવલી” આચાર્યો થયા. ૧. ગૌતમ ઇન્દ્રભૂતિ ૨. સુધર્માસ્વામી તથા ૩. તેમના શિષ્ય વૈશ્યશ્રેષ્ઠીપુત્ર જંબૂસ્વામી. જંબૂસ્વામીના શિષ્ય ક્ષત્રિય પ્રભવના બ્રાહ્મણશિષ્ય શäભવસૂરિ (જન્મ વીરાત્ ૩૬, સ્વર્ગ. વીરાતુ ૯૮) થયા. તેમણે પોતાના પુત્ર- શિષ્ય મનકમુનિ માટે ચૌદ પૂર્વમાંથી ઉદ્ધાર કરી દશવૈકાલિક સૂત્ર રચ્યું હતું. (વીરા ૭૨ લગભગ). વિકાલથી નિવૃત્ત તે વૈકાલિક, અને તેમાં દશ અધ્યયન છે તેથી દશવૈકાલિક. દશવૈકાલિકકાર શય્યભવના શિષ્ય યશોભદ્રના બે બ્રાહ્મણશિષ્ય નામે સંભૂતિવિજય અને ભદ્રબાહુ થયા. ભદ્રબાહુસ્વામી આર્ય ભદ્રબાહુ ૧૪ પૂર્વધર હતા. તેમણે દશ આગમો પર ટીકા રૂપે તેમજ ‘પૂર્વના આધારે આવશ્યક, દશવૈકાલિક, ઉત્તરાધ્યયન, આચારાંગ, સૂત્રકૃતાંગ, દશાશ્રુતસ્કંધ, કલ્પ, વ્યવહાર, સૂર્યપ્રજ્ઞપ્તિ અને ઋષિભાષિતો પર નિર્યુક્તિઓ રચી. નિર્યુક્તિ એટલે જેમાંથી બદ્ધ થયેલા અર્થો નિર્યુક્ત – વિશેષપણે યા નિશ્ચયપણે યુક્ત – સિદ્ધ થાય છે તે. આ પૈકી વ્યવહારસૂત્ર, દશાશ્રુતસ્કંધ તથા બૃહતુ કલ્પ પોતે ગૂંથેલ છે ને તે પર પોતે નિર્યુક્તિ રચી છે. વિશેષમાં તેમણે પિંડ-નિયુક્તિ અને ઓઘનિર્યુક્તિ Page #42 -------------------------------------------------------------------------- ________________ પાટલિપુત્ર પરિષદ / માથુરી વાચના ૨૧. રચી. વળી સંસક્ત નિયુક્તિ પણ રચી એમ કહેવાય છે. ‘ઉવસગ્ગહર' નામનું પ્રભાવક સ્તોત્ર રચ્યું. કહેવાય છે કે વસુદેવ ચરિત મૂળ પ્રાકૃતમાં રચ્યું જે સવાલક્ષ શ્લોક પ્રમાણ હતું એમ પ્રસિદ્ધ હેમાચાર્યના ગુરુ દેવચંદ્રસૂરિ જણાવે છે. વળી જ્યોતિષ પર સંહિતા રચી. તેમણે સ્થૂલભદ્રને ૧૪ પૂર્વની વાચના આપી હતી. પોતે નેપાલમાં ધ્યાન ધરવા ગયા હતા. તેમણે દક્ષિણમાં વિહાર કર્યો હતો. અને ચંદ્રગુપ્ત રાજા (સ્વ. વીરાત્ ૧૫૫ પરિશિષ્ટ પર્વ પ્રમાણે)એ તેમના શિષ્ય થઈ સાધુ દીક્ષા લીધી હતી એમ દિગંબરકથા કહે છે. તેઓ વીરાત્ ૧૭૦માં સ્વર્ગસ્થ થયા. પાટલિપુત્ર પરિષદ વીરાતુ બીજી સદીમાં નંદરાજાના સમયમાં – દેશમાં મગધમાં ?) એક સમય ઉપરાઉપરી બાર વર્ષનો મહાભીષણ દુકાળ પડતાં સંઘનો નિર્વાહ મુશ્કેલ થતાં કંઠસ્થ રહેલું ધર્મસાહિત્ય લુપ્ત થવાનો ભય થતાં, સુકાળ આવ્યે મગધમાં – પ્રાયઃ પાટલિપુત્ર (પટણા)માં સંઘ ભેગો થયો ને જે-જે યાદ હતું તે બધું એકત્રિત કર્યું. આનું નામ મગધ (પાટલિપુત્ર) પરિષદ કહીએ તો ચાલે. આચારાંગ આદિ ૧૧ અંગો સંધાયાં અને બારમું દષ્ટિવાદ નામનું અંગ નાશ થયા જેવું લગભગ હતું, અને માત્ર આર્ય ભદ્રબાહુ જ તે વખતે ૧૪ પૂર્વધર હતા. સંઘ દૃષ્ટિવાદ નિમિત્તે કંઈક વિચાર કરવા લાગ્યો. ભદ્રબાહુ આ વખતે નેપાલ દેશમાં મહાપ્રાણ નામના ધ્યાન માટે હતા. તેમની પાસે સ્થૂલભદ્ર આદિ સાધુઓને ‘પૂર્વ શીખવા સંઘે મોકલ્યા. સ્થૂલભદ્ર મૂળ નાગર બ્રાહ્મણ, નંદના મંત્રી શંકડાલના પુત્ર, ને વીરાતુ ૧૫૬માં દીક્ષા લેનાર, તેમણે ૧૦ પૂર્વની મૂળ સૂત્ર તથા અર્થસહિત વાચના લીધી ને છેવટના ૪ પૂર્વની મૂળ માત્ર વાચના લીધી. આ સર્વ શ્રી ભદ્રબાહુના સ્વર્ગગમન (વીરાત્ ૧૭૦) પહેલાં બન્યું. આ સમયમાં સ્થૂલભદ્રનાં સાધ્વી બહેન દ્વારા પ્રાપ્ત થયેલાં ભાવના, વિમુક્તિ, રતિકલ્પ અને વિવિક્તચર્યા – એ નામનાં ચાર અધ્યયનો પૈકી પ્રથમનાં બે અધ્યયનને આચારાંગસૂત્રની બે ચૂલિકા તરીકે યોજિત કર્યા અને બીજાં બે અધ્યયનને દશવૈકાલિકની ચૂલિકા તરીકે યોજિત કર્યા. સ્થૂલભદ્ર વીરાત્ ૨૧૯માં સ્વર્ગસ્થ થયા. તેઓ છેલ્લામાં છેલ્લા ૧૪ પૂર્વધર (પૂર્વ જાણનાર) હતા. આ ઉપરથી જાણી શકાય છે કે શ્રી વીરના બીજા સૈકાથી જ શ્રતની છિન્નભિન્નતાની શરૂઆત થઈ હતી. આ મગધસંઘથી તેને વ્યવસ્થામાં મુકાયું, પણ વિશેષ છિન્નભિન્નતા થવાના પ્રસંગો ઉત્તરોત્તર આવતા ગયા. વીરાતુ ૨૯૧ વર્ષે રાજા સંપ્રતિના રાજ્યમાં આર્ય સુહસ્તિસૂરિના સમયમાં બાર વર્ષનો દુકાળ પડ્યો હતો. આવા મહા કરાળ દુષ્કાળને અંગે સ્મૃતિભ્રંશ - સ્કૂલના થાય, પાઠક -- વાચકો મૃત્યુ પામે વગેરે કારણથી શ્રુતમાં અનવસ્થા થાય તે સ્વાભાવિક છે. માથુરી વાચના (મથુરા પરિષદ) વિશેષમાં વીરનિર્વાણથી છઠ્ઠા સૈકામાં આર્યશ્રી ઔદિલ અને વજસ્વામીની નિકટના સમયમાં વળી બીજો ભીષણ દુકાળ બાર વર્ષનો આ દેશે પાર કર્યો. તેનું Page #43 -------------------------------------------------------------------------- ________________ જૈન અને બૌદ્ધ મત : સંક્ષિપ્ત ઇતિહાસ અને સિદ્ધાંતો વર્ણન નંદીસૂત્રની પૂર્ણિમા આપેલું છે કે “બાર વર્ષનો ભયંકર દુષ્કાળ પડ્યે સાધુઓ અત્રને માટે જુદેજુદે સ્થળે હિંડતા - વિહરતા હોવાથી શ્રુતનું ગ્રહણ, ગુણન અને ચિંતન ન કરી શક્યા એથી તે શ્રુત વિપ્રનષ્ટ થયું, અને જ્યારે ફરીવાર સુકાળ થયો ત્યારે મથુરામાં શ્રી સ્કંદિલાચાર્ય પ્રમુખ સંઘે મોટો સાધુસમુદાય ભેગો કરી જે જેને સાંભર્યું તે બધું કાલિક શ્રુત સંગઠિત કર્યું.” આ દુષ્કાળે તો માંડમાંડ બચી રહેલ તે શ્રુતની ઘણી વિશેષ હાનિ કરી. આ ઉદ્ધારને ‘માથુરી વાચના' કહેવામાં આવે છે. તે શૂરસેન દેશના પાટનગર મથુરામાં થયેલ હોવાથી તે શ્રુતમાં શૌરસેની ભાષાનું મિશ્રણ થયેલું સંભવે છે. આ સમય લગભગ આર્ય રક્ષિતસૂરિએ અનુયોગદ્વાર સૂત્ર રચ્યું. ૨૨ વલભી વાચના (વલભીપુર પરિષદ) આ વીત્યા પછી વીરાત્ દશમા સૈકામાં બાર દુકાળીએ દેશ ઉપર પોતાનો પંજો ચલાવ્યો અને તે વખતે ઘણા બહુશ્રુતોનાં અવસાન થવા સાથે જે જીર્ણશીર્ણ શ્રુત રહેલું હતું તે પણ બહુ જ છિન્નભિન્ન થયું હતું. વીરાત્ ૯૮૦ વર્ષે (વિ.સં. ૫૧૦), દેવર્ધિ ક્ષમાશ્રમણે વલભીપુરમાં સંઘ એકત્રિત કરી જે-જે યાદ હતું તે-તે ત્રુટિત-અત્રુટિત આગમના પાઠોને અનુક્રમે પોતાની બુદ્ધિથી સાંકળી પુસ્તકારૂઢ કર્યાં. લખવાનું ઘણું અને સૂત્રમાં વારંવાર એક જ પાઠના આલાપ (આલાવા) આવે તેથી વારંવાર લખવાને બદલે જેમ બીજા અમુક સૂત્રમાં છે તેમ, એ રીતે મૂકવામાં આવ્યું. જેમકે વિમાનનો અધિકાર આવે ને તે બીજા સૂત્રમાં હોય તો નહા રાય વસેળી! – જેમ રાયપસેણીમાં છે તેમ, આધાર ટાંકવાનું રાખ્યું. આથી અંગની ભલામણ ઉપાંગમાં અને ઉપાંગની અંગમાં આપી છે. આનું નામ વલભીવાચના કહેવાય છે. આ ઉદ્ધાર વખતે દેવવાચકે નંદીસૂત્ર રચ્યું છે તેમાં સૂત્રઆગમોનાં નામો આપ્યાં છે ને તે જ વખતે સંકલિત થયેલ સમવાયાંગમાં પણ તે નામો આપ્યાં છે. - ૧ ઉમા સ્વાતિ શ્રી ઉમા સ્વાતિ (કોઈ ઉમા સ્વામી કહે છે) વાચકે સંસ્કૃતમાં સમસ્ત જૈન દર્શન તત્ત્વજ્ઞાનના સંદોહનરૂપ ‘તત્ત્વાર્થાધિગમ’ સૂત્ર રચ્યું. આ શ્રીમાનને શ્વેતામ્બર અને દિગમ્બર બંને સંપ્રદાયો પોતપોતાના આમ્નાયના માને છે. તે સૂત્ર ૫૨નું ભાષ્ય તેમણે જ રચ્યું એમ કહેવાય છે. તે સ્વોપજ્ઞ ભાષ્યની પ્રશસ્તિ પરથી જણાય છે કે તેઓ ઉચ્ચ નાગરી શાખાના હતા. ન્યગ્રોધિકા ગામમાં જન્મ્યા હતા. તેમણે પોતાનો આ ગંભીર ગ્રંથ કુસુમપુર (પાટલિપુત્ર – હાલનું પટણા)માં રચ્યો. તેમનો સમય અનિશ્ચિત છે. પોતે જે ઉચ્ચ નાગરી શાખાના હોવાનું ભાષ્યમાં જણાવે છે તે નામની શાખા આર્ય દિન્નસૂરિના શિષ્ય શાંતિ શ્રેણિકના સમયમાં નીકળી (કલ્પસૂત્ર થેરાવલી). આર્ય દિત્ર વીરાત્ ૪૨૧માં થયાનો ઉલ્લેખ છે તેથી ઉક્ત શાખા તે પછી થયેલ હોવાથી ઉમા સ્વાતિ તેની પહેલાં થયેલા ન સંભવે. તેથી સહેજે વિક્રમ [૧. અહીં સુધીનું લખાણ જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ'ના વિભાગ ૧માંથી ઉદ્ધૃત કરીને, ગોઠવણીક્રમના તેમજ શાબ્દિક જૂજ ફેરફાર સાથે ટૂંકાવીને મૂક્યું છે. સં Page #44 -------------------------------------------------------------------------- ________________ પાદલિપ્તસૂરિ ૨૩ સંવતના પ્રારંભ પછી લગભગ તેમને મુકાય. પરંતુ અન્યત્ર – પ્રજ્ઞાપના ટીકામાં એમ જણાવેલું છેકે “શ્રી આર્ય મહાગિરિના બે શિષ્યો – યમલભ્રાતા બહુલ અને બલિષહ થયા. તેમાં બલિષહના શિષ્ય તત્ત્વાર્થાદિ ગ્રંથકાર ઉમાસ્વાતિ વાચક થયા; તેના શિષ્ય શ્યામા પ્રજ્ઞાપનાના કરનાર શ્રી વીરાતુ ૩૭૬માં દિવંગત થયા, તેના શિષ્ય સ્કંદિલ જીતમર્યાદના કરનાર થયા.” જો આ માનીએ તો ઉમાસ્વાતિ વીરાત્ ૩૭૬ની પહેલાં થયેલા સંભવે. આ તત્ત્વાર્થાધિગમ સૂત્રમાં દશ અધ્યાય છે. પહેલામાં મોક્ષમાર્ગમાં સાધનરૂપ સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર એ રત્નપત્ર બતાવી તેની પ્રાપ્તિનાં સાધન તરીકે ૭ તત્ત્વો, ૪ નિક્ષેપ, પ્રમાણ, નય, નિર્દેશ અને અનુયોગદ્વાર બતાવી, જ્ઞાન, અજ્ઞાન અને નયનું સ્વરૂપ બતાવે છે. બીજામાં અધ્યવસાયો, તેના ભેદ અને લક્ષણ, ઈદ્રિયો, ગતિ, યોનિ, શરીર અને આયુષ્ય આદિ સ્પષ્ટ કરેલ છે. ત્રીજામાં નારકભૂમિ, ત્યાંના જીવોની દશા, મનુષ્ય ક્ષેત્ર તેમજ મનુષ્ય અને તિર્યંચનો અધિકાર છે. ચોથામાં દેવનો અધિકાર તથા જુદાજુદા જીવોના આયુષ્યનું વર્ણન છે. આ ચાર અધ્યાયમાં જીવસ્વરૂપ બતાવી પાંચમામાં અજીવ, તેના ભેદો, દ્રવ્યની વ્યાખ્યા, લક્ષણ આદિનું સ્વરૂપ છે. છઠ્ઠામાં યોગ બતાવી આઠ કર્મના પરિણામનું ચિત્ર દોર્યું છે. સાતમામાં પંચ મહાવ્રત, તેની ભાવના, બાર અણુવ્રત, તેના અતિચાર સ્પષ્ટ કરી બે પ્રકારના ધર્મ (ગૃહસ્થ અને ત્યાગ)નું સ્વરૂપ સમજાવ્યું છે. આઠમા અધ્યાયમાં બંધતત્ત્વની આઠ કર્મોની કમપ્રકૃતિઓની, તેના વિપાકની અને પ્રદેશબંધની ચર્ચા કરી છે. નવમામાં સંવર અને નિર્જરા સંબંધી કહેતાં ત્રણ ગુપ્તિ, પાંચ સમિતિ, દશ પ્રકારનો ત્યાગધર્મ, બાર ભાવના, બાવીસ પરિષહ બતાવવા ઉપરાંત પાંચ પ્રકારનાં ચારિત્ર અને બાર પ્રકારના તપનું સ્વરૂપ કહી પાંચ પ્રકારના નિગ્રંથનું વર્ણન કરેલ છે. દશમામાં મોક્ષતત્ત્વ – કેવલજ્ઞાનપ્રાપ્તિથી શરૂ થતી દશા સૂચવી સર્વ કર્મના ક્ષયરૂપ મોક્ષદશા બતાવી છે. આ તત્ત્વાર્થસૂત્ર પર અનેક ટીકાઓ રચાઈ છે, અને તે વાત તે તત્ત્વજ્ઞાનનો આકરગ્રંથ છે એમ સિદ્ધ કરે છે. ઉમાસ્વાતિએ પાંચસો પ્રકરણ રચ્યાં હતાં તેમાં ઉક્ત સૂત્ર ઉપરાંત પ્રશમરતિ, શ્રાવકપ્રજ્ઞપ્તિ, પૂજા પ્રકરણ, જંબૂદીપ સમાસ પ્રકરણ, ક્ષેત્રવિચાર આદિ ઉપલબ્ધ ગ્રંથો સમાય છે. પાદલિપ્તસૂરિ વિક્રમ (શકારિ) ઉજ્જયિનીની ગાદીએ આવ્યો. તેનો સંવત વીરાત્ ૪૭૦થી ચાલ્યો ગણાય છે. તેના સમય લગભગ આર્ય મંગુ, વૃદ્ધવાદી, સિદ્ધસેન દિવાકર અને પાદલિપ્તસૂરિ થયાની પરંપરા છે. પાદલિપ્ત તરંગવતી નામની અભુત સુંદર કથા પ્રાકૃતમાં રચી તેમજ જૈન, નિત્યકર્મ, જૈન દીક્ષા, પ્રતિષ્ઠાપદ્ધતિ તથા શિલ્પ પર નિર્વાણલિકા નામની સંસ્કૃતમાં પુસ્તિકા રચી. પાદલિપ્ત યા પાલિત્ત કવિ ગાથાસત્તસઈના સંગ્રાહક પ્રસિદ્ધ મહારાષ્ટ્રીય કવિ નૃપતિ સાતવાહન યા હાલના સમકાલીન જૈનાચાર્ય હતા. તે પાદલિપ્તસૂરિના નામ પરથી હાલનું પાલીતાણા સ્થપાયું છે એમ પ્રાચીન Page #45 -------------------------------------------------------------------------- ________________ ૨૪ જૈન અને બૌદ્ધ મત : સંક્ષિપ્ત ઇતિહાસ અને સિદ્ધાંતો ગ્રંથોમાં ઉલ્લેખો છે. વળી પાદલિપ્તસૂરિએ જ્યોતિષ્કરંડક (પન્ના) પર (મૂલ) પ્રાકૃત ટીકા રચી હતી એમ મલયગિરિની તે પયત્રા પરની ટીકામાં ઉલ્લેખ છે. સિદ્ધસેન દિવાકર સિદ્ધસેન દિવાકર મહાતાર્કિક અને ન્યાયના પંડિત થયા. મૂળ તે બ્રાહ્મણ હતા. એવો પ્રવાદ છે કે તેમણે સર્વ પ્રાકૃત સૂત્રોનું (અંગોનું) ભાષાંતર સંસ્કૃત ભાષામાં કરવા માટે વિચાર કર્યો. આ વિચાર સંઘને તેમજ તેમના ગુરુ વૃદ્ધવાદીને સંમત ન થયો અને લોકભાષામાંથી પંડિતોની સંસ્કૃત ભાષામાં સૂત્રોને અવતારવાના વિચાર માટે તેમને સંઘ બહાર'ની શિક્ષા થઈ.....આ સિદ્ધસેન એટલા બધા પ્રખર વિદ્વાન હતા કે તેમણે જૈન સાહિત્યમાં એક નવો યુગ ફેલાવ્યો એમ કહેવામાં જરા પણ અતિશયોક્તિ નથી...વિક્રમનાં “નવરત્નો” પૈકી “ક્ષપણક' એ સિદ્ધસેન હોવા ઘટે એમ ડૉ. સતીશચંદ્ર કહે છે. ...તેમણે સૌથી પહેલાં “ન્યાયાવતાર' નામના તર્કપ્રકરણની સંસ્કૃતમાં રચના કરીને જૈન પ્રમાણનો પાયો સ્થિર કર્યો. આ ગ્રંથે જૈન તર્કપરિભાષાનું જે પ્રસ્થાન કર્યું તે અત્યાર સુધી અખંડિત છે, તેથી જ એના પ્રણેતા સિદ્ધસેન જૈન તર્કશાસ્ત્રના પ્રસ્થાપક વિશેષમાં “સન્મતિતર્કપ્રકરણ” નામના મહાતક ગ્રંથને પ્રાકૃતમાં આર્યા છંદમાં રચી “નયવાદનું મૂલ દઢ કરી અનેકાન્તવાદનું સ્થાપન કર્યું. એ ત્રણ કાંડમાં વિભક્ત છે. પહેલા કાંડમાં માત્ર નય (દષ્ટિબિંદુ) સંબંધી નિરૂપણ કર્યું છે. બીજામાં પાંચ જ્ઞાનને લગતી ચર્ચા છે. અને ત્રીજા કાંડમાં શેયતત્ત્વનું નિરૂપણ છે. એમ કહેવાય છે કે સિદ્ધસેને બત્રીશ દ્વાર્નિંશિકા (બત્રીશી)ઓ સંસ્કૃતમાં રચી હતી. આ બત્રીશ બત્રીશીમાં હાલ ન્યાયાવતાર સહિત ૨૧ બત્રીશીઓ પ્રાપ્ત થાય છે. આમાંની ઘણી બત્રીશીઓમાં મુખ્યતઃ અહંન્મહાવીરની અનેક પ્રકારે સ્તવના કરવામાં આવી છે તેથી તેને “સ્તુતિઓ” કહેવામાં આવે છે. આ બત્રીશીઓમાં પસંદ કરાયેલ વિવિધ છંદો – અનુપ, ઉપજાતિ, વસંતતિલકા, વૈતાલીય, પૃથ્વી, શિખરિણી, હરિણી, મંદાક્રાન્તા, પુષ્પિતા, વંશસ્થ, આર્યા, શાલિની - નો ઉપયોગ દાર્શનિક જૈન સાહિત્યમાં સર્વથી પ્રથમ છે. તેમણે કલ્યાણમંદિરથી શરૂ થતું પાર્શ્વનાથ સ્તવન સંસ્કૃતમાં રચ્યું મલવાદી કૃત “નયચક્ર' “નયચક્રમાં તેના નામ પ્રમાણે મુખ્ય વિષય “નયનો છે. “સન્મતિતર્કપ્રકરણ” મૂળ પ્રાકૃતમાં છે, “નયચક્ર' સંસ્કૃતમાં છે. “સન્મતિ...” પર અભયદેવસૂરિની સંસ્કૃત ટીકા છે, જ્યારે “નયચક્ર પર સંસ્કૃત ટીકા શ્રી સિંહ ક્ષમાશ્રમણની રચેલી છે. “સન્મતિતર્ક મૂળ ઉપલબ્ધ છે જ્યારે “નયચક્ર' મૂળ ઉપલબ્ધ નથી, માત્ર તેની ટીકા સુલભ છે. આ આચાર્યું “નયચક્ર' ઉપરાંત “સન્મતિતર્કવૃત્તિ' રચેલી જણાય છે. એમનો સમય “પ્રભાવક ચરિત્રકાર વિ.સં.૪૧૪નો આપે છે. પરંતુ ન્યાયબિંદુ-ટીકાકાર ધર્મોત્તરનો સમય પાશ્ચાત્ય વિદ્વાનો વિક્રમની સાતમી સદીમાં મૂકે છે તે ગણતરીએ આ ધર્મોત્તર Page #46 -------------------------------------------------------------------------- ________________ જિનભદ્રગણિ ક્ષમાશ્રમણ / હરિભદ્રસૂરિ ટિપ્પનકાર તે પછીના સમયમાં વિદ્યમાન સંભવે. જિનભદ્રગણિ ક્ષમાશ્રમણ જૈન પટ્ટાવલીઓના આધારે વીરાત્ ૧૧૪ (વિ.સં.૬૪૫)માં જિનભદ્રગણિ ક્ષમાશ્રમણ થયા. એ તો ચોક્કસ છે કે હરિભદ્રસૂરિ પહેલાં તેઓ થયા; કારણકે હરભદ્રસૂરિ તેમનો ઉલ્લેખ કરે છે. તેમણે રચેલા ગ્રંથો વિશેષાવશ્યક ભાષ્ય મૂલ અને ટીકા, બૃહત્સંગ્રહિણી ૪૦૦થી ૫૦૦ ગાથા, બૃહત્સેત્રસમાસ, વિશેષણવતી ૪૦૦ ગાથાનો પ્રકરણ ગ્રંથ અને જીતકલ્પસૂત્ર કે જેમાં જૈન સાધુના ૧૦ પ્રકારના પ્રાયશ્ચિત્તનું વિધાન છે. વળી ધ્યાનશતક રચ્યું છે કે જે વિશેષાવશ્યક ભાષ્યમાં અંતર્ગત છે. તેમની ‘ભાષ્યકાર’ તરીકેની જબરી ખ્યાતિ છે. તેમણે વિશેષાવશ્યક ભાષ્યમાં વાસવદત્તા અને તરંગવતી કથાનો ઉલ્લેખ કર્યો છે. આ ભાષ્યગ્રન્થ જૈન પ્રવચનમાં એક મુકુટમણિ સમાન લેખાય છે અને તેથી ભાષ્યકાર જિનભદ્રગણિ જૈન શાસ્ત્રકારોમાં અગ્રણી મનાય છે....જૈન આગમોના સંપ્રદાયગત રહસ્ય અને અર્થના, પોતાના સમયમાં અદ્વિતીય જ્ઞાતા તરીકે એ આચાર્ય સર્વસમ્મત ગણાતા હતા; અને તેથી એમને યુગપ્રધાન’ એવું મહત્ત્વનું ઉપપદ મળેલું હતું. હરિભદ્રસૂરિ હરિભદ્રસૂરિ જૈન ધર્મના શ્વેતામ્બર સંપ્રદાયમાં બહુ પ્રસિદ્ધ અને મહાવિદ્વાન થયા છે. તેમણે સંસ્કૃત અને પ્રાકૃત ભાષામાં ધર્મવિચાર અને દાર્શનિક વિષયના અનેક ઉત્તમોત્તમ તથા ગંભીર તત્ત્વપ્રતિપાદક ગ્રંથો રચ્યા છે. આ ગ્રંથોમાં સાંખ્ય, યોગ, ન્યાય, વૈશેષિક, અદ્વૈત, ચાર્વાક, બૌદ્ધ, જૈન આદિ સર્વે દર્શનો અને મતોની તેમણે અનેક રીતે આલોચના-પ્રત્યાલોચના કરી છે. આ પ્રકારે ભિન્નભિન્ન મતોના સિદ્ધાંતોની વિવેચના કરતી વખતે પોતાના વિરોધી મતવાળા વિચારકોનો પણ ગૌરવપૂર્વક નામોલ્લેખ કરનારા અને સમભાવપૂર્વક મૃદુ તથા મધુર શબ્દોથી વિચારમીમાંસા કરનારા આવા જે કોઈ વિદ્વાન ભારતીય સાહિત્યના ઇતિહાસમાં ઉલ્લેખ કરવા યોગ્ય હોય તો તેમાં શ્રી હિરભદ્રનું નામ સૌથી પ્રથમ મૂકવા યોગ્ય છે. જૈન ઇતિહાસમાં આ આચાર્યનું સ્થાન અતિ મહત્ત્વનું છે. જૈન ધર્મના જેમાં મુખ્યપણે શ્વેતાંબર સંપ્રદાયના ઉત્તરકાલીન (આધુનિક) સ્વરૂપના સંગઠનકાર્યમાં તેમના જીવને ઘણો મોટો ભાગ લીધો છે. ઉત્તરકાલીન જૈન સાહિત્યના ઇતિહાસમાં તેઓ પ્રથમ લેખક ગણાય છે, અને જૈન સમાજના ઇતિહાસમાં નવીન સંગઠનના એક પ્રધાન વ્યવસ્થાપક કહેવા યોગ્ય છે. આ રીતે તેઓ જૈનધર્મના પૂર્વકાલીન અને ઉત્તરકાલીન ઇતિહાસના મધ્યવર્તી સીમાસ્થંભ સમાન છે. પૂર્વથી ચાલી આવેલી માન્યતા પ્રમાણે સં.૫૩૦ યા સં.૫૮૫ આસપાસ હરિભદ્રસૂરિ સ્વર્ગસ્થ થયા, પણ શ્રી જિનવિજયે તેમનો સમય અનેક પ્રમાણોથી ઐતિહાસિક આલોચના કરી વિ.સં.૭૫૭થી ૮૫૭નો સ્થિર કર્યો છે. Page #47 -------------------------------------------------------------------------- ________________ ૨૬ જૈન અને બૌદ્ધ મત : સંક્ષિપ્ત ઇતિહાસ અને સિદ્ધાંતો તેમણે ૧૪૦૦ પ્રકરણ ગ્રંથો લખેલા કહેવાય છે તે તેમની કૃતિઓનાં જે જુદાંજુદાં પ્રકરણો છે તેનો સરવાળો લાગે છે. ગમે તેમ હો, પરંતુ વર્તમાનમાં ઉપલબ્ધ થતા ગ્રંથોમાં વિશેષ પ્રસિદ્ધ, પ્રતિષ્ઠિત અને પ્રૌઢ ગ્રંથોનાં નામ આ છે : ૧. અનેકાન્તવાદપ્રવેશ ૨. અનેકાન્તજયપતાકા સ્વોપજ્ઞ સહિત ૩. અનુયોગદ્વારસૂત્રવૃત્તિ ૪. અષ્ટપ્રકરણો ૫. આવશ્યક સૂત્ર બૃહદ્ઘત્તિ ૬. ઉપદેશપદ પ્રકરણ ૭. દશવૈકાલિકસૂત્રવૃત્તિ. ૮. (બૌદ્ધચાય) દિડૂનાગકૃત ન્યાયપ્રવેશસૂત્ર પર વૃત્તિ. ૯. ધર્મબિન્દુ પ્રકરણ ૧૦. ધર્મસંગ્રહણી પ્રકરણ ૧૧. નન્દી સૂત્ર લઘુવૃત્તિ ૧૨. પંચાશક પ્રકરણો ૧૩. પંચવસ્તુ પ્રકરણ ટીકા ૧૪. પંચસૂત્ર પ્રકરણટીકા ૧. પ્રજ્ઞાપના સૂત્ર પ્રદેશ વ્યાખ્યા ૧૬. યોગદષ્ટિસમુચ્ચય ૧૭. યોગબિન્દુ ૧૮. લલિતવિસ્તરા ૧૯. લોકતત્ત્વનિર્ણય ૨૦. વિંશતિ વિંશતિકા પ્રકરણ ૨૧. ષડ્રદર્શન સમુચ્ચય ૨૨. શાસ્ત્રવાર્તા સમુચ્ચય સ્વકૃત વ્યાખ્યા સહિત ૨૩. શ્રાવક પ્રજ્ઞપ્તિ -- શ્રાવક ધર્મવિધિ ૨૪. સમરાઈકહા (સમરાદિત્ય કથા) ૨૫. સોધ પ્રકરણ ૨૬. સમ્બોધસતતિકા પ્રકરણ. આ ગ્રંથોમાંથી તેમના સંબંધી એટલી હકીકત મળે છે કે પોતાનો સંપ્રદાય શ્વેતાંબર હતો, ગચ્છનું નામ વિદ્યાધર, ગચ્છપતિ આચાર્યનું નામ જિનભટ, દીક્ષાગુરુનું નામ જિનદત્ત અને ધર્મજનની સાધ્વીનું નામ યાકિની મહત્તરા હતું. જૈન ધર્મનાં પવિત્ર પુસ્તક કે જેને આગમ કહેવામાં આવે છે તે પ્રાકૃત ભાષામાં હોવાથી વિદ્વાનો તેમજ અલ્પબુદ્ધિવાળા મનુષ્યોને પણ સુબોધક થાય તે માટે આ સૂરિએ સંસ્કૃત ટીકાઓ રચી. આ સમય સુધી પ્રાકૃત ભાષામાં ચૂર્ણિઓ લખાતી હતી. વર્તમાનમાં આની પૂર્વે કોઈ પણ સંસ્કૃત ટીકા કોઈ પણ સૂત્ર પરની મળતી નથી. હરિભદ્રસૂરિ એ જૈન શ્વેતાંબર સાહિત્યમાં એક યુગકાર છે. તેમની બહુશ્રુતતા, સર્વતોમુખી પ્રતિભા, મધ્યસ્થતા અને સમન્વયશક્તિનો પરિચય તેમના ગ્રંથો પરથી યથાર્થ રીતે થાય છે. તેમની શતમુખી પ્રતિભાનો સ્ત્રોત તેમના રચેલા ચાર અનુયોગ વિષયક ગ્રંથોમાં જ નહિ, બલ્ક જેને ન્યાય તથા ભારતવર્ષીય તત્કાલીન સમગ્ર દાર્શનિક સિદ્ધાંતોની ચર્ચાવાળા ગ્રંથોમાં પણ વહેલો છે. આટલું કહીને પણ તેમની પ્રતિભા મૌન થઈ નહિ; તેમણે યોગમાર્ગમાં એક એવી દિશા બતાવી કે જે કેવલ જૈન યોગસાહિત્યમાં એક નવીન વસ્તુ છે. જૈન શાસ્ત્રમાં આધ્યાત્મિક વિકાસના ક્રમનું પ્રાચીન વર્ણન ચૌદ ગુણસ્થાનરૂપે, ચાર ધ્યાનરૂપે અને બહિરાત્મ આદિ ત્રણ અવસ્થાઓ રૂપે મળે છે. હરિભદ્રસૂરિએ તે આધ્યાત્મિક વિકાસના ક્રમનું યોગરૂપ વર્ણન કર્યું છે. વળી તેમાં તેમણે જે શેલી રાખી છે તે અત્યાર સુધીના ઉપલબ્ધ યોગવિષયક સાહિત્યમાંના કોઈપણ ગ્રંથમાં જોવામાં આવેલ નથી. તેઓ પોતાના ગ્રંથોમાં અનેક યોગીઓનો નામનિર્દેશ કરે છે, અને વળી યોગવિષયક ગ્રંથોનો ઉલ્લેખ કરે છે કે જે હમણાં પ્રાપ્ત જ નથી. સંભવ છે કે આ અપ્રાપ્ય ગ્રંથોમાં તેમના વર્ણન જેવી શૈલી રહી હોય, પરંતુ હમણાં તો આ વર્ણનશૈલી અને યોગવિષયક વસ્તુ તદ્દન અપૂર્વ છે. હરિભદ્રસૂરિ મહાન સિદ્ધાંતકાર અને દાર્શનિક વિચારક તો હતા જ પણ તે ઉપરાંત મહાનું કવિ પણ હતા એમ જૈન પરંપરા જણાવે છે...કથાકોષ, ધૂખ્યાન, Page #48 -------------------------------------------------------------------------- ________________ હરિભદ્રસૂરિ ૨૭ મૂનિમતિચરિત્ર, યશોધરચરિત્ર, વીરાંગદકથા, અને સમરાદિત્યકથા - આટલી કથાસાહિત્યની કૃતિઓ એમના નામે નોંધેલી દેખાય છે, પણ તેમાં માત્ર ધૂર્તાખ્યાન, અને સમરાદિત્યકથા એ બે જ કૃતિઓ અત્યારે ઉપલબ્ધ છે, અને એ નિર્વિવાદરૂપે એમની જ બનાવેલી છે એમ માની શકાય છે. “સમરાઈકહા' એ હરિભદ્રસૂરિની કવિકલ્પનાની પ્રત્યક્ષ પ્રતિમા છે. પ્રશમરપ્રપૂર્ણ એવી એક ઉત્તમ કથા તરીકે એની પ્રશંસા પાછળના ઘણા વિદ્વાનોએ કરી છે. આને ઘણા રસપૂર્વક વાંચતા અને શ્રાવકો ભાવપૂર્વક સાંભળતા. એ ગ્રંથની પ્રતો લખાવી સાધુઓને અર્પણ કરવામાં બહુ પુણ્ય માનવામાં આવતું.' (જિનવિજય) જૈિન શ્વેતામ્બર સાહિત્યમાં યુગકાર સમા આચાર્ય શ્રી હરિભદ્રસૂરિએ જે ગ્રંથો રચ્યા તેની સાથે જૈન મત એક પ્રકારની પરિપૂર્ણતા પ્રાપ્ત કરે છે.] [૧. ઉમાસ્વાતિથી હરિભદ્રસૂરિ સુધીનું આ લખાણ “જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ'ના વિભાગ ૨ માંથી ઉદ્ધત કરીને શાબ્દિક જૂજ ફેરફાર સાથે ટૂંકાવીને મૂક્યું છે. સં.] Page #49 -------------------------------------------------------------------------- ________________ વિભાગ-૨ : શ્રી મહાવીરનો સમય અને ધર્મપ્રવર્તક તરીકે મહાવીર Spencer The great man is the product of his age શ્રીમન્ મહાવીરને ધર્મપ્રવર્તક તરીકે વર્ણવીએ તે પહેલાં નિવેદન કરવાનું કે ધર્મપ્રવર્તક શબ્દથી તેમ માનવાનું નથી કે જૈન ધર્મને તેમણે નવો જ પ્રવર્તાવ્યો, એટલે મહાવીર જૈનધર્મના સ્થાપક છે એમ વસ્તુતઃ નથી, અને એમ કહેવાનો અહીં બિલકુલ આશય નથી. જેમ દરેક તીર્થંકર તીર્થં પ્રવર્તાવે છે તેમ શ્રીમન્ મહાવીરે તીર્થંકર તરીકે તીર્થ ધર્મ - શાસનને પ્રવર્તાવેલ છે, અને તેથી તેમને ધર્મપ્રવર્તક તરીકે કહેવામાં આવેલ છે. ધર્મપ્રવર્તકને કેવા સંજોગો, કેવી મુશ્કેલીઓ વચ્ચે અને કેટલા બલથી કામ લેવું પડે છે, તેનો યથાર્થ ખ્યાલ આવવા માટે તેમના સમયની સર્વ જાતની દેશપરિસ્થિતિ ઓળખવાની પૂર્ણ અપેક્ષા રહે છે; તો આપણે મહાવીરને ધર્મપ્રવર્તક તરીકે ઓળખીએ તે પહેલાં તેમના સમયની ભારત દેશની રાજકીય, ભૌગોલિક, સામાજિક, અને ધાર્મિક સ્થિતિ અવલોકીએ, અને ત્યારપછી મહાવીરનું ધર્મપ્રવર્તન અને તેમના ધર્મપ્રવર્તક તરીકેના થોડા ઉત્તમ ગુણો અવગાહીએ. આથી આ પ્રકરણને ૭ ભાગમાં વહેંચીશું. ૧. ભારતની રાજકીય સ્થિતિ - રાજાઓ. ૨. ભારતનાં ભિન્નભિન્ન દેશો. ૩. ભારતની સામાજિક સ્થિતિ. ૪. ભારતની ધર્મભાવના. ૫. મહાવીરનો પ્રાદુર્ભાવ. ૬. ધર્મપ્રવર્તક તરીકે મહાવીર. ૭. મહાવીરનું જીવન. ૧. ભારતની રાજકીય સ્થિતિ રાજાઓ મહાવીરના સમયમાં કેટલા રાજા મહાવીરના ભક્ત હતા તેનાં નામ પ્રથમ કહી જઈએ. ૧. રાજગૃહના રાજા શ્રેણિક કે જેનું બીજું નામ બંભસાર હતું. ૨, ચંપાના રાજા ઉક્ત બંભસારના પુત્ર અશોકચંદ્ર કે જેનું બીજું નામ કોણિક પ્રસિદ્ધ હતું. ૩. વૈશાલી નગરીનો રાજા ચેટક, ૪–૧૨. કાશી દેશના મલિક (પ્રા. મલ્લઈ) જાતિના રાજા, અને ૧૩–૨૧. કોશલ દેશના નવ લોચ્છિક જાતિના રાજા, ૨૨. પુલાસપુરનો વિજય નામનો રાજા, ૨૩. અમલ કલ્પા નગરીનો શ્વેત નામક રાજા, ૨૪. વીતભયપટ્ટનનો ઉદાયન રાજા, ૨૫. કૌશાંબીનો શતાનીક અને પછી ગાદીએ આવેલ તેનો પુત્ર ઉદયન-વત્સરાજ, ૨૬. ક્ષત્રિયકુંડગ્રામ નગરના નંદિવર્ધ્વન રાજા, ૨૭. ઉજ્જયનનો ચંડપ્રદ્યોત રાજા, ૨૮. હિમાલય પર્વતની ઉત્તર તરફ આવેલ પૃષ્ઠ ચંપા નગરીના શાલ મહાશાલ બે ભાઈ રાજા, ૨૯. પોતનપુરનો પ્રસન્નચંદ્ર રાજા, ૩૦ હસ્તિશીર્ષ નગરનો અદીનશત્રુ રાજા, ૩૧. ઋષભપુરનો ધનાવહ નામનો રાજા, ૩૨. વીરપુર નગરનો - - Page #50 -------------------------------------------------------------------------- ________________ ભારતની રાજકીય સ્થિતિ રાજાઓ ૨૯ વિરકૃષ્ણ મિત્ર નામનો રાજા, ૩૩. વિજયપુરનો વાસવદત્ત રાજા, ૩૪. સૌગંધિક નગરીનો અપ્રતિહત નામનો રાજા, ૩૫. કનકપુરનો પ્રિયચંદ્રરાજા, ૩૬. મહાપુરનો બલ નામનો રાજા. ૩૭. સુઘોષ નગરનો અર્જુન રાજા, ૩૮. ચંપાનો દત્ત રાજા, ૩૯. સાકેતપુરનો મિત્રનંદી રાજા, ૪૦. કાશીનગરનો જીતશત્રુ નામનો રાજા ઈત્યાદિ અન્ય પણ કેટલાક રાજા શ્રી મહાવીરના ભક્ત હતા. આ સર્વ રાજાઓનાં નામ અંગઉપાંગ શાસ્ત્રમાં લખ્યાં છે. (જુઓ આત્મારામજીકૃત જૈન ધર્મ વિષયક પ્રશ્નોત્તર તથા મહાવીરચરિત્ર – હેમચંદ્રકૃત) જૈનમાં ઉપલા રાજાઓ મહાવીરના ભક્ત તરીકે ગણાવેલા છે, પરંતુ બૌદ્ધમાં પણ તેમાંના બધા તો નહીં પણ પરંતુ કેટલાક રાજાના નામ બૌદ્ધમતિ તરીકે જણાવ્યાં છે. તેનું કારણ આમ હોઈ શકે છે કે પહેલાં તે રાજાઓએ બુદ્ધનો ઉપદેશ સાંભળી બૌદ્ધ મત માન્યો હશે, પછી શ્રી મહાવીર ભગવંતનો ઉપદેશ સાંભળી જેનધર્મી તેઓ થયા હશે, કારણકે શ્રી મહાવીર ભગવાનથી ૧૬ વર્ષ પહેલાં ગૌતમ બુદ્ધે કાળ કર્યો છે. અર્થાત્ ગૌતમ બુદ્ધના મરણ પછી શ્રી મહાવીર સ્વામી કેવલજ્ઞાની તરીકે ૧૬ વર્ષ સુધી વિચર્યા હતા અને તેમના ઉપદેશથી કેટલાક બૌદ્ધ રાજાઓએ જેનધર્મ અંગીકાર કર્યો છે. આથી કેટલાક રાજાઓનાં નામ બને મતોમાં લખેલાં માલૂમ પડે છે. કેટલાક એમ કહે છે કે બુદ્ધ પહેલાં મહાવીર નિર્વાણ પામેલ છે અને તેવું બૌદ્ધ ગ્રંથમાંથી મળે છે. આ ઉપરાંત બીજાં પણ ઘણાં રાજ્ય અને રાજાઓ હતાં. તે ઉપરથી જણાય છે કે મહાવીર સમયમાં કોઈ ચક્રવર્તી રાજ્ય હતું નહીં કે જેની આણ સર્વ રાજ્યો પર ચાલે. આખું ભારતવર્ષ જુદાંજુદાં રાજ્યોમાં વહેંચાઈ ગયું હતું, કોઈમાં રાજા સર્વ સત્તા ભોગવતા, કોઈમાં રાજા પ્રજાના અગ્રણી પુરુષોની સહાય લઈ કંઈ પ્રજાસત્તાક સ્વરૂપમાં રાજ્ય કરતો, પરંતુ કેટલાંક મહાન્ રાજયને આસપાસનાં રાજ્યો લઈ પોતાનું વધુ વિસ્તારવાળું રાજ્ય બનાવવાને ઇચ્છા થતી. - ઈ.સ. પૂર્વે છઠ્ઠા અને સાતમા સૈકામાં ભારતવર્ષની રાજકીય સ્થિતિ શું હતી તે જાણવું ઘણું રસપ્રદ અને ઉપયોગી હોવા છતાં હજુસુધી કોઈ પાશ્ચાત્ય કે પૌત્ય વિદ્વાને વિસ્તારપૂર્વક અભ્યાસ અને શોધ કરી તે સંબંધી ઇતિહાસ લખ્યો નથી એ ખેદની બીના છે, તેથી અત્યારે તે વખતે રાજ્ય અને રાજાઓ સંબંધી જેન અને બૌદ્ધના મળી શકતા અલ્પ સાહિત્યમાંથી જે મળી આવે છે તે જોઈશું. બૌદ્ધ ગ્રંથો પ્રમાણે ૪ મુખ્ય રાજ્યો હતાં. ૧. મગધ રાજ્ય - તેની રાજધાની રાજગૃહ (પાછળથી પાટલિપુત્ર) હતું. તેમાં બિમ્બિસાર (જૈનમાં બંસાર અથવા શ્રેણિક) પ્રથમ રાજ્ય કરતો હતો, અને પછી તેનો પુત્ર અજાતશત્રુ (જેનમાં અશોકચંદ્ર અથવા કુણિક) રાજ્ય કરતો હતો. આ બંનેને જૈનો પોતાના ધમનુયાયી લેખે છે. બંનેના સંબંધમાં પુષ્કળ ઇતિહાસ જૈન ગ્રંથો આપે ૧. બુદ્ધના નિર્વાણ સંબંધે ઘણો મતભેદ છે. 2. 'Buddhist India' - Rhys-Davids Page #51 -------------------------------------------------------------------------- ________________ ૩૦ જૈન અને બૌદ્ધ મત : સંક્ષિપ્ત ઇતિહાસ અને સિદ્ધાંતો ૨. તેના વાયવ્ય ખૂણામાં કોશલ – ઉત્તર કોશલ રાજ્ય હતું અને તેની રાજધાની સાવત્થી (શ્રાવસ્તી) નગરી હતું. તેમાં પ્રથમ પર્સનાદિ રાજા અને પાછળથી તેનો પુત્ર વિદુદાભ રાજ્ય કરતો હતો. જૈનમાં શ્રાવસ્તી નગરીમાં કોણ રાજા હતો તે સંબંધી ઉલ્લેખ નથી. તેનું કારણ એ સ્પષ્ટ જણાય છે કે તેનો રાજા બૌદ્ધ હતો, અને તે બૌદ્ધ ગ્રંથોમાં યથાર્થ જણાય છે. ૩. કોશલની દક્ષિણે વંશ અથવા વત્સોનું રાજ્ય હતું અને તેની રાજધાની જમના નદી પર આવેલ કોસાંબી નગરી હતી. તેમાં પરંતપ (જનમાં શતાનીક નામ આપેલ છે) - તેનો પુત્ર રાજા ઉદન (જૈનમાં ઉદયન) રાજ્ય કરતો હતો. આ પિતા-પુત્ર બંનેને જૈન ધર્મ પાળતા જૈન ગ્રંથોમાં જોવામાં આવે છે. ૪. આથી પણ વધુ દક્ષિણ તરફ અવંતીનું રાજ્ય હતું કે જેની રાજધાની ઉજ્જયિની હતું અને તેના રાજાનું નામ પજ્જોત (પ્રદ્યોત) હતું. આના સંબંધમાં જૈનગ્રંથોમાંથી ઘણું મળી આવે છે. અને તેને પણ જૈન ધર્મ તરફ શ્રદ્ધાવાળો લેખવામાં આવેલ છે. આ ચારે રાજ્યના રાજાઓ સગાઈના સંબંધથી જોડાયા હતા અને ઘણી વખત તેથી જ એકબીજા સાથે યુદ્ધમાં ઊતર્યા હતા. બૌદ્ધ ગ્રંથ પ્રમાણે પસેનાદિ રાજાની બહેન કોશલદેવીને મગધનો રાજા બિમ્બિસાર પરણ્યો હતો, જ્યારે બિમ્બિસારના મિથિલાની વિદેહ રાણીથી થયેલ પુત્ર અજાતશત્રુએ પોતાના પિતા બિખ્રિસારને મારી નાંખ્યો, ત્યારે કોશલદેવી શોક કરતી મરણ પામી હતી. રાજા પનાદિએ કોશલદેવીની પહેરામણીમાં કાશી આપેલ હતું તે ખૂંચવી લીધું. અજાતશત્રુ આથી ક્રોધિત થઈ પોતાના તે વૃદ્ધ મામા (સાવકી માના ભાઈ) સામે યુદ્ધમાં ઊતર્યો. પહેલાં અજાતશત્રુની જીત થઈ, પણ ચોથી ચડાઈમાં તે કેદી તરીકે પકડાયો અને જ્યારે તેણે કાશી પરથી હાથ ઉઠાવી લીધો ત્યારે તેને છોડવામાં આવ્યો. આથી પર્સનાદિ રાજાએ તેને પોતાની પુત્રી વજિરાને લગનમાં આપી એટલું જ નહીં, પણ તેણીની પહેરામણી તરીકે તે જ કાશીમાં આવેલ ગામ કે જેને માટે યુદ્ધ થયું હતું તે આપ્યું. ત્રણ વર્ષ પછી પર્સનાદિના પુત્ર વિદુદાભે પોતાના પિતા સામે બળવો કર્યો. આ વખતે પિતા શાકિય રાજ્યમાં ઉલુંભા ગામમાં હતો, તે અજાતશત્રુની મદદ માગવા રાજગૃહ ગયો પણ ત્યાં તે માંદો પડ્યો અને તે શહેરના દરવાજાની બહાર મરણ પામ્યો. પાછળથી વિદુદાભ અને તેના બનેવી અજાતશત્રુ પાસેનાં પ્રજાસત્તાક રાજ્યો સાથે એટલે વિદુદાભ શાકિય સાથે અને અજાતશત્રુ શાલીના વજ્જિય સાથે વિગ્રહમાં ઊતર્યા તે હવે પછી જોઈશું. (કોશલના રાજનગર સાવથી કે જ્યાં મહાવીરે ઘણી વખત વિહાર કર્યો છે તેના સંબંધમાં જૈનમાં કંઈ જણાવેલ નથી.) કોસાંબીનો ઉદેન અને અવંતીનો પજ્જત એકબીજા સાથે સગાઈથી જોડાયા હતા. આના સંબંધમાં પક્નોતની પુત્રી વાસુલદત્તા કોશાબીના રાજા ઉદેનની રાણી અથવા ત્રણ રાણીમાંની એક કઈ રીતે થઈ એ વિષે એક લાંબી અને અદ્દભુત વાર્તા બૌદ્ધના ધમ્મપદ સૂત્રની ૨૧-૨૩ ગાથા પરની ટીકામાં આપેલ છે, જ્યારે તેની સાથે આબાદ સમાનતા ધરાવતી પણ જુદા સ્વરૂપમાં જેનોમાં પણ એ સંબંધી લાંબી અને અભુત વાર્તા આપેલી છે. તો તે આપણે બંને તપાસીશું. Page #52 -------------------------------------------------------------------------- ________________ ભારતની રાજકીય સ્થિતિ – રાજાઓ ૩૧ બૌદ્ધ પ્રમાણે – દંતકથા એવી છે કે પજ્જોત (જેનો ક્રૂર અને વિષયલોલુપી સ્વભાવ બરાબર ચીતરવામાં આવ્યો છે) – તેણે પોતાના એક રાજભૃત્યને પૂછયું કે મારા કરતાં કોઈ રાજા મોટો છે કે જેની કીર્તિ મારા કરતાં પણ વધી જાય ?' આના જવાબમાં જ્યારે બરાબર સરલતાથી એમ કહેવામાં આવ્યું કે “કોસાંબીનો ઉદેન રાજા આપથી ચડી જાય ત્યારે તેણે તરત જ તેના પર હલ્લો કરી તેને જીતી લેવાનો નિશ્ચય કર્યો. હલ્લો કરવા જતાં તેને એવી સલાહ મળી કે ઉઘાડી રીતે ઝપાઝપીથી યુદ્ધ કરવા કરતાં ઝાડીમાં રહીને કામ લેવું વધારે યોગ્ય છે. કારણકે ઉદેન સુંદર હાથીને પકડવાને ગમે ત્યાં જવા લલચાય તેવો છે તેથી તેને પકડવાનું કામ સરલ થશે. આથી તેણે કૃત્રિમ હાથી લાકડાનો બનાવરાવ્યો અને તેના પર સુંદર રંગ પૂરવામાં આવ્યા. તેની અંદર પોતાના ૬૦ યોદ્ધાઓને ગુપ્ત રાખવામાં આવ્યા અને કૌશાંબીની હદમાં એક ખીણમાં છૂટો મૂક્યો. આ વાત પોતાના દૂતોથી ઉદનને જણાવવામાં આવી કે પાસેના જ વનમાં એક એવો વિજયી હાથી આવ્યો છે કે જેની જોડી મળવી મુશ્કેલ છે. ઉદેન તેને જીતવા માટે લલચાઈ તેના શિકાર માટે ખીણમાં ગયો અને તેમ કરતાં પોતાના પરિવાર – સૈન્યથી છૂટો પડી ગયો, કે તરત જ કેદ પકડી લેવામાં આવ્યો. હવે ઉદેન પાસે હાથીના ઉપર અજબ જાતનો જાદુ કરી તેને વશ કરી લેવાની કળા હતી. તે જો કળા શીખવે તો પક્નોતે તેને જીવતો છોડી મૂકવાનું વચન આપ્યું. ઉદને ઉત્તરમાં કહ્યું “બહુ સારું, જો તમે મને શિક્ષક તરીકે પ્રણામ કરો તો હું તમને શીખવું.” ‘તને પ્રણામ કરું ? – કદી નહીં !' તો હું તમને મારી કળા નહીં શીખવું' તો તને મારી નાખવાનો હુકમ હું આપીશ.” જેમ ઠીક લાગે તેમ કરો ! મારા શરીરના તમે ધણી છો પણ મારા મનના તો નથી.' પછી પજ્જતે વિચાર્યું કે ગમે તેમ પણ તેના સિવાય કોઈપણ તે કળા જાણતું નથી, અને તેથી જે તેને પ્રણામ કરે તેને તું શીખવીશ કે નહિ એમ તેને પૂછ્યું. આનો જવાબ હા મળવાથી પક્ટોતે પોતાની કુંવરીને કહ્યું કે એક વામન આવ્યો છે તેની પાસે હાથીને વશ કરવાની કળા છે; તો તારે તે તેની પાસેથી શીખી લઈ મને કહેવી. તેણે ઉદેનને કહ્યું કે “એક ખૂંધી સ્ત્રી પાછળના પડદામાંથી તને પ્રણામ કરશે અને પછી તેણીને તારે તે કળા પડદાની બહાર ઊભા રહીને શીખવવી.” આનો હેતુ એ કે બંનેની મિત્રાચારી થવા ન દેવી. પરંતુ જ્યારે તે કેદી દિવસાનદિવસ તે કળાનો મંત્ર ઉચ્ચારતો હતો અને તેની અદષ્ટ શિષ્યા તેને ગ્રહણ કરી બોલવામાં ઘણી ધીમી હતી, ત્યારે છેવટે એક દિવસ એકાએક ઉદેનથી બોલી જવાયું “અરે ખૂંધી ! આમ બોલને ! તારા કેટલા બધા જાડા હોઠ અને ભારે જડબાં હોવાં જોઈએ કે બોલીયે શકતી નથી ?' ત્યારે તેણીને ક્રોધ ઊપજ્યો અને સામી બોલી ઊઠી “અરે ભૂંડા વામનજી ! મને ૧. પાલિ ભાષામાં ઉદન અને પજજોત નામ છે તેનું સંસ્કૃત ઉદયન અને પ્રદ્યોત છે. Page #53 -------------------------------------------------------------------------- ________________ ૩૨ જૈન અને બૌદ્ધ મત : સંક્ષિપ્ત ઇતિહાસ અને સિદ્ધાંતો જો ખૂંધી કહે છે તો તારા મનમાં તે શું ધારે છે ?' ઉદેને પડદાનો છેડો ખસેડી ડોકિયું કર્યું અને તું કોણ છે ?' એમ પ્રશ્ન કર્યો અને આથી બધું પોકળ ખુલ્લું થઈ ગયું ! અને તે અંદર ગયો અને તે દિવસે મંત્ર બોલવાનું અથવા તો પાઠ શીખવાનું બંધ જ રહ્યું. હવે તે બંનેએ મળી જઈ એક સામું જ કાવતરું રચ્યું. તેણીએ પોતાના બાપને કહ્યું કે બરાબર મંત્ર જાણવા માટે શિક્ષક એમ કહે છે કે એક શક્તિવાળી વનસ્પતિ અમુક ગ્રહનો યોગ થાય ત્યારે ભૂમિમાંથી ચૂંટી લેવાની જરૂર છે, અને વળી રાજાનો પ્રખ્યાત જે હાથી હોય તેને વાપરવો અને બહાર કાઢવો જ જોઈએ. તેણીની આ ઈચ્છા પ્રમાણે કરવામાં આવ્યું. પછી એક દિવસે જ્યારે તેણીનો પિતા ક્રીડા કરવા ગામ બહાર નીકળી પડ્યો હતો ત્યારે ઉદેને હાથી પર તેણીને બેસાડી, સાથે ધન અને સુવર્ણરજના કોથળાઓ લઈ ચાલી નીકળ્યો. આ વાત રાજાના માણસોએ રાજાને કહી અને તેથી ક્રોધાવેશમાં વહેમાઈ જઈ તેમની પાછળ મોટું લશ્કર મોકલ્યું. ત્યારે ઉદેન સિક્કાઓ કોથળામાંથી ફેંકવા લાગ્યો. પાછળ જનાર તેને એકઠા કરવા લાગ્યા અને તેથી વિલંબ લાગતો ગયો, અને આ બન્નેને નાસી જવાનો લાભ મળતો ગયો. આમ છતાં જ્યારે કેટલાક તેની પાછળ થયા અને પાસે આવી પહોંચ્યા, ત્યારે ઉદેન કોથળામાંથી સુવર્ણરજ કાઢી વેરતો ગયો. આથી તે ભેગી કરવામાં વખત લગાડતા ગયા. આખરે એમ કરતાં વળી જ્યારે તેઓ લગભગ પાસે આવી પહોંચ્યા ત્યાં ઉદેનનો સીમાડાનો કિલ્લો વરતાયો અને તેના લશ્કરનો પણ ભેટો થયો ! આથી પૂંઠ લેનાર પાછા વળ્યા અને ઉદેન તથા વાસુલદત્તા સહીસલામત વિજયથી તેના શહેરમાં આવી પહોંચ્યાં અને ભારે ભપકાથી અને મહોત્સવપૂર્વક તેમનો નગરપ્રવેશ થયો. વાસુલદત્તાને રાણી બનાવવામાં આવી. આવા જ પ્રકારની જૈન કથા છે : (જુઓ હેમચંદ્રકૃત ‘મહાવીરચરિત્ર'.) ઉજ્જયિનીના રાજા ચંડપ્રદ્યોત (તે ક્રૂર અને વિષયલોલુપી રાજા હતો તેથી તે ચંડ' વિશેષણથી પ્રસિદ્ધ થયેલ છે) રાજાને અંગારવતી (કે જેણીએ મહાવીર પ્રભુ પાસે બીજી રાણીઓ સહિત મૃગાવતી – ઉદયનની મા સાથે દીક્ષા લીધી હતી) રાણીથી વાસવદત્તા નામે એક પુત્રી થઈ હતી, તે બાળાને અતિવાત્સલ્યને લીધે પ્રદ્યોતરાજા પુત્રથી પણ અધિક માનતો હતો. તે બાળા ગુરની પાસે સર્વકળા શીખી, માત્ર કોઈ યોગ્ય ગુરુ વગર ગંધર્વવેદ શીખવો બાકી રહ્યો. એક વખતે રાજાએ પોતાના બહુદષ્ટ અને બહુશ્રુત મંત્રીને પૂછ્યું કે “આ દુહિતાને ગંધર્વવેદની શિક્ષામાં કોણ ગુરુ થશે ?' મંત્રી બોલ્યો કે “જાણે તુંબર ગંધર્વની બીજી મૂર્તિ હોય તેવો ઉદયન નામે રાજા છે, તેની પાસે ગાંધર્વકળા બહુ અતિશયવાળી સંભળાય છે. તે વનમાં ગીત વડે મોહ પમાડીને મોટા ગજેંદ્રોને પણ બાંધી લે છે. જ્યારે તે વનમાં જઈને ગીત ગાય છે, ત્યારે તેથી મોહ પામેલા ગજેંદ્રો જાણે સ્વાદિષ્ટ રસ પીતા હોય તેમ બંધનને પણ જાણતા નથી. ગીતના ઉપાયથી જેમ તે વનમાં હાથીઓને બાંધી લે છે તેમ તેને બાંધીને અહીં લાવવાનો પણ ઉપાય છે. આપ જાણે સાચો હોય તેવો કાષ્ઠનો એક હસ્તી કરાવો. તેમાં એવો યંત્રપ્રયોગ કરવો કે જેથી તે ગતિ અને આસન વગેરે ક્રિયાઓ કરે. તે Page #54 -------------------------------------------------------------------------- ________________ ભારતની રાજકીય સ્થિતિ – રાજાઓ ૩૩ કાષ્ઠગજની મધ્યમાં શસ્ત્રધારી પુરુષો રહે અને તેને યંત્રથી ચલાવે, પછી તે હાથીને જોઈને વત્સરાજ પકડવા આવે એટલે તેને બાંધીને અંદરના પુરુષો અહીં લઈ આવે. આ પ્રમાણે થવાથી કબજામાં આવેલ ઉદયન રાજા તમારી દુહિતા વાસવદત્તાને ગાંધર્વવિદ્યા શીખવશે.” મંત્રીના વિચારમાં રાજા શાબાશી આપવા સાથે સંમત થયો અને મંત્રીએ સાચા હાથીને પણ ભૂલી જાય તેવો તેના કરતાં પણ અધિક ગુણવાળો એવો કાષ્ઠનો હાથી કરાવ્યો. દંતધાત, કર (સૂંઢ)નો ઉલ્લેપ, ગર્જના અને ગતિ વગેરેથી વનચરોએ તેને કૃત્રિમ હાથી જાણ્યો નહીં એટલે તેઓએ જઈને તે ગદ્રના ખબર ઉદયન રાજાને આપ્યા. પછી ઉદયન રાજા તેને બાંધી લેવાને વનમાં આવ્યો. પરિવારને દૂર રાખીને પોતે જાણે શકુન શોધતો હોય તેમ હળવે હળવે વનમાં પેઠો. તે માયાવી હાથીની પાસે આવીને કિન્નરનો પરાભવ કરે તેમ ઊંચા સ્વરે ગાવા લાગ્યો. જેમજેમ ઉદયન મધુર ગાયન ગાવા લાગ્યો તેમતેમ હાથીની અંદર રહેલા પુરુષો તે કૃત્રિમ હાથીના અંગને સ્તબ્ધ કરવા લાગ્યા. કૌશાંબીપતિ ઉદયન તે ગદ્રને પોતાના ગીત વડે મોહિત થયેલ જાણી અંધકારમાં ચાલતો હોય તેમ હળવે હળવે તેની પાસે આવ્યો. પછી “આ હાથી મારા ગીતથી સ્તબ્ધ થયો છે” એમ ધારી તે રાજા વૃક્ષ પર પક્ષીની જેમ છલંગ મારીને તેની ઉપર ચડી બેઠો. એટલે તત્કાળ પ્રદ્યોત રાજાના સુભટોએ હાથીના ઉદરમાંથી બહાર નીકળી વત્સરાજ (ઉદયન)ને હાથીના સ્કંધ ઉપરથી પાડીને બાંધી લીધો. એકલા, શસ્ત્ર વગરના અને વિશ્વાસી એવા ઉદયનને સુભટોએ ઘેરી લીધો, તેથી તેણે કાંઈપણ પરાક્રમ બતાવ્યું નહીં. સુભટોએ ઉદયનને અવન્તી લાવી ચંડપ્રદ્યોતને સોંપ્યો એટલે રાજાએ તેને કહ્યું કે, મારે એક આંખવાળી પુત્રી છે, તેને તમારી ગંધર્વકળા શીખવો. મારી દુહિતાને અભ્યાસ કરાવવાથી તમે મારા ઘરમાં સુખે રહી શકશો, નહિ તો બંધનમાં આવવાથી તમારું જીવિત મારે અધીન છે.” ઉદયને વિચાર કર્યો કે હાલ તો આ કન્યાનો અભ્યાસ કરાવીને હું કાલનિર્ગમન કરું. કેમકે “જીવતો નર ભદ્રા પામશે.” આ પ્રમાણે ચિત્તમાં નિશ્ચય કરીને વત્સરાજે ચંડપ્રદ્યોતની આજ્ઞાને કબૂલ કરી. પછી ચંડપ્રદ્યોતે કહ્યું કે “મારી દુહિતા કાણી છે, માટે તું તેને કદી જોઈશ નહિ, જોઈશ તો તે લજ્જા પામશે.” આ પ્રમાણે ઉદયનને કહીને તેણે અંતઃપુરમાં જઈ રાજકુમારીને કહ્યું “તારે માટે ગાંધર્વવિદ્યા શીખવનાર ગુરુ આવેલ છે, પણ તે કુછી છે, માટે તારે તેને પ્રત્યક્ષ જોવો નહિ.” કન્યાએ તે વાત સ્વીકારી પછી વત્સરાજે તેણીને ગાંધર્વવિદ્યા શીખવવા માંડી, પરંતુ ચંડપ્રદ્યોત રાજાએ બંનેને ઠગેલાં હોવાથી તેઓ એકબીજાની સામું જોતાં નહીં. વચમાં વસ્ત્રનો પડદો હતો. એક વખતે “હું આને જોઉં તો ઠીક” એમ વાસવદત્તાને થયું તેથી ભણવામાં શૂન્યચિત્ત થઈ; પાઠ ભૂલવા લાગી. આથી વત્સરાજે કુમારીને તરછોડી કહ્યું “અરે કાણી ! શીખવામાં ધ્યાન નહિ આપીને તું ગાંધર્વશાસ્ત્રનો કેમ વિનાશ કરે છે ? શું તું દુઃશિક્ષિતા છો ?' આવા તિરસ્કારથી કોપ પામી તેણીએ વત્સરાજને કહ્યું “શું તું જાતે કુષ્ઠી છો તે જોતો નથી કે મને મિથ્યા કાણી કહે છે ?' વારાજે વિચાર્યું કે જેવો હું કુછી છું તેવી આ કાણી હશે; તેથી તે ચતુરે પડદો દૂર કર્યો એટલે સ્વચ્છ Page #55 -------------------------------------------------------------------------- ________________ ૩૪ જૈન અને બૌદ્ધ મત : સંક્ષિપ્ત ઇતિહાસ અને સિદ્ધાંતો ચંદ્રલેખા જેવી વાસવદત્તા જોવામાં આવી; તેણીએ ઉદયનને કામદેવ જેવો સવગસુંદર જોયો. પછી વાર્તાલાપ સંલાપ થયો. અને મનસંયોગ થતાં પછી શરીસંયોગ થયો. આ વાત એક દાસી જાણતી હતી; તે વિશ્વાસુ હોવાથી કોઈએ જાણ્યું નહિ અને બંને સુખમાં કાળનિર્ગમન કરવા લાગ્યાં. એક વખતે અનલગિરિ હાથી બંધસ્થાન તોડી મહાવતોને પાડી નાંખીને વેચ્છાએ છૂટો થઈ ગયો અને ભમતો લોકને ક્ષોભ કરવા લાગ્યો. રાજાએ તેને કેમ વશ કરવો એ ત્યાં રહેલ અતિચતુર અભયકુમાર (મગધપતિ શ્રેણિકનો પુત્ર)ને પૂછ્યું એટલે તેણે ‘ઉદયનની પાસે ગાયન કરાવો કે વશ થશે એમ કહ્યું. ઉદયનને તેમ કહેતાં વાસવદત્તા સાથે જઈ ગાયન કરી હાથીને વશ કરી લીધો. એકદા રાજા અંતઃપુર પરિવાર સહિત ઉજાણી અર્થે નગર બહાર ઉદ્યાનમાં ગયો. ત્યાં ગાંધર્વગોષ્ઠીની શરૂઆત કરી. વાસવદત્તા અને વત્સરાજને પણ બોલાવ્યાં. વત્સરાજે તેણીને જણાવી દીધું કે આજે વેગવતી હાથણી પર બેસી છૂટવાનો વખત છે; આથી રાજકન્યાએ વેગવતી હાથણી મંગાવી અને તેમાં ઉદયનની આજ્ઞાથી બંને પડખે તેના મૂત્રના ઘડાઓ બાંધ્યા. પછી વત્સરાજ, વાસવદત્તા, પેલી દાસી, મહાવત એમ તે પર બેઠાં અને નાઠાં. પાછળ રાજાએ યોદ્ધાઓને અનલગિરિ હાથી તૈયાર કરાવી તે પર બેસાડી તેને પકડવા રવાના કર્યા. હાથી લગભગ નજદીક પહોંચી ગયો ત્યાં ઉદયને એક મૂત્રનો ઘડો પૃથ્વી પર પછાડી ફોડી નાંખ્યો. તે સૂંઘવા હાથી ક્ષણવાર ઊભો રહ્યો. બીજી વાર નજીક આવતાં બીજો, એમ ચારે ઘડા ફેંકી ખલાસ કર્યા અને સો યોજન પ્રથ્વીને ઓળંગી કૌશાંબી નગરીમાં પેસી ગયો. ત્યાં તો કૌશાંબીપતિની સેના યુદ્ધાર્થે તૈયાર થઈ ગઈ. આથી અનલગિરિ હાથીને પાછો વાળી યોદ્ધા પાછા ફર્યા અને ઉજેણી આવ્યા. પછી કોપમાં મહારાજ જેવા રાજા પ્રદ્યોતે સેન્યની તૈયારી કરવા માંડી પણ ભક્ત એવા કુલમંત્રીઓએ તેને યુક્તિપૂર્વક સમજાવીને નિવાર્યો અને કહ્યું કે “હે રાજા ! તમારે કોઈ યોગ્ય વરને કન્યા તો આપવાની જ હતી, ત્યારે વત્સરાજથી અધિક એવો બીજો કયો જામાતા મળશે ? વાસવદત્તાએ સ્વયંવરા થઈને તેને પસંદ કર્યો છે તો પછી તેને યોગ્ય વરની પ્રાપ્તિ થઈ છે એમ સમજો, અને તેને જામાતા માનો.” આથી તે રાજાએ હર્ષથી વત્સરાજ ઉપર જામાતૃપણાને યોગ્ય એવી કેટલીએક વસ્તુઓ મોકલી. આ બંને બૌદ્ધ અને જૈન વાત પરથી તેમજ હાલમાં મળી આવેલ મહાકવિ ભાસકૃત પ્રતિજ્ઞા યોગંધરાયણ નામના નાટક પરથી સમજાયું હશે કે આ વાતમાં તથ્ય હોવું જોઈએ. છતાં હાલની દષ્ટિએ તેમાં કવિની ચતુરાઈ દેખાય તો એટલું તો ચોક્કસ છે કે અવન્તીનો રાજા પ્રદ્યોત અને કોશાખીનો રાજા ઉદયન એ બે પાસપાસે આવેલ રાજ્યોના સમકાલીન રાજાઓ હતા અને લગ્નગાંઠથી અરસપરસ જોડાયા હતા ને યુદ્ધમાં પણ ઊતર્યા હતા. ઉક્ત જૈન કથા પરથી એ પણ જણાય છે કે અવન્તીને અને કોશાબીને ૧૦૦ યોજનનું છેટું હતું. વળી એકબીજા સસરોજમાઈ હોવા ઉપરાંત જૈન ગ્રંથમાંથી એ પણ Page #56 -------------------------------------------------------------------------- ________________ ભારતની રાજકીય સ્થિતિ – રાજાઓ ૩૫ માલુમ પડે છે કે ઉદયનની માતા મૃગાવતી અને ચંડપ્રદ્યોતની રાણી નામે શિવા એ બે બહેનો થતી હતી, અને તે બંને વૈશાલી નગરીના રાજા ચેટકની પુત્રી હતી. આથી ઉદયનનો માસો તે અવન્તીપતિ થતો હતો. વળી ચંડપ્રદ્યોતને પોતાની સાળી મૃગાવતી રાણીના ચિત્રથી તેના પર મોહ પામી તેના પતિ નામે શતાનીક રાજાને તે રાણીને પોતાને સોંપવા કહ્યું હતું. પણ તેમણે તિરસ્કારથી તે માગણીને અવગણી કાઢી અને તેથી અવન્તીનો રાજા યુદ્ધ કરવા આવ્યો. તેટલામાં શતાનીક રાજા મૃત્યુ પામ્યો અને બાલ પુત્ર ઉદયન અને રાણી મૃગાવતી રહ્યાં. આથી તે રાણીએ રાજકીય ચાતુર્ય વાપરી અવન્તીના રાજાને કહ્યું “મારા પતિ શતાનીક રાજા તો સ્વર્ગે ગયા તેથી હવે મને તમારું જ શરણ છે, પરંતુ મારો પુત્ર હજુ બળ રહિત બાળક છે, તેથી જો હું હમણાં તેને તરછોડી દઉં તો પિતાની વિપત્તિથી થયેલ ઉગ્ર શોકાવેગની જેમ શત્રુ રાજાઓ પણ તેનો પરાભવ કરશે. તો ઉજ્જયણથી ઈટો લાવી કૌશાંબી ફરતો મજબૂત કિલ્લો કરાવી આપો અને ધનધાન્ય ધનાદિકથી કૌશાંબી ભરી આપો તો પછી નિર્વિધ્ધ યોગ થઈ શકે !' આથી પ્રદ્યોતે તે સઘળું કરાવી આપ્યું. તરત જ બુદ્ધિમતી મૃગાવતીએ જાણ્યું કે હવે નગરી રોધ કરવાને યોગ્ય થઈ છે તેથી તેણીએ દરવાજા બંધ કરી સુભટોને ગોઠવી દીધા. પછી ત્યાં મહાવીર આવ્યા અને તેનો બોધ સાંભળી મૃગાવતીએ તેમની પાસે દીક્ષા લીધી કે જેમાં ચંડપ્રદ્યોતે સંમતિ આપી, અને ઉદયનને ગાદી સોંપી તે રાજા પોતાની રાજધાની ઉજેણીમાં આવ્યો. ઉદયન ને પ્રદ્યોતનો – જમાઈસસરાનો બનાવ મહાવીરના નિર્વાણ પહેલાં થોડાંક વર્ષ પહેલાં બન્યો છે તેથી તેનો સમય ઈ.સ. પૂર્વે પ૨૪–૫ ગણી શકાય. અને શતાનીક રાજાનું મરણ, તેના પર પ્રદ્યોત રાજાનું ચડી આવવું વગેરે જે ઉપર વર્ણવેલો બનાવ છે, તે મહાવીરને કેવલજ્ઞાન ઊપજ્યા પછીનો છે એટલે ઈ.સ. પૂર્વે ૫૫૦ લગભગમાં છે. વળી ચંડપ્રદ્યોત રાજાએ મગધ દેશના રાજગૃહ નગર પર પણ આક્રમણ કર્યું હતું. તે વખતે પુષ્કળ સૈન્ય તેની પાસે હોવાથી શ્રેણિક રાજાને મહાભય લાગ્યો હતો, પરંતુ તેના પુત્ર અભયકુમારની ચતુરાઈથી ચંડપ્રદ્યોત નાસી ગયો હતો. પછી તેના કહેવાથી અભયકુમારને એક વેશ્યા કપટી શ્રાવિકા બની ધર્મઢોંગથી ભોળવી અવન્તી લઈ ગઈ હતી, ત્યાં કેદીના જેવી રીતે કેટલોક સમય રહી કરેલ સેવાથી અપાયેલાં વચનોને બળે છૂટો થઈને અભયકુમાર પોતાની યુક્તિથી રાજાને ઉઘાડે છોગે. ભરબજારમાંથી બાંધીને રાજગૃહ લઈ ગયો હતો. પછી છોડી મૂક્યો હતો. ચંડપ્રદ્યોત મહાવીરનો અનુયાયી હતો. આ પરથી જણાય છે કે ચંડપ્રદ્યોત ઘણો ક્રોધી, વિષયલોલુપી રાજા હતો અને તેણે આયુષ્ય પણ ઘણું ભોગવેલું હતું. સાથે મહાનું પરાક્રમી અને અનેક સામંત રાજાઓનો અધિપતિ હતો; તે જૈન હતો અને તેને વીતભયનગરના રાજા ઉદયન સાથે યુદ્ધ થયું હતું. વીતભયનગર કે જે સિંધુ દેશનું પાટનગર હતું તેના રાજા ઉદાયનને ત્યાર પછી ચંડપ્રદ્યોત સાથે યુદ્ધ થયું હતું. ઉદયનની કુન્જા દાસી દેવદત્તા દેવાધિદેવની પૂજાથી અદ્ભુત સૌંદર્યવતી થઈ હતી, અને તેની પ્રતિમા પણ તેણીને પ્રાપ્ત થઈ હતી. આ Page #57 -------------------------------------------------------------------------- ________________ ૩૬ જૈન અને બૌદ્ધ મત : સંક્ષિપ્ત ઇતિહાસ અને સિદ્ધાંતો દાસીને ચંડપ્રદ્યોત લઈ ગયો તેથી તેણીની સાથે તે પ્રતિમા પણ ગઈ. આ પાછી મોકલવા માટે ઉદાયને કહેવરાવ્યું, પણ પ્રદ્યોત રાજાએ ન માનવાથી ઉદાયને અવંતી પર ચડાઈ કરી. ઉદાયને પ્રદ્યોત રાજાને બાંધ્યો, દાસી નાસી ગઈ. તે પ્રતિમાં ત્યાં જ રહેવા દીધી, અને પ્રદ્યોત રાજાના કપાલ ઉપર “આ મારો દાસી-પતિ છે એમ જણાવવા ‘દાસીપતિ’ એટલા અક્ષરો ઉદાયને લખાવ્યા. અને ચંડપ્રદ્યોતને સાથે લઈ પોતાના વીતભયનગર તરફ ચાલ્યો. માર્ગમાં પર્યુષણપર્વ આવ્યાં. ઉદાયનને પોતાના સર્વ કુટુંબ સહિત ઉપવાસ હતો, તેથી ચંડપ્રદ્યોતને તેના માટે શું રસોઈ કરવી એ પૂછવામાં આવતાં તેણે કહ્યું “મારે પણ અપવાસ છે. કારણકે મારાં માતાપિતા શ્રાવક હતાં, પણ હું દુ:ખથી ભૂલી ગયો છું. આથી ઉદાયને પોતાનો સમાનધર્મી છે તો તેને ખમાવ્યા દોષની – ક્ષમા માગ્યા વિના પ્રતિક્રમણ (દોષનું પ્રાયશ્ચિત કરી આત્મનિરીક્ષણની ક્રિયા) કરવું તે શુદ્ધ થયું કહેવાય નહિ ! એમ ધારી તેને બંધનથી છોડાવ્યો, ને તેને મસ્તકે સુવર્ણનો પટ્ટબંધ કરાવ્યો. પછી ખમાવીને તેને પોતાને નગર પાછો મોકલાવ્યો. ત્યાર પછી પ્રદ્યોતન રાજા શુદ્ધ જૈન ધર્મ પાળવા લાગ્યો, અને ઉદાયન રાજા પણ પછી પોતાને નગરે આવી પહોંચ્યો. આ ઉદાયન રાજાએ પછી શ્રી મહાવીર પાસે દીક્ષા લીધી છે, અને રાજર્ષિ તરીકે પ્રસિદ્ધ થયેલ છે, અને તેમને છેલ્લા રાજર્ષિ તરીકે તે જ ભવમાં મોક્ષે ગયેલ તરીકે જણાવવામાં આવેલ છે. - ચંડપ્રદ્યોત વિષયલોલુપી હતો એ તો સ્થળેસ્થળે પુરવાર થાય છે. તેની રાણી અંગારવતી હતી અને તેણીએ મૃગાવતી (કૌશાંબીના રાજા શતાનીકની રાણી) સાથે દીક્ષા લીધી હતી તે ઉપર કહેવાઈ ગયું છે. હવે તે અંગારવતીને ચંડપ્રદ્યોત કેવી રીતે પરણ્યો હતો તે જોવાથી પણ જણાઈ આવે છે કે તે વિષયાસક્ત હતો અને તેને જ લીધે યુદ્ધ કર્યું હતું. સુસમારપુરના રાજા ધુંધુમારને અંગારવતી અતિ રૂપવતી પુત્રી હતી. તેણીએ એક યોગિનીને વાદમાં નિત્તર કરી તેથી તે યોગિનીએ તેનું ચિત્ર ચીતરી ઉજ્જયિનીના રાજા ઉક્ત ચંડપ્રદ્યોતને બતાવ્યું. તે મોહિત થયો અને તેણીની તેના પિતા પાસે માગણી કરી. પિતા પાસે સૈન્ય મોટું હતું નહીં છતાં કહેવરાવ્યું કે પુત્રી બળાત્કારે નહીં પણ પ્રસન્નતાથી અપાય છે. ચંડપ્રદ્યોતે આવી મોટા સૈન્ય સાથે ઘેરો ઘાલ્યો. ધુંધુમાર નગરની અંદર રહ્યો અને નિમિત્તકને જય-પરાજય સંબંધે પૂછયું. નિમિત્તકે ચોકમાં ઘણા બાળકોને બિવરાવ્યા, એટલે તેઓ વરદત્ત નામના મુનિ કે જેણે નાગપ્રાસાદમાં વાસ કર્યો હતો ત્યાં આવ્યા. મુનિએ તે બધાને બીશો નહીં, તમને ભય નથી' એમ કહ્યું. આ પરથી તે નિમિત્તકે કહ્યું, “આપ જય પામશો.' રાજાએ તેથી બહાર નીકળી યુદ્ધ કર્યું અને ચંડપ્રદ્યોતને હરાવી જીવતો પકડી નગરમાં દાખલ થયો. પોતે અતિથિ છે તો તેને બચાવવો જોઈએ” એમ વિનતિ કરતાં ધુંધુમારે ઉદાર ચિત્ત રાખી તે વિનતિ સ્વીકારી અને તે ઉપરાંત પોતાની પુત્રીને પણ પરણાવી. (જુઓ વરદત્ત મુનિનું વૃત્તાંત) (આ વખતે ચંપાનગરીમાં મિત્રપ્રભ (ચંદ્રપ્રભ) રાજા હતો અને તેને ધર્મઘોષ ૧. ભરતેશ્વર બાહુબલિ વૃત્તિમાં, ત્રિષષ્ટિશલાકાપુરપાટ માં વીતભય ગયા પછી કેટલોક સમય વીત્યા બાદ પર્યુષણ પર્વ આવે છે એમ જણાવ્યું છે. Page #58 -------------------------------------------------------------------------- ________________ ભારતની રાજકીય સ્થિતિ – રાજાઓ ૩૭ મંત્રી હતો કે જે મંત્રી પાછળથી દીક્ષા લઈ ઉક્ત વરદત્ત મુનિના ગૃહસ્થપણામાં તે વરદત્ત મુનિને ત્યાં વહોરવા જતાં વરદત્તને જાતિસ્મરણ ઉપજાવ્યું હતું એમ આ વરદત્ત મુનિની કથામાં જણાવવામાં આવે છે.) બૌદ્ધ ગ્રંથમાં કોશલના રાજા પાસેનાદિ (પાલિ ભાષાનું નામ)ને ઘણા જુદા પાત્ર તરીકે વર્ણવેલ છે. ત્રીજા સંયુક્ત નામનો બૌદ્ધ ગ્રંથ આખો ૨૫ કથાનો છે અને દરેક કથા તેના સંબંધે છે. તે તક્કશિલા નામની છેડાના વાયવ્ય ખૂણામાં આવેલા પ્રસિદ્ધ વિદ્યાભૂમિમાં તેણે વિદ્યા લીધી હતી અને ત્યાંથી અભ્યાસ કરી પાછો ફર્યો કે તેના પિતા નામે મહાકોશલે તેને ગાદી પર બેસાડ્યો. રાજ્યની લગામ લીધા પછી ઘણી કુશળતા દર્શાવી. દરેક ધર્મ પર તે પ્રેમદષ્ટિ રાખતો હતો. તેણે બુદ્ધનો ઉપદેશ સાંભળ્યો ત્યારે તેની ફોઈ સુમના હાજર હતી. તેણીએ કેટલાક વખત પછી બૌદ્ધ દીક્ષા લીધી હતી અને થેરી ગાથામાં એક થેરી (વિરા) તરીકે ગણાઈ હતી. રાજા પાસેનાદિને બદલે એક સ્થળે રાજા અગ્નિદત્ત કહેલ છે, તો સંભવિત છે કે પર્સનાદિ એ વસ્તુતઃ રાજ્યપદવી હોય અને અગ્નિદત્ત એ તેનું ખરું નામ હોય. - પનાદિને બુદ્ધના કુટુંબી સાથે લગ્ન કરવાની ઈચ્છા થઈ તેથી તેણે શાક્ય રાજાઓને તેમની એક કન્યા પરણાવવા કહ્યું. તે રાજાઓએ એકત્રિત થઈ વિચાર કરતાં ઠરાવ્યું કે પોતાના વંશની કન્યા આપવી એ પોતાને ઉતારી પાડવા જેવું છે, તેથી તેમાંના એક પ્રધાન રાજાની એક દાસીના પેટે થયેલ પુત્રી નામે વાસભ ખરિયા (ક્ષત્રિયા) તેને મોકલાવી. તેણીના પેટથી પર્સનાદિ રાજાને ઉપર્યુક્ત વિદુદાભ નામનો પુત્ર થયો. - વિદુદાભને આ કપટની પછી ખબર પડવાથી ઘણો ક્રોધ થતાં તેણે શાક્ય રાજા પર વેર લેવાનો નિશ્ચય કર્યો અને ગાદીએ આવ્યો ત્યારે તેમના દેશ પર ચડાઈ કરી, તેઓના શહેરનો કબજો લીધો અને શાક્ય જાતિના ઘણાને – સ્ત્રી, પુરુષો વૃદ્ધ કે જુવાનને મારી નાખ્યા. આ વાત પ્રાચીનમાં પ્રાચીન બૌદ્ધ ગ્રંથોમાં જોકે હજુ સુધી મળી શકી નથી, પણ તેમાં પણ તે શાક્ય જતિ સામે યુદ્ધ થયાની વાતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આથી તે ઐતિહાસિક બીના હોય એ નિર્વિવાદ છે. એમ કહેવામાં આવે છે કે બુદ્ધના નિર્વાણ પહેલાં એકબે વર્ષે આ વાત બનેલી છે. આમાં કેટલુંક બળાત્કારે જણાવેલ હોય તેમ લાગે છે. એક નાની (શાક્ય) જાતિએ એ કોશલના રાજાના કુટુંબ સાથે સગાઈથી જોડાવાનું કેમ નીચું ગયું હશે એ સમજાતું નથી. અલબત્ત ઘણે સ્થલે શાક્ય જાતિ અભિમાની હતી તે બૌદ્ધ ગ્રંથ જણાવે છે, પણ તેમ છતાં લગ્નની સામે શા માટે તેમણે વાંધો લીધો તે આપણને સમજાતું નથી. આપણે જાણીએ છીએ કે શાક્ય જતિ જેવી જ અભિમાની અને સ્વતંત્ર એવી વેશાલીની લિચ્છવી જાતિના રાજાની (ચેટકની) પોતાની પુત્રી (ચેલણા) મગધના રાજા બિઅિસારને પરણી હતી. (જુઓ જૈન સૂત્ર ૧, ૨૫, પ્રો. જેકોબીનું વંશવૃક્ષ) વળી આ પણ લગભગ નિશ્ચિત છે કે સાવOી (કોસલ રાજ્યધાની)ના રાજવંશી કુટુંબે કોશલ જાતિમાં વંશપરંપરાએ મુખ્ય પદવી – આધિપત્ય મેળવ્યું હતું. કારણ કે કોશલવાસીઓમાં નાના નાના રાજાઓ અને કુલપુત્રો પણ રાજાઓ' એ સંજ્ઞાથી Page #59 -------------------------------------------------------------------------- ________________ ૩૮ જૈન અને બૌદ્ધ મત : સંક્ષિપ્ત ઇતિહાસ અને સિદ્ધાંતો ઓળખવામાં આવ્યા છે, કે જે સંજ્ઞા જે જાતિઓ-લોકો કે જે અમીરવર્ગના વડપણવાળાં પ્રજાસત્તાક રાજ્ય ભોગવતા, તેના નાના નાના રાજાઓ અને કુલપુત્રોને લગાડવામાં આવતી. જૈન અને બૌદ્ધના પછીના ગ્રંથોમાં પોતાના સ્થાપકોના કુટુંબને હદ બહાર ઉપયોગિતા આપી દેવાની વલણ થઈ હોય તે સ્વાભાવિક છે. કારણકે પાછળના ગ્રંથો પ્રાચીન ગ્રંથોથી તે બાબતમાં જુદા પડે છે. તેથી વિદુદાભે શાક્ય જાતિ પર ચડાઈ કરવાનું છે કારણ ઉપર બતાવ્યું છે તે ભાગ્યે જ સંભવિત લાગે છે. શાક્યજાતિનો ગર્વ એ કારણથી કદાચ તેણે ચડાઈ કરી હોય. પણ ખરા કારણમાં પોતાની સાથે સગાઈ ધરાવતી શાક્યજાતિ પર ચડાઈ કરી તેને જીતવા માટે વિદુદાભને ઘણી જ સંભવિત રીતે ખાસ રાજકીય હેતુ જ હોવો જોઈએ, જેમકે મગધના અજાતશત્રુએ પોતાના સગા વૈશાલીના લિચ્છવી જાતિના રાજાઓ પર રાજકીય હેતુથી જ ચડાઈ કરી હતી. અજાતશત્રને વેશાલીની લિચ્છવી જાતિ પર હલ્લો કરવાનું શું કારણ હતું તે બૌદ્ધના એક સૂત્ર પરથી માલૂમ પડે છે અને તેમાં જણાવવામાં આવ્યું છે કે બુદ્ધ લિચ્છવી જાતિ મોજશોખથી નબળી પડી ગઈ છે, અને તેથી અજાતશત્રુ પોતાની ઈચ્છા પાર પાડી શકશે એવું ભવિષ્ય ભાખ્યું હતું. લગભગ ત્રણ વર્ષ પછી વસ્યકાર નામના બ્રાહ્મણના કપટી કાવતરાથી વેશાલીનાં મુખ્ય કુટુંબોમાં ક્લેશ ઉત્પન્ન થયો અને અજાતશત્રુએ મોટું સૈન્ય લાવી તેનો કબજો કર્યો અને સદંતર તેનો નાશ કર્યો. વળી બૌદ્ધ ગ્રંથ જણાવે છે કે અજાતશત્રુએ પોતાની રાજધાની રાજગૃહને કિલ્લો કરાવી મજબૂત કર્યું કારણ કે ઉજજેનીના રાજા પજ્જત ચડાઈ કરે તેવી આશા રખાતી હતી. આ હલ્લો કદી થયો કે નહીં અને તેનું શું પરિણામ આવ્યું તે જાણવું જરૂરનું અને રસપ્રદ થઈ પડે તેમ છે. પણ બૌદ્ધગ્રંથોમાંથી તે વિષે કંઈ જણાતું નથી. પછીથી જાણીએ છીએ કે ઈ.સ. પૂર્વે ચોથા સૈકામાં ઉજ્જૈની મગધના તાબામાં આવ્યું હતું અને અશોક જ્યારે નાનો હતો ત્યારે તેને ઉજ્જૈનીનો સૂબો નીમવામાં આવ્યો હતો. પણ વચમાં શું-શું થયું તે સંબંધી કંઈ જાણી શકાતું નથી. આ પ્રમાણે બૌદ્ધગ્રંથમાંથી મળી આવે છે. આ સિવાય તેમાંથી બીજું એ મળી આવે છે કે બુદ્ધના નિર્વાણ પહેલાં તેના કાકાનો દેવદત્ત નામે પુત્ર કે જેણે ઘણાં વર્ષો પહેલાં દીક્ષા લીધી હતી. તેણે બુદ્ધના મતથી જુદો મત કાઢ્યો હતો. બુદ્ધના શત્રુ તે દેવદત્તને સહાય અને ટેકો આપનાર તરીકે તે વખતના યુવરાજ અજાતશત્રુને બૌદ્ધ ગ્રંથોમાં જણાવવામાં આવેલ છે. લગભગ તે જ વખતમાં બિખ્રિસાર રાજાએ તે યુવરાજને ગાદી આપી હતી, અને તેવામાં જ દેવદત્તે તે રાજાને મારી નાખવા અજાતશત્રુને ઉશ્કેર્યો હતો, અને તે પ્રમાણે બુદ્ધના મરણ પહેલાં ૮મા વર્ષે અજાતશત્રુએ પોતાના પિતાને ભૂખ્યો રાખીરાખી ધીમે ધીમે મારી નાખ્યો. આથી પછી તેને ઘણો પશ્ચાત્તાપ થયો ત્યારે બુદ્ધ પાસે જઈ તેના ધર્મમાં આવવાથી આ જીવનમાં શું લાભ થાય એવો પ્રશ્ન કર્યો હતો, (આનું ચિત્ર પણ ભહુત ૧. તેમાં વજ્જિ જાતિના લોક કહ્યા છે, પણ લિચ્છવી તે વજિ જાતિની એક શાખા – જાતિ હતી તે બીજા બૌદ્ધ ગ્રંથમાંથી સ્પષ્ટ માલૂમ પડે છે. Page #60 -------------------------------------------------------------------------- ________________ ભારતની રાજકીય સ્થિતિ – રાજાઓ * ૩૯ ટોપમાં મૂકેલ છે પણ બુદ્ધને પોતાને હમેશ મુજબ ચીતરવામાં ન આવતાં તેના ચરણે જ મૂકવામાં આવ્યા છે.) અને આનું સમાધાન થતાં બુદ્ધનું શરણ ગ્રહવા સાથે પિતાના વધ માટે પશ્ચાત્તાપ તેણે કર્યો એમ જણાવવામાં આવ્યું છે. પણ એ ચુસ્ત બૌદ્ધ થયો એવું સ્પષ્ટ જણાવવામાં આવ્યું નથી. તેમ કદી પણ બૌદ્ધ તરીકે જીવન તેણે ગાળ્યું હતું એવો પુરાવો મળતો નથી; અને બુદ્ધના જીવન સુધી બૌદ્ધ ધર્મને તેણે ટેકો કે સહાય આપી હોય તેમ પણ જણાતું નથી. છતાં એવું જણાવવામાં આવ્યું છે કે બુદ્ધનું નિર્વાણ થયું ત્યારે તેની પેઠે પોતે પણ ક્ષત્રિય છે તેથી તેના અવશેષ ઉપર પોતાનો હક છે એમ જણાવી તેમાંથી અમુક ભાગ માગ્યો હતો અને તેને મળ્યો પણ હતો, કે જે ઉપર તેણે સ્તૂપ ગણાવ્યો હતો. (મહાનિર્વાણ સુત્ત). પણ આવું બહુ પ્રાચીન બૌદ્ધ ગ્રંથોમાં મળતું નથી, જ્યારે પછીના ગ્રંથો જણાવે છે કે બુદ્ધના નિર્વાણ પછી તરત જ જે રાજગૃહની પ્રથમ પરિષદ્ ભરાયેલી હતી, તેને માટે તે વખતે સત્ત પત્રિ ગુફાના પ્રવેશદ્વાર પાસે એક મોટો હોલ' તેણે કરાવી આપ્યો હતો. આમ બૌદ્ધ થયા વગર બૌદ્ધ ધર્મ પ્રત્યે જેમ સર્વ હિંદી રાજાઓ સર્વ ધર્મોને આશ્રય આપે છે તેમ કૃપા દર્શાવી હોય એ સંભવિત છે. તેમજ બૌદ્ધ ગ્રંથમાં બીજા રાજાઓની સાથે સૂરસેનોના રાજાને અવન્તીપુત્ર તરીકે ગણાવેલ છે અને એક રાજા એલેધ્યાને ગૌતમ બુદ્ધના એક વખતના ગુરુ ઉદ્દક કે જે રામનો પુત્ર તથા શિષ્ય હતો તેનો મત સ્વીકારનાર અને તેને મદદ આપનાર તરીકે ગણાવેલ છે. બૌદ્ધ ગ્રંથમાં ઉપર જણાવેલ ચાર રાજ્યો જ ફક્ત છે કે જેના સંબંધે કંઈ પણ વિસ્તારપૂર્વક જણાવવામાં આવ્યું છે. હવે જૈન ગ્રંથમાંથી રાજાઓ સંબંધે શું મળે છે તે જોઈએ. વૈશાલી નામની મોટી નગરીના રાજા ચેટકને સાત પુત્રીઓ નામે પ્રભાવતી, પદ્માવતી, મૃગાવતી, શિવા, જ્યેષ્ઠા, સુજ્યેષ્ઠા અને ચલણા નામે અનુક્રમે હતી. આમાંથી પ્રભાવતી વીતભયનગરના રાજા ઉદાયનને, પદ્માવતી ચંપાપતિ દધિવાહનને, મૃગાવતી કૌશાંબીના રાજા શતાનીકને, શિવા ઉજ્જયિનીના રાજા પ્રદ્યોતનને, અને Mા કુંડગ્રામના અધિપતિ નંદિવર્તન (મહાવીરના ભાઈને) પરણી હતી. આ પછી નાની બે બાકી રહી. તેમાંની સુજ્યેષ્ઠાને તેની સુંદરતા જાણી મગધ દેશનો રાજા શ્રેણિક (બિમ્બિસાર – બંબસાર) હરી લઈ જવા વૈશાલી આવ્યો હતો. તે તેને બદલે ચલ્લણાને લઈ ગયો અને ગાંધર્વવિવાહથી તેની સાથે લગ્ન કર્યું. આ સૌ થયા પહેલાં - આ પુત્રીઓનાં લગ્ન પહેલાં ચેટકની પોતાની બહેન નામે ત્રિશલા મહાવીરના પિતા સિદ્ધાર્થની સાથે પરણી હતી, અને તેનાથી નંદિવર્ધ્વન અને મહાવીર એ બે પુત્ર થયા હતા. ચેલણાથી શ્રેણિકને કુણિક (બૌદ્ધમાં જેને અજાતશત્રુ કહેવામાં આવે છે તે) બીજું નામ અશોકચંદ્ર તથા હલ અને વિહલ્લ એ નામના પુત્રો થયા હતા. પદ્માવતીથી દધિવાહનને ચંદના નામની પુત્રી થઈ હતી કે જે મહાવીરનો પ્રખર અભિગ્રહ પૂરો પાળી ચંદનબાળા નૈષ્ઠિક બ્રહ્મચારિણી તરીકે તેમની પ્રથમ સાધ્વી થઈ હતી, અને જેને પછી કેવળજ્ઞાન થયું હતું. મૃગાવતીથી શતાનીકને ઉદયન નામનો પુત્ર થયો હતો કે જેની સાથેનો ચંડપ્રદ્યોતનો યુદ્ધપ્રસંગ અને પછી સસરા-જમાઈનો સંબંધ, ઉપર કહી Page #61 -------------------------------------------------------------------------- ________________ ४० જૈન અને બૌદ્ધ મત : સંક્ષિપ્ત ઇતિહાસ અને સિદ્ધાંતો જવામાં આવ્યો છે. અને ઉક્ત મૃગાવતી તેના પતિનું મૃત્યુ થતાં તથા ચંડપ્રદ્યોતનું આક્રમણ થતાં મહાવીરના ઉપદેશથી વૈરાગ્ય ઊપજતાં દીક્ષા લઈ પછી અંતે કેવલજ્ઞાન પામી હતી; અને પ્રભાવતીથી ઉદાયનને અભીચી નામે પુત્ર થયો હતો. ત્રિશલાને જૈન શાસ્ત્રમાં વિદેહદિન્ના (વિદેહપુત્રી) કહેવામાં આવેલ છે. શ્રેણિકને - બિંબિસારને કુણિક (અજાતશત્રુ) નામનો પુત્ર વિદેહપુત્રીથી – વિદેહદેવીથી થયેલ છે એ બૌદ્ધ ગ્રંથમાં મળી આવે છે, તેથી તે બંને વાત સાચી ઐતિહાસિક છે. વળી તે ઉપરાંત એ પણ પુરવાર થાય છે કે વૈશાલી એ વિદેહ દેશની રાજધાની હતી.) આમ અરસપરસ રાજાઓ સગાઈના સંબંધથી જોડાયા હતા, છતાં એકબીજાના રાજ્ય પર આક્રમણ કરવાની રાજનીતિ બદલાઈ નહોતી. એક બીજા વચ્ચે અનેક કારણોને લઈને યુદ્ધના પ્રસંગો આવ્યા છે. જેવા કે શતાનીક અને દધિવાહન વચ્ચે યુદ્ધ, શતાનીકને અને પછીથી તેની રાણી મૃગાવતીને ચંડપ્રદ્યોત સાથે યુદ્ધપ્રસંગ અને તેનું આવેલ શુભ છેવટ, શ્રેણિક અને ચંડપ્રદ્યોત, કૌશાંબીના શતાનીકના પુત્ર ઉદયનનું ચંડપ્રદ્યોતને હાથે બંધાવું ને નાસી ભાગવું, વીતભયના ઉદાયન રાજા સાથે ચંડપ્રદ્યોત, ચેટક અને કુણિકનો યુદ્ધપ્રસંગ અને તેમાં વૈશાલી નગરીનો નાશ માલૂમ પડે છે. આમાંથી પહેલા અને છેલ્લા પ્રસંગ સિવાય બીજા પ્રસંગો સંબંધી ઉપર કહેવાઈ ગયું છે, તેથી તે બે પ્રસંગ સંબંધે થોડું અહીં કહીશું. મહાવીરે ૩૦ વર્ષ ગૃહસ્થાવસ્થામાં ગાળ્યા પછી દીક્ષા લઈ ૧૨ વર્ષ, કેવલજ્ઞાન પામ્યા પહેલાં એક દેશથી બીજા દેશમાં એમ વિહાર કર્યો હતો. તે વિહારના પહેલાં છ વર્ષ વીત્યા પછી બીજા છ વર્ષમાં વિહાર કરતાં છેલ્લા વર્ષમાં કૌશાંબી નગરીએ પોષ માસની કૃષ્ણ પ્રતિપદાએ આવ્યા. (ઈ.સ. પૂર્વે પપ૭માં.) આ વખતે ત્યાં શતાનીક રાજા રાજ્ય કરતો હતો, અને તેની રાણી મૃગાવતી વૈશાલીના ચેટક રાજાની પુત્રી) હતી. તેને સુગુપ્ત નામે મંત્રી હતો. મહાવીરે અભિગ્રહ એવો લીધો હતો કે અમુક જાતની રાજકુમારી અમુક સ્થિતિમાં રહી કુલ્માષ (અડદ) વહોરાવે તો જ પારણું કરે. આ અભિગ્રહ પૂરો ન થતાં ઉપવાસમાં ચાર માસ વીતી ગયા. આ અરસામાં શતાનીક રાજાએ સૈન્ય સાથે એક રાત્રીમાં જઈને ચંપાનગરીને ઘેરી લીધી. ચંપાપતિ દધિવાહન રાજા તેનાથી ભય પામી નાસી ગયો અને રાજાએ નગરીને લૂંટવાનો પોતાના સુભટોને હુકમ આપી દીધો. દધિવાહન રાજાને રાણી પદ્માવતી ઉર્ફે ધારણીથી થયેલી વસુમતી નામની પુત્રીને કોઈ ઊંટવાળો હરી ગયો. તે કૌશાંબી આવે છે અને કઈ રીતે મહાવીરનો અભિગ્રહ પૂરે છે એ અહીં પ્રસ્તુત નથી તેથી અન્ય સ્થલથી જાણી લેવાનું છે. સાથેસાથે જણાવવાનું કે આ દધિવાહન રાજાએ (પછીથી કે પહેલાંથી કહી શકાય તેમ નથી.) શતાનીક રાજાની કૌશાંબી નગરી અમિત સૈન્યથી ઘેરી લીધી હતી. શતાનીક કૌશાંબીની અંદર દરવાજા બંધ કરી રાહ જોતો ભરાઈ રહ્યો પણ કેટલેક કાળે ચંપાપતિ પોતાનું સૈન્ય બહુ હેરાન થવાથી અને ઘણું મરણ પામી જવાથી પોતાના નગર તરફ જવા ચાલ્યો. તે વખતે શતાનીક પોતાની નગરીના દરવાજા ઉઘાડી પોતાના સૈન્ય સાથે બહાર આવ્યો, અને ચંપાપતિ નાસી ગયો; જ્યારે કૌશાંબીપતિએ તેના Page #62 -------------------------------------------------------------------------- ________________ ભારતની રાજકીય સ્થિતિ રાજાઓ ૪૧. ૪૧ હાથી, ઘોડા અને ભંડાર વગેરે લઈ લીધું અને પછી પાછો સ્વનગર આવ્યો. આ સિવાય પોતનપુરના રાજા પ્રસન્નચંદ્ર પોતાના બાળકુમારને ગાદીએ બેસાડી દીક્ષા લીધી હતી. ત્યાર પછી તેના મંત્રીઓ ચંપાનગરીના રાજા દધિવાહનની સાથે મળી જઈને તેના રાજકુમારને રાજ્ય પરથી ભ્રષ્ટ કરશે એવું પ્રસન્નચંદ્ર મુનિને રાજગૃહમાં તેના રાજા શ્રેણિકનો એક સેનાની નામે દુર્મુખ કહેતો મહાવીરચરિત્રમાં જોવામાં આવે છે. (આ લગભગ ઈ.સ. પૂર્વે પ૨૦માં થયું હોય એમ જણાય છે – નિર્વાણ ને કેવલજ્ઞાન વચ્ચેના સમયમાં એ ચોક્કસ છે.) આ પરથી એમ જણાય છે કે ઈ.સ. પૂર્વે પપ૭માં અને પ૨૦માં દધિવાહન ચંપાપતિ હતો, ચંપાનગરીને લૂંટી અને દધિવાહન નાસી ગયો ત્યાર પછી તે પાછો ફર્યો હતો અને ચંપા પાછી લીધી હતી કે નહીં તે જણાવેલું નથી છતાં અનુમાન થાય છે કે તેણે ચંપાનગરી પાછી લીધી હશે. હવે ચંપાનગરી એક જ હતી કે જુદીજુદી તેની સમજણ પડતી નથી. કારણ કે ચંપાવાસી કામદેવ શ્રાવક થયો (ઈ.સ. પૂર્વે લગભગ પપ૦માં), અને તેની વાત જણાવતાં તે ચંપાનગરીમાં જિતશત્રુ નામે રાજા રાજ્ય કરતો હતો એમ જણાવ્યું છે. તેમજ ઉપર જણાવેલ ચંડપ્રદ્યોત રાજા અને અંગારવતીના લગ્નની વાત જે પરથી લીધી છે તે વરદત્તમુનિના ઇતિહાસ પરથી જણાય છે કે તે વખતે ચંપાનગરીમાં મિત્રપ્રભ (ચંદ્રપ્રભ) અને ધર્મઘોષ નામનો મંત્રી હતો. આમ જુદાજુદા રાજાનાં નામ એક જ ચંપાનગરીના એકી વખતે ન હોઈ શકે (૧) કાં તો ચંપાનગરી જુદીજુદી હોવી જોઈએ, અને તેથી તેના રાજા જુદાજુદા હોઈ શકે. (૨) અથવા તો ચંપા નામની એક જ નગરી હોય તો તેના રાજાઓ એક પછી એક ગાદીએ આવ્યા હોય અને તે એકબીજાને પિતા-પુત્ર કે ભાઈ-ભાઈ એવા કંઈ સંબંધથી જોડાયેલ હોય. (૩) કંઈ જુદાજુદા નાના રાજાઓથી એકત્રિત શાસન ત્યાં પ્રવર્તતું હોય. કાલની ગણના કરતાં (૧) પ્રથમ અનુમાન વિશેષ વજનદાર જણાય છે. હવે આપણે કુણિક અને ચેટક વચ્ચેનો યુદ્ધપ્રસંગ વિચારીએ. શ્રેણિક રાજાએ (પોતાના પુત્ર અભયકુમારે શ્રી વીર પાસે દીક્ષા લીધી ત્યારે પોતાના કુણિક નામના વડા પુત્રને રાજ્ય આપવાનો નિર્ધારથી બીજા કણિકના સગા ભાઈઓ નામે હલ્લ અને વિહલને અઢાર ચક્રનો હાર, અને બેચનક નામનો હાથી આપ્યો. કુણિકે બીજા પોતાના ભાઈને સમજાવી પિતા શ્રેણિકને બાંધી કેદખાનામાં નાંખ્યો અને ત્યાં પછી શ્રેણિકે આત્મઘાત કર્યો. ત્યાર પછી ચંપાપુરી વસાવી. પાછળથી કણિકની રાણીએ હલ્લ વિહલને આપેલ હાર વગેરે તેની પાસેથી લઈ લેવા કુણિકને સમજાવ્યું, તેણે તેની માગણી કરતાં હલ્લ વિદ્ધ ચંપાપુરીથી પોતાના માતામહ (માતાના પિતા) ચેટક વિશાલીના રાજા) પાસે જઈ આશ્રય લીધો અને ત્યાં યુવરાજ જેવા રહ્યા. કુણિકે માતામહ ચેટકને તે હલ્લવિહલને પાછા સોંપી દેવા કહેવરાવ્યું, પણ ક્ષત્રિય રાજા આશ્રિતનો અને તે વળી પોતાના પૌત્રોનો ત્યાગ કદી પણ કરતા નથી એમ ચેટકે ઉત્તર આપતાં કુણિકે મોટા સૈન્ય સહિત વૈશાલી પર ચડાઈ કરી. મહાન યુદ્ધ થયું. બંને પક્ષના મળીને એક કોટિ અને એંશી લાખ સુભટો મરણ પામ્યા. ત્યાર પછી હલ્લવિહલે કુણિકસેનામાં દિવસનુદિવસ ઘણું ભંગાણ સેચનક હાથીથી પાડ્યું. પછી તે બંનેએ મહાવીર પાસે દીક્ષા લીધી. આખરે કુણિકે વૈશાલી નગરીને ભગ્ન કરી અને Page #63 -------------------------------------------------------------------------- ________________ જૈન અને બૌદ્ધ મત : સંક્ષિપ્ત ઇતિહાસ અને સિદ્ધાંતો ચેટક ત્યાંથી ચાલ્યો ગયો. કુણિકે પોતાની પ્રતિજ્ઞા પ્રમાણે વિશાલા નગરીનો નાશ કરી ખેડવા લાયક જમીન જેવી બનાવી દીધી. આમ જે યુદ્ધપ્રસંગો જે તે વખતે થયા તેનું કંઈક વર્ણન કર્યું. - હવે આપણે જુદાજુદા રાજાઓ લઈ તેની ઉપર જણાવ્યા કરતાં કંઈ વિશેષ માહિતી મળે તો જોઈએ : મગધ દેશ – પ્રસેનજિતુ, શ્રેણિક, કુણિક અને ઉદાયી. શ્રેણિક (બિમ્બિયાર) - આના પિતાનું નામ પ્રસેનજિત્ અને માતાનું નામ ધારિણી હતું. પ્રસેનજિતુ મગધ દેશનો રાજા હતો, અને તેનું મુખ્ય નગર કુશાગ્રપુર નામે હતું. અહીં વારંવાર અગ્નિનો ઉપદ્રવ થવા લાગ્યો તેથી રાજાએ આઘોષણા કરાવી કે “જેના ઘરમાં અગ્નિ લાગશે તેને નગર બહાર કાઢવામાં આવશે.” એક દિવસ રસોઇયાના પ્રમાદથી રાજાના ઘરમાંથી જ અગ્નિ નીકળી. રાજાએ પોતાના કુમારોને કહ્યું કે “જે વસ્તુ જે કુમાર લઈ જાય છે તેને સ્વાધીન છે.' શ્રેણિક કુમાર ભંભાનું વાદ્ય લઈ નીકળ્યો અને તેનું કારણ તેને પૂછતાં જણાવ્યું કે “આ ભંભાવાદ્ય રાજાઓનું પ્રથમ જયચિહ્ન છે, દિગ્વિજયમાં મોટું મંગળ છે.” આથી રાજાએ તેનું ભંભાસાર” એવું બીજું નામ પાડ્યું. હવે રાજાએ પોતાની આઘોષણા પ્રમાણે પોતે નગર છોડવું અને એક કોશ દૂર જઈ છાવણી નખાવીને ત્યાં રહ્યો; પછી લોકો ત્યાં જતાં પરસ્પર પૂછતા કે તમે ક્યાં જાઓ છો ?' ત્યારે તેઓ પ્રત્યુત્તર આપતા કે “અમે રાજગૃહ (રાજાને ઘેર) જઈશું.” આ પરથી ત્યાં રાજગૃહ નામે નગર રાજાએ વસાવ્યું અને તેને ખાઈ, કિલ્લો, ચૈત્ય, મહેલો અને ચૌટાઓથી ઘણું રમણીય બનાવ્યું. રાજાએ શ્રેણિકને રાજયયોગ્ય ચતુર ગણેલ હતો તેથી તેને રાજ્ય આપવાનું બાકી રાખી બીજા કુમારોને જે કંઈ દેશ આપવાના યોગ્ય લાગ્યા તે આપી દીધા કે જેથી શ્રેણિક સંબંધે તેમને ખબર ન પડે, પણ શ્રેણિકને કંઈ ન મળ્યું તેથી તેને ખોટું લાગતાં તે ત્યાંથી ચાલ્યો ગયો. વેણા તટપુર જઈ ત્યાં એક શ્રેષ્ઠીની પુત્રી પરણ્યો. આથી અભયકુમાર નામનો પુત્ર ઔત્પાતિક બુદ્ધિવાળો અને પાછળથી શ્રેણિક રાજાના પાંચસો મંત્રીઓમાં પ્રધાન મંત્રી થયો હતો. શ્રેણિકને રાજાના મંદવાડ સમયે પાછો બોલાવ્યો ને તેને રાજ્ય આપ્યું. શ્રેણિક વૈશાલીના રાજા ચેટકની ચિલ્લણા નામની પુત્રીને ગાંધર્વ વિવાહથી પરણ્યો હતો અને તેથી તેને કુણિક, હલ્લ અને વિહલ્લ નામે ત્રણ પુત્રો અનુક્રમે થયા હતા. ધારણી નામની રાણીથી મેઘકુમાર નામે પુત્ર થયો હતો કે જેણે મહાવીર પાસે દીક્ષા લીધી હતી. તે સિવાય બીજી કુલપત્નીઓથી નંદિષેણ કે જેણે પણ વીર પાસે દીક્ષા લીધી હતી, તે અને તે સિવાય કાલ, મહાકાલ, ઈત્યાદિ બીજા દશ પુત્રો થયા હતા. શ્રેણિક મહાપ્રતાપી, શ્રદ્ધાવંત અને આદર્શ રાજા હતો; છેવટે કુણિકને રાજ્યયોગ્ય ગણી તેના માટે તે રાજ્ય રાખી બીજા કુમારોને જે આપવું હતું તે આપી દીધું, અને હવે કુણિકને રાજ્ય આપવાનું બાકી રહ્યું. પણ તે પહેલાં કુણિકે બીજા કુમારને ઉશ્કેરી શ્રેણિકને બાંધી કેદખાનામાં પૂર્યો અને સવાર-સાંજ સો-સો ચાબુક મારવા લાગ્યા. ખાનપાન પણ આપતો નહિ. કુણિકની માતા રાણી ચિલ્લણા કેદખાનામાં ગુપ્ત રીતે ખાનપાન આપી આવતી હતી. આ વખતે કુણિકને પદ્માવતી નામની રાણીથી ઉદાયી નામનો પુત્ર થયો. Page #64 -------------------------------------------------------------------------- ________________ ભારતની રાજકીય સ્થિતિ – રાજાઓ ૪૩ તે પરે તેની ઘણી મમતા હતી, પણ માતા ચિલણાએ જણાવ્યું કે “તારા પિતાની જે મમતા તારા પર હતી તે પ્રમાણમાં તારા પુત્ર પ્રત્યેની મમતા કશા લેખામાં નથી, કારણકે કૂકડીના કરડવાથી અથવા કૂકડીનાં પીંછાં વડે વીંધાવાથી જ્યારે તારી આંગળી પાકી હતી અને અંદર જીવ પડ્યા હતા ત્યારે તારા પિતાએ તારી એવી આંગળીને પણ મુખમાં રાખી તને સુખ આપ્યું હતું. અને અત્યારે કારાગૃહમાં નાંખી ઉપકારી પિતા પર શું એવું આચરણ કરે છે ? આથી કુણિકને પશ્ચાત્તાપ થયો અને પિતાની બેડી સ્વહસ્તે જ તોડી નાંખવા માટે લોહદંડ લઈ કેદખાનામાં દોડ્યો. શ્રેણિક કે જે હમેશાં ચાબુક ખાતો હતો તેણે લોહદંડ કુણિકના હાથમાં જોઈ પોતાનો વધ કરવા જ આવે છે એમ વિચારી તાલુપુટ વિષ ખાધું અને તત્કાળ પ્રાણ છોડ્યો. કુણિક – આનો જન્મ થયો કે અશોક વનમાં લઈ જવામાં આવ્યો હતો તેથી તેનું નામ “અશોકચંદ્ર' પાડવામાં આવ્યું હતું. પણ ગર્ભમાં હતો ત્યારે ખરાબ દોહદ માતાને થયા હતા તેથી તેને વનમાં છોડવામાં આવ્યો ત્યાં કૂકડીએ તેની ટચલી આંગળી કરડી ખાધી, પછી તે પાકીને પરુથી વ્યાપી ગઈ. શ્રેણિક રાજાએ તેને વનમાંથી મંગાવી તેની આંગળી મુખમાં રાખી હતી. આંગળી પછી રુઝાઈ, પણ બૂઠી રહી તેથી તેને બાળકો ‘કુણક' (બૂઠી આંગળીવાળો) નાનપણમાં કહેવા લાગ્યા. ઉપર કહ્યા પ્રમાણે તેણે રાજ્ય મેળવ્યું. પિતાના આત્મઘાતથી તેને ઘણું દુઃખ થયું, તેથી રાજગૃહ નગર અકારું લાગ્યું અને ખેદથી મુક્ત થઈ ન શક્યો. આથી બીજું શહેર વસાવવા ઇચ્છયું અને તે પ્રમાણે ફરતાં ફરતાં ચંપક નામનું મોટું વૃક્ષ દેખાયું ત્યાં ચંપા નામે નગરી વસાવી; અને ત્યાં સૈન્ય વગેરે લઈ જઈ કુણિક રાજ્ય કરવા લાગ્યો. તેની સાથે વૈશાલીના ચેટક સાથેનું યુદ્ધ અને વૈશાલીનો નાશ એ બીના આગળ કહેવાઈ ગઈ છે. મહાવીરના સમયમાં જ વૈતાદ્યગિરિની તમિસ્રા ગુહા પાસે દેવથી બળી ભસ્મ થયો. આ લગભગ વીરના નિર્વાણ પહેલાં ત્રણચાર વર્ષે બન્યું જણાય છે. ઉદાયી - આ પછી પ્રધાનોએ તેના પુત્ર ઉદાયનને ગાદીએ બેસાર્યો. તે શ્રાવકવ્રતમાં ચુસ્ત હતો અને વીર પ્રત્યે અડગ શ્રદ્ધા રાખતો હતો. આને પણ જેમ પોતાના પિતાએ રાજગૃહમાં તેના પિતાનું મરણ થયું હતું તેથી બહુ ખેદ થતાં અને ત્યાં ચેન નહિ પડવાથી ચંપા નગરી વસાવી હતી, તેમ ચંપામાં પોતાના પૂર્વજોનું મરણ થતાં ચેન ન પડવાથી ગંગા નદી પર પાટલવૃક્ષ હતું ત્યાં નગર વસાવ્યું અને પાટલિપુત્ર ૧. જુઓ ત્રિષષ્ટિ શલાકાપુરુષચરિત્ર, પર્વ ૧૦મું – મહાવીર ચરિત્ર (હેમચંદ્રકૃત) ભાષાંતર પૃ. ૨૭૦. ૧૯૭૧ના વૈશાખના જૈન ધર્મપ્રકાશ'ના તંત્રી રાકુંવરજીભાઈ જણાવે છે કે “કુણિકની આંગળીમાં જીવ પડ્યાનું લખ્યું છે, પણ જીવ પડ્યા નહોતા, રસી થયેલું હતું, તેથી જ તેની શાંતિ માટે શ્રેણિક રાજા તે આંગળી મોઢામાં રાખતા હતા. જીવ પડ્યા હોય તો મોઢામાં રાખે નહિ” – રા. કુંવરજીભાઈ મૃ. ૧૩૩ પરની હકીકત પરથી તેમ લખવા દોરાયા લાગે છે. તેમાં એમ લખ્યું છે કે : “તે કૂકડીએ કરડી ખાધી હતી. તેની પીડાથી રુદન કરતા તે બાળકની આંગળી કે જે રુધિરપથી વ્યાપ્ત હતી, તેને રાજાએ સ્નેહ વડે મુખમાં નાખી એટલે એ બાળક રોતો બંધ રહ્યો.” – પણ તેમને પૃ. ૨૭૦ જોવા વિનંતી કરીશ. તેમાં જે જણાવ્યું છે તે મેં બતાવ્યું છે. - લેખક Page #65 -------------------------------------------------------------------------- ________________ ૪૪ જૈન અને બૌદ્ધ મત : સંક્ષિપ્ત ઇતિહાસ અને સિદ્ધાંતો તેનું નામ આપ્યું. તેણે એક વૈરી રાજાનું રાજ્ય લઈ લીધું હતું, તેથી તે દુષ્ટ તેનું વેર લેવા ૧૨ વર્ષ સુધી સાધુવ્રત પાળી સાધુવેશમાં ઉદાયી રાજાનું ખૂન ધર્મક્રિયામાં હતો ત્યારે કર્યું હતું. ચંપા (અંગદેશની રાજધાની) - તેના રાજા દધિવાહન સંબંધે કહેવાઈ ગયું છે. પણ યાદ રાખવાનું છે કે આ ચંપાથી કુણિકે વસાવેલી ચંપા તો ભિન્ન લાગે છે. વૈશાલી (વત્સદેશની રાજધાની) - તેના રાજા ચેટક સંબંધે અને તેના નાશ સંબંધે પણ કહેવાઈ ગયું છે. વીતભય (સિંધુ દેશનું પાટનગર) - તેના રાજા ઉદાયન સંબંધે પણ કહેવાઈ ગયું છે. તે રાજા ત્રણસો ત્રેસઠ નગરવાળા સિંધુ સૌવીર દેશનો રાજા હતો. કોસાંબી (વત્સદેશની રાજધાની) – તેના રાજા શતાનીક અને પછી તેના પુત્ર ઉદાયન સંબંધે કહેવાઈ ગયું છે. ઉજ્જયિની (અવંતી દેશની રાજધાની) – આના રાજા ચંડપ્રદ્યોત સંબંધે પણ કહેવાઈ ગયું છે. આમ જે મહાન રાજાઓ હતા તે સંબંધે કંઈક જાણ્યું. હવે બીજા નાના રાજાઓ સંબંધે કંઈ જાણીએ : | પૃષ્ઠ ચંપા નગરી – આ હિમાલય પર્વતની ઉત્તર તરફ આવેલી હતી. તેમાં શાલ (મોટો) અને મહાશાલ (નાનો) એમ બે ભાઈમાંથી શાલ રાજા હતો અને મહાશાલ યુવરાજ હતો. તે બંનેએ મહાવીર પાસે દીક્ષા લીધી હતી. તેની બહેનનું નામ યશોમતી હતું. તેને પિઠર સાથે પરણાવી હતી અને તેથી ગાગલી નામે પુત્ર થયો. તે ગાગલી સાલ પછી ગાદી પર બેઠો હતો, અને તેણે પણ પોતાનાં માતાપિતા સહિત પોતાના પુત્રને ગાદી પર બેસાડી ગૌતમ સ્વામી પાસે દીક્ષા લીધી હતી. દશાર્ણ દેશ – તેમાં દશાર્ણ નામે નગર હતું. તેમાં દશાર્ણભદ્ર રાજા રાજ્ય કરતો હતો. તેની ઋદ્ધિ સમૃદ્ધિ ઘણી હતી. વીર પ્રભુ પાસે તે વંદન કરવા આવ્યો ત્યાં ઈદ્રની દ્ધિ જોતાં તેનો મદ ગળી ગયો, અને દીક્ષા લીધી. આર્યદેશમાં આ દેશની પણ ગણતરી છે, પરંતુ તેના મુખ્ય નગર તરીકે મૃત્તિકાવતી એ નામ આપેલ છે. આદ્ગક દેશ – તેમાં મુખ્ય નગર આર્દક હતું. ત્યાં આર્દક નામે રાજા અને તેને આર્તના નામે રાણી હતી. તે બંનેના પુત્રનું નામ આર્તકકુમાર પાડ્યું હતું. આ દેશની અનાર્ય દેશમાં ગણત્રી છે. આર્દક નગર બંદર હતું, કારણકે ત્યાંથી વહાણ મારફતે તે આર્દકકુમાર આર્ય દેશમાં આવ્યો હતો એવો ઉલ્લેખ જૈન ગ્રંથોમાં છે. પહેલાં તેણે સ્વયમેવ દીક્ષા લીધા પછી ગૃહસ્થાશ્રમ સેવી પુનઃ વીર પ્રભુ પાસે દીક્ષા લીધી હતી. પોતનપુર – આમાં સોમચંદ્ર રાજા રાજય કરતો હતો. તેને ધારણી નામે રાણીથી પ્રસન્નચંદ્ર નામે પુત્ર હતો. આ રાજા રાજ્યત્યાગ કરી નાની વયના પુત્રને ગાદી પર સ્થાપી વનમાં પરિવ્રાજક થયો અને રાણીની સાથે તાપસવ્રતથી ઝૂંપડામાં રહેવા લાગ્યો. (તાપસવ્રત કેવું હતું તે વિષે જણાવેલ છે કે ઝૂંપડી તે મહેલ, ઇંગુદી ફળના તેલના દીવા તે જ માણિક્યના દીપક, શ્રદ્ધા એ જ શ્રેષ્ઠ અંતઃપુર, અને પક્ષીઓ, મૃગો તે પ્રીતિપાત્ર હતાં) અહીં રાણીથી બીજો પુત્ર નામે વલ્કલચીરી (તાપસના વલ્કલમાં Page #66 -------------------------------------------------------------------------- ________________ ભારતની રાજકીય સ્થિતિ – રાજાઓ ૪૫ પોષાયેલો માટે) થયો. (પછી વલ્કલચીરીને કેવલજ્ઞાન થાય છે.) પછી સોમચંદ્ર મુનિ મહાવીર ત્યાં આવતાં દીક્ષા લે છે. પ્રસન્નચંદ્ર પણ દીક્ષા લે છે. ઉગ્ર ધ્યાન કરતાં તે પણ રાજર્ષિ કહેવાયા અને છેવટે કેવલજ્ઞાન પ્રાપ્ત કર્યું. શ્વેતાંબી નગરી - જેબૂદ્વીપના ભારતવર્ષમાં કૈક્યાદ્ધ દેશમાં આ નગરી રાજધાની હતી. અહીં અધર્મીનો શિરોમણિ, જેના હસ્ત નિરંતર રુધિરથી લેવાયેલા જ રહે છે એવો, પરલોકની દરકાર વિનાનો અને પુણ્યપાપમાં નિરપેક્ષ એવો પ્રદેશ નામનો રાજા હતો. આ વખતે શ્રાવસ્તી નગરીમાં જિતશત્રુ રાજા હતો. તેના સહવાસથી પ્રદેશી રાજાનો મંત્રી નામે ચિત્રસારથિ જૈનધર્માનુયાયી થયો. ત્યારપછી પાર્શ્વનાથ સંતાનીય કેશિ કુમાર મુનિ આવ્યા અને તેની સાથે રાજાએ સંવાદ કર્યો – તે વાદ પરલોક, આત્મા, વગેરે સંબંધ છે અને તે સંવાદ રાજપ્રશ્રીય (રાજાના પ્રશ્નો જેમાં છે તે) સૂત્રમાં આપેલ છે. રાજાએ ગુરુની શિક્ષા ગ્રહણ કરી. પછી તેને તેની પટ્ટરાણી સૂર્યકાંતાએ અન્નમાં વિષ આપ્યું અને તે સમ્યક આલોચનાપૂર્વક ધર્મધ્યાનમાં મૃત્યુ પામ્યો. અપાપા(પાપા)પુરી – અહીં રાજા હસ્તિપાળ હતો. તેણે છેલ્લી મહાવીરની દેશના સાંભળી એટલે તે પ્રતિબોધ પામ્યો અને દીક્ષા લઈ મોક્ષ ગયો. આને પાવાપુરી હાલ કહેવામાં આવે છે, પણ ગુજરાતની પાવાપુરી તે આ પાપાપુરી નથી તે ખાસ ધ્યાનમાં રાખવાનું છે. આ સિવાય કેટલાક રાજાનાં નામ આવે છે તે જણાવીએ. વણિક ગામમાં જિતશત્રુ નામે રાજા (કે જ્યાં આનંદ શ્રાવક વસતો હતો), ચંપા કે જેનો કામદેવ શ્રાવક રહેવાસી હતો તેનો જિતશત્રુ નામે રાજા, કાશી કે જેનો વાસી ચુલની પિતા શ્રાવક હતો તેનો જિતશત્રુ રાજા (આ કાશી ઉર્ફે વાણારસી ગંગાનદી કાંઠે આવેલ ઉત્તમ નગરી હતી અને તે કાશી દેશની રાજધાની હતી.) અને મિથિલા નગરીનો રાજા જનક (આ નગરી વિદેહ દેશની રાજધાની ગણાવેલી છે.). મોટા રાજાઓ સિવાય નાની નાની રાજવંશી જાતિઓ હતી તે બૌદ્ધ ગ્રંથોમાંથી આ પ્રમાણે મળી આવે છે, અને તે જાતિઓના નાયકને પણ “રાજા” કહેવામાં આવતા. ૧. કપિલવસ્તુની શાક્ય-શાકીય કે જેમાં બુદ્ધનો જન્મ થયો હતો. ૨. સુંસુમાર પર્વતની ભગ ૩. અલકમ્પની બુલિ ૪. કેસપુત્તની કલામ ૫. રામગામની કોલિય ૬. કુસિનારાની મલ્લ ૭. પાવાની મલ્લ ૮. પિપ્પલીવનની મોરિય ૯. મિથિલાની વિદેહ (વજિજય) ૧૦. વેસાલીની લિચ્છવી (વર્જિય) આમાં મહાવીર જે જાતિમાં જન્મ્યા હતા તે જ્ઞાતૃકજાતિ ઉમેરી શકાય અને ઉપર્યુક્તમાંના મધ્ય અને લિચ્છક (બૌદ્ધમાં લિચ્છવી) જાતિના નવ નવ રાજાઓ મળી ૧૮ રાજાઓએ પાવાપુરીમાં મહાવીરનું નિર્વાણ થતાં દીપમાલિકા રચી હતી એમ Page #67 -------------------------------------------------------------------------- ________________ ૪૬ જૈન અને બૌદ્ધ મત : સંક્ષિપ્ત ઇતિહાસ અને સિદ્ધાંતો જણાવેલ છે. અને તે રાજા સંબંધે એવું વર્ણવેલું છે કે તેઓ પાવાપુરીમાં કોઈ કાર્ય માટે એકઠા થયેલા હતા અને કાશી-કોશલ દેશના રાજાઓ કે જેઓ વૈશાલીના રાજા ચેટક (ચેડા) રાજાની આજ્ઞા માનનારા હતા તેઓ હતા. આ બધી બાબતનું વિશેષ જ્ઞાન કે ખબર જૈનોનાં અંગઉપાંગ જોયા તપાસ્યા વગર મળી શકે તેમ નથી. પહેલાં હિંદુસ્તાન જંબુદ્વીપ કે ભરતવર્ષ – ભરતખંડ તરીકે બોલાવાતો અને વિખ્યાતિ પામ્યો હતો. હિંદુ એ નામ સિંધુ નદી પરથી પાછળથી થયું છે. જૈન ગ્રંથોમાં જંબુદ્વીપ એ નામ વારંવાર અને સ્થળે સ્થળે આવે છે. આમાં આર્ય અને અનાર્ય દેશ એવા ભાગ પડેલા છે. સભ્ય, ધર્મશીલ અને વિવેકી પ્રજાજન જ્યાં હોય તે દેશને આર્ય દેશ કહેવામાં આવતો. ૨. ભારતના ભિન્નભિન્ન દેશો હવે જુદાજુદા દેશો તરફ આવીએ. આર્ય દેશ : आरात् हेयधर्मेम्यो याताः प्राप्ता उपादेयधमैरित्यार्याः - જેઓ હેય ધર્મથી દૂર ગયા છે અને જેમણે ઉપાદેય ધર્મ પ્રાપ્ત કર્યો છે તેને ‘આર્ય' કહેવામાં આવે છે. - પ્રજ્ઞાપના સૂત્ર. એ જ પ્રમાણે સૂત્રકૃતાંગમાં આચારાંગમાં કહ્યું છે કે – आराद्रे याता गताः सर्वहेयधर्मेभ्यः જેઓ સર્વ હય-ત્યાજ્ય ધર્મથી દૂર ગયા છે તે આર્ય. તેથી વિપરીત તે અનાર્ય. એ આર્ય જ્યાં વસે છે તેને આર્યક્ષેત્ર કહેવામાં આવે છે. તે દેશ ૨૫ સાડી પચવીશ કહ્યા છે. रायगिह मगहचंपा, अंगा तह तामलित्ति बंगाय । कंचणपुरं कलिंगा, वाणारसी चेव कासीय ॥ १ ॥ साएय कोसला गयपूरं च कुरिसोरियं कुसढ्ढा य । कंपिल्लं पंचाला, अहिछत्ता जंगला चेव ।। २ ।। दारवती य सुरठ्ठा, मिहिल विदेहा य वच्छ कोसंबी । નંઢિપુરં સંડિછા, મદિપુરમેવ માયા ૫ | 3 || वइराड मच्छवरणा, अच्छा तह मतियावई दसणा । सोत्तियमइया चेदी, बीइभयं सिंधु सोवीरा ।। ४ ॥ महुरा य सूरसेणा, पावा भंगी य मास पुरिवथा । सावत्थी य कुणाला, कोडीवरिसं च लाढा य ॥ ५ ॥ सेयंविया वियनगरी, केयइ अद्धं च आरीयं भणिय । एत्थुप्पत्ति जिणाणं, चक्कीणं रायकण्हाणं ॥ ६ ॥ - પ્રજ્ઞાપના ૧ ૫. Page #68 -------------------------------------------------------------------------- ________________ ભારતના ભિન્નભિન્ન દેશો જ્યારે સંસ્કૃતમાં શ્રીમદ્ હેમચંદ્રાચાર્યે ત્રિષષ્ટિશલાકાપુરપચરત્રમાં તે જ વાત આ પ્રમાણે જણાવી છે. ते चार्यदेशा नगरैरुपलक्ष्या इमे यथा । ६६९ ॥ राजगृहेण मगधा अंगदेशस्तु चंपया ।। ६६६ || वंगा पुनस्ताम्रलिप्तया वाणारस्या च काशयः । कांचनपुर्या कलिंगाः साकेतेन च कौशलाः ।। ६६७ ।। कुरवो गजपुरेण सौर्येण च कुशार्त्तकाः । कांपील्येन च पंचाला अहिच्छत्रेण जांगलाः ॥ ६६८ ॥ विदेहास्तु मिथिलया द्वारावत्या सुराष्ट्रकाः । वत्साश्च कौशांबीपुर्या मलया भद्रिलेन तु ॥ नांदिपुरेण संदर्भा वरुणाः पुनरुच्छया વૈરાટેન પુનર્મતાઃ શુક્તિમસ્યા ઘ વેયઃ || दशार्णा मृत्तिकावत्य वीतभये मिथवः । सौवीरास्तु मथुरया शूरसेनास्त्वपापया ।। ६७१ ।। भंग्या मास पुरी वर्त्ताः श्रावस्त्या व कुणालकाः । कोटीवर्षेण लाटाश्च श्वेतम्ब्या केतकार्द्धकाः ।। ६७२ ॥ आर्यदेशा अमी एभिर्नगरेरुपलक्षिता । तीर्थकृच्चक्रभृत्कृष्ण बलानां जन्म येषु हि ।। ६७३ || ૬૭૦ || મુખ્ય નગર રાજગૃહ નગર ચંપા નગરી દેશનામ મગધ દેશ અંગ દેશ વંગ દેશ કલિંગ દેશ કાશી દેશ કૌશલ દેશ કુરુ દેશ કુશાવર્ત્ત દેશ પાંચાલ દેશ જંગલ દેશ સૌરાષ્ટ્ર દેશ વિદેહ દેશ વત્સ દેશ શાંડિલ્ય દેશ મલય દેશ મત્સ્ય દેશ તાપ્રલિપ્તિ નગર કાંચનપુર નગર વાણા૨સી નગર સાકેતપુર નગર ગજપુર નગર સૌરીપુર નગર કાંપિલપુર નગર અહિચ્છત્રા નગરી દ્વારાવતી નગરી મિથિલા નગરી કોસંબી નગરી નંદીપુર નગરી દ્દિલપુર વૈરાટ નગરી ૪૭ ગ્રામસંખ્યા ૬૬૦૦ હજાર પ૦૦ હજાર પ૦ હજાર ૧૦૦ હજાર ૧૯૨ હજાર ૯૯ હજાર ૮૭૩૨૫ ૧૪૦૮૩ ૩૮૩ હજાર ૧૪૫ હજાર ૬૮૦૫ હજાર ૮ હજાર ૨૮ હજાર ૧૦ હજાર ૭૦૦ હજાર ૮૦ હજાર Page #69 -------------------------------------------------------------------------- ________________ ૪૮ જૈન અને બૌદ્ધ મત : સંક્ષિપ્ત ઇતિહાસ અને સિદ્ધાંતો વરુણ દેશ ઉચ્છાપુરી નગરી ૨૪ હજાર દશાર્ણ દેશ મૃત્તિકાવતી નગરી ૧૮૯૨ હજાર ચેદિ દેશ શક્તિકાવતી નગરી ૬૮૦૦ હજાર (શુક્તિમતી) સિંધુસૌવિર દેશ વીતભયપત્તન નગર ૬૮૫૦૦ શૂરસેન દેશ મથુરાનગરી ૬૮ હજાર ભંગ દેશ પાવાપુરી નગરી ૩૬ હજાર માસ દેશ પરિવટ્ટા (પુરીવતા) નગરી ૧૪૨ હજાર કુણાલ દેશ સાવથી (શ્રાવસ્તી) નગરી ૬૩૦૫૩ લાટ દેશ કોટવર્ષ નગર ૨૧૦૩ હજાર કેકઈ દેશ કેતક) શ્વેતાંબિકા નગરી આ અર્ધ આર્ય દેશ છે. હવે અનાર્ય દેશ ૩૧૯૭૪ || છે, તેમાંથી કેટલાએકનાં નામ હેમચંદ્ર આપે છે म्लेच्छास्तु शका यवनाः शर्बरा बर्बरा अपि । कायारुंडा उड्राश्च गोड्राः पत्कणका अपि ॥ ६७९ ॥ अरपाकाश्च हूणाश्च रोमकाः पारसा अपि । खसाश्च खासिका डौम्बिलिकाश्च लकुसा अपि ॥ ६८० ।। भिल्ला अंध्रा बुक्कसा श्च पुलिंदाः क्रौंचका अपि । भमररुताः कुंचाश्च चीनव श्चुक मालवाः ॥ ६८१ ।। द्रविडाश्च कुलक्षाश्च किराताः कैकया अपि हयमुखा गजमुखा स्तुरगाजमुखा अपि ॥ ६८२ ।। हयकर्णा गजकर्णा अनार्या अपरेऽपिहि । मा येषु न जानंति धर्म इत्यक्षराण्यपि ।। ६८३ ।। - શક દેશ, યવન દેશ, શબરદેશ, બર્બર દેશ, કામ દેશ, મુjડ દેશ, ઉગ્ર દેશ, ગોડ઼ દેશ, પત્થણ દેશ, અરપાક દેશ, હૂણ દેશ, રોમક, પારસ, ખસ, ખાસિક, ડોમ્બિલિક, લકુસ, ભિલ, અંધ, બુક્કસ, પુલિંદ, ક્રૌંચક, ભમરૂત, કુંચ, ચીન, ચૂક, માલવ, દ્રવિડ, કુલક્ષ, કિરાત, કેકય હયમુખ, ગજમુખ, તુરગાજમુખ, હયકર્ણ, ગજકર્ણ - એ સિવાય બીજા પણ અનાર્ય દેશો છે. ઉક્ત અનાર્ય દેશોમાં માનવો ધર્મ એવા અક્ષરો જ જાણતા નથી. (બ્રાહ્મણોનું આદિત્ય પુરાણ કે જેના રચાયાનો કાલ નિર્મીત નથી યા અમને અજ્ઞાત છે તે લગભગ સર્વ દેશો અનાર્ય હતા એવું જણાવે છે કે જેમાં જૈન ગ્રંથોમાં જણાવેલ આર્યદેશોમાંના ઘણાનો સમાવેશ થઈ જાય છે. તે સર્વ અનાર્ય દેશોનાં નામ અહીં તુલના કરવા અર્થે આપવાં ઠીક થઈ પડશે – તેની સાથે તે દેશોમાં જવાનું નિષિદ્ધ કરેલ છે. कांची काश्यप सौराष्ट्र देवराष्ट्रोऽन्ध्र मत्स्यजाः । कावेरी कोंकणा हूणास्ते देशा निन्दिता भृशम् ।। Page #70 -------------------------------------------------------------------------- ________________ ભારતના ભિન્નભિન્ન દેશો ૪૯ पंचनद्यो वहन्त्येता यत्र निःसृत्य पर्वतात् । आरट्टा नाम ते देशा न तेष्वार्योऽन्वहं वसेत् ॥ नर्मदासिंधुकौशीनां पारं पद्मस्य पश्चिमम् । गत्वा नरकमायाति तीर्थकालाधिकं वसन् ॥ अंगवंगकलिंगाश्च लाटमालविकास्तथा । नर्मदादक्षिणे यश्च सिंधोरुत्तरमेव च ॥ पौंड्राश्चेव सुराष्ट्राश्च वैद्यमागधिकास्तथा । न विवाहं तथा श्राद्धं यज्ञं चैव समाचरेत् ।। पापदेशाश्च ये केचित् पापैरध्यषिता जनैः । गत्वा देशानपुण्यांस्तु कृत्स्नं पापं समश्नुते ॥ सौराष्ट्र सिंधु सौवीरमावन्त्यं दक्षिणापथम् । गत्वैतान्कामतो देशान् कलिंगाश्च पतेत् द्विजः ।। - કાંચી, કાશ્યપ, સૌરાષ્ટ્ર, દેવરાષ્ટ્ર, અંધ, મત્સ્ય, કાવેરી, કોંકણ, હૂણ – આ દેશ અતિ નિંદિત છે. જ્યાં પર્વતથી નીકળી પાંચ નદી વહે છે તે આરટ્ટ દેશમાં આર્યોએ વસવું નહીં. નર્મદા સિંધુ, કૌશીના સામે પાર અને પદ્મની પશ્ચિમે જઈને તીર્થકાલથી અધિક વસનાર નરકમાં જાય છે. અંગ, વંગ, કલિંગ, લાટ, માલવિક, નર્મદાની દક્ષિણે આવેલ દેશ, અને સિંધુની ઉત્તરે આવેલ પ્રદેશ, પોંડ, સુરાષ્ટ્ર, વૈદ્ય, મગધ, આ દેશોમાં વિવાહ, શ્રાદ્ધ, અને યજ્ઞ કરવાં ન જોઈએ. જે કેટલાક પાપી માણસોથી વસાયેલા હોઈ પાપદેશો છે તે અપુણ્ય દેશમાં જવાથી સમસ્ત પાપના ભાગી થવાય છે. સૌરાષ્ટ્ર સિંધુ, સૌવીર, અવન્તીનો દક્ષિણાપથ, કલિંગ – આ દેશમાં ઈચ્છાપૂર્વક જવાથી દ્વિજ પતિત થાય છે. ઐતિહાસિક દષ્ટિએ વિચાર કરનાર વાચક સહજ જોઈ શકશે કે ઉપલા ઉતારામાં ગણાવેલા સઘળા દેશોમાં એક વખત મ્લેચ્છ અને અનાર્ય લોકની વસ્તી થઈ ગઈ હતી. હિંદુસ્થાનના જુદા જુદા ભાગોમાં જેમ જેમ મ્લેચ્છ લોકો ધસતા ગયા તેમ તેમ વર્ય દેશોની યાદી વખતોવખત વધતી ગઈ. પણ એ જ પ્લેચ્છો જતે દહાડે દેશમાં સમાઈ ગયા. દેશ નિર્ણય' – અમુક ભાગ પવિત્ર અને અમુક અપવિત્ર એ વિચાર જતો રહ્યો.” – વસંત આષાઢ ૧૯૭૦) આ સાડા પચ્ચીશ આર્ય દેશ તે આ ભરતક્ષેત્રના દક્ષિણાર્ધ્વ ભાગના મધ્ય ખંડ વિષે છે. આમાં તીર્થકર, ચઝિ, રામ (બલદેવ), કૃષ્ણ (વાસુદેવ) આદિ ત્રેસઠ ઉત્તમ પુરુષો જન્મ પામે છે. તેમજ શક અને યવનાદિક ૩૧૯૭૪|| અનાર્ય દેશ છે તેમાં બધા અનાર્ય લોકો વસે છે. આર્યક્ષેત્ર સીમા નિશીથ ચૂર્ણિમાં કહેલ છે ? मगहा कोसंबीया, थूणा विसओ कुणालविसओ य । ___ एसा विहारभूमी पत्ता आयरियं खेत्तं ।।। - પૂર્વમાં મગધ દેશ, દક્ષિણમાં કૌશાંબી, અને પશ્ચિમમાં ઘૂણા (?) અને ઉત્તરમાં કુણાલ દેશ (સાવથી નગરી) તે આર્યદેશ વિહારભૂમિ છે. આમાંથી કેટલાક વિષે હાલની જણાયેલ ભૌગોલિક હકીકત સાથે જણાવીએ. તેમાં મુખ્ય આધાર ડૉક્ટર Page #71 -------------------------------------------------------------------------- ________________ જૈન અને બૌદ્ધ મત : સંક્ષિપ્ત ઇતિહાસ અને સિદ્ધાંતો હાઇસ ડેવિડ્સકૃત “બૌદ્ધ ભારત’ નામના પુસ્તકમાં બૌદ્ધગ્રંથોના આધારે જે જણાવેલ છે તેનો લીધો છે : જેમ જૈનોમાં દેશ સંબંધી ટીપ આ પ્રમાણે આપી છે તેમ બૌદ્ધ ગ્રંથોમાં ૧૬ દેશની ટીપ આપી છે : અંગ, મગધ, કાશી, કોશલ, વજ્જી, મલ્લા, ચેટિ, વંશ (વત્સ), કુરુ, પંચાલ, મચ્છ (મસ્ય), સૂરસેના, અસ્સક, અવન્તી, ગંધાર અને કંબોજ. આ બંને ટીપ સરખાવતાં ઘણું સમાનપણું માલૂમ પડે છે. પણ અવંતીનું નામ જૈન પ્રમાણે આર્ય દેશની ટીપમાં ખાસ કરીને નથી તેથી કદાચ તેનો સમાવેશ માલવ નામના અનાર્ય તરીકે ગણાવેલ દેશમાં થતો હોવો જોઈએ. કારણકે જૈનની ટીપ બૌદ્ધ કરતાં મોટી અને વિસ્તારવાળી છે, અને આર્ય દેશની ટી૫માં ન હોવાથી ગંધાર, કંબોજ આદિને અનાર્ય દેશ જૈનોએ ગણેલા હોવા જોઈએ અથવા વધારે સંભિવત રીતે તેનો કોઈ આર્ય દેશમાં સમાવેશ થતો હોવો જોઈએ. ૫૦ ૧. મગધ હાલમાં બિહાર નામનો પ્રાંત છે તે મગધ દેશ હતો. સંભવિત રીતે તે વખતે તેની સીમા ઉત્તરે ગંગા નદી, પૂર્વે ચંપા નદી, દક્ષિણે વિંધ્યાચલ પર્વત, અને બૌદ્ધ ગ્રંથ વિનયપિટકમાં જણાવ્યા પ્રમાણે તેમાં અને અંગદેશમાં મળીને એંસી હજાર ગ્રામ હતાં અને તેનો ઘેરાવો (પરિઘ) ત્રણસો લીગ એટલે આશરે ત્રેવીસસો માઈલ હતો એમ એક બૌદ્ધ ગ્રંથમાં જણાવેલ છે; જ્યારે ઉપર જોઈ ગયા તેમ જૈન ગ્રંથ એકલા મગધ દેશમાં છ હજાર છ સો છાસઠ લાખ ગ્રામ હતાં એમ જણાવે છે. ૨. અંગ - અંગ લોકો મગધની પૂર્વે આવેલ દેશમાં વસતા હતા અને તેની રાજધાની ચંપા હતું કે જે હાલના ભાગલપુર પાસે આવેલ હતું. તેની સીમાની ખબર નથી. બૌદ્ધના ગ્રંથ પ્રમાણે બુદ્ધના વખતમાં તે મગધને તાબે હતું, અને તેણે પાછી સ્વતંત્રતા મેળવી હોય એવું જણાતું નથી. આની પૂર્વે તે સ્વતંત્ર હતું અને આસપાસના પાડોશી રાજ્યો સાથે યુદ્ધ થવાની કથાઓ મળે છે. બુદ્ધના વખતમાં અંગરાજ માત્ર સંપત્તિમાન અમીર જેવો હતો, અને તેણે અમુક બ્રાહ્મણને જિવાઈ બાંધી આપી હતી એમ બૌદ્ધ ગ્રંથમાંથી મળી આવે છે. જૈન ગ્રંથમાંથી એવું જણાય છે કે ચંપાનો રાજા દધિવાહન હતો. તે વૈશાલી નગરીના રાજા ચેટકની પુત્રી પદ્માવતી અથવા બીજું નામ ધારણીને પરણ્યો હતો. તેના પર કૌશાંબીના રાજા શતાનીકે ચડાઈ કરી હતી અને તેથી તે રાજા નાસી ગયો હતો. શતાનીક લૂંટ કરી કૌશાંબી આવ્યો. પાછળથી દધિવાહનનું શું થયું તે કંઈ જણાતું નથી. ઈ.સ.૫૬૨થી ૫૫૬ની વચમાં ચંપા કૌશાંબી (વત્સદેશને) – બૌદ્ધ પ્રમાણે મગધ દેશને નહિ તાબે થયું હશે. અલબત્ત પછી જૈન ગ્રંથોમાં જણાવ્યા પ્રમાણે ચંડપ્રદ્યોત નામના અવંતીના રાજાએ કૌશાંબી પર ચડાઈ કરી હતી અને તે વખતે શતાનીક રાજા મરણ પામ્યો હતો. અને તે ચંડપ્રદ્યોતને બાંધીને રાજગૃહમાં (મગધની રાજધાનીમાં) શ્રેણિક રાજાના પુત્ર અભયકુમારે આણ્યો હતો. — ૩. કાશી – તે હાલના કાશીમાં રહેલ લોકો હતા. બૌદ્ધના ગ્રંથ પરથી જણાય છે કે બુદ્ધના વખતમાં ભારતનું આ પ્રખ્યાત પ્રાચીન રાજ્ય એટલી બધી રાજકીય નબળી દશામાં આવી પડ્યું હતું કે તેની રાજ્યની આમદાની માટે મગધ અને કોશલ વચ્ચે યુદ્ધ ચાલતું હતું. અને તે રાજ્યને કોશલમાં જોડી દેવામાં આવ્યું હતું, બૌદ્ધના જાતક ગ્રંથમાં તે દેશનો પિરઘ બે હજાર માઈલ કરતાં વધુ જણાવે છે. તેણે કદી Page #72 -------------------------------------------------------------------------- ________________ ભારતના ભિન્નભિન્ન દેશો સ્વતંત્રતા પુનઃ મેળવી નથી. તેની સીમા શું હતી તે જણાતું નથી. ૪. કોશલ – તે લોક જે રાજ્યમાં રહેતા હતા તેની રાજધાની સાવથી હતું કે જે હાલના નેપાલમાં હાલના ગોરખપુરની વાયવ્ય કોણમાં ૭૦ માઈલ છેટે હતું. તેની અંદર વણારસી અને સાકેતનો સમાવેશ થતો હતો અને તેની સીમા સંભવિત રીતે એ હતી કે દક્ષિણે ગંગા નદી, પૂર્વે ગંડક નદી અને ઉત્તરે પર્વતો આવેલ હતા. શાક્ય લોકોએ ઈ.સ. પૂર્વે ૭મા શતકમાં કોશલનું આધિપત્ય સ્વીકાર્યું હતું. આમ બૌદ્ધ ગ્રંથમાંથી જણાય છે. જૈન ગ્રંથ પ્રમાણે કોશલ દેશની રાજધાની સાકેતપુર કહેલ છે (કે જેનો સમાવેશ થઈ જતો હતો એમ ઉપર જણાવ્યું છે) જ્યારે સાવથી નગરી એ કુણાલ દેશની રાજધાની હતી. તો કદાચ દેશનો સમાવેશ કોશલમાં થતો હોય તો કહેવાય નહીં. વળી બૌદ્ધ ગ્રંથો પરથી જણાય છે કે આ રાજ્ય અને મગધ રાજ્ય વચ્ચે રાજકીય યુદ્ધ થતાં હતાં. આ રાજ્ય ગંગા અને પર્વતોના વચ્ચેના પ્રદેશમાં આવેલ લોકો ૫૨ જીત મેળવી તેને વશ કર્યા હતા. મગધ અને કોશલ એ બે રાજ્યમાંથી કોણ ભારતમાં મોટું ગણાય તે સંબંધીનો ઝઘડો, મગધને લિચ્છવી જેવું સ્વતંત્ર અને શક્તિવાળું રાજ્ય મદદ આપવા તૈયાર થયું, તેથી દૂર થયો. કોશલોએ કાશી ૫૨ અનેક ચડાઈઓ બુદ્ધના વખત પહેલાંના તેના રાજા નામે વંક, દખ્ખસેન અને કંસે કરેલી હતી. અને છેવટે કંસ રાજાએ કાશી પર જીત મેળવી તેથી તેનું નામ ‘કાશીજિત્’ પડ્યું. ૫૧ ૫–૬. વિદેહ – વિદેહીઓ અને લિચ્છવી એ બે મોટાં અને બીજાં છ નાનાં એમ આઠ રાજ્યો મળી ‘વજ્જિયન' કહેવાતા. વિદેહ એ બુદ્ધ કરતાં પૂર્વના કાળમાં એક જુદું રાજ્ય હતું એમ દંતકથા જણાવે છે, જ્યારે બુદ્ધના વખતમાં એક પ્રજાસત્તાક રાજ્ય જેવું હતું એમ બૌદ્ધ ગ્રંથમાંથી જણાય છે. તેને જુદા રાજ્ય તરીકે લેખતાં તેનું કદ આશરે ૨૩૦૦૦ માઈલ પરિઘમાં હતું એમ કહેવામાં આવે છે. તેની રાજધાની મિથિલા લિચ્છવીની રાજધાની નામે વૈશાલીથી વાયવ્ય કોણમાં આશરે ૩૫ માઈલ દૂર હતી. ત્યાં મહાન જનક રાજા બૌદ્ધ ધર્મના ઉદયની પહેલાં થોડા સમય અગાઉ રાજ્ય કરતો હતો. અને એ સંભવિત છે કે હાલનું જનકપુર નામનું શહેર તે મહાન ક્ષત્રિય વિદ્વાન અને પૂર્વના એક ફિલસૂફ એવા જનકરાજાનું સ્મરણ જાળવી રાખે છે. જૈન ગ્રંથ નામે હેમચંદ્રના મહાવીર ચિરત્ર' પર નજર નાખતાં મહાવીર પોતાના વિહાર દરમ્યાન મિથિલાનગરીમાં રાજગૃહથી વિહાર કરી આવ્યા હતા. અને તે વખતે તેમને વંદન કરવા અર્થે જનક રાજાએ આવી સુખશાતા પૂછી પૂજા કરી હતી. આ જનક રાજા એક હોય એમ માની શકાતું નથી. મહાવીરે અહીંથી વિહાર કરી વિશાલા નગરી (કે જેના લોકને બૌદ્ધમાં લિચ્છવી’ જણાવ્યા છે)માં ૧૧મું ચોમાસું કર્યું હતું. આ પરથી જણાય છે કે મિથિલા નગરી તે રાજગૃહ ને વિશાલી નગરીની વચમાં આવેલ હોવીજોઈએ. વિશાલી નગરીને વિશાલાપુરી એ નામ આપ્યું છે. આનો રાજા આ વખતે ચેટક નામનો હતો અને તેની ૭ કુંવરી પૈકી છ જુદાજુદા રાજાઓને પરણી હતી કે જે ઉપર જણાવી દીધેલ છે. અહીં ખાસ જણાવવાનું કે વિશાલી નગરી જેની રાજધાની છે તે દેશનું આ ૨૫! આર્ય દેશની ટીપમાં નામ આપ્યું નથી. આ પરથી કદાચ Page #73 -------------------------------------------------------------------------- ________________ પર જૈન અને બૌદ્ધ મત : સંક્ષિપ્ત ઈતિહાસ અને સિદ્ધાંતો વિશાલીનગરીનો સમાવેશ બીજા દેશમાં થતો હોય તો તે સંભવિત છે, અગર તે નાનું સરખું પરંતુ ઉપયોગી રાજ્ય હોય તે સંભવિત છે. ૭. ચેટિ – આને ચેદિ પણ કહેવામાં આવેલ છે. આનાં બે જુદાં સંસ્થાન હતાં. તેમાંનું એક સંભવિત રીતે જૂનું તે હાલ જ્યાં નેપાલ દેશ છે તેમાં પર્વતોમાં આવેલા હતું. અને બીજું તેનાથી સંભવિત રીતે નવું તે કોશાંબી પાસે પૂર્વ તરફ હતું. કેટલાક તેને વત્સદેશ સાથે ગણી ગોટાળો કરે છે, પણ આને તેથી જુદું જ પાડવામાં આવેલ છે તેથી તે જુદું જ હોવું જોઈએ. જૈન પ્રમાણે આની રાજધાનીનું શહેર શુક્તિકાવતી એ ખાસ આપેલ છે. ૮. વત્સ (બૌદ્ધમાં વંસા) - તે વત્સોનો દેશ છે કે જેની રાજધાની કોસાંબી કરીને છે. તે અવંતીની તરત જ ઉત્તર અને જમના નદીના કાંઠા ઉપર આવેલ હતી. આ સંબંધે બૌદ્ધ અને જેનો સરખી રીતે હકીકત આપે છે. – આનું મુખ્ય નગર જૈન પ્રમાણે ગજપુર કહેલ છે, જ્યારે બૌદ્ધ ગ્રંથ પ્રમાણે ઈદ્રપ્રસ્થ છે. ઇન્દ્રપ્રસ્થ હાલની દિલ્હી પાસે હતું. આ દેશની ઉત્તરે પાંચાલ અને દક્ષિણે મત્સ્ય દેશ હતો. બૌદ્ધના જાતકગ્રંથ આધારે આ દેશનો ઘેરાવો બેહજાર માઈલ હતો. બુદ્ધ અને મહાવીરના સમયમાં આની રાજકીય ઉપયોગિતા વિશેષ હતી નહીં. ૧૦. પાંચાલ – આનું મુખ્ય નગર કાંડિલ્ય કે જેને બૌદ્ધમાં કંપિલ કહેવામાં આવ્યું છે તે હતું. બૌદ્ધ ગ્રંથ પ્રમાણે બે પાંચાલ દેશ સાથેસાથે હતા. તેમાં એકનું ઉપર્યુક્ત અને બીજાનું કનોજ નામે નગર મુખ્ય નગર હતાં. આ દેશ કુરુ દેશની પૂર્વે આવેલ હતો. ૧૧. મત્સ્ય (મચ્છ) – જેનગ્રંથ પ્રમાણે આની રાજધાની વિરાટ નગરી હતી.આ કુરુદેશની દક્ષિણે અને જમના નદીની પશ્ચિમે આવેલ હતો. જમનાની એક બાજુએ આ દેશ અને બીજી બાજુએ દક્ષિણ પાંચાલ હતો. ' ૧૨. શૂરસેન દેશ – તેની રાજધાની મથુરા (બી. મધુરા) હતી. એને તે મત્સ્ય દેશના બરાબર નૈઋત્ય કોણમાં અને જમના નદીના પશ્ચિમે આવેલ હતો. ૧૩. ભગ્ન – આ દેશની રાજધાની પાવાપુરી હતી. બૌદ્ધમાં પણ સુસુમાર પર્વત પાસે ભગ્ન જાતિ રહેતી હતી અને પાવામાં મધ જાતિ વસતી હતી એમ જણાવ્યું છે. તો પાવાપુરી સુસુમાર પર્વત પાસે આવેલ ગણી શકાય. ચીનના પ્રવાસી લખી ગયા છે તે પ્રમાણે પાવાની મધ્વજાતિનો પ્રદેશ પર્વતના ઢોળાવો ઉપર શાક્ય ભૂમિની પૂર્વે અને વજિજયના દેશની ઉત્તરે હતો, પરંતુ કેટલાક તે પ્રદેશ શાક્યભૂમિની દક્ષિણે અને વર્જિયના દેશની પૂર્વે હતો એમ જણાવે છે. ઉક્ત મલ્લ જાતિ કુશિનારામાં પણ રહેતી હતી. બંને શહેરની મધ્ય જાતિ સ્વતંત્ર જાતિ હતી. ૧૪. સૌરાષ્ટ્ર – હાલ જેને કાઠિયાવાડ ને ગુજરાત કહેવામાં આવે છે તે. તેની રાજધાની દ્વારામતી (હાલનું દ્વારકા) હતી. તે બંદર હતું. બૌદ્ધ ગ્રંથમાં કાંબોજ નામનો દેશ હતો અને તે છેવટના વાયવ્ય ખૂણામાં આવેલ હતો, અને તેની રાજધાની દ્વારકા હતી એમ જણાવેલ છે. • * * * * * * * * Page #74 -------------------------------------------------------------------------- ________________ ભારતના ભિન્નભિન્ન દેશો ૫૩ આ સિવાય બૌદ્ધગ્રંથમાં અસ્સક, અવન્તી અને ગાંધાર નામ આપેલ છે. અસ્સક – બુદ્ધના વખતમાં ગોદાવરીના તીરે વસેલું સંસ્થાન હતું, અને તેની રાજધાની પોતન ઉર્ફે પોટલિ હતું. (આ જેનમાં જણાવ્યા પ્રમાણે મહાવીરના શિષ્ય પ્રસન્નચંદ્ર રાજર્ષિ જે નગરમાં રાજ્ય કરતા હતા તે પોતનપુર જ અને આના પર તે રાજર્ષિ પછી તેનો બાલ પુત્ર ગાદી પર હતો ત્યારે અવંતીના રાજાએ ચડાઈ કરવા તૈયારી કરી હતી એમ કથા પરથી સ્પષ્ટ જણાય છે.) આ શૂરસેન અને અવન્તીની વચમાં આવેલ દેશ હતો. અવન્તી – મુખ્ય નગર ઉજજૈણિમાં રાજા ચંડપ્રદ્યોત કે જેના વિશે આગળ ઘણું કહેવાઈ ગયું છે તે રાજ્ય કરતો હતો. પાછળથી આ દેશનો મોટો ભાગ સિંધુ નદીની ખીણમાંથી આવી જે આર્ય લોક કચ્છના અખાતમાંથી પશ્ચિમ તરફ ગયા હતા તેણે લઈ લીધો હતો. ગંધાર – હાલનું કંદહાર, પૂર્વ અફગાનિસ્તાનનો દેશ અને ઘણું કરી તેમાં પંજાબના વાયવ્ય ખૂણામાંનો પ્રદેશ સમાઈ જતો હતો. તેની રાજધાની તક્ષિલા હતી. બુદ્ધના વખતમાં તેના રાજા પુક્સાતિએ મગધના રાજા બિસ્મિસાર પાસે પોતાના પત્ર સાથે એક એલચી મોકલ્યો હતો એમ કહેવામાં આવે છે. કેટલાંક મુખ્ય શહેરો : ૧. અયોધ્યા – સરયૂ નદી પર કોશલ દેશમાં આવેલ શહેર હતું. તેની પ્રખ્યાતિ રામાયણના નાયક રામચંદ્રજીની રાજધાની તરીકે થઈ છે. આને મહાભારતમાં પણ જણાવવામાં આવ્યું નથી, અને આ સમયમાં તે જાણીતું ગણાતું જ નહીં ૨. વરાણસી (બનારસ હાલનું) – ગંગા નદીના ઉત્તર કિનારા પર તેના અને વરણ નદીના સંગમસ્થાને આવેલ શર. તેની સીમામાં વરણ નદી અને અસિ નામની નાની નદી વચ્ચેનો ભાગ આવી જતો હતો અને તે નામ પરથી જ જણાય છે. લગભગ ૮૫ માઈલનો વિસ્તાર ખૂદ્ધ મહાવીરના સમય પહેલાં હતો. આ વાત અવિશ્વાસને પાત્ર નથી કારણકે મેગાસ્થનીસ રાજગૃહમાં રહેતો હતો અને તેણે રાજગૃહની કિલ્લાની દીવાલોનો વિસ્તાર લગભગ ૨૫ માઈલ જણાવેલ છે. આમાં પંડિતોના વાદો બહુ થતા હતા. ૩. ચંપા – ચંપા નદી પર આવેલ અંગદેશનું પ્રાચીન પાટનગર હતું. કનિંગહામ કહે છે કે તે ભાગલપુરની પૂર્વે ૨૪ માઈલ પર ચંપા નામનું ગામ છે ત્યાં તે નગરી આવેલી હતી આના કરતાં જૂનું નગર ચંપા નામનું કાશમીરમાં હતું. ૪. કંપિલ – ઉત્તર પંચાલની રાજધાની. ગંગા નદીના ઉત્તર કિનારા પર હતું. ૫. કોસાંબી – વત્સ દેશની રાજધાની. ગંગા નદી પર, વરાણસી નગરથી ૨૩૦ માઈલ પર આવેલ હતી. દક્ષિણ અને પશ્ચિમ ભાગ તરફથી આવી કોશલ અને મગધ દેશમાં જવા માટે અત્રે આવવું પડતું. કોસાંબીથી રાજગૃહ જવાનો રસ્તો ગંગા નદી સાથે ચાલતો. ૬. મધુરા - જમના પર શૂરસેન દેશની રાજધાની, હાલનું મથુરા છે તે જ. Page #75 -------------------------------------------------------------------------- ________________ ૫૪ જૈન અને બૌદ્ધ મત : સંક્ષિપ્ત ઇતિહાસ અને સિદ્ધાંતો બુદ્ધના વખતમાં આના રાજાને “અવન્તીપુત્ર કહેવામાં આવતો તેથી તેને અને ઉજ્જનને રાજાને સગપણ હતું એમ જણાય છે. ૭. મિથિલા – વિદેહની રાજધાની. હાલનો તિહત દેશ, તેનો વિસ્તાર ૭ માઈલ જેટલો કહેલ છે. ૮. રાજગૃહ – મગધનું પાટનગર. હાલનું રાજગિર. બિસ્મિસાર રાજાએ બંધાવેલું હતું. બૌદ્ધ ગ્રંથ પ્રમાણે ત્યાર પછી શિશુનાગ રાજાએ ત્યાંથી રાજધાની ફેરવી વૈશાલી કરી હતી. અને તેના પુત્ર કાલાશોકે વૈશાલીથી ફેરવી પાટલિપુત્રમાં (હાલના પટના પાસે) રાજધાની કરી હતી. ૯. રોરૂક (પછીથી રોરૂવ) – સોવિર દેશનું પાટનગર, કે જે પરથી હાલનું સુરત એ નામ ઉદ્ભવેલ છે. બધા ભાગમાંથી અને મગધમાંથી અહીં સાર્થવાહ આવતા. આ બંદર હતું. આ ક્યાં હતું તે બરાબર નિર્ણત થયું નથી, તોપણ આ તો ચોક્કસ છે કે તે કચ્છના અખાત પર હાલના ખારાગોડા પાસે આવેલ હતું. આની પડતી થયા પછી આનું સ્થાન ભરૂકછે (હાલના ભરૂચ) અને સુપ્પારકે લીધું. બંને કાઠિયાવાડ દ્વીપકલ્પની દક્ષિણે એકબીજાથી સામી દિશાએ આવેલ હતાં. ૧૦. સાગલ – મદ્દોનું મુખ્ય નગર. ૧૧. સાકેત – કેટલીક વખત કોશલનું મુખ્યનગર હતું. બુદ્ધના વખતમાં તેની રાજધાની સાવથી નગરી હતી. બંને પાસેપાસે હતાં. બંને વચ્ચે અંતર ૪૫ માઈલ હતું. રસ્તામાં નદી આવતી હતી. ૧૨. સાવથી - શ્રાવસ્તી, કોશલની રાજધાની, રાજાનું નામ પર્સનાદિ હતું કે જેના વિષે ઉપર કંઈક કહેવાઈ ગયું છે. સાકેતથી ૬, રાજગૃહથી વાયવ્ય ખૂણામાં ૪પ, સુધ્ધારકના ઈશાનખૂણામાં ૧૦૦ કરતાં વધારે, સંકથી ૩૦ લીગ દૂર હતું અને અચિરાવતી નદીના કિનારા પર આવેલ હતું. ૧૩. ઉજ્જૈની – અવંતીનું મુખ્ય નગર, રાજગૃહથી પ0 લીગ દૂર. ૧૪. વેશાલી – મગધરાજાના, અને નેપાલ રાજાના પૂર્વજો – મૌર્ય અને ગુપ્તવંશી રાજા સાથે સગપણથી જોડાયેલી લિચ્છવી જાતિની રાજધાની. વજિયજાતિનું મુખ્ય સ્થાન. પાછળથી અજાતશત્રુએ આ જાતિને હરાવી હતી પણ તદ્દન સંપૂર્ણપણે તે ભગ્ન થઈ ન હતી. વિહત તાલુકામાં ગંગા નદીથી ૩૫ માઈલ દૂર, રાજગૃહથી રૂપ માઈલ દૂર હોવું જોઈએ. આની પાસે આવેલ પરામાં (ક્ષત્રિયકુંડમાં) મહાવીર જન્મેલ હતા. અહીં પ્રસ્તુત કાલથી પ્રાચીન મંદિરો હતાં. હવે મહાવીર પ્રભુએ દીક્ષા લીધા પછી જે જે ગામ, શહેર અને દેશમાં વિહાર કર્યો તેનાં અનુક્રમે નામ આપીશું કે જેથી કોઈપણ ગામ, શહેર અને દેશ ક્યાં આવેલ હતાં અને કેની કેની પાસે આવેલ હતાં તેની ખબર - માહિતી મળે. મહાવીરના વિહારમાં આવેલાં સ્થળો : પ્રથમ છ વર્ષનો વિહાર – કુમરગામ, કોલા ગામ, મોરાગામ, અસ્થિકગામ – મૂળ નામ વર્તુમાનગામ, (શૂલપાણીના ઉપસર્ગ)-પ્રથમ ચોમાસું. મોક (પુન:) – આ Page #76 -------------------------------------------------------------------------- ________________ ભારતના ભિન્નભિન્ન દેશો પપ ગામ વીરના પિતા સિદ્ધાર્થનું હતું. ઉત્તર ચાવાલ ગામ, શ્વેતાંબી નગરી જતાં કનકખળ આશ્રમમાં દષ્ટિવિષ સર્પને બૂઝવી પાછા ઉત્તર ચાવાળ ગામ સમીપે આવ્યા. શ્વેતાંબી નગરી, સુરભિપુર, ગંગા નદી પાસે (સુદષ્ટ નામના નાગકુમારના ઉપસર્ગ), સ્થણાક ગામ, રાજગૃહ નગર (તેના નાલંદા પાડામાં) – ગોશાળો પ્રથમ મળ્યો, – અહીં બીજું ચોમાસું કર્યું. કોલ્લાકગામ, સ્વર્ણખલ નામનું સ્થાન, બ્રાહ્મણ ગ્રામ, પવકાળ ગામ, કુમાર (સંનિવેશ), ચોરાકગામ (ગોવાળિયાએ કૂવામાં નાંખ્યા), અને પૃષ્ઠચંપા નગરી, ત્રીજું ચોમાસું. કૃતમંગળનગર, શ્રાવસ્તીનગરી, હરિગામ (અગ્નિ ઉપસર્ગ), લાગલગામ, આવર્ત ગામ, ચોરાકગામ, કલુંબકગામ, અનાર્ય દેશમાં -- લાટદેશ, પૂર્ણકલશગામ, ભદિલપુર ત્યાં ચોથું ચોમાસું. કદલીસમાગમ ગામ, જંબુખંડ ગામ, તંબાક ગામ, કૂપિકા ગામ (રક્ષકોનો માર), વિશાળાપુરી તરફ જતાં ગોશાળો રાજગૃહ તરફ ગયો ને પછી તે પુરીમાં આવ્યા, ગ્રામક ગામ, બિભેલક ગામ, શાલિશીર્ષ ગામ (કટપૂતના વ્યંતરીના ઉપસર્ગ), પ્રભુને લોકાવધિજ્ઞાન થયું. ભદ્રિકાપુરી, છઠું ચોમાસું. અહીં ગોશાળો મળ્યો. બીજા વર્ષનો વિહાર – મગધ દેશમાં ૮ માસ, આલભિકા નગરી (૭મું ચોમાસું), કુંડક ગામ, બહુશળ ગામ (શાલાય વ્યંતરીનો નિષ્કારણ ઉપસર્ગ), લોહાર્ગલ ગામ (જિતશત્રુ રાજા રાજ્ય કરતો હતો.), પુરિમતાલ નગર, ઉષ્ણાક ગામ, રાજગૃહનગર (આઠમું ચોમાસું). વ્રજભૂમિ, શુદ્ધ ભૂમિ, લાટ વગેરે મ્યુચ્છ દેશો, (ત્યાં નવમું ચાતુર્માસ). સિદ્ધાર્થપુર, કૂર્મગ્રામ, સિદ્ધાર્થપુર નગર, વૈશાળી નગરી, વાણિજક ગામ તરફ ચાલતાં મંડિટીકા નદી, વાણિજક ગ્રામ, (આનંદ શ્રાવક), શ્રાવસ્તી નગરી (દશમું ચોમાસું); સાનુયષ્ટિક ગ્રામ. (ભદ્રા, મહા ભદ્રા, સર્વતો ભદ્રા પ્રતિમા ધ્યાન), દઢ ભૂમિ નામની સ્વેચ્છભૂમિમાં પેઢાળા ગામ (મહા પ્રતિમા ધ્યાન.) – (સંગમ દેવના વીશ મહાનું ઉપસર્ગ), વાલક ગ્રામ, ગોકુળ ગામ, આલભિકા નગરી, શ્વેતાંબી નગરી, શ્રાવસ્તી નગરી, કૌશાંબી નગરી, વારાણસી નગરી, રાજગૃહ નગર, મિથિલાપુરી (જનક રાજા), વિશાલી નગરી (૧૧ મું ચોમાસું) (જીર્ણશ્રેષ્ઠિ ને નવીન શ્રેષ્ઠિ – પારણું). સુસુમારપુર (ચમરેંદ્રનો ઉત્પાત), ભોગપુરી, નંદીગ્રામ, કૌશાંબી (ચંદનબાલા), સુમંગળ ગામ, સત્યોત્ર ગામ, પાલક ગામ, ચંપાનગરી (આત્માનું સ્વરૂપ બ્રાહ્મણને કહ્યું, (૧૨મું ચોમાસું); જૈભક ગામ, મેઢક ગામ, માનિ ગામ (ગોવાળિયાના ખીલા કાનમાં), મધ્યમ અપાપા નગરી (ખીલા કાઢ્યા), ભક ગામ (ઋજુપાલિકા નામની મોટી નદીવાળું) સર્વ મળી ૧૨ વર્ષ ૧ પાક્ષિક ત્યાં કેવલ જ્ઞાન, અપાપા નગરી (મહાસન વન), ૧૧ ગણધરને દીક્ષા અને ચંદનબાલા-દીક્ષા, પછી કેવલ જ્ઞાન થયા પછી ૩૦ વર્ષ – વિહાર કરતાં રાજગૃહ નગર આવ્યા. (મેઘકુમારની દીક્ષા, નંદિષેણની દીક્ષા)... બ્રાહ્મણ કુંડ ગામ (દેવાનંદા, ઋષભદત્ત લીધેલ દીક્ષા.).....ક્ષત્રિયકુંડ – Page #77 -------------------------------------------------------------------------- ________________ પદ, જૈન અને બૌદ્ધ મત : સંક્ષિપ્ત ઇતિહાસ અને સિદ્ધાંતો જમાઈ જમાલિએ ૫૦૦ ક્ષત્રિ સાથે, અને પુત્રી પ્રિયદર્શનાએ ૧૦૦૦ સ્ત્રીઓ સાથે દીક્ષા લીધી. શ્રાવસ્તી નગરી – (જમાલિની ભિન્નતા પ્રભુના કેવલ જ્ઞાન પછી ૧૨ વર્ષ)... ચંપાનગરી, કૌશાંબી, (૧ બ્રાહ્મણ, ને ૪૯૯ ચોરે દીક્ષા લીધી, મૃગાવતી રાણી તથા ચંડપ્રદ્યોત રાજાની અંગારવતી વગેરે ૮ સ્ત્રીઓએ લીધેલી દીક્ષા.) વાણિજક ગ્રામનું કોલ્લાક નામનું પરું – આનંદ શ્રાવક, ચંપાનગરી – કાલદેવ શ્રાવક, કાશી – ચુલની પિતા શ્રાવક, સુરા દેવ શ્રાવક, આલભિકા નગરી – યુદ્ધશતિક શ્રાવક, કાંપીલ્યપુર – કુંડગોળિક ગૃહસ્થાશ્રાવક, પૌલાશપુર – શબ્દાલ પુત્ર શ્રાવક, રાજગૃહ-મહાશતક શ્રાવક, શ્રાવસ્તીપુરી – નંદિનીપિતા શ્રાવક, લાંતક-પિતા શ્રાવક, કૌશાંબી નગરી,-સૂર્યચંદ્ર વિમાન અવતંરણ, મૃગાવતીનું કેવલજ્ઞાન, ચંદનાને કેવલજ્ઞાન, શ્રાવતી નગરી – ગોશાળાનું મૃત્યુ, મેંઢક, પોતનપુર, રાજગૃહ – પ્રસન્નચંદ્રને કેવલજ્ઞાન, પૃષ્ઠચંપા નગરી - રાજા સાલ અને યુવરાજ મહાસાલની દીક્ષા, ચંપા પુરી – સાલ, મહાસાલ, ગાગલી અને ગાગલીના માતાપિતા યશોમતી અને પિઠરને કેવલજ્ઞાન, દશાર્ણ નગર – રાજા દશાર્ણભદ્રની દીક્ષા, રાજગૃહ પાસે વૈભારગિરિ – ધનાશાલિભદ્રની દીક્ષા – રોહિણય ચોરની દીક્ષા, શ્રેણિક ને ચંડપ્રદ્યોત, મરૂમંડળ – ઉદાયન રાજાને દીક્ષા, રાજગૃહ, અપાપા - ત્યાંના રાજા હસ્તિપાળની દીક્ષા, ૧૬ પહોર પ્રભુની દેશના - નિર્વાણ-દીપોત્સવી (કર્તિક અને આપણા આસો વદી અમાવાસ્યાને દિને રાત્રિએ વિ. સંવત ૪૭૦ પહેલાં), ત્યારથી દિવાળી પર્વની ઉત્પત્તિ. વીરે કેવલજ્ઞાન થયા પછીનાં ત્રીશ વર્ષોમાં ૧૨ ચોમાસાં રાજગૃહમાં, ૧૧ વિશાલામાં, ૬ મિથિલામાં, અને છેલ્લું પાવાપુરીમાં એમ ત્રીશ ચોમાસાં કર્યા. ૩. ભારતની સામાજિક સ્થિતિ જ્યારે બુદ્ધનો અને મહાવીરનો જન્મ થયો ત્યારે ભારતવર્ષ વૈદિકધર્મથી ઉદ્ભવેલ વિષમતાએ પીડાતું હતું, પૃથ્વી ઉપર અનેક પ્રકારની જે સામાજિક વિષમતા ઉત્પન્ન થયેલ છે, તેમાં ભારતવર્ષની ઈ.સ. પૂર્વ ૭માં સૈકામાંની વર્ણવિષમતા જેવું મહાન દુઃખ કોઈપણ સમાજમાં ક્યારેય પ્રચાર પામ્યું નથી. આ સંબંધમાં બંગાલી વિદ્વાન બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાયે સુંદર ભાષામાં જણાવ્યું છે : બીજી જાતિ સંજોગાનુસાર પ્રાણદંડની સજાને લાયક ઠરે પરંતુ બ્રાહ્મણોએ સેંકડો અપરાધ કર્યા હોય તોપણ તેઓ આ સજા માટે એક અપવાદરૂપ જ ગણાય.” “બ્રાહ્મણ તમારું સર્વ રીતે અનિષ્ટ કરી શકે, પરંતુ તમારાથી બ્રાહ્મણનું લેશ પણ અનિષ્ટ થઈ શકે નહિ.” બ્રાહ્મણને પગે પડી તેની ચરણરજ તમે મસ્તકે ચડાવો પરંતુ શૂદ્રને તો તમારાથી અડકાય જ નહિ. તેનો સ્પર્શ થયેલ પાણી પણ ઉપયોગમાં ન લેવાય. આ પૃથ્વી ઉપરના કોઈ પણ સુખનો તેને અધિકાર નહીં. તેણે તો માત્ર નીચ વૃત્તિનું અવલંબન કરવું. જિંદગાનીનું જીવન જે વિદ્યા તેનો પણ તેને અધિકાર નહીં. તેને શાસ્ત્રની આજ્ઞાનું બંધન હોવા છતાં શાસ્ત્ર એ શું ચીજ છે તે જાણવા જોવાનો પણ તેને અધિકાર નહીં. તેની પરલોકની ગતિ તે બ્રાહ્મણના હાથમાં – બ્રાહ્મણ કહે તેમ કરવાથી તેને પરલોકમાં WWW.jainelibrary.org Page #78 -------------------------------------------------------------------------- ________________ ભારતની સામાજિક સ્થિતિ પ૭ ગતિ મળે, પરંતુ શૂદ્રનું તેવું દાન ગ્રહણ કરવાથી પણ બ્રાહ્મણ પતિત થાય. બ્રાહ્મણની સેવા કરવાથી જ તેને મોક્ષ મળે. જોકે શૂદ્ર અને બ્રાહ્મણ બન્ને મનુષ્ય જ છે. જૂના વખતમાં યુરોપમાં એક ધનવાન અને એક કેદી વચ્ચે જે તફાવત રહેતો તે પણ આના જેટલો ભયંકર ન હતો. અત્યારે પણ ભારતવાસીઓ કોઈ મહાન તફાવત દર્શાવતાં કહે છે કે “ઢેડ-બ્રાહ્મણ જેટલો તફાવત.” આ મહાન જ્ઞાતિભેદને લીધે ભારતવર્ષ અવનતિને રસ્તે ચડેલ હતું. સર્વ પ્રકારની ઉન્નતિનું મૂળ જ્ઞાનોત્રતિ છે. પશુઓની માફક ઈદ્રિયતૃપ્તિ સિવાયનું પૃથ્વી ઉપર એવું કોઈ સુખ નથી કે જેનું મૂળ જ્ઞાનોત્રતિ ન હોય. જાતિભેદને લીધે જ્ઞાનોત્રતિનો રસ્તો બંધ થયો. શૂદ્ર જ્ઞાનનો અધિકારી નહીં. તેનો એકલો અધિકારી માત્ર બ્રાહ્મણ જ. ભારતવર્ષની વસ્તીનો મોટો ભાગ બ્રાહ્મણ સિવાયના લોકનો હતો તેથી લોકોનો મોટો ભાગ મૂર્ખ રહ્યો. જરા ખ્યાલ કરી કે ઈગ્લેંડમાં જો એ પ્રમાણે થયું હોત તો રસલ, કાવેન્ડીય, સ્ટેનલી વગેરે કેટલાંક મુકરર કુટુંબ સિવાય બીજાં માણસ વિદ્યાની આલોચના ન કરી શક્યાં હોત અને તી ઈંગ્લેંડની આજની સભ્યતા ક્યાંથી આવત ? કવિ, દાર્શનિક, વિજ્ઞાનીઓની વાત બાજુએ રહી. વોટ, સ્ટીવન્સન આર્થરાઈટ વગેરે ક્યાં રહેત ? ભારતવર્ષમાં તેવું જ બન્યું છે એટલું જ નહિ પણ બ્રાહ્મણોએ વિદ્યાની ચર્ચાનો એકલો અધિકાર પોતાના હાથમાં લીધો તે પણ વર્ણવષમ્યના દોષથી ખરાબ પરિણામે પહોંચ્યો. તમામ વર્ણના પ્રભુ બની તેમણે વિદ્યાને એ પ્રભુત્વરક્ષિણી રૂપે રાખી લીધી. જે વિદ્યાની આલોચના કરવાથી તેમનું એ પ્રભુત્વ સ્થાયી રહે, તેનો વિસ્તાર થાય. બીજી જ્ઞાતિઓ વધારે માથું નમાવી બ્રાહ્મણના પદની રજને આ જન્મના સારભૂત ગણે એવી નીતિ તેમણે ધારણ કરી. વિશેષ યાગયજ્ઞ સર્યા, વિશેષ મંત્ર, દાન, દક્ષિણા, પ્રાયશ્ચિત્ત વધાર્યા, દેવતાઓના મહિમાપૂર્ણ મિથ્યા ઇતિહાસ કલ્પી તેને અપ્સરાઓનાં નૂપુરમાંથી નીકળતા મધુર સ્વર જેવી મિષ્ટ આર્યભાષામાં રચી ભારતવાસીઓની મૂર્ખતા વિશેષ મજબૂત બંધનોથી બાંધી રાખી. દર્શન, વિજ્ઞાન, સાહિત્ય એ બધાં શું જરૂરનાં છે ! તે તરફ લક્ષ ન દેવું, પરંતુ અમુક બ્રાહ્મણ ગ્રંથનો વિસ્તાર વધારવો – નવાં ઉપનિષદોનો પ્રચાર કરવો, બ્રાહ્મણ ઉપર બ્રાહ્મણ, ઉપનિષદ્ ઉપર ઉપનિષદ્, આરણ્યક ઉપર આરણ્યક, સૂત્ર ઉપર સૂત્ર, તે ઉપર ભાષ્ય. તેની ટીકા, ટીકાની પણ ટીકા, તેનાં ભાષ્ય આ પ્રમાણે અનંત શ્રેણી ચણવી એવા ધર્મના અનેક ગ્રંથોથી ભારતવર્ષને ભરી દીધું. આવી પરિસ્થિતિમાં લોકો ખેદયુક્ત, વિહળ અને શંકિત બન્યાં. બધાં કર્મમાં બ્રાહ્મણોએ પાપ લખ્યું, એ પાપનાં પ્રાયશ્ચિત્ત પણ કઠણ. ત્યારે શું બ્રાહ્મણ સિવાયની બીજી વર્ણના લોકને પાપને લીધે મુક્તિ ન મળે ? પારલૌકિક સુખ એટલું બધું દુર્લભ ? ક્યાં જવું ? શું કરવું ? ધર્મશાસ્ત્રની આવી મુશ્કેલીમાં કોણ ઉદ્ધાર કરશે ? સર્વ સુખથી વિમુખ રાખનાર બ્રાહ્મણોથી કોણ બચાવશે ? ભારતવાસીઓને જીવિતદાન કોણ આપશે ? આ પ્રશ્નનો ઉત્તર આપવા માટે વિશુદ્ધાત્મા મહાવીર અને શાક્યસિંહે અનંત કાળ લગી સ્થાયી મહિમા વિસ્તાર પામે તેમ ભારતાકાશ ઉપર ઉદય પામી આકાશ ભેદી નાંખે તેવા મહાન અવાજે ગર્જના કરી કે “એ ઉદ્ધાર હું કરીશ. તમારા ઉદ્ધાર Page #79 -------------------------------------------------------------------------- ________________ ૫૮ જૈન અને બૌદ્ધ મત : સંક્ષિપ્ત ઇતિહાસ અને સિદ્ધાંતો માટે જે બીજમંત્ર હું આપું છું તેની તમે સાધના કરો. તમે સર્વે સમાન છો. બ્રાહ્મણ-શૂદ્ર સરખા જ છે. મનુષ્ય માત્ર સમાન છે. બધાં પાપી છે અને બધાનો ઉદ્ધાર સદાચરણ વડે જ છે. જાતિભેદ મિથ્યા છે. કોણ રાજા ? કોણ પ્રજા ? બધું ખોટું છે. એકમાત્ર ધર્મ જ સત્ય છે. મિથ્યાનો ત્યાગ કરી માત્ર સત્યધર્મનું જ પાલન કરો.” માનવસમાજ જ્યારે વૈષમ્યના અગ્નિમય તવામાં બળતો હોય છે, ત્યારે સ્વર્ગમાંથી સામ્યનો સુશીતળ વરસાદ વરસે છે. વૈષમ્યના દારુણ વિષપાનથી જ્યારે વ્યક્તિગત જીવન, સામાજિક જીવન, રાજનૈતિક જીવન મૃત્યુમુખે પડે છે ત્યારે સામ્યવાદીઓ સુવેદ્યની માફક આવી અમોઘ ઔષધ આપે છે. ભીષણ વેષમ્યના હળાહળ ઝેરથી ભારતીય વર્ણાશ્રમ, ધર્મ, સમાજ તે વખતે કેવી રીતે વિષાસક્ત થયેલ તે બાબુ બંકિમચંદ્ર સજીવ ભાષામાં આ પ્રમાણે દર્શાવે છે : “બીજી ત્રણ વણની અનુવ્રતિથી વગત ઘોર વૈષમ્યમાં પહેલાં તો બ્રાહ્મણોનું પ્રભુત્વ વધવા માંડ્યું. બીજા વર્ણની માનસિક શક્તિને નુકસાન પહોંચવાથી તેમનું ચિત્ત ઉપધર્મ તરફ વિશેષ વશીભૂત થવા લાગ્યું. દૌર્બલ્યથી જ ભય વધે છે. ઉપધર્મ એ ભયથી ઉત્પન્ન થયેલ છે. આ સંસાર બળવાન પરંતુ અનિષ્ટકારક દેવતાઓથી ભરાયેલ છે તેવો વિશ્વાસ એ જ ઉપધર્મ, તેથી બીજા પણ વર્ણ માનસિક શક્તિથી હીન થવાથી વિશેષ ઉપધર્મપીડિત થયા. ઉપધર્મના યાજક પણ બ્રાહ્મણો જ હતા તેથી તેમનું પ્રભુત્વ વધવા લાગ્યું. વૈષમ્ય પણ વધ્યું. બ્રાહ્મણો માત્ર શાસ્ત્રજાળ, ભવવ્યવસ્થા વગેરેનો વિસ્તાર કરી ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્રને બાંધવા લાગ્યા. માખીઓ પકડાઈ ગઈ. તેમનામાં ઊડવાની શક્તિ નહોતી તોપણ કરોળિયાની જાળ ખૂટે તેમ ન હતી. વિદ્વાનનો તોટો ન હતો. એક તરફ રાજ્યશાસનપ્રણાલી, દંડવિધિ, સંધિ, વિગ્રહ, વગેરેથી તે આચમન, શયન, વસન, ગમન, કથોપકથન, હાસ્ય-રુદન એ સર્વ બ્રાહ્મણોએ રચેલા વિધિપૂર્વક નિયમિત થવા લાગ્યાં. અમે જેમ કહીએ તેમ સૂવું, ખાવું, બેસવું, ચાલવું, બોલવું, હસવું, રોવું તેમજ તમારા જન્મથી તે મૃત્યુ સુધી અમારી વ્યવસ્થાથી વિલંબિતપણે થઈ શકે નહીં. અને જો થાય તો પ્રાયશ્ચિત્ત કરી અમને દક્ષણા આપો. આવી રીતની જાળ બનાવી પાથરી. પરંતુ મનુષ્ય બીજાંઓને ભ્રાંતિમાં નાંખતાં પોતે જ બ્રાંત થઈ જાય છે, કેમકે ભ્રાંતિની આલોચના કર્યા કરવાથી ભ્રાંતિનો અભ્યાસ થઈ જાય છે, જે ઉપર બીજાને વિશ્વાસ બેસાડવા માગીએ છીએ તે વિશ્વાસ દર્શાવતાં ખરો વિશ્વાસ ઓછો થતો જાય છે. જે જાળ વડે બ્રાહ્મણોએ ભારતવર્ષને બાંધ્યો તેમાં તેઓ પણ ફસાયા. ઘણાં અસલી પ્રમાણો દ્વારા સાબિત થયું છે કે મનુષ્યની સ્વેચ્છાનુવતિતાને પ્રયોજન ઉપરાંત માની લેવાથી સમાજની અવનતિ થાય છે. હિંદુ સમાજની અવનતિનાં બીજાં જેટલાં કારણ બતાવ્યાં છે તેમાં આ મુખ્ય મનાય છે – હજી સુધી જાજ્વલ્યમાન છે. તેમાં ફસાવનાર તેમજ ફસાનાર બંન્ને સમાન ફળભોગી બને છે. આવી બધી જાળમાં જડાઈ રહેવાથી બ્રાહ્મણોની બુદ્ધિ-સ્કૂર્તિનો લોપ થયો, અને જે બ્રાહ્મણોએ રામાયણ-મહાભારત-પાણિની વ્યાકરણ-સાંખ્ય દર્શન વગેરે બનાવ્યાં હતાં, તેઓ વાસવદત્તા કાદંબરી વગેરે રચી પોતાનું ગૌરવ માનવા લાગ્યા. છેવટ છેવટ તે શક્તિ પણ ગઈ. બ્રાહ્મણોનું માનવી ક્ષેત્ર મરભૂમિ બન્યું.” બંકિમચંદ્ર ઉદ્દીપનાપૂર્ણ ભાષામાં વ્યાકરણના સંક્ષિપ્ત સૂત્રની માફક Page #80 -------------------------------------------------------------------------- ________________ ભારતની ધર્મભાવના ૫૯ બ્રાહ્મણોની અધ:પતનની જે કહાણી વર્ણવી છે તે સત્ય ભાસે છે. બ્રાહ્મણો બ્રાહ્મણ સિવાયની જે બીજી જાતિઓને જાતિભેદ, ધર્મભેદ, અને કર્મભેદની દુર્ભેદ્ય શાસ્ત્રજાળમાં બાંધી જેવા પ્રવૃત્ત થયા હતા તેવા જ સ્વરચિત જાળમાં છેવટે પોતાનાં સ્ત્રીપુત્રો સહિત બંધાઈ જઈ પોતાનાં કર્મફળ ભોગવવા લાગ્યા. પોતે જ ખોદેલી ખાઈમાં ડૂબી ગયા. [કોઈ પણ વાત બીજાને સમજાવવા માટે ક્યારેક થોડીક અતિશયોક્તિ કરવી પડે છે. બ્રાહ્મણોનું પ્રભુત્વ, વર્ણવ્યવસ્થાનાં દૂષણો વગેરે બધું કબૂલતાં પણ બ્રાહ્મણોનો ય અંતરાત્મા જાગ્યો અને તેમણે પણ વૈદિક ધર્મનાં દૂષણો સામે પડકાર ફેંક્યો એમ માનવા માટે પૂરતા પુરાવા છે. ઉપનિષદોમાં જ ઋગ્વદાદિને અપરા વિદ્યાની કક્ષાએ મૂક્યા છે, અને આત્મજ્ઞાન એ જ પરા વિદ્યા એમ કહ્યું છે. બુદ્ધમહાવીરના અનુયાયીઓમાં ઘણા બ્રાહ્મણો હતા તેમાં તો શંકા છે જ નહીં. બ્રાહ્મણ કવિઓએ જ વિદૂષકના પાત્રમાં “મહાબ્રાહ્મણનો ઉપહાસ કર્યો છે. વર્ણવ્યવસ્થા અને તેને જકડી રાખતા નિયમોની અસર બૌદ્ધ અને જૈન મંડળોમાં તદ્દન નહીં જ હોય એવું પણ નથી. છતાં પાશ્ચાત્ય દેશોમાં વર્ણવ્યવસ્થા તેમ ભારતમાં વર્ણવ્યવસ્થા દૂષણયુક્ત રહી તેમાં ના પાડી શકાય તેમ નથી. જોકે તેને કારણે વર્ષોની અંદર લગ્નાદિ વ્યવહાર નહીં જ થતા હોય એમ પણ નથી.] •. ૪. ભારતની ધર્મભાવના “Read the history of the past, and one fact would come out before you plainly and clearly, not only in India, but in all the past great civilizations. When you study a great civilization whether it be that of Egypt, China, Persia, Greece, or Rome, you will find that in the palmiest days of that Civilization, religion was the guiding force of the State. When were the days when India was mightiest, when her thrones were most secure, when her people were most intelligent, when her manufactures and arts and industries and commerces flourished, when her sailors were known in far distant lands, and the products of her artizans covered the face of the world ? It was in the days when religion was more cherished than wealth, in the days when the Rajas would bow before the Rishis that instructed them." ભાવાર્થ–“ભૂતકાળનો ઇતિહાસ વાંચશો તો એમાં એક વાત તમને સ્પષ્ટ નજરે પડશે – અને તે માત્ર હિન્દુસ્તાનના જ નહિ પણ સર્વ દેશના સુધારામાં. ઇજિપ્ત, ચીન, ઈરાન, ગ્રીસ, રોમ – ગમે તે દેશનો સુધારો લેશો તો એમાં તમને જણાશે કે સુધારાના પૂર્ણ જાહોજલાલીના દિવસોમાં ધર્મ એ રાજ્યને દોરનારી શક્તિ હતી. જે દિવસોમાં હિન્દુસ્તાન પ્રબળમાં પ્રબળ હતું, એનાં રાજ્યસનો સુસ્થિર હતાં, એના લોકો બુદ્ધિમાં પ્રથમ સ્થાને હતા, એની બનાવટ, એના હુન્નરો, એની કારીગરીઓ, એના ઉદ્યોગો અને Page #81 -------------------------------------------------------------------------- ________________ ૬૦ જૈન અને બૌદ્ધ મત : સંક્ષિપ્ત ઇતિહાસ અને સિદ્ધાંતો એના ખલાસીઓ દૂર દેશમાં પ્રસિદ્ધ હતા, અને હિન્દુસ્તાનની કારીગરીની ચીજો પૃથ્વીને છાઈ રહી હતી એ દિવસો ક્યા ? એ એ જ દિવસો કે જ્યારે દ્રવ્ય કરતાં ધર્મ વધારે વહાલો હતો, રાજા કરતાં જ્ઞાની મોટો ગણાતો, અને રાજાઓ ઋષિઓને ગુરુ કરીને નમતા.” –મિસિસ એની બેસંટ “ મહાવીરનો જન્મ થયા પહેલાં બ્રાહ્મણના ચાર વેદ, નિઘંટુ, અને ઇતિહાસ (કદાચ પુરાણો - અલબત્ત હાલ ગણાતાં પુરણોમાંનાં કેટલાંક પુરાણ) વિદ્યમાન હતાં એવું કલ્પસૂત્રમાંથી માલૂમ પડે છે, કારણકે જ્યારે દેવાનંદાના ગર્ભમાં મહાવીર આવ્યા ત્યારે તેણીને જે ઉત્તમ સ્વપ્નમાં આવ્યાં હતાં તેનાં ફલ જ્યારે પોતાના પતિને પૂછવામાં આવ્યાં હતાં ત્યારે તેણે જણાવ્યું કે પુત્ર આવશે. તે ઉક્ત વેદ, આદિમાં નિપુણ થશે.” ચાર વેદનાં નામ ઋગ્વદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ છે. આ સમયમાં બ્રાહ્મણોના જુદાજુદા અભિપ્રાયો હતા, તે દૂર રાખીને ઋગ્યેદ સંબંધી બોલીએ તો તેમાં જે વિચિત્ર અને રસપ્રદ માન્યતાઓ આપેલી છે, તેની ઘણી થોડી અસર જનસમાજ પર હતી. તેની અંદર જે દેવતાઓ – પૃથ્વી, પૂષનું, આદિત્ય, ચંદ્ર આદિનું વર્ણન કર્યું છે તેમાં અગ્નિ, સોમ, વજનો વધારો કરવામાં આવ્યો તેથી જૂના દેવતાઓનું પ્રાધાન્ય ઘટી ગયું. યજ્ઞની વિધિ અને મંત્રમાં રહેલ જાદુ ગૃહસ્થવર્ગને અપ્રિય થઈ પડ્યો, કારણકે તેમાં ગૂંચવણી અને ખર્ચ બહુ રહેતાં હતાં. એવી ઘણી માન્યતાઓ કે જે આર્યલોકમાં સામાન્ય રીતે પ્રચલિત હતી તે પણ વેદમાં જણાવેલી નથી. તેમાં ત્રણ પ્રમાણ છે. (૧) બૌદ્ધ ગ્રંથોમાં પ્રથમના ત્રણ વેદનાં નામ આપેલ છે, પણ ચોથા અથર્વ વેદનું નામ ક્યાંય પણ દર્શાવેલું નથી. (આમ પ્રો. રૂહાઈસ ડેવિસ કહે છે.) આથી એમ જણાય છે કે તેમાં આપેલ મંત્રોનો સંગ્રહ ચમત્કારિક અસર કરવામાં ઉપયોગ કરવા અર્થે બૌદ્ધ ધર્મ ઉદ્ભવ્યો તે પહેલાં ઘણા વખતથી એકત્રિત કરવામાં આવ્યો હતો, પણ તે સમયની પહેલાં તુરત જ વેદ તરીકે યજ્ઞ કરાવનાર બ્રાહ્મણ અધ્વર્યુએ ઋિત્વિજે સ્વીકાર્યો હતો – પ્રથમના ત્રણ વેદ કરતાં જોકે ઊતરતો, પણ વેદ એ નામથી સ્વીકાર્યો હતો. બ્રાહ્મણ કે વૈદિક સંપ્રદાયના ગ્રંથોમાં પણ ‘વેદત્રયી' શબ્દ મળે છે જેમાં ઋગ્વદ, યજુર્વેદ, સામવેદનો નિર્દેશ છે. અથર્વવેદ ઋગ્વદ જેટલો જ પ્રાચીન છે એમ માનવા માટે કારણ છે. તેમ છતાં દેવતાઓની સ્તુતિ ઉપરાંત અભિચાર, ઔષધિઓ વગેરે અંગે મંત્રો છે તેથી શક્ય છે કે વેદ તરીકે તેને સ્થાન આપવામાં સંકોચ થતો હશે, જોકે ચાર વેદમાં તો તેને સ્થાન મળ્યું જ છે. આર્યેતર લોકોના વિચારોની અસર ઉપનિષદો તેમજ ભારતીય દાર્શનિક વિચારો તેમજ વેદમાં ઘણાને જણાય છે અને હશે જ કારણકે લોકો વ્યવહારમાં જે આશ્વાસનરૂપ લાગે એ અપનાવી લે અને તેવા ઘણા લોકો હોય તો મૂળ પ્રવાહને પણ તેનો સ્વીકાર કરવો પડે.' (૨) મહાભારતમાં એવા કયા ધાર્મિક વિચારો છે કે જે ઈ.સ. પૂર્વે ૭મા સૈકામાં અસ્તિત્વ ધરાવતા હોય તે બરાબર જાણી શકાતું નથી; કારણકે તે મહાકાવ્ય બે કે Page #82 -------------------------------------------------------------------------- ________________ ભારતની ધર્મભાવના ૬૧ ત્રણ વખત નહિ તો પણ એક વખત તો, પછીના બ્રાહ્મણ ઉપદેશકોને હાથે વિસ્તૃત ફેરફારને પામેલ છે, તેમાં કોઈ જાતનો શક નથી. આ ફેરફાર કરવાનું કારણ એ હતું કે બ્રાહ્મણોએ જાણ્યું કે જે વિચારો પોતાને સંમત અને પોતાનામાં પ્રચલિત નહોતા તે વિચારોએ લોકો પર એટલું બધું સામ્રાજ્ય મેળવ્યું હતું કે તેમની ઉપેક્ષા કરી શકાય તેમ હતું નહીં. તે મહાકાવ્યને આથી નવીન સ્વરૂપમાં મૂકવામાં બે મુખ્ય ઉદ્દેશ હોવા જોઈએ. ૧. બ્રાહ્મણોની પ્રધાનતા – અન્ય વર્ગોથી ઉચ્ચતા દર્શાવવી; કારણકે તેમની વિરુદ્ધ પડેલા બૌદ્ધ અને જૈનોના ઉપદેશ ઘણી જ લોકપ્રિયતા પામ્યા હતા તેથી તે ઉચ્ચતા જોખમમાં આવી પડી હતી. ૨. જે કેટલાક લોકપ્રિય સંપ્રદાયો અને માન્યતાઓ પ્રત્યે લોકો પરમ આદર દાખવતા હતા તેની સાથે બ્રાહ્મણોની સહાનુભૂતિ છે અને તેમણે તેને ગ્રહણ પણ કરેલ છે એવું બતાવવું. ગમે તેમ પણ તે કાવ્યમાં વેદના સાહિત્યમાં બિલકુલ ન જણાતી એવી માન્યતાઓ પૂર જોશમાં જોવામાં આવે છે. આની સાથે વિશેષ પ્રમાણ આ માટે પુરાવો આપવા માટે એ છે કે જે માન્યતાઓ વેદના સાહિત્યમાં નહોતી તે આર્ય અને અર્ધ આર્ય લોકોમાં પ્રચલિત હતી એટલું જ નહિ પણ ઘર કરી રહી હતી. (હમણાં જ મહાભારતના ભીષ્મપર્વનો ભાગ – નામે ભગવદ્ગીતા મૂળ સ્વરૂપમાં એટલે ૭૦૦ શ્લોકના ૭૦ શ્લોકમાં જાવા બેટ પાસેના બલિટાપુમાંથી મળી આવેલ છે. જુઓ મૉડર્ન રિવ્યુ, જુલાઈ ૧૯૧૪. આ પરથી મહાન ફેરફાર મહાભારતમાં થયો છે એ સ્પષ્ટ જણાશે.) (૩) બૌદ્ધની ને જૈનની માન્યતા દૂર રાખીએ, પણ તે સિવાયનાની માન્યતા કે જેનું કંઈ વર્ણન બૌદ્ધ અને જૈન સૂત્રોમાં આપેલ છે, તે માન્યતાઓ આ સમયે (શ્રી મહાવીર અને બુદ્ધના વખતમાં) પ્રચલિત હતી. આ સર્વનો સંગ્રહ કરવામાં નથી આવ્યો છતાં તેમાંની કેટલીક સંબંધે ઉતારો કરી શકીશું. બુદ્ધના સંવાદમાં શીલ સંબંધી વિષયમાં આ વાત આવે છે ? (અ) “કેટલાક સંન્યાસીઓ અને બ્રાહ્મણો પોતાની આજીવિકા શ્રાવક વર્ગે આપેલ ખોરાક ઉપર કરે છે તે યુક્તિબાજ, ધન માટે પવિત્ર શબ્દોને મિથ્યા કરનાર, નિમિત્તક, જાદુગર, અને હમેશાં ધન ભેગું કરવા મથનાર હોવાથી ગોતમ શ્રમણ આવા પ્રપંચ અને મિથ્યા જાળથી મુક્ત રહે છે.' (બ) આ પછી બીજી “અધમ કળાઓ' બ્રાહ્મણોમાં પ્રચલિત હતી તેનું ટિપ્પણ આપે છે. જેવી કે સામુદ્રિક, નક્ષત્ર ને ગ્રહ પરથી ફળ જોઈ આપવાની વિદ્યા, શકુન ઉપરથી ભવિષ્યકથન, વસ્ત્ર પર ઊંદર તેને કરડી ખાય ત્યારે જે આકૃતિઓ રહે તે પરથી ભવિષ્યનો વર્તારો, અગ્નિના યજ્ઞ, જુદાજુદા દેવોને બલિદાન, વાસ્તુશાસ્ત્ર, મંત્રોચ્ચાર, નાગને વશ કરવાની કળા, બીજાં પશુપંખીને વશ કરવાની કળા, જ્યોતિષ, ભૂત પિશાચ કાઢવા, દેવોનું કન્યા મારફત ને અરીસા મારફત આહ્વાન કરી તેમની પાસેથી જાણી લેવું, દેવો સમક્ષ વ્રત લેવરાવવાં, શ્રી દેવીનું આહ્વાન કરવું વગેરે નીચ કળાઓ વિદ્યમાન હતી. વેદમાં મુખ્યત્વે ઈદ્ર, અગ્નિ, સોમ અને વરુણને પ્રાધાન્ય આપવામાં આવ્યું હતું, જ્યારે ચંદ્ર, સૂર્ય અને પૃથિવી, ઘીઃ વગેરે દેવતાને ગૌણ કરવામાં આવ્યા હતા. અને Page #83 -------------------------------------------------------------------------- ________________ ૬૨ જૈન અને બૌદ્ધ મત : સંક્ષિપ્ત ઇતિહાસ અને સિદ્ધાંતો પાછળના સાથે શ્રી દેવીનું મિશ્રણ કરવામાં આવ્યું હતું. આ સિવાય ગંધર્વ, નાગ, ગરુડ, વૃક્ષમાં વસતાં ભૂતો વગેરે દેવોનું અસ્તિત્વ હતું. વેદમાં જ્યાં ત્યાં પ્રકૃતિનાં તત્ત્વોને લઈ તેની પૂજા કરવામાં આવી છે. ઈશાન - ભયંકર શિવરૂપ, સોમ, વરુણ, પ્રજાપતિ ને બ્રહ્મા એ બધા શક્રના સહયોગી જણાવ્યા છે, અને બીજા અગ્નિ, વાયુ, વરુણ, વિષ્ણુ, પર્જન્ય, ઘૌ , મિત્ર, સવિતૃ, પૂષનું, આદિત્યાઃ અશ્વિનૌ, મરતઃ અદિતિ, દિતિ આદિ જણાવ્યા છે. આમાંના બૌદ્ધગ્રંથોમાં અગ્નિ, વાયુ, વરુણ, પછી નાગરાજ, વિષ્ણુ, પર્જન્ય એ દર્શાવેલા છે. બ્રાહ્મણની યજ્ઞવિધિ : બ્રાહ્મણોના દેવો સંબંધીનું શાસ્ત્ર એવું છે કે તેના જેવું વધારે ક્રૂર અને વધારે ભૌતિક કોઈપણને કલ્પવું એ મુશ્કેલ છે. ત્યારપછી રૂઢિથી વિચારો ધીમેધીમે સુધરતા ગયા અને નીતિનું સ્વરૂપ પકડતા ગયા, એ વાત બતાવી આપે છે કે જંગલીપણું અગાઉ વાસ્તવિકપણે વિદ્યમાન હતું. નીતિને આ શાસ્ત્રમાં સ્થાન નથી. જે યજ્ઞ મનુષ્યના દેવો સાથેના સંબંધને નિયમમાં રાખે છે એ માત્ર યાંત્રિક કાર્ય છે કે જે પોતાની સ્વાભાવિક શક્તિથી કાર્ય કરે છે, અને તે કુદરતના હૃદયમાં ગુપ્ત રહેલ છે તે બ્રાહ્મણની જાદુઈ કળાથી ફક્ત બહાર લાવવામાં આવે છે.” આમ મહાન ફેંચ પંડિત નામે સીલ્વનલેવી પૂર્વના ધર્મસાહિત્યનો અભ્યાસ કરી કળે છે. દેવોની પોતાની ઉત્તમતા, સ્વર્ગમાં તેઓનું સ્થાન – એ સર્વ માટે તેઓએ પૂર્વે જૂના દેવોની યજ્ઞથી પૂજા કરી તેને લઈને જ છે એમ બ્રાહ્મણોનું કથન હતું, અને દેવતાઓ તેના પ્રતિસ્પર્ધી અસુરો સ્વર્ગના દ્વાર પર હુમલો કરે નહિ તે માટે યજ્ઞ કરી તેમને હરાવી દેતા. સિામગાન કરે તે ઉગાતા. હોતા દેવોનું આહ્વાન કરે છે અને અગ્નિ દૈવી હોતા માનવામાં આવે છે. કારણકે તે મનુષ્ય અને દેવો વચ્ચેની કડી છે, દેવોને બોલાવી લાવનાર છે, મંત્રોનો પાઠ કરે છે.] યજ્ઞમાં ઘણું કરી મંદિર ન હતું, તેમ પ્રતિમા ન હતી, પણ વેદી રાખવામાં આવતી. આ ક્રિયામાં અનેક બ્રાહ્મણોની જરૂર પડતી. મંત્ર બોલનાર ઉગાતા, બલિ આપનાર હતા, ક્રિયા કરનાર અધ્વર્યું એ મુખ્ય હોય છે, જ્યારે બીજા વેદિ બનાવવાનું, હોમવાના મેધ્ય જીવનો વધ કરવાનું અને એવું બીજું કાર્ય કરતા. આ ક્રિયા માટે વળી બ્રાહ્મણો ઘણું ધન ફી તરીકે માગતા, અને તે માટે વસ્ત્ર, ગાયો, અશ્વ અથવા સુવર્ણ લેતા. આથી ભૌતિક ઇસિતાર્થ મેળવવા માટે યજ્ઞ એ ઉત્તમ માર્ગ છે એવું તેમણે જાહેર કર્યું હતું, અને આધ્યાત્મિક પ્રગતિ માટે તપનો ઉપદેશ બ્રાહ્મણોએ કર્યો હતો. આ તપશ્ચર્યા અરણ્યમાં જઈ દેહને દમવામાં-પીડવામાં સમાઈ જતી હતી. આથી તાપસીનાં ઝુંઝુંડ આ વખતે માલૂમ પડતાં હતાં. આ તાપસોમાં પણ જીવહિંસા Page #84 -------------------------------------------------------------------------- ________________ ભારતની ધર્મભાવના ૬૩ દૃષ્ટિગોચર થતી હતી. (જુઓ હેમચંદ્રાચાર્ય કૃત મહાવીરચરિત્ર. પૃ.૧૬૧). ઐતરેય ઉપનિષદ્ ૧૧-૬-૪માં જણાવેલ છે કે : સ્વર્ગ વાયુ પર, વાયુ પૃથ્વી પર, પૃથ્વી જલ પર, જલ સત્ય પર અને સત્ય ગુપ્ત મંત્ર પર (યજ્ઞ વિધિ પર) અને યજ્ઞ વિધિ તપસ્ પર સ્થાપિત થયેલ છે.” (તાપસ માટે ‘મહાવીરચરિત્ર'માં તાપસ પૃ.૩૨, તાપસી પૃ.૧૨૭, વૈશિકાયત તાપસ પૃ.૭૧-૭૩, સેનક તાપસ પૃ.૧૧૭ જુઓ અને સરખાવો.) ભિક્ષા : તાત્ત્વિક અને નૈતિક બાજુથી જોઈએ તો જૈન અને બૌદ્ધ બંને હિલચાલ સ્વાભાવિક રીતે ઊભી થઈ હતી. બ્રાહ્મણોના વિદ્યાર્થીઓ ભિક્ષા માગી નિર્વાહ કરતા જણાવવામાં આવે છે. આ રીત જૈન અને બૌદ્ધ સાધુઓમાં પ્રચલિત હતી અને બૌદ્ધ ધર્મનો ઉદય થયો તે પહેલાં પરિવ્રાજકો(ભ્રમણશીલ ઉપદેશકો)માં ભિક્ષાની રીત પ્રચલિત હતી. તેઓ બ્રહ્મચર્ય પાળતા અને તાત્ત્વિક તેમજ ધાર્મિક પ્રશ્નો પર ચર્ચા ચલાવતા. આમાં પુરુષો અને સ્ત્રીઓ બંને દાખલ થઈ શકતાં હતાં. અને તેમને વિચાર અને ઉચ્ચારની પૂર્ણ સ્વતંત્રતા હતી. આથી અને જૈન ધર્મના ભિક્ષા વ્રત આદિથી બૌદ્ધ ધર્મને વધુ વેગ મળ્યો હોય એમ ગણી શકાશે; કારણકે જૈન ધર્મ બૌદ્ધથી પ્રાચીન સિદ્ધ થયો છે. (પરિવ્રાજક સંબંધે જુઓ – ઉત્પલ, અંબડ વગેરે પરિવ્રાજક. મહાવીરચરિત્ર પૃ. ૩૩, ૩૯, ૨૧૦.) આશ્રમોની સંસ્થા બ્રાહ્મણોએ જૈન પરથી અને બૌદ્ધના નવીન વિચારના ઉભવથી પાછળથી કાઢી છે કે જેમાં છેલ્લા આશ્રમ – સંન્યસ્તાશ્રમ પ્રથમના ત્રણ વગર – બ્રહ્મચર્ય, ગૃહસ્થ, વાનપ્રસ્થ આશ્રમમાં ગયા વગર સ્વીકારી શકાય નહીં એવો નિયમ રાખવામાં આવ્યો હતો. આથી બ્રાહ્મણો શ્રેષ્ઠ છે એ પુરવાર કરવાની હિંમતભર્યો પ્રયત્ન કરવામાં આવ્યો હતો અને જો તેમાં વિજય મળ્યો હોત, તો બૌદ્ધની હિલચાલ ભાંગી પડતું, પરંતુ તેમ થયું નહીં અને તે નિયમ ફલશુન્ય – નિરર્થક જ આ સમયમાં પડી રહ્યો. આ કથન માટે ઐતિહાસિક પુરાવો મુશ્કેલ છે એમ ડૉ. રૂહાઈસ ડેવિડના ‘બુદ્ધના સંવાદો' Dialogues of Buddha 1 જોવાથી જણાશે. આ પરથી પ્રતીત થાય છે કે બ્રાહ્મણોની આશ્રમવ્યવસ્થા બ્રહ્મચર્યાદિ ચાર આશ્રમ પાછળથી થયેલ છે. બ્રિહ્મચર્યાશ્રમ, ગૃહસ્થાશ્રમ અને વાનપ્રસ્થાશ્રમ તેમજ સંન્યસ્તાશ્રમનાં પ્રમાણ તો ઉપનિષદોમાં પણ મળે છે. જોકે જ્યારે વૈરાગ્ય જન્મે ત્યારે સંન્યાસ ગ્રહણ કરી શકાય એ વિચાર પાછળનો લાગે છે. આ આશ્રમવ્યવસ્થાનું પાલન ચુસ્ત રીતે થતું હતું, એમ માનવાને કારણ નથી.] આત્મા : આત્માના સંબંધમાં ઉપનિષદમાં જણાવ્યા પ્રમાણે એ માન્યતા હતી કે તે દરેક મનુષ્ય શરીરમાં રહેલ છે અને તે જીવન અને ગતિની પ્રતીતિ કરાવી શકે છે. જીવતા શરીરમાં તેની સામાન્ય સ્થિતિમાં આત્મા હૃદયની અંદરના એક ખાલી ભાગમાં રહે Page #85 -------------------------------------------------------------------------- ________________ ૬૪ જૈન અને બૌદ્ધ મત : સંક્ષિપ્ત ઇતિહાસ અને સિદ્ધાંતો છે. (જુઓ બૃહદ, ઉપનિષદ્ ૪, ૩, ૭ તથા ૫, ૬; છાંદોગ્યોપનિષદ્ ૮, ૩, ૩, તૈતરીય. ૧, ૬, ૧. આની સાથે સરખાવો કઠોપનિષદ્ ૨, ૨૦, ૩, ૧, ૪, ૬; ૬, ૧૭) તેનું કદ જવ કે ચોખાના દાણા બરાબર કથેલ છે (બૃહ, ૫, ૬, છાંદો. ૩, ૧૪, ૩) આમ વેદમાં પણ જણાવેલ છે. આકારમાં તે મનુષ્ય જેવો છે (તતરીય ૨, બૃહદ્ ૧, ૪૧, શત બૃ. ૧૪. ૪, ૨, ૧.). તે કેવો દેખાય છે તે આલેખવું કઠિન છે પણ જુદાજુદા ફકરામાં તેને ધૂમ્રરંગી ઊન જેવો, અગ્નિ જેવો, શ્વેત કુમુદ જેવો, વીજળીના ચમકારા જેવો, ધૂમ્ર વગરના પ્રકાશ જેવો કહેલ છે. તે શેનો બનેલ છે તેને માટે જુદીજુદી માન્યતા છે. એક ફકરામાં તેનામાં ચેતનતા, મન, અને શ્વાસ; ચહ્યું અને કાન, પૃથ્વી, અપ, તેજ અને આકાશ, અગ્નિ અને નિરગ્નિ; ઈચ્છા અને અનિચ્છા; ક્રોધ અને અક્રોધ; નિયમ અને અનિયમ – ટૂંકામાં સર્વ વસ્તુઓ છે – સર્વ વસ્તુનો બનેલ છે એમ જણાવ્યું છે. (બૃહદ્ ૪, ૪, ૫, વળી જુઓ ૩, ૭, ૧૪-૨૨.) આ પરથી જણાય છે કે આત્માને ભૌતિક – પાર્થિવ માનેલ છે કારણ કે ચાર જડ તત્ત્વો તેમાં છે, પરંતુ અમુક માનસિક ગુણો પણ તેમાં મૂકવામાં આવ્યા છે. એક બીજા ફકરામાં એવું જણાવેલ છે કે પાંચ જાતના આત્માઓ એકબીજાથી ભિન્ન પણ મનુષ્યાકારના કહેવામાં આવ્યા છે, અને તે દરેક અનુક્રમે અત્ર, શ્વાસ, મન, ચેતના અને આનંદના બનેલા ગણવામાં આવ્યા છે. કેટલીક જાતના રોગ થાય છે તેનું કારણ એવું બતાવવામાં આવે છે કે જીવ દેહથી ચાલી ગયો અને તેથી મંત્રોથી તેને પાછો લાવવા માટે જરૂર છે. (અથર્વવેદ, ૫, ૨૯, , ૬, ૫૩.૨; ૭,૬૭. સરખાવો ઐતરેય આરણ્યક ૩, ૨,૪,૭.) ઊંઘમાં સ્વપ્ન આવે છે ત્યારે પણ આત્મા દેહને છોડી જાય છે અને તેમ જણાવી કહેવામાં આવે છે કે કોઈએ અવ્યવસ્થિત રીતે એકાએક મનુષ્યને જગાડવો નહીં. કારણકે તેમ કરવા જતાં જીવ પાછો દેહમાં ન આવે તો પછી તે પાછો લાવવો બહુ મુશ્કેલ થઈ પડે. (બૃહદ. ૪,૩.૧૪). સ્વપ્નમાં જીવ દેહને છોડી વેચ્છાએ ગમે ત્યાં ભમે છે અને પોતાની કલ્પના પ્રમાણે સૃષ્ટિ રચે છે. રથ, ઘર, સરોવર, નદી, જુદાજુદા આકાર, ભભકાબંધ ક્રીડાભૂમિ વગેરે બનાવે છે ને ત્યાં તે રમે છે, આનંદ લે છે અને દુઃખ ભોગવે છે. પછી છેવટે થાકી જઈને જેમ બાજપક્ષી આકાશમાં આમ તેમ ભમે છે, ઊડે છે, અને પાછો પોતાના માળામાં આવી બેસે છે, તેવી રીતે જીવ પોતાની ક્રીડાભૂમિથી પાછો દેહમાં આવે છે. જો ગાઢ નિદ્રામાં હોય તો તેને કશાની જરૂર હોતી નથી અને સ્વપ્ન પણ આવતાં નથી. (બૃહદ્ ૪, ૩, છાંદોગ્ય. ૮, ૧૨, ૩) આ સ્વપ્નાંઓ પર ફલનો આધાર ભવિષ્ય માટે હોય છે એમ હિંદમાં ઘણાનું માનવું છે. જ્યારે આત્મા દેહમાં પાછો આવ્યો હોય છે, ત્યારે આત્મા આખા શરીરમાં નખથી તે શિખ સુધી ૭૨૦૦૦નાડી (નામે હિતા) દ્વારા વ્યાપ્ત થાય છે. ત્યારે આત્માને પ્રકાશ મળે છે. બૃહદ્. ૨, ૧, ૧૯; ૪, ૩, ૨૦; છાંદોગ્ય. ૮, ૬, ૩, કૌશ. ૪, ૧૯.) ઉપનિષદ્દમાં આત્મા દેહમાંથી કેમ જાય છે, અને પુનઃ કેવી રીતે પાછો આવે છે તે જણાવેલ નથી; તેનું કારણ કે ગર્ભના પ્રારંભકાળમાં, કે તેના ફરકવા વખતે કે Page #86 -------------------------------------------------------------------------- ________________ ભારતની ધર્મભાવના જન્મ થતી વખતે આત્મા દેહમાં પ્રવેશે છે તેના સંબંધે જુદાજુદા અભિપ્રાય એકબીજાથી વિરુદ્ધ આપેલા છે. પશ્ચિમમાં પણ તે સંબંધી હજુ નિર્ણય થયો નથી. આ દેહની પહેલાં બીજા કોઈ દેહમાં આત્મા હતો એમ કેટલેક સ્થળે જણાવેલ છે. (બૃહદ્ ૩, ૨, ૧૩; ૪, ૪, ૬; સરખાવો ૬, ૪ અને ઐતરીય આરણ્યક ૨, ૩, ૨૦) અને કેટલેક સ્થલે ઉત્પત્તિ સમયે પ્રથમ દેહમાં આત્મા પ્રવેશે છે ત્યારે તે ખોપરીના એક ચીરામાંથી જઈ હૃદયમાં જાય છે એમ જણાવેલ છે. (તૈતરીય ૧, ૬, ૧; ઐત. ૩, ૧૨) પરંતુ એક સ્થલે એમ દર્શાવેલ છે કે આત્મા આંતરડાં અને ઉદર દ્વારા ઉપર મસ્તકમાં જાય છે. ૬૫ આમ ઉપનિષમાં ભિન્નતાઓ મળી આવે છે, પરંતુ આ મત સંબંધે તો એક સમાનતા જ છે કે આ ભવમાં યજ્ઞ કરવાથી કે તપ કરવાથી આત્મા પુનર્જન્મમાંથી મુક્ત થઈ શકે તેમ નથી. પોતાનો આત્મા પરમાત્મા જેવો જ છે કે જે પરમાત્મા સર્વ કારણોનું કારણ અંતિમ કારણ છે – એમાં અપૂર્વ-પૂર્ણ શ્રદ્ધા અને પ્રતીતિ એ જ મોક્ષનો ઉપાય છે. નિદ્રા, જાગૃતિ, જીવન, ગતિ વગેરે સમજાવવાને માટે ‘આત્મા'નું અસ્તિત્વ સ્વીકારવું પડ્યું હતું; પછી બાહ્ય જગતને તે લાગુ પાડવામાં આવ્યું. જો સૂર્યમાં આત્મા ન હોય તો ગગનનું આક્રમણ કરી ન શકે અને પ્રકાશ આપી ન શકે એમ ધારી સૂર્યને સજીવ કહેવામાં આવેલ છે; તેમજ કુદરતનાં તત્ત્વોને ‘દેવતાઓ’ એ નામ આપી તેમાં જીવત્વનું આરોપણ કરવામાં આવ્યું. પછી ધીમેધીમે આ દેવોને એકબીજાની સમાન લેખવામાં આવ્યા, અને છેવટે બુદ્ધ અને મહાવીરના સમય પહેલાં તરત જ એક એવો સિદ્ધાંત કરવામાં આવ્યો કે એક જ આદિકારણ એવો પરમમાં પરમ બ્રહ્મ – પરમાત્મન્ છે કે જેમાંથી સર્વ દેવો અને જીવો ઉદ્ભવેલ છે. મનુષ્યાત્માઓ તે પરબ્રહ્મના અંશ જણાવવામાં આવ્યા; એટલેકે ઐતિહાસિક દૃષ્ટિએ પૂર્વે આત્માનો સિદ્ધાંત હતો અને પાછળથી પરમાત્માનો સિદ્ધાંત દાખલ કરવામાં આવ્યો. આ વખતે ગૌતમ બુદ્ધ અને શ્રી મહાવીર એ બે ક્ષત્રિય ફિલસૂફો થયા. ગૌતમ બુદ્ધે આત્માના સિદ્ધાંતને સ્વીકાર્યો નહિ અને નવી જ ફિલસૂફી કાઢી કે જેમાં આત્મા અગર આત્માઓ કંઈપણ ભાગ ભજવતા જ નથી. આ ફિલસૂફીના સત્યાસત્ય માટે વિવેચન કરવાનું આ સ્થલ નથી, છતાં કહેવું પડશે કે આત્માના અસ્તિત્વનો અસ્વીકાર (અનાત્મવાદ)માંથી પુનર્જન્મ, કર્મનો મહાન સિદ્ધાંત, વગેરે ફલિત થઈ શકતા નથી, તેથી તેનો પણ અસ્વીકાર થાય છે. વળી તેણે તપસ્ નિષ્ફલ છે એમ જણાવ્યું. (૧) શ્રી મહાવીરે દરેક સિદ્ધાંતને વિવેચક દૃષ્ટિથી, સર્વ દૃષ્ટિબિંદુ દ્વારા તપાસી તેનું જે યોગ્ય સ્થાન હતું તે પોતાની ફિલસૂફીમાં આપ્યું. આથી જ તેમની ફિલસૂફીને ‘અનેકાંતવાદ’ – ‘સ્યાદ્વાદ’ એ અભિધાન યથાર્થ રીતે આપવામાં આવ્યું છે. તેમાં સર્વ દૃષ્ટિબિંદુઓને - ‘નયવાદ'ને સ્થાન આપવામાં આવ્યું છે. તે ‘નય’=વિચાર, દૃષ્ટિબિંદુમાં બે મુખ્ય દૃષ્ટિબિંદુઓ નામે ‘નિશ્ચય નય' (Absoluste standpoint or point of view) અને ‘વ્યવહારનય' (practical standpoint or point of view) છે. તે બંનેથી જોઈએ તો નિશ્ચયે આત્મા નિત્ય’ છે, કારણકે આત્મા સર્વ જન્મોમાં એક સરખો રહે છે, અને તે નિશ્ચયે પરમાત્મા સમાન જ છે. (અંશાશી ભાવે નહિ). જ્યારે Page #87 -------------------------------------------------------------------------- ________________ જૈન અને બૌદ્ધ મત : સંક્ષિપ્ત ઇતિહાસ અને સિદ્ધાંતો વ્યવહારથી જોતાં આત્મા જુદાંજુદાં શરીરો ગ્રહણ કરે છે તેથી તે દૃષ્ટિએ આત્મા ‘અનિત્ય’ છે. જગત પણ પરિવર્તન ક્ષણેક્ષણે પામ્યાં જ કરે છે તેથી તે પરિવર્તનશીલ જગતને ‘વ્યવહારનય'થી અનિત્ય ગણેલ છે, જ્યારે તે છે છે ને છે, હતું હતું ને હતું અને હશે, હશે ને હશે એમ અનાદિથી ચાલ્યું આવતું જગત નિશ્ચયનય'થી નિત્ય છે. (૨) આત્મા દેહવ્યાપી છે તેથી જે પ્રમાણે દેહ છે તે જ પ્રમાણમાં તે દેહના સર્વ અંશોમાં વ્યાપી રહેલ આત્મા છે. આથી તેને આટલું કદ છે, અગર દેહના અમુક સ્થલે જ રહે છે એનો સ્વીકાર થતો નથી. ૬૬ (૩) યજ્ઞના વિધિનો નિષેધ કરી સર્વ જીવોને જીવનનો સરખો હક્ક છે “સવ્વેસિં નીવિયં પિયં’' - સર્વ જીવોને જીવન પ્રિય છે, ઇષ્ટ છે માટે જીવને મારવાનો કે પીડવાનો કોઈને હક્ક નથી. એવું પરમ ‘અહિંસા’ તત્ત્વ ઉદ્ઘોષણાથી પ્રતિપાદિત કર્યું. (૪) તપને બુદ્ધે નકામું ગણી ફેંકી દીધું, તેમ મહાવીરે ન કરતાં સ્પષ્ટતાથી જણાવ્યું કે ‘માત્ર ભાવનાશૂન્ય કાયક્લેશ કરી તપ કરવાથી તાપસ કહેવાવામાં કંઈ અર્થ સ૨વાનો નથી, પરંતુ સાધ્ય લક્ષમાં રાખી આત્મસ્વરૂપનું ચિંતન અને ધ્યાન એ તપનું પરમ ઉપયોગી અને સિદ્ધિદાયક અંગભૂત છે.' એ જાહેર કરી તપસ્ને આવશ્યક સ્વીકાર્યું. તપસ્ એ માત્ર દેહદમન છે એમ નથી, પરંતુ તેના બાહ્ય તપ અને અંતરંગ તપ એમ બે ભેદ પાડી તે દરેકના છ પ્રકાર પાડેલા છે. અંતરંગ તપના છ ભેદમાં પ્રાયશ્ચિત્ત સ્વાધ્યાય (કે જેની અંદર વાચના, પૃચ્છના, શ્રવણ, ધર્માભ્યાસ વગેરેનો સમાવેશ થાય છે), કાયોત્સર્ગ અને ધ્યાનનો અંતર્ભાવ થાય છે. પ્રૉ. ર્પાઇસ ડેવિડ્સ જણાવે છે કે ઃ Diogenes and his parallel in India Mahavira, Founded important Schools which have left their mark on history. d (યુરોપમાં) ડાયોઝનીસ્ અને તેના સમાંતર તરીકે ભારતમાં મહાવી૨ એ બંનેએ ઉપયોગી સંસ્થાઓ સ્થાપી છે કે જેણે ઇતિહાસ પર પોતાનાં પ્રધાન ચિહ્નો અંકિત કર્યાં છે. (આ સાથે જણાવી દેવું પડશે કે મહાવીરે જે જાતના તપનો ઉપદેશ કર્યો હતો અને જે જાતનું તપ પોતે કર્યું હતું તે તપસ્ પાશ્ચાત્ય વિદ્વાનો હજુ સમજી શક્યા નથી. અને તેથી તેનું ભાષાંતર Self-mortification દેહદમન કરી તેવા જ અર્થમાં મહાવીરના તપસને ગણે છે.) (૫) જાતિભેદ મહાવીરે સ્વીકાર્યો નથી જ. તેમના ધર્મસામ્રાજ્યમાં સર્વ વર્ણને સરખો અધિકાર છેવટના સાધ્ય મુક્તિ સુધીનો છે. હવે કેટલાક વાદો આ સમયે હતા તે સંબંધે જણાવવાનું કે – સૂત્રકૃત નામના અંગમાં ચાર મુખ્ય પરદર્શન, જૈન સિદ્ધાંત નામે વર્ણવેલા છે. ક્રિયાવાદ, અક્રિયાવાદ, અજ્ઞાનવાદ અને વિનયવાદ. - (૧) ક્રિયાવાદ આમાં એવો સિદ્ધાંત છે કે આત્મા કર્તા છે, અને તેના પર ક્રિયા-કર્મની અસર થાય છે. આ ક્રિયા-ઉત્પત્તિ આદિ શેનાથી થાય છે તે મોટો પ્રશ્ન છે. કેટલાક એમ કહેતા કે કાલથી, કોઈ ઈશ્વરથી, કોઈ તે આત્માથી - પુરુષાર્થથી, Page #88 -------------------------------------------------------------------------- ________________ ભારતની ધર્મભાવના ૬૭. કોઈ સ્વભાવથી (વસ્તુનો સ્વભાવ એટલે વસ્તુ જે સ્વતઃ પોતાની મેળે જ પરિણામ પામે તે.). (૨) અક્રિયાવાદ – આ વાદ એ કહે છે કે એક ક્ષણ પણ જેની સ્થિતિ થઈ રહેતી નથી એવા પદાર્થને – આત્માને ક્રિયા કેમ સંભવે ? ઉત્પત્તિ સાથે જ ભવવિનાશાદિ પણ થાય છે. આ વાદ આત્માદિ નાસ્તિત્વવાદ છે. આની અંદર બૌદ્ધનો ક્ષણિકવાદ અને શૂન્યવાદ સમાઈ જાય છે. વળી આ વાદ આત્માના અસ્તિત્વ સાથે પ્રતિનિયત કાર્ય-કારણ ભાવને પણ સ્વીકારતો નથી. (૩) અજ્ઞાનવાદ – આમાં અજ્ઞાન વડે આચરણ કરવામાં આવે છે, અને કત કર્મ બંધાદિ વિકલ્પનો વિચાર કરવામાં આવતો નથી. આ વાદ એવું કર્થ છે કે જ્ઞાનથી કશું શ્રેય નથી, કેમકે જ્ઞાન હોય તો વિરુદ્ધ પ્રરૂપણા રૂપ વિવાદનો યોગ આવે – વાદવિવાદ થાય, અને તેમ થતાં ચિત્ત કલુષિત થાય અને તેમ થતાં સંસાર-પ્રવૃત્તિ લંબાતી ચાલે, જ્યારે અજ્ઞાનનો આશ્રય કરાય ત્યારે અહંકારનો સંભવ આવે નહિ, તેમ પારકા પ્રત્યે ચિત્ત કાલુષ્ય પણ થાય નહિ અને તેથી કર્મનો બંધ પણ સંભવે નહીં અને તેથી સંસાર વધે નહીં. આના. સંબંધમાં બૌદ્ધ પુસ્તકોમાંથી કેટલોક વધારે પ્રકાશ પડે છે : સામા... ફલ સુત્તમાં સંજય (બેટ્ટિપુત્ત)ના આ વાદ સંબંધે બુદ્ધે એવું જણાવેલું છે કે : “આત્માનું ભવિષ્યમાં અસ્તિત્વ છે કે નહીં એ સંબંધી તમે મને પૂછવા માંગતા હો, તો હું તે સ્થિતિ સંબંધી ખુલાસો કરીશ. જો તેઓ એમ પૂછવા માંગતા હોય કે તે સ્થિતિ આ પ્રમાણે છે ? તો તે સાથે મારે કંઈ સંબંધ નથી; તે સ્થિતિ તેના જેવી છે ? તો તે સાથે મારે કંઈ સંબંધ નથી, શું તે આનાથી ભિન્ન છે ? તો તે સાથે મારે કંઈ સંબંધ નથી; શું તે સ્થિતિ નથી ? તો તે સાથે મારે કંઈ સંબંધ નથી; શું તે નથી તે નથી જ ? તો તે સાથે મારે કોઈ સંબંધ નથી.” આવી રીતે તથાગત (બુદ્ધ) મૃત્યુ પછી અસ્તિત્વ ધરાવે છે કે અસ્તિત્વ નથી ધરાવતા, એક વખતે છે કે નથી, નથી તેમજ એકી વખતે નથી – એ પ્રશ્નોના નિર્ણયાત્મક રીતે ઉત્તર આપવાની બુદ્ધ ના પાડે છે. આ ઉપરથી સ્પષ્ટ જણાય છે કે અજ્ઞાનવાદીઓ એક વસ્તુના અસ્તિત્વ ને નાસ્તિત્વ સંબંધે જે-જે રીતે કહી શકાય તે-તે સઘળી રીતોનો ઉપયોગ કરતા – પ્રશ્ન ઉઠાવતા અને સામા થતા વાદીઓ પાસેથી તેનો ખુલાસો માંગતા. અને જો કોઈ વસ્તુ લોકોત્તર હોઈ સમજી ન શકાય તેવી અગર અનુભવગોચર ન થાય તેવી જણાવવામાં આવતી તો તેઓ તે સઘળી રીતિઓનો નિષેધ કરતા. (૪) વિનયવાદ – વિનયથી આચરણ કરવાનું કથન કરનાર વાદ. આમાં દેવતા, નૃપતિ, યતિ, જ્ઞાની, વૃદ્ધ, અધમ, માતા, અને પિતા – આઠ પ્રત્યે શરીર, મન, વાણી અને દાન એ ચાર પ્રકારે દેશકાલાનુસાર વિનય કરવાનું કહ્યું છે. આ ચારે વાદમાં અનેક અનેક પ્રશ્નો અને પેટાવાદો ફરે છે. અને તેથી તે દરેક ગણતાં ૩૬૩ મત મહાવીર સમયમાં હતા કે જેને ૩૬૩ ‘પાંખડીઓ' એવું અપનામ જૈનસૂત્રોમાં ૧. સરખાવો સુભાષિતની ઉક્તિ જ્ઞાન વિવાદાય ઘન મહાપ અને અંગ્રેજી ઉક્તિ Ignorance is bliss – અજ્ઞાન એ સુખ છે. Page #89 -------------------------------------------------------------------------- ________________ ૬૮ જૈન અને બૌદ્ધ મત : સંક્ષિપ્ત ઇતિહાસ અને સિદ્ધાંત આપવામાં આવ્યું છે. (કિયાવાદીના ૧૮૦, અક્રિયાવાદીના ૮૪, અજ્ઞાનવાદીના ૬૭ અને વિનયવાદીના ૩ર મત મળી ૩૬૩) આ દરેક કેવી રીતે થાય છે તે માટે જુઓ શ્ર હરિભદ્રસૂરિના “ષદર્શન સમુચ્ચય' પરની મોટી વૃત્તિ (ભાષાંતર પૃ. ૯-૧૯), અને શ્રી આત્મારામજીકૃત જૈન તત્ત્વાદર્શ (ગુજરાતી. ભા. પૃ. ૧૧૫થી ૧૩૬.) અહીં મહાવીરે દરેક સંબંધે શું નિર્ણાયાત્મક વિચાર બાંધેલ છે તે ટૂંકમાં જણાવીશું : (૧) ક્રિયાવાદ સંબંધે દરેક ક્રિયાની અસર છે અને તેથી જીવે કરેલી દરેક ક્રિયાની અસર તેના પર થાય છે. આ અસર આપવામાં – કોઈપણ કાર્ય થવામાં - કાર્યસિદ્ધિમાં પાંચ કારણોનું અસ્તિત્વ એકી સંઘાવે છે અને જેને પાંચ સમવાય કહેવામાં આવે છે, તેના નામ ઃ ૧. કાલ ૨. સ્વભાવ, ૩. નિયતિ, ૪. પૂર્વકર્મ, પ. પુરુષાર્થ. આ પાંચમાંથી કોઈપણ એકથી કાર્ય થાય છે તે એકાંતવાદ મહાવીરે સ્વીકાયો જ નથી. તેમના અનેકાંતવાદ – સ્યાદ્વાદ છે તે પ્રતીત થાય છે. ઈશ્વર કાર્યનો – ક્રિયાનો પ્રેરક નથી. આત્મા છે, ઈશ્વર છે, દેહી આત્મા – જીવ તે આવરિત છે, અને જ્યારે બધાં આવરણો છૂટે છે – દૂર થાય છે ત્યારે તે ઈશ્વર બને છે. તે આવરણો દૂર કરવામાં પણ ઉક્ત પાંચ કારણો આવશ્યક છે. તે પાંચને સમવાય' કહેવામાં આવે છે, કારણ કે યત્સમવેત કાર્યમુદતે – જેના મળવાથી કાર્યની નિષ્પત્તિ થાય તે સમવાય. આ પાંચમાં ઈશ્વર એ એક કારણ ગણેલ નથી. ઈશ્વરને જગત કે જગતના કોઈ કારણ સાથે સંબંધ નથી તે માટે કર્મનો સિદ્ધાંત' મહાવીરે એવો સર્વવ્યાપી, અબાધિત અને અચલ ગૂંથેલ છે કે તે તેમની સર્વજ્ઞતા સિદ્ધ કરે છે. ઉક્ત પાંચમાંથી એકને જ ખરા કારણ તરીકે એકાંતે માની કાલવાદી, નિયતિવાદી, સ્વભાવવાદી પ્રમુખ અનેકવાદ થયા છે. (૨) અક્રિયાવાદ ટકી શકતો જ નથી. કાર્યકારણની પરંપરા – કર્મનો સિદ્ધાંત અબાધિત અને નિયત છે, તેમાં મીનમેખ થનાર નથી. અક્રિયાવાદી કાર્યના કારણ તરીકે યદચ્છા એટલે આકસ્મિકતા કહે છે તે કાર્યકારણભાવને વિવેચક બુદ્ધિથી જોતાં કોઈપણ બુદ્ધિમાન સ્વીકારી શકે તેમ નથી. (૩) અજ્ઞાનવાદની સામે સ્યાદ્વાદ મહાવીરે ઉપદેશેલ છે. અજ્ઞાનવાદ જે જે પ્રશ્નોની પરંપરા વસ્તુના અસ્તિત્વ નાસ્તિત્વ સંબંધે ઉત્પન્ન કરે છે તે તે દરેક પ્રશ્નો સ્યાદ્વાદના સપ્તભંગી ન્યાયમાં અંતર્ભાવ પામે છે અને તેના ઉત્તર પણ મેળવે છે. તે સપ્તભંગી, જે સાત જુદીજુદી રીત વસ્તુના અસ્તિત્વ અને નાસ્તિત્વની “ચાતુ' અને ‘એવ' શબ્દસહિત નિર્દેશ કરવાથી થાય છે તે છે. તે આ પ્રમાણે : સ્યાદ્ અતિ એવ- કોઈ એક અપેક્ષાએ (વિધિની પ્રધાનતાથી) નિઃશંકપણે વસ્તુ છે. ચાત્રાતિ એવ – કોઈ બીજી અપેક્ષાએ (નિષેધની પ્રધાનતાથી) નિઃશંકપણે વસ્તુ નથી. સ્વાદસ્તિ નાસ્તિ એવ – કોઈ અપેક્ષાએ નિઃશંકપણે વસ્તુનું અસ્તિત્વ છે અને કોઈ બીજી અપેક્ષાએ વસ્તુનું અસ્તિત્વ નથી પણ. આમ જુદીજુદી અપેક્ષાથી જુદે જુદે વખતે અસ્તિત્વ અને નાસ્તિત્વ એ બંનેનું પ્રતિપાદન કરી શકાય. Page #90 -------------------------------------------------------------------------- ________________ ભારતની ધર્મભાવના ૬૯ સ્વાદ્ધક્તવ્ય એવ – ચોક્કસપણે કોઈ અપેક્ષાપૂર્વક (વિધિનિષેધની યુગપત પ્રધાનતાથી) વસ્તુનું વર્ણન કરવું અશક્ય છે. એક વસ્તુના એકથી વધારે ગુણો એકી સાથે જ કહી શકાય નહિ, તેથી જો એક જ અપેક્ષાથી એક જ વખતે વસ્તુનું અસ્તિત્વ અને નાસ્તિત્વ બંને પ્રતિપાદન કરવું હોય તો આપણે કહેવું જ જોઈએ કે તે કહી શકાય તેમ નથી એટલે અવક્તવ્ય છે. સ્વાદસ્તિ ચ અવક્તવ્ય – ચોક્કસ રીતે કોઈ અપેક્ષાથી વસ્તુ વિદ્યમાન છે, પણ તે જ ક્ષણે તેનો સંપૂર્ણ રીતે નિર્દેશ કરવો અશક્ય છે. ચાત્રાતિ ચ અવક્તવ્ય – ચોક્કસ રીતે કોઈ કોઈ અપેક્ષાએ વસ્તુ વિદ્યમાન નથી અને તે જ ક્ષણે તેનું સંપૂર્ણપણે વર્ણન કરવું અશક્ય છે. સ્વાદતિ ચ નાસ્તિ ચ અવક્તવ્ય – ચોક્કસ રીતે કોઈ અપેક્ષાએ વસ્તુ વિદ્યમાન છે અને કોઈ બીજી અપેક્ષાએ વસ્તુ વિદ્યમાન નથી અને એક જ ક્ષણે તે વસ્તુનો નિર્દેશ કરવો અશક્ય છે. અજ્ઞાનવાદીઓ એમ કહેતા કે અનુભવ બહારની વસ્તુનું અસ્તિત્વ કે નાસ્તિત્વ કે એકી સાથે અસ્તિત્વ નાસ્તિત્વનું વિધિવતુ કે નિષેધવત્ પ્રતિપાદન થઈ જ ન શકે, જ્યારે સ્વાવાદ કહે છે કે દરેક અપેક્ષાએ વસ્તુનું અસ્તિત્વ, નાસ્તિત્વ વિધિવત્ કે નિષેધવત્ કે એકી સાથે અસ્તિત્વ નાસ્તિત્વ ઉપર જણાવેલ છે તેમ પ્રતિપાદિત થઈ શકે. આથી અજ્ઞાનવાદીઓની અસર દાબવા માટે સ્યાદ્વાદનો ઉદ્ભવ થયેલ છે એમ ડૉ. જેકૉબીનું માનવું છે. આ અજ્ઞાનવાદની અસર મહાવીરના સમકાલીન બુદ્ધના દર્શન પર – બૌદ્ધ ધર્મ પર થયેલ છે અને ખાસ કરીને બુદ્ધના નિર્વાણ સંબંધેના સિદ્ધાંત પર સ્પષ્ટ રીતે થઈ લાગે છે. બુદ્ધને જ્યારે પ્રશ્ન કરવામાં આવ્યો કે 'તથાગત (મુક્ત જીવ - બુદ્ધ) મૃત્યુ પછી વિદ્યમાન રહે છે કે નહિ ?” ત્યારે બુદ્ધે તે પ્રશ્નનો ઉત્તર આપવાની ના પાડી, (અને તેથી લોકો કે જેમાં સામાન્ય બુદ્ધિ હોય છે. તે લાંબા વાદમાં ન ઊતરતાં તેટલેથી જ સંતોષ પામતા) કારણકે આવા તત્ત્વજ્ઞાનના પ્રશ્નો અથવા તેથી પણ વધુ મહત્ત્વના પ્રશ્નો મનુષ્યની બુદ્ધિથી ઉકેલી શકાય તેમ નથી એવું પોતાના વખતના લોકને વારંવાર કહેવામાં આવતાં લોક સમાધાન પામી જઈ વિશેષ ચર્ચા ન લંબાવતા. જો બુદ્ધે તેમ ન કર્યું હોત તો તે ધાર્મિક સુધારકને લોકો વિશેષ માનત નહીં, કારણકે ઉક્ત પ્રશ્નો બ્રાહ્મણ ધર્મમાં (અને જૈન ધર્મમાં ઘણા મહત્ત્વના અને આધારભૂત હતા અને તેથી બુદ્ધે તેના માટે લાંબું કાંતવાનું પસંદ જ કર્યું નહીં અને તે પ્રશ્નોના ઉત્તર માંગવામાં આવતાં તેના ઉત્તર આપવાની ના જ પાડી. આ પરથી નિર્વાણ સંબંધીનો બૌદ્ધ સિદ્ધાંત જે રીતે મૂકવામાં આવ્યો છે તે રીતે જોતાં અજ્ઞાનવાદની અસર તે પર થયેલી પ્રતીત થાય છે. આ વાતની પુષ્ટિમાં જણાવવાનું કે સારિપુત્ર અને મોગલાન કે જે બુદ્ધના મહાનમાં મહાન શિષ્યોમાંના હતા તે બૌદ્ધ ધર્મમાં આવ્યા પહેલાં અજ્ઞાનવાદના સંચાલક સંજયના શિષ્યો હતા અને બુદ્ધના શિષ્ય થતી વખતે પોતાની સાથે પોતાના પૂર્વ ગુરુના ૨૦ શિષ્યો બુદ્ધ પાસે લઈ આવ્યા હતા. (જુઓ ડૉ. જેકોબીનું જૈન સૂત્ર S.B.E. વો. ૪પ, પ્રસ્તાવના.) Page #91 -------------------------------------------------------------------------- ________________ જૈન અને બૌદ્ધ મત : સંક્ષિપ્ત ઇતિહાસ અને સિદ્ધાંતો અજ્ઞાનવાદને નરી દૃષ્ટિથી જોતાં અજ્ઞાન એ સુખનું, શાંતિનું, મુક્તિનું કારણ હોઈ શકે એ તદ્દન મિથ્યા લાગે છે. જૈનોએ મુક્તિ સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્યક્ચારિત્ર એ ત્રણે સાથે મળવાથી સધાય છે એમ સ્વીકાર્યું છે. (૪) વિનયવાદ જે રીતે કહેવામાં આવેલ છે તેમાં રહેલ વિનયનું અનુસરણ સ્વીકારવામાં આવેલ છે, પરંતુ જેનો વિનય કરવાનું કહેલ છે તેમાંના એકનો અગર તૈટલાનો જ વિનય કરવાથી ઇષ્ટ સિદ્ધિ નથી, તે એકાંત છે, પરંતુ તે સર્વનો દેશકાલાનુસાર વિનય કરવા સાથે જે મુક્તિમાર્ગમાં પ્રવર્તનારા છે તેઓનો જે વિનય કરવો, તે જ વિનય મુક્તિનું અંગ છે. ૫. મહાવીરનો પ્રાદુર્ભાવ इयति जगति पूज्यं जन्म गृह्णाति कश्चित् विपुलकुशलसेतुः सत्त्वसंतारणाय ।। આ જગતમાં કોઈ પુણ્ય [પૂજ્ય] જન્મ લે છે કે જે જીવોના ઉદ્ધાર અર્થે પુષ્કળ સુખના સેતુરૂપ થાય છે. ७० When the lamp is shatterd, The light at the dust lies dead, When the cloud is scattered The rainbow's glory is shed. – Shelley એ તો નિઃસંદેહ છે કે મહાન પુરુષ પોતાના યુગ પર પ્રબલ પ્રભાવ પાડે છે, અને ભવિષ્યના ઇતિહાસનું બીજ વાવે છે. આ પર વિચાર કરતાં ઇતિહાસનું સ્વરૂપ-નિરૂપણ યથાર્થ પ્રતીત થાય છે, પરંતુ ગંભીર રીતે વિચારતાં આ અર્ધ-સત્ય વ્યાખ્યા સંતોષદાયક થતી નથી. જ્વાલામુખી પર્વત ફાટે છે અને ચારે દિશાની ભૂમિ પર અસર કરે છે, તેથી જ્વાલામુખી પર્વતને જ આ અસલના કારણરૂપ દર્શાવવું એ સંતોષજનક વ્યાખ્યા નથી. જ્વાલામુખી પર્વત કઈ રીતે થાય છે, તેમાં અગ્નિ ક્યાંથી આવે છે ઇત્યાદિ પાછળ કારણપરંપરામાં જવું જરૂરી છે. જ્યારે આપણે પાછળ દૃષ્ટિ ફેંકીએ છીએ ત્યારે જ્વાલામુખી પર્વત કારણભૂત જણાતો નથી, પરંતુ દ્વારરૂપે સિદ્ધ થાય છે; તેવી જ રીતે મહાપુરુષ પોતાના અને પોતાથી પાછળના કાલના યુગ પર અસર કરે છે એ સત્ય છે પરંતુ તે સ્વયં ભૂતકાલના પુત્ર અને વર્તમાન કાલના બંધુ હોય છે. મહાનમાં મહાન પુરુષ પણ પોતાના જમાનાથી સર્વથા સ્વતંત્ર હોતા નથી; અને તેથી જ સ્પેન્સર કહે છે કે “મહાન્ પુરુષ એ પોતાના યુગમાંથી ઉદ્ભવેલ વીર છે.’ રા. સુશીલના પોતાના અપ્રકટ પુસ્તક ‘મહાવીરજીવનનો સાર’ અથવા ‘શ્રીમન્મહાવીરના જીવન પ્રસંગોમાંથી ઉદ્ભવતો નૈતિક બોધ' (Moral from the ૧. આ પુસ્તક ‘શ્રી મહાવીર જીવન વિસ્તાર’ એ નામથી બહાર પડી ગયું અને તે લોકમાં ઘણું આદર પામ્યું. આથી તેની બીજી આવૃત્તિ હમણાં પ્રગટ થઈ છે. લેખક Page #92 -------------------------------------------------------------------------- ________________ મહાવીરનો પ્રાદુર્ભાવ ૭૧ incidents of 1.ord Mahavira's Life)માં આ સંબંધે જે મનોરમ્ય ગિરામાં કહેવામાં આવ્યું છે તે આ લેખમાં ઉતારવાની લાલચ તજી શકાતી નથી. આ વિશ્વક્ષેત્ર ઉપર દેવી અને જગદોદ્ધારક તનુઓના પ્રાદુર્ભાવમાં પ્રવર્તતાં અનેક નિમિત્તોનું અવલોકન કરતાં એમ જણાય છે કે જ્યારે સમાજ અથવા પ્રજાનો એક બળવાન અને સત્તાધારી વિભાગ પોતાના સ્થૂલ સ્વાર્થનું રક્ષણ કરવા માટે અસત્ય અને અધર્મનો પક્ષ લઈ પોતાથી અલ્પ શક્તિમાન વિભાગને સત્યથી વંચિત રાખે છે ત્યારે તે આક્રમિત અને પરાજિત થયેલા સત્યની ભસ્મમાંથી એક એવું દિવ્ય સ્ફલિંગ પ્રગટે છે કે જેની પ્રખર જ્વાલામાં આખરે અધર્મ અને અનીતિનો લય થાય છે. અને તેમ હોવાથી એ દિવ્ય લિંગના પ્રાકટ્યમાં જેટલો નીતિનો નહિ તેટલો અનીતિનો અને ધર્મનો નહિ તેટલો અધર્મનો ફાળો હોય છે. પરાભવ પામેલા સત્યને તેના મૂલ ગૌરવસ્થાન ઉપર પ્રતિષ્ઠિત કરવા અર્થે જ મહાપુરુષોનું અવતરણ હોય છે. દેવી અને આસુરી સત્ત્વોના વિગ્રહમાં જ્યારે આસુરી તત્ત્વ પોતાના ઉચ્ચ પ્રકારના સ્થૂલ બળના પ્રભાવથી દૈવી સત્ત્વને દબાવી દે છે, પોતાનું અધર્મશાસન પ્રવર્તાવે છે ત્યારે તેના પ્રતિશાસક તરીકે દેવી સત્ત્વનો પક્ષ લઈ અસત્યનું નિકંદન કરવા માટે કુદરતના ગર્ભાગારમાંથી એક અમોઘ વીર્યવાન્ આત્મા જન્મે છે. આ મહાસત્ત્વને લોકો અવતારની સંજ્ઞાથી આલેખે છે. તેમના અવતરણનો મુખ્ય હેતુ જગતની સર્વદેશીય પ્રગતિના અવરોધનાં કારણોને દૂર કરવાનો હોય છે. મહત્તા એ એકલા સામર્થ્યને લઈને નથી, પણ વિદનોનો પરિહાર કરવામાં તે સામર્થ્યનો જે ઉપયોગ થાય છે તેને લઈને છે અને તે પણ જેટલા પ્રબળ અંતરાય અને પ્રતિબંધો સામે લડવામાં તે વપરાયું હોય તેટલા પ્રમાણમાં જ છે. જગતમાં જે જે પુરુષો મહાન ગણાયા છે તે માત્ર તેમના અંતર્ગત સામર્થ્યના પ્રભાવથી જ નહિ, પણ તે સામર્થ્યને અધર્મની સામે વિરોધમાં રોકી આખરે અધર્મને પરાસ્ત કરવાથી જ ગણાયા છે. જે સામર્થ્ય કાર્યશૂન્ય છે, તેની જગન્ને ખબર જ પડતી નથી. કથિતાશય એ છે કે મહાપુરુષોના મહત્ત્વનું ઉપાદાન ‘અધર્મ અથવા અસત્યની સામે લડવામાં પોતાના સામર્થ્યનો કરેલો ઉપયોગ' છે. વિસ્તુતઃ એ મહાન આત્માઓને આકર્ષનાર અધર્મ નથી, પણ અધર્મનું પ્રાબલ્ય જ્યારે સત્યના સ્વરને ગૂંગળાવી નાંખે છે ત્યારે તે વખતે દુઃખાત્ત થયેલા સત્યનો આંતર પુકાર તે મહાત્માને આકર્ષે છે, છતાં મહાજનોનું ખરેખર મહત્ત્વ અધર્મ, અસત્ય અને અનીતિને આભારી છે. રામની મહત્તા રાવણના અધર્મથી જ બંધાયેલી છે, કૃષ્ણનું ઐશ્વર્ય કૌરવોની અનીતિથી જ જગતને સ્પષ્ટ થવા પામ્યું છે, એ જ પ્રમાણે પ્રવૃત્તિના પ્રત્યેક ક્ષેત્રમાં જે જે પુરુષોએ કંઈપણ હત્તા પ્રાપ્ત કરી છે તે-તે તે ક્ષેત્રમાં રહેલા હલકા સત્ત્વનો પરાજય કરવાથી જ પ્રાપ્ત થયેલી છે. મહત્તાનું આ ધોરણ દષ્ટિમાં રાખી મહાવીરનું મહત્ત્વ શેમાં રહેલું છે એ અવલોકીએ અર્થાત્ કઈ અનીતિ અથવા અસત્ય સામે તેમણે વિગ્રહ કરી જગતમાં કયું આવશ્યક અને ઉપકારક તત્ત્વ ઉમેર્યું તે જોઈએ.” આર્યાવર્તની આ સમયે રાજકીય, સામાજિક અને ધાર્મિક સ્થિતિ શું હતી તે આપણે ઉપર જોઈ ગયા છીએ, છતાં તેના નિષ્કર્ષ અને સુંદર ઉપસંહાર રૂપે રા. સુશીલના શબ્દો ટાંકીએ તો “પચીસમેં વર્ષ પહેલાં આર્યાવર્તની ધર્મભાવનામાં મહાન Page #93 -------------------------------------------------------------------------- ________________ જૈન અને બૌદ્ધ મત : સંક્ષિપ્ત ઇતિહાસ અને સિદ્ધાંતો પરિવર્તન શરૂ થયું હતું. ઉપનિષદ્ અને ગીતાના વિશુદ્ધ ભાવો લુપ્તપ્રાય થયા હતા અને તેનું સ્થાન માત્ર અર્થહીન આચાર, હેતુશૂન્ય વિધિઓ અને કંટાળાભરેલી ક્રિયાઓની પરંપરાએ લીધું હતું. પારમાર્થિક રહસ્યની છેક જ વિસ્મૃતિ થઈ હતી અને દેવ-દેવીઓની સંખ્યા એટલી બધી ઝડપથી વધતી ચાલી હતી કે તે સર્વને સંતુષ્ટ રાખવાના મહાન બોજામાં મનુષ્યોને પોતાના આત્મકલ્યાણનો અવકાશ જ રહેતો જ નહોતો. જે ગૌરવ, સન્માન અને મહત્ત્વ પોતાના ગુણ અને કૃતિના પ્રભાવથી પૂર્વે સ્વીકારાતાં હતાં તે હવે બ્રાહ્મણો પોતાના પરંપરાગત હક તરીકે ગણવા લાગ્યા હતા. જ્ઞાતિની મર્યાદાઓ અત્યંત સાંકડી થઈ ગઈ હતી અને સ્થૂલ કિંમતના બદલામાં બ્રાહ્મણો લોકોને પારમાર્થિક ત્રેયની લાલચ આપી તેમની વતી ક્રિયાકાંડમાં પ્રવર્ત્તતા હતા. સમાજની શ્રદ્ધાને અધમ રસ્તા ઉપર ઘસડવામાં આવતી હતી અને તેનો અણઘટતો લાભ તે કાલના બળવાન વિભાગે બ્રાહ્મણોએ લેવા માંડ્યો હતો. ધર્મભાવનાનું જીવંતપણું વિલુપ્ત થઈ માત્ર સંપ્રદાયનું સાંકડાપણું અને ક્રિયાકાંડની જડતા અવશેષ રહી હતી.” ૭૨ “મહાવીરના કાળથી પાંચસે વર્ષ ઉપર પણ લગભગ આવી જ વસ્તુસ્થિતિ વર્તતી હતી. તે વખતે પણ ખેદ ઉપજાવે તેવા યજ્ઞયાગ પૂરજોસથી ચાલતા હતા; છતાં સૌભાગ્યનો વિષય એ હતો કે તે કાલે કેટલાક સમજુ ઋષિઓ એવી ક્રિયાઓનું તુચ્છપણું જોઈ શક્યા હતા અને તેમણે પારમાર્થિક શ્રેય માટે તેનું નિરુપયોગીપણું સમાજને દર્શાવી આપ્યું હતું. તેમણે ઉપનિષદોની રચના કરી તેનાં રહસ્યો ભણી તેમનું લક્ષ્ય ખેચ્યું હતું. અસંખ્ય નાનામોટા દેવોને હડસેલી પાડી તેનું સ્થાન સમસ્ત નિસર્ગનું મહારાજ્ય કે જે એક પરમ તત્ત્વ વડે વ્યાપી રહ્યું છે તેને આપવામાં આવ્યું હતું. વરુણ, અગ્નિ, સૂર્ય વગેરે અનેક સત્ત્વોને પ્રસન્ન રાખવા અને તેઓ દુનિયાના વ્યવહારમાં ડખલ ન કરે તે માટે યજ્ઞાદિકથી સંતોષવાનો પ્રચાર, પરમબ્રહ્મની વિશુદ્ધ ભાવનાના બલવાનપણાથી ગૌણપણાને પામ્યો હતો અને તેથી બ્રાહ્મણોની વૃત્તિના સ્વાર્થી અંશને આઘાત પહોંચવા પામ્યો હતો; તેમ છતાં પણ ઉપનિષનાં રહસ્યોથી સમાજના ડાહ્યા અને પ્રગતિશીલ વિભાગ ઉપર એવી ઉત્તમ અસર થઈ હતી કે ઘણા કાળ સુધી યજ્ઞાદિક ક્રિયાકાંડનું જોર પ્રવર્તી શક્યું નહીં. સમાજનું ધ્યાન, વિશેષ કરીને પ્રાકૃતિક સત્ત્વોને રાજી રાખવા કરતાં, પારલૌકિક જીવન અને આત્માના સ્વરૂપ સંબંધે બહુ આવેગપૂર્વક આકર્ષાયું હતું; છતાં એ સ્થિતિ ઘણો કાળ નભવા પામી નહીં. લગભગ ત્રણસેં ચારર્સે વર્ષ સુધી તેની અસર ન્યૂનાધિકપણે રહી; પણ મહાવીર દેવના આવિર્ભાવકાલે તે જૂનાં સામર્થ્રો પાછાં સંપૂર્ણ વેગમાં આવ્યાં હતાં. તાત્ત્વિક વિભાગ તરફ લોકોની રુચિ મંદ પડી ગઈ હતી. ધર્મગુરુઓ રુશવત લઈ સ્વર્ગ અને મોક્ષ સુધીનો પરવાનો આપવાની ધૃષ્ટતા કરતા શરૂ થયા હતા, અને શાસ્ત્રાભ્યાસ તેમ સ્વતંત્ર વિચારણા માટે બ્રાહ્મણો સિવાય કોઈનો પણ અધિકાર નહોતો. યજ્ઞાદિક કર્મના અધિકાર માટે બ્રાહ્મણો, ક્ષત્રિયો અને વૈશ્યો વચ્ચે જબરી તાણાતાણ ચાલતી હતી. આચારવિચારના નિયામક મંત્રોમાંથી અર્થ ઊઠી ગયો હતો માત્ર શબ્દનાં ખાલી ખોખાં પડ્યાં રહ્યાં હતાં. સમયના બદલાવા સાથે આચાર પણ બદલાયાથી આખો આચારકાંડ ગંધાતા જળના ખાબોચિયા જેવો બની ગયો હતો. આત્માના ચાલી ગયા -- Page #94 -------------------------------------------------------------------------- ________________ મહાવીરનો પ્રાદુર્ભાવ ૭૩ પછી પાછળ પડી રહેલા પિંજર જેવી સ્થિતિ પ્રત્યેક સ્થળે બની રહી હતી. ઉન્નતિક્રમ અને પ્રગતિશીલતાનાં ચક્રો જૂના વિચારના કીચડમાં એટલી હદે ખેંચી ગયાં હતાં કે તેને પાછાં સડક ઉપર ચાલતી સ્થિતિમાં મૂકવા માટે એક વીર આત્માની જરૂર હતી.” મહાવીર પ્રભુના આવિર્ભાવકાલે કેવી વસ્તુસ્થિતિ વર્તતી હતી તેનું વર્ણન મિ. દત્ત આ પ્રમાણે આપે છે : Such was the state of things in India in the Sixth century before Christ. Religion in its true sense had been replaced by forms. Excellent social and moral rules were disfigured by the unhealthy distinctions of caste, by exclusive privileges for Brahmins, by cruel laws for Shudras. Such exclusive caste privileges did not help to improve the Brahmans themselves. As a community they became grasping and covetous, ignorant and pretentious until Brahman Sutrakaras themselves had to censure the abuse in the strongest terms. For the Sudras who had come under the shelter of the Aryan religion, there was no religious instruction, no religious observance, no social respect. Despised and degrraded in the community in which they lived, they sighed for a change; and the invidious distinction became unbearable as they increased in number, pursued various useful industries, owned lands and villages and gained in influence and power. Thus society was held in cast-iron mould which it had long out-grown and the social, religious and legal literature of the day still proclaimed and upheld the cruel injustice against the Sudra long after the Sudra had become civilized and industrious and a worthy member of society. - Romesh Chandra Dutt. આનું ભાષાંતર રા. સુશીલ આ પ્રમાણે કરે છે ? ર૫૦૦ વર્ષ પહેલાં આર્યાવર્તની સ્થિતિ આવી હતી : ધર્મની યથાર્થ ભાવનાનો નાશ થઈ તેનું સ્થાન અર્થહીન આચારવિચારે લીધું હતું. ઉત્તમ સામાજિક અને નૈતિક નિયમો, દુષ્ટ જ્ઞાતિભેદથી અને બ્રાહ્મણો માટે ખાસ હક અને શૂદ્રો માટે ઘાતકી ધારાઓથી વિકૃત થયા હતા. આવા જ્ઞાતિજન્ય વિશેષ અધિકારથી બ્રાહ્મણોની સ્થિતિ ઊલટી બગડવા પામી. આખા સમાજ તરીકે તેઓ એટલી હદે લોભી, લાલચુ, અજ્ઞાન અને અભિમાની બની ગયા કે બ્રાહ્મણ સૂત્રકારોને પણ વસ્તુસ્થિતિની ઘણી સખત ભાષામાં ઝાટકણી કાઢવી પડી હતી. શૂદ્રો કે જેઓએ આર્ય ધર્મના છત્રતળે આશ્રય લીધો હતો તેમને માટે ધાર્મિક શિક્ષણ, વ્રત, અને ક્રિયાનો નિષેધ હતો. સામાજિક સન્માન તેમને માટે મુદ્દલ નહોતું, અને સમાજમાં તેઓ વસતા હતા પણ તેમના તરફથી Page #95 -------------------------------------------------------------------------- ________________ ૭૪ જૈન અને બૌદ્ધ મત : સંક્ષિપ્ત ઇતિહાસ અને સિદ્ધાંતો તિરસ્કાર અને ધિક્કાર પામવાથી તેઓ કાંઈક પરિવર્તન માટે આતુરતાથી રાહ જોતા હતા; અને જેમ જેમ તેઓની સંખ્યા વધતી ચાલી, ઉપયોગી હુન્નર, ઉદ્યોગમાં પ્રવિણ થતા ગયા, જમીન અને ગામોના માલિક બનતા ગયા, અને તેમનો પ્રભાવ અને સત્તા વિસ્તરતાં ગયાં તેમતેમ આવી દ્વેષયુક્ત જ્ઞાતિભિન્નતા તેમને અસહ્ય થતી ગઈ. આ પ્રમાણે આખો સમાજ વતુલ્ય દઢ ખોખામાં ગોંધાઈ રહ્યો હતો. શૂદ્રો સભ્યતા અને ઉદ્યોગમાં આગળ વધવા છતાં અને સમાજના સભ્ય તરીકે લાયક થવા છતાં તે કાલનું સામાજિક ધાર્મિક અને કાયદા સંબંધીનું સાહિત્ય તેમના પ્રત્યે અધમ ન્યાય વર્તાવી રહ્યું હતું.” “ઉન્નતિનાં આવાં અવરોધક કારણો દૂર કરવા માટે એક પ્રબળ શક્તિમાન વીર આત્માના પ્રાદુર્ભાવની જરૂર હતી. ઘણા કાળના એકત્ર થયેલા કચરાના ઢગલાઓને ઝાડી કાઢ્યા વિના સમાજથી એક પગલું પણ આગળ વધાય તેમ નહોતું. જીવનના આત્મિક અંશોને મૂર્છાવસ્થામાંથી પાછા ચેતનવંત કરવા માટે એક જીવનપ્રદ અમૃતપ્રવાહની આવશ્યકતા હતી. તે કાલે જીવનવ્યવહાર તદ્દન પ્રાકૃત કોટિનો થઈ ગયો હતો, અને તેથી લોકોની લાગણીનું બળ ઠંડું થવાથી પરમાર્થ પ્રવૃત્તિનો વેગ શિથિલતાને પામ્યો હતો; કિયા, રૂઢિ, અને અર્થહીન મંતવ્યોના પ્રાબલ્યથી સામાજિક જીવનમાં એકમાર્ગીપણું (monotony) વ્યાપી ગયું હતું. લોકહૃદયની કરમાઈ ગયેલી ઉચ્ચ વૃત્તિઓને પુનઃ પ્રફુલ્લ કરવા માટે વૃષ્ટિની રાહ આતુરતાપૂર્વક જોવાતી હતી. ધર્મભાવનાના નારા સાથે પ્રજાજીવનની સમસ્ત ભાવનાઓને આઘાત પહોંચ્યો હતો. આ બધા અંતરાય તોડવા માટે એક વિશિષ્ટ શક્તિનું પરિસ્ફોટન થવું જ જોઈએ.” મુનિ મહારાજ શ્રી જિનવિજયજીના શબ્દો અત્રે નોંધવા જેવા છે : “ભારતવર્ષ ધર્મપ્રધાન દેશ છે. ભારતની પ્રજાની બહુમૂલ્ય સંપત્તિ તે તેની ધર્મભાવના છે. ધાર્મિક સત્તા એ ભારતીય પ્રજાના મતે સર્વોપરી સત્તા છે. જેમ એ ધર્મપ્રિયતાએ ભારતવર્ષને સંસારમાં સર્વશ્રેષ્ઠપણું સમપ્યું છે તેમ તેને હીણપણું પણ તેણે આપ્યું છે. જેમ એક જાતની ધર્મપ્રિયતાએ ભારતને જગતના ગુરૂપદે સ્થાપ્યું છે તેમ બીજી જાતની ધર્મપ્રિયતાએ તેને જગતમાં ગુલામીના આસને પણ બેસાડ્યું છે. એમાંથી પ્રથમ પ્રકારની ધર્મપ્રિયતાને હું ‘આદર્શ શ્રદ્ધાનું નામ આપું છું, (કે જે ધર્મશ્રદ્ધાને પરિણામે આ પ્રકરણના મથાળે મિસિસ એની બેસંટનાં વાક્યોનું રહસ્ય સમજી શકાશે.) અને બીજા પ્રકારની ધર્મપ્રિયતાને “અંધશ્રદ્ધા' તરીકે જણાવવા ઇચ્છું છું. ભગવાન્ મહાવીરના અવતાર સમયે આદર્શ શ્રદ્ધાનો લોપ થઈને, દેશમાં અંધશ્રદ્ધાનું વાતાવરણ છવાઈ રહેલું હતું. અંધશ્રદ્ધાની પરાધીનતા વિદેશી સત્તાની નીચેની પરાધીનતા કરતાં વધારે બન્ધનકારક અને વધારે સ્વાતંત્ર્યવિઘાતક હોય છે. સત્તાની ગુલામીમાંથી મુક્ત થવું સહેલું છે, પરંતુ શ્રદ્ધાની ગુલામીમાંથી મુક્ત થવું કઠિન છે. શ્રદ્ધાની ગુલામીએ સંસારમાં જેટલો ક્ષોભ અને ઉદ્વેગ મચાવ્યો છે તેટલો સત્તાની ગુલામીએ નથી મચાવ્યો. જગતમાં હિંસા અને અધર્મના સામ્રાજયનું કારણ મૂળ અંધશ્રદ્ધા જ છે. આવી અંધશ્રદ્ધાની સત્તામાં તે વખતનું ભારતવર્ષ જોડાયેલું હતું.” આ અંધશ્રદ્ધાનું વર્ણન તે મુનિશ્રી અર્થગંભીર શબ્દોમાં આગળ જતાં કહે છે કે “ધર્મગુર Page #96 -------------------------------------------------------------------------- ________________ ધર્મપ્રવર્તક તરીકે મહાવીર બ્રાહ્મણો બ્રહ્મ-ચિંતા છોડી દ્રવ્યચિંતાના મોહમાં સપડાયા હતા, અને તેના લીધે ધર્મગુરુના ઝબ્બા નીચે તેઓ જાત્યભિમાન, કુલાભિમાન અને સત્તાભિમાનનાં અનેક છૂપાં પહેરણો પહેરી રહેતા હતા. ધર્મ-કર્મની સર્વ સત્તા તેઓ પોતાના કબજે કરી બેઠા હતા અને જેઓ તેમના એ ઝબ્બાને માન આપી તેમનું પ્રભુત્વ સ્વીકારતા તેમને જ તેઓ આસ્તિક કે આર્યનો ખિતાબ આપી તેમના માટે મોક્ષનાં દ્વાર તેઓ ઉઘાડાં રાખતા. તે સિવાયના લોકો તેમના મતે શૂદ્ર, વ્રાત્ય, અનાર્ય કે નાસ્તિક ગણાતા અને તેઓ મોક્ષના અધિકારી કહેવાતા. એક તરફ તેઓ આવી રીતે પોતાના વિરોધીઓને તિરસ્કારતા અને બીજી તરફ તેઓ પોતાના ભક્તોને પણ યજ્ઞ-યાગના મહાન આડંબરો અને દક્ષિણાના જબરદસ્ત કોથી અપ્રીતિ ઉપજાવતા. દેશ બહારની જે પ્રજાઓ ભારતવર્ષનો આશ્રય લેવા આવતી તેમને અસ્પૃશ્ય અને અયોગ્ય (અનાર્ય) કહીં - ધર્મ અને જ્ઞાનના અધિકારી બતાવી મનુષ્યતાની કોટિમાંથી પણ બહિષ્કૃત કરતા-કરાવતા. અશ્વમેધ, છાગમેધ, ગોમેધ, નરમેધ જેવા હિંસક યજ્ઞોમાં જીવઘાત કરી સદય અને ઉદાર આર્યોનાં અંતઃકરણ દુભાવતા. દેશમાં આવી રીતે અંધશ્રદ્ધાના યોગે દ્વેષ, ક્લેશ અને ઘૃણાની ભાવના સર્વત્ર ફેલાઈ રહી હતી, અને ધર્મના નામે અધર્મનું રાજ્ય ચાલી રહ્યું હતું.” – ‘મહાવીર’ (ચૈત્ર શુદ ૧૩ વીરાત્ ૨૪૪૭) ૬. ધર્મપ્રવર્તક તરીકે મહાવીર મુનિશ્રી જિનવિજયજી મહારાજના શબ્દોમાં કહીએ તો એવા જ સમયમાં ભગવાન મહાવીરનો જન્મ થયો હતો. “આર્યપ્રજાનું (બ્રાહ્મણોનું) ધર્મના નામ નીચે આવું (ઉપર વર્ણવ્યા મુજબનું) અધર્માચરણ જોઈ તેમનું (મહાવીરનું) મન ઉદ્વિગ્ન થયું. અંધશ્રદ્ધાના બલિ થયેલા લોકોને પોતાના ઐહિક સુખ માટે અસંખ્ય પ્રાણીઓનો સંહાર કરતા જોઈ તેમનું દયાલુ હૃદય થરથરી ઊઠ્યું. તેમના અગાધ અંતઃકરણમાંથી ઊંડો ધ્વનિ ઊઠ્યો કે - "वुज्झाहि खत्तियवरवसहा । सयलजगज्जीवहियं पवत्तेहि धम्मतित्थं । हिय सुय निस्सेयसकरं सव्वलोए सव्वजीवाणं भविस्सइति ॥ " હે ક્ષત્રિયવ૨ શ્રેષ્ઠ ! ઊઠ, જગતના સકલ જીવોના હિતાર્થે ધર્મતીર્થ પ્રવર્તાવ ! તારો ધર્મ બધા જીવોને હિત(કર), સુખ(કર) અને નિઃશ્રેયસ્કર થશે ! પોતાના અંતઃકરણમાં ઊઠેલા આવા (દિવ્ય) અવાજને માન આપી એ ક્ષત્રિયકુલ નેતાએ સર્વસ્વનો ત્યાગ કીધો અને પૂર્ણ નિર્પ્રન્થ બની જગતના ઉદ્ધારનો માર્ગ ખોળી કાઢવા માટે નિર્જન વનોની ગહન ઝાડીઓનો આશ્રય લીધો. સાડાબાર વર્ષની ઘોર તપશ્ચર્યાના અંતે એ મહાવી૨ નરને મુક્તિનો માર્ગ પ્રત્યક્ષ જણાયો અને પછી તદનુસાર જીવનનાં છેલ્લાં ૩૦ વર્ષો સુધી સતત પરિભ્રમણ કરી” આર્યપ્રજાને તેમણે પોતાના મોક્ષમાર્ગનો સાચો સદ્બોધ આપ્યો. આ વિકટ મામલામાં સાહિત્યસમ્રાટ ડૉક્ટર રવીન્દ્રનાથ ટાગોર કહે છે તેમ Mahavira proclaimed in India the message of salvation that religion is a reality and not a mere social convention. That — ૭૫ Page #97 -------------------------------------------------------------------------- ________________ ૭૬ જૈન અને બૌદ્ધ મત : સંક્ષિપ્ત ઇતિહાસ અને સિદ્ધાંતો salvation comes from taking refuge in that true religion, and not from observing the external ceremonies of the community - that religion cannot regard any barrier between man and man as an eternal verity. Wondrous to relate this teaching rapidly overstopped the barriers of the races abiding instinct and conquered the whole country. For a long period now the influence of Kshatriya teachers completely suppressed the Brahmin power. આનું ભાષાંતર રા. સુશીલ આ પ્રમાણે કરે છે ? મહાવીરે ડિડિમનાદથી એવો મોક્ષનો સંદેશ ભારતવર્ષમાં વિસ્તાર્યો કે ધર્મ એ માત્ર સામાજિક રૂઢિ નહિ પણ વાસ્તવિક સત્ય છે - મોક્ષ એ સાંપ્રદાયિક બાહ્ય ક્રિયા-કાંડ પાળવાથી મળતો નથી પણ તે સત્ય ધર્મના સ્વરૂપમાં આશ્રય લેવાથી પ્રાપ્ત થાય છે – અને ધર્મમાં મનુષ્ય અને મનુષ્યનો ભેદ સ્થાયી રહી શકતો નથી. કહેતાં આશ્ચર્ય ઊપજે છે કે આ શિક્ષણે, સમાજના હૃદયમાં જડ ઘાલીને બેઠેલી ભાવનાઓ રૂપી વિઘ્નોને ત્વરાથી ભેદી નાંખી, અને આખા દેશને વશીભૂત કર્યો. ત્યાર પછી ઘણા કાળ સુધી આ ક્ષત્રિય ઉપદેશકોના પ્રભાવ-બળથી બ્રાહ્મણોની સત્તા અભિભૂત રહી હતી.” કોઈપણ ધર્મપ્રવર્તકને ધર્મવ્યવસ્થામાં (organization) દેશની સ્થિતિ – તેના સંજોગો પર ખાસ લક્ષ આપવું પડે છે. મહાવીરના સમયમાં બે ભાગ નામે બ્રાહ્મણો અને બ્રાહ્મણેતરો – ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર એમ મુખ્યપણે વહેંચાઈ ગયા હતા. બ્રાહ્મણોનું આધિપત્ય અતિશય વિશેષ, અન્યથી અતીવ ચડિયાતું હતું અને રાજાઓમાં એકચકવે રાજ્ય કરનાર ચક્રવર્તી કે સમ્રાટ કોઈ ન હોવાથી જુદાંજુદાં રાજ્યો પર સત્તા ધરાવતા રાજાઓ અનેક હતા અને તેમની સત્તા પ્રજાની સહાય સાથે, અગર અન્ય રાજ્યકીય જાતિઓની સહાય સાથે પ્રબળપણે તેની પ્રજા પર પ્રવર્તતી હતી. “મહાવીર જાણતા હતા કે સમાજ ઉપર ખરી અસર બ્રાહ્મણો દ્વારા જ થઈ શકશે કેમકે તે જમાનામાં તેમનું જોર પ્રબળપણે વર્તી રહ્યું હતું. તેથી તેમણે પોતાના પ્રભાવનો પ્રથમ ઉપયોગ તે કાળના મુખ્ય અને વિદ્વાન બ્રાહ્મણોને પોતાના પક્ષમાં લેવામાં કર્યો. જેન ગ્રંથોમાં ઈદ્રભૂતિ, વાયુભૂતિ, અગ્નિભૂતિ આદિ અગિયાર સુવિખ્યાત બ્રાહ્મણોએ મહાવીર આગળ દીક્ષા લીધાની જે હકીકત અસ્તવ્યસ્ત આકારમાં આ કાળે રહેવા પામી છે તે એ જ વાતનું સમર્થન કરે છે કે મહાવીરે સર્વથી પ્રથમ, જેના વડે સમાજની પ્રગતિ અવરોધને પામી હતી તેવા બ્રાહ્મણોને પોતાના પક્ષમાં લેવા ઉદ્યોગ કર્યો હતો. પ્રભુના અગિયાર ગણધરો પ્રથમ ક્રિયાકાંડી બ્રાહ્મણો હતા અને તેના ઉપદેશથી અનુરંજિત થઈ પોતાના મોટા શિષ્યસમુદાયો સહિત તેમના શરણે આવ્યા હતા.” પ્રજા જેના જુલમ અને ત્રાસથી પીડાતી હતી, અને જે પ્રજાની પ્રગતિને બાધક અધર્મ અને અનીતિથી ભરેલ કારણો હતાં તે આ ? ઘણાં વર્ષોથી, સ્વાર્થને લઈને Page #98 -------------------------------------------------------------------------- ________________ ધર્મપ્રવર્તક તરીકે મહાવીર બ્રાહ્મણોએ ઊભી કરેલી વર્ણવિષમતા જાતિભેદ (પોતાનું આધિપત્ય અને અન્ય વર્ણનું અધિકારીપણું અને કનિષ્ઠપણું), વૈદિક હિંસા-યજ્ઞાદિ, અનેક દેવોનું અસ્તિત્વ કલ્પનાથી ઉપજાવી કાઢી તેને તુષ્ટમાન કરવા માટે કપોળકલ્પિત યોજેલી પૂજાવિધિઓ – પ્રાયશ્ચિત્ત, ખાનપાન શયનાદિ હમેશની ક્રિયા માટે ઉપજાવેલ કર્મકાંડ વગેરે રૂઢિઓ પ્રચલિત હતી. તે સર્વને તિલાંજલિ આપવા માટે મહાવીરે સતત આપેલ ઉપદેશ અને આદેશ; તેમજ અહિંસા અને સમાનતાનો વીસંદેશ એટલો બધો વેગવાન હતો કે ભારતવર્ષના ચારે ખૂણામાં ફરી વળ્યો. આથી લોકો પરનો – બ્રાહ્મણેત૨ લોકો પરનો જુલમ જવાથી તેમનું સાંત્વન થયું. આથી જ કહેવામાં આવ્યું છે કે હોમહવનાદિક લૌકિક રિવાજ ઘણો ચાલતો જોઈ, તીર્થંકર ભગવાને (વીરપ્રભુએ) પોતાના કાળમાં દયાનું વર્ણન ધણું જ સૂક્ષ્મ રીતે કર્યું છે. જૈનના જેવા દયા સંબંધીના વિચારો કોઈ દર્શન કે સંપ્રદાયવાળાઓ કરી શક્યા નથી; કેમકે તેઓ (જૈન) પંચેંદ્રિયનો ઘાત તો ન કરે, પણ તેઓએ એકેંદ્રિયાદિમાં જીવ હોવાનું વિશેષ વિશેષ દૃઢ કરી દયાનો માર્ગ વર્ણવ્યો છે. રાજાઓ મહાન સત્તા દરેક સંબંધે લોકો પ૨ ધરાવે છે અને તેનું આચરણ લોકોને અનુકરણ રૂપ થાય છે એટલું જ નહીં, પરંતુ તેના પ્રભાવથી અનેક પ્રજાજનો તેના પ્રત્યે આકર્ષાય છે, આથી મહાવીરે પોતાના સર્વમાન્ય ઉપદેશથી ઘણા રાજાઓને મુગ્ધ કર્યાં અને તે એટલી બધી હદે કે કેટલાકોએ પોતાનું રાજ્યપાટ છોડી દઈ મહાવીર પાસે દીક્ષા લઈ સાધુનું ભીષણ વ્રત સ્વીકાર્યું; અને ઘણાઓ મહાવીરના ધર્મનુયાયી થયા. આથી લોકો પર વિશેષ પ્રકારનો પ્રભાવ પડ્યો. આમ છતાં મહાવીરે બળાત્કારે પોતાના વિચાર અને સિદ્ધાંતો રાજા કે પ્રજા ૫૨ ઠસાવવાનો આગ્રહ રાખ્યો નથી. મહાવીરે દેશની પ્રચલિત ભાષામાં સાદી અને સરલ રીતે સત્યના પ્રભાવને જનહૃદયમાં અંકિત કર્યો; અને આત્મધર્મના સ્વરૂપને તેના ગૌરવ-સ્થાન ઉપર પ્રતિષ્ઠિત કરી લોકોને ઘણા કાળની મોહિનદ્રામાંથી જગાડ્યા. લોકભાષામાં પોતાના આદર્શો મૂક્યા. આ આદર્શો શું હતા તે સંબંધમાં ૨૨. પરમાનન્દ કુંવરજીના વિચાર મનનીય હોઈ અત્ર ટાંકીએ છીએ : “ભગવાન મહાવીરે જૈન ધર્મનો પુનરુદ્ધાર કર્યો એટલે કે જૈનના જે વિશિષ્ટ આદર્શો ગણાય તે સમાજજીવનમાં લુપ્ત થતા જતા હતા તેની સમાજશરીરમાં પુનઃ પ્રતિષ્ઠા કરી. આ આદર્શો શું ?` અહિંસા, સત્ય અને સંન્યાસ. જેનો ભગવાન મહાવીરે ઉપદેશ કર્યો તે જ આત્મજીવનમાં તેમણે જીવી બતાવ્યું. તેમના જીવનની સમીક્ષા કરીએ તો ઉક્ત ત્રણ આદર્શો સવિશેષ પ્રત્યક્ષ થાય છે. યજ્ઞયાગાદિકમાં તેમજ ૧. સરખાવો દશવૈકાલિક સૂત્રની પ્રથમ ગાથા धम्मो मंगल मुक्कि अहिंसा संजमो तवो અહિંસા, સંયમ અને તપ એ ધર્મ છે – ઉત્કૃષ્ટ મંગલ છે. આવો વિશાળ સિદ્ધાંત મહાવી૨શાસનમાં ગાજી રહ્યો છે. ૭૭ Page #99 -------------------------------------------------------------------------- ________________ ૭૮ જૈન અને બૌદ્ધ મત : સંક્ષિપ્ત ઇતિહાસ અને સિદ્ધાંતો અત્રવ્યવહારમાં હિંસાનું પ્રાબલ્ય હતું, ભગવાન મહાવીરે હિંસાનો હ્રાસ કીધો, અહિંસા ધર્મનો પ્રચાર કીધો. લોકોમાં વહેમનું સામ્રાજ્ય હતું, તેઓના વિચારસ્વાતંત્ર્યને વેદોની બેડીથી જકડી લેવામાં આવ્યું હતું. પથ્થર એટલા દેવ પૂજાતા હતા, બ્રાહ્મણવર્ગ સલાહકાર મટી સત્તાલોભી બની ગયેલ હતો. આ સમયે ભગવાન મહાવીરનું યુદ્ધ હતું. ધર્મની કિંમત સત્યથી થાય છે, સત્યની કિંમત ધર્મથી થતી નથી એ તેમણે બતાવવાનું હતું. જે પ્રજ્ઞાથી અનુમત ન હોય તેનો અન્ય પ્રમાણથી સ્વીકાર થઈ ન શકે એ લોકોને સમજાવવાનું હતું. આ તેમણે કરી બતાવ્યું અને એ રીતે સત્ય ધર્મની તેમણે પ્રતિષ્ઠા કરી. સંન્યાસ ધર્મનો દિગ્વિજય પણ તેમને આભારી છે. આ અહિંસા, સત્ય અને સંન્યાસ ભગવાન મહાવીરના જીવનની ત્રણ મુખ્ય વિભૂતિઓ છે. આ ત્રણેનું જ્યાં જ્યાં દર્શન થતું હોય ત્યાં ત્યાં જૈન ધર્મનો જ વિજય વર્તે છે....(“જૈન અને મહદ્ જેન' લેખ) તેમણે મુક્તિનો અધિકાર મનુષ્યમાત્રને માટે (અરે ! સર્વ જીવ માટે) સરખા. હકથી સ્થાપિત કર્યો, પછી તે બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય કે શૂદ્ર હોય. આથી જાતિભેદની વર્ણવિષમતા દૂર કરી આ રીતે સામ્યવાદના ધોરણનું સ્થાપન કરી કહ્યું કે : कम्मुणा बंभणो होइ कम्मुणा होइ खत्तिओ । वइस्सो कम्मुणा होइ सुद्दो हवइ कम्मुणा ।। सक्खं खु दीसइ तवो विदोसो न दीसइ जाइविसेसु कोइ । सोवागपुत्तं हरिएससाहु, जस्सेरिसा इढ्ढी महाणुभावा ।। ઉત્તરાધ્યયન અધ્યયન ૨૫, ગાથા ૩૧ તથા અ. ૧૨, ગા. ૩૧ અર્થાત્ – (કોઈ મનુષ્ય, માત્ર જન્મથી જ બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય કે શૂદ્ર હોઈ શકતો નથી, કિંતુ) મનુષ્યમાત્રમાં તે તે પ્રવૃત્તિને અંગે – કર્મના અંગે બ્રાહ્મણત્વ, ક્ષત્રિયત્વ, વૈશ્યત્વ કે શૈત્વ આવી શકે છે, અને બ્રાહ્મણ પણ કાલે ફરીને શૂદ્રતાને પામે છે અને શૂદ્ર પણ વિકાસના પ્રકર્ષને લીધે બ્રાહ્મણત્વની પરાકાષ્ઠાને પહોંચે છે. માનવમાત્રની પૂજ્યતા તેના ગુણો, આચારો અને કર્તવ્યોમાં જ સમાયેલી છે, નહિ કે તેની જાતિમાં. કુલે કરીને ચાંડાળ પણ તેના ગુણોને લીધે પૂજાપાત્ર બ્રહ્મસ્વરૂપ પામી શકે છે. તપવિશેષ સાક્ષાત્ દેખાય છે, કોઈ જાતિવિશેષ દેખાતો નથી. શ્વપાક (ચંડાલ)ના પુત્ર હરિકેશ સાધુને જુઓ જેને આવી મહાનુભાવ – મહાપ્રભાવક ઋદ્ધિ છે. શ્રી મહાવીરે જગતને પોતાના પેગામો આ પ્રમાણે આપ્યા છે : (૧) અંધશ્રદ્ધાને દૂર કરવા માટે કહ્યું કે “સતતં મૂકે ઘમ્મ મનાણાતિ’ – જે સતત મૂઢ છે, અંધશ્રદ્ધાળુ છે તે ધર્મને જાણતો નથી – જાણી શકતો નથી. (૨) જાત્યભિમાન – કુલાભિમાન – વર્ણાભિમાન દૂર કરવા જણાવ્યું કે “vો હી, જો તિરિત્તે’ – જગતમાં કોઈ હીણ કે અતિરિક્ત – નીચ કે ઊંચ નથી. જાતિભેદ મહાવીરે સ્વીકાર્યો નથી. તેમના ધર્મસામ્રાજ્યમાં સર્વ વર્ણન – આર્ય-અનાર્યને સરખો અધિકાર છેવટના સાધ્ય – મુક્તિ સુધ્ધાંનો છે. તેમણે ઉપદેશ પણ આર્ય-અનાર્ય બન્નેને સંબોધીને આપેલ છે. ઔપપાતિક સૂત્ર-પ૬માં જણાવ્યું છે કે “તેસિં સવૅસિં Page #100 -------------------------------------------------------------------------- ________________ ધર્મપ્રવર્તક તરીકે મહાવીર મરિયમનાઢિયા વિના, ઘમૅ બાઉ' આ સર્વને – આર્ય અને અનાર્યોને તેણે અગ્લાનપણે – થાક લીધા વગર ધર્મ કહ્યો. (૩) યજ્ઞની હિંસામય વિધિનો નિષેધ કરવા પ્રકટ કર્યું કે સર્વ જીવોને જીવનનો સરખો હક્ક છે. “સર્વે િનવિ પિચ' – સર્વ જીવોને જીવન પ્રિય છે – ઈષ્ટ છે. _ 'सव्वे पाणा पिया पियाउवा, सुहसाया, दुक्खपडिकूला, अप्पियवहा, पियजीविणो, जीविउकामा । णातिवाएज्जं किंचणं ।' - સર્વ પ્રાણીઓને આયુષ્ય પ્રિય છે, સર્વને સુખની શાતા – ઈચ્છા છે, બધાને દુઃખ પ્રતિકૂલ છે, બધાને વધ – હણાવું અપ્રિય છે, સૌને પોતાનું જીવિત પ્રિય છે, સર્વ જીવવા ચાહે છે – જીવવાની કામના રાખે છે, તેથી કોઈનેય મારવું કે દુઃખ આપવું નહિ. કોઈને તેમ કરવાનો હક્ક નથી. તેમણે જણાવ્યું કે (જુઓ આચારાંગ સમ્યક્ત્વ નામનું ચોથું અધ્યયન) : “હું કહું છું કે – જે અતીતમાં થયા, હાલ પ્રત્યુપત્ર છે અને હવે પછી થશે તે સર્વ ભગવાનને એવી રીતે વદે છે, ભાષામાં બોલે છે, વર્ણવે છે અને પ્રરૂપે છે કે : _ 'सव्वेपाणा सव्वे भूया सव्वे जीवा सव्वे सत्ता ण हंतव्या, ण अज्जावेयव्वा, ण परिघतव्वा, ण परितावेयव्वा, ण उद्दयेयव्वा.' - સર્વ પ્રાણીને – સર્વભૂતોને – સર્વ જીવો – સર્વ સત્ત્વોને હણવા નહીં, તેમના પર હકુમત ચલાવવી નહીં, તેમને કબજે કરવાં નહીં, તેમને પરિતાપ આપવો નહીં, તેમને હેરાન કરવાં નહીં. | સર્વ લોકનાં ખેદ અને દુઃખના જ્ઞાતાએ આવો શુદ્ધ અને નિત્ય ધર્મ (શાસન) ઉત્યિતને – જાગેલાને, અનુચિત એટલે નહિ જાગેલા – નહિ તૈયાર થયેલાઓને, ઉપરતદંડનિગ્રહીઓને, અનિગ્રહીઓને, બાહ્ય પતિતને, અપતિતને, સંયોગરત ભોગીઓને તથા યોગીઓને બતાવ્યો છે. ‘તાં વેચં તહાય હસ્તિ ય પવુ.” – તે જ ધર્મ શ્રેય છે, તથારૂપપણે – ખરેખરો શ્રેયરૂપ છે, અને તે જ પ્રમાણે – તેથી તે શ્રેય કહેવાય છે. “માટે તે ધર્મને યથાર્થપણે જાણીને ગોપવવો નહિ. ફેંકી દેવો – નેવે મૂકવો નહિ – તે ધર્મને જાણીને યથાર્થપણે વર્તવું. દષ્ટિથી નિર્વેદ – વૈરાગ્ય ધરવો. જો નોસ્પેસ વરે – લોકૈષણાને અનુસરવી નહિ - લોકોની દેખાદેખીથી દોરાવું નહિ.” આવું અહિંસાનું પરમતત્ત્વ પ્રતિપાદિત કરી અહિંસાનો પરમધર્મ – મહાન સિદ્ધાંત સમજાવ્યો. અહિંસાના સિદ્ધાંતને આવી સરલ-સાદી, સ્વાભાવિક અને સત્ય રીતે સંસારમાં બીજા કોઈએ સમજાવ્યો હોય તેમ જણાતું નથી. (૪) યજ્ઞથી દેવતાઓ પ્રસન્ન થઈ કૃપા કરે છે – વાંછિત ફલ આપે છે, યા તો સ્વર્ગ-સુખ મેળવાય છે, એ ભ્રમનો ઉચ્છેદ કરવા – એ કૃપાવાદનો નિરાસ કરવા, અને આત્મસંયમ અને બંધ-મોક્ષના રહસ્યને સ્પષ્ટ કરતાં એ વીરે જણાવ્યું કે : Page #101 -------------------------------------------------------------------------- ________________ ૮૦ જૈન અને બૌદ્ધ મત : સંક્ષિપ્ત ઇતિહાસ અને સિદ્ધાંતો 'पुरिसा ! अत्ताणमेव अभिणिगिज्झ, एवं दुःक्खा पमोक्खसि । - बन्धमोक्खो च तुज्झ अज्झत्थमेव ।' – હે પુરુષ ! તું તારા આત્માને જ આશાતૃણાથી દૂર રાખ, જેથી દુઃખથી મુક્ત થશે – બંધ અને મોક્ષ એ બંને તારા અંતરમાં જ છે. વ્યક્તિ કે રાષ્ટ્રના ઉદ્ધાર માટે તેમણે જે સ્વાવલંબનનો – આત્મબલ (Soul-force) પર જ નિર્ભર રહેવાનો માર્ગ બતાવ્યો છે તે પૂર્ણ સત્ય અને સનાતન છે. પુરુષ કે દેશને બન્ધનમાંથી મુક્ત કરનાર અન્ય કોઈ નથી પણ કેવલ આપણું પોતાનું જ સમ્યગ્દર્શન, જ્ઞાન અને આચરણ છે. શુદ્ધ શ્રદ્ધાપૂર્વક, સદસવિવેકબુદ્ધિને જાગ્રત રાખી જો આપણે સદાચારનું યથાર્થ પાલન કરીશું તો અવશ્ય આપણે પરાધીનતામાંથી મુક્તિ મેળવીશું. એ મહાવીરનો આર્યપ્રજાને એક, નિત્ય અને અમોઘ ઉપદેશ છે. पढमं णाणं तओ दया, एवं चिठ्ठइ सव्वसंजए । अणाणी किं काही, किं वा णाही छेय पावगं ।। सोच्चा जाणइ कल्लाणं सोच्चा जाणइ पावगं । उभयपि जाणइ सोचा जं छेयं तं समाचरे ।। પહેલું જ્ઞાન છે અને પછી દયા છે. એમ સઘળા સંયતી – સાધુઓ પ્રવર્તે છે. (કેમકે) અજ્ઞાની શું કરશે ? – કરી શકે ? તેમાં શું શ્રેય છે, શું પાવક-પાપ છે એટલે શું સારુંનરસું – ભલું ભૂંડું છે તે શું જાણશે - જાણી શકે ? જે કલ્યાણ (રૂપ) છે તે સાંભળીને જે જાણે, અને જે પાપ (રૂપ) છે તે સાંભળીને જાણે, – એ બંનેને એટલે શ્રેય અને પાપ – ધર્મઅધર્મ – કર્તવ્ય અકર્તવ્યને સાંભળીને જે જાણે તે જ શ્રેયરૂપ જે છે તેને આચરે. (ઉપદેશપદ ટીકાકારે ઉલ્લેખેલી ગાથા. પૃ.૧પ૧) संसयं परियाणतो संसारे परिन्नाते भवति । संसयं अपरिजाणओ संसारे अपरिण्णा ते भवति ।। - જે સંશયને જાણે છે તે સંસારને પણ જાણે છે, જે સંશયને નથી જાણતો, તેણે સંસાર પણ જાણ્યો નથી. - આચારાંગ સૂત્ર અ. ૫, ૬-૧, ગા. ર૬૭ (૫) લોકોના રાગદ્વેષ સ્વચ્છેદે ન દોરાઈ જાય તે માટે વિકટ આચારમાર્ગની ઘટના કરી; અને તેમાં બે ઉત્તરોત્તર માર્ગ કરી ઉચ્ચ પ્રતિના માટે – સાધુ માટે સાધ્વાચાર - સાધુધર્મ અને તેથી ઊતરતી પંક્તિના ગૃહસ્થ વર્ગ માટે શ્રાવકાચાર – શ્રાવકધર્મની ઘટના કરી. “શ્રાવક અને સાધુના માર્ગ – ગૃહસ્થાશ્રમ અને સંન્યસ્તાશ્રમમાં વિશિષ્ટ પદ તેમણે સન્યાસને આપ્યું. ચારે વર્ણને સંન્યાસના અધિકારી બનાવ્યા. સંન્યાસ પરત્વે સ્ત્રીનો બહિષ્કાર કરવામાં આવ્યો હતો. તેનો અસ્વીકાર કરી ચંદનબાળાને પોતાની પ્રથમ સાધ્વી બનાવી. સંન્યાસ વિના મનુષ્ય જીવનનો ઉદ્ધાર સંભવી શકતો જ નથી એ આત્મજીવથી સિદ્ધ કરી બતાવ્યું.” (૬) મનુષ્યને પોતાના સ્વાર્થ માટે કોઈનો વધ કરવાની સત્તા નથી. સર્વ જીવોને Page #102 -------------------------------------------------------------------------- ________________ ધર્મપ્રવર્તક તરીકે મહાવીર ૮૧ પોતાનું અસ્તિત્વ જાળવી રાખવાની સત્તા છે. સર્વ જીવો પોતાના જેવા છે, અને સૂક્ષ્મમાં સૂક્ષ્મ જીવ પણ મુક્તિ પ્રત્યે ગમન કરવા માટે હક્કદાર છે એટલું જ નહીં પરંતુ તેને પુરુષાર્થથી હસ્તગત કરી શકે છે. આથી વૈદિક હિંસા જેવી ક્રૂર અને ભયંકર રૂઢિના પર સખત અને તીવ્ર ઘા મૂકી અહિંસા કે જેની અંદર જે કંઈ સુંદર, હિતકર અને કલ્યાણ કરે છે તે સમસ્ત સમાઈ જાય છે તેનો પ્રચંડ ઉદ્ઘોષ કરી “અહિંસા પરમો ધર્મ' એને પ્રથમ સ્થાન આપ્યું. (૭) મનુષ્ય કે કોઈ જીવને પોતાના પુરુષાર્થ સિવાય મુક્તિપ્રાપ્તિમાં અન્ય સહાયની અપેક્ષા નથી, તેથી કોઈ દેવ કે બીજાને યજ્ઞાદિકથી રાજી રાખવા અને તેમ રાજી રાખે ઇષ્ટ વસ્તુ મેળવી શકાય છે એ તદ્દન મિથ્યા છે એમ બતાવી યજ્ઞાદિકથી દેવોનું આહ્વાન, તેમના પ્રસાદ (કૃપા)ની પ્રાપ્તિ આદિ ઉપર મીંડું મૂક્યું, અને man is the architect of his fortune – મનુષ્ય પોતાના સૌભાગ્યનો પોતે જ અધિપતિ - નિર્માતા છે એ અમિશ્રિત અને સ્પષ્ટ શબ્દોમાં જગત સમક્ષ પ્રતિપાદિત કર્યું. (૮) દર્શન – તત્ત્વજ્ઞાનમાં આત્માનું અસ્તિત્વ બતાવી તે આત્માનું અંતિમ લક્ષ્ય સાધવા માટે એકલું જ્ઞાન, એકલી ક્રિયા; એકલું તપ, એકલી ભાવના; એકલું વીર્ય, એકલી સાધ્યદષ્ટિ; એકલું કથન – કહેણી, એકલો આચાર – રહેણી એ નિષ્ફળ છે, પણ તે સમસ્તની જરૂર છે – સફલતા માટે એ સમસ્તનો યોગ આવશ્યક છે. જગતની અને આત્માની નિત્યતા અનિત્યતા, અસ્તિત્વ નાસ્તિત્વ, વક્તવ્યતા અવક્તવ્યતા, એમ બંને જુદીજુદી દષ્ટિથી જોતાં જણાય છે. આમ સર્વનું મિશ્રણ અને સર્વથી સ્વાતંત્ર્ય એ બંને સ્વરૂપ જણાવી વિશ્વવ્યવસ્થા, આત્મસ્વરૂપ, અને મુક્તિમાર્ગ વિશાલ દષ્ટિથી દર્શાવેલ છે અને તેથી તે સમગ્ર વાદને “સાદ્વાદ' અથવા તે દર્શનને “અનેકાંત દર્શન એવું વ્યાપક અને સર્વલક્ષી નામ આપવામાં આવ્યું છે. આ સ્યાદ્વાદનો સિદ્ધાંત વિશેષ સમજતા-સમજાવતાં અનેક પૃષ્ઠો ભરાય તેમ છે તેથી સ્થૂલ વ્યાખ્યા રૂપે તેને અત્ર દર્શાવેલ છે. જૈન દર્શનના છેલ્લા ધર્મપ્રવર્તકનું “મહાવીર' એ નામ ઉચ્ચારવા સાથે તેમના ઉપલા સિદ્ધાંતો જાણ્યા પછી તેમની મહાન શક્તિનું ભાન થાય તેમ છે. તેઓ દાનવીર, ધર્મવીર અને કર્મવીર હતા - તેમનામાં આત્મબળ (Soul-force) મહાન હતું અને તે આત્મબળથી જ પોતાની તેમજ બીજા અસંખ્ય આત્માઓની સિદ્ધિ થઈ શકી હતી. પોતાના તપોબળથી શુભાશુભ કર્મોને વિખેરી નાંખી આત્માની અનંત શક્તિ પ્રાપ્ત કરી પોતાના સિદ્ધાંતોનો ઉપદેશ તેમણે કર્યો હતો. તેમના સમયમાં થતી હિંસા, અમુક વર્ગનો જુલમ અને તેથી બીજા વર્ગોની થતી અવગણના, એ સર્વ દૂર કરવા અર્થે તેમણે પોતાના સિદ્ધાંતોનો પ્રચાર કરવામાં પોતાના વાણી-બળનો – ઉપદેશબળનો ઉપયોગ સફળ રીતે કર્યો હતો. આમ મહાવીરના ઉપદેશમાંથી વધુને બાજુએ મૂકીએ તો આટલું તો તાત્પર્ય સ્પષ્ટકારમાં પારદર્શક રીતે (પુનરુક્તિનો દોષ વહોરી રા. સુશીલના શબ્દોમાં કહીએ તો) જણાશે કે મુખ્ય બે વાત ઉપર વધારે ભાર મૂકી તેની અસર સમાજ ઉપર તેમણે દઢ રીતે વિસ્તારી હતી : Page #103 -------------------------------------------------------------------------- ________________ ૮૨ જૈન અને બૌદ્ધ મત : સંક્ષિપ્ત ઇતિહાસ અને સિદ્ધાંતો ૧. પ્રાણીમાત્રને જીવવાનો એકસરખો હક્ક છે, માટે “જીવો અને જીવવા દ્યો' (Live and let live)નો સિદ્ધાંત. હિંચાતુ – અહિંસા પરમો ધર્મનો સિદ્ધાંત : એટલે કે નિત્તિ સેલ્થ મૂલ્સ વેરું મુક્યું ને ક્રેડુિં – સર્વ જીવો પ્રત્યે – મનુષ્ય કે પશુપંખી, જુલમી કે નિષ્પાપી – સર્વ પ્રત્યે મારે મૈત્રી છે. મારે કોઈ સાથે વેર નથી – આ ભાવનાથી અહિંસાત્મક રહી અહિંસાના શાસન - ફરમાનને વળગી રહી સર્વ પ્રવૃત્તિ કરો – વ્યવહાર કરો. ‘સવિ જીવ કરું શાસન રસી, ઇસી દયા (ભાવદયા) મન ઉલસી” એ પ્રકારની મહાવીરની ભાવના હતી. આ ભાવનાને સંગત રહીને સર્વે જાતના વર્ણ, વર્ગ, જાતિ વગેરેના ભેદભાવને ત્યાગી સર્વની સમાનતા છે એ સત્ય પ્રકાશિત કર્યું ૨. પોતાના કલ્યાણ માટે કોઈ ઇતર બાહ્ય શક્તિ ઉપર કે તેના પ્રસાદ (Favour) ઉપર આધાર કે અપેક્ષા ન રાખતાં સ્વશક્તિનું અવલંબન લેવાનો સ્વાવલંબનનો સિદ્ધાંત. આ બે સત્યોના પ્રકાશનની તે યુગમાં અત્યંત જરૂરી હતી. જોકે તે સત્યો તદ્દન સાદાં અને એક બાળકથી પણ અજ્ઞાત રહી ન શકે તેવાં સર્વવિદિત છે તોપણ જ્યારે તેવી સંભાવનાઓનો લોપ થવા બેઠો હોય છે ત્યારે આખા દેશને બલ્ક આખા જગતને ઘણીવાર તેનું એકસાથે વિસ્મરણ થઈ જાય છે અથવા બીજી પ્રબળ વિરોધી ભાવનાઓની સત્તામાં તે દબાઈ જાય છે. તે કાળે પણ તેમજ થવા પામ્યું હતું. લોકો આત્મકલ્યાણના મુખ્ય નિશ્ચયોની અવગણના કરી પોતાના હિતસાધન તરીકે નાનાંમોટાં અસંખ્ય દેવદેવીઓને સંતુષ્ટ રાખવા માટે પ્રાણીહિંસાયુક્ત યજ્ઞયાગાદિકની ભ્રમજાળમાં પડ્યા હતા. આ હિંસાપ્રધાન ધર્મને નામે ચાલતી ક્રિયાઓ સામે મહાવીરે સખ્ત લડત ચલાવી જીવદયાનો સિદ્ધાંત ફેલાવ્યો, કે જે માટે અનંત મૂંગાં પ્રાણીઓ પોતાની મૂક વાણીમાં આજે પણ તે પ્રભુનો ઉપકાર ગાય છે. હવે બીજી દૃષ્ટિથી જોઈએ ? "When the religion formerly received in rent by discords, and when the holiness of the professors of religions decayed and full of scandal, and withal the times be stupid, ignorant, and barbarous, you may doubt the springing up of a new sect; if then also there should arise any extravagant and strange spirit to make himself author thereof. If a new sect have not two properties, fear it not, for it will not spread; the one is the supplanting, of the opposing of authority established - for nothing is more popular than that; the other is the giving license to pleasures and a voluptuous life, for as for speculative heresies (such as were in ancient times the Arians, and now the Arminians), though they work mightily upon men's wits, they Page #104 -------------------------------------------------------------------------- ________________ ધર્મપ્રવર્તક તરીકે મહાવીર ૮૩ do not produce any great alteration in states except it be by the help of civil occasions. There be three manners of plantations of new sects: by the power of signs and miracles; by the eloquence and wisdom of speech and persuasion; and by the sword. For martyrdoms, I reckon them among miracles, because they seem to exceed the strength of human nature; and I may do the like of superlative and admirable holiness of life. - Bacon's Essay on 'Vicissitudes of Things.' અંગ્રેજી ફિલસૂફ બેકન ‘વસ્તુનાં પર્યાયાંતરો – ફેરફારો (vicissitudes of Things) એ નામના ગૂઢ નિબંધમાં જણાવે છે કે “જ્યારે પ્રાચીન ધર્મ ભેદો વડે વહેંચાઈ જાય છે અને ધર્મના મુખ્ય શિક્ષા-ગુરુઓની પવિત્રતા સડો પામી નિંદાથી પરિપૂર્ણ થાય છે, અને તે સાથે તે સમયમાં મૂર્ખતા, અજ્ઞાનતા અને અસંસ્કૃતિ પ્રસરેલી હોય છે, ત્યારે એક નવીન સંપ્રદાય ઉત્પન્ન થશે એવો શક કદાચિત રહે છે, જો તેવો સંપ્રદાય જાગે તો તેના પ્રણેતા તરીકે કોઈ અતિ પ્રવૃત્તિવાળો વિલક્ષણ આત્મા ઉદ્દભવે છે. જો તે નવીન મતમાં બે લક્ષણો ન હોય તો તે પ્રસાર પામે એવી બીક રાખતા નહીં. તેનો પ્રસાર થવાનો હોય તો તેમાં બે લક્ષણો જોઈએ : (૧) મૂળ ધર્મની સ્થાપિત થયેલ ભાવનાને – તેનાં ફરમાનોને દાબી દેવાનું યા તેથી વિરુદ્ધ પડવાનું, કારણકે તે પ્રાચીનતાને લઈને લોકપ્રિય અવશ્ય થયેલ હોય, () જીવનનાં ભૌતિક સુખો અને ઈન્દ્રિયના વિલાસોને છૂટ આપવાનું, કારણકે કલ્પના ઉપર સ્થાપિત થયેલ મત (જેવા કે પૂર્વના આર્યો અને હાલના આમિનિયન) મનુષ્યની બુદ્ધિ પર પ્રબલ અસર કરે છે, છતાં રાજ્યોમાં મોટો ફેરફાર કરી શકતા નથી. નવા મતને સ્થાપિત કરવામાં ત્રણ પદ્ધતિ કામે લાગે છે : (૧) ચમત્કારથી (ર) ઉપદેશ અને સમજાવવાની શક્તિમાં રહેલ વસ્તૃત્વ અને પ્રજ્ઞાથી (૩) તરવારથી – યુદ્ધથી. ધર્માર્થે પ્રાણની આહુતિ આપવી તેને હું ચમત્કારમાં ગણું છું કારણકે મનુષ્યસ્વભાવના બલ કરતાં તે અતિ વધી જાય છે; અને જીવનની અતિશયવાળી અને ઉદાત્ત પવિત્રતાને પણ હું ચમત્કારમાં ગણું છું.” બેકનની આ ટીકા પોતાના જ્ઞાનના પ્રદેશ પ્રમાણે સત્ય છે, પરંતુ જ્યારે આપણે તેને જૈનધર્મ કે બૌદ્ધધર્મના ઇતિહાસને લાગુ પાડીએ છીએ, ત્યારે આપણને જણાય છે કે તે ટીકામાં ઘણો સુધારોવધારો કરવો જોઈએ છે. જેનધર્મ અને બૌદ્ધધર્મના ઉદ્ધારકો શ્રીમદ્ મહાવીર અને બુદ્ધ ભારતના બ્રાહ્મણવર્ગ (Hierarchy)ની અસર – તે ધર્મના શિક્ષાગુરુઓની પવિત્રતામાં સડો થઈ લોકોમાં તે અતિશય નિંદાને પાત્ર બની, ત્યારે થયા છે. પરંતુ તે વખતનાં મૂર્ખતા, અજ્ઞતા અને અસંસ્કૃતિ હોવાને બદલે સર્વ દિશામાં અતિ ઉત્સુકતાભરી બુદ્ધિ અને નીતિથી ભરપૂર ચંચલતા દશ્યમાન થતી હતી; સર્વ દિશામાં પ્રાચીન સિદ્ધાંતોને તેના શિક્ષાગુરુઓ ફરીફરી દઢીભૂત કરતા હતા, જ્યારે તેના પ્રતિપક્ષી ટીકાકારો તેના પર આક્ષેપ કરતા હતા, અને નવીન દર્શનો દરેક સ્થળે ઉદ્ભવતાં હતાં. મહાવીર અને બુદ્ધ પોતે “અતિ પ્રવૃત્તિવાળા અને વિલક્ષણ આત્માઓ નહિ હતા, પરંતુ ધર્મના આદર્શમય જીવનો ગાળવામાં એકસંમત એક સંગત Page #105 -------------------------------------------------------------------------- ________________ ૮૪ જૈન અને બૌદ્ધ મત : સંક્ષિપ્ત ઇતિહાસ અને સિદ્ધાંતો હતા અને આર્ય આદર્શના નમૂનારૂપ હતા. તેમના ધર્મે બ્રાહ્મણોની સત્તાને નાબૂદ કરવા અવશ્ય પ્રયત્ન કર્યો છે, પણ તેમ કરવામાં તેમણે કદી પણ જીવનના ભૌતિક સુખ અને ઈન્દ્રિયવિલાસોને માટે સ્વચ્છેદભરી છૂટ આપી નથી તેમ તરવારનો પણ ઉપયોગ કર્યો નથી. તેમની આશ્ચર્યકારક ફત્તેહ થઈ તે તેમના ઉપદેશ અને સમજાવવાની શક્તિમાં રહેલ વજ્રત્વ અને પ્રજ્ઞા અને તેમના જીવનની અતિશય ઉત્તમ અને ઉદાત્ત પવિત્રતાને લઈને થઈ હતી. મહાવીરે કૈિવલ્ય પ્રાપ્ત કર્યા પછી જે શૈલીએ ઉપદેશપ્રવૃત્તિ કરી હતી તેમાંથી પણ અનેક શિક્ષણીય અંશો ગ્રહણ કરવા યોગ્ય છે. તેમણે કદી હાલના ઉપદેશકોની માફક બીજાઓનાં છિદ્ર શોધવા અથવા બીજાઓના ધાર્મિક વર્તાવ કે આચારવિચાર ઉપર બેધારે ખગ ફેરવવા ઉદ્યોગ કર્યો નથી. વિશ્વનું સર્વોત્કૃષ્ટ કલ્યાણ કરવા માટે જ તેમના તીર્થંકરપદનું નિર્માણ હતું, છતાં તેમણે તે નિર્માણ સિદ્ધ કરવા માટે કોઈને પોતાનો ઉપદેશ પરાણે અથવા સામાની અનિચ્છા છતાં આપવાનો પ્રયત્ન કર્યો નથી, તેમજ તેમના આચારવિચારને તરછોડી નાંખી પોતાના વાડામાં આવવાને લોકોને લલચાવ્યા નથી. તેમની ઉપદેશપદ્ધતિ શાંત, રુચિકર, દુશમનને પણ તરત ગળે ઊતરે તેવી, હૃદયસ્પર્શી, મર્મગ્રાહી અને તેમના આશયને શ્રેષ્ઠ હૃદયમાં સીધી રીતે પરિણાવે તેવી સરળ હતી. દુનિયા મારા અભિપ્રાયને જ મળતી થઈ જાય અને મારા આશયને જ અનુસરવાવાળી થાય એવી ઇચ્છા પ્રભુએ કદી રાખી નહોતી. તેઓ જાણતા હતા કે એવી ઈચ્છા એ પણ એક પ્રકારની નબળાઈ છે અને તે મનુષ્યહૃદયના બંધારણનું અજ્ઞાન સૂચવનારી છે. આખી દુનિયા ગમે તેવા વિવાદ વિનાના વિષય ઉપર પણ કદીપણ મતભેદ વિનાની બની જ નથી અને ભવિષ્યમાં બનવાનો સંભવ પણ નથી. કહેવાય છે કે કૈવલ્યજ્ઞાન પછી તેમની પહેલી દેશના ખાલી ગઈ હતી. અર્થાત્ તેમના ઉપદેશની અસરથી એક પણ અંતઃકરણ ચલિત થયું નહોતું. (કે જે જૈનોના માનવા પ્રમાણે કોઈપણ તીર્થંકરના સંબંધમાં બન્યું નથી અને બનતું નથી, છતાં પણ પ્રભુએ તે ઉપરથી દુનિયાના હિત માટે કશી જ ચિંતા દર્શાવી નહોતી. આજે જેવી અનેક મતભેદ અને સંપ્રદાયોની ધમાલ ચાલે છે તેવી તે દેશકાળના સ્વરૂપને અનુસરતી ધમાલ તે વખતે પણ જરૂર ચાલતી જ હશે, કેમકે મનુષ્યહૃદયનું બંધારણ બધા દેશકાળમાં એક જ પ્રકારનું રહે છે – માત્ર તેના ઉપર પ્રચલિત ભાવનાઓની છાપ જ પડે છે. મહાવીર પ્રભુએ પોતાનો સમુદાય, બીજા સંપ્રદાયોના સમુદાયના મુકાબલે. સંખ્યામાં પાછળ રહી જાય તેની દરકાર કરી નથી. માત્ર પોતાના સંબંધમાં આવનાર મનુષ્યોને તેમણે અત્યંત સરકપણે, પ્રેમભાવ અને મિષ્ટવાણીથી તેમના અધિકારને ઘટતો ઉપદેશ આપ્યો હતો. મહાવીર પ્રભુના અનુયાયીઓની સંખ્યા, ગોશાળ જેવા એક સામાન્ય મત પ્રવર્તકના (બીજા ઇતિહાસ પ્રમાણે) અનુયાયીઓની સંખ્યા કરતાં પણ થોડી હતી એ જ એમ દર્શાવી આપે છે કે પ્રભુએ કદી પણ પોતાનો વાડો વિસ્તારવા ભણી બીજાની માફક લક્ષ્ય રાખ્યો નહોતો. જો તેમણે તેવો આશય રાખ્યો Page #106 -------------------------------------------------------------------------- ________________ ધર્મપ્રવર્તક તરીકે મહાવીર ૮૫ હોત તો પોતાના અલૌકિક સામર્થ્ય વડે તેઓ પોતાને અનુસરનારાઓની મોટી સંખ્યા ઊભી કરી શક્યા હોત; પરંતુ પોતાના ચારિત્ર ઉપરથી સાફ જણાઈ આવે છે કે તેઓએ પોતાના ઉપદેશ રૂપી જળનો ઘડો ઉઠાવી ઘેરઘેર દુનિયાને પાવા માટે નીકળવાનો ઉદ્યોગ કર્યો નથી. પ્રભુનો એ એક અનુભવગત સિદ્ધાંત હતો કે દુનિયાના ગળે પોતાનો ઉપદેશ પરાણે વળગાડવાથી તેમનું વાસ્તવિક હિત સધાતું નથી. કદી ક્ષણભર ઉપદેશના દિવ્ય પ્રભાવ કે પ્રતિભાથી અંજાઈ જઈ મનુષ્યો તેમને અનુસરે, પણ તેથી તેમનું સ્થાયી કલ્યાણ થતું નથી. તેથી માત્ર લોકસમૂહમાં સત્ય પ્રત્યે રુચિ ઉત્પન્ન થાય અને તેમના હૃદયમાં ઈષ્ટ ઉપદેશ પરોક્ષપણે તેમને ખબર પણ ન પડે તેવી રીતે (unconsciously) પરિણમી જાય તેવી શૈલીએ પ્રભુએ કામ લીધું હતું, સંખ્યા અથવા સમૂહ ઉપર પ્રભુએ કદી ભાર મૂક્યો નથી, અથવા તેમાં જનહિતનો કાંઈપણ સંકેત હોય એવું તેઓએ માન્યું નથી. તેઓ જાણતા હતા કે સંખ્યા એ કૃત્રિમ રીતે એક સ્થાનમાં જમાવેલા ધુમાડાના ગોટા જેવું એક ક્ષણિક દશ્યમાત્ર છે. સંખ્યાના બળને ધર્મના મૂલની ઊંડાઈ અથવા વિસ્તારનું માપક તેમણે કદી ગયું જ નહોતું. લોકોના હૃદયપ્રદેશ ઉપર સત્યનો પટ બેસાડવા ભણી જ પ્રભુનું લક્ષ્ય હતું – ગોશાળની જેમ સંખ્યા વધારવા ભણી ન હતું. પ્રભુ પરિણામદર્શી હતા. સંખ્યાને એકત્રિત રાખનાર મનુષ્ય જ્યારે ચાલ્યો જાય છે ત્યારે તે સમૂહ ધુમાડાની પેઠે ચોદિશમાં વીખરાઈ જઈ પાછળ પોતાનું કંઈ પણ ચિહ્ન પણ મૂકવા જેટલું કરી શકતો નથી. સંખ્યાનું બળ એકઠું કરવું અને લોકહૃદય ઉપર કલ્યાણની ભાવના અંકિત કરવી એ તદ્દન જુદાં જ કાર્યો છે. પૂર્વનું કાર્ય ફત્તેહમંદીથી કરવા માટે વ્યવસ્થાપક શક્તિ (Organizing power) આદિ લૌકિક સામથ્યની અપેક્ષા છે, ત્યારે પાછળનું કાર્ય કરવા માટે જનકલ્યાણ ઉપર વિશુદ્ધ પ્રેમ અને કાંઈપણ લૌકિક આશયના અભાવની જરૂર છે. મહાવીરે પૂર્વનો હેતુ છેક ગૌણપણે રાખી માત્ર મનુષ્યોના વાસ્તવિક અને ખરા હિત ભણી જ વિશેષ લક્ષ્ય રાખ્યું હતું, અને જેમ બને તેમ પોતાને અનુભૂત થયેલા સુખદ સિદ્ધાંતોને જન-મન ઉપર ઊંડા કોતરવાનો ઉદ્યોગ કર્યો હતો. સંખ્યાબળમાં શ્રદ્ધા રાખનાર ગોશાળનો એક પણ અનુયાયી ભારતના ચારે ખૂણામાં આજે શોધ્યો પણ જડતો નથી, અને તેના સિદ્ધાંત સંબંધી કાંઈ જ અવશેષ-ચિહ્ન સરખું પણ ભાગ્યે જ રહેવા પામ્યું છે. ત્યારે માત્ર જનહિતની જ ચિંતા રાખનાર મહાવીરના અનુયાયીની સંખ્યા છેવટ પંદર લાખ જેટલી પણ રહી શકી છે. જ્યારે બુદ્ધ જેવા એક કાળે (અશોકના કાળમાં) સમસ્ત હિંદ ઉપર ધર્મચક વિસ્તારનાર દર્શનને હિંદમાં આજે નહિવત્ સ્થાન રહ્યું છે. ત્યારે જૈન પોતાની ધર્મભાવનાની ઊંડાઈના બળથી અનેક વિરોધો અને વિકટ મામલાઓ વચ્ચે હજુ સુધી પોતાનો પગ દઢપણે જમાવી રહેલ છે. આ પ્રતાપ માત્ર મહાવીરની ઉપદેશ શૈલીનો જ હતો.” જૈનો ૨૪ તીર્થકરોને માને છે તેમાંના ૨૪માં છેલ્લા તીર્થંકર શ્રી મહાવીર પ્રભુ હતા; અને તે છેલ્લા હોવાને લીધે આપણા નિકટમાં નિકટ - આસત્ર ઉપકારી છે; તીર્થકર એટલે તીર્થ – દર્શન પ્રવર્તાવનાર. પાર્શ્વનાથ પ્રભુએ દર્શન પ્રવર્તાવ્યું, અને તેમના નિર્વાણ પછી તે દર્શનની અસર વિશેષ પ્રદીપ્ત, જ્વલંત અને ચિરસ્થાયી Page #107 -------------------------------------------------------------------------- ________________ જૈન અને બૌદ્ધ મત : સંક્ષિપ્ત ઇતિહાસ અને સિદ્ધાંતો બનાવવામાં શ્રીમન મહાવીરસ્વામીએ અપૂર્વ ફાળો આપ્યો. દર્શન પ્રવર્તાવવા માટે જે-જે યોગ્યતાઓ જોઈએ છે તે સર્વ યોગ્યતાઓ તીર્થંકરોમાં અવશ્ય રહેલા અષ્ટપ્રાતિહાર્ય, ચાર અતિશયમાં સમાઈ જાય છે. દર્શનપ્રવર્તકમાં જે-જે અયોગ્યતાઓ ન જોઈએ તે તીર્થંકર જે ૧૮ દોષોથી રહિત હોય છે તે દોષોમાં સમાઈ જાય છે. ૮૬ બેકન જે યોગ્યતા ‘ઉપદેશ અને સમજાવવાની શક્તિમાં રહેલ વક્તૃત્વ અને પ્રજ્ઞા' (the eloquence and wisdom of speech and persuasion) એ નામથી જણાવે છે તે તીર્થંકરની વાણીના ૩૫ ગુણમાં સમાઈ જાય છે. તે ૩૫ ગુણોમાંના મુખ્ય ગુણો લઈશું તો તે વાત સ્પષ્ટ રીતે જણાશે : ૧. સર્વ ઠેકાણે સમજાય તેવી, સંસ્કારી, પ્રૌઢ, ગંભીર, સ્પષ્ટ, પૂર્વાપર વિરોધ વગરની, સંદેહ વગરની, મધુર, વ્યાકરણના દોષ વગરની, પુનરુક્તિ વગરની, વક્તા સર્વગુણસંપન્ન છે એવું ભાન કરાવનારી, પરનિંદા અને આત્મસ્તુતિ વગ૨ની...વગેરે ગુણો છે. ૨. બીજી યોગ્યતા બેકનના શબ્દોમાં Superlative and admirable holiness of life જીવનની અતિશયવાળી અને ઉદાત્ત પવિત્રતા છે, તે શ્રીમન્ મહાવીરના ચરિત્રને અવલોકતાં પળેપળે પ્રતીત થાય છે, તે ચરિત્રના અનેક અંશો છે. તેમનું જીવન ટૂંકમાં અત્ર આપવામાં આવે છે. ૭. મહાવીરનું જીવન नमो दुर्वाररागादि वैरिवार निवारणे । अर्हते योगिनाथाय महावीराय तामिने || ભાવાર્થ – જેઓ દુઃખથી નિવારી શકાય એવા રાગ, દ્વેષ, મોહ, આદિ શત્રુઓના સમૂહનો નાશ કરનાર છે, યોગીઓના જે સ્વામી છે, અને સર્વ જીવોનું રક્ષણ કરનાર છે, તે અર્હત્ – શ્રીમન્ મહાવીર પરમાત્માને નમસ્કાર છે. ગર્ભાવસ્થાથી ગૃહસ્થાશ્રમ અને પ્રવ્રજ્યા સુધી ઃ ઈ.સ. પૂર્વે પ૯૯થી ઇ.સ. પૂર્વે ૫૬૮ સુધીનાં લગભગ ૩૧ વર્ષ સુધી ઃ તીર્થંકર જૈન માન્યતાનુસાર ગર્ભથી જ મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન અને અવધિજ્ઞાન એ ત્રણ જ્ઞાનના ધારક હોય છે'; તે પ્રમાણે મહાવીર ત્રણે જ્ઞાનસહિત હોવાથી તેમાં અવધિજ્ઞાનથી ગર્ભમાં રહેલા એવા તેમણે જાણ્યું કે પોતાના ફરકવાથી પોતાની માતાને વેદના થાય છે ત્યારે તે દૂર કરવાને તે યોગીની જેમ નિશ્ચલ રહ્યા. આમ થયા પછી તેમની માતાને ચિંતા થઈ કે ગર્ભ ફરકતો નથી તો શું થયું ? શું તે ગળી ગયો કે નાશ પામ્યો ? અને બહુ દુઃખ લાગ્યું. એટલે આખું કુટુંબ ખેદ - ૧. જ્ઞાન ૫ પ્રકારનાં છે (૧) મતિજ્ઞાન – બુદ્ધિ, ઇંદ્રિયો અને મનના સાધનથી સ્વ-સ્વવિષયની અપેક્ષાએ જે જ્ઞાન થાય તે – અભિનિબોધિક જ્ઞાન (૨) શ્રુતજ્ઞાન – ઇંદ્રિયો દ્વારા આત્મા શબ્દાર્થ પર્યાય આલોચના સહિત જે વિશેષ અર્થ ગ્રહણ કરે છે તે – શાસ્ત્રજ્ઞાન (૩) અધિ જ્ઞાન – અવિધ એટલે માંદાએ માત્ર મન વડે ઇંદ્રિયોની અપેક્ષા વગર આત્મા વિષે સાક્ષાત્ જે અર્થગ્રહણ થાય છે તે (૪) મન:પર્યવ જ્ઞાન આત્મા જે વસ્તુ ચિંતન કરે તેનું સમસ્તપ્રકારે જ્ઞાન અને (૫) કેવલજ્ઞાન સર્વજ્ઞતા અનંતજ્ઞાન છે. સંપૂર્ણજ્ઞાન એ વિશ્વલોચન - - = Page #108 -------------------------------------------------------------------------- ________________ મહાવીરનું જીવન ૮૭ પામ્યું. પ્રભુએ આ જાણ્યું તેથી ગર્ભજ્ઞાપન કરાવવાને માટે એક અંગુલિ ચલાયમાન કરી. આથી માતાને નિરાંત થઈ કે “મારો ગર્ભ હજુ અક્ષત છે.' આ પરથી મહાવીર સ્વામીએ પોતાના અવધિ જ્ઞાનથી જાણી લઈને તે જ ક્ષણે નિશ્ચય કર્યો કે હું ગર્ભમાં છું તે છતાં મારાં માતુશ્રીને આટલો બધો મોહ છે તો પછી હું દીક્ષા લઈશ તો તેમની શી દશા થશે ? આમ વિચારી જ્યાં સુધી માતાપિતા જીવતાં હોય ત્યાં સુધી દીક્ષા નહિ લેવાનો નિશ્ચય કર્યો. - માતાપિતાનો આપણા ઉપર એટલો બધો ઉપકાર છે કે એનો બદલો કોઈ પણ રીતે આપણે વાળી શકીએ તેમ નથી. આપણે તેમના પ્રત્યે હમેશાં પૂજ્ય ભાવ બતાવવો જોઈએ. મહાવીર પ્રભુએ ઊંચું મનોબલ વાપરી જે ભોગ આપ્યો છે તેવું આપણે કદાચિત ન કરી શકીએ તો પણ આપણે આપણાં માતપિતાને સંતોષ આપી શકીએ એટલું તો કરી શકીએ તેમ છીએ. તેમની યુવાવસ્થા થઈ ત્યારે માતપિતાની ઈચ્છા તેમને પરણાવવાનો લહાવો લેવાની થતાં તેમને પરણવાનું કહેવામાં આવ્યું. મહાવીર તે ઇચ્છાને માન આપવા માટે પોતાને ભોગાવળી કર્મ છેદવાનું બાકી હતું તે જાણી પરણ્યા. - દરેક તીર્થકરને દીક્ષા લેવાની હોય જ છે. દીક્ષા એટલે સંસારની સર્વ સંપત્તિ ઉપાધિનો ત્યાગ – વૈરાગ્ય. ‘મારાં માતાપિતા જીવતાં તેમને મારા વિયોગનું દુઃખ ન થાઓ એવા હેતુથી હું દીક્ષા લેવાને ઉત્સુક છતાં પણ હમણાં દીક્ષા લેતો નથી' એવું ધારી માતપિતાની હયાતીમાં દીક્ષા ન લીધી; માતાપિતાનો દેવલોકવાસ થયા પછી પોતાના વડીલ બંધુ નંદિવર્લ્ડન પાસે દીક્ષા લેવાની આજ્ઞા માંગતાં તેને માતપિતાનો વિયોગ તાજો જ હતો ત્યાં બંધુવિયોગ થાય એ વિચારથી દુઃખ લાગતાં પ્રભુએ બે વર્ષ સુધી દીક્ષા લેવાનું માંડી વાળ્યું. જોકે તે દરમ્યાન ભાવતિના અલંકારોથી અલંકૃત થઈ નિત્ય કાયોત્સર્ગ ધરતા, બ્રહ્મચર્યમાં તત્પર રહેતા, સ્નાન તથા અંગરાગથી રહિત વિશુદ્ધ ધ્યાનમાં તત્પરપણે એષણીય (શુદ્ધ) અને પ્રાસુક (અચેત) અત્રથી પ્રાણવૃત્તિ કરતા ગૃહવાસમાં રહ્યા. આ ઉપરથી શ્રી મહાવીર પ્રભુની માતપિતા તથા વડીલ બંધુ પ્રત્યેની પ્રીતિ, તેમની આજ્ઞાધારકતા, કેટલી બધી હતી એ સ્પષ્ટપણે જણાય છે. હાલની પ્રજા આ પરથી અનુકરણ કરી તેવા ગુણોનો આદર કરશે. દાન, શીલ, તપ અને ભાવના – એ ચાર પાયા પર જેની ઇમારત રચાયેલી છે એવા જૈન ધર્મના અંતિમ પ્રવર્તક મહાવીર સ્વામીએ દાન સંબંધમાં પોતાના ચરિત્રથી શું શીખવ્યું છે તે જોઈએ. દાન - દીક્ષા લીધી એટલે ત્યાગ પોતે તો કર્યો પરંતુ તે ત્યાગથી અન્ય પર ઉપકાર કરવા અર્થે ત્યાગનો અર્થ દાન પણ થાય છે તે અર્થમાં પ્રભુએ યાચકોને ઇચ્છા પ્રમાણે વાર્ષિક દાન આપ્યું અને અખૂટ દ્રવ્ય તે રીતે ખર્ચી પ્રજાને દારિદ્રય વગરની કરી. આ રીતે પોતાની પાસે જે હતું તેમાંથી આપ્યું, પણ દીક્ષા લીધા પછી ઈદ્ર પ્રભુના સ્કંધ ઉપર એક દેવદૂષ્ય વસ્ત્ર નાંખ્યું હતું, તેમાંથી પણ અધું વસ્ત્ર આપી દીધું હતું. પ્રભુના દાનનો ઉપયોગ લીધા વગરનો એક વૃદ્ધ દરિદ્ર બ્રાહ્મણ હતો તેણે જ્યારે દાન Page #109 -------------------------------------------------------------------------- ________________ ૮૮ જૈન અને બૌદ્ધ મત : સંક્ષિપ્ત ઇતિહાસ અને સિદ્ધાંતો આપવાની વિનતિ કરી ત્યારે પ્રભુએ કહ્યું “હે પ્રિય ! હવે તો હું નિઃસંગ થયો છું તથાપિ મારા ખભા ઉપર જે આ વસ્ત્ર છે તેનો અર્ધો ભાગ તું લઈ લે.' તે વિપ્ર અર્ધ વસ્ત્ર લઈ ગયો. આ સાથે જણાવવાનું કે અલ્પ સમયની તૃપ્તિ જે દાનથી થાય તે દાન કરતાં અનંતગણું ઉત્તમ એવું ધર્મદાન ઉચ્ચ તત્ત્વજ્ઞાનની દેશનાથી મહાવીર પ્રભુએ આપેલ છે. પ્રભુએ દીક્ષા ઈ.સ. પૂર્વે પ૬૮માં લીધી. વૈરાગ્યથી ચારિત્ર ગ્રહણ કર્યું અને તે સાથે જ મનઃપર્યાય જ્ઞાન ઉત્પન્ન થયું. ઈ.સ. પૂર્વે પ૬૮થી પપ૬ સુધીમાં સાડાબાર વર્ષ સુધી એક ગામથી બીજે ગામ અને એક શહેરથી બીજે શહેર એમ ઉગ્ર વિહાર કર્યો. મહાવીર પ્રભુ એક ગામમાં એક રાત અને શહેરમાં પાંચ રાત કરતાં વધુ વખત રહ્યા નથી. તેમણે પોતાના મન વચન કાયાના શુદ્ધ વ્યાપાર સહિત અખંડ શીલમયતપોમય–ભાવના ચારિત્ર અંત સુધી આત્મશક્તિથી નિર્વહ્યું. ઇદ્ર જ્યારે સહાય આપવા તૈયારી કરી અને તે લેવા વિનતિ કરી ત્યારે પ્રભુએ કહ્યું “અહંતો કદીપણ પરસહાયની અપેક્ષા રાખતા નથી. વળી અહંત પ્રભુ બીજાની સહાયથી કેવળ જ્ઞાન ઉપાર્જન કરે તેમ થયું નથી, થતું નથી અને થશે પણ નહીં. જિતેંદ્રો કેવળ પોતાના વીર્યથી જ – સામર્થ્યથી જ કેવળજ્ઞાન પામે છે અને પોતાના વીર્યથી જ મોક્ષે જાય છે.” આવી અપૂર્વ આત્મશક્તિ રાખનારા પ્રભુ આપણને પણ એ જ બોધ આપે છે કે “જો તમારે આ સંસારના ભવોથી મુક્ત થવું હોય, તમારે તમારો ઉદ્ધાર કરવો હોય તો તે તમો કરી શકશો અને તે તમારી આત્મશક્તિથી જ કરી શકશો. બીજા પર આધાર રાખવો ફોગટ છે.’ તપોમયજીવન – તપનો અર્થ પાશ્ચાત્ય વિદ્વાનોએ self-mortification એટલે દેહદમન એવો કર્યો છે તે જૈન શૈલીએ યુક્ત નથી. જૈનોએ તપના બે પ્રકાર પાડ્યા છે; ૧. બાહ્ય ૨. અંતરંગ. બાહ્ય તપમાં ઉપવાસાદિનો સમાવેશ થાય છે, અંતરંગ તેપમાં સ્વાધ્યાય, ધ્યાન, અને કાયોત્સર્ગ (શરીરની ભાવનાનો ત્યાગ) એ વગેરેનો સમાવેશ થાય છે. વળી ઉપવાસાદિ બાહ્ય તપ એ અંતરંગ તપ લાવવા માટે છે એવું સ્વીકારેલું છે; તો શ્રી મહાવીર પ્રભુએ ઉક્ત સાડાબાર વર્ષ સુધીના તપમાં ફક્ત ૩૫૦ દિવસ આહાર લીધો હતો. છતાં એ સમય તેમણે એ માત્ર ઉપવાસાદિમાં જ ગાળ્યો એમ નહિ પરંતુ તેની સાથે ધ્યાન, કાયોત્સર્ગ, મનન વગેરેમાં ગાળ્યો હતો. અને તેથી જ કર્મની નિર્જરા કરી સર્વજ્ઞતા પ્રાપ્ત કરી શકાય – સર્વજ્ઞતા માત્ર ઉપવાસથી સિદ્ધ થતી જ નથી, જ્યારે તપ એ આવશ્યક છે. અનેક સંકટો-ઉપસર્ગો-કો આવે છતાં મનને વિભાવમાં ન લાવવું – આત્માની સ્થિરતા અખંડ રાખવી – મન વચન કાયાના શુદ્ધ વ્યાપાર રાખવા એ ઉત્તમ તપ છે, અને એ તપમાં ભાવના એ ખાસ અને આવશ્યક ભાગ ભજવે છે. મહાવીરે બાર વર્ષ કરતાં વધુ સમય ઘોર તપશ્ચર્યા કરી હતી. તેની અંદર ફક્ત ૩૪૯ પારણાં જ કરી અન્ન લીધું હતું તેમજ આ બાર વર્ષધિક સમયમાં માત્ર એક રાત્રી પ્રમાણ જ નિદ્રા કરી હતી. આ અખંડ અને અવ્યાબાધિત જાગ્રત દશા – અપ્રમત્તતા દર્શાવે છે. તપશ્ચયોનું પ્રમાણ એ આપેલ છે કે : ૧ માસી ઉપવાસ, ૧ પાંચ દિવસ ન્યૂન છમાસી, ૯ ચોમાસી, ર ત્રિમાસી, ૨ અઢી માસી, ૬ દ્વિમાસી, ૨ દોઢમાસી, ૧૨ માસક્ષમણ, ૧૨ પાક્ષિક (પખવાડિયા સુધીના) ઉપવાસ, ૨ દિન ભદ્રપ્રતિમા, ૪ મહાભદ્રપ્રતિમા, ૧૦ સર્વતો ભદ્રપ્રતિમા, ૨૨૯ છઠ, ૧૨ અઠમ. Page #110 -------------------------------------------------------------------------- ________________ મહાવીરનું જીવન ૮૯ ભાવનામય જીવન -- ભાવના એ દરેક ક્રિયામાં ભાગ ભજવે છે, તેના પર જ તે કિયાના ફલનો આધાર છે. તેથી જ “પરિણામેન બંધઃ' એ સૂત્ર થયેલું છે એટલે કે જેવા મનના પરિણામ – અધ્યવસાય, જેવી મનોભાવના તેવો કર્મનો બંધ થાય છે. ભાવનામાં મનની જે જે ઉચ્ચ ઉચ્ચ લાગણીઓ – આત્માનું ગૌરવ બતાવનાર માનસિક ગુણો જેવા કે ક્ષમા, સહનશીલતા, ધૃતિ, સમભાવ વગેરે છે તે તે સર્વનો સમાવેશ થાય છે. વીર પ્રભુના ચરિત્ર પરથી જણાય છે કે દરેક અનિષ્ટ, ભયંકર દેહકષ્ટ કે અન્ય પ્રસંગે જે જે ભાવનાઓ મહાવીરે રાખી હતી તે એવી મહત્ત્વની અને ઉચ્ચ કક્ષાની છે કે તેનું અનુકરણ કરતાં આપણાં જીવનો લક્ષાવધિ ઉચ્ચ, પવિત્ર, શાંત અને મોક્ષગામી બની શકે તેમ છે. આવી આવી ભાવનાઓનું દિગ્દર્શન કરીએ : (૧) તાપસના આશ્રમમાં જતાં તેઓની એક ઝૂંપડીમાં રહી ધ્યાનાવસ્થામાં રહ્યા. એ અખંડ ધ્યાનદશામાં તે ઝૂંપડીનો નાશ ગાયોએ આવી કરી નાંખ્યો ત્યારે તાપસ કોપ્યા. આથી તે વીરપ્રભુએ પ અભિગ્રહ (એક જાતનાં વ્રત) ધારણ કર્યો. ૧. કદી પણ જ્યાં અપ્રીતિ થાય તેને ઘેર વસવું નહીં; ૨. જ્યાં રહેવું ત્યાં સદા કાયોત્સર્ગ કરીને જ રહેવું ૩. પ્રાયઃ મૌન જ ધારણ કરવું, ૪. કરપાત્ર વડે ભોજન કરવું અને ૫. ગૃહસ્થનો વિનય કરવો નહીં. (૨) દષ્ટિવિષ સર્પ હતો તેની ખબર પડતાં તેનો પૂર્વજન્મ – ચંડકૌશિક તાપસ – વિચાર્યો ત્યારે જણાયું કે કુકર્મના વિપાકથી તીવ્રાનુબંધી ક્રોધને લઈને તે આ જન્મ પામ્યો છે. તેથી તે દષ્ટિવિષ સર્પ અવશય પ્રતિબોધ કરવાને યોગ્ય છે માટે ભલે મને તે ઉપસર્ગ કરે – પીડા કરે, પણ હું જાઉં અને તેને પ્રતિબોધું.” એમ વિચારી મહાત્મનું મહાવીર ગયા. સર્પે દષ્ટિ ફેંકી ને છેવટે કરડ્યો. પ્રભુને તે છતાં પોતાનું ધાર્યું કંઈ પણ ન કરી શક્યો. ઝેર ન પ્રસરતાં શરીરમાંથી દૂધ જેવી રુધિરની ધારા નીકળી. સર્પ સ્તબ્ધ થયો. પ્રભુ અનુકંપા આણી બોલ્યા “અરે ચંડકૌશિક ! બૂઝ ! બૂઝ ! મોહ પામ નહીં.” આથી સર્પને જાતિસ્મરણ જ્ઞાન થયું. સર્વ છોડી દઈ તે દરમાં જ પોતાના અંત સુધી રહ્યો – પ્રતિબોધ પામ્યો. (૩) “સવી જીવ કરું શાસન રસી, એસી ભાવદયા મન ઉલસી' એ ભાવનાવાળા શ્રી વીર પ્રભુએ અનાર્ય ભૂમિમાં વિહાર કરી અનાર્યોને પ્રતિબોધવા અને પોતાનાં કર્મોની નિર્જરા કરવા નિશ્ચય કર્યો, તે પહેલાં પ્રભુએ અવધિજ્ઞાનથી જાણ્યું હતું કે હજુ મારે ઘણાં કર્મની નિર્જરા કરવાની છે. તે કર્મ સહાય વિના મારાથી ખપાવાય તેમ નથી, કારણકે સૈનિકો સિવાય શત્રુઓનો મોટો સમૂહ જીતી શકાતો નથી. આ આર્ય દેશમાં વિહાર કરવાથી મને તેવી સહાય મળવી દુર્લભ છે. માટે હવે હું શુદ્ધ ભૂમિ અનાર્ય દેશમાં વિહાર કરીશ.” ત્યાંથી લાટ દેશ, વજ ભૂમિ, દઢ ભૂમિ વગેરે સ્વેચ્છ દેશોમાં વિહાર કરી અનાર્યો તરફથી અનેક દુઃખો સહન કર્યા છે. (૪) દઢ ભૂમિ નામના મ્લેચ્છ દેશમાં પેઢાળા ગામમાં ધ્યાન દશામાં પ્રભુ રહ્યા તે વખતે ઈદ્ર અવધિ જ્ઞાનથી ધ્યાનસ્થ પ્રભુને જોઈ કહ્યું કે “ધન્ય છે ! પ્રભુને તેમના ધ્યાનને ચલાવવા કોણ સમર્થ છે ?' આવાં વચનો સંગમ નામના દેવથી સહન ન થયાં અને મહાવીરની કસોટી કરવા નિશ્ચય કર્યો. તેણે ઉપરાઉપરી એક કરતાં બીજો ભયંકર Page #111 -------------------------------------------------------------------------- ________________ 0 જૈન અને બૌદ્ધ મત : સંક્ષિપ્ત ઈતિહાસ અને સિદ્ધાંતો એવા વીસ ઉપસર્ગો કર્યા, પરંતુ પ્રભુ નિશ્ચલ અને અડગ રહ્યા, છેવટે તે અધમ દેવ નમસ્કાર કરી બોલ્યો, ‘ક્ષમાનિધિ ! મારો અપરાધ ક્ષમા કરો. આપ સુખે વિહાર કરો.” ત્યારે પ્રભુએ કહ્યું “હે સંગમ દેવ ! તું અમારી ચિંતા કરવી છોડી દે, અમે કોઈને અધીન નથી, અમે તો સ્વેચ્છાએ વિહાર કરીએ છીએ.” કેવું અદ્ભુત સ્વાવલંબન ! વીરપ્રભુને જે જે દુ:ખો પડ્યાં છે તેવાં દુઃખો કોઈપણ તીર્થકરને નથી પડ્યાં; આથી કોઈ શંકા કરશે કે વીરપ્રભુ કે જેમણે પોતાના જન્મોત્સવ વખતે મેરુપર્વત નમાવ્યો હતો, અને આઠ વર્ષની ઉમરે વિકરાળ રૂપ ધરી આવેલ દેવતાને એક મૂઠીના પ્રહારથી અશક્ત કર્યો હતો ને એવી અપૂર્વ શક્તિ હોવા છતાં, આ દુ:ખો મૂગા મૂંગા ભોગવવાને બદલે કાપી ન નાંખે ? – ઉત્તરમાં જણાવવાનું કે દુઃખો એ પૂર્વ કર્મને લઈને છે. જ્યાં સુધી તે પૂર્વકર્મ નિબિડ ને નિકાચિત નથી હોતું અને તે ઉદયમાં નથી આવતું, ત્યાં સુધીમાં ભાવથી વેદી નાખી શકાય છે યા તેની નિર્જરા કરી શકાય છે, પણ જે કર્મ ઉદયમાં આવે છે અને જે નિકાચિત કર્મ કે જે અવશ્ય ઉદયમાં આવ્યા વગર રહેતું નથી તે ઉદયમાં આવે છે તેને વેદ્યા વગર છૂટકો થતો નથી. પરંતુ વેદવા વેદવામાં ફેર હોય છે. અજ્ઞાની એક કર્મ વેદે છે છતાં કર્મને બાંધે છે, જ્યારે જ્ઞાની તે જ કર્મ વેદતાં નવીન કર્મ બાંધતો નથી. આનું કારણ એ છે કે જેવો રસપરિણામ કર્મના વેદવામાં લેવાય છે તે પ્રમાણે કર્મ વેદતાં નવીન કર્મ બંધાય છે. જ્ઞાની કર્મ વેદતાં ક્રોધ આદિ કષાય – રાગ કે દ્વેષ – કરતા નથી. વળી આથી દરેકને બોધ મળે છે કે મનુષ્યને પોતાનાં કરેલાં કર્મોનાં ફળો અવશ્ય મળવાનાં. આ પરથી સમજાશે કે મહાવીર પ્રભુમાં અનેક – અનંત ગુણો હતા. તેમાંનાં દષ્ટાંત તરીકે થોડા લઈએ : સમભાવ કેવલજ્ઞાન ઉત્પન્ન થયા પહેલાં દેવકૃત, મનુષ્યકૃત અને તિર્યચોકૃત અનેક ઘોર ઉપસર્ગ તથા પરિષહો થયા છતાં શ્રી મહાવીરે તે સર્વને સમભાવપૂર્વક સહન કરેલ છે. पन्नगे च सुरेन्द्रे च कौशिके पाद संस्पृशि । निर्विशेष मनस्काये श्री वीरस्वामिने नमः ।। ભાવાર્થ : શ્રી વીરપ્રભુના ચરણકમલનો સ્પર્શ ઈદ્ર મહારાજે ભક્તિભાવના આવેશથી કર્યો હતો, જ્યારે તે જ ચરણકમલનો સ્પર્શ દ્વેષબુદ્ધિથી ચંડકૌશિક નામના તાપસના પૂર્વજન્મવાળા સર્વે કર્યો હતો – આ બંને પાદસ્પર્શ કરનારમાં એકબીજાથી અત્યંત વિરોધી હૃદયભાવ હતો. ઈદ્રમાં અપૂર્વ ભક્તિભાવ, સેવકભાવ હતો અને સર્પમાં પાદસ્પર્શ કરતી વખતે એવો ભાવ રહેલો હતો કે “આ વળી મારા સ્થાન પર કોણ. ઊભો છે ? હું પલકમાં તેને દંશ મારી જમીન ઉપર પટકી દઈ મૃત્યુને પમાડું છું.' – આમ હોવા છતાં ભગવાનની બુદ્ધિ બંને પર સમાન – એકાકાર જ છે, કોઈના પર રાગદ્વેષ નથી. આવા મહાવીર પરમાત્માને મારો નમસ્કાર થાઓ ! શ્રી મહાવીરે લગ્ન કર્યું તેમાં હેતુ માતાએ વિવાહ કરવા આગ્રહ કર્યો, ત્યારે પ્રભુ વિચારમાં પડ્યા કે, “આજે આ Page #112 -------------------------------------------------------------------------- ________________ મહાવીરનું જીવન ૯૧ મારે શું આવી પડ્યું ? (ધર્મસંકટ જેવું !) એક તરફ આ માતાનો આગ્રહ છે અને બીજી તરફ આ સંસારપરિભ્રમણનો ભય છે. માતાને દુઃખ થાય છે એવી શંકાથી હું ગર્ભમાં પણ અંગ સંકોચીને રહ્યો હતો. તો હવે તેમની મનોવૃત્તિ દુભાય નહીં તેવી રીતે ગૃહવાસમાં પણ મારે રહેવું જોઈએ. વળી મારે ભોગફલકર્મ પણ બાકી છે અને માતપિતા પણ માન્ય છે.” આ પ્રમાણે ચિંતવીને પ્રભુએ માતાના તે શાસનને માન્ય જે પ્રકારનું પૂર્વ પ્રારબ્ધ ભોગવ્ય નિવૃત્ત થવા યોગ્ય છે, તે પ્રકારનું પ્રારબ્ધ ઉદાસીનપણે વેદવું ઘટે; જેથી તે પ્રકાર પ્રત્યે પ્રવર્તતાં જે કંઈ પ્રસંગ પ્રાપ્ત થાય છે, તેને પ્રસંગમાં જાગ્રત ઉપયોગ ન હોય, તો જીવને સમાધિ વિરાધના થતાં વાર ન લાગે. તે માટે સર્વે સંગભાવને મૂળપણે પરિણામી કરી, ભોગવ્યા વિના ન છૂટી શકે તેવા પ્રસંગ પ્રત્યે પ્રવૃત્તિ થવા દેવી ઘટે; તોપણ તે પ્રકાર કરતાં સવશ અસંગતા જન્મે તે પ્રકાર ભજવો ઘટે છે. મહાવીરનો વૈરાગ્ય – પરમાર્થજીવન જે સત્યરુષો બીજા જીવોને ઉપદેશ દઈ કલ્યાણ બતાવે છે તે પુરુષોને અનંતો લાભ પ્રાપ્ત થયો છે. પુરુષો પરજીવની નિષ્કામ કરુણાના સાગર છે. વાણીના ઉદય પ્રમાણે, તેમની વાણી નીકળે છે. તેઓ કોઈ જીવને દીક્ષા લે તેવું કહે નહીં. તીર્થકરે પૂર્વે કર્મ બાંધ્યું છે તે વેદવા માટે બીજા જીવનું કલ્યાણ કરે છે, બાકી તો ઉદય પ્રમાણે દયા વર્તે છે. તે દયા નિષ્કારણ છે, તેમ તેઓને પારકી નિર્જરાએ કરી પોતાનું કલ્યાણ કરવાનું નથી. તેમનું કલ્યાણ તો થયેલું જ છે. તે ત્રણ લોકના નાથ તો તરીને જ બેઠા છે, પુરુષ કે સમકિતીને પણ એવી ઉપદેશ દેવાની ઈચ્છા હોય નહીં. તે પણ નિષ્કારણ દયાની ખાતર ઉપદેશ દે છે. મહાવીરસ્વામી ગૃહવાસમાં રહેતા છતાં પણ ત્યાગી જેવા હતા. હજારો વર્ષના સંયમી પણ જેવો વૈરાગ્ય રાખી શકે નહીં તેવો વૈરાગ્ય ભગવાનનો હતો. જ્યાં જ્યાં ભગવાન વર્તે છે, ત્યાં ત્યાં બધા પ્રકારના અર્થ પણ વર્તે છે. તેઓની વાણી ઉદય પ્રમાણે શાંતિપૂર્વક પરમાર્થહેતુથી નીકળે છે. અર્થાત્ તેમની વાણી કલ્યાણ અર્થે જ છે. તેઓને જન્મથી મતિ, શ્રુત, અવધિ એ ત્રણ જ્ઞાન હતાં. તે પુરુષના ગુણ ગ્રામ કરતાં અનંતી નિર્જરા છે. જ્ઞાનીની વાત અગમ્ય છે. તેઓનો અભિપ્રાય જણાય નહીં. જ્ઞાની પુરુષની ખરી ખૂબી એ છે કે, તેમણે અનાદિથી નહીં ટળેલા એવા રાગ, દ્વેષ ને અજ્ઞાન તેને છેદીભેદી નાંખ્યા છે. એ ભગવાનની અનંત કૃપા છે. તેને પચીસસો વર્ષ થયાં; છતાં તેમની દયા આદિ હાલ વર્તે છે. એ તેમનો અનંતો ઉપકાર છે. જ્ઞાની આડંબર દેખાડવા અર્થે વ્યવહાર કરતા નથી. તેઓ સહજ સ્વભાવે ઉદાસીનપણે વર્તે સ્વાવલંબન વીર દીક્ષા લઈ જ્યારે પ્રથમ વિહાર કરવા લાગ્યા ત્યારે શદ્ર વીરને વિનતિ કરી કે “હે ભગવન્ ! તમારા પૂર્વજન્મોનાં બહુ અશાતા વેદનીયાદિ કઠિન કર્મોનાં Page #113 -------------------------------------------------------------------------- ________________ ૯૨ જૈન અને બૌદ્ધ મત : સંક્ષિપ્ત ઇતિહાસ અને સિદ્ધાંતો બંધન છે, તેથી આપને છvસ્થાવસ્થામાં ઘણા ભારી ઉપસર્ગ થશે જેથી આપની અનુમતિ હોય તો હું તમારી સાથે ને સાથે રહું અને તમારા સર્વ ઉપસર્ગ ટાળું – દૂર વીર – “ઈદ્ર ! આ વાત કદાપિ અતીત કાલમાં થઈ નથી, હમણાં પણ થાય નહીં અને અનાગતકાલમાં પણ થવાની નથી કે કોઈપણ દેવેંદ્ર અસુરેદ્રાદિકની સાહાયથી તીર્થકર કર્મક્ષય કરીને કેવલજ્ઞાન ઉત્પન્ન કરી શકે, કિંતુ સર્વ તીર્થકર પોતાના પરાક્રમથી કેવલજ્ઞાન પ્રાપ્ત કરે છે. આથી હું પણ બીજાની સાહાય વિના સ્વપરાક્રમથી કેવલજ્ઞાન પ્રાપ્ત કરીશ.' શ્રી મહાવીરનું મૌનવ્રત જેને મતિ, શ્રુત અને અવધિ એ ત્રણ જ્ઞાન હતાં, અને આત્મોપયોગી એવી વૈરાગ્યદશા હતી, અલ્પકાળમાં ભોગકર્મ ક્ષીણ કરી સંયમને ગ્રહણ કરતાં મન:પર્યવ નામનું જ્ઞાન પામ્યા હતા, એવા શ્રીમદ્ મહાવીરસ્વામી, તે છતાં પણ બાર વર્ષ અને સાડા છ માસ સુધી મૌનપણે વિચર્યા. આ પ્રકારનું તેમનું પ્રવર્તન તે ઉપદેશમાર્ગ પ્રવર્તાવતાં કોઈપણ જીવે અત્યંતપણે વિચારી પ્રવર્તવા યોગ્ય છે એવી અખંડ શિક્ષા પ્રતિબોધે છે. તેમજ જિન જેવાએ એ પ્રતિબંધની નિવૃત્તિ માટે પ્રયત્ન કર્યું, તે પ્રતિબંધમાં અજાગ્રત રહેવા યોગ્ય કોઈ જીવ ન હોય એમ જણાવ્યું છે, તથા અનંત આત્માર્થનો તે પ્રવર્તનથી પ્રકાશ કર્યો છે. જેવા પ્રકાર પ્રત્યે વિચારનું વિશેષ સ્થિરપણું વર્તે છે; – વર્તાવું ઘટે છે. નિર્મોહી મહાવીર - સમતાવંત પ્રભુ – કરુણાનિધિ ભગવાનું શ્રી મહાવીર સ્વામીને સંગમ નામે દેવતાએ બહુ જ – પ્રાણત્યાગ થતાં વાર ન લાગે તેવા પરિષહ દીધા ત્યાં કેવી અદ્ભુત સમતા ! ત્યાં તેઓએ વિચાર્યું કે જેનાં દર્શન કરવાથી કલ્યાણ થાય, નામ સ્મરવાથી કલ્યાણ થાય તેના સંગમાં આવીને અનંત સંસાર વધવાનું આ જીવને કારણે થાય છે. આવી અનુકંપા આવવાથી આંખમાં આંસુ આવી ગયાં. કેવી અદ્ભુત સમતા ! પારકી દયા કેવી રીતે ઊગી નીકળી હતી ? તે વખતે મોહરાજાએ જો જરા ધક્કો માર્યો હોત તો તો તરત જ તીર્થંકરપણું સંભવત નહીં. પણ જોકે દેવતા તે ભાગી જાત. મોહનીયના મળને મૂળથી નાશ કર્યો છે અર્થાત્ મોહને જીત્યો છે તે મોહ કેમ કરે ? સકલાર્વતુમાં શ્રી વીરપ્રભુની સ્તુતિના સંબંધમાં લખેલું છે : कृतापराधेऽपि जने कृपामंथरतारयोः । ईषद् वाष्पार्द्रयोर्भद्रं श्री वीरजिननेत्रयोः ।। - અપરાધ કરવાવાળા જીવો ઉપર પણ દયાથી નમ્ર અને અશ્રુથી આર્ટ એવા શ્રી વીર ભગવાનનાં નેત્રો સર્વનાં કલ્યાણ માટે થાઓ ! योऽनिष्टदुष्टेष्वपि शिष्टभावात् सुदृष्टिरासीत्स्वगुणैर्विशिष्टः । स वर्धमानो मम वर्धमानं प्रयच्छतु स्वच्छमतुच्छबोधम् ।। – જે અનિષ્ટ કરનાર દુષ્ટો પર પણ પોતાના શિષ્ટ ભાવથી સુદષ્ટિવાળા છે, Page #114 -------------------------------------------------------------------------- ________________ મહાવીરનું જીવન • ૯૩ અને જે પોતાના ગુણે કરી વિશિષ્ટ છે એવા શ્રી વર્ધમાન સ્વામી મને વૃદ્ધિ પામતો એવો સ્વચ્છ અને અતુલ બોધ આપો. - યશોધર ચરિત્ર संपत्सु महतां चित्तं भवत्युत्पलकोमलम् । __ आपत्सु च महाशैल शिलासंघातकर्कशम् ।। – મહત્ પુરુષોનું ચિત્ત સંપત્તિમાં કુમુદપુષ્પ સમાન કોમલ હોય છે, જ્યારે આપત્તિમાં મહાન્ શિખરની શિલાના સંગ્રહ સમાન કર્કશ - કઠણ હોય છે. અહં–ત્યાગ શ્રી મહાવીરસ્વામી સમીપે ગોશાલે આવી બે સાધુને બાળી નાખ્યા ત્યારે જો જરા ઐશ્વર્યપણું કરીને સાધુની રક્ષા કરી હોત તો તીર્થંકરપણું ફરી કરવું પડત; પણ જેને હું ગુરુ છું, મારા શિષ્ય છે,’ એવી ભાવના નથી તેને તેવો કોઈ પ્રકાર કરવો પડતો નથી. “શરીરરક્ષણનો દાતાર નથી, ફક્ત ભાવ ઉપદેશનો દાતાર છું; જો હું રક્ષા કરું તો મારે ગોશાલની રક્ષા કરવી જોઈએ, અથવા આખા જગતની રક્ષા કરવી ઘટે, એમ વિચાર્યું. અર્થાત્ તીર્થંકર એમ (મારાપણું) કરે જ નહીં. બીજાની નિંદા કર્યા વગર ઊંચા ચડાવવા. ગૌતમ સ્વામીએ મહાવીર સ્વામીને વેદના પ્રશ્નો પૂછ્યા તેનું, સર્વ દોષનો ક્ષય કર્યો છે એવા તે મહાવીર સ્વામીએ વેદના (જ) દાખલા દઈ સમાધાન (સિદ્ધતા) કરી આપ્યું. બીજાને ઊંચા ગુણે ચઢાવવા, પણ કોઈની નિંદા કરવી નહીં. કોઈને સ્વચ્છેદ કાંઈ કહેવું નહીં. કહેવા યોગ્ય તો અહંકારરહિતપણે કહેવું. પરમાર્થદૃષ્ટિ રાગદ્વેષ ઘટ્યો હોય તો ફલીભૂત થાય; વ્યવહારથી તો ભોળા જીવોને પણ રાગદ્વેષ ઘટ્યા હોય, પણ પરમાર્થથી રાગદ્વેષ મોળા પડે તો કલ્યાણનો હેતુ છે. મોટા પુરુષોની દષ્ટિએ જોતાં સઘળાં દર્શન સરખાં છે. જેનમાં વીશ લાખ જીવો મતમતાંતરમાં પડ્યા છે ! જ્ઞાનીની દષ્ટિએ ભેદભેદ હોય નહીં. આમ અનેક ગુણોની પરંપરા મળતી જાય છે અને તે મહાવીરજીવનના પ્રસંગો વાંચતાં વિચારતાં તુરત જ સમજી શકાય તેમ છે. તેથી વિશેષ વિવેચન અહીં ન કરતાં અત્ર જ વિરમીએ છીએ. હૃદય સરોહ જીવન સમજી પોષજો ! જનસેવાનો ધરજો શાશ્વત ધર્મ જો ! પ્રકટ પિતાના પુણ્ય પુરાતન પંથમાં, સ્નિગ્ધ પરસ્પર કરજો કેવલ કર્મ જો !” - સંદેશો એ વ્હાલા વીરચરિત્રનો – Page #115 -------------------------------------------------------------------------- ________________ વિભાગ-૩ : જૈન મતના સિદ્ધાંતો ત્રણ તત્વ ૧. ઈશ્વરતત્ત્વ – સદેવતત્ત્વ : જૈનમાં જે ત્રણ તત્ત્વ કહ્યાં છે તેમાં પહેલાં સામાન્ય રીતે શ્રદ્ધા રાખવાનું કહ્યું છે. તે તત્ત્વો સવતત્ત્વ, સદ્ગુરુતત્ત્વ અને સધર્મતત્ત્વ છે. જ્યાં સુધી દેવ, ગુરુ, અને ધર્મ એ બાબતનો સતુ રીતે, નિશ્ચય થયો નથી ત્યાં સુધી યથાર્થ જ્ઞાન - આધ્યાત્મિક જ્ઞાન સંભવતું નથી. નિશ્ચયથી આત્માના સહજ ગુણ ઈશ્વરના ગુણ છે, આત્મા આત્માનો ગુરુ છે, અને આત્માનો ધર્મ તે આત્મરણ છે; પરંતુ જ્યાં સુધી આત્માએ સ્વગુણ પ્રાપ્ત કર્યા નથી ત્યાં સુધી તેને સદ્દદેવ, ગુરુ અને ધર્મનું અવલંબન આવશ્યક છે, તે અવલંબન કરવાથી નિસ્વરૂપ સમજાય છે, અને નિજસ્વરૂપને બાધક કર્મનાં આવરણને દૂર કરી શકાય છે. ઈશ્વરનું લક્ષણ રાગદ્વેષનો અભાવ – વીતરાગતા છે અને તેથી તેને “વીતરાગ' પણ કહેવામાં આવે છે. ઈશ્વરના ભેદ છે. જે સશરીર રહી લોકને બોધ આપી તીર્થને - ધર્મને પ્રવર્તાવે છે તેને “અરિહંત' – “તીર્થકર' કહેવામાં આવે છે કે જે શરીર તયા પછી મોક્ષે જાય છે એટલે “સિદ્ધ થાય છે. કેટલાક મહાત્માઓ કૈવલ્યજ્ઞાન એટલે આત્માના સ્વરૂપને બાધક એવાં “ઘાતી કર્મોને દૂર કરી “સર્વજ્ઞતા' પ્રાપ્ત કરે છે અને પછી તીર્થંકરની પેઠે તીર્થ નથી પ્રવર્તાવતા, અને દેહોત્સર્ગ કરી સિદ્ધ થાય છે. આમને સિદ્ધ થયા પહેલાં “કેવલી' કહેવામાં આવે છે. તીર્થંકરને પણ કેવલ્યજ્ઞાન થયું હોય છે અને તેથી તે “કેવલી’ પણ ખરા, પણ દરેક કેવલી તીર્થંકર નથી હોતા તેથી કેવલીને તીર્થકર એ પદથી ભેદ પાડવા માટે સામાન્ય કેવલી' કહેવામાં આવે છે. તીર્થકરથી ધર્મનો બોધ થાય છે, ઈશ્વરનું શુદ્ધ સ્વરૂપ સમજાય છે તેથી તેમને પંચ નમસ્કારમાં (નવકારમાં) “અરિહંત' એ નામથી પ્રથમ પદ આપવામાં આવ્યું છે અને પછી ‘સિદ્ધ’ને બીજું પદ આપવામાં આવ્યું છે, અને ત્યાર પછી સરુને ત્રણ ભેદથી આચાર્ય, ઉપાધ્યાય અને સાધુને નમસ્કાર કરવામાં આવ્યા છે. તે નવકારમાં પંચ નમસ્કાર છે તે આ પ્રમાણે છે (નમો રિહંતા, નમો સિદ્ધા, નો ગારિયાળ નમો ઉવેખ્વાયા, નમો નો સવ્વસાહૂપ). આ નવકાર મંત્ર દરેક જૈન પ્રાતઃકાળે, દેવદર્શન વખતે, સૂતાં પહેલાં એમ અનેક વખત બોલે છે, અને તેનો એકસો અઢાર મણકાની માળાનો જપ કરે છે. ઈશ્વર અહીં ઈશ્વર એટલે તીર્થકર – અરિહંત. જૈન સિદ્ધાંત (dogma) પ્રમાણે તેનામાં ૧૨ ગુણો હોય છે, અને તે ૧૮ દોષથી રહિત હોય છે. ૧૨ ગુણોમાં આઠ પ્રાતિહાર્ય (જેમ રાજાની પાસે પ્રતિહારી રહે તે પ્રમાણે તીર્થંકર પાસે હોય છે તેથી), અને ચાર અતિશય (Excellence) છે. ૮ પ્રાતિહાર્ય – અશોકવૃક્ષ, દેવતાથી થતી પુષ્પવૃષ્ટિ, દિવ્યધ્વનિ, ચામર, Page #116 -------------------------------------------------------------------------- ________________ ઈશ્વરતત્ત્વ – સવતત્ત્વ ૯૫ સિંહાસન, ભામંડલ, દુંદુભિ અને છત્ર. તીર્થકર જ્યાં જ્યાં વિચરે અને દેશના માટે સમવસરણ' – સભા મંડળ આદિ કરે ત્યારે દેવતાઓ આ આઠ પ્રાતિહાર્ય રચે છે. ૪ અતિશય – (૧) જ્ઞાનાતિશય – જ્ઞાનનું ઉત્કૃષ્ટ સ્વરૂપ – કેવલજ્ઞાન અને કેવલ દર્શન તેનામાં હોવાથી ભૂત, ભવિષ્ય, વર્તમાન એ ત્રણે કાલમાં જે સામાન્ય વિશેષાત્મક વસ્તુ છે તેનું એટલે ઉત્પાદ, વ્યય ધ્રૌવ્યયુક્ત સર્વ વસ્તુઓનું જ્ઞાન હોય છે. (૨) વચનાતિશય - વાણી અનેક ગુણવાળી હોય છે. તે વચનગુણ ૩પ ગણાવ્યા છે – સંસ્કારત્વ, ઔદાન્ય, અગ્રામ્યત્વ, મેઘગંભીરઘોષત્વ, પ્રતિનાદવિધાયિતા, દક્ષિણત્વ (વચનની સરલતા), ઉપનીતરાગત્ (રાગસંયુક્તપણું), મહાર્ણતા (અર્થગંભીરતા), અવ્યાહિતત્વ (પૂર્વાપર વિરોધનો અભાવ), શિષ્ટતા, સંશયરહિતતા (શ્રોતાને જેથી સંશય ન થાય તે), નિરાકૃતાન્યોત્તરતા (બીજો ઉત્તર આપવો પડે નહીં એવી), હૃદયંગમતા, મિથઃ સાકાંક્ષતા (અરસપરસ પદ-વાક્યોનું સાપેક્ષપણું), પ્રસ્તાવૌચિત્ય દશકાલ અનુસારતા), તત્ત્વનિષ્ઠતા, અપ્રકીર્ણ પ્રસ્તુતત્વ (અસંબદ્ધનો અવિસ્તાર અને સંબદ્ધનો વિસ્તાર), અસ્વશ્લાઘાનિંદતા (આમોત્કર્ષ તથા પરનિંદારહિતપણું), આભિજાત્ય (પ્રતિપાદ્ય વસ્તુની ભૂમિકાને અનુસરવાપણું), અતિસ્નિગ્ધમધુરત્વ, પ્રશસ્યતા, અમર્મવેધિતા, ધર્માર્થપ્રતિબદ્ધતા, કારકા વિપર્યય (કારક, કાલ, વચન તેમજ લિંગાદિનો જ્યાં વિપર્યય નહિ), વિભ્રમાદિ વિયુક્તતા (વક્તાના મનમાં ભ્રાંતિ વિક્ષેપાદિ દોષરહિત), ચિત્રકૃત્ત્વ (કુતૂહલતાનો અભાવ), અદ્ભુતત્વ, અનતિવિલંબિતા (અતિવિલંબ વગરની), અનેક જાતિ વૈચિત્ર્ય (જાતિ આદિ વર્ણન કરવા યોગ્ય વસ્તુ સ્વરૂપના આશ્રયયુક્ત), આરોપિતાવિશેષતા (વચનાંતરની અપેક્ષાથી વિશેષપણું જેમાં સ્થાપન થયેલ છે), સત્ત્વપ્રધાનતા (શક્તિ જેમાં પ્રધાન છે), વર્ણપદવાક્યવિવિક્તતા (વર્ણાદિનું વિચ્છિન્નપણું), અશ્રુચ્છિત્તિ (વિવક્ષિત અર્થની સમ્યક્ પ્રકારે સિદ્ધિ જ્યાં સુધી ન થાય ત્યાં સુધી અવ્યવચ્છિન્ન વચનનું પ્રમેયપણું), અને અમેદિત્વ (શ્રમરહિતપણું). (૩) અપાયાપગમાતિશય – અપાય – ઉપદ્રવનો નિવારક – મરકી-રોગ થતા નથી. (૪) પૂજાતિશય – જેથી લોકમાં અને દેવ વગેરેથી પૂજનીય છે. ૧૮ દોષ – વીતરાગમાં નથી તે નીચે પ્રમાણે : अंतराय दानलाभ वीर्य भोगोपभोगगाः । हासो रत्यरती भीतिर्जुगुप्सा शोक एव च ।। कामो मिथ्यात्वमज्ञानं निद्रा चाविरतिस्तथा । रागो द्वेषश्च नो दोषास्तेषामष्टादशाप्यमी ।। (૧-૫) પાંચ જાતના અંતરાય નામે દાનાંતરાય, લાભાંતરાય, વીયતરાય, ભોગાંતરાય અને ઉપભોગાંતરાય. આ પાંચ અંતરાય એટલે દાનાદિમાં અંતરાય ન હોય. આનો એવો અર્થ નથી કે ઈશ્વર દાન દે છે, લાભ પ્રાપ્ત કરે છે, શક્તિ બતાવે છે, ભોગોપભોગ કરે છે – એનો એ અર્થ છે કે એ પાંચ જવાથી દાન, લાભાદિની શક્તિઓ પ્રગટે છે. એ શક્તિનો ઉપભોગ કરે કે ન કરે એ જુદી વાત છે, પણ તેનામાં શક્તિઓ છે. (૬) હાસ્ય (૭) રતિ (આસક્તિ – વસ્તુની લાલસા) (૮) અરતિ (અપ્રીતિ) (૯) ભીતિ – ભય (૧૦) જુગુપ્સા – છીંટ (૧૧) શોક (૧૨) કામ – Page #117 -------------------------------------------------------------------------- ________________ જૈન અને બૌદ્ધ મત : સંક્ષિપ્ત ઇતિહાસ અને સિદ્ધાંતો વિષયસેવન (૧૩) મિથ્યાત્વ – દર્શનમોહ (૧૪) અજ્ઞાન (૧૫) નિદ્રા (૧૬) અવિરતિ - અપ્રત્યાખાન (તૃષ્ણા વગરનાને વ્રત-પ્રત્યાખ્યાન હોય જ નહિ) (૧૭) રાગ (૧૮) કેષ ૧ અહંતનાં જુદાં જુદાં નામ આ છે : અહંનું, જિન, પારગત, ત્રિકાલવિત, ક્ષીણાષ્ટકમ, પરમેષ્ઠી, અધીશ્વર, શંભુ, સ્વયંભૂ, ભગવાન, જગપ્રભુ, તીર્થકર, તીર્થકર, જિનેશ્વર વગેરે. આ ઉપરથી પ્રતીત થાય તેમ છે કે જે સ્ત્રીને પાસે રાખે, શસ્ત્ર રાખે, વિષય સેવે, ક્રોધાદિ સેવે તે દેવનાં ઉપરોક્ત લક્ષણથી, વિરુદ્ધ વર્તન રાખે છે તેથી તેને જૈનો કુદેવ’ કહે છે, આમ ઈશ્વરને માનનારા જૈન છે અને તેથી તેને તે દષ્ટિએ નાસ્તિક ગણી શકાય તેમ નથી. આત્માનો, પરમાત્માનો, પરલોકનો, પુનર્જન્મનો અને કર્મવાદનો સ્વીકાર કરનારા જૈન નાસ્તિક નથી કે તેમ કદીપણ ગણી શકાય તેમ નથી – ફક્ત એટલો જ ભેદ છે કે કેટલાક બીજા ઈશ્વરને જગત્કર્તા માને છે જ્યારે જૈન સાંખ્યઆદિની પેઠે ઈશ્વરને જગત્કર્તા સ્વીકારતા નથી. જૈનમાં એવો સિદ્ધાંત (dogma) છે કે કાલચક્રના બે ભાગ નામે ઉત્સર્પિણી અને અવસર્પિણી દરેક એવામાં આવા ઈશ્વર તીર્થંકર ૨૪ (૨૪થી ઓછા નહિ કે વધુ નહિ) થાય છે. હાલ અવસર્પિણી ચાલે છે. તેમાં થઈ ગયેલા ૨૪ તીર્થકરને વર્તમાન ચોવીસ જિન કહેવામાં આવે છે. તેની પહેલાંના ઉત્સર્પિણી કાલમાં થયેલા ૨૪ તીર્થકરને ભૂત ૨૪ જિન કહેવામાં આવે છે કે જેમનાં નામ આ પ્રમાણે છે : કેવલજ્ઞાની, નિર્વાણી, સાગર, મહાયશ, વિમલનાથ, સર્વાનુભૂતિ, શ્રીધર, દત્ત, દામોદર, સુતેજ, સ્વામી, મુનિસુવ્રત, સુમતિ, શિવગતિ, અસ્તાગ, નેમીશ્વર, અનિલ, યશોધર, કૃતાર્થ, જિનેશ્વર, શુદ્ધમતિ, શિવકર, અનંદન અને સંપ્રતિ. વર્તમાન જિન ચોવીશીનાં નામ, ૧. ઋષભનાથ ૨. અજિતનાથ ૩. સંભવનાથ ૪. અભિનંદન ૫. સુમતિનાથ ૬. પપ્રભુ ૭. સુપાર્શ્વનાથ ૮. ચંદ્રપ્રભુ ૯. સુવિધિનાથ અથવા પુષ્પદંત ૧૦. શીતલનાથ ૧૧. શ્રેયાંસનાથ ૧૨. વાસુપૂજ્ય ૧૩. વિમલનાથ ૧૪. અનંતનાથ ૧૫. ધર્મનાથ ૧૬. શાંતિનાથ ૧૭. કુંથુનાથ ૧૮. અરનાથ ૧૯. મલ્લિનાથ ૨૦. મુનિસુવ્રત ૨૧. નમિનાથ ૨૨. નેમનાથ ૨૩. પાર્શ્વનાથ અને ૨૪. મહાવીર. આમાંના છેલ્લા મહાવીર અને પાર્શ્વનાથ આસત્ર ઉપકારી તરીકે સ્વીકારી તેઓ પ્રત્યે જેનોમાં માહાસ્ય વધુ દેખાય છે. તે બંને ઐતિહાસિક વ્યક્તિઓ હતી એ પુષ્કલ પ્રમાણોથી ડોક્ટર હર્મન જેકોબી નામના જર્મન પ્રોફેસરે આચારાંગાદિ જૈન સૂત્રોનાં પોતે કરેલાં અંગ્રેજી ભાષાંતર કે જે વૉલ્યુમ ૨૪ અને ૪૫માં (સેક્રેડ બુક્સ ઑફ ધ ૧. પાતંજલમાં દર્શનમાં જણાવ્યું છે કે વશ વિપછાશવૈરપકૃ: પુરુષ વિશેષણવર – જે પુરુષવિશેષ ક્લેશ, કર્મ, વિપાક અને આશયના સંબંધ વિનાનો છે તે જ ઈશ્વર. ક્લેશ પાંચ જાતના છેઃ અવિદ્યા ( મિથ્યાજ્ઞાન), અસ્મિતા (જુદી વસ્તુમાં અભેદ પ્રતીતિ), રાગ, દ્વેષ અને અભિનિવેશ (મરણભય). કર્મ બ=સુકૃત અને દુકૃત (પુણ્ય અને પાપ). વિપાકઃકર્મફળ કે જે ત્રણ પ્રકારનું છેઃ જન્મ, આયુષ્ય અને ભોગ. આશયનવિપાકને અનુરૂપ સંસ્કાર. * Page #118 -------------------------------------------------------------------------- ________________ ઈશ્વરતત્ત્વ – સદેવતત્ત્વ ઈસ્ટ - પૌર્વાત્ય પવિત્ર પુસ્તકની માલામાં) પ્રસિદ્ધ થયાં છે, તેની પ્રસ્તાવનામાં પુરવાર કરી આપ્યું છે. તેની આગળના ૨૨ તીર્થકરોના સમય ને હાલના સમય વચ્ચે એટલું બધું વિશાલ અંતર છે કે તેને લઈને કોઈ પણ ચિહ્ન કે વસ્તુ મોજૂદ રહી શકે નહીં કે જેથી તે સંબંધી કંઈપણ ખ્યાલ આવી શકે. થિઓસોફિસ્ટ પંથના પ્રમુખ વિદુષ એની બિસંટે ગત વર્ષમાં કહ્યું છે કે : “Lord Mahavira was the last and not the first of the great twenty four Teachers, that Europe denied the historicity of the other 23 Tirthankaras who preceded him because, being itself young, it could not travel backward far enough and liked to make Indian thought less ancient than it is, that both Jainisn and Hinduism went back further than either history or legen counted them, that Jainism was essentially an independei system of thought, that though it had a superficial resemblan with the Sankhya philosophy, there were profonud difference between the two, that the 'Jiva' of the Jains was not the sam thing as the ‘Purusha' of the Sankhyas. ભાષાંતર : – “મહાવીરપ્રભુ મહાન ૨૪ ધર્મોપદેશકોમાં પહેલા નહિ, છેલ્લા ધમપદેશક હતા. તેમની પહેલાં જે ૨૩ ધર્મોપદેશકો થઈ ગયા તેની ઐતિહાસિ સત્યતા યુરોપ સ્વીકારતું નથી કારણકે પોતે કાલાપેક્ષાએ અલ્પવયસ્ક હોઈ ત્યાં સુધી - તે પ્રાચીનતા સુધી જઈ શકે તેમ નથી, અને તેથી ભારતીય વિચાર જેટલો પ્રાચીન છે તેના કરતાં તેને ઓછો પ્રાચીન કરવા પ્રત્યે પસંદગી ધરાવે છે, જેન અને હિંદુ ધર્મ બંને ઇતિહાસ કે પુરાણ-દંતકથા કહી શકે તે કરતાં પણ વધારે પ્રાચીન છે. જૈનધર્મ તત્ત્વથી એક સ્વતંત્ર દર્શન છે, જોકે તેને સાંખ્યદર્શન સાથે ઉપરચોટિયું સરખાપણું છે પરંતુ તે બન્ને વચ્ચે અત્યંત ભેદ – અંતર છે – જૈનોનો “જીવ’ અને સાંખનો પુરુષ એ બે એક વસ્તુ નથી.” આ ઉપરાંત ઉક્ત ૨૪ તીર્થકરોમાંના પહેલા તીર્થકર ઋષભનાથના ઉલ્લેખો વેદોમાં, ભાગવત આદિ અનેક હિંદુ-બ્રાહ્મણના પ્રાચીન ગ્રંથોમાં છે. ઉદાહરણ તરીકે ઋગ્યેદ કે જે ભારતનો સર્વથી પ્રાચીન ગ્રંથ મનાય છે, અને ચારે વેદમાં પણ જે સર્વથી પ્રથમ ઉત્પન્ન થયેલો એમ સ્વીકારાય છે તેમાં ઉલ્લેખ છે કે : ___ "ॐ त्रैलोक्य प्रतिष्ठान चतुर्विंशति तीर्थंकरान् ऋषभाद्या वर्द्धमानान्तान् सिद्धान् शरणं प्रपद्ये । ॐ पवित्रं नग्नमुपवि प्रसामहे एषा नग्ना (नग्नये) जातिर्येषां वीरा" ઈત્યાદિ. આમાં ઋષભથી લઈ મહાવીર સુધીના ચોવીશે તીર્થકરને ત્રિલોકમાં પ્રતિષ્ઠિત સ્વીકારી તેનું શરણ યાચ્યું છે. ૧. મહાવીરનું ચરિત્ર આ નિબંધમાં ટૂંકમાં આપેલું છે, તેને વિશેષમાં તથા તે સિવાયના ૨૩ તીર્થકરોનાં ચરિત્ર જોવાં હોય તેણે હેમચંદ્રાચાર્ય કૃત ‘ત્રિષષ્ટિ શલાકાપુરુષચરિત્ર’ વાંચવા ભલામણ છે. Page #119 -------------------------------------------------------------------------- ________________ ૯૮ જૈન અને બૌદ્ધ મત : સંક્ષિપ્ત ઇતિહાસ અને સિદ્ધાંતો યજુર્વેદના ૨૫મા અધ્યાયના ૧૯મા મંત્રમાં લખ્યું છે કે : ॐ नमो अर्हतो ऋषभो ॐ ऋषभ पवित्रं पुरुहूतमध्वरं यज्ञेषु नग्नं परमं माहसंस्तुतं वरं श जयंतं पशुरिंद्रमाहुतिरिति स्वाहा । તેમાં જ ઋષભ સાથે અરિષ્ટનેમિની (નેમિનાથની) સ્તુતિ પણ તે સાથે જોવામાં આવે છે : दीर्घायुवलायवाभजाताय ॐ रक्ष रक्ष अरिष्टनेमिः स्वाहा । वामदेव शान्त्यर्थमनुविधीयते सोऽस्माकं अरिष्टनेमिः स्वाहा । ઋગ્વદમાં પણ અરિષ્ટનેમિની સ્તુતિ છે – અષ્ટ, ૧ અ) , વર્ગ ૧૬ ॐ स्वस्तिन इंद्रो वृद्धश्रवाः स्वस्तिनः पूषा विश्ववेदाः स्वस्तिनस्तार्यो अरिष्टनेमिः स्वस्तिनो बृहस्पतिर्दधातु ।। આ ૨૪ તીર્થકરની મૂર્તિઓ જૈનો (હમણાં ચાર શતકથી ભિન્ન પડેલ સ્થાનકવાસી નામના સંપ્રદાય સિવાય) પૂજે છે. મૂર્તિપૂજા મહાવીરના સમયમાં પણ ઈ.સ. પૂર્વે છઠા શતકમાં વિદ્યમાન હતી એવું વેદાદિમાંથી તેમજ જૈન સૂત્રમાંથી પ્રતીત થાય છે. આ ૨૪ તીર્થકરની મૂર્તિ આકારમાં એક સરખી અને પ્રાયઃ એક જ આસનવાળી એટલે પદ્માસનસ્થ હોય છે, પણ તે દરેકને એકબીજાથી ઓળખવા માટે તે દરેકને જે લાંછન હોય છે તે મૂર્તિમાં નીચે કોરીને મૂકવામાં આવે છે. ૨૪ જિનનાં ૨૪ લાંછન અનુક્રમે આ છે : ૧. વૃષભ, ૨. હસ્તી, ૩. અશ્વ, ૪. કપિ (વાંદરો), પ. ક્રૌંચ પક્ષી, ૬. પાકમલ, ૭. સ્વસ્તિક, ૮. ચંદ્ર, ૯. મગરમચ્છ, ૧૦. શ્રીવત્સ, ૧૧. ગેંડો, ૧૨. પાડો, ૧૩. વરાહ, ૧૪. સિંચાણો (બાજપક્ષી), ૧૫. વજ, ૧૬. હરિણ, ૧૭. બકરો; ૧૮. નંદાવર્ત (એક જાતનો સાથિયો), ૧૯. કલશ, ૨૦. કચ્છપ (કાચબો), ૨૧. કમલ, ૨૨. શંખ, ૨૩. સર્પ, ૨૪. સિંહ. ઈશ્વરવાદ સંબંધે વૈદિક દર્શનો ન્યાયદર્શનમાં ઈશ્વરનું સ્થાન મુખ્ય નથી – અતિશય ગૌણ છે. દુઃખનાશ અથવા અપવર્ગ લાભનો જે ઉપાય- તેમાં જણાવેલ ૧૬ પદાર્થના ઉત્કૃષ્ટ જ્ઞાનની પ્રાપ્તિ – બતાવેલ છે, તેની સાથે ઈશ્વરનો જરાપણ સંબંધ નથી. માણસના કર્મફળ-ભોગ જેને અધીન છે તે જ ઈશ્વર એટલું કહી તે સિવાયનો કોઈ પણ પ્રસંગ ઈશ્વર સંબંધે આદર્શનમાં નથી. વૈશેષિક દર્શન ઈશ્વરનો અસ્વીકાર કરતું નથી. એક સ્થળે ઈશ્વર સંબંધી ઉલ્લેખ સિવાય બીજે કોઈપણ સ્થળે ઈશ્વરનો પ્રસંગ આવતો નથી, એટલે આ દર્શનમાં ઈશ્વરનું સ્થાન મુખ્ય નથી. તેમાં નિઃશ્રેયસની પ્રાપ્તિનો માર્ગ નામે તત્ત્વજ્ઞાન (સાત પદાર્થ કે જેમાં ઈશ્વર નથી તેનું સાધર્મ અને વૈધમ્યજ્ઞાન)ના બળે દુઃખથી છૂટવું તેની સાથે ઈશ્વરનો સંબંધ ઘણો જ થોડો છે. ઈશ્વર જાય કે રહે, જીવની સાથે તેનો સંબંધ ઘાટો હો કે ન હો, તેમાં વૈશેષિકને કાંઈ લાભ-નુકસાન નથી. (આ સંબંધમાં જરા અત્રે ૧. આ સંબંધે વિસ્તારપૂર્વક જાણવાના ઇચ્છુકને ‘ભારતવર્ષ મેં દેવતાઓંકી પ્રતિમાઓકા પૂજન કબસે ચલા ?' એ નામનો પંડિત હીરાનન્દ શાસ્ત્રી M. A. M. 0. L. નો લેખ, હિંદી પ્રસિદ્ધ માસિક “સરસ્વતી'ના ઑગસ્ટ ૧૯૧૪ના અંકમાં (પૃષ્ઠ ૪૨૨) જોવાની ભલામણ કરવામાં આવે છે. Page #120 -------------------------------------------------------------------------- ________________ ઈશ્વરતત્ત્વ – સદૂદેવતત્ત્વ જણાવવાનું કે નવીન તૈયાયિકોએ રચેલા વૈશેષિક દર્શનના ગ્રંથોમાં મૂલ સૂત્રમાં કહેલાં નવ દ્રવ્યમાંના એક આત્માનો વિચાર કરતી વખતે ઈશ્વરનો પ્રસંગ નજરે પડે છે. તેઓ આત્મા અને પરમાત્મા એવા ભેદથી આત્મા બે પ્રકારનો કહે છે. અહીં પણ ઈશ્વરનો કશોયે પ્રસંગ જોવામાં આવતો નથી.) મીમાંસકો નિરીશ્વરવાદી છે. તેઓ વેદને નિત્ય અને અબ્રાંત કહે છે ખરા, પણ વેદ એ ઈશ્વરવાક્ય છે એ સ્વીકારતા નથી. ખરું જોતાં આમાં કોઈ પણ ઠેકાણે ઈશ્વરનો પ્રસંગ નથી. તેઓ ઈશ્વર માનતા નથી. જગતનો કોઈ બનાવનાર, પાલન કરનાર અને નાશ કરનાર છે એ વાત પણ સ્વીકારતા નથી. તેમના મત પ્રમાણે જીવ પોતાના કર્મ પ્રમાણે ફળ ભોગવે તેમાં ઈશ્વરને કશોયે સંબંધ નથી. - સાંખ્યો પણ ઈશ્વરનો સ્વીકાર કરતા નથી. તેના ગ્રંથો નામે તત્ત્વસમાસ અને કારિકામાં ઈશ્વરનો કશો પ્રસંગ નથી. સાંખ્ય પ્રવચનસૂત્રમાં ચોખ્ખી રીતે ઈશ્વરનો નિષેધ કરવામાં આવ્યો છે. સિાંખ્યસૂત્રમાં ઈશ્વરનો સ્પષ્ટ નિષેધ નથી કર્યો પણ એટલું કહ્યું છે કે ઈશ્વરની સિદ્ધિ થતી નથી. કુંવરસિદ્ધ: પ્રસિદ્ધિ પ્રHMદ્ધિ. કોઈ પણ પ્રમાણથી – પ્રત્યક્ષ અનુમાન કે આગમથી પણ – ઈશ્વર સિદ્ધ થતો નથી. અર્થાત્ જ ઈશ્વર નથી. હોત તો કોઈક પ્રમાણથી છેવટે આગમથી – સિદ્ધ થાત જ. ઈશ્વર નથી કારણકે તે કોઈ પણ પ્રમાણથી સિદ્ધ થતો નથી. આ સૂત્ર હેતુ છે. પ્રતિજ્ઞા છે. – ‘ઈશ્વર નથી એમ કહી શકાય. પ્રકૃતિનાં પરિણામમાં ઈશ્વરનો કોઈપણ પ્રકારનો સંબંધ તેઓ સ્વીકારતા નથી. પ્રકૃતિ પોતાની મેળે જ પરિણામ પામે છે એમ તેઓ કહે છે. પરિણામ પામવા માટે પ્રકૃતિને બીજાં કોઈપણ કારણની જરૂર નથી. પ્રકૃતિ જડ અને અચેતન હોવા છતાં પણ પુરુષના ભોગ અને મોક્ષ માટે જગત સરજે છે. પાતંજલ દર્શન કે જેમાં સાંખ્ય દાર્શનિક સિદ્ધાંતો કબૂલવામાં આવ્યા છે તે સાંખ્યના ૨૫ તત્ત્વ ઉપરાંત એક વધારે તત્ત્વ નામે ઈશ્વરને સ્વીકાર્યો છે, તેથી આ દર્શન સેશ્વર સાંખ્ય કહેવાય છે. ખરું જોતાં આમાંથી ઈશ્વર તત્ત્વ અને ચિત્તનિરોધના ઉપાયોનો પ્રસંગ ઉઠાવી લઈએ તો તેમાં સાંખ્ય કરતાં વિશેષતા બતાવવા કાંઈ પણ બાકી રહેતું નથી. આમાં ઈશ્વરનું સ્વરૂપ અગાઉની પાદટીપ (પૃ. ૯૬)માં જણાવ્યું તેમ ક્લેશ, કર્મ, વિપાક, અને આશયના સંબંધ વિનાનો એક પુરુષવિશેષ છે. ઈશ્વરનો કોઈ પણ વખતે ક્લેશ વગેરેની સાથે સંબંધ ન હતો, કારણકે તે નિત્ય મુક્ત છે. પુરુષ (જીવ) જેમ ઘણા છે, તેમ પુરુષવિશેષ – ઈશ્વર ઘણા નથી. તે એક અદ્વિતીય છે. ઈશ્વર કાળથી અવચ્છિન્ન નથી - ત્રણે કાળથી અતીત છે. વળી ઈશ્વરપ્રણિધાન એ ચિત્તવૃત્તિનિરોધના જુદાજુદા ઉપાયોમાં એક ઉપાય તરીકે જણાવ્યો છે. વેદાન્તમાં બ્રહ્મ જ મુખ્ય છે. અદ્વૈતમત પ્રમાણે જીવ એ બ્રહ્મ છે, બ્રહ્મ સિવાય બધું અસતુ છે. જીવ અને જડ બ્રહ્મથી ભિન્ન લાગે છે. તે માયિક છે – અવસ્તુ છે, અને ભિન્ન લાગવાનું કારણ ભ્રાંતિ છે. દોરડીમાં જેમ સાપનો ભ્રમ થાય છે, તેમ.બ્રહ્મમાં જગતનો ભ્રમ થયો છે. જીવ પોતે મુક્ત છે. મુક્તિની શોધ કરવી એ જ તેના સંબંધમાં વિડંબના છે. અવિદ્યાની – ભ્રમની નિવૃત્તિ થાય છે તો પોતાના શુદ્ધ-બુદ્ધ-મુક્ત સ્વભાવને પામી બ્રહ્મની સાથે એકતા પામે છે, બ્રહ્મ સત્ ચિત્ આનંદ છે. નિરુપાધિ છે અને આખા વિશ્વમાં વ્યાપક છે. Page #121 -------------------------------------------------------------------------- ________________ ૧૦૦ જૈન અને બૌદ્ધ મત : સંક્ષિપ્ત ઇતિહાસ અને સિદ્ધાંતો - આ કેવલાદ્વૈત-વેદાંતનો મત છે, જેમાં ઈશ્વરનો સમાવેશ પણ અવિદ્યાના ક્ષેત્રમાં થઈ જાય. પણ વેદાંતમાં વિશિષ્ટાદ્વૈત, શુદ્ધાદ્વૈત વગેરે સંપ્રદાયો છે. જે સર્વશક્તિમાન, સર્વગુણશાળી ઈશ્વરમાં માને છે.] ૨. સદ્ગુરુતત્ત્વ : પાંચ મહાવ્રતના, ચરણસિત્તરી અને કરણસિત્તરીના પાળનારાને જૈન મતમાં ગુરુ કહેલ છે. પાંચ મહાવ્રત (૧) અહિંસા, (૨) સૂનૃત (સત્યવચન બોલવું), (૩) અસ્તેય (ઉચિત વસ્તુ કોઈ આપે તો જ સ્વીકારવી), (૪) બ્રહ્મચર્ય, (૫) સર્વ પરિગ્રહનો ત્યાગ. આ પાંચે વ્રતને સાધુએ સર્વથા પાળવાનાં છે. અને શ્રાવકે – ગૃહસ્થ દેશથી – અંશે પાળવાનાં છે. તેથી સાધુનાં આ વ્રત મહાવ્રત કહેવાય છે અને શ્રાવકનાં ૫ વ્રત ‘અણુવ્રત' કહેવાય છે. અણુવ્રત “શ્રાવકના ધર્મ' એ વિષયમાં થોડા વિસ્તારથી આપેલાં છે, અને તે ઉપરથી આ પાંચ મહાવ્રત વિશે સમજી લેવાનું છે. પાંચ મહાવ્રત પર ભાવના પણ સુંદર ભાવવાની છે, પણ તે વિસ્તારભયથી અત્રે આપેલી નથી. ચરણસિત્તરી એટલે ૭૦ જાતનાં ચરણ અને કરણસિત્તરી એટલે ૭૦ જાતનાં કરણ. ચરણ અને કરણમાં એ ભેદ છે કે ચરણ એટલે જે નિત્ય કરવું તે – નિત્યચર્યા, અને કરણ એટલે પ્રયોજન હોય ત્યારે કરવું (અને પ્રયોજન ન હોય તો ન કરવું) તે. ચરણસિત્તરીમાં ઉપર્યુક્ત ૫ વ્રત, ૧૦ પ્રકારના શ્રમણધર્મ, ૧૭ પ્રકારના સંયમ, ૧૦ પ્રકારનાં વૈયાવૃન્ય, ૯ પ્રકારની બ્રહ્મચર્યગુપ્તિ. ૩ પ્રકારે જ્ઞાન, દર્શન અને ચારિત્ર, ૧૨ પ્રકારનાં તપ અને ૪ પ્રકારે ક્રોધાદિ નિગ્રહ. દશ શ્રમણધર્મ (૧) ક્ષત્તિ – ક્ષમા – કદાપિ સામર્થ્ય હોય વા ન હોય પણ બીજાનાં દુર્વચન સહન કરવાનાં પરિણામ – મનોવૃત્તિ અર્થાત્ ક્રોધનો સર્વથા ત્યાગ, (૨) માર્દવ - કોમલપણું, અહંકારરહિતપણું. નમ્ર થઈ અભિમાનનો ત્યાગ. (૩) આર્જવ - મનવચનકાયાથી સરલતા-કુટિલતાનો અભાવ, (૪) મુક્તિ – બાહ્ય તેમજ અંતરથી તૃષ્ણાનો-લોભનો ત્યાગ, (૫) તપ - આઠ પ્રકારનાં કર્મ જેનાથી ભસ્મ થાય તે અનશનાદિ ૧૨ તપ, (૬) સંયમ – આમ્રવની ત્યાગવૃત્તિ. (૭) સત્ય – મૃષાવાદથી વિરતિ, જૂઠનો ત્યાગ, (૮) શૌચ – સંયમવૃત્તિમાં કલંકનો અભાવ, (૯) અકિંચન – કિંચિત્ માત્ર દ્રવ્યનું પોતાની પાસે નહિ હોવાપણું. (૧૦) બ્રહ્મચર્ય – સર્વથા મૈથુનનો અભાવ. સંયમના ૧૭ પ્રકાર (૧-૫) અહિંસા, મૃષા, ચોરી, મૈથુન અને પરિગ્રહ એ અવ્રતરૂપી પાંચ આસવ - કર્યદ્વારનો ત્યાગ તથા (૬-૧૦) ૫ ઈદ્રિયનામે સ્પર્શ, રસ, ઘાણ, ચક્ષુ અને શ્રોત્ર એના સ્પર્શાદિ પાંચ વિષયોમાં લંપટપણાનો ત્યાગ. (૧૧-૧૪) ક્રોધ, માન, માયા અને Page #122 -------------------------------------------------------------------------- ________________ સદ્ગુરુતત્ત્વ ૧૦૧ લોભ એ ચાર કષાયને જીતે, ઉદય આવે ત્યારે તેને નિષ્ફલ કરે તેમજ ઉદય આવી ગયા હોય તેને નવાં ઉત્પન્ન ન કરે. (૧૫-૧૭) જીવની ચારિત્રધર્મરૂપ લક્ષ્મી જેનાથી દંડાય એવા ખોટા મન, વચન, અને કાયા એ રૂપ ત્રણ દંડથી વિરતિ કરે. આના બીજી રીતે ભેદ એ છે કે (૧) પૃથ્વી, (૨) જલ, (૩) અગ્નિ, (૪) પવન, (૫) વનસ્પતિ, (૬) લીંદ્રિય જીવ, (૭) ત્રદ્રય જીવ, (૮) ચતુરિંદ્રિય જીવ અને (૯) પંચેન્દ્રિય જીવ – આ નવવિધ જીવોની મન, વચન અને કાયાથી કરવા, કરાવવા અને કરનારને અનુમોદવારૂપ હિંસાવૃત્તિનો ત્યાગ તે નવ પ્રકારન. . તેમાં સરંભ, સમારંભ અને આરંભ ન થવા જોઈએ. (૧૦) અજીવ સંયમ – જે અજીવ વસ્તુને રાખવાથી, જેમ કે માંસ, મદિરા, સુવર્ણ, મોતી, શસ્ત્રાદિ, સંયમમાં કલંક લાગે તે ન રાખવાં. (૧૧) પ્રેક્ષા સંયમ. સર્વ જોઈને બીજ – જીવરહિત સ્થાનમાં સૂવું-બેસવું આદિ શારીરિક ક્રિયા કરવી તે. (૧૨) ઉપેક્ષા સંયમ - ઉપદેશથી કોઈપણ હિંસાદિમાં પ્રવૃત્તિ કરે તેવું ન બને તે માટે ઉદાસીન રહેવું તે, (૧૩) પ્રમાર્જન સંયમ – કોઈ સ્થાનમાં જવું, વસ્ત્રપાત્રાદિ ગ્રહણ કરવાં તો પુંજીને – પ્રમાર્જનથી કરવું. (૧૪) પરિષ્ઠાપના સંયમ - અનાદિ જીવરહિત સ્થલે પરઠવવા તે. (૧૫) મનઃ સંયમ – મનનાં દ્રોહ, ઈર્ષ્યા, અભિમાન ન કરવા અને ધર્મ-ધ્યાનાદિમાં પ્રવૃત્ત રહેવું તે, (૧૬) વચનસંયમ – હિંસાકારી કઠોર વચન ન બોલવાં, (૧૭) કાયાસંયમ - ગમનાગમન કરવામાં ઉપયોગપૂર્વક કાયાને પ્રવર્તાવવી તે. દશ વૈયાવૃજ્ય વૈયાવૃજ્ય એટલે સેવા. (૧) આચાર્ય–જ્ઞાનાચાર,દર્શનાચાર, ચારિત્રાચાર, તપાચાર, વીર્યાચાર એ પાંચ આચારના પાલનાર તે, (૨) ઉપાધ્યાય – જેની પાસે અધ્યયન કરાય તે, (૩) તપસ્વી (૪) નવદીક્ષિત શિષ્ય (૫) ગ્લાન સાધુ – સ્વરાદિ રોગવાળા, (૬) સ્થવિર – ધર્મમાં સ્થિર રહેનાર સાધુ, (૭) મનોજ્ઞ– જે સાધુ પોતાના જેવી સમાચારી પાળતા હોય તે, (૮) સંઘ – સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકા એ ચારેનો સમુદાય, (૯) કુલ – બહુ એક સરખા ગચ્છોના – સજાતિઓના સમૂહ. જેમકે ચંદ્રાદિ, (૧૦) ગણ-ગચ્છ – એક આચાર્યની વાચનાવાલા સાધુઓના સમૂહ. જેમકે કૌટિકાદિ. –આ દશેની વસ્ત્ર, સૂત્ર, પાણી, પાત્ર, સ્થાન આદિ આપીને સેવા-સુશ્રુષા કરવી તે. નવ બ્રહ્મચર્યગુપ્તિ આને બ્રહ્મચર્યની નવ વાડ કહેવામાં આવે છે : (૧) વસ્તી – સ્ત્રીપશુપંડક સંયુક્ત વસ્તીમાં ન રહેવું તે. (૨) કથા – કેવલ સ્ત્રીઓને જ – એકલી સ્ત્રીઓને ધર્મ દેશનારૂપ કથા ન કહે તથા સ્ત્રીની કથા ન કરે. (૩) આસન – સ્ત્રીની સાથે એક આસન પર તથા જે આસનથી સ્ત્રી ઊઠી હોય ત્યાં બે ઘડી સુધી ન બેસવું. (૪) ઇંદ્રિય – ઈદ્રિયોના વ્યાપારનો સ્ત્રી સંબંધે ઉપયોગ ન કરે એટલે નેત્રથી સ્ત્રીનાં અંગોપાંગ ન દેખે વગેરે. (૫) કુડ્યાંતર – ભીંત આદિને આંતરે સ્ત્રીપુરુષ મૈથુન સેવતાં હોય યા ૧. સરંભ – પ્રાણીના પ્રાણના વિનાશ કરવાનો સંકલ્પ કરવો તે. સમારંભ – જીવના પ્રાણને પરિતાપ ઉપજાવવો તે. આરંભ – જીવોના પ્રાણનો વિનાશ કરવો તે. Page #123 -------------------------------------------------------------------------- ________________ જૈન અને બૌદ્ધ મત : સંક્ષિપ્ત ઇતિહાસ અને સિદ્ધાંતો તેઓના શબ્દ સંભળાતા હોય ત્યાં ન રહેવું. (૬) પૂર્વક્રીડા પોતાના પૂર્વ ગૃહસ્થાશ્રમમાં સ્ત્રી સંબંધે સેવેલા પ્રસંગો ન સંભારવા. (૭) પ્રણીત અતિ ચીકાશવાળા દૂધ, ઘી, આદિ ધાતુપુષ્ટ પદાર્થો ન ખાવા, (૮) અતિ માત્રાહાર – અધિક આહાર ન કરવો. (૯) વિભૂષણાદિ – શરીરની વિભૂષા સ્નાન-વિલેપન-ધૂપાદિથી ન કરવી. ૧૦૨ જ્ઞાન, દર્શન અને ચારિત્ર (૧) જ્ઞાન – યથાર્થ વસ્તુનો યથાર્થ બોધ જે કરે તે જ્ઞાન; જ્ઞાનાવરણાય કર્મનો ક્ષય તથા ક્ષયોપશમ થવાથી ઉત્પન્ન થયેલો બોધ. શાસ્ત્ર – અંગોપાંગાદિનું જ્ઞાન (૨) દર્શન - જીવાદિ નવ તત્ત્વોમાં શ્રદ્ધા-તત્ત્વચિ. (૩) ચારિત્ર – સર્વ પાપના વ્યાપારોથી જ્ઞાન-શ્રદ્ધાનપૂર્વક નિવૃત્ત થવું તે. આ સર્વ વિરતિ છે કારણકે સાધુ સર્વવિરતિ અહિંસાદિ સર્વથા પાળે છે. ગૃહસ્થનું તેથી ઓછે અંશે ચારિત્ર છે કે જેને દેશિવરતિ કહેવામાં આવે છે, અને તે ગૃહસ્થધર્મમાં કહેવામાં આવશે. બાર પ્રકારનાં તપ તેમાં છ બાહ્ય અને છ અંતરંગ છે. છ બાહ્ય તપ તે (૧) અનશન ન ખાવું. (૨) ઊણોદરી – થોડું ખાવું (૩) વૃત્તિસંક્ષેપ – વૃત્તિને જરા સંયમમાં રાખવા-સંકોચવા માટે અનેક પ્રકારના નિયમ લેવા તે, (૪) રસત્યાગ – દૂધ દહીં, ઘી, તેલાદિ રસનો ત્યાગ કરવો, (૫) કાયક્લેશ - વીરાસન દંડાસન આદિ અનેક આસનોથી શરીરને કષ્ટ આપવું. (૬) સંલીનતા – પાંચ ઇંદ્રિયોને પોતપોતાના વિષયોમાં રોકવી – બીજામાં ન જવા દેવી. હવે બીજાં છ અંતરંગ તપ કહેવામાં આવે છે. (૭) પ્રાયશ્ચિત્ત - જે કાંઈ અયોગ્ય કામ કર્યું હોય તે ગુરુ પાસે કહી દંડ લેવો અને ભવિષ્યમાં ફરી તે પાપ ન થાય તેમ કરવું. (૮) વિનય -- ગુણાદિકવાળાનું બહુમાન કરવું. (૯) વૈયાવૃત્ત્વ પોતાનાથી ગુણાધિકની ભક્તિ કરવી. (૧૦) સ્વાધ્યાય અભ્યાસ કે જે પાંચ રૂપે છે ૧. વાચના – પોતે ભણવું, બીજાને ભણાવવું. ૨. પૃચ્છના - સંશય થતાં ગુરુને પૂછવું. ૩. પરાવર્ત્તના ભણેલું ફરીવાર-વારંવાર સ્મરણમાં લાવવું. ૪. અનુપ્રેક્ષા - ભણેલું તેનું – તેના તાત્પર્યનું એકાગ્ર ચિત્તથી ચિંતવન કરવું. ૫. ધર્મકથા ધર્મની કથા - કરવી તે.` (૧૧) ધ્યાન તજવાં અને તેમાં બે કુધ્યાન – આર્ત્ત અને રૌદ્ર ધ્યાન બે સધ્યાન ધર્મધ્યાન અને શુક્લધ્યાન અંગીકાર કરવાં (આનું સ્વરૂપ જૈન યોગમાં આપેલું છે). (૧૨) વ્યુત્સર્ગ - સર્વ ઉપાધિઓનો ત્યાગ કરવો. આ રીતે છ બાહ્ય અને છ અત્યંતર મળી ૧૨ જાતનાં તપ છે. ચાર નિગ્રહ - - — ક્રોધ, માન, માયા અને લોભ એ ચારેનો નિગ્રહ કરવો. આ પ્રમાણે ૫ મહાવ્રત, ૧૦ શ્રમણધર્મ, ૧૭ સંયમ, ૧૦ વૈયાવૃત્ય, ૯ બ્રહ્મચર્યગુપ્તિ, ૩ જ્ઞાનાદિ, ૧૨ તપ, ૪ ક્રોધાદિનો નિગ્રહ મળી ૭૦ ભેદ ચારિત્રના થયા તે ચરણસિત્તરી. ૧. આ પાંચેમાં શ્રવણ, મનન અને નિદિધ્યાસન એ અભ્યાસના ત્રણ અંગનો સમાવેશ થાય છે. - Page #124 -------------------------------------------------------------------------- ________________ સદ્ગુરુતત્ત્વ ૧૦૩ હવે કરણસિત્તરી કહીએ છીએ : ૪ પ્રકારે પિડવિશુદ્ધિ – આહાર, ઉપાશ્રય, વસ્ત્ર, અને પાત્ર એ ચાર વસ્તુને સાધુ ૪૨ દોષરહિત ગ્રહણ કરે છે. ૫ સમિતિ – સમ્યક પ્રવૃત્તિ (૧) ઈર્યાસમિતિ – ઇર્યા એટલે ચાલવામાં જીવની વિરાધના ન થાય એવી સમ્યક્ પ્રવૃત્તિ રાખવી, (૨) ભાષા સમિતિ – ભાષા હિતકર, મિત, સંદેહ વગરની પાપરહિત અને નિર્મીત અર્થવાળી બોલવી. (૩) એષણા સમિતિ – એષણા એટલે આહાર આદિ દોષ રહિત લેવો. (૪) આદાન નિક્ષેપ સમિતિ – વસ્તુને લેવામાં તેમજ ત્યાગવામાં સંભાળ રાખવી. (૫) ઉત્સર્ગ (પરિષ્ઠાપનિક સમિતિ – ઉત્સર્ગ એટલે મલમૂત્રનો ઉત્સર્ગ કરવામાં સમિતિ એટલે તેને જીવ વગરની ભૂમિમાં પરઠવવાં; ૩ ગુતિ – (ગુ – રક્ષા કરવી, રોકવું) જેના વડે સંસારથી રક્ષા થાય, યોગને રોકી શકાય તે. (૧) મનોસુમિ – પાપસહિત – સાવદ્ય સંકલ્પોનો નિરોધ, અસત્ ધ્યાનનો ત્યાગ. (૨) વચનગુતિ – વાણીનો નિયમ અથવા સર્વથા મૌન રહેવું તે. (૩) કાયગતિ – શારીરિક ક્રિયામાં શરીરચેષ્ટાનો નિયમ રાખવો. ૧૨ પ્રતિમા – નિયમ વિશેષા. એક માસની, કોઈ બે માસની એમ અમુક અમુક મુદત માટે અમુક ચોવિહાર આદિ નિયમ ગ્રહણ કરવા. તે. ૨૫ પ્રતિલેખના – એટલે મુહપતિ આદિ જે જે ઉપકરણો હોય તેને સંભારી જવી – ફેરવી જવી. ૪ અભિગ્રહ - દ્રવ્યથી, ક્ષેત્રથી, કાલથી અને ભાવથી કોઈ અભિગ્રહ એટલે નિયમવિશેષ ગ્રહણ કરવો તે. ૫ ઈદ્રિયોનો નિરોધ, અને ૧૨ ભાવના (૧) અનિત્ય (૨) અશરણ (૩) સંસાર (૪) એકત્વ (૫) અન્યત્વ (૬) અશુચિ (૭) આસ્રવ (૮) સંવર, (૯) નિર્જરા (૧૦) લોકસ્વરૂપ (૧૧) બોધિદુર્લભ (૧૨) ધર્મ-ભાવના. આમ ૪ પિંડવિશુદ્ધિ, ૫ સમિતિ, ૩ ગુતિ, ૧૨ પ્રતિમા, ૨૫ પ્રતિલેખના, ૪ અભિગ્રહ, ૫ ઇંદ્રિયનિરોધ અને ૧૨ ભાવના મળી ૭૦ કરણના ભેદ થાય તે કરણસિત્તરી. ભાવના સ્વરૂપ ઉપર કહેલી ૧૨ ભાવના ખાસ જાણવા યોગ્ય છે. એથી કર્મનો ક્ષય થાય છે તેથી તે “સંવર’ હોઈ મોક્ષના કારણભૂત છે. જેવો ભાવ તેવો જ કર્મનો બંધ કે અબંધ. તો તેનું સ્વરૂપ કહીએ (૧) અનિત્ય ભાવના – ગમે તેવું સુંદર શરીર, સ્ત્રી, પરિવાર આદિ સર્વ અનિત્ય છે તો તેમાં મમત્વ રહિત થઈ તૃષ્ણાનો નાશ કરવો ઘટે છે. (૨) અશરણભાવના – પિતા માતા પુત્રાદિ કોઈપણ શરણ થાય તેમ નથી. અને આ સંસાર કે જે મૃત્યુ આદિ ભયમાં પડેલો છે તેમાં આત્માને પોતા સિવાય બીજું કોઈ શરણ નથી. (૩) સંસાર ભાવના - સર્વ જીવો કર્મવશ થઈ ચોરાશી લાખ યોનિરૂપ – ચારગતિરૂપ સંસારમાં ભટક્યા કરે છે, અને અનેક દુઃખ સહન કરે છે. (૪) એકતા ભાવના – જીવ એકલો આવ્યો છે અને એકલો જશે, એકલો જ કર્મ કરે છે અને એકલા કર્મ ભોગવશે, પોતે જે-જે બીજાને માટે ગમે તેવી અનીતિથી ભેગું કરે છે તેનું ફલ પોતે જ ભોગવે છે, બાકી કોઈ પોતાનું નથી તેમ પોતાના માટે ફલ ભોગવે તેમ નથી. (૫) અન્યત્વ ભાવના – આ સંસારમાં સ્ત્રી, પુત્ર, ધન આદિ છે તે તું નથી તેમ તે તારાં નથી. તું બીજાથી અન્ય છો. કોઈ કોઈનું નથી. શરીરથી પણ તું અન્ય છે તો શરીરની પુષ્ટિ, તુષ્ટિ આદિ નકામું છે. (૬) અશુચિ ભાવના – આ શરીર મલિન Page #125 -------------------------------------------------------------------------- ________________ ૧૦૪ જૈન અને બૌદ્ધ મત : સંક્ષિપ્ત ઇતિહાસ અને સિદ્ધાંતો છે, અશુચિથી – મળમૂત્રમાં સરક્તમજાથી ભરેલું છે તેથી તેમાં મમત્વ ન રાખવું. (૭) આસ્રવ ભાવના – આસ્રવ એટલે જેનાથી કર્મો આવે છે તે એવા મિથ્યાત્વ અવિરતિ, કષાય, પ્રમાદ, અને યોગનો મૈત્રી, પ્રમોદ, કરુણા અને માધ્યસ્થ ભાવનાથી ત્યાગ કરવો કારણકે મિથ્યાત્વાદિથી વિશેષ સંસારમાં પરિભ્રમણ થાય છે. (૮) સંવર ભાવના – આમ્રવનો નિરોધ તે સંવર; ક્રોધને ક્ષમાથી, માનને મૃદુતાથી, માયાને સરલતાથી અને લોભને સંતોષથી જીતવાથી સંવર થાય છે, ઇન્દ્રિયોના ઈષ્ટ અનિષ્ટ વિષયોથી થતા રોગ દ્વેષ ત્યાગવા કે જેથી કર્મો આવતાં અટકે. (૯) નિર્જરા ભાવના - કર્મનો નાશ જે-જે અંશે થાય છે તે-તે અંશે નિર્જરા (કર્મનું ખરવું, જવું) થાય છે. આ તપ આદિથી થાય છે. (૧૦) લોકસ્વરૂપ ભાવના – લોકનું સ્વરૂપ કે જે મનુષ્પાકારે છે અને છ દ્રવ્યથી પરિપૂર્ણ છે તે ભાવવું. (૧૧) બોધિદુર્લભ ભાવના – અકામ નિર્જરાથી જીવ નિગોદમાંથી ઉત્ક્રાંત થઈ કેવી રીતે સમ્યકત્વ – બોધિ કે જે દુર્લભ છે તે પામે છે તેનું ચિંતન કરવું, તે જ સમ્યક્ત્વથી ધર્મની પ્રાપ્તિ છે. ધર્મની પ્રાપ્તિ એ બીજમાંથી મોક્ષ ફલ થાય છે, તેથી બોધિ વગર સર્વ નિપ્પલ છે એ વિચારવું. (૧૨) ધર્મ ભાવના – દુસ્તર સંસારસમુદ્ર તરવાને ધર્મ એ જ ઉપાય છે. વસ્તુનું સ્વરૂપ, આત્માનું સ્વરૂપ, તે આત્મધર્મ પામવા માટે દશ શ્રમણ ધર્મ અન્ય સર્વ ક્રિયા આદિનું જ્ઞાન પામવું અને પાલન કરવું એ જ ધર્મ છે એનું ચિંતન કરવું. આ સિવાય સાતમી આસ્રવ ભાવનામાં જણાવેલી ચાર મુખ્ય ભાવના છે ૧. મૈત્રી ભાવના – સર્વ પ્રત્યે સમાનભાવ. ૨. પ્રમોદભાવના – પોતાથી અધિક ગુણવાળા પ્રત્યે હર્ષપ્રમોદ કરવો. ૩. કરુણા ભાવના – રોગી દુઃખી પ્રત્યે કરુણાભાવ રાખવો અને ૪. માધ્યસ્થ ભાવના – અવિનીત આદિ પ્રત્યે તટસ્થ ભાવ રાખવો. ૩. સત્ ધર્મતત્ત્વ : આમાં સમ્યકત્વ, ગૃહસ્થનાં વ્રત, સાધુનાં વ્રત આદિનો સમાવેશ થાય છે. તે દરેક જુદીજુદી રીતે આ નિબંધમાં વિસ્તારથી આવી જાય છે તેથી અહીં તેનું પુનઃકથન કરવાની જરૂર નથી. કાલસ્વરૂપ આ જગતમાં કોઈપણ નાશ પામતું નથી એ જેટલી વૈજ્ઞાનિક સિદ્ધ થયેલી બીના છે તેટલી જ સિદ્ધ થયેલી બીના એ છે કે જડ વસ્તુનો નિરંતર ફેરફાર થયા જ કરે છે – પર્યાય ફર્યા જ કરે છે. કહ્યું છે કે : समए समए णंता परिवस॒तो उ वणमाईया । दव्वाणं पज्जाया होरत्तं तत्तिया चेव ।। – પંચકલ્યભાષ્ય. - સમયે સમયે દ્રવ્યોના વર્ણ ગંધ વગેરે અનંત પર્યાયો બદલ્યા જ કરે છે, અને અહોરાત્ર – રાત્રિ દિવસમાં તે પ્રમાણે તેટલા જ બદલે છે. Page #126 -------------------------------------------------------------------------- ________________ કાલસ્વરૂપ ૧૦૫ બદલવામાં પર્યાયોની વૃદ્ધિ પણ થાય અને હાનિ પણ થાય અને તે પ્રમાણે કાલના ભાગ પડે છે એટલે કે જે કાલમાં પદાર્થોને તે-તે પર્યાયો વડે પ્રથમ સમયથી આરંભીને નિરંતર વધાર્યા કરે તેનું નામ ઉત્સર્પિણી. (ઉત્સર્પતિ પ્રથમ સમયારણ્ય નિરંતરે વૃદ્ધિ નથતિ તૈલૈ: પર્યાવાનું તિ ઉત્સર્પિો : અને તેથી ઊલટું એટલે જેમાં હાનિ થાય તે અવસર્પિણી. હવે કાલનું પ્રમાણ અનંત છે, તો પણ એની સંખ્યા – હદ નિર્માણ કરવા માટે અમુક ભાગ કર્યા છે, તેમાં મોટામાં મોટો અને હદમાં આવી શકે તેવો ભાગ કલ્પી તેનું નામ “કાલચક્ર' કલ્પ રાખ્યું. ચક્ર એટલે પૈડું. એટલે કાલને પૈડાનું રૂપ આપ્યું. પૈડાના આરા જોઈએ તો કાલચક્રના બાર ભાગ પાયા, તેમાંના દરેકનું નામ ક્રમ પ્રમાણે પહેલો, બીજો એમ આર - આરો રાખ્યું. આ રીતે દ્વાદશાર કાલચક્રના દરેક આરા સરખા નથી, પણ તેમાં એવી ગોઠવણ છે કે પહેલા છ આરાની જેટલી કાલસ્થિતિ તેટલી જ બીજા છ આરાની કાલસ્થિતિ. આ રીતે કાલચક્રમાં બે સરખા ભાગ પડ્યા. તેમાં એકનું નામ પર્યાયોમાં વૃદ્ધિ થવાને લીધે શરીર, આયુ, તથા શુભ પરિણામોની વૃદ્ધિ થવાથી ઉત્સર્પિણી, જેમાં પ્રથમના છ આરા આવી ગયા, એ નામ રાખ્યું, અને બીજા છ આરાના સરખા ભાગનું નામ પર્યાયોમાં હાનિ થવાને લીધે અને તેને લીધે શરીર, આયુ, તથા શુભ પરિણામોની હાનિ થવાથી અવસર્પિણી નામ રાખ્યું. તે દરેકનો સમય દશ કોડાકોડી સાગરોપમ છે. એટલે ઉત્સર્પિણી અને અવસર્પિણી એ બે મળીને બાર આરાનું વીશ કોડાકોડી સાગરોપમનું કાલચક્ર થાય છે. આ બારે આરા અનુલોમ-પ્રતિલોમ ભાવથી આવે છે, એટલે જે ક્રમથી સુષમ સુષમા આદિ અવસર્પિણીમાં આવે છે, તેથી વિપરીત ક્રમથી અતિ દુઃષમા આદિ ઉત્સર્પિણીમાં આવે હવે ભરત ક્ષેત્રમાં હાલ ચાલતા અવસર્પિણીના છ આરા - કાળ સમય જોઈએ. તેનાં નામ ચડતા પડતા કાળાનુભાવ પ્રમાણે આ રીતે રાખવામાં આવ્યાં છે. ૧. સુષમસુષમા ચાર ક્રોડાકોડ (કોટાકોટી) સાગરોપમ ૨. સુષમાં ત્રણ ક્રોડાકોડ (કોટાકોટી) સાગરોપમ ૩. સુષમદુઃષમાં બે ક્રોડાકોડ ((કોટાકોટી) સાગરોપમાં ૪. દુષમસુષમાં એક ક્રોડાકોડ સાગરોપમ ઓછા ૪૨૦૦૦ વર્ષ ૫. દુઃષમાં ૨૧000 વર્ષ ૬. અતિ દુઃષમાં ૨૧000 વર્ષ દશ ક્રોડાકોડ સાગરોપમ. दस कोडाकोडीओ सागर नामाण हुंति पुन्नाओ । उस्सप्पिणी पमाणी तं चेवोसप्पिणीए ॥ १॥ छच्चव कालसमया हवंति ओसप्पिणीइ भरहमि । तासिं नाम विहत्तिं अहक्कम कितइस्सामि ॥ २॥ सुसमसुसमा य सुसमा तइया पुण सुसमदुस्समा होइ । दुसमसुसमा चउत्थी दूसइ अइ दूसमा छठी ।। ३ ।। Page #127 -------------------------------------------------------------------------- ________________ ૧૦૬ જૈન અને બૌદ્ધ મત : સંક્ષિપ્ત ઇતિહાસ અને સિદ્ધાંતો एए चेव विभागा हवंति उस्सपिणीइ छच्चेव ।। पडिलोमा परिवाडी नवरि विभागेसु नायव्वा ॥ ४ ।। सुसम सुसमाइ कालो चत्तारि हवंति कोडिकोडीओ। तिणि सुसमाइ कालो दुत्ति भवे सुसमदुसमाए ॥ ५ ॥ एक्का कोडाकोडी बायालीसाइ जा सहस्सेहिं । वासाण होई ऊणा दुसम सुसमाइ सो कालो ।। ६ ॥ अह दुसमाई कालो वास सहस्साई एकवीसं तु । तावइओ चेव भवे कालो अइ दुसमाए वि ॥ ७॥ અર્થ – દશ કોડાકોડી સાગરોપમ પૂરા થાય તે ઉત્સર્પિણી, અને તેટલા જ કાળની અવસર્પિણી પણ છે. ભરતક્ષેત્રમાં અવસર્પિણીના છ કાળ સમય થાય છે. તેમનાં અનુક્રમે નામો કહીએ છીએ. પહેલો સુષમસુષમા, બીજો સુષમાં, ત્રીજો સુષમદુઃષમા, ચોથો દુઃષમસુષમાં, પાંચમો દુઃષમા, અને છઠ્ઠો અતિ દુઃષમા. ઉત્સર્પિણીના પણ એ જ છ વિભાગો છે, પણ તે ઊલટા ક્રમે લેવાના છે. સુષમસુષમા ચાર કોડાકોડ સાગરોપમનો છે. સુષમા ત્રણનો અને સુષમદુઃષમા બેનો છે. બેતાલીશ હજાર વર્ષે ઊણા એક કોડાકોડ સાગરોપમ એ દુઃષમસુષમાનો કાળ છે. એકવીશ હજાર વર્ષનો દુઃષમાં છે. અને અતિ દુષમાનો કાળ પણ તેટલો જ છે. – ઉપદેશપદ, પૃ. ૧૪૭-૮ આ પ્રમાણે ઉત્સર્પિણીના ઊલટા ક્રમથી એટલે પહેલો અતિદુઃષમા, અને છેલ્લો સુષમસુષમા – એમ જાણવા. અહીં જણાવવું જોઈએ કે આ પૈકીનો અવસર્પિણી-દુઃષમ (પંચમ આરે – પંચમ કાળ) હાલ વર્તે છે. પરમાર્થમાર્ગથી મનુષ્ય મુક્તિ મેળવે છે. તે પરમાર્થમાર્ગ જે કાલમાં સુખેથી પ્રાપ્ત થાય તેનું નામ “સુષમ અને જે કાલમાં દુખેથી પ્રાપ્ત થાય તેનું નામ દુઃષમ' છે. આ બે શબ્દોની ઘટનાથી સુષમસુષમા, સુષમદુઃષમા, દુઃષમસુષમા, દુષમદુઃષમાં એ સામાસિક શબ્દો બંનેના ભાવને મિશ્રિત કરી દર્શાવવા પ્રયોજેલ છે. હમણાં ચાલુ વર્તમાનમાં ચાલતો કાલ પંચમકાલ' કહેવાય છે અને તે દુઃષમ છે. આ સંબંધી વિસ્તારપૂર્વક એક વિદ્વાન વિચારક એમ દર્શાવે છે કે : જિનાગમમાં આ કાળને દૂસમ' એવી સંજ્ઞા કહી છે, તે પ્રત્યક્ષ દેખાય છે; કેમકે “દુસમ' શબ્દનો અર્થ “દુઃખે કરીને પ્રાપ્ત થવા યોગ્ય' એવો થાય છે. તે દુઃખે કરીને પ્રાપ્ત થવા યોગ્ય તો એવો એક પરમાર્થમાર્ગ મુખ્યપણે કહી શકાય, અને તેવી સ્થિતિ પ્રત્યક્ષ જોવામાં આવે છે. જોકે પરમાર્થ માર્ગનું દુર્લભપણું તો સર્વ કાળને વિષે છે; પણ આવા કાળને વિષે તો વિશેષ કરીને કાળ પણ દુર્લભપણાના કારણ રૂપ છે. અત્ર કહેવાનો હેતુ એવો છે કે, ઘણું કરીને આ ક્ષેત્રે વર્તમાનકાળમાં પૂર્વે જેણે પરમાર્થમાર્ગ આરાધ્યો છે, તે દેહ ધારણ ન કરે – અને તે સત્ય છે, કેમકે જો તેવા જીવનો સમૂહ દેહધારીપણે આ ક્ષેત્રે વર્તતો હોય, તો તેમને તથા તેમના સમાગમમાં આવનારા એવા ઘણા જીવોને પરમાર્થમાર્ગની પ્રાપ્તિ સુખે કરીને થઈ શકતી હોત; અને Page #128 -------------------------------------------------------------------------- ________________ કાલસ્વરૂપ ૧૦૭ તેથી આ કાળને ‘દુસમ' કહેવાનું કારણ રહેત નહીં. આ રીતે પૂર્વારાધક જેનોનું અલ્પપણું એ આદિ છતાં પણ વર્તમાન કાળને વિષે જો કોઈપણ જીવ પરમાર્થમાર્ગની આરાધના ઈચ્છે, તો અવશ્ય આરાધી શકે, કેમકે દુઃખે કરીને પણ આ કાળને વિષે પરમાર્થમાર્ગ પ્રાપ્ત થાય એમ પૂર્વજ્ઞાનીઓનું કથન છે. | સર્વ જીવને, વર્તમાનકાળમાં, માર્ગ દુઃખે કરીને જ પ્રાપ્ત થાય, એવો એકાંત અભિપ્રાય વિચારવા યોગ્ય નથી. ઘણું કરીને તેમ બને એવો અભિપ્રાય સમજવો યોગ્ય છે; તેનાં ઘણાં કારણો પ્રત્યક્ષ દેખાય છે. પ્રથમ કારણ ઉપર દર્શાવ્યું છે કે, પૂર્વનું ઘણું કરીને આરાધકપણું નહીં. બીજું કારણ : તેવું આરાધકપણું નહીં તેને લીધે વર્તમાન દેહે તે આરાધક માર્ગની રીતિ પણ પ્રથમ સમજવામાં ન હોય; તેથી અનારાધક માર્ગને આરાધક માર્ગ માની લઈ જીવે પ્રવૃત્તિ કરી હોય છે. ત્રીજું કારણ : ઘણું કરીને ક્યાંક સત્સમાગમ અથવા સદ્ગુરુનો યોગ બને, અને તે પણ ક્વચિત્ બને. ચોથું કારણ ? અસત્સંગ આદિ કારણોથી જીવને અસગરઆદિનું ઓળખાણ થવું પણ દુષ્કર વર્તે છે, અને ઘણું કરીને અસરઆદિકને વિષે સત્ય પ્રતીતિ માની જીવ ત્યાં જ રોકાઈ રહે છે. પાંચમું કારણ : ક્વચિત્ સત્સમાગમાદિનો યોગ બને તો પણ બળ, વીર્યાદિનું એવું શિથિલપણું, કે જીવ તથારૂપ માર્ગ ગ્રહણ ન કરી શકે, અથવા ન સમજી શકે, અથવા અસત્યસમાગમાદિ, કે પોતાની કલ્પનાથી મિથ્યાને વિષે સત્યપણે પ્રતીતિ કરી હોય.” વળી તેઓ જ લખે છે કે : ઊતરતા કાળના પાંચમા આરામાં તેના દુષમપણાને લઈને કેવું વર્તન આ ભરતક્ષેત્રે થવું જોઈએ તેને માટે સત્પરષોએ કેટલાક વિચારો જણાવ્યા છે તે અવશ્ય જાણવા જેવા છે : એઓ પંચમકાળનું સ્વરૂપ મુખ્ય આ ભાવમાં કહે છે : નિગ્રંથ-પ્રવચન પરથી મનુષ્યોની શ્રદ્ધા ક્ષીણ થતી જશે. ધર્મનાં મૂળતત્ત્વોમાં મતમતાંતર વધશે, પાખંડી અને પ્રપંચી મતોનું મંડન થશે. જનસમૂહની રુચિ અધર્મ ભણી વળશે. સત્ય દયા હળવે હળવે પરાભવ પામશે. મોહાદિક દોષોની વૃદ્ધિ થતી જશે. દંભી અને પારિષ્ઠ ગુરુઓ પૂજ્યરૂપ થશે. દુષ્ટ વૃત્તિનાં મનુષ્યો પોતાના ફંદમાં ફાવી જશે. મીઠા પણ ધૂર્ત વક્તા પવિત્ર મનાશે. શુદ્ધ બ્રહ્મચર્યાદિક શીલયુક્ત પુરુષો મલિન કહેવાશે. આત્મિક જ્ઞાનના ભેદો હણાતા જશે. હેતુ વગરની ક્રિયા વધતી જશે. અજ્ઞાન ક્રિયા બહુધા સેવાશે; વ્યાકુળ વિષયોનાં સાધનો વધતાં જશે. એકાંતિક પક્ષો સત્તાધીશ થશે. શૃંગારથી ધર્મ મનાશે.” 3. કાળપરિમાણનું કોષ્ઠક – જૈનશાસ્ત્ર પ્રમાણે (૧) જ્યોતિષ એટલે પ્રકાશથી હોનાર જ્યોતિષ્ક દેવ એટલે સૂર્ય ચંદ્રમા આદિ નિત્યગતિવાલાથી કાલના ભેદ પડે છે. Page #129 -------------------------------------------------------------------------- ________________ ૧૦૮ જૈન અને બૌદ્ધ મત : સંક્ષિપ્ત ઇતિહાસ અને સિદ્ધાંતો તેઓની ભ્રમણસંચરણ વિશેષગતિ એ કાલના વિભાગમાં હેતુ છે. આથી મુહૂર્ત, દિવસ, રાત્રિ, પક્ષ, માસ, વર્ષ આદિ પડે છે, તેમાં જૈનશાસ્ત્રમાં આથી ઘણા સૂક્ષ્મ ભાગો પણ પાડેલા છે, અને તે નીચે પ્રમાણે : પરમસૂક્ષ્મ ક્રિયાવાનું, સર્વ કરતાં ઓછામાં ઓછી ગતિ પરિણત કરનાર એક પરમાણુ પોતાના અવગાહન ક્ષેત્રને જેટલા કાળમાં બદલે તેટલા – અતિ સૂક્ષ્મકાલને સમય કહે છે. આ સમયરૂપ કાલ ઘણો સૂક્ષ્મ હોવાથી પરમ પુરુષોને – સાધારણ પુરુષોની અપેક્ષાએ અતિશય સહિત જનોને – પણ દુર્ણોય છે. આ કાલ ભગવાન્ પરમાર્થ કેવલી (સર્વજ્ઞ) જ જાણી શકે છે. ભાષા કે શબ્દથી ગ્રહણ કે ઈદ્રિયના પ્રયોગનો અહીં અસંભવ છે. સંખેય સમય=૧ આવલિકા ૩૦ મુહૂર્ત ૧ રાત્રિદિન સંખેય આવલિકા=૧ ઉચ્છવાસ અને [ ૧૫ રાત્રિદિન=પક્ષ નિઃશ્વાસ=૧ પ્રાણ (બલવાનું, સમર્થ, ૨ પક્ષ (શુકલ અને કૃષ્ણ)=૧ માસ ઈદ્રિયસહિત, નીરોગ, યુવાનું અને ! ૨ માસઃ૧ ઋતુ સ્વસ્થ મનવાળા પુરુષનો) ૩ ઋતુ-૧ અયન ૧ પ્રાણ આને સમુચ્ચયે ઉચ્છવાસ ૨ અયન=૧ વર્ષ અગર શ્વાસ કહેવામાં આવે છે. પ વર્ષ=૧ યુગ ૭ પ્રાણ=૧ સ્ટોક ૮૪ લાખ વર્ષ=૧ પૂર્વાગ ૭ સ્તોક=૧ લવ ૮૪ લાખ પૂવગ=૧ પૂર્વ ૩૮. લવ=૧ નાલિકા ૮૪ લાખ પૂર્વ=સંખેય કાલ ૭૭ લવ=ર નાલિકા=૧ મુહૂર્ત આ પછી નિર્ણત કરેલા કાલવિભાગને ઉપમાથી કહે છે : ૧ પલ્યોપમકાલ – એક યોજન (ચાર ગાઉ) લાંબી તથા એક યોજન ઊંચી એક વૃત્તાકાર પલ્ય (રોમગર્ત-ખાઈ)ને એક રાતથી તે વધારેમાં વધારે સાત રાત સુધીમાં જન્મેલાં ઘેટાં આદિ પશુઓના વાળથી ગાઢ રૂપે ઠાંસીઠાંસીને પૂર્ણ ભરી હોય, ત્યાર પછી સો-સો વર્ષ પછી એક-એક વાળ તે ખાઈમાંથી કાઢવામાં આવે અને તેમ કરતાં જેટલા કાલમાં તે ખાઈ સાવ ખાલી થઈ જાય તેને એકપલ્યોપમ કાલ કહેવામાં આવે છે. ૧૦કોટાકોટીપલ્યોપમ=૧ સાગરોપમકાલ ! દરેકની અંદર છ આરા હોય છે તે ઉપર ૧૦ કોટાકોટી સાગરોપમ =૧ અર્ધકાલચક્ર | સમજાવેલ છે. (કે જેને તેમાં પર્યાયોની હાનિ થવાને લીધે | ૧ ઉત્સર્પિણી ને ૧ અવસર્પિણી કાલચક્ર અવસર્પિણી અને વૃદ્ધિ થવાને લીધે - શ્રી તત્ત્વાર્થ સૂત્ર ઉત્સર્પિણી કહેવામાં આવે છે) - આ | ૪. આની સાથે હિંદુશાસ્ત્રની કાલગણના સરખાવીએ. ' કમળની ૧૦૦ પાંખડીઓ એક ઉપર એક ગોઠવી, તેમાં સોય ઉપરથી નીચે સુધી એવી રીતે ભોંકવી કે, બધી પાંખડીઓ ભોંકાઈ જાય. એમ કરવાથી દરેક . Page #130 -------------------------------------------------------------------------- ________________ કાલસ્વરૂપ ૧૦૯ પાંખડીને વીંધાતા-ભોંકાતાં જે સૂક્ષ્મ વખત લાગે છે તેને ક્ષણ કહેવામાં આવે છે. એવી ૮ ક્ષણ=૧ લવ ૩ ગુર=૧ સ્તુત ૮ લવ=૧ કાષ્ઠા ૨ ગુરુ અથવા | = ૧ કાકપદ કે ૮ કાષ્ઠા=૧ નિમેષ ૪ લઘુ દ્વિગુરુ ૮ નિમેષ=૧ કલા ૨ કાકપદ=૧ હંસપદ, ૨ કલા=૧ ત્રુટિ ૨ હંસપદ-૧ મહાહંસ ૨ ત્રુટિ=૧ અણુ કે અનાદ્વૈત ૧૦ પ્લત=૧ પળ ૨ અણુ-૧ કુત ૬૦ પળ=૧ ઘડી (ઘટિકા) ૨ કુત=૧ લઘુ (માત્રા) અક્ષર ૬૦ ઘડી-૧ દિવસ ૨ લઘુ-૧ ગુરુ માસ, વર્ષ, યુગ, મવંતર, કલ્પ વગેરે કાળનાં મહાનું પરિમાણ છે. કોઈ હિંદુ, પ્રાચીન ઋષિમુનિઓએ કાળનું માહાભ્ય ઘણું કહ્યું છે : कालः कलयते लोकं कालः कलयते जगत । कालः कलयते विश्वं तेन कालोऽभिधीयते ।। सर्गपालन संहर्ता, स कालः सर्वतः समः । कालेन कल्प्यते विश्वं, तेन कालोऽभिधीयते ।। काल: सृजति भूतानि कालः संहरते प्रजाः । काल स्वपिति जागर्ति कालो हि दुरतिक्रमः ।। कालस्य वशगाः सर्वे देवर्षिसिद्ध किन्नराः । कालो हि भगवान् देवः स साक्षात्परमेश्वरः ।। ભાવાર્થ – કાળથી સર્વ લોકની અને જગતુની કલના કરાય છે, તેમજ સર્વ વિશ્વની કલના – ગણના કરવામાં આવે છે તેથી કરીને 'કાળ' કહેવાય છે. સૃષ્ટિની ઉત્પત્તિ, સ્થિતિ અને સંહાર કરનાર જે કાળ તે સર્વ સ્થળે સમાન છે. એ કાળથી વિશ્વની કલ્પના કે કલના કરાય છે તેથી જ ‘કાળ' કહેવાય છે. કાળ સર્વ ભૂતોને ઉત્પન્ન કરે છે. પ્રજાને સંહારે છે, તે જ કાળ જાગ્રત, સ્વપ્ન, નિદ્રા એ ત્રણે અવસ્થાઓમાં દુરતિક્રમ છે. દેવો, ઋષિઓ, સિદ્ધો, કિન્નરો એ સર્વ કાળને જ વશ છે ! એવો ભગવાન્ કાળ તે જ સાક્ષાત્ પરમેશ્વર છે. પ. કાલનાં ઉપકાર (accessories) શું છે તો શ્રી ઉમાસ્વાતિ સૂત્રકાર જણાવે છે કે : वर्तना परिणामः क्रिया परंत्वापरत्वे च कालस्य (अ.५ सू.२२) વતના, પરિણામ, ક્રિયા, પરત્વ અને અપરત્વ એ કાલનાં ઉપકાર છે. વતના – સર્વ પદાર્થોની વર્તના છે તે કાલને આશ્રયીને રહેલી વૃત્તિ છે અર્થાત્ સંપૂર્ણ પદાર્થોની ઉત્પત્તિ, તથા સ્થિતિ કે જે પ્રથમ સમયને આશ્રયીભૂત છે તે વર્તના. પરિણામ – આ બે પ્રકારનાં છે. (પરિણામ એટલે વસ્તુનો ભાવ-સ્વભાવ) તત્ત્વાર્થ અ પ. . ૪૧ ૧. અનાદિપરિણામ. મા અરૂપી-દ્રવ્ય (ધર્મ, અધર્મ, આકાશ અને જીવ)માં હોય છે. Page #131 -------------------------------------------------------------------------- ________________ ૧૧૦ જૈન અને બૌદ્ધ મત : સંક્ષિપ્ત ઇતિહાસ અને સિદ્ધાંતો ૨. આદિમાન્ (સાદિ) પરિણામ. આ રૂપીદ્રવ્યમાં હોય છે. તે અનેક પ્રકારનાં હોય છે જેમકે સ્પર્શ પરિણામ, રસ પરિણામ, ગંધ પરિણામ વગેરે. - તત્ત્વાર્થ અ. ૫ સૂ. ૪૨-૪૩ ક્રિયા–અર્થાત્ ગતિરૂપ ક્રિયા પણ કાલના જ ઉપકાર રૂપે છે. તે ત્રણ પ્રકારે છે. ૧. પ્રયોગગતિ – પુરુષપ્રયત્નજન્ય ૨. વિશ્રસાગતિ – સ્વયં પરિપાકજન્ય ૩. મિશ્રિકા-મિશ્રકા – ઉભય (૧-૨)જન્ય. પરત્વ અને અપરત્વ – ત્રણ પ્રકારનાં છે. ૧. પ્રશંસાકૃત. જેવી રીતે ધર્મ પર છે, જ્ઞાન પર છે, તથા અધર્મ અપર છે, અજ્ઞાન અપર છે. ૨. ક્ષેત્ર (દેશ)કૃત - એક દેશકાલમાં પહેલા બે પદાર્થો જે દૂર રહેલ હોય તે પર છે, જે સમીપ હોય તે અપર છે. ૩. કાલકત. જેમકે સોળ વર્ષ કરતાં સો વર્ષવાળો પર છે, આ સો વર્ષવાળા કરતાં સોળ વર્ષવાળો અપર છે. આ સર્વમાં પ્રશંસાકૃત પરત્વાપરત્વ અને ક્ષેત્રકૃત પરત્વાપરત્વ સિવાય બાકી બધું વર્તનાદિ સર્વ એટલે વર્તન, પરિણામ, ક્રિયા અને કાલિક પરત્વાપરત્વ કાલકૃત છે – કાલે ઉપજાવેલું છે, કાલની સાથે રહેલ છે. આત્માને કર્મનો સંયોગ સ્વભાવમાં આત્મા પરિણમે તો મોક્ષ છે, વિભાવ-પરભાવમાં પરિણમવું તે બંધ છે. જેટલા અંશે પરભાવથી છુટાય તેટલા અંશે કર્મથી મોક્ષ છે, અને સવશે પરભાવથી છુટાવું તે સંપૂર્ણ મોક્ષ છે. જે જે અંશે નિરપાલિકપણું, તે તે અંગે જાણો ધર્મ અહીં ધર્મ ‘આત્માનો સ્વભાવ એ અર્થમાં છે. બંધ અને મોક્ષ એ બંને આત્માના અવસ્થાવિશેષ છે. જેનાથી કર્મનો બંધ થાય છે તે મિથ્યાત્વ, અવિરતિ, કષાય, અને યોગ – એને આસ્રવ કહેવામાં આવે છે. કષાયથી અનુરંજિત યોગ પ્રવૃત્તિ વડે આત્મા દ્રવ્યકમને આકર્ષી તે વડે બંધાય છે, અને તે કર્મના ઉદયકાળે વ્યાકુળતાને અનુભવે છે. સુખદુઃખાદિ વેદવાનું મૂળ કારણ કર્મબંધ છે, અને તેનો નિઃશેષ - બીજસહિત નાશ થયા પછી આત્મા પોતાના સ્વાભાવિક સ્વરૂપમાં આવી શકે છે. આ સ્વભાવ-અવસ્થા એ જ પરમહિત – સર્વોત્કૃષ્ટ કલ્યાણ છે, અને તે પ્રાપ્ત કરવાનો ઉપાય એ જ આ મનુષ્યત્વનો પ્રધાન ઉદ્દેશ હોવો જોઈએ. આ સિવાયની સર્વ પ્રવૃત્તિઓ આ પ્રધાન કર્તવ્યને જેટલે અંશે ઉપકારક થાય તેટલે જ અંશે સફળ છે. કેવા આચરણ વડે આત્મા પોતાના સ્વભાવમાં પ્રવર્તે ? જે નિમિત્તો વડે આત્માનું પરભાવમાં અનુરંજન થાય તે નિમિત્તોની સત્તાને કેવા ઉપાયોથી ક્ષીણ કરવી ? – આવી વિચારણા પ્રત્યેક મુમુક્ષુ આત્માને ઊપજે છે. Page #132 -------------------------------------------------------------------------- ________________ આત્માને કર્મનો સંયોગ ૧૧૧ કર્મનો અનાદિ સંયોગ આત્મા અને કર્મનો સંયોગ કાળની “આદિમાં થયો હતો. કાળની આદિ કદી સંભવે ? સમય, આવલિ, ઘડી, દિવસ, માસ, વર્ષ, પલ્યોપમ, પરાવર્તન – એ સર્વ કાળની ઉપચારપૂર્વક કરેલી વ્યવહારઘટના છે, અને મનુષ્યોએ પોતાની સગવડ માટે જ કરેલી કલ્પનાઓ છે. કાળના તે સ્વાભાવિક - નિશ્ચયે ભેદ નથી, અને તેથી તે સર્વને શાસ્ત્રકારે વ્યવહાર-કાળ કહેલ છે. નિશ્ચયસ્વરૂપે કાળનું ઝરણ અનાદિ અનંત છે. તે ઝરણની ઉત્પત્તિ કે નાશ છે જ નહીં. આથી આત્મા અને કર્મનો સંબંધ કાળની આદિમાં થયેલો – કાળના ઝરણની ઉત્પત્તિનો સદભાવીજ કહીએ તો તેનો અર્થ એ જ છે કે તે સંયોગ અનાદિ છે. કોઈપણ કાળે કર્મ અને આત્મા ન્યારાં હતાં જ નહીં. કાળની આદિથી – અનંતકાળ પહેલાંથી [અનાદિકાળથી] તે બંને એક બંધનરૂપ છે. સમયે સમયે તે કર્મવર્ગણાનું છૂટું થવું અને નવું મળવું થયા જ કરે છે. આત્મા અને કર્મનો સંયોગ અનાદિ છે. “સંયોગ' એ શબ્દ આ સ્થળે વ્યવહારના વ્યતિકરોની માફક આદિને સૂચવનાર નથી. વ્યવહારમાં સામાન્ય રીતે “સંયોગ' શબ્દ પૂર્વયોગને લક્ષીને વપરાય છે – એટલે જ્યારે પ્રથમ બે વસ્તુઓ જુદી હોય અને પાછળથી ભેગી થાય ત્યારે તે સંયોગ પામી એમ વ્યવહારમાં કહેવામાં આવતું જોવામાં આવે છે, પરંતુ કર્મ અને આત્માના સંયોગમાં તેમ નથી. અહીં “સંયોગ' શબ્દ વાપરવામાં આત્મા અને કર્મ એ બંને નિશ્ચયે ભિન્ન છે એ બતાવવાનો આશય છે. બંનેનું ભિન્ન સ્વરૂપ : આત્મા જ્ઞાતા – દ્રષ્ટા છે, ઇંદ્રિયાતીત, અમૂર્તિક, અસંખ્યાત પ્રદેશી એક દ્રવ્ય છે, જયારે તેથી ઊલટું કદ્રવ્ય પૌગલિક, મૂર્ત-જડ પિંડ છે. તે બંને દ્રવ્યો અત્યંત ભિન્નભિન્ન સ્વભાવી છે - બંને એક પ્રદેશાવગાહી છતાં સ્વરૂપ-સ્વભાવે નિરાળા જ છે. આત્માનો એકપણ પ્રદેશ કર્મરૂપ, અને કર્મનું એક પણ પરમાણુ આત્મરૂપ થતું નથી. સોનું અને રૂપું એ બંને ધાતુઓ ભિન્ન છે. તે બંનેને એક પાત્રમાં ઓગાળી ઢાળ પાડ્યા છતાં સોનું એ પોતાના પીળાપણાના ગુણસહિત, રૂપું કે જેનો ગુણ શ્વેતત્વ છે તેથી ભિન્ન જ છે અને તેજાબના પ્રયોગથી બંનેને જુદા પાડી શકાય છે, તેવી જ રીતે આત્મા અને કર્મનો અત્યારે એક ઢાળ પડી રહ્યો છે. છતાં સ્વભાવે બંને દ્રવ્ય પોતપોતાના સ્વરૂપમાં જ છે. સર્વશની દષ્ટિએ તે ભિન્ન પ્રત્યક્ષપણે દેખાયા હોવાથી જ તેમનો સંયોગ વર્ણવ્યો છે. – એટલેકે સંયોગ શબ્દ એ અપેક્ષાને જ અત્ર સૂચવે છે. જીવ અનાદિ છે તેમ કર્મ પણ પ્રવાહરૂપે અનાદિ છે. જીવ અને કર્મના સંબંધની યોગ્યતા તે સહજ પણ છે. જીવ અનાદિ છતાં પણ કર્મસંબંધયોગ્યતા વગર હોઈ શકતો જ નથી. જો જીવમાં કર્મસંબંધની યોગ્યતા ન હોય તો, તેને જ્ઞાનાચરણાદિ વ્યવહારનો જ અસંભવ થાય, બીજા અનેક દોષ નામે અતિપ્રસંગ, અતિવ્યાપ્તિ આવે, અને તેમ હોય તો અનાદિમાનું એવા મુક્ત તે યોગ્યતારહિત સતે પણ પુનઃ બંધમાં પડશે, કારણકે બંધ, યોગ્યતાની અપેક્ષા વિના સ્વતઃ જ પ્રવર્તશે. જ્યારે યોગ્યતા ન માનીએ તો જે કારણથી અમુક્તને બંધનો સદ્ભાવ યોગ્યતા વિના પણ માન્યો, તે Page #133 -------------------------------------------------------------------------- ________________ જૈન અને બૌદ્ધ મત : સંક્ષિપ્ત ઇતિહાસ અને સિદ્ધાંતો કારણથી મુક્તને પણ તે અમુક્તજનોની પેઠે જ બંધ માનવામાં શો બાધ છે ? આથી જોકે આત્મા અનાદિ છે તોપણ તેનામાં કર્મસંબંધયોગ્યતા પણ અવશ્ય અનાદિથી સ્વભાવસિદ્ધ માનવી જોઈએ. એમ બંધ પણ પ્રવાહરૂપે અનાદિ થયો. આ પર વિશેષ સમર્થન કરતાં કહેવાનું કે અન્ય મુક્તિમાર્ગાવલંબી મતવાળા નામે સાંખ્યયોગાદિના પ્રણેતા પુરુષ અને પ્રકૃતિના યોગથી સંસારનો સંભવ માને છે. તેમના મતમાં પણ પુરુષને જે ‘દિદક્ષા’ નામ જોવાની ઇચ્છા અર્થાત્ પ્રકૃતિમાં વિલાસ અનુભવવાની ઇચ્છા તે જ ‘ભવબીજ’ – સંસારનું કારણ છે, અને તે જૈને કહેલી કર્મસંબંધયોગ્યતા જ છે. આમ અન્ય મતોમાં પણ તેનો સ્વીકાર છે - અર્થાત્ એને સ્વીકાર્યા વગર ચાલે તેમ નથી. ૧૧૨ નિમિત્તનૈમિત્તિક સંબંધ કર્મ અને આત્માનો સંબંધ નિમિત્તનૈમિત્તિક છે. જે કાળે કર્મરૂપી નિમિત્ત ઉદયમાન થાય તે કાળે આત્મા સ્વરૂપથી ભ્રષ્ટ થાય છે એટલે વિભાવ પરિણામને ભજે છે. આમ થવામાં કર્મનો આત્મા ૫૨ બળાત્કાર થાય છે એમ સમજવાનું નથી. કર્મ તો માત્ર વિભાવનું નિમિત્ત પૂરું પાડે છે, અને આત્મા તે નિમિત્તની સત્તાથી પરાભવ પામી વિભાવમાં પરિણમે છે તે પોતાની નિર્બળતા છે. જેવી રીતે સૂર્યના ઉદયકાળે ચક્રવાક અને ચક્રવાકી પક્ષીઓ મૈથુનભાવમાં યોજાય છે, અને તેમ થવામાં સૂર્યનો ઉદય માત્ર નિમિત્તક છે, તેવી જ રીતે આત્માનું પરભાવમાં અનુરંજિત થવામાં ઉદયમાન કર્મે ફક્ત નિમિત્ત જ છે. મોહનીય કર્મના ઉદયકાળે તે મોહનીય કર્મ કષાયનું નિમિત્ત રજૂ કરે છે, પણ તેમાં બળાત્કારે કોઈપણ કષાયમાં આત્માને યોજવાની સત્તા નથી. જેવી રીતે નાટ્યગૃહો, હોટેલ, મીઠાઈની દુકાનો વગેરે રસ્તે ચાલ્યા જનારને નાટક જોવાનું, ચા-કૉફી પીવાનું, અને મિષ્ટ આહાર લેવાનું માત્ર નિમિત્ત જ પૂરું પાડે છે, પરંતુ બળાત્કારથી તે નિમિત્તો તત્પ્રાયોગ્ય કાર્યમાં તેને યોજતા નથી, તેવી જ રીતે ઉદયમાન કર્મ પણ તેવાં નિમિત્ત પૂરાં પાડે છે, પણ બળાત્કારે એક્કે કાર્ય કે ભાવમાં યોજતાં નથી. કર્મનો ભોગ અને બંધ જૂનાં કર્મ ભોગ દ્વારા નીરસ થઈ ખરી પડે છે અને નવાં કર્મ રાગાદિક ભાવ વડે કર્મરૂપે પરિણમે છે. જે રાગાદિક ભાવ વડે આત્મા નવીન કર્મવર્ગણાને આકર્ષે છે તે પરિણામવિશેષ એ ભાવકર્મ છે, અને તે વડે ખેંચાયેલ કાર્યણવર્ગણા એ દ્રવ્યકર્મ છે. કૃત્યકર્મ અને ભાવકર્મ એકબીજાનાં કારણભૂત છે, અર્થાત્ રાગાદિક કષાયની ઉત્પત્તિમાં (ભાવકર્મની ઉત્પત્તિમાં) પૂર્વે ઉપાર્જેલું દ્રવ્યકર્મ નિમિત્તભૂત છે. તે દ્રવ્યકર્મ જ્યારે ફલ આપવાને ઉદયમાન થાય છે ત્યારે આત્મા રાગાદિકમાં પ્રવર્તે છે. તે પ્રવર્તનમાં દ્રવ્યકર્મ નિમિત્ત છે. વળી તે રાગાદિકમાં પરિણમનથી ફરી દ્રવ્યકર્મ બંધાય છે. રાગાદિકમાં પરિણમન એ પુનઃ ભાવકર્મ છે, અને તે વડે નવીન કર્મને આત્મા આકર્ષે છે. આ પ્રમાણે દ્રવ્યકર્મના ઉદયકાળે ભાવકર્મમાં પરિણમન અને તે પણિમનથી નવીન દ્રવ્યકર્મનું ઉપાર્જન, પુનઃ તે દ્રવ્યકર્મનું ઉદયપણું, અને તે નિમિત્તે વિભાવમાં Page #134 -------------------------------------------------------------------------- ________________ આત્માને કર્મનો સંયોગ ૧૧૩ પરિણમન એમ કારણ-કાર્યની સાંકળ લંબાયા જ કરે છે. રાગાદિકની ઉત્પત્તિ એ પૂર્વે ઉપાર્જેલાં દ્રવ્યકર્મનાં નિમિત્તથી જ થાય છે. જો નિમિત્ત વિના તે ઉત્પન્ન થાય તો તે રાગાદિકને આત્માનો સ્વભાવ માનવો પડે અને તેથી મુક્ત આત્માઓમાં પણ રાગાદિક સંભવે. જે કાંઈ નિમિત્ત વિના હોય તેનું નામ સ્વભાવ' છે. મુક્ત આત્માઓ છે તેણે નિમિત્તનો આત્યંતિક – તદ્દન નાશ કરેલ છે તેથી તેમને પરભાવમાં પરિણમવું પડતું નથી. આથી તેઓ કાળના અંત સુધી મુક્ત છે. જે વીર્યવાનું આત્માઓ નિમિત્તની સત્તાને વશ નથી તેઓ અલ્પકાળમાં પરમ પુરુષાર્થની સિદ્ધિ કરી શકે છે. જોકે ઉદયમાન કર્મ તો તેમને અને બાળજીવોને બંનેને એકસરખું ભોગવવું પડે છે તોપણ તે બંનેની ભોગવવાની ક્રિયામાં ફેર છે. બળવાનું આત્માઓ માત્ર થોડા કાળમાં ફલાભિમુખ થયેલ કર્મને નિઃસત્ત્વ કરી ફેંકી દે છે. આઠે કર્મમાં મોહનીય કર્મ એ અન્ય કર્મોનું જનક અને પોષણ છે – તેના વડે જ અન્ય સર્વ કર્મોને પોષણ મળે છે. આથી જ્ઞાની પુરુષો તે મોહનીય કર્મના ઉદયકાળે બહુ સાવધ રહી તેનાથી પ્રજ્ઞ થયેલા નિમિત્તમાં અલ્પ પણ રંજનપણું ન પામતાં થોડા કાળમાં તેને ભોગવી લે છે અને ભાવકર્મ ઘડતા નથી. આથી બીજાં ત્રણ ઘાતકર્મને નવું પોષણ મળતું નથી, અને તેથી તે ત્રણે કર્મ પોતાની સ્થિતિ પ્રમાણે ઉદયમાન રહી વિખરાઈ જાય છે. છેવટે તે જ્ઞાની પુરુષ પરમસિદ્ધિને વરે છે. મોહનીયના ઉદય કાળે આત્મા જો ત~ાયોગ્ય કષાયભાવમાં ન યોજાતાં, તેનાથી પ્રગટ થતાં નિમિત્તમાં આત્મબંધ પરિણામે ન પરિણમતાં, તટસ્થ રહી જ્ઞાતા-દ્રષ્ટાપણે સમભાવે તેને ભોગવી - વેદી લે તો તે આત્મભાવના તારતમ્ય (જૂનાધિકા) અનુસાર ઓછા વધુ કાળમાં તે કર્મનો નાશ કરે છે, અને ફરીથી કાર્યકારણની સાંકળ લંબાતી નથી. આ પ્રમાણે કમ અને આત્માનો સંબંધ માત્ર નિમિત્ત-નૈમિત્તિક છે. બળવાનું આત્માઓ આત્મવિજયથી (Self-mastery) ખેદ વગર કર્મને સ્વીકારી નવાં કર્મ ન બંધાય તે રીતે તે ઉદયમુખ થયેલ કર્મને અલ્પકાળમાં ભોગવી લે છે. કર્મસ્વરૂપ : આઠ કર્મો જીવના અનેક ગુણો છે તેમાંથી કેટલાક થોડા ગુણ એવા છે કે જેનો કર્મ સાથે સંબંધ છે; અને તેમાં પણ કેવલ પાંચ ગુણ પ્રધાન છે : (૧) ચેતના, (૨) વીર્ય, (૩) સુખ, (૪) સમ્યક્ત્વ અને (૫) ચારિત્ર. (૧) આત્માની જે શક્તિથી પદાર્થોનો પ્રતિભાસ થાય છે તેને “ચેતના” કહેવામાં આવે છે. તે ચેતનાના વિષયના ભેદથી બે પ્રકાર છે : ૧. જે સમયે ચેતનામાં પદાર્થસામાન્યનો પ્રતિભાસ થાય છે તે સમયે તે ચેતનાને ‘દર્શનકહેવામાં આવે છે, અને ૨. જે સમયે તે ચેતનામાં પદાર્થવિશેષનો પ્રતિભાસ થાય છે તે સમયે તે ચેતનાને “જ્ઞાન” કહેવામાં આવે છે. દર્શનચેતના અને જ્ઞાનચેતના એ બેને “દર્શન ઉપયોગ અને જ્ઞાન ઉપયોગ” પણ કહેવામાં આવે છે. દર્શન નિર્વિકલ્પક છે અને જ્ઞાન સવિકલ્પક છે (૨) બળને “વીર્ય ગુણ કહેવામાં આવે છે. Page #135 -------------------------------------------------------------------------- ________________ ૧૧૪ જૈન અને બૌદ્ધ મત : સંક્ષિપ્ત ઇતિહાસ અને સિદ્ધાંતો (૩) આકુલતાની નિવૃત્તિપૂર્વક આહ્લાદાત્મક આત્માનો ગુણવિશેષ તે ‘સુખ’છે. (૪) સત્ય પદાર્થોમાં વિશ્વાસને - શ્રદ્ધાને સમ્યક્ત્વ’ ગુણ કહે છે. (૫) હિંસા, જૂઠું બોલવું, ચોરી, મૈથુન અને ધનકુટુંબાદિકમાં મમત્વરૂપ બાહ્યક્રિયા (પરિગ્રહ), તથા યોગ (પંચ સ્કંધોને ગ્રહણ કરવાની શક્તિ. જીવને પુદ્ગલ સાથે જોડનારી શક્તિ-યુજ્=જોડવું એ ધાતુ પરથી), અને કષાય (કપ્ સંસાર અને આય - લાભ, જેથી સંસારપ્રાપ્તિ થાય એવા ક્રોધ, માન, માયા, અને લોભ) રૂપ અત્યંતર ક્રિયાની નિવૃત્તિથી પ્રાદુર્ભૂત આત્માનો ગુણવિશેષ તે ‘ચારિત્ર’ છે. = : આ ગુણો સાથે કર્મનો સંબંધ જોઈએ ઃ ગુણને કેટલાંક કર્મો ઘાતક હોય છે અને કેટલાંક ઘાતક હોતાં નથી, અને તે પ્રમાણે ઘાતી અને અઘાતી એવા કર્મના બે ભેદ પાડવામાં આવ્યા છે. જે આત્માના ગુણના ઘાતક હોય તે ‘ઘાતી' કર્મ કહેવાય છે, અને જે કર્મ જીવના ગુણોનો ઘાત ન કરે, પણ શરીર આદિ તથા ઇષ્ટઅનિષ્ટ પદાર્થોનો સંયોગવિયોગ આદિ જીવને પ્રાપ્ત કરાવે છે તેને ‘અઘાતી’ કર્મ કહેવામાં આવે છે. ઘાતી કર્મ ચાર પ્રકારનાં છે ઃ જ્ઞાનાવરણ, દર્શનાવરણ, મોહનીય અને અંતરાય. - જ્ઞાનને (મતિ આદિ પાંચ જ્ઞાનને) આવરે, તેનું આચ્છાદન કરે, તેનો ઘાત કરે તે ‘જ્ઞાનાવરણ’, ચક્ષુ આદિ સામાન્ય બોધને – દર્શનને જે આવરે – તેનું આચ્છાદન કરે, તેનો ઘાત કરે તે ‘દર્શનાવરણ’. આમ જ્ઞાનાવરણીય અને દર્શનાવરણીય કર્મથી આત્માની જ્ઞાન-ચેતના અને દર્શનચેતના અપ્રગટ રહે છે, અને તે કર્મનો જે અંશમાં ક્ષયોપશમ હોય તે અનુસાર કિંચિત્ જ્ઞાન અને દર્શન શક્તિની વ્યક્તતા થાય છે. આત્માની હાલની શક્તિ એ કર્મના અભાવથી નહિ પણ ક્ષયોપશમથી જ પ્રગટ થયેલી છે. સાંસારિક વૈભવ-સુખ-દુઃખ આદિ કર્મના આગમજન્ય છે, પરંતુ જ્ઞાન-શક્તિ કર્મના ક્ષયોપશમજન્ય છે. એ વાત બુદ્ધિમાને ખાસ લક્ષમાં રાખવા યોગ્ય છે. જે અંતર=વચમાં આવવું અર્થાત્ લાભાદિના વચમાં આવે – વિઘ્નભૂત થાય એટલે લાભાદિ જીવને પ્રાપ્ત થતાં અટકાવે, મતલબ કે જે આત્માના વીર્યગુણનો ઘાત કરે એટલે જેથી આત્માનું અનંત વીર્ય પ્રકટ થઈ શકતું નથી, અને સ્વભાવથી રમણરૂપ ચારિત્રનો લાભ બનતો નથી તેને ‘અંતરાય' કહે છે; મોહથી જે જીવને વિચિત્રતા પ્રાપ્ત કરાવે તે મોહનીય’. તેના બે ભેદ છે. ૧. દર્શનમોહનીય ૨. ચારિત્રમોહનીય. સમ્યક્ત્વ અર્થાત્ સમ્યગ્દર્શન ગુણનું જે કર્મ ઘાતક થાય તેને ‘દર્શનમોહનીય' = ‘મિથ્યાબોધ' કહેવામાં આવે છે, અને જે કર્મ ચારિત્રગુણનો ઘાત કરે તે ‘ચારિત્રમોહનીય’-(રાગાદિ પરિણામરૂપ) છે. મતલબ કે મોહનીય કર્મના નિમિત્ત વડે કામ-ક્રોધ-લોભ-મોહ આદિ વિભાવ પરિણામમાં આત્મા અનુરંજન પામી પોતાના સ્વભાવથી વ્યુત થાય છે. આ ચાર ઘાતી.કર્મની વિશેષ શક્તિ કહેવામાં આવી. સામાન્ય શક્તિ એ છે કે સમસ્ત ઘાતી કર્મ પોતાની સામાન્ય શક્તિથી જીવનો ‘સુખ’ ગુણ ઘાતે છે. હવે અઘાતીકર્મ પર આવીએ. તે ચાર છે ઃ વેદનીય, ગોત્ર, આયુ અને નામકર્મ. ઇષ્ટ તથા અનિષ્ટ ઈંદ્રિય વિષયોનું જે અનુભવ કરાવે તે ‘સાતા’ (સુખરૂપ) અને ‘અસાતા’ (દુઃખરૂપ) – એ બે ભેદરૂપ વેદનીય કર્મ' છે, તેથી જીવને આકુળતા થાય. (વેદનીયમાં વેદવું = અનુભવવું, ભોગવવું એ ધાતુ છે.), જેના ઉદયથી – જે કર્મના Page #136 -------------------------------------------------------------------------- ________________ આત્માને કર્મનો સંયોગ ૧૧૫ ફલથી જીવ ઉચ્ચ તથા નીચ ગોત્રમાં – કુલમાં જન્મ લે છે તે ગોત્ર કર્મ છે. જીવોનું અવસ્થાન નરક, પશુ, મનુષ્ય કે દેવના શરીરમાં જે કર્મ કરાવે - જીવને રોકી રાખે - જેના ઉદયથી જીવ તે ગતિમાં જીવે છે તે “આયુ' કર્મ છે, અને શુભ અશુભ શરીરાદિક સામગ્રી જે કર્મના ફલથી પમાય તેને તથા જે કર્મ જીવને ગતિ વગેરે અનેક પ્રકારનાં રૂપ પરિણમાવે તે “નામ” કર્મ છે. જીવોનાં શરીર બે પ્રકારનાં છે : સ્કૂલ અને સૂક્ષ્મ. સૂક્ષ્મ શરીર વળી બે પ્રકારનું છે : તેજસ અને કાર્મણ. સ્થૂલ શરીરને કાંતિ આપનાર શરીરને તૈજસ' શરીર કહે છે, અને આઠ કર્મોના સમૂહને “કામ” શરીર કહે છે. સ્કૂલ શરીર ત્રણ પ્રકારનાં છે ? ઔદારિક - મનુષ્ય તિર્યંચનાં સ્થૂલ શરીર તે, વૈક્રિયક (વિક્રિયાથી ઉત્પન્ન થયેલ) – જે નાના, મોટા, એક અનેકે વગેરે જુદાજુદા પ્રકારની ક્રિયાઓને કરે એવા દેવ અને નારક જીવનું શરીર તે, આહારક શરીર છઠ્ઠા ગુણસ્થાનવર્તી મુનિને તત્ત્વોમાં કોઈ શંકા ઉત્પન્ન થવાથી કેવલી અથવા શ્રુતકેવલીની સમીપ તેનો ખુલાસો લેવા જવા માટે મસ્તકમાંથી ને એક હાથના પૂતળા જેવું શરીર તે કરીને જાય છે તે. આમ કુલ પાંચ શરીર થયાં. તેમાંથી સામાન્યપણે મનુષ્ય અને તિર્યંચ (પશુ આદિ)ને ત્રણ શરીર હોય છે : ઔદારિક, તેજસ અને કાર્મણ. આ શરીરોમાં આહાર વર્ગણાથી સ્થૂલ શરીર, તેજસ વર્ગણાથી તૈજસ શરીર, અને કાર્મણ વર્ગણાથી કામણ શરીર થાય છે. અને મનોવર્ગણાથી મન, અને ભાષાવર્ગણાથી વચન બને છે. (વર્ગણા એટલે પ્રત્યેક કર્મપરમાણુને ‘વર્ગ' કહેવામાં આવે છે, તે વર્ગનો સમૂહ તે વર્ગણા.) આ પ્રમાણે મન, વચન, અને સમસ્ત શરીર નામકર્મના ફલથી પ્રાપ્ત થાય છે.' આ રીતે વેદનીય, ગોત્ર, આયુ અને નામ એ ચાર ભેદ અઘાતી કર્મના છે. વેદનીય તે આત્માના અવ્યાબાધ ગુણને અટકાવે, ગોત્ર જીવના અગુરુલઘુત્વ ગુણને ૧. વેદાંતમાં ત્રણ શરીર કહેલ છે. સ્કૂલ, સૂક્ષ્મ (અથવા લિંગ), અને કારણ. અને પાંચ પ્રકારના કોશ માનેલ છે : અન્નમય કોશ, પ્રાણમય કોશ, મનોમય કોશ, વિજ્ઞાનમય કોશ અને આનંદમય કોશ. અન્નમય કોશ (સરખાવો ઔદારિક શરીરને આહાર વર્ગણા) તે સ્કૂલ શરીર છે, સૂક્ષ્મ કે લિંગ શરીરમાં પ્રાણમય, મનોમય, અને વિજ્ઞાનમય કોશનો સમાવેશ થાય છે – આમાં પ્રાણમય કોશ તે રજોગુણથી ઉત્પન્ન થયેલ કર્મેન્દ્રિયો તથા પ્રાણો સહિત છે. આનંદમય કોશ તે કારણ શરીરમાં છે. સૂક્ષ્મ શરીર તે વેદાંત પ્રમાણે પાંચ જ્ઞાનેન્દ્રિય, પાંચ કર્મેન્દ્રિય, પાંચ પ્રાણ, મન અને બુદ્ધિ એ ૧૭ તત્ત્વ વડે બનેલું છે. આ પાંચે કોશનો દ્રષ્ટા તેમનાથી ભિન્ન શુદ્ધ ચૈતન્ય છે. આમાં પ્રાણમય કોશ ઉપર અન્નમય કોશની ઇમારત છે એટલે કે અન્નમય કોશને પ્રાણમય કોશનો આધાર છે. પ્રાણમય કોશના ભાસની અંદર જ મનોમય કોશનો ભાસ છે. સ્વપ્ન પણ પ્રાણમય કોશથી આવે છે. પ્રાણમય કોશરૂ૫ દર્પણમાં મનોમય કોશરૂપ પ્રતિબિંબ વડે હું નિરાકાર સ્થાનરૂપ છું એવો અનુભવ આવે છે. અનુભવ એ વૃત્તિ કે કલ્પના છે. તે વૃત્તિ કે કલ્પના એ જ વિજ્ઞાનમય કોશ છે. ચારે કોશથી હું જુદો છું એમ આનંદથી અનુભવી બોલવા લાગવાથી અતિ આનંદ થાય છે તે આનંદમય કોશ છે. આનંદમય કોશને માણવાવાળો તેથી જુદો શુદ્ધાત્મા છે. Page #137 -------------------------------------------------------------------------- ________________ ૧૧૬ જૈન અને બૌદ્ધ મત : સંક્ષિપ્ત ઇતિહાસ અને સિદ્ધાંતો બાધક છે, આયુકર્મ આત્માના અવગાહગુણને અટકાવે અને નામકર્મ આત્માના સૂક્ષ્મત્વ ગુણને અટકાવે છે : આ આઠે કર્મો જવાથી મુક્તજીવના – સિદ્ધના આઠ ગુણો પ્રાપ્ત થાય છે. જ્ઞાનાવરણ કર્મનો નાશ થવાથી કેવલજ્ઞાન – અનંતજ્ઞાન (અવાંતર સત્તાવિશિષ્ટ વિવક્ષિત પદાર્થને વિષય કરવાવાળી ચેતના. લોક, અલોકના સ્વરૂપનું સમસ્ત પ્રકારે જ્ઞાન) થાય છે, દર્શનાવરણના જવાથી કેવલદર્શન-અનંતદર્શન (મહાસત્તા વિશિષ્ટ પ્રતિભાસ – લોક અલોકનું નિર્વિકલ્પકજ્ઞાન - સામાન્યાકારે જ્ઞાન એટલે દર્શન) થાય છે, અંતરાયના નાશથી અનંતવીર્ય-બલ આવે છે, અનંતવીર્યથી અનંતદાન-લાભભોગ-ઉપભોગ-વીર્યમય થવાય છે. મોહનીય જતાં અનંતચારિત્ર, ક્ષાયિક સમ્યત્વ – વીતરાગતા પ્રાપ્ત થાય છે. નામકર્મના નાશથી સૂક્ષ્મત્વ - અરૂપીપણું પ્રાપ્ત થાય છે. (નામકર્મ હોય ત્યાં શરીર હોય, શરીર હોય ત્યાં રૂપ, રસ, ગંધ, સ્પર્શ હોય – તેથી નામકર્મનો ક્ષય થવાથી અરૂપી ગુણ પ્રગટ થાય છે.) ગોત્ર કર્મનો ક્ષય થતાં અગુરુલઘુત્વ = ભારીપણું નહિ તેમ હલકાપણું નહિ. – ઊંચનીચપણું રહેતું નથી. વેદનીય જતાં અવ્યાબાધ સુખ – નિર્વેદનીય – નિરુપાધિક અનંત સુખ પ્રાપ્ત થાય છે – આ આનંદમાં સુખદુઃખરૂપ વિકલ્પ હોતો જ નથી, અને આયુષ્યકમેનો નાશ થતાં અક્ષય સ્થિતિ પ્રાપ્ત થાય છે. કર્મ એ પૌદ્ગલિક છે અને તે પુદ્ગલ જ્યારે જીવ સાથે બંધાય છે, ત્યારે પુદ્ગલનું નામ 'કર્મ પડે છે, તે સંયોગને બંધ કહે છે. બંધનું સ્વરૂપ બંધતત્ત્વ'માં જણાવેલ છે. આ કર્મથી આત્મા સુખદુઃખ અનુભવે છે. અને તેનાથી સંસાર થાય છે. ઘાતી ચાર કર્મના નિમિત્તની સત્તા ઉપર આત્મા વિજયી થાય તો અનંત જ્ઞાનાદિ પોતાની સ્વસત્તાનો તેને લાભ થાય. આ કાળે તે સત્તા માત્ર શક્તિપણે જ છે, તે અવ્યક્ત શક્તિ (latent powers)ને વ્યક્ત (patent) કરવાની ક્રિયા તે જ મોક્ષમાર્ગ છે અને તે માર્ગ જે આત્માઓને તેની પ્રાપ્તિ થયેલી છે તે જ બતાવી શકે છે. બાકીના માર્ગ એ તર્ક અને અટકળ માત્ર છે. જેમણે પ્રત્યક્ષ સ્વરૂપ વેડ્યું છે તે જ અન્ય ભવ્યાત્માઓને તે માર્ગમાં વાળી શકે છે. ૧. જૈનો તથા વેદાન્તીઓ બંને આત્માને પુરષ કહે છે, સાંખ્યો ક્ષેત્રવિ-ક્ષેત્રજ્ઞ કહે છે સિાંખ્યો પણ પુરુષ કહે છે. અને બૌદ્ધો જ્ઞાન - વિજ્ઞાન સ્કંધ કહે છે, તેમજ આત્માથી અન્ય એવું જે કાંઈ માનીને સંસારાદિ વ્યવહારનો નિર્વાહ થાય છે તેને બૌદ્ધ અને વેદાંતીઓ અવિદ્યા' કહે છે, સાંખ્યો પ્રકૃતિ કહે છે અને જૈનો કર્મ કહે છે. પરંતુ એ બધા નામમાત્રના ભેદ છે, એમાં તાત્ત્વિક ભેદ નથી. વળી આત્મા અને તદન્ય એવું જે કોઈ (કર્મ) તેના સંયોગથી વ્યવહાર (સંસાર) ઊપજે છે, તો તે સંયોગને પણ જુદાં જુદાં નામ આપવામાં આવે છે : બૌદ્ધ તથા વેદાંતીઓ તેને ભ્રાંતિ કહે છે, સાંખ્યો પ્રવૃત્તિ કહે છે અને જૈનો બંધ કહે છે. તેમજ જેના અનુગ્રહથી – પ્રસાદથી બંધમુક્તિ થાય છે તેને જૈનો શાસ્તા કહે છે, બૌદ્ધો વેદ્ય કહે છે અને શૈવ ભાગવત આદિ અવિકારી કહે છે. આ બધા નામભેદ છે અને તે નામભેદ બાધક નથી, કારણકે એકમાંથી અનેક ભેદનો સંભવ છે, પરંતુ પરિણામી એવો આત્મા સ્વયોગ્યતાથી કર્મનો સંયોગ કે તેનો વિયોગ અનુભવે છે એવું સર્વ દર્શને સ્વીકારેલું છે. - યોગબિંદુ, શ્લો.૧૭-૧૮ Page #138 -------------------------------------------------------------------------- ________________ આત્માને કર્મનો સંયોગ ૧૧૭ અઘાતી ચાર કર્મો આત્માના સ્વાભાવિક સ્વરૂપને પ્રતિરોધ કરનાર નથી. તે ચાર કર્મના આગમ કે ક્ષયને આત્માના વાસ્તવસ્વરૂપના પ્રાકટ્ય સાથે કશો સંબંધ નથી. તે ચાર કર્મને તો માત્ર બાહ્ય સામગ્રીઓ સાથે જ સંબંધ છે – તેઓના ઉદયથી બાહ્ય સામગ્રીઓનું મળવું થાય છે અને અનુદયે તે સામગ્રી ઉદ્ભવતી નથી. ઘાતી કર્મ આત્માના સ્વભાવને પ્રકટ થવા દેતાં નથી અને આત્માના ઊર્ધ્વગામી પથમાં વિદન નાંખે છે, ત્યારે અઘાતી વર્ગણાની તેવી કશી સત્તા નથી. અઘાતી કર્મમાંનું વેદનીય ઉદય આવે છે ત્યારે આત્માને નાના પ્રકારનાં સુખ-દુ:ખાદિનું ભાન કરાવનાર સામગ્રીનો યોગ થાય છે. આ યોગ કરાવી તે વેદનીય કર્મની સત્તા ત્યાંથી જ અટકે છે. તે સામગ્રીમાં સુખ-દુઃખનું ભાન કરાવવું તે મોહનીય કર્મનું કર્તવ્ય છે. વેદનીય તો માત્ર સામગ્રી આપીને ખસી જાય છે. સુખદુઃખાદિ વડે અનુરજિતપણાનું તારતમ્ય તો મોહનીય કર્મને વશ છે. જો મોહનીય કર્મ સહકારી ન હોય તો વેદનીય કર્મ એકલું છેક સામર્થ્યહીન છે કેમકે તેનામાં સામગ્રી આપવા ઉપરાંત કશો અન્ય ગુણ નથી. નામકર્મથી ગતિ, જાતિ, શરીર આદિ બાહ્ય સામગ્રી નીપજે છે. ગોત્રકર્મ એ નીચ ઉચ્ચ કુળની પ્રાપ્તિમાં નિમિત્તભૂત છે, અને આયુકર્મથી પ્રાપ્ત દેહ સાથેનો સંબંધ અમુક કાળ સુધી ટકી રહે છે. આઠ કર્મોની ઉત્તર પ્રવૃતિઓ કર્મની મૂળ આઠ પ્રકૃતિ – ભેદ ઉપર જણાવ્યા છે. તેની ઉત્તર-પ્રકૃતિ અર્થાત્ તે આઠ કર્મના બીજા અનેક ભેદો છે તેનું સંક્ષિપ્તમાં કંઈક ખ્યાન કરશું. ૧. જ્ઞાનાવરણીય કર્મની ૫ પ્રકૃતિ (સ્વભાવ) : જ્ઞાનના પ પ્રકાર છે. (૧) મતિજ્ઞાન (આભિનિબોધિક) - બુદ્ધિ અને ઈદ્રિયોની અપેક્ષાથી મળતું જ્ઞાન. (૨) શ્રુતજ્ઞાન – કહેલા કથનનું ગ્રહણરૂપ જ્ઞાન. (૩) અવધિજ્ઞાન – ઈદ્રિયોની અપેક્ષા વિના આત્માને રૂપી વિષયોનું સાક્ષાત્ અર્થગ્રહણ કરનારું જ્ઞાન. (૪) મન:પર્યવજ્ઞાન – મનમાં ચિંતિત અર્થને સાક્ષાતુ ગ્રહણ કરનારું જ્ઞાન. (૫) કેવલજ્ઞાન - સર્વજ્ઞતા એટલે લોકાલોકના સકલ પદાર્થ સ્વરૂપનું ભાન કરનારું જ્ઞાન. આ પાંચે જ્ઞાનનાં જે આવરણ તે જ્ઞાનાવરણીયની પાંચ પ્રકૃતિ નામે (૧) મતિજ્ઞાનાવરણીય (૨) શ્રુતજ્ઞાનાવરણીય (૩) અવધિજ્ઞાનાવરણીય (૪) મન:પર્યવ જ્ઞાનાવરણીય અને (૫) કેવલજ્ઞાનાવરણીય. ૨. દર્શનાવરણીય કર્મની ૯ પ્રકૃતિ : સામાન્ય બોધ એટલે દર્શન કે તેને આવરણ કરનાર તે દર્શનાવરણીય. તેના નવ ભેદ નામે (૧) ચક્ષુદર્શનાવરણીય ૨) અચક્ષુ દર્શનાવરણીય (૩) અવધિ દર્શનાવરણીય (૪) કેવલ દર્શનાવરણીય અને (પ-૮) પાંચ જાતની નિદ્રા નામે (૫) નિદ્રા (૬) નિદ્રાનિદ્રા () પ્રચલા (૮) પ્રચલાપ્રચલા (૯) ત્યાનદ્ધિ. તે દર્શનલબ્ધિનાં આવરક છે. ચક્ષુથી સામાન્યગ્રાહી બોધ તે ચક્ષુદર્શન ચક્ષુ વિનાની બીજી ચાર ઈદ્રિય તથા મનથી પોતપોતાના વિષયનું જે સામાન્યપણે ગ્રહણ થાય છે તે અચક્ષુદર્શન, સામાન્યપણે રૂપી દ્રવ્યનું મયદાપૂર્વક ગ્રહણ તે અવધિદર્શન, અને સમસ્ત વસ્તુનું સામાન્યપણે ઉત્તમ ક્ષાયિક ભાવે દેખવું થાય તે કેવલદર્શન. (૧-૪) આ ચારે દર્શન જેના ઉદયથી આવરિત – આચ્છાદિત થાય તે અનુક્રમે ચક્ષુ દર્શનાવરણીય, અચક્ષુ દર્શનાવરણીય, અવધિ દર્શનાવરણીય અને કેવલ Page #139 -------------------------------------------------------------------------- ________________ ૧૧૮ જૈન અને બૌદ્ધ મત : સંક્ષિપ્ત ઇતિહાસ અને સિદ્ધાંતો દર્શનાવરણીય. નિદ્રા ચૈતન્યને સર્વપ્રકારે અતિકુત્સિત કરે, સામાન્ય ગ્રહણરૂપ દર્શન ઉપયોગમાં વિદન કરે તે. નિદ્રા પાંચ પ્રકારની છે. અને કર્મપ્રકૃતિનાં નામ પણ તે જ છે. (૧) નિદ્રા – જેમાં ચપટી બજાવતાં નિદ્રા લેનાર જાગી ઊઠે એવી સુખપ્રતિબોધ તે. (૨) નિદ્રાનિદ્રા – જેમાં બહુ જ હલાવવાથી, કપડાં ખેંચવાથી નિદ્રા લેનાર જાગે - જેથી અતિશય નિદ્રા આવે તે, (૩) પ્રચલા – બેઠાંબેઠાં તથા ઊભાં ઊભાં જીવને જે નિદ્રા આવે તે. (૪) પ્રચલા પ્રચલા – ચાલતાં ચાલતાં જીવને નિદ્રા આવે તે. (૫) ત્યાદ્ધિ – જેનાથી ઋદ્ધિ એટલે આત્મશક્તિ ત્યાના એટલે પિંડીભૂત થઈ છે તે. આ નિદ્રામાં જીવ કેટલાંક કાર્ય પણ કરે છે, પરંતુ કાર્યનું તેને ભાન રહેતું નથી. આ પાંચ નિદ્રા જે કર્મના ઉદયથી આવે તેને પણ તે જ નામ આપેલાં છે. ૩. મોહનીય કર્મની ૨૮ પ્રકૃતિ : તત્ત્વાર્થ શ્રદ્ધાનને જે વિપરીત કરે, આત્માને જે મોહમાં નાંખે – મૂંઝવે તે મોહનીય કર્મ છે. તેના મુખ્ય બે ભેદ છે. (૧) મિથ્યાત્વ મોહનીય અને (૨) ચારિત્ર મોહનીય. ૧-૩. (૧) મિથ્યાત્વ મોહનીયના ત્રણ પ્રકાર છે. સમ્યત્વ મોહનીય, મિશ્રમોહનીય અને મિથ્યાત્વ મોહનીય. ૪-૨૮. (૨) ચારિત્ર મોહનીયના ૫ પ્રકાર છે. તેમાં ૧૬ કષાય મોહનીય પ્રકૃતિ છે અને ૯ નોકષાય છે. એ કષાયમોહનીય ૧૬ જાતના આ પ્રકારે છે : ક્રોધ, માન, માયા અને લોભ એ ચાર કષાય છે, એટલે (કધુ સંસાર અને આય-લાભ) જેથી સંસારનો લાભ થાય છે તે. તે દરેક ચાર જાતનાં છે. અનંતાનુબંધી, અપ્રત્યાખ્યાતી, પ્રત્યાખ્યાતી અને સંજ્વલન એ રીતે ૧૬ ભેદ થયા. જે ક્રોધાદિ અનંત સંસારનાં મૂળ કારણ છે તથા જેનો અનંતભવાનુબંધી સ્વભાવ છે. જેનો સ્વભાવ પથ્થરની રેખા સમાન છે એટલે જેની સાથે ક્લેશ થાય તેની સાથે તે જ્યાં સુધી જીવે ત્યાં સુધી રોષ છોડે નહીં – તે અનંતાનુબંધી ક્રોધ. તેવી જ રીતે પથ્થરી થંભની પેઠે જે માન નમે નહિ, તથા જે માયા વાંસની જડ સમાન કદાપિ સરલ ન હોય, તથા જે લોભ કૃમિના રંગ સમાન કદાપિ દૂર ન થાય એવા જે ક્રોધ, માન, માયા અને લોભયુક્ત પરિણામ તે અનંતાનુબંધી ક્રોધ, માન, માયા અને લોભ છે. જેના ઉદયથી થોડું પણ પ્રત્યાખ્યાન (પચ્ચખાણ) થતું નથી તે અપ્રત્યાખ્યાની; જેના ઉદયથી સર્વવિરતિપણું – સાધુવ્રતનું પ્રત્યાખ્યાન લેવાય નહીં તે પ્રત્યાખ્યાની, અને જેના ઉદયથી કેવલજ્ઞાન પ્રાપ્ત ન થાય તે સંજવલન. ૯ નોકષાય – નો એટલે સહકારી. કષાયને જે સહકારી છે તે નોકષાય – ૧. સ્ત્રીવેદ – જેથી પુરષ ભોગવવાની પ્રબળ ઈચ્છા થાય ૨. પુરુષવેદ – જેથી સ્ત્રી ભોગવવાની ઈચ્છા થાય, ૩. નપુંસક વેદ – જેથી પુરુષ અને સ્ત્રી બંનેને ભોગવવાની ઈચ્છા થાય. ૪. હાસ્ય - જેથી હસવું આવે, ૫. રતિ – જેથી રમણીય વસ્તુઓમાં જીવ રમે – ખુશી થાય. ૬. અરતિ – જેનાથી રતિથી વિપરીતપણું થાય, ૭. શોક – જેથી પ્રિયવિયોગાદિથી વિકલ મન, ગ્લાનિ, કંદન, શોક થાય. ૮. જ્ય – જેથી બીક લાગે. ૯ જુગુપ્સા – દુર્ગછા – જેથી મલિનાદિ વસ્તુ દેખવાથી નાક ચઢે તે. ૪. અંતરાય કર્મની ૫ પ્રકૃતિ : (૧) જેના ઉદયથી આપવાની વસ્તુ પણ છે, ગુણવાન પાત્ર પણ છે, દાનનું ફલ પણ આપનાર જાણે છે, છતાં દાન કરી શકતો Page #140 -------------------------------------------------------------------------- ________________ આત્માને કર્મનો સંયોગ ૧૧૯ નથી તે કર્મ – દાનમાં અંતરાય-વિદનરૂપ તે દાનાંતરાય (૨) જેના ઉદયથી દેવાયોગ્ય વસ્તુ પણ છે, દાતાર પણ બહુ જ પ્રસિદ્ધ છે, માગનાર પણ માગવામાં અત્યંત કુશલ છે છતાંયે માગનારને કાંઈપણ મળે નહિ તે લાભાંતરાય. (૩) જેના ઉદયથી એકવાર ભોગવવા યોગ્ય – ભોગ્ય વસ્તુ – આહારાદિ વિદ્યમાન છે પણ જીવથી ભોગવાય નહિ તે ભોગાંતરાય (૪) જેના ઉદયથી વારંવાર ભોગવવા યોગ્ય – ઉપભોગ્ય વસ્તુઓ જેવી કે શય્યા, વસ્ત્રાદિ વિદ્યમાન હોવા છતાં ભોગવાય નહીં તે ઉપભોગવંતરાય અને (૫) જેના ઉદયથી યુવાન રોગરહિત, પુષ્ટાંગ તથા બલવાન પોતે હોવા છતાં પણ પોતાની શક્તિનો ઉપયોગ ન થઈ શકે તે વીઆંતરાય. પ. નામકર્મની પ્રકૃતિઓ ઘણી છે. ઉત્કૃષ્ટ ૧૦૩ છે. તે સર્વ અહીં જણાવતાં વિશેષ વિસ્તાર થાય તેથી અત્ર ઉપયોગી જે છે તે જ જણાવીશું. જેના ઉદયથી નરકાદિ જાતિ, ઢીદ્રિયાદિ જાતિ, શરીર, અંગોપાંગ, સંહનન (શરીરનું બંધારણ), સંસ્થાન (શરીરના અંગોપાંગનું બંધારણ - આકૃતિવિશેષ), વર્ણ, ગંધ, રસ, સ્પર્શ આદિ જે પ્રાપ્ત થાય એ નામથી જુદીજુદી પ્રકૃતિઓ છે. ૬. ગોત્રકર્મની ૨ પ્રકૃતિ : ૧. ઉચ્ચ ગોત્ર કે જેથી ઉચ્ચ ગોત્ર પમાય, અને ૨. નીચ ગોત્ર કે જેથી નીચ ગોત્ર પમાય છે. ૭. આયુષની ૪ પ્રકૃતિ : ૪ ગતિ પ્રમાણે : ૧. નરકાયુ, ૨. તિર્યંચાયુ, ૩. દેવાયુ અને ૪. મનુષ્ય આયુ. ૮. વેદનીયની ૨ પ્રકૃતિ ઃ ૧. સાતા વેદનીય સિાતવેદનીય અથવા સંઘ જેથી જીવ સુખ ભોગવે છે, ૨. અશાતા વેદનીય – અસાતવેદનીય અથવા અસહ્ય જેના ઉદયથી જીવ દુઃખ ભોગવે છે. આત્માને કર્મનું આવરણ જેમ સૂર્ય વાદળાંથી ઢંકાયેલો હોય છે તેમ આત્મા કર્મથી ઢંકાયેલો છે. આ દષ્ટાંત એકદેશીય છે, કારણકે સૂર્યનો માત્ર બાહ્ય પટ - સપાટી મેઘથી આચ્છાદિત હોય છે, પણ આત્માને તો પોતાના સર્વ પ્રદેશો કર્મવર્ગણાથી ગૂંથાયેલા છે. માત્ર નાભિ આગળના આઠ રૂચક પ્રદેશો જ નિલેપ છે. જો તેટલા પ્રદેશ નિરાવરણ ન હોત તો આત્માનું આત્મત્વ ટકી શકે નહીં. ગમે તેવી નિકૃષ્ટ દશા આત્માની હોય છતાં તેટલા પ્રદેશો ખુલ્લા રહે છે, અને તેટલા અનાવરિત પ્રદેશના બળથી પુનઃ ઊર્ધ્વ ગતિને તે પામે છે. સૂર્ય ઉપરથી જેટલે અંશે મેઘનું પટ ખસે છે, તેટલે અંશે તે વ્યક્ત થાય છે અને જેટલા અંશો આચ્છાદિત છે તેટલા અવ્યક્ત રહે છે. તેવી જ રીતે આત્માનો જ્ઞાન-દર્શન સ્વભાવ છે તે કર્મપટના ખસી જવાથી પ્રકટ થયેલો સ્વાભાવિક અંશ છે, ઔપાધિક અંશ નહીં. નવાં કર્મને આકર્ષનાર અને તેને બંધરૂપે પરિણમાવનાર આ વ્યક્ત થયેલ આત્માનો સ્વાભાવિક અંશ નથી. જો એકાંતે – નિશ્ચયે તેમજ મનાય તો આત્મામાં કર્મને ખેંચવાના સ્વભાવનું આરોપણ થાય અને તેમ થાય તો અર્થાત્ કર્મને ગ્રહવાનો આત્માનો સ્વભાવ જ હોય તો આત્મા કર્મથી કદી મુક્ત થઈ શકવાનો નહીં. આથી (૧) આત્માનો જ્ઞાન-દર્શનનો વ્યક્ત થતો અને થયેલો એશ કર્મના બંધમાં Page #141 -------------------------------------------------------------------------- ________________ જૈન અને બૌદ્ધ મત : સંક્ષિપ્ત ઇતિહાસ અને સિદ્ધાંતો એકાંત હેતુરૂપ નથી, તેમજ (૨) આત્માનો અવ્યક્ત કર્માવિરત અંશ છે તે પણ કર્મને આકર્ષવા અશક્ત છે, કારણકે જેનું જ્ઞાન-દર્શન-વીર્ય કર્મના પ્રાબલ્યથી અભાવરૂપે છે તે અભાવસ્વરૂપ દ્રવ્ય અન્યના કારણભૂત કેમ સંભવી શકે ? (૩) વળી કર્મને ખેંચનાર કર્મ પણ નથી કારણકે કર્મ એ પૌદ્ગલિક દ્રવ્ય છે અને પુદ્ગલ વડે આકર્ષાયેલું કર્મ જો આત્માના સુખદુઃખાદિના હેતુરૂપ હોય એમ માનીએ તો અકૃતાગમનો દોષ આવે. ત્યારે હવે – કર્મને આકર્ષનાર કોણ ? ૧૨૦ જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, મોહનીય, અને અંતરાય એ જે ચાર ઘાતીકર્મ કહ્યાં તેના નિમિત્તથી ઉપસ્થિત થતા ભાવ વડે જીવ દ્રવ્યકર્મને આકર્ષે છે. મોહનીય કર્મના નિમિત્ત વડે થતાં મિથ્યાત્વ, કષાય ભાવ એ જીવના અસ્તિત્વથી ભિન્ન નથી પણ જીવના જ પરિણામવિશેષ છે એટલે જીવ પોતે જ તે પરિણામનો કર્તા છે. કર્તા (Efficient Cause) અને કર્મ (Effect) એ ઉભય જીવમાં જ સમાયેલાં છે, પરંતુ તે વિભાવપરિણમન જીવનો સ્વભાવ નથી. કર્મગ્રહણ તો ઔપાધિક ભાવે છે. જ્યારે જીવ પરભાવમાં વર્તે છે ત્યારે તે કર્મનો કર્તા છે. વેદાંતાદિ દર્શન આત્માને શુદ્ધ-બુદ્ધ-અકર્તા-અભોક્તા માને છે તેનું સર્વ અંશે ગ્રહણ જૈન સિદ્ધાંત કરતું નથી, કારણકે તેમ કરતાં વિરોધ આવે. સર્વ શાસ્ત્રોની પ્રવૃત્તિ દુઃખના આત્યંતિક ક્ષય અર્થે છે અને જ્યાં સુધી જ્ઞાન થાય નહીં ત્યાં સુધી તે દુઃખનો સર્વથા ક્ષય થાય નહીં એવો સર્વ દર્શનોનો એક મત છે. હવે જો દુઃખ જ ન હોય તો પછી તેની નિવૃત્તિના ઉપાયો કયા હેતુઓ અર્થે હોય ? આત્મા કર્મનો કર્તા છે અને દુઃખ એ કર્મનું ફળ છે એ માન્યા સિવાય ચાલે તેમ નથી, પરંતુ તેથી આત્માનો કર્મકર્તૃત્વ સ્વભાવ ઠરતો નથી. આત્માનું કર્મકર્તૃત્વ ઔપાધિક ભાવે છે – સ્વાભાવિક ભાવે નહિ. જ્વરપીડિત ઓસડ ગ્રહણ કરે તે માટે તેનો સ્વભાવ ઓસડ ગ્રહવાનો છે એમ ઠરતું નથી. તે તેનો ત્યાગ પણ ઇચ્છા થતાં કરી શકે છે. આત્માનું કર્મગ્રહણ મોહનીયાદિ કર્મના રાગદ્વેષરૂપ પરિણતિથી નિમિત્તથી છે, તે નિમિત્ત દૂર થતાં અથવા તો તે નિમિત્તની સત્તાનો પરાજય કરવાથી તે કર્મગ્રહણનો અભાવ થઈ જાય છે. સ્વભાવ અને વિભાવ જીવ અને પુદ્ગલ એ બંને દ્રવ્ય અને તેના ગુણોની જૈન શાસ્ત્રકારે બે પ્રકારે ઘટના કરી છે : ૧. સ્વભાવ પર્યાય ૨. વિભાવ પર્યાય. પર્યાયનો અર્થ આકાર અથવા એક સ્થિતિવિશેષ થાય છે. દ્રવ્ય જે રૂપે હોય છે તેમાં બીજું દ્રવ્ય નિમિત્તભૂત ન હોય તો તે દ્રવ્યનો ‘સ્વભાવપર્યાય' ગણાય છે; અન્ય દ્રવ્યની સહાય અથવા નિમિત્ત હોય તો તે ‘વિભાવપર્યાય’ લેખાય છે. કૈવલ્ય-જ્ઞાન (સંપૂર્ણ જ્ઞાન) એ આત્માનો સ્વભાવગુણ પર્યાય છે, અને તેથી ઊતરતાં મતિ-શ્રુત-અવધિ આદિ નૈમિત્તિક જ્ઞાન આત્માનો વિભાવગુણ-પર્યાય છે. તેવી જ રીતે જડ પદાર્થોમાં પુદ્ગલના અંતિમ - અવિભાજ્ય ૧. અકૃતાગમદોષ જેણે જે કર્યું નથી તેનું ફળ તેને આવે તે. કમનું ખેંચેલું કર્મ આત્માને ફળ આપી શકે તો તે દોષ છે. Page #142 -------------------------------------------------------------------------- ________________ આત્માને કર્મનો સંયોગ પરમાણુઓના સ્પર્શ, વર્ણ, રસ, ગંધ પુદ્ગલનો સ્વભાવગુણ પર્યાય છે અને સમૂહાત્મક પરમાણુઓના સ્કંધમાં વર્તતા સ્પર્શ, વર્ણ, ગંધ, રસને વિભાવગુણપર્યાય કહેલ છે. આત્મા તેની વિભાવદશામાં કર્મનું ગ્રહણ કરે તો તેમ કરવામાં તેનો નિત્ય સ્વભાવ છે એમ ઠરતું નથી. કર્મ ગ્રહણીય દ્રવ્ય છે, આત્મા ગ્રહનાર છે. ઉભય ભિન્ન છે તેથી આત્માનું કર્યગ્રહણ તે તેનો સ્વભાવ થઈ શકે નહીં. આત્મા સાથે કર્મના બંધનું નિયામક ધનકુટુંબાદિક બાહ્ય સામગ્રી નથી, પરંતુ તે-તે સામગ્રીમાં રહેલી મમત્વ ભાવના જ છે આ રાગદ્વેષરૂપ પરિણતિથી આત્મા કર્મવર્ગણાને ખેંચે છે. ૧૨૧ સ્ત્રી આદિ સામગ્રીને તજવાનું જે કહેલ છે તેમાં તે સામગ્રી તજવાથી લાભ નથી, પણ તેથી એમ માનવાનું છે કે તેમાં મમત્વભાવના આસક્તિ તજવાની છે. કર્મના ત્રણ ભેદ ભાવક, દ્રવ્યકર્મ અને નોકર્મ. ભાવકર્મ એ આત્માના રાગદ્વેષરૂપ પરિણામ છે, દ્રવ્યકર્મ એ પુદ્ગલનો વિકાર છે અને તે રાગદ્વેષરૂપ ભાવ વડે આકર્ષાઈ આત્મા સાથે એક ક્ષેત્રાવગાહ બની જાય છે, અને નોકર્મ તે ઉક્ત બંને કર્મની આધારભૂમિ છે. જૈનકિવ બનારસીદાસજી કહે છે કે : જ્ઞાનરૂપ ભગવાન શિવ, ભાવકર્મ ચિત્તભર્મ દ્રવ્ય કર્મ તન કારમણ, યહ શરી૨ નોકર્મ. જ્ઞાનથી અભિન્નભાવે વર્તતું એવું શ્રી પ્રભુનું સ્વરૂપ છે. ચિત્તનો ભ્રમ વિભાવદા એ ભાવકર્મ છે. કાર્યણશરીર – કર્મના પરમાણુઓનો સમૂહ એ દ્રવ્ય કર્મ છે અને આ શરીર એ નોકર્મ છે. નોકર્મમાં નોનો અર્થ ઇષત્ – સહાયકારી અર્થ થાય છે. જે દ્રવ્ય ભાવકર્મના પરિણમનમાં ઉપકારક થાય છે તે નોકર્મ. જેમ ઈંદ્રિયોના પ્રવર્તનમાં મન ઉપકારક હોવાથી મનને નોઈદ્રિય - છઠી ઇંદ્રિય' તરીકે સ્વીકારાય છે તેમજ શરીરને કર્મપ્રવર્તનમાં ઉપકારક સમજી તેને નોકર્મ સ્વીકારેલું છે. શરીર અને મન એ, નામકર્મના ઉદયથી પ્રાપ્ત થયેલું છે અને તેની ચેષ્ટાના નિમિત્તથી આત્મપ્રદેશમાં ચાંચલ્ય ઉપસ્થિત થાય છે. યોગ શરીર અને મન એ એક ક્ષેત્રત્યાપી હોવાથી તે બેમાંથી એકમાં ચાંચલ્ય પ્રકટ થતાં આત્મામાં તે પ્રતિધ્વનિત થાય છે. અને તે પ્રકંપ અથવા આંદોલન વડે કર્મપુદ્ગલો (?) આત્મા પ્રતિ આકર્ષાય છે. આ વ્યતિકરને મનવચન કાયાના વ્યાપારને જૈન પરિભાષામાં ‘યોગપ્રવૃત્તિ’ કહેવામાં આવે છે. કોઈપણ કપાય રહિત મન અને શરીરના ચાંચલ્ય વડે આત્મામાં ઉપસ્થિત સ્ફુરણ એ સામાન્યતઃ યોગ છે. ૧. બૌદ્ધો પડાયતનમાં પાંચ ઇંદ્રિય અને છઠ્ઠું મન માને છે. ૨. યોગનો અથ બીજાઓ આત્માને પરમાત્મા સાથે અનુસંધાન રૂપ સમાધિ કરે છે તે જૈનોની યોગપ્રવૃત્તિ’નો નથી; જૈનોએ તે સમાધિનો અથ પણ (પછીથી ?) સ્વીકારી તે પર ‘ધોગબિંદુ’ આદિ અનેક ગ્રંથો લખાયા છે. Page #143 -------------------------------------------------------------------------- ________________ ૧રર જૈન અને બૌદ્ધ મત : સંક્ષિપ્ત ઇતિહાસ અને સિદ્ધાંતો યોગથી પ્રકૃતિબંધ અને પ્રદેશબંધ - આ યોગ પ્રવૃત્તિના નિમિત્તથી દરેક સમયે આત્મા અનંત કર્મપરમાણુઓ આકર્ષે છે. ત્યાં જો યોગનું અલ્પપણું હોય તો તેના પ્રમાણમાં ન્યૂન કર્મ પરમાણુઓનું આગમ હોય છે એટલે કર્મના ઓછા પ્રદેશ બંધાય છે અને અતિપ્રમાણમાં હોય તો કર્મ અધિક બંધાય છે. આમ કર્મનો પ્રદેશબંધ યોગ પર આધાર રાખે છે. એક સમયમાં આ રીતે બંધાયેલી કર્મવગંણા, આયુષ્યકર્મ સિવાયનાં બાકીનાં સાત કર્મ અને તેની ઉત્તરપ્રવૃતિઓમાં વહેંચાઈ જાય છે અર્થાત્ તે તે પ્રકૃતિમાં પરિણમી જાય છે. જેમ આહારરૂપે ગ્રહણ કરેલા પરમાણુઓ લોહી, માંસ, મજ્જા, હાડકાં, વીર્ય આદિ શરીરધાતુઓ રૂપે પરિણમી જાય છે, તેવી રીતે યોગ વડે આકર્ષાયેલી કર્મવર્ગણા મૂળ અને ઉત્તરપ્રકૃતિઓ રૂપે તે-તે વર્ગણાના સ્વભાવાનુસાર પરિણમી જાય છે. વળી જેમ કેટલાક પ્રકારના આહારમાં ખાસ કરી મોટે ભાગે લોહી, રૂપે પરિણમવાનો, કોઈનો વીર્યરૂપે પરિણમનનો ખાસ ગુણ હોય છે તેવી રીતે અહીં પણ ગ્રહેલી કર્મવર્ગણામાં કેટલીકનો સ્વભાવ કોઈ વિશિષ્ટ પ્રકૃતિરૂપે મોટા ભાગે પરિણમવાનો હોય છે, એટલે સમયમબદ્ધ વર્ગણાના સાત એક સરખા વિભાગ થઈ જાય છે એમ સમજવાનું નથી, પરંતુ તે વર્ગણામાં જે વિશિષ્ટ સ્વભાવ હોય તે રૂ૫ મોટા ભાગે પરિણમે છે, અને બાકીની પ્રવૃતિઓમાં ન્યૂન અંશ માત્ર ભળે છે. જેમ બદામના આહારમાં વૈદ્યક દષ્ટિએ મોટે ભાગે મગજને પોષણ આપવાનો ગુણ રહે છે જયારે માત્ર થોડો જ ભાગ રક્ત-માંસ આદિના પોષણમાં જાય છે, તેમ સમયપ્રબદ્ધ કર્મવર્ગણાનું સમજવું. એટલું વિશેષ જાણવાનું છે કે જે પ્રકૃતિઓનું એકબીજા સાથે વિરોધ હોવારૂપ ભૂગલપણું છે જેમકે હાસ્ય શોક, રતિ અતિ, તેમાં માત્ર તે બેમાંથી એકને જ હિસ્સો મળે છે. કોઈ કર્મ એકસાથે હાસ્ય અને શોક, રતિ અને અતિ એ બંનેમાં પરિણમતું નથી. તેમજ ત્રણ વેદ (જાતિ) અર્થાત્ સ્ત્રી, પુરપ અથવા નપુંસક એ ત્રણમાંથી માત્ર એક રૂપે જ પરિણમે છે. આયુષ્ય કર્મની જે પ્રકૃતિ છે તે આખા જીવનમાં એક જ વાર બંધાય છે; તેથી પ્રત્યેક સમયે ગ્રહતાં કર્મ પુદ્ગલમાંથી આયુષ્પ પ્રકૃતિને કશો ફાળો મળતો નથી. આ પ્રમાણે યોગ વડે ગૃહીત કર્મમાંથી બે ઘટના ફલિત થાય છે. (૧) કમની પ્રકૃતિ (Nature) અને (૨) તેનો પ્રદેશ (Extent). યોગ એક આઝવ એટલે કે રસ્તેથી કર્મ આવે છે તે છે. આ યોગાસ્ત્રવની જવાબદારી કર્મની પ્રકૃતિ અને તેના પ્રદેશના નિયામક બન્યા પછી અટકે છે. તેનું કર્તવ્ય માત્ર કર્મવર્ગણાને ખેંચવાનું - તેનો જથ્થો ભેગો કરવાનું અને પછી તેની મૂળ અને ઉત્તર પ્રકૃતિ રૂપે વહેંચણી કરવાનું છે. પછી તે કર્મ કેટલા કાળ સુધી ઉદયમાન રહેવાનું છે તથા તેની ફળદાયી શક્તિનું તારતમ્ય કેટલું છે, તે સાથે યોગાસ્ત્રવને કશો સંબંધ નથી. તેનો આધાર કષાય. ઉપર યોગના બે ભેદ પ્રકૃતિબંધ સંબંધે યોગનું દ્વિવિધપણું છે. (૧) ભોપયોગ (૨) અડભોપયોગ. મન, વચન અને કાયાના શુભ વ્યાપાર અથાત્ ધર્મચિંતન, પરહિતકાર્ય આદિ ઉત્તમ Page #144 -------------------------------------------------------------------------- ________________ આત્માને કર્મનો સંયોગ પ્રવૃત્તિ એ શુભોપયોગ છે, અને તેથી વિરુદ્ધ ઉપયોગ તે અશુભોપયોગ છે. આત્મા-અનાત્માનો વિવેક થયા વિનાની ગમે તેવી શુભાશુભ યોગ પ્રવૃત્તિ એ ઘાતી કર્મના બંધરૂપ જ હોય છે, અને અઘાતી કર્મમાં શુભોપયોગ વડે શાતાવેદનીય આદિ પુણ્ય પ્રકૃતિ, અને અશુભોપયોગ વડે અશાતાવેદનીય આદિ પાપપ્રકૃતિનું ઉપાર્જન થાય છે. શુભ અને અશુભની જ્યાં મિશ્ર યોગપ્રવૃત્તિ હોય છે ત્યાં કેટલાક પુદ્ગલ અંશ પુણ્ય પ્રકૃતિરૂપ અને કેટલાક પાપપ્રકૃતિ રૂપ પરિણમે છે. જે મહાભાગ પુરુષોને આત્મા-અનાત્માની ખ્યાતિ અર્થાત્ વિવેક – ‘આત્મખ્યાતિ’ વર્તે છે તેમને ઘાતીકર્મનું ઉપાર્જન બહુ ન્યૂન હોવું સંભવે છે. કષાય : તેથી સ્થિતિબંધ અને અનુભાગબંધ હવે કર્મની ફળદાયી શક્તિના સંબંધે કયા હેતુ પ્રવર્તે છે તે જોઈએ. કર્મો કેટલા કાળ સુધી ટકશે એટલે સ્થિતિબંધ અને કેવું તીવ્ર અથવા મંદ ફળ આપશે એટલે અનુભાગબંધ – તેનો આધાર આત્માના કષાયભાવ ઉપર રહેલો છે. ૧૨૩ ‘કષાય’ એટલે મોહના ઉદયથી ક્રોધાદિક મિથ્યાત્વભાવ ઉપસ્થિત થવો તે; અથવા આત્માના સ્વરૂપજ્ઞાન રૂપ સમ્યક્ત્વનો અને સ્વરૂપાચરણરૂપ દેશચારિત્ર, સકલ ચારિત્ર અને યથાખ્યાત ચારિત્રનો રોધ કરે તે. ટૂંકામાં એવી વ્યાખ્યા તેની થઈ શકે કે ક્રોધ, માન, માયા અને લોભરૂપ આત્માના વિભાવ પરિણામો. હવે પ્રકૃતિબંધ અને અનુભાગબંધમાં સૂક્ષ્મ ફેર જોઈએ. પ્રકૃતિબંધનો કાર્યપ્રદેશ માત્ર કર્મવર્ગણાને આત્માની સાથે યોજવાનો છે, જ્યારે અનુભાગબંધનું કાર્ય એ કાર્યણ સ્કંધોમાં રહેલી ફળદાનશક્તિને વિસ્તારવાનું અને તે મુજબ આત્માને શુભાશુભ રસાસ્વાદ કરાવવાનું છે. જ્યારે આત્મા કષાયરહિતપણે માત્ર યોગથી જ કોઈ કાર્યનું સેવન કરે છે ત્યારે સ્થિતિ અને અનુભાગબંધને ત્યાં અવકાશ રહેતો નથી તેથી યોગમાત્રથી ઉપાર્જન કરેલી પ્રકૃતિ અને પ્રદેશબંધ માત્ર શાતાવેદનીય કર્મ ગ્રહણ કરે છે. પણ જ્યારે તે યોગ કષાય વડે અનુરંજિત થયેલા હોય ત્યારે અનેક પ્રકૃતિઓનો બંધ વિવિધ અનુભાગ રસ અને સ્થિતિ સહિત થયા વિના રહેતો નથી. આત્મા સાથે બંધાયેલી કર્મપ્રકૃતિ જ્યાં સુધી ફળ આપવાને તત્પર થતી નથી ત્યાં સુધીના કાળને ‘આબાધા કાળ’ કહે છે; અને તે અનુદય કાળમાં તે કર્મપ્રકૃતિમાં આત્મા પોતાની સ્વસત્તા વડે ‘અપકર્ષણ’ (ન્યૂનતા), ‘ઉત્કર્ષણ’ (આધિક્ય), ‘સંક્રમણ’ (સજાતીય એક ભેદ મટી અન્ય ભેદરૂપ થવું) કે ‘ઉદયાભાવી ક્ષય' (ફળ આપ્યા વિના કર્મનું છૂટી જવું) કરી શકે છે; પણ એકવાર જ્યારે તે કર્મ ફળ આપવાને ઉદયમાન થાય છે ત્યારે તે પોતાનું સંપૂર્ણ ફળ તેની નિયત ‘સ્થિતિ’ અને ‘અનુભાગ સહિત આપ્યા વિના રહેતું નથી; અને તે સ્થિતિ પૂરી થતાં સુધી પ્રતિસમય તેને પ્રકૃતિનો ઉદય આવ્યા જ કરે છે. રસ’ આત્મા તેની સાંપ્રત સ્થિતિમાં કષાયભાવ વિના એક સમય પણ રહી શકતો નથી - તે ‘કષાયાત્મા' છે; જો એક સમય પણ તે જો તદ્દન અકષાયી થાય તો તે જ ક્ષણે, કૈવલ્ય' પ્રાપ્ત થાય. વ્યક્ત કે અવ્યક્ત કષાયભાવ દશમા ‘ઉપશાંત’ ગુણ Page #145 -------------------------------------------------------------------------- ________________ જૈન અને બૌદ્ધ મત : સંક્ષિપ્ત ઇતિહાસ અને સિદ્ધાંતો સ્થાન સુધી છે અને ત્યાં સુધી અશુભ યોગ વડે પાપાસવ' હોવાનું જૈન શાસ્ત્રમાં કહ્યું છે. આ કષાય વડે આત્મા પ્રત્યેક સમયે આયુષ્યકર્મ સિવાયનાં સાતે કર્મોનું ગ્રહણ કરે છે. આયુષ્નો બંધ આખા ભવમાં એક જ વાર થાય છે, અને જ્યારે તે થાય છે ત્યારે તે આખી જિંદગીના સેવેલા શુભાશુભ ભાવોના તારતમ્ય અનુસાર બંધાય છે. કષાયના બહુત્વથી પાપપ્રકૃતિની સ્થિતિનો બંધ ઘણો થાય છે તેથી દેવ તથા મનુષ્ય સંબંધી આયુની સ્થિતિ અલ્પ બંધાય છે, જ્યારે તેના અલ્પત્વથી લાંબી બંધાય છે. ઘાતી કર્મની સર્વપ્રકૃતિમાં અને અઘાતી કર્મની પાપપ્રકૃતિમાં કષાયના અલ્પત્વથી અનુભાગબંધ અલ્પ અને બહુત્વથી ઘણો થાય છે; તે જ પ્રમાણે પુણ્ય પ્રકૃતિનો અનુભાગબંધ કષાયની મંદતાથી વધે અને બહુત્વથી ન્યૂન થાય છે. આ પ્રકારે કષાયથી સ્થિતિ અને અનુભાગબંધનું સ્વરૂપ નિયમાય છે. યોગ અને કષાય અને તે બંનેથી કર્મ પર નિયામકતા યોગનું અતિ ચાંચલ્ય અને કષાયનું અલ્પત્વ જ્યાં હોય ત્યાં સ્થિતિ અને અનુભાગબંધ ન્યૂન હોય છે, પણ યોગ વડે ઉપાર્જન થયેલી કર્મપ્રકૃતિનો પ્રદેશ ઘણો વિસ્તારવાળો હોય છે, કેમકે પ્રદેશનો નિયામક યોગ છે. જેવી રીતે ભયાનક રીતે તૂટી પડવાની અણી પર દેખાતાં જળભર વાદળાંઓ ઘણા પ્રસંગે થોડીવાર ઝરમર ઝરમર છાંટા નાંખી વીખરાઈ જાય છે; ત્યાં પ્રદેશ વિસ્તારવાળો છતાં ફળ અલ્પ જોવામાં આવે છે; શરીર સંબંધી વેદનીય પ્રસંગોમાં અનેક વખતે એવું બને છે કે શીળીનાં ચાઠાં આખા શરીરે ઊઠી નીકળે છે એટલે વેદનીય પ્રકૃતિનો પ્રદેશ-વિસ્તાર આખા શરીર ઉપર બહોળો જોવામાં આવે છે પણ તેની સ્થિતિ અલ્પ હોય છે અને વેદનીયની અતિ મંદતા અર્થાત્ અનુભાગબંધ અલ્પ હોય છે. આવા પ્રસંગે એમ સમજવાનું છે કે તે પ્રકારનું કર્મ ઉપાર્જતી વખતે માત્ર અશુભ યોગના ચાંચલ્યનું બહુત્વ અને કષાયનું અલ્પત્વ હોવું જોઈએ. ૧૨૪ અને જ્યાં કષાયનું બહુલપણું અને યોગનું અલ્પત્વ હોય છે ત્યાં ફળદાનશક્તિ અને સ્થિતિનું તારતમ્ય અધિક હોય છે. એક નાની સરખી ફોલ્લી ઘણીવાર આખા શરીરમાં તીવ્ર વેદના ઉત્પન્ન કરે છે અને અનૈક ઉપચાર કરવા છતાં મટતી નથી. અહીં પ્રદેશબંધનું અલ્પત્વ છતાં કપાયની અધિકતાના બળે અનુભાગ અને સ્થિતિ વિશેષ હોય છે. આ વાત વિશેષ સ્પષ્ટ કરવા બીજાં દૃષ્ટાંત લઈએ. ઘણા મનુષ્યો રાતદિન મનમાં ને મનમાં તર્કવિતર્કના તાંતણા વણતા અને વિખેરતા હોય છે અને સહેજસાજ પ્રસંગમાં બહુ બોલી બાળવાની ટેવવાળા હોય છે, તેમજ બેચેનીને લીધે તથા ગમ્મત ખાતર ઘડીવાર જંપીને ન બેસતાં અહીંથી તહીં ભટક્યાં કરે છે. આવા મનુષ્યોમાં મન, વચન અને શરીરના યોગનું ચાંચલ્ય ઘણું જોવામાં આવે છે, પણ તે યોગમાં કપાયનું બહુત્વ હોતું નથી. તેઓ બિચારા ભોળાભાવે અહોનિશ યોગપ્રવૃત્તિ કર્યા કરતા હોય છે, છતાં ત્યાં તેમનો બહુ રાગભાવ હોતો નથી. માત્ર પ્રમાદ, અનુપયોગ અને અસંયમીપણાને લીધે તેમનું મન જૂના ચીલાઓમાં ચાલે છે. આવામાં કર્મપ્રકૃતિ ઉપાર્જવાની સાથે Page #146 -------------------------------------------------------------------------- ________________ આત્માને કર્મનો સંયોગ કષાયના અલ્પત્વને લીધે પ્રદેશના પ્રમાણમાં સ્થિતિ અને રસબંધ હોતો નથી. કેટલાક ઊલટા એવા મનુષ્યો હોય છે કે યુક્તિથી આડંબર શમી આંતિરક લાલસાઓ ક્રોધ, માન, માયા અને લોભથી મિશ્રિત રાખી વ્યવહાર ચલાવે છે કે તેના અંતરની ખબર પડતી નથી અને તક આવ્યે ભયંકર નીવડે છે – શાણા બગલાની માફક ઉપરથી સંયમવાળા ભાવિક લાગે છે. આવામાં યોગવૃત્તિનું અલ્પત્વ હોય છે. ને તેથી બીજાનું – લોકનું માન મેળવે છે, પરંતુ કષાયનું બાહુલ્ય હોય છે. કર્મ જડ હોવાથી આત્માને કેમ ફળ આપી શકે ? કર્મને કેવું ફળ આપવું એનું જ્ઞાન તે જડ હોવાથી તેને હોતું નથી. તો તે તેની યથાયોગ્ય પ્રકૃતિ પ્રમાણે કેવી રીતે પરિણમી શકે ? આ શંકાનો ઉત્તર આ રીતે છે ઃ જડ કર્મને તેવા પ્રકારનું કશું જ જ્ઞાન હોતું નથી, પરંતુ કર્મની ફળગર્ભિતા આત્માની શક્તિ વડે જ બની આવે છે. આત્માના કષાયભાવ વડે જ તે શક્તિ જડ કર્મપરમાણુમાં ઊપજેલી હોય છે. વાસ્તવમાં કર્મોની ફળશક્તિ એ આત્માની પોતાની જ શક્તિ છે. સર્પનું વિષ જેને રોમેરોમ ચડેલું છે તે મનુષ્ય પર કોઈ મંત્રસિદ્ધ મંત્રેલી કાંકરીથી વિષને ઉતારી નાંખે ત્યાં જેમ કાંકરીમાં કશું જ બળ નથી, પણ તે કાંકરીમાં આરોપાયેલા મંત્રીના આત્માના સામર્થ્યનો જ પ્રભાવ છે, તેમ અહીં પણ કર્મમાં વસ્તુતઃ કશું બળ નથી, પણ તેમાં આરોપાયેલા આત્માના રાગદ્વેષનું જ બળ છે. રાગદ્વેષ એ આત્મામાંથી પ્રકટેલું એક સામર્થ્યવિશેષ છે અને તેથી ગર્ભિત થયેલ કર્મવર્ગણા ફળ આપવા સમર્થ થાય છે. જ્યારે કર્મપ્રકૃતિ તેનું વિશિષ્ટ ફળ આપી રહે છે ત્યારે તે જડપિંડ કાર્યણ શરીરની સાથે ઘણીવાર અગાઉના જેવું જ જોડાયેલું રહે છે, છતાં તે કશી હાનિ કે લાભ કરી શકતું નથી કારણકે ફળ આપ્યા પછી તેનું પાણી બળ ઊતરી ગયું હોય છે. ૧૨૫ કર્મને પરિણમાવનાર પણ કોઈ જરૂરી શક્તિ હોતી નથી, પણ જે વખતે તે કર્મ આત્મા સાથે બંધાય છે તે કાળે જ ક્યારે, કેવી રીતે, કેવું અને કેટલું ફળ આપવું તે બધા નિયમોનો નિશ્ચય થયેલો જ હોય છે. શરીરમાં અન્નનો જથ્થો મોકલ્યા પછી તેમાંથી પોષક દ્રવ્ય છૂટું પાડવા માટે બીજી શક્તિ મોકલવાની જરૂર રહેતી નથી, પણ બધું નિયમાનુસાર સ્વયં જ બની આવે છે. જેમ કેટલાંએક ઔષધોમાં પોતે જડ હોવા છતાં તેની અસર ઘણીવાર જિંદગી સુધી ચાલે છે; વળી જેમ કેટલાંકમાં લોહી સુધારવાનો, જ્ઞાનતંતુ બળવાન કરવાનો વગેરે વિવિધ પ્રકૃતિઓના ગુણો હોય છે, તેમ કેટલાંક કર્મોનો ઉદય આખી જિંદગી સુધી નભનાર હોય છે અને તેની વિવિધ પ્રકૃતિ અનુસાર ફળ આવ્યે જાય છે. કર્મની ફલોદય પહેલાંની સ્થિતિ આત્માના યોગ અને કષાયભાવથી આકર્ષાયેલો દ્રવ્યકર્મનો સમૂહ તેના ઉદયકાળપર્યંત – ફલાભિમુખ થયા પહેલાં એટલે અનુદયાવસ્થામાં આત્માની સાથે એક ક્ષેત્રાવગાહપણે રહે છે. તે અનુદયાવસ્થામાં કર્મ ‘સત્તામાં (in potential state) રહે છે – અર્થાત્ તેટલો કાળ તે ફળ આપવાને તત્પર થયાં હોતાં નથી – તેની ‘શક્તિ’ Page #147 -------------------------------------------------------------------------- ________________ ૧૨૬ જૈન અને બૌદ્ધ મત : સંક્ષિપ્ત ઇતિહાસ અને સિદ્ધાંતો (static energy) સ્થિરપણે માત્ર ફળના સમયની રાહ જોતી હોય છે. વેદાંતમાં કર્મ સંચિત, સંચીયમાન (કે ક્રિયમાણ) અને પ્રારબ્ધ માનેલાં છે. સંચિત કર્મ એટલે ગત જન્મોમાં ભેગાં કરેલાં કર્મ પણ જેમણે હજુ ફળ આપવાની શરૂઆત નથી કરી પણ એમ જ પડ્યાં રહ્યાં છે. પ્રારબ્ધ કર્મ એટલે જે કર્મોએ ફળ આપવાની શરૂઆત કરી છે અને જેમને લીધે આ વર્તમાન જન્મ અને તેની પરિસ્થિતિ શક્ય બન્યાં છે તે. સંચીયમાન કે ક્રિયમાણ કર્મ એટલે આ જન્મમાં જે નવાં કર્મ એકઠાં કરવામાં આવી રહ્યાં છે તે. સમ્યજ્ઞાન થતાં સંચિત કર્મ બળી જાય છે અર્થાત્ તેમનામાં ફળ આપવાની શક્તિ રહેતી નથી. સમ્યજ્ઞાન પછી અહંતા-મમતા કે કર્તૃત્વનો ખ્યાલ રહેતો નથી તેથી જરૂરી ક્રિયાઓ કરવા છતાં કર્મબંધન થતું નથી અને ક્રિયમાણ કર્મ જેવું રહેતું નથી. પરંતુ પ્રારબ્ધકર્મોએ ફળ આપવાની શરૂઆત કરી જ દીધી છે તેથી તેમનો ક્ષય તો ભોગથી જ થાય અને માટે જ્ઞાન થયા પછી પણ ઐહિક જીવન કેટલોક વખત ચાલુ રહે છે. ] વેદાન્ત કર્મની આ અવસ્થાને ‘પ્રારબ્ધ’ કહે છે, જ્યારે જૈન તે જ અવસ્થાને ‘સત્તાપણે’ કહે છે. ધનુષ્ય પર ચઢાવેલું તીર છોડવામાં આવ્યું નથી ત્યાં સુધી તીરમાં જે સત્તા રહેલી છે તેને Static energy – સ્થિર વીર્યની સંજ્ઞા અપાય છે, અર્થાત્ ત્યાં શક્તિ તો છે પણ તે હજી ‘ઉદય’ રૂપ.– વેદાંત પરિભાષામાં ‘ક્રિયમાણ’ રૂપ થઈ નથી, અને જ્યાં સુધી તે શક્તિ ફલાભિમુખ થઈ નથી ત્યાં સુધી તે શક્તિ ‘સત્તાપણે’ રહેલી છે. તેથી તે શક્તિ ફેરફારને પાત્ર તે અવસ્થામાં હોય છે. કુંભારે ચાક પર ચડાવેલા માટીના પિંડને કેવો આકાર આપવો, તેનામાં કેવો ફેરફાર કરવો એ કુંભારના પોતાના હાથમાં છે તેમ કર્મની અનુદય સ્થિતિ – સત્તા અવસ્થામાં તેનું પરિવર્તન કે પ્રમાણમાં ન્યૂનાધિક કરવાનું સ્વાતંત્ર્ય આત્માએ ગુમાવેલું હોતું નથી. પરંતુ કુંભાર એક આકાર બનાવી તેને અગ્નિમાં પકાવ્યા પછી તેમાં ફેરફાર કરી શકતો નથી તેમ આત્મા પણ કર્મના ઉદયાવસ્થાના સમય પછી તેમાં કશો પણ ફેરફાર કરી શકતો નથી . કર્મની રેખ ૫૨ મેખ મારવાનું આત્માનું બળ માત્ર કર્મની ‘સત્તા’ અવસ્થામાં જ હોય છે. તે અવસ્થામાં શુભ અશુભ કર્મની સ્થિતિ કે અનુભાગ અલ્પ હોય તો તેનું ‘ઉત્કર્ષણ’ કરી તેમાં વૃદ્ધિ કરી શકે છે, તે જ પ્રકારે બહુત્વનું અલ્પત્વ કરી શકે છે. સબળ જાગ્રત આત્માઓ તેમ કરી શકે છે. કર્મનો ફલોદય કર્મ જ્યારે ઉદયમાન થાય છે ત્યારે તે સાક્ષાત્પણે સ્વયં કાંઈપણ નિપજાવી શકતું નથી, પણ પોતાની પ્રકૃતિ અનુસાર માત્ર કાર્ય થવાનું નિમિત્ત રચી આપે છે. તેનું કાર્ય જ નિમિત્તમાત્ર રચી આપવાનું છે, બાકીનું કર્તવ્ય આત્માને અધીન છે. જો કર્મમાં નિમિત્ત આપવા પૂરું પાડવા ઉપરાંત સત્તા હોત એટલે બળાત્કારથી આત્માને તત્પ્રાયોગ્ય કર્તવ્યમાં જોડવાનું સામર્થ્ય હોત, તો આત્માને ત્રણે કાલમાં મોક્ષનો અસંભવ જ રહેત અને પછી ઈશ્વર તીર્થંકર અને શાસ્ત્રનો આશય નિષ્ફળ જાત. કર્મ નિમિત્ત પૂરું પાડી સત્ત્વહીન થાય છે, પછી તે નિમિત્તનો લાભ લેવો કે નહિ, તે — Page #148 -------------------------------------------------------------------------- ________________ આત્માને કર્મનો સંયોગ નિમિત્ત આત્માને જે પ્રવૃત્તિવિશેષમાં જોડવા લલચાવે છે તેમાં યોજાવું કે નહિ તેનું સ્વાતંત્ર્ય આત્માને પોતાને હાથ છે. જો પોતાની સ્વાભાવિક સત્તા અધિકારનો ઉપયોગ આત્મા કરે અને તે નિમિત્તમાં ન જોડાય – તત્પ્રાયોગ્ય પ્રવૃત્તિમાં ન યોજાય તો કર્મની ઉદયમાન સત્તા તેને સ્પર્શી શકતી નથી. - જ્ઞાની અને અજ્ઞાની, સબળ અને નિર્બળમાં તફાવત એટલો જ છે કે જ્યારે જ્ઞાની જનો નિમિત્તથી રંગાવા કદી લલચાતા નથી, અને કદાચ પૂર્વે બાંધેલી કર્મપ્રકૃતિના અનુભાગના બાહુલ્યથી લલચાય તો પણ પોતાની ભૂલ તુરત જ સુધારી લે છે, ત્યારે અજ્ઞાની – નિર્બળ આત્માઓ પ્રત્યેક ક્ષુદ્ર નિમિત્તને વશ બની પોતાનું સ્વત્વ ગુમાવે છે, અને સંયોગોના બળમાં તૃણવત્ આમથી તેમ અથડાયાં કરે છે. પુરુષાર્થની સિદ્ધિ આ વખતે જ છે, આ વખતે ભાવકર્મ કે જેથી દ્રવ્યકર્મ થાય છે તે ન કરવાં નિમિત્તની આસક્તિમાં ન પડવું તે સંસારનું બંધન શિથિલ કરવા અને આખરે તોડી પાડવાનો એક જ અમોઘ ઉપાય છે. ૧૨૭ જુદાજુદા સમયે ઉપાર્જેલાં પરંતુ એક જ કાળે ઉદયમાં આવવા યોગ્ય કર્મો જ્યારે ઉદયમાન થાય છે ત્યારે એ સર્વકર્મના અનુભાગનું જે એકત્રિત પ્રમાણ થાય તેટલું સામટું ફળ તે આપે છે એટલે એ બધા અંશો એકસાથે નિષ્પન્ન થાય છે. ત્યારે તે અત્યંત તીવ્ર ફળ આપે છે. એક કાળે ઉપાર્જેલાં કર્મોનો અનેક સમયે, અને અનેક સમયે બાંધેલાં કર્મોનો એક સમયે પણ ઉદય આવે છે; આ કર્મો ૫૨ વિજય મેળવવો તે પર જ આત્મબળનો આધાર છે. - ઉપસંહાર : આત્મા ને કર્મનો સંબંધ ત્રણ પ્રકારે આત્મા ને કર્મનો સંબંધ ત્રણ જુદા પ્રકારનો છે ઃ (૧) આત્માના અશુદ્ધ ઉપયોગરૂપ પરિણમન થતો ‘ભાવબંધ’ આ બંધ અરૂપી સાથે અરૂપીનો છે અર્થાત્ પરિણામ અને પિરણામીનો છે; કે જેમાં કર્યાં પણ આત્મા, અને પરિણમન રૂપ કર્મ પણ આત્મા છે. (૨) પુદ્ગલની સાથે નૂતન કર્મપુદ્ગલ વર્ગણાનો સંબંધ. આ સંબંધ રૂપીની સાથે રૂપીનો છે. જીવના પ્રદેશમાં એક ક્ષેત્રાવગાહપણે જે પૂર્વબદ્ધ વર્ગણા છે તેમાં નવી વર્ગણાનું સ્નિગ્ધ રુક્ષભાવ વડે આકર્ષાવું તે ‘દ્રવ્યબંધ’ અને (૩) આત્માની સાથે કર્મવર્ગણાનો સંયોગસંબંધ – એ રૂપી અને અરૂપીનો સંબંધ છે. કારણકે આત્મા અરૂપી અને કર્મવર્ગણા રૂપી છે. વાસ્તવમાં ‘નિશ્ચય’ નય વડે પારમાર્થિક દૃષ્ટિએ જે બંધ છે તે પ્રથમ વર્ગનો અશુદ્ધ અથવા વિભાવ પરિણમનરૂપ બંધ છે. પરિણામીપણું એ આત્માનો સ્વભાવ છે; જ્યારે તે નિજદ્રવ્યમાં પ્રવર્તન છોડી પરદ્રવ્યમાં પરિણમે છે ત્યારે પોતાનો સ્વભાવસિદ્ધ પરિણામ ત્યજી વિશેષતાસહિત પ્રવર્તે છે અને તે વિશેષ પરિણામ એ જ ભાવકર્મ છે, એ જ બંધનો હેતુ છે, એ જ સંસારનું બીજ છે. તે તજી પોતાના સ્વભાવને આત્મા ભજે છે ત્યારે સંસારબીજ ભસ્મીભૂત થતાં કર્મમળથી મુક્ત થાય છે. વસ્તુતઃ આત્મા કોઈ કર્મનો કર્તા હોય તો તે માત્ર આ વિભાવ પરિણામ રૂપ કર્મનો જ કર્યાં છે. તે અશુદ્ધ પરિણામનું નિમિત્ત મેળવી દ્રવ્યકર્મ સ્વયં તેમાં પ્રવેશે છે, પરંતુ ત્યાં કાંઈ આત્મા Page #149 -------------------------------------------------------------------------- ________________ ૧૨૮ કર્મને ગ્રહવાના હેતુ વડે ગ્રહતો નથી. જેમ વર્ષાઋતુમાં જળનો ભૂમિ સાથે સંયોગ થતાં તે નિમિત્ત મેળવી પુદ્ગલ દ્રવ્ય પોતાની શક્તિ વડે ખાસ અને અંકુર રૂપે પરિણમે છે, તેમ આત્માના વિભાવ પરિણામનું નિમિત્ત મળતાં તે પિરણામને અનુરૂપ કર્મ પ્રકૃતિરૂપે પુદ્ગલ દ્રવ્ય સ્વયં પરિણમે છે. પુદ્ગલસ્વભાવ જ કર્મની વિચિત્રતાનો હેતુ છે. આત્મા માત્ર પોતાના પરિણામનો જ કર્તા છે. નિશ્ચયથી આત્મા પુદ્ગલ કર્મનો કર્તા નથી. અલબત્ત તેના જ પરિણામવિશેષનું નિમિત્ત મેળવી એક ક્ષેત્રાવગાહ પ્રમાણે રહેલી જડ વર્ગણા તે આત્મપરિણામને અનુરૂપ જ્ઞાનાવરણીયાદિ કર્મ પ્રકૃતિ રૂપે રૂપાંતર પામે છે, પરંતુ તેમ થવામાં આત્મા તો માત્ર નિમિત્ત જ છે. જળવૃષ્ટિ એ ઘાસનો કર્તા નથી તે તો પોતાના પતનરૂપ કર્મને જ કરે છે, પણ ઘાસ વગેરે તે જળનું નિમિત્ત મેળવી પ્રકટી આવે છે. ત્યાં માત્ર ઉપચારથી અથવા ‘વ્યવહાર'થી તે વૃષ્ટિ ઘાસ આદિનો કર્યાં કહેવાય. વસ્તુતઃ દ્રવ્યકર્મનો કર્તા પુદ્ગલ પોતે જ છે, કારણકે કોઈ દ્રવ્યના પરિણમનમાં કોઈ બીજું દ્રવ્ય હાથ નાંખતું નથી, માત્ર નિમિત્ત આપે છે. આ ‘નિશ્ચયદૃષ્ટિ’ અને ‘વ્યવહારદૃષ્ટિ’ પોતપોતાના પ્રદેશમાં અને પોતાના જુદા દૃષ્ટિબિંદુથી સાચી છે, પરંતુ પરમાર્થદૃષ્ટિ – દ્રવ્યાશ્રિત પરિણમન દૃષ્ટિ – કાર્યકર અને મોક્ષના હેતુની સાધક છે. આત્મા જ્યાં સુધી પોતાના બંધના નિયામક તરીકે અન્ય દ્રવ્યને સ્વીકારે છે. (મિથ્યાત્વ’માં છે) ત્યાં સુધી તેના સ્વયં પુરુષાર્થનો અવકાશ રહેતો નથી, પરંતુ જ્યારે તે પોતાના પિરણામ વડે જ પોતે બંધાયાનું સ્વીકારે છે – અને વાસ્તવમાં છે પણ તેમજ – ત્યારે તે ‘સમ્યક્ત્વ' પામે છે ત્યારે જે પરિણામોથી તે બંધાયો હોય છે તેના વિરોધી પરિણામનો આશ્રય લઈ બંધક પરિણામની સત્તાને વિખેરી નાંખે છે એમ કરતાં, સર્વ કર્મથી મુક્ત થતાં મોક્ષપદ પ્રાપ્ત કરે છે. સમ્યગ્દર્શન — જૈન અને બૌદ્ધ મત : સંક્ષિપ્ત ઇતિહાસ અને સિદ્ધાંતો જૈનશાસ્ત્રમાં સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્યક્ચારિત્ર એ ત્રણ હોય ત્યારે જ મોક્ષની પ્રાપ્તિ થાય છે એમ જણાવેલું છે. આમાં સમ્યગ્દર્શનની વ્યાખ્યા આપતાં ઉમાસ્વાતિ પોતાના તત્ત્વાર્થસૂત્રમાં જણાવે છે કે ‘તત્ત્વાર્થશ્રદ્ધાનું સમ્પર્શનમ્’ તત્ત્વાર્થમાં શ્રદ્ધાન તે સમ્યગ્દર્શન. આ સંસારમાં સર્વ પ્રકારનાં દુઃખના બીજભૂત મિથ્યાદર્શન, મિથ્યાજ્ઞાન, અને મિથ્યાચારિત્ર છે, જ્યારે તે સર્વને બાળી સુખ આપનાર – સુખના ઉચ્ચતમ સ્થાને લઈ જના૨ સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્યક્ચારિત્ર છે. મિથ્યાદર્શન ટળી જતાં જ્ઞાન અને ચારિત્રનું મિથ્યાપણું નાશ થઈ જવું જ જોઈએ એ નિયમ છે, તેથી સમ્યગ્દર્શનને પ્રથમ સ્થાન આપવામાં આવેલું છે. સમ્યગ્દર્શન એ મોક્ષનું બીજ છે; તે વગર જ્ઞાન અને ચારિત્રરૂપી જળનું ગમે તેટલું સિંચન કરવામાં આવે તે નકામું છે. એક સમય માત્રનો સમ્યગ્દર્શનનો સ્પર્શ આપણી ઇચ્છા હોય કે અનિચ્છા હોય તોપણ વધારેમાં વધારે અર્ધ પુદ્ગલ પરાવર્તન કાળમાં મોક્ષમાં લઈ જાય છે એવું જૈનશાસ્ત્રમાં જણાવેલું છે. Page #150 -------------------------------------------------------------------------- ________________ સમ્યગ્દર્શન ૧૨૯ વ્યાખ્યા સમ્યગ્દર્શનનો પ્રતિપક્ષી શબ્દ મિથ્યાદર્શન છે. આ જીવને અનાદિ કાળથી જે કર્મસંબંધ છે તે કર્મ પૈકીના દર્શનમોહ નામના કર્મના ઉદયથી જે અતત્ત્વશ્રદ્ધાન થાય છે તેને “મિથ્યાદર્શન' કહેવામાં આવે છે. પદાર્થ જેવા રૂપે અવસ્થિત છે તેવા રૂપે તેનો નિશ્ચય થવો એ “સમ્યગ્દર્શન' છે. અને જેવા રૂપે પદાર્થ અવસ્થિત નથી તેવા રૂપે તેનું દર્શન થવું – શ્રદ્ધાન થવું - વિપરીત અભિનિવેશ થવો – તેને મિથ્યાદર્શન - અતત્ત્વશ્રદ્ધાન કહેવામાં આવે છે. દર્શન’ શબ્દનો અર્થ સામાન્ય રીતે અવલોકન થાય છે, પરંતુ આ સ્થળે તેનો અર્થ શ્રદ્ધાન એવો થઈ શકે, કારણકે સામાન્ય અવલોકનરૂપ ક્રિયા કાંઈ સંસારના મોક્ષ જેવા મહત્ત્વના વિષયમાં કારણરૂપ હોવી ઘટતી નથી. તત્ત્વાર્થ શ્રદ્ધાનમાં ‘તત્ત્વનો અર્થ, જે અવસ્થામાં પદાર્થ અવસ્થિત છે તેવા પ્રકારે હોવાપણું છે અને તેનો જે નિશ્ચય કરવામાં આવે તે “અર્થ અને તે બંનેની સંજ્ઞા જણાવવા તત્ત્વાર્થ કહેવામાં આવે છે. [તત્ત્વાર્થ=Reality એવો અર્થ થાય.] શ્રદ્ધાન એ માનીનતા નહિ. તત્ત્વાર્થ શ્રદ્ધાન ઉપર જૈન દર્શને અત્યંત ભાર મૂક્યો છે. ખ્રિસ્તી ધર્મમાં તેને faith, બૌદ્ધમાં તેને “બોધિ' કહે છે. બિૌદ્ધમાં “સમ્મા દિઢિ છે. (બોધિ નહી)] તેમજ અન્ય સર્વ શાસ્ત્રોએ પ્રકારાંતરે તેનું મહત્ત્વ બતાવ્યું છે. તેના ઉપર જ મોક્ષમાર્ગનો આધાર છે એમ જૈન દર્શન કહે છે. આ કાળે શ્રદ્ધાનનો અર્થ માનીનતા (belief) એવો થતો જોવામાં આવે છે પરંતુ તેમ નથી. શ્રદ્ધા અને માનીનતા એ જોકે એક જ વસ્તુની કળાઓ છે, તથાપિ પ્રથમ ઉત્કૃષ્ટ અને બીજી નિકટ પંક્તિની છે. શ્રદ્ધાન એ માનીનતાનો પરિપાક છે, તે મનુષ્યમાંથી દેવત્વ અને દેવત્વમાંથી ઈશ્વરત્વ પ્રકટ કરી શકે છે, જ્યારે માનીનતા ફક્ત મનુષ્યના મનનો અમુક પ્રકારનો ભાવ જ (attitude of mind) સૂચવે છે, અને કોઈપણ પ્રકારના સ્પષ્ટ ફળને પ્રકટ કરી શકતી નથી. માનીનતા પ્રાયઃ સર્વકાળ એક સરખી જ રહે છે જ્યારે શ્રદ્ધાનું રૂપાંતર અને અનુરૂપ કાર્ય વહેલુંમોડું થાય જ છે. વસ્તુ સ્વરૂપ જે પ્રકારે શાસ્ત્રકારે કહ્યું છે તે પ્રમાણે શ્રદ્ધવામાં અને માનવામાં વિશાળ અંતર છે. શ્રદ્ધાન થતાંની સાથે જ પર્યાયજ્ઞપ્તિ નાશ પામી સ્વરૂપજ્ઞપ્તિમાં સ્થિતિ થાય છે, અર્થાત્ હું શરીર નહિ, પણ આત્મા છું' એવું અંતરના મર્મ ભાગમાં પ્રતીત થાય છે. મન, બુદ્ધિ, ઈદ્રિયો વગેરેમાંથી મમત્વબુદ્ધિનો વિલય, શ્રદ્ધાનના ઉદયની સાથે થવો જ જોઈએ. હું આત્મા છું, જડથી અસંગ છું, મારું અને પુગલનું સ્વરૂપ એકબીજાથી અત્યંત ભિન્ન છે' એમ આપણને શાસ્ત્રકાર શ્રદ્ધાન કરાવે છે અને એ વાતનું જો આપણને શ્રદ્ધાન થાય તો આપણા જીવનનો ક્રમ આ ક્ષણથી જ તદ્દન ફરી જઈ નવજીવનમાં પ્રવેશ થવો જોઈએ. જે મમત્વબુદ્ધિ શરીર, મન, બુદ્ધિ, ઈકિયાદિકમાં હોય તે ઊઠી જાય અને આત્માના સ્વરૂપમાં અવાય. પરંતુ જો ઉપર્યુક્ત વાતની માન્યતા જ બંધાય તો તેથી આપણા જીવનમાં કશો મહત્ત્વનો ફેરફાર થતો નથી. મનુષ્યોનો મોટો ભાગ વસ્તુસ્વરૂપને પોતાની બુદ્ધિના ધોરણ ઉપર કલ્પી તેનો તે પ્રકારે નિશ્ચય Page #151 -------------------------------------------------------------------------- ________________ ૧૩૦ જૈન અને બૌદ્ધ મત : સંક્ષિપ્ત ઇતિહાસ અને સિદ્ધાંતો કરે છે, પરંતુ સંસારમોક્ષ જેવા અગત્યના વિષયમાં આવી ભ્રમણાથી જેમ બને તેમ તુરત મુક્ત થવું એ દરેક જૈનને આવશ્યક છે. જ્ઞાન-સમ્યકત્વ આ સ્થળે એવી શંકા સંભવિત છે કે વસ્તસ્વરૂપનો સંપૂર્ણ નિશ્ચય તો કેવળજ્ઞાન - સર્વજ્ઞતા વિના થઈ શકે તેમ તો નથી તો પછી મિથ્યા-દર્શનનો ત્યાગ અને વસ્તુસ્વરૂપનો સનિશ્ચય કેમ થઈ શકે ? આનું સમાધાન આ રીતે છે. જૈનશાસ્ત્ર કહે છે કે પદાર્થનું જ્ઞાન, અજ્ઞાન અથવા વિપરીત જ્ઞાન તો જ્ઞાનાવરણીય કર્મના ક્ષયોપશમ ઉપર આધાર રાખે છે, પરંતુ સમ્યગ્દર્શનનો આધાર તો “દર્શનમોહનીય' નામના “મોહનીય કર્મના ક્ષયોપશમ અને ઉપશમ ઉપર જ રહેલો છે. જ્ઞાનાવરણીય કર્મના ક્ષયોપશમથી પ્રકટ થયેલું જ્ઞાન – એનું નામ સમ્યગ્દષ્ટિ નથી, પરંતુ પ્રયોજનભૂત પદાર્થોનું જ્ઞાન જ સમ્યગ્દષ્ટિ કહેવાય છે. અલબત્ત સમ્યક્ત્વપ્રાપ્તિ માટે જ્ઞાનાવરણીય કર્મના ક્ષયોપશમની અપેક્ષા છે, પરંતુ તેટલો ક્ષયોપશમ તો સર્વ પંચેદ્રિય જીવોને હોય જ છે; તોપણ તે ક્ષયોપશમ સમ્યક્ત્વની પ્રાપ્તિ માટે સાક્ષાત્ હેતુભૂત થતો નથી. શાસ્ત્રોનાં શાસ્ત્રો મુખપાઠ કરવાથી પ્રાપ્ત કરેલું જ્ઞાન પ્રયોજનભૂત પદાર્થોના શ્રદ્ધાન રહિત હોય તો મિથ્યા જ છે, અને સંસી તિર્યંચાદિકના જ્ઞાનાવરણીય કર્મનો ક્ષયોપશમ ન્યૂન હોય તો પણ પ્રયોજનભૂત પદાર્થોના શ્રદ્ધાન સહિત હોવાના હેતુથી તે સમ્યગ્દર્શનના હેતુભૂત જ છે. આ ઉપરથી જૈનશાસ્ત્ર કહે છે કે જ્ઞાનાવરણીય કર્મના ક્ષયોપશમને અનુસરીને શ્રદ્ધાનની પ્રાપ્તિ નથી, પરંતુ દર્શનમોહ નામના મોહનીય કર્મના ઉદયથી જ મિથ્યાદર્શન અને તેના નાશથી પ્રયોજનભૂત પદાર્થોનું શ્રદ્ધાન અથવા સમ્યકત્વ – સમ્યગ્દર્શન પ્રાપ્ત થાય છે. પ્રયોજનભૂત પદાર્થ – સપ્ત યા નવ તત્ત્વ આ જગતમાં પ્રયોજનભૂત પદાર્થ માત્ર એક જ અને તે એ જ છે કે સુખનો યોગ અને દુઃખની આત્યંતિક નિવૃત્તિ. તે સિવાય અન્ય સર્વ કોઈ પદાર્થ અપ્રયોજનભૂત અને નિષ્ફળ છે. તે પ્રયોજનભૂત વસ્તુની સિદ્ધિ માટે જીવ-અજીવ આદિના સત્ય શ્રદ્ધાનની જરૂર છે; કારણકે જ્યાં સુધી પોતે કોણ છે અને પર કોણ છે એ જણાયું નથી ત્યાં સુધી સુખનો ઉપાય કોને વાસ્તુ શોધાય ? મિથ્યાત્વના યોગે આત્મા અને કર્મનો સંયોગ તે “બંધ', અને બંધનું કારણ “આસવ' અને આમ્રવનો અભાવ તે ‘સંવર' અને કથંચિત કર્મનો અભાવ તે નિર્જરા’ અને સર્વ કર્મની નિર્જરા તે “મોક્ષ' – એમ પરસ્પર અવલંબનભૂત ઉત્તરોત્તર સાત તત્ત્વોનું જ્ઞાન એ જ પ્રયોજનભૂત જ્ઞાન છે અને તેનું સત્ય શ્રદ્ધાન તે સમ્યગ્દર્શન છે. સર્વ દુઃખની નિવૃત્તિનો એક જ ઉપાય છે અને તે ઉપર જણાવ્યાં તે પ્રયોજનભૂત તત્ત્વોનું સત્ય શ્રદ્ધાન છે. તે વિનાનું જ્ઞાનાવરણીય કર્મના ક્ષયોપશમજન્ય જ્ઞાન અને જુદાજુદા દુષ્કર ચારિત્ર (તપાદિ) અંકરહિત શૂન્ય જેવાં નિષ્ફળ છે. 'પુણ્ય' અને “પાપ' નામના તત્ત્વવિશેષ બંધ તત્ત્વમાં સમાય છે, તે જીવ, અજીવ, બંધ, આસવ, સંવર, નિર્જશ અને મોક્ષ એ સાત તત્ત્વમાં ઉમેરતાં નવ તત્ત્વ થાય છે, અને તેથી તેનું પણ જ્ઞાન પરંપરાએ પ્રયોજનભૂત ગણી શકાય, કેમકે Page #152 -------------------------------------------------------------------------- ________________ સમ્યગ્દર્શન ૧૩૧ ' T 8 મા II 1 f walk MA સામાન્ય કરતાં વિશેષ અધિક બળવાન તેમજ સત્વર ફળને ઉત્પન્ન કરનાર એ પાપપુણ્યનો નિયમ છે. ભ્રાંતિનો નાશ એ સમ્યકત્વ ઉપરોક્ત પ્રયોજનભૂત જ્ઞાનની પ્રાપ્તિ અર્થે સર્વ સંશી પંચેન્દ્રિય જીવો અને તિર્યંચોને જે જ્ઞાનાવરણીય કર્મનું ક્ષયોપશમ હોય છે તે કરતાં વિશેષની કશી અગત્ય નથી, અને તે જ્ઞાનની પ્રાપ્તિ માટે અમુક પ્રકારની ભ્રાંતિ નિવારવા સિવાય બીજું કશું જ કરવાનું નથી. હું કોણ છું? મારું સ્વરૂપ કેવું છે ? હું જેના વિષે મારાપણાનો દાવો રાખું છું તે ખરી રીતે મારું છે કે કેમ ? આ કર્મવર્ગણા કોના સંબંધે છે ? તે રાખવા યોગ્ય છે કે પરિહરવા યોગ્ય છે ? ઈત્યાદિ વસ્તુ શાસ્ત્રદૃષ્ટિએ વિચાર કરતાં પ્રયોજનભૂત જ્ઞાન ઉપરના આવરણરૂપ “ભ્રાંતિનો તુરત વિલય થાય છે, અને તે ભ્રાંતિ રહિત સ્વરૂપ દશા જ શાસ્ત્રદષ્ટિએ સમ્યકત્વ છે. હિં કોણ છું ? ક્યાંથી થયો ? શું સ્વરૂપ છે મારું ખરું ? કોના સંબંધે વર્ગણા છે ? રાખું કે એ પરિહરું ! - રાજચંદ્ર]. જે કાંઈ કર્તૃત્વ ભાસે છે તે આપણો દૃષ્ટિદોષ છે. અત્યંત શાંતિ, અકર્તૃત્વ, અચળતા અને તેવા જ નિષ્ક્રિય ભાવને સૂચવનાર વિધાનોનું મોક્ષક્રમમાં આદિસ્થાન છે. ટૂંકામાં પ્રયોજનભૂત પદાર્થોનું જ્ઞાન જ પરંપરાએ સર્વજ્ઞત્વને આપનારું અને સર્વ પ્રકારની ઉચ્ચતમ સિદ્ધિના પદમાં સ્થાપનારું થાય છે. શાસ્ત્રબોધ અને સર્વ શ્રુતનું સાફલ્ય તે સત (નવ) તત્ત્વના શ્રદ્ધાનમાં જ છે. વિવેકદષ્ટિનો ઉદય થતાં સર્વ પ્રકારની ભ્રાંતિ આપોઆપ સમાઈ જાય છે. ભ્રાંતિ આ જગતમાં ભ્રાંતિથી જ એક વસ્તુમાં અન્યત્વનો આરોપ થાય છે. આત્મામાં અનાત્માનો અને અનાત્મામાં આત્માનો આરોપ તેમજ તે આરોપનાં અનેક પ્રકારનાં સ્વરૂપો માત્ર ભ્રાંતિને લઈને જ પ્રકટે છે. આત્મા ઉપરથી ભ્રાંતિનું આવરણ ન્યૂન અંશમાં ખસી જવું તે જ સમ્યકત્વ છે. પછી આ ભ્રાંતિરહિત થયેલ જૂન અંશ આત્માના સર્વાશને ભ્રાંતિરહિત પદ – કૈવલ્યની કટિમાં લાવી મૂકે છે. જેમ બીજનો ચંદ્રમા ક્રમેક્રમે પૂર્ણિમાના ચંદ્રમાં રૂપાંતર પામે છે તેમ ભ્રાંતિના વિલયજન્ય બીજજ્ઞાન કમેક્રમે કૈવલ્યને – સર્વજ્ઞતાને પ્રાપ્ત થવા યોગ્ય છે, અને એટલા જ માટે “સમ્યકત્વ'ને શાસ્ત્રકારે “બીજજ્ઞાન” એ યોગ્ય રહસ્યમય નામ આપેલ છે. શ્રાંતિ શું અને કેવા પ્રકારની છે ? અનાદિકાળથી કર્માવૃત જીવ કર્મના નિમિત્તથી અનેક પર્યાય ધારણ કરે છે અને પ્રતિસમય પૂર્વપર્યાયને છોડી નવીન પર્યાયપરંપરાને ધારણ કરતો જાય છે અને તે ૧. બૌદ્ધોમાં આત્મા દરેક ક્ષણે બદલાય છે એવું માનવામાં આવે છે પરંતુ જે રીતે તેઓ એમ માની આત્માનો નિષેધ કરે છે તે રીત તેમજ આત્માનો નિષેધ જૈનો તેમજ અન્ય દર્શનો સ્વીકારતાં નથી. પારકા* = '18 4 4 A 'F' ' કપ કે ' ' * * * * * * * * Page #153 -------------------------------------------------------------------------- ________________ ૧૩૨ જૈન અને બૌદ્ધ મત : સંક્ષિપ્ત ઇતિહાસ અને સિદ્ધાંતો આ રીતે કે : - અનેક પુદ્ગલ પરમાણુવાળા શરીરમાં આત્મા પોતાપણાનો આરોપ કરે છે, પુદ્ગલના સ્વાભાવિક ધર્મને – વર્ણગંધરસસ્પર્શાદિકને પોતાના ધર્મ માની લઈ હર્ષશોક અને રાગદ્વેષના ઢંઢમાં લપટાય છે, પુલના તે ધર્મ પલટે છે, હાનિવૃદ્ધિ પામે છે વગેરે જે ક્રિયા કરે છે તેને પોતાની સ્વરૂપ અવસ્થારૂપ માની લે છે. શરીર અને આત્માના નિમિત્ત-નૈમિત્તિક સંબંધને સ્વરૂપસંબંધ માની લઈ ઉભયની સંયોગરૂપ ક્રિયાને પોતાની માને છે. દરેક ઈદ્રિય જે કાર્ય કરે છે તે પોતે તે વડે કરે છે એમ માને છે, અર્થાત્ કર્મના નિમિત્તથી પ્રાપ્ત થયેલી ઈદ્રિયોના ધર્મોને પોતાના ધર્મો માને છે એમ અનેક જુદાજુદા પર્યાયમાં પોતાની સ્વબુદ્ધિનો આરોપ કરે છે. આથી આત્મા રાગદ્વેષથી રંગાઈ સંસારપ્રવૃત્તિથી છૂટી શકતો નથી. મિથ્યા શ્રદ્ધાનથી – મિથ્યાત્વથી નિત્ય વસ્તુને અનિત્ય અને અનિત્યને નિત્ય માને છે. પોતાથી ભિન્નને પોતાથી અભિન્ન માને છે, સુખના કારણને દુઃખનું કારણ અને દુઃખના હેતુને સુખનો હેતુ માને છે. આવા અયથાર્થ શ્રદ્ધાનથી ઊપજતા મોહના ઉદયથી ઉદ્ભવેલા કષાયભાવને આત્મા પોતાનો સ્વભાવ માને છે. કષાયભાવ પોતાના જ્ઞાન-દર્શનોપયોગથી ભિન્ન ભાસતો નથી તેનું કારણ એ જ છે કે મિથ્યાત્વનો આસ્રવ, જ્ઞાન અને દર્શન એ ત્રણેનો આધારભૂત આત્મા છે અને એ ત્રણેનું પરિણમન એક જ સમયે થતું હોવાથી તેનું ભિન્નપણું તેને જણાતું નથી. આ જ મિથ્યાદર્શન છે. આ મિથ્યાત્વજન્ય કષાયભાવની આકુળતાને લીધે આ જીવને વર્તમાન સમયે નિમિત્તભૂત પદાર્થોમાં સુખદુઃખદાતૃત્વનું ભાન થયા કરે છે. પોતાના મિથ્યાત્વ કષાયભાવથી ઉત્પન્ન થયેલા દુઃખનો આરોપ, પોતાની ઈચ્છાનુસાર ન પ્રવર્તનાર પદાર્થમાં કરે છે. વસ્તુતઃ દુઃખ તો ક્રોધથી થાય છે, પરંતુ પોતાના ક્રોધ કષાયથી ઉત્પન્ન થયેલા દુઃખનો હેતુ – ક્રોધનો હેતુ ક્રોધના નિમિત્તને માની લે છે; દુઃખ તો લોભ કષાયથી થાય છે, પરંતુ તે કષાયજન્ય દુઃખનો આરોપ અપ્રાપ્ય વસ્તુમાં કરે છે. વસ્તુતઃ તે અપ્રાપ્ય વસ્તુ તેને દુઃખ આપવા આવતી નથી, છતાં ભ્રમિત મનુષ્ય તેને પોતાના દુઃખનો હેતુ માને છે. એવી જ રીતે અન્ય કષાયો માન, માયાથી ઉત્પન્ન થતાં દુઃખને નિમિત્તથી ઉત્પન્ન થયેલાં માની નિમિત્ત ઉપર ક્રોધ કરે છે. દુઃખનું સ્થાન તો કષાય છે. તેના ઉપર પ્રતિકષાય કરવાને બદલે અર્થાતુ ક્રોધ ઉપસ્થિત થતાં તે પ્રત્યે ક્રોધસ્વભાવતા દર્શાવવાને બદલે માનની સામે દીનપણાનું માન દર્શાવવાને બદલે, માયા વિરુદ્ધ માયા દર્શાવવાને અને તે સિવાયના કષાયો પ્રત્યે પ્રતિકષાય દર્શાવવાને બદલે મૂર્ખ મનુષ્ય પોતાના ઉપર લાકડીનો પ્રહાર કરનારને નહિ કરડતાં જેનાથી પ્રહાર થયો છે તેવી નિમિત્તભૂત લાકડીને કરડવા દોડનાર શ્વાનના જેવી ચેષ્ટા પ્રતિપળ દર્શાવે છે. સમ્યકત્વ આવી ભ્રમવાળી સ્થિતિ શાસ્ત્રજન્ય વિવેકથી નિવારવી તે જ મુમુક્ષુ જીવનું પ્રથમ કર્તવ્ય છે; અને તે ક્રમનો વિલય થતાં સમ્યકત્વનો લાભ અવશ્ય થવા યોગ્ય છે. આ કાળને વિષે દુર્લભ એવું સમ્યક્ત્વ વિવેકદષ્ટિએ વિચારતાં સાવ સુલભ છે અને ક્રમે તે પ્રાપ્ત થવા યોગ્ય છે. સંક્ષેપમાં ભ્રાંતિનો વિલય એ જ સમ્યક્ત્વ અને તેને જેન શાસ્ત્રકારે ચતુર્થગુણસ્થાને કહ્યું છે. તે હોય તો જ વ્રતાદિ ફલદાયક છે. Page #154 -------------------------------------------------------------------------- ________________ સમ્યગ્દર્શન સમ્યક્ત્વ સંબંધે ૬૭ બાબતો આને સમ્યક્ત્વના ૬૭ ‘બોલ’ કહે છે ઃ તે આ પ્રમાણે છે : ૪ સહણા (સશ્રદ્ધા) રાખવી ૧. પરમાર્થ સંસ્તવ પરમ રહસ્ય પરિચય. જીવાદિ તત્ત્વ-પરમાર્થનો વારંવાર વિચાર કરવો, ૨. પરમાર્થ જ્ઞાતૃસેવના તે પરમાર્થને જાણનારાની સેવા, ૩. વ્યાપન્ન દર્શન વર્જન – જેનું દર્શન મિલન થયું હોય યા હોય તેવા કુગુરુનો ત્યાગ, ૪. કુદર્શન વર્જન – અયથાર્થ દર્શન – ધર્મનો ત્યાગ. ૩ લિંગ જેનાથી સમ્યક્ત્વ અમુકમાં છે કે નહિ, તે વર્તી શકાય ચિહ્ન. ૧. શુશ્રુષા - ધર્મશાસ્ત્ર સાંભળવાની અત્યંત રુચિ, ૨. ધર્મરાગ – ધર્મ પ્રાપ્ત કરવાની અત્યંત અભિલાષા, ૩. વૈયાવૃત્ય શુદ્ધ દેવ, શુદ્ધ ગુરુનું વૈયાવૃત્ય (સેવાભક્તિ) અત્યંત પ્રેમથી સર્વ પ્રમાદ તજીને કરવી તે. ૧૦ પ્રકારનો વિનય - ૧. રાગદ્વેષાદિ રહિત અરિહંતનો, ૨. સર્વકર્મમળ રહિત સિદ્ધનો, ૩. જિન ચૈત્ય-દેરાસરનો કે જ્યાં શાંતરસયુક્ત જિન મુદ્રા હોય તેનો, ૪. શ્રુત સિદ્ધાંતનો, ૫. યતિધર્મનો, ૬. સાધુ વર્ગનો, ૭. આચાર્ય મહારાજનો, ૮. ઉપાધ્યાયનો, ૯. પ્રવચન-સંઘનો, ૧૦. સમ્યક્ત્વીનો વિનય, ભક્તિ (બાહ્ય ઉપચાર - ઔષધાદિ વડે તથા વંદનનમસ્કાર વડે), હૃદયપ્રેમ (બહુમાન), ગુણસ્તુતિ, અવગુણ ઢાંકવા, આશાતનાત્યાગ (મલિનતાજનક - નહિ કરવા યોગ્ય કામ તજવાં) એ પાંચ પ્રકારે કરવો. ૩ શુદ્ધિ ૧. મનઃશુદ્ધિ (સર્વજ્ઞ અને સર્વજ્ઞની આજ્ઞા સત્ય માની મન શુદ્ધ રાખવું), ૨. વચનશુદ્ધિ – ઇષ્ટ સિદ્ધિ માટે સર્વજ્ઞ દેવની ભક્તિ છે એમ સ્પષ્ટ ઉચ્ચારવું, ૩. કાયાશુદ્ધિ – સર્વજ્ઞ દેવને જ નમવું. - ૫ દૂષણ ૧. શંકા - સર્વજ્ઞનાં પદાદિ સંબંધે વચનમાં સંદેહ, ૨. કાંક્ષા અસત્ દર્શનીના રાગી થવું. ૩. વિચિકિત્સા દાન શીલ તપ ભાવનારૂપ ધર્મકૃત્યના ફલનો જ સંદેહ (શંકા એ પદાર્થ સંબંધે છે અને વિચિકિત્સા ક્રિયાના સંદેહ સંબંધે છે). ૪. મિથ્યામતિ ગુણ વર્ણના - ઉન્માર્ગીનાં વખાણ કરવાં, ૫ મિથ્યામતિ પરિચય – ઉન્માર્ગીનો પરિચય. - ૮ પ્રકારે પ્રભાવના – વિશેષ પ્રકારે ધર્મને દીપાવવો તે પ્રભાવના. તે જુદીજુદી આઠ રીતે થાય છે અને તે કરનારને પ્રભાવક કહે છે. ૧. પ્રાવચનિક -- શાસ્ત્રપારગામી થવું, ૨. ધર્મકથી - ધર્મોપદેશક થવું. ૩. વાદી – તર્કશાસ્ત્રમાં નિપુણ થવું, ૪. નૈમિત્તિક - અષ્ટાંગ નિમિત્ત શાસ્ત્રમાં કુશળતા પ્રાપ્ત કરવી, ૫. તપસ્વી થવું. ૬. વિદ્યાસાધક થવું - પવિત્ર આમ્નાય યુક્ત મંત્રવિદ્યાની સિદ્ધિ મેળવવી, ૭. સિદ્ધ અંજન આદિ યોગમાં નિપુણપણું પામવું, ૮. કવિ – ધર્મરહસ્યયુક્ત ચમત્કૃતિવાળાં કાવ્ય રચવામાં કુશલ થવું. ૧૩૩ ૫ ભૂષણ - જેથી સમ્યક્ત્વ શોભે તે. ૧. દેવગુરુવંદન, વ્રતપ્રત્યાખ્યાનમાં કુશળતા, ૨. તીર્થસેવા ૩. દેવગુરુભક્તિ ૪. ધર્મનિશ્ચળતા, પ. પ્રભાવના – શાસનની ઉન્નતિ કરવી. - Page #155 -------------------------------------------------------------------------- ________________ ૧૩૪ જૈન અને બૌદ્ધ મત : સંક્ષિપ્ત ઇતિહાસ અને સિદ્ધાંતો ૫ લક્ષણ – ૧. શમ (ઉપશમ) – અપરાધી જીવનું પણ અહિત નહિ કરતાં બની શકે તો તેનું હિત જ કરવાનો પરિણામ. ૨. સંવેગ – મોક્ષસુખની જ અભિલાષા, ૩. નિર્વેદ - ભવવૈરાગ્ય, ૪. અનુકંપા – દુઃખીજનોને સહાય આપવાની – ઉદ્ધરવાની બુદ્ધિ, ૫. આસ્તિકતા – સર્વજ્ઞ કથિત તત્ત્વો પર પ્રતીતિ. આ સમ્યક્ત્વનાં લક્ષણ છે. ૬ યત્ના. (સંભ: 1) – કુદેવ કુગુરુને ૧. વંદન (હાથ જોડીને નમસ્કાર), ર. નમન (મસ્તક નમાડીને નમવું), ૩. ગૌરવભક્તિ (ઈષ્ટ અન્નાદિક આપી ભક્તિ દેખાડવી.), ૪. અનુપ્રદાન (વારંવાર તેવું દાન આપવું), અને તેની સાથે ૫. આલાપ (અણબોલાવ્યા વાતચીત કરવી), ૬. સંલાપ (વારંવાર વાતચીત કરવી) કરાય નહિ તે માટે સંભાળ રાખવી. ૬ આગાર (છૂટ) – સમ્યક્ત્વમાં હૃદયથી રહ્યા છતાં બાહ્યથી તેની વિરુદ્ધ આચરણ છ જાતનાં કારણ થાય તો કરવાની છૂટ આપેલી છે. ૧. રાજાભિયોગ - રાજાના હુકમથી ૨. ગણાભિયોગ – ઘણા લોકોના કહેવાથી ૩. બલાભિયોગ – ચોર પ્રમુખના ભયથી. ૪. દેવાભિયોગ – ક્ષેત્રપાલાદિ દેવોના કારણથી. ૫. ગુરુનિગ્રહ - માતપિતાદિ વડીલોના અતિ આગ્રહથી ૬. ભીષણ કાંતારવૃત્તિ – આજીવિકાનો અન્ય રસ્તો ન હોવાથી અન્યથા આચરવું પડે તો મિથ્યાત્વ ન લાગે. ૬ ભાવના ૧. સમ્યકત્વમૂલ ભાવના – સમ્યકત્વ એ ધર્મવૃક્ષનું મૂળ છે. ૨. સમ્યક્ત્વદ્વાર ભાવના – તે ધર્મનગરનું દ્વાર છે. ૩. સમ્યક્ત્વપીઠ ભાવના – તે ધર્મ મહેલનો પાયો છે. ૪. સમ્યક્ત્વ નિધાન ભાવના – તે સમસ્ત ગુણનું નિધાન છે. ૫. સમ્યત્વ આધાર ભાવના – તે સમસ્ત ગુણનો આધાર. ૬. સમ્યકત્વભાજન ભાવના - તે સમ્યકત્વ મૃત-શીલાદિક ધર્મનું ભાજન છે – આમ હૃદયમાં ભાવી સમ્યકત્વ ગુણનું માહામ્ય વિચારવું. ૬ સ્થાનક – ૧. આત્મા (ચેતના લક્ષણવંત) છે, ૨. આત્મા નિત્ય છે, ૩. આત્મા (કર્મનો) કર્તા છે, ૪. આત્મા (કર્મનો) ભોક્તા છે, ૫. મોક્ષ છે અને ૬. મોક્ષનો ઉપાય છે. - આ છેલ્લાં છ સ્થાનકમાં આખો આત્મવાદ છે અને તે આ પછીના પ્રકરણમાં ઘણા વિસ્તારથી ચર્યો છે. આત્મવાદ – આત્માનું સ્વરૂપ (સમ્યકત્વનાં ૬ સ્થાનક) [આ વિષયનું લેખકે કરેલું વિવરણ શ્રીમદ્ રાજચંદ્રના “આત્મસિદ્ધિશાસ્ત્રને આધારે કરવામાં આવ્યું છે. આત્મા છે, તે નિત્ય છે, છે કર્તા નિજ કર્મ, છે ભોક્તા, વળી મોક્ષ છે, મોક્ષ ઉપાય સુધર્મ.” (કડી ૪૩) અને આગળ શ્રીમદ્ રાજચંદ્ર આ ક્રમે જ પદ્યબદ્ધ ચર્ચા કરી છે. શિષ્ય શંકા કરે છે અને ગુરુ એનું સમાધાન કરે છે.] આત્માના અર્થને – સ્વરૂપને – પરમાર્થને સમજાવવા માટે શ્રમણ ભગવાન શ્રી Page #156 -------------------------------------------------------------------------- ________________ આત્મવાદ – આત્માનું સ્વરૂપ (સમ્યકત્વનાં ૬ સ્થાનક) ૧૩૫ મહાવીરે ‘આત્મા છે', ‘આત્મા નિત્ય છે, ‘આત્મા કર્મનો કર્તા છે, ‘આત્મા કર્મનો ભોક્તા છે', “આત્માનો મોક્ષ છે', “મોક્ષનો ઉપાય પણ છે' – આ ષટ્રપદી યોજના મુમુક્ષના સિદ્ધાંતને – અનેકાંત અને સકલ દર્શનના મૂલતુલ્ય કરેલ છે. ૧. આત્મા છે. કોઈ એમ શંકા કરે છે કે “આત્મા દષ્ટિમાં આવતો નથી, કે તેનું બીજું કંઈ રૂપ જણાતું નથી, અથવા સ્પર્ધાદિ બીજા અનુભવથી પણ જણાતો નથી; માટે આત્મા અથવા જીવનું હોવાપણું સંભવતું નથી; અર્થાત્ જીવ નથી.” આના ઉત્તરમાં જણાવવાનું કે દરેક પ્રાણીને શરીર હોય છે અને તે શરીરને ઈદ્રિયો હોય છે. કેટલાક શરીરી જીવને એક, બે, ત્રણ, ચાર કે પાંચ ઈદ્રિય (સ્પર્શ, ચક્ષુ, કર્ણ, રસના, નાસા) હોય છે. હવે આ પાંચ ઈદ્રિયના વ્યાપાર – અડવાના, ચાખવાના, ગંધ લેવાના, જોવાના અને સાંભળવાના વ્યાપાર તે પાંચ ઈદ્રિયથી પર – અતીન્દ્રિય વસ્તુ ન હોય તો થઈ શકતા નથી, તેમ થઈ શકતા હોત તો મરણ પામેલા શરીરમાં સર્વ ઈદ્રિય હોવા છતાં તેમાંથી સર્વ વ્યાપાર થઈ શકત; પણ તે થઈ શકતા નથી તેથી પ્રાણીમાત્ર પાસે એક એવી વસ્તુ છે કે તે વસ્તુની જ્યાં સુધી દેહમાં પ્રત્યક્ષ પ્રતીતિ જણાય છે ત્યાં સુધી મનુષ્યનું મન મનન કરી શકે છે, ચિત્ત ચિંતવન કરી શકે છે, બુદ્ધિ નિશ્ચય કરી શકે છે, અહંકાર હુંપણું કરે છે, ત્વચા સ્પર્શ કરી શકે છે, જીભ રસ ચાખી શકે છે, નાસિકા ગંધ લઈ શકે છે, ચક્ષુ જોઈ શકે છે, અને શ્રોત્ર સાંભળી શકે છે – ટૂંકામાં માનસિક અને શારીરિક સર્વ વ્યાપાર ત્યાં સુધી જ ચાલે છે કે જ્યાં સુધી શરીરમાં એક અલૌકિક પદાર્થ હોય કે જે પદાર્થ તિરોધાન થતાં, અંતર્ધાન થતાં કે અન્ય સ્થળે જતાં સર્વ પ્રકારના શારીરિક અને માનસિક વ્યાપારો બંધ પડે છે, અને જેના આવિર્ભાવથી સર્વ વ્યાપારો વ્યાપારરૂપે પ્રતીત થાય છે તે શરીરથી ભિન્ન પદાર્થને શ્રમણ ભગવાન્ મહાવીરે આત્મા એ નામથી કહ્યો છે. અન્ય સંપ્રદાય-પ્રવર્તકોને (ચાર્વાક સિવાય) એ જ માન્ય છે. આત્મા શું છે ? કોઈ એમ કહે છે કે દેહ જ આત્મા છે, અથવા ઈદ્રિયો, પ્રાણ કે શ્વાસોચ્છવાસ છે તે જ આત્મા છે. એ સિવાય અન્ય કોઈ આત્મા માનવાનું કારણ નથી, કેમકે કંઈ બીજું ચિહ્ન જણાતું નથી; વળે જો આત્મા હોય તો જેમ ઘટપટાદિ પદાર્થો જણાય છે તેમ તે આત્મા જણાવો જોઈએ; અને જ્યારે તેમ તે જણાતો નથી તો આત્માનું હોવાપણું નથી. આના ઉત્તરમાં જણાવવાનું કે અનાદિકાળથી અજ્ઞાનને લઈને આપણને દેહનો પરિચય છે – દેહાધ્યાસ છે તેથી આત્મા દેહ જેવો ભાસે છે, પરંતુ જેમ તરવાર અને માન બંને સાથે છતાં જુદાં છે તેમ આત્મા અને દેહ જુદા છે; કેમકે બંનેનાં જુદાં જુદાં લક્ષણો જણાય છે. આત્મા આંખથી જોઈ શકાવા યોગ્ય નથી કેમકે એ તો આંખનો પણ જોનાર છે. આત્મા ભૂલ-સૂક્ષ્માદિ રૂપને જાણનાર પદાર્થ છે. વળી સર્વેનો બાધ કરતાં કોઈપણ પ્રકારે જેનો બાધ થઈ શકતો નથી એવો જે બાકી અનુભવ રહે છે તે Page #157 -------------------------------------------------------------------------- ________________ ૧૩૬, જૈન અને બૌદ્ધ મત : સંક્ષિપ્ત ઇતિહાસ અને સિદ્ધાંતો જ આત્મા છે. તાત્પર્ય કે દેહ અથવા તેના પ્રત્યેક અવયવના દષ્ટાંત તરીકે જ્ઞાનગુણધારક કોઈ એક પદાર્થ અનુભવાય છે પરંતુ તે જ્ઞાનગુણધારક પદાર્થને જોનાર તરીકે કોઈપણ બીજો પદાર્થ અનુભવાતો નથી. ત્વચા આદિ પાંચે ઈદ્રિયો પોતપોતાના વિષય પ્રમાણે કોઈ એક અસાધારણ પદાર્થથી પ્રેરાય છે, પરંતુ તેમાંની એકે ઈદ્રિય, પોતાના વિષય સિવાય – જોકે પોતાનો વિષય પણ આત્મા વિના અનુભવતી નથી – બીજી ઈદ્રિયના વિષયને અનુભવતી નથી, જ્યારે એ આત્મા એ પાંચે ઈદ્રિયોના વિષયને જાણે છે. આ જે જાણનાર પદાર્થ તે જ આત્મા છે. આત્માને દેહ કે ઈદ્રિયો અથવા શ્વાસોચ્છવાસરૂપ પ્રાણ જાણી શકતા નથી, પરંતુ તે સૌ આત્માની સત્તાપૂર્વક પ્રવર્તે છે; જો આત્માની સત્તાની પ્રેરણા ન હોય તો દેહાદિ સર્વ જડપણે પડ્યાં રહે છે. આવી જેની અસાધારણતા છે તે “આત્મા' છે. જાગતાં હોઈએ કે સ્વપ્નમાં હોઈએ કે નિદ્રાધીન હોઈએ પરંતુ ત્યારે પણ આત્મા તે-તે અવસ્થાઓથી જુદો જ જોવામાં આવે છે, કારણકે નિદ્રામાં સ્વપ્નમાં હોવા છતાં પણ તે નિદ્રાદિ અવસ્થાઓને જાણનાર કોઈક પદાર્થ છે એમ સર્વનો અનુભવ છે. આવો જાણનાર જે પદાર્થ તે ચૈતન્યમય છે અને જે ચૈતન્યમય સ્વભાવવાળો પદાર્થ છે તે જ આત્મા' છે. વળી જો જ્ઞાનગુણ એ દેહનો ધર્મ હોય તો દુર્બળ દેહમાં પરમ જ્ઞાનબુદ્ધિ જોવામાં આવે છે અને સ્કૂલદેહમાં અલ્પજ્ઞાન-બુદ્ધિ પણ જોવામાં આવે છે તેવું થવું ન જોઈએ. આ કારણે પણ દેહનો ગુણ જ્ઞાન નથી પરંતુ કોઈ એક અન્ય પદાર્થનો તે ગુણ-જ્ઞાન છે. અને તે અન્ય પદાર્થ તે જ “આત્મા' છે. કોઈપણ કાળે – કોઈપણ પ્રયોગે – જેમાં જાણવાનો સ્વભાવ ઉત્પન્ન થઈ શકતો નથી તે જડ; અને જે સર્વદા જાણવાના સ્વભાવસહિત છે તે ચેતન. આવા બંને ભિન્ન ભિન્ન સ્વભાવવાળા જડ અને ચેતન બંને એકતા પામી ન શકે, માટે બંને ભિન્ન છે. વળી “આત્મા નથી” એની શંકા કરનાર “આત્મા’ પોતે જ છે કારણ કે શંકા એ મતિજ્ઞાનથી થાય છે. આત્માનું લક્ષણ ચેતના – જ્ઞાન છે. શ્રીમદ્ ભાગવતકાર પણ કહે છે કે જેને વેતયતે જે વડે વિશ્વ – દેહ ચેતીભૂત થાય છે તે આત્મા છે. યદિ શંકા થાય કે દેહ એ જડસંયોગથી બનેલ છે. તેમાંના કોઈ સંયોગથી દેહ ચેતીભૂત થાય છે અને તે સંયોગમાં ખામી આવવાથી જડ દેહ તે જડરૂપે – શબરૂપે જણાય છે, તેથી વાસ્તવમાં આત્મા એવી ચીજ સંભવી શકે નહીં. આવું કેટલાક મત માને છે. દાખલા તરીકે ચાર્વાક આદિ કેટલાક મતવાદી એમ માને છે કે પૃથ્વી, અપુ. તેજ, વાયુ અને આકાશ એ પંચ મહાભૂતના સંયોગે ચેતના ઉત્પન્ન થઈ હોય એવો ભાસ થાય છે, જ્યારે વાસ્તવિક રીતે ચેતનની વ્યક્તિ જુદી છે જ નહીં. પંચમહાભૂતનો સંયોગ મટી જાય એટલે પાછું જેમ હતું તેમ થઈ જાય છે એમ ભૂતવાદી' કહે છે. આનો પ્રત્યુત્તર એ છે કે દશ્યનો દ્રષ્ટા દશ્યથી ભિન્ન જ હોય છે. ગૃહમાં રહેનાર દ્રષ્ટા કહે કે “આ દશ્ય તે ગૃહ મારું છે' તો તેમાં ગૃહથી (દશ્યથી) તેમાં રહેનાર દ્રષ્ટા) જુદો છે. તેવી જ રીતે દેહરૂપ દશ્યનો દ્રષ્ટા પણ દેહથી ભિન્ન છે. ન્યાયશાસ્ત્ર પ્રમાણે દ્રષ્ટા અને દેશ્ય એક જ હોઈ શકે નહીં, માટે જે દેહનો દ્રષ્ટા છે તે દેહથી ભિન્ન છે, અને તે દ્રષ્ટાને શાસ્ત્રકારે “આત્મા’ એ નામ આપેલ છે. વળી સજાતિ સજાતિના Page #158 -------------------------------------------------------------------------- ________________ આત્મવાદ – આત્માનું સ્વરૂપ (સમ્યકત્વનાં ૬ સ્થાનક) ૧૩૭ સંયોગથી જે નૂતન પદાર્થ બને તે પણ સજાતિ જ થાય, પણ વિજાતિ કદીપણ બને જ નહીં, તેમ સજાતિ એટલે જડ જાતિ એવાં જે પંચભૂતો તેમના અસરપરસ સંમેલનથી નૂતન પદાર્થ બને તે જડ જ બને, પણ ચૈતન્ય તો ત્રિકાલમાં પણ બની શકે નહિ, બની શક્યું નથી અને બની શકશે નહીં : અર્થાત્ જડદેહથી તેનો દ્રા જે આત્મા તે કેવલ ભિન્ન છે. શારીરિક અને માનસિક પ્રવૃત્તિ થઈ શકે છે તે ચૈતન્ય છે – તે જ આત્મા છે. એ આત્મા સૌ સૌની પાસે એટલે સૌ સૌ રૂપ જ છે એ સમજાવવા માટે ભૂલ બુદ્ધિને ઉપદેશવા શ્રી નાનકે કહ્યું છે કે : કહત ગુરુ નાનક ગુરુ પ્રતાપસે, બોલી રહ્યો સો દુજો નહિ.” - એટલે જે શક્તિ વડે બોલી શકાય છે તે શક્તિ તે જ સ્વયં આત્મા છે. આત્માનું બીજું નામ “ચૈતન્ય – ચેતનવાળો – જાણનાર છે. દેહ શું છે ? – દેહ છે તે જીવને માત્ર સંયોગસંબંધે છે, પણ જીવનું મૂળ સ્વરૂપ ઉત્પન્ન થવાનું કંઈ તે કારણ નથી, અથવા દેહ છે તે માત્ર સંયોગથી ઉત્પન્ન થયેલો એવો પદાર્થ છે. વળી તે જડ છે એટલે અચેતન છે – કોઈને જાણતો નથી, પોતાને જાણતો નથી તો પછી બીજાને શું જાણે ? વળી દેહ રૂપી છે, શૂલાદિ સ્વભાવવાળો છે, અને ચક્ષુનો વિષય છે, એ પ્રકારે દેહનું સ્વરૂપ છે. તો તે ચેતનનાં ઉત્પત્તિ અને લયને શી રીતે જાણે ? અર્થાત્ તે પોતાને જાણતો નથી તો ‘મારાથી આ ચેતન ઉત્પન્ન થયું છે' એમ શી રીતે જાણે ? અને “મારા છૂટી જવા પછી – નાશ થવા પછી આ ચેતન છૂટી જશે – નાશ પામશે’ એમ જડ એવો દેહ શી રીતે જાણે ? કેમકે જાણનારો પદાર્થ તો જાણનાર જ રહે છે, દેહ જાણનાર થઈ શકતો નથી, તો પણ ચેતનનાં ઉત્પત્તિ-લયનો અનુભવ કેને વશ છે એમ કહેવું ? દેહને વશ છે એમ કહેવાય એવું છે જ નહિ, કેમકે તે પ્રત્યક્ષ જડ છે, અને તેનું જડપણું જાણનારો એવો તેથી ભિન્ન બીજો પદાર્થ પણ સમજાય છે. જો કદી એમ કહીએ કે ચેતનનાં ઉત્પત્તિ, લય ચેતન જાણે છે તો તે વાત બોલતાં જ ચેતનનો સ્વીકાર થઈ ગયો. દેહ રૂપી છે, જ્યારે આત્મા તેથી ભિન્ન સ્વભાવવાળો અરૂપી છે. શ્રી મહાવીરે કવિ પત્તા – અરૂપી એટલે નિરાકાર કહે છે અને તેથી જ તેને અમુકના જેવો છે એમ ઉપમા આપી શકાય તેમ નથી અર્થાત્ તે અનુપમ છે. ઉપમા એ તર્ક તથા વાણીનો વિષય છે તેથી તર્કો જ્યાં જતા નથી અને મતિ તેને ગ્રહણ કરી શકતી નથી એમ મહાવીરે જણાવેલ છે. આત્મા તેના શુદ્ધ સ્વરૂપમાં પરમાત્મા છે. તે વિભુ એટલે પિંડરૂપ બ્રહ્માંડમાં વ્યાપક, સત્ ચિદાનંદ, અરૂપ અને અદ્ભુત છે. એ આત્મસ્વરૂપ અનાદિ અનંત હોઈ શ્રત કહે છે કે તે આદિ મધ્ય અને અંતરહિત એક જ છે. તે આત્મા સકલ સુખનિધાન છે. સંક્ષેપમાં તે આત્મા સકલસુખનિધાન છે. સકલ જ્ઞાન અને સકલક્રિયા એ જો આત્મા શું છે આ વિચાર માટે કરવામાં ૧. તદ નW T વિજ્ઞતિ મતિ તા હતા – આની સાથે સરખાવો ત્યમવ્યવતમનંતi - આત્મા અચિંત્ય, અવ્યક્ત અને અનંતરૂપ છે. - અથર્વવેદ કૈવલ્યોપનિષદ્રની યુતિ. વાવ્ય વિમુત્યમસંઘનાઘેં – ભક્તામર સ્તોત્ર. 5 . Page #159 -------------------------------------------------------------------------- ________________ જૈન અને બૌદ્ધ મત : સંક્ષિપ્ત ઇતિહાસ અને સિદ્ધાંતો આવે તો તે સફળ છે એમ શ્રી જિનનો સિદ્ધાંત છે. એ દર્શાવવા માટે જ આચારાંગ સૂત્રમાં જણાવેલ છે કે, જે એક જાણે છે તે સર્વ જાણે છે : જે સર્વ જાણે છે તે એક જાણે છે' – અર્થાત્ જે એક વસ્તુને તેના સર્વ પર્યાયથી જાણે છે તે નક્કી સર્વને જાણે છે, કારણકે સર્વજ્ઞાન વિના વિવક્ષિત એવી એક વસ્તુને સ્વપર પર્યાયભેદથી ભિન્ન કરીને તેનાં સર્વ રૂપે સમજવી એ અશક્ય છે; જે સર્વને સર્વરૂપે સાક્ષાત્ જાણે છે, તે એકને પણ સ્વપર પર્યાયભેદથી ભિન્ન રૂપે, યથાર્થ જાણે છે - તે પ્રમાણે એક આત્માને જે જાણે તે સર્વને જાણે. સકલ ક્રિયાઓ વગેરેની પ્રવૃત્તિ કેવલ એક આત્માને જાણવા માટે જ છે. જ્યારે એ પ્રકારથી આત્માને જાણવામાં આવે છે ત્યારે જણાય છે કે આત્મા એ ઈશ્વર છે અને તે સૌ સૌની પાસે છે. ૧૩૮ આ રીતે પંચભૂતવાદી ચાર્વાક અને નૈરાત્મ્યવાદી બૌદ્ધથી જૈન જુદા પડે છે. બૌદ્ધનો નૈરાત્મ્યવાદ (સર્વનનાભમ્) બૌદ્ધ દર્શન સંબંધે આ જ ગ્રંથમાં લખેલું છે તે પરથી સમજાશે. ૨. આત્મા નિત્ય છે. આત્માનું નિશ્ચય સ્વરૂપ અવિનાશી છે એટલે નિત્ય – ત્રણે કાળ રહેવાવાળું છે, સત્ છે. પર્યાયદૃષ્ટિએ જોતાં જીવ મનુષ્ય, તિર્યંચ આદિ અનેક ગતિ લેતો વ્યવહારમાં જોવામાં આવે છે તેથી તેને અનિત્ય રૂપ માની શકાય તેમ છે. જૈનો સ્યાદ્વાદી જીવને નિત્યાનિત્યરૂપ – સદસદ્રૂપ માને છે, એકાંત નિત્ય કે એકાંત અનિત્ય માનતા નથી. દેહના યોગથી એટલે દેહના જન્મ સાથે તે જન્મે છે અને દેહના વિયોગે એટલે દેહના નાશથી તે નાશ પામે છે એ શંકાનું સમાધાન ઉપર આપણે કરી ગયા છીએ એટલે તે પરથી દેહથી ભિન્ન એવો આત્મા સિદ્ધ કર્યો છે. આત્મા દેહ તથા દેહના સંયોગીને જુએ છે અને જાણે છે; તેથી તે સંયોગોથી ભિન્ન છે, દ્રષ્ટા છે જ્ઞાતા છે, અને દેહ અને સંયોગો દૃશ્ય છે. આથી કોઈપણ સંયોગથી અનુભવસ્વરૂપ એવો આત્મા ઉત્પન્ન થઈ શકવા યોગ્ય નથી એમ જણાશે. જીવને કોઈપણ સંયોગ જાણતા નથી, જ્યારે જીવ તે સર્વ સંયોગોને જાણે છે; એ જ જીવનું જુદાપણું અને સંયોગોથી ઉત્પન્ન નહિ થવાપણું સહસિદ્ધ કરે છે. કોઈપણ સંયોગથી જે ઉત્પન્ન થયું ન હોય અર્થાત્ જે પદાર્થ પોતાના સ્વભાવથી જ સિદ્ધ હોય તેનો લય બીજા કોઈપણ પદાર્થમાં થાય નહિ અને જો બીજા પદાર્થમાં તેનો લય થતો હોય, તો તેમાંથી તેની પ્રથમ ઉત્પત્તિ થવી જોઈતી હતી, નહિ તો તેમાં તેની લયરૂપ એકતા થાય નહિ, માટે આત્મા અનુત્પન્ન અને અવિનાશીં – નિત્ય છે એ પ્રતીતિમાં આવે તેમ છે. સર્વમાં જન્મથી ક્રોધનું વિશેષપણું જોવામાં આવે છે, પારેવાને વિશે જન્મથી જ નિહિઁસકપણું હોય છે. માંકડ આદિ જંતુઓને પકડતાં તેને ભવ્ય સંજ્ઞા થાય છે તેથી તે નાસી જવાનો પ્રયત્ન કરે છે; કોઈક પ્રાણીમાં જન્મથી પ્રીતિનું, કોઈકમાં સમતાનું, કોઈકમાં નિર્ભયતાનું, કોઈમાં ભય સંજ્ઞાનું એમ વિશેષપણું જોવામાં આવે છે. આ ભેદ એટલે ક્રોધાદિ સંજ્ઞાના ન્યૂનાધિકપણા આદિથી, તેમજ તે-તે પ્રકૃતિઓ જન્મથી સહચારીપણે રહેલી જોવામાં આવે છે તેથી, તેનું કારણ પૂર્વના સંસ્કારો જ સંભવે છે. Page #160 -------------------------------------------------------------------------- ________________ આત્મવાદ – આત્માનું સ્વરૂપ (સમ્યકત્વનાં ૬ સ્થાનક) ૧૩૯ કદાપિ કોઈ એમ કહે કે ગર્ભમાં વીર્ય અને રેતના ગુણના યોગથી તે-તે પ્રકારના ગુણો ઉત્પન્ન થાય છે, પણ તેમાં પૂર્વજન્મ કંઈ કારણભૂત નથી. આ કથન યથાર્થ નથી, કારણ કે જે માબાપો કામને વિશે વિશેષ પ્રીતિવાળાં હોય છે તેના પુત્રો પરમ વીતરાગ જેવા બાળપણથી જ જોવામાં આવે છે, અને વળી જે માબાપોમાં ક્રોધનું વિશેષણપણું જોવામાં આવે છે તેની સંતતિમાં સમતાનું વિશેષપણું દષ્ટિગોચર થાય છે તે શી રીતે થાય ? વળી તે વીર્યરતના તેવા ગુણો સંભવતા નથી, કેમકે તે વીર્યરત પોતે ચેતન નથી, પણ તેમાં સંચરે છે એટલે દેહ ધારણ કરે છે, એથી કરીને વીર્યરતને આશ્રયે ક્રોધાદિ ભાવ ગણી શકાય નહિ. ચેતન વિના કોઈપણ સ્થળે તેવા ભાવો અનુભવમાં આવતા નથી, માત્ર તે ચેતનાશ્રિત છે, એટલે તે વીર્યરતના ગુણો નથી. આમ હોવાથી તેના જૂનાધિક્યથી ક્રોધાદિનું ન્યૂનાધિકપણું મુખ્યપણે થઈ શકવા યોગ્ય નથી. ચેતનના ઓછા અધિકા પ્રયોગથી ક્રોધાદિનું ચૂનાધિકપણું થાય છે. તેથી ક્રોધાદિક ગર્ભના વિયરતનો ગુણ નહિ પણ ચેતનનો તે ગુણને આશ્રય છે, અને તેનું જૂનાધિકપણું તે ચેતનના પૂર્વના અભ્યાસથી જ સંભવે છે, કેમકે કારણ વિના કાર્યની ઉત્પત્તિ ન થાય, ચેતનનો પૂર્વપ્રયોગ તથા પ્રકારે હોય તો તે સંસ્કાર વર્તે. આથી આ દેહાદિ પ્રથમના સંસ્કારોનો અનુભવ થાય છે અને તે સંસ્કારો પૂર્વજન્મ સિદ્ધ કરે છે, અને પૂર્વજન્મની સિદ્ધિથી આત્માની નિત્યતા સહજે સિદ્ધ થાય છે. જો આત્મા નિત્ય ન હોય તો બાલ, યુવાન અને વૃદ્ધ એવી શરીરની ત્રણ અવસ્થા બદલાય છે, પરંતુ આત્મા તો તેનો તે જ રહે છે તેમ ન બને. આત્મા એનો એ જ રહે છે તેનું એ પ્રમાણ છે કે બાળવયમાં થયેલો અનુભવ, યુવાવયમાં સ્મૃતિમાં રહેલો જોવામાં આવે છે, અને યુવાવસ્થામાં થયેલો અનુભવ વૃદ્ધાવસ્થામાં સ્મૃતિમાં રહેલો અનુભવાય છે. જો આત્મા એક નિત્ય વસ્તુ ન હોય તો તેમ ન બને. એટલે જેમ બૌદ્ધો માને છે તેમ આત્મા ક્ષણેક્ષણે બદલાતો હોય તો એક અવસ્થામાં થયેલો અનુભવ બીજી અવસ્થામાં સ્મરણમાં ન રહેવો જોઈએ. આ કારણથી આત્મા “ક્ષણિક નહિ, પણ ‘નિત્ય' છે એમ સ્પષ્ટ જણાય છે. એક વચન બોલવા પહેલાં તેનો વિચાર કરવો પડે છે. જે ક્ષણે વિચાર કરવો પડે છે તે જ ક્ષણે તે વિચાર બોલાતો નથી; અર્થાતુ પહેલું વિચારવું અને પછી બોલવું થાય છે. જો બોલનાર, વિચાર કરતી વેળા એનો એ જ ન હોય, તો તેણે જે વિચાર કર્યો હોય છે તે રૂપ અનુભવ બોલતી વખતે તે વિચાર દર્શાવી કેમ શકે ? આ ઉપરાંત એક એવો સિદ્ધાંત છે કે કોઈપણ વસ્તુનો કોઈપણ કાલે (નિશ્ચયથી) સર્વથા નાશ થાય નહિ, કે કોઈપણ વસ્તુની કોઈપણ કાલે ઉત્પત્તિ થાય નહિ, માત્ર અવસ્થાંતર થાય. જેમકે માટીનો ઘડો ફૂટતાં તેના સૂક્ષ્મમાં સૂક્ષ્મ કટકા કરી રજ કરવામાં આવે તો પણ માટીના પરમાણુ જે મૂલ સમૂહમાં હતા તે છૂટા છૂટા થયા ૧. અહીં Law of Heredity (વંશપરંપરા ગુણદોષ ઉત્તરોત્તર ઊતરે છે) એવો પાશ્ચાત્ય ફિલસૂફીનો એક સિદ્ધાંત સૂચવવામાં આવેલ છે. ૨. પાશ્ચાત્ય વિજ્ઞાનવિદ્યાનો એવો જ એક સિદ્ધાંત છે કે "Nothing is produced and nothing is destroyed” – કોઈપણ ઉત્પન્ન થતું નથી. અને કાંઈપણ નાશ પામતું નથી.” Page #161 -------------------------------------------------------------------------- ________________ ૧૪૦ જૈન અને બૌદ્ધ મત : સંક્ષિપ્ત ઈતિહાસ અને સિદ્ધાંતો પછી પણ તેના તે જ રહે છે. પૂર્વજન્મ – ઉપર કહ્યું તેમ પૂર્વજન્મ આત્માની નિત્યતા સિદ્ધ કરે છે. નિત્ય એટલે પૂર્વકાળમાં, વર્તમાનકાળમાં અને ભવિષ્યકાળમાં હોવાપણું. તો હવે પૂર્વજન્મ સંબંધે જૈન દર્શન શું કહે છે તે કહીએ : પૂર્વજન્મના સ્મરણને “જાતિસ્મરણ (જાતિ-જન્મ. તેની સ્મૃતિ) એ નામ આપેલ છે અને જેન દર્શનમાં કહ્યું કે જાતિસ્મરણ બ્રહ્મચર્ય, તપ, સશાસ્ત્રાધ્યયન, વિદ્યામંત્રાદિ, સત્તીર્થસેવન, માતાપિતાની સમ્યક્ સેવા, આતુરને ઔષધદાન, દેવપ્રાસાદાદિનો ઉદ્ધાર – એટલાંથી થાય છે. જેમ એક સ્થાનથી બીજે સ્થાન જવાય છે તેમ પરલોકથી આ લોકમાં આવવું થાય છે. અહીં એમ શંકા કરવામાં આવે કે એક સ્થાનથી અન્ય સ્થાને જતાં સ્મૃતિ રહે છે તેમ પૂર્વજન્મની સ્મૃતિ રહેતી નથી, તો કહેવાનું કે ઉન્માદ એટલે મોહ તથા ગ્રહ એને ભૂતાદિ સંનિવેશને લીધે જેમ સમગ્ર અનુભવની સ્મૃતિ વિશેષરૂપે રહેતી નથી, તેમજ સર્વને એક સ્થાનથી અન્ય સ્થાને જતાં રહેતી નથી. તે જ રીતે પુનર્જન્મ સંબંધે થાય છે. બાકી સામાન્ય રૂપે પૂર્વજન્મની સ્મૃતિ રહે છે. વારંવાર એટલે જન્મોજન્મ તેનો તે અભ્યાસ થવાથી પ્રાણીમાત્ર જન્મતાં વાર જ સ્તનપાનાદિ પ્રતિ આકાંક્ષા રાખે છે ને તેમાં આપોઆપ પ્રવૃત્ત જ થઈ જાય છે – એ પૂર્વજન્મના અનુભવની સ્મૃતિનું પ્રત્યક્ષ પ્રમાણ છે. આ હેતુ અસિદ્ધ પણ નથી, કારણકે દૂધ પાવાથી બાળક રોતું બંધ થાય છે. આકાંક્ષા જે પદાર્થનો પહેલો અનુભવ કર્યો હોય તેની જ થાય છે. વળી કોઈ કહે કે સ્વપ્ન થયા પછી જાગ્રત અવસ્થામાં એમ સ્મરણ રહે છે કે અમુક સ્વપ્ન થયું હતું તેમ આ જન્મના અનુભવનું કારણ પૂર્વજન્મના અનુભવ છે એવું અનુસંધાન થતું નથી. તો તેનું સમાધાન એ છે કે જાગ્રતના અભ્યાસને લીધે સ્વપ્નમાં જે વૃત્તિ – જ્ઞાન થાય છે તે અમુક અનુભવની આ સ્મૃતિ છે એવી વિશિષ્ટ સ્મૃતિરૂપે સર્વદા જ્ઞાન રહેતું નથી. તેમ જાગ્રતમાં પણ સ્વપ્નાનુભવનું વિશિષ્ટ સ્મૃતિરૂપે સર્વદા જ્ઞાન થતું નથી, તો પુનર્જન્મના સંબંધમાં તેવું ક્યાંથી થાય ? વળી અનેક મહાત્માઓને જાતિસ્મરણ જ્ઞાન થયેલ છે અને અદ્યાપિ પણ ક્વચિતુ. ક્વચિત્ થાય છે એવું સમાચારપત્રોથી આપણે જાણીએ છીએ. અથવા અનેક મનુષ્ય મરણ પામી ભૂતાદિક દેવયોનિમાં ઉત્પન્ન થાય છે અને તે પોતાને પૂર્વમનુષ્યભવમાંથી તે યોનિમાં ઉત્પન્ન થયેલ બતાવે છે. આ સંબંધે પણ અનેક લેખ સમાચારપત્રોમાં આવ્યા છે. આ સર્વનું સમાધાન એ રીતે છે કે જીવ તેમજ અન્ય સર્વ દ્રવ્યોમાં અસ્તિત્વ નામનો એક સામાન્ય ગુણ છે. તે ગુણનું એ કાર્ય છે કે જે દ્રવ્ય છે તે હમેશાં છે છે ને છે અને હંમેશ રહેશે; અર્થાત્ સત્ (Existence)નો કદીપણ વિનાશ (nonexistence) થતો નથી. અને અસત્ (nonexistence) નો કદીપણ ઉત્પાદ (Existence) થતો નથી. સંસારમાં જે પદાર્થોના ઉત્પાદ અને વિનાશ થતા જોવામાં આવે છે તે માત્ર અવસ્થાંતર છે અને તે જ દષ્ટિએ આત્મા પણ જુદાજુદા દેહધારી જુદાજુદા જીવ કરે Page #162 -------------------------------------------------------------------------- ________________ આત્મવાદ – આત્માનું સ્વરૂપ (સમ્યકત્વનાં ૬ સ્થાનક) ૧૪૧ છે તેથી તેને “અનિત્ય” પણ તે દષ્ટિએ કહેવામાં વિરોધ નથી. ઘટનો વિનાશ અને ઘટની ઉત્પત્તિનો અર્થ એ છે કે માટી દ્રવ્ય એક આકારથી બીજા આકારમાં ગયું. પહેલાં માટી દ્રવ્ય પિંડાકારમાં હતું તે ઘટાકાર થયું ત્યારે ઘટોત્પત્તિ કહેવામાં આવે છે, અને ઘટાકારને છોડી કપાલાકાર (ઠીંકરા આકાર)માં આવ્યું તેને ઘટનો વિનાશ કહેવામાં આવે છે. વાસ્તવમાં કોઈ પદાર્થ નષ્ટ થતો નથી તેમ કોઈ પદાર્થ ઉત્પન્ન થતો નથી. ૩. આત્મા કર્મનો કર્તા છે વ્યવહારનયથી આત્મા પુદ્ગલકર્મ આદિનો – જ્ઞાનાવરણ આદિ દ્રવ્યકર્મોનો તથા આદિ એટલે ઔદારિક, વૈક્રિયક, આહારકરૂપ ત્રણ શરીર અને આહાર આદિ છ પર્યાપ્તિને યોગ્ય જે પુગલ પિંડરૂપ છે તેનો કર્યા છે અને તે જ રીતે બાહ્ય વિષય ઘટ પટ આદિનો કર્તા જીવ છે. નિશ્ચયનયથી આ આત્મા ચેતન-કર્મનો કર્તા છે એટલેકે રાગદ્વેષરૂપ ભાવકર્મનો કર્તા છે. અને શુદ્ધ નથી અનંતજ્ઞાન, સુખ આદિ શુદ્ધભાવોનો છઘસ્થ અવસ્થામાં એકદેશ કત્તા આત્મા છે જ્યારે મુક્તદશામાં અનંતજ્ઞાનાદિ શુદ્ધભાવોનો કર્તા છે. જીવ કર્મનો કર્તા નથી, પણ કર્મ પોતે જ કર્મનો કર્તા છે, અથવા તે કર્મ અનાયાસે થયા કરે છે, કારણકે જો એમ ન સ્વીકારીએ તો જીવનો કર્મ એ ધર્મ – સ્વભાવ જ થઈ જાય અને તેમ થયે જીવ કદીપણ કર્મથી નિવૃત્ત ન જ થાય કારણ કે ધર્મીમાં હમેશાં ધર્મ નિત્યપણે હોય છે. આ શંકાનું નિવારણ એ છે કે ચેતનની પ્રેરણાથી જ કર્મનું ગ્રહણ થાય છે. જો તેવી પ્રેરણા ન હોય તો કર્મ કોણ ગ્રહણ કરે ? પ્રેરણાપણે ગ્રહણ કરાવા રૂપ સ્વભાવ જડનો છે જ નહિ. અને જો એમ હોય તો ઘટ, પટાદિ પણ ક્રોધાદિ ભાવમાં પરિણમવા જોઈએ અને કર્મના ગ્રહણકર્તા હોવા જોઈએ, પણ તેવો અનુભવ તો કોઈને ક્યારે પણ થતો નથી, જેથી ચેતન એટલે જીવ કર્મ ગ્રહણ કહે છે એમ સિદ્ધ થાય છે. પ્રેરણારૂપ પ્રવૃત્તિ ચેતનમાં છે, પણ કાંઈ જડ પદાર્થમાં – કર્મમાં તે સ્વભાવ નથી. અને જો સ્વભાવ ન હોય તો તેનું પરિણામ પણ થાય નહિ. તેથી જડકર્મમાં પ્રેરણારૂપ ધર્મ નહિ હોવાથી તે-તે રીતે ગ્રહણ કરવાને અસમર્થ છે અને કર્મનું કરવાપણું જીવને છે, કેમકે તેને વિષે પ્રેરણા શક્તિ છે તેથી કર્મનો કર્તા કર્મ કહેવાય નહિ. વળી કમ અનાયાસથી થાય છે કે નહિ તે વિચારીએ. અનાયાસ એટલે શું ? (૧) આત્માએ નહિ ચિંતવેલું અથવા (૨) આત્માનું કંઈપણ કર્તુત્વ હોવા છતાં પ્રવર્તેલું નહિ ? આત્માનું કંઈપણ કર્તુત્વ ન હોવા છતાં પ્રવર્તતું ? (૩) અથવા ઈશ્વરાદિ કોઈ કર્મ વળગાડી દે તેથી થયેલું ? અથવા (૪) પ્રકૃતિ પરાણે વળગે તેથી થયેલું ? (૧) પ્રથમ વિકલ્પ આત્માએ નહિ ચિંતવેલું એવો છે. જો તેમ થતું હોય તો તો કર્મનું ગ્રહવાપણું રહેતું જ નથી અને જ્યાં ગ્રહવાપણું રહે નહિ ત્યાં કમનું હોવાપણું સંભવતું નથી, અને જીવ તો પ્રત્યક્ષ ચિંતવન કરે છે અને ગ્રહણગ્રહણ કરે છે–એમ અનુભવ થાય છે. (૨) જેમાં તે કોઈપણ રીતે પ્રવર્તતો જ નથી તેવા ક્રોધાદિભાવ તેને સંપ્રાપ્ત થતા જ નથી, તેથી એમ જણાય છે કે નહિ ચિંતવેલાં અથવા આત્માથી નહિ પ્રવર્તેલાં એવાં કર્મોનું ગ્રહણ તેને થવા યોગ્ય નથી. Page #163 -------------------------------------------------------------------------- ________________ ૧૪૨ જૈન અને બૌદ્ધ મત : સંક્ષિપ્ત ઇતિહાસ અને સિદ્ધાંતો (૩) ત્રીજો પ્રકાર ઈશ્વરાદિ કોઈ કર્મ વળગાડી દે તેથી અનાયાસ કર્મનું ગ્રહણ થાય છે એ પણ ઘટતો નથી. પ્રથમ તો ઈશ્વરનું સ્વરૂપ નિર્ધારવું ઘટે છે. ઈશ્વર જગનો કર્તા નથી તેમ કર્મનો પ્રેરક નથી તેમજ કર્મફલદાતા નથી. જો ઈશ્વરાદિ કર્મના વળગાડનાર હોય તો તો જીવ નામનો વચ્ચે કોઈ પદાર્થ રહ્યો નહિ, કેમકે પ્રેરણાદિ ધર્મે કરીને તેનું અસ્તિત્વ સમજાતું હતું, તે પ્રેરણાદિ તો ઈશ્વરકૃત ઠર્યા અથવા ઈશ્વરના ગુણ ઠર્યા. તો પછી બાકી જીવનું સ્વરૂપ શું રહ્યું કે તેને જીવ એટલે આત્મા કહીએ. માટે કર્મ ઈશ્વરપ્રેરિત નહિ, પણ આત્માનાં પોતાનાં જ કરેલાં હોવા યોગ્ય છે. ઈશ્વરે પોતાના અંશ રૂપ જીવને ઉત્પન્ન કર્યા છે તેથી જીવ ઈશ્વરનો અંશ છે અને જીવ તથા ઈશ્વરનો અંશાંશીભાવ રૂપે સંબંધ છે એ માનવું યોગ્ય નથી. જો જીવ ઈશ્વરનો અંશ માનીએ તો ઈશ્વરના જેવો જીવ હોવો જોઈએ કારણકે અંશાંશીમાં ભેદ હોતો નથી, તેથી ઈશ્વરની પેઠે જીવ પણ નિર્મલ છે એમ માનવું જોઈએ. ત્યારે આવા નિયતિસ્વરૂપી જીવને કર્મ લગાડીને મલસહિત કરવાનું કારણ શું હતું ? ઈશ્વર પોતાના અંશને તેવો બનાવે તે માનવું ઈશ્વરને દૂષણરૂપ છે. તેમ ઈશ્વરને કર્મકલંક સહિત માનવો યોગ્ય નથી. માટે ઈશ્વરની ઇચ્છાથી આત્મા કર્મ બાંધે છે અને પૂર્વે બાંધ્યા છે એ માનવું અયોગ્ય છે. જે થાય છે તે કર્મથી થાય છે, અને આજ્ઞા તે કર્મને બાંધે છે. આત્માના શુભાશુભ પરિણામથી જીવને કર્મ લાગે છે. શુભથી શુભ કર્મ ને અશુભથી અશુભ કર્મ લાગે છે. બાકી કર્મને કોઈ જ્ઞાન નથી જે આ જીવે પાપ કર્યું માટે હું એને પાપરૂપી કર્મ થઈ લાગું. (૪) ચોથો વિકલ્પ પ્રકૃત્યાદિ પરાણે વળગવાથી કર્મ થાય છે તે પણ યથાર્થ નથી; કારણકે પ્રકૃત્યાદિ જડ છે, તેને આત્માં ગ્રહણ ન કરે તો તે શી રીતે વળગવા યોગ્ય થાય ? અથવા દ્રવ્ય કર્મનું બીજું નામ પ્રકૃતિ છે, એટલે કર્મનું કર્તાપણું કમને જ કહેવા બરાબર થયું. અને તેનો નિષેધ ઉપર કરી બતાવેલ છે. પ્રકૃતિ નહિ તો અંતઃકરણાદિ કર્મ ગ્રહણ કરે તેથી આત્મામાં કર્તાપણું વળગે છે એમ કહીએ તો તે પણ એકાંતે સિદ્ધ નથી. અંતઃકરણાદિ પણ ચેતનની પ્રેરણા વિના અંતઃકરણાદિરૂપે પ્રથમ ઠરે જ ક્યાંથી ? ચેતન જે કર્મવળગણાનું મનન કરવા રૂપે અવલંબન લે છે તે અંતઃકરણ છે. જો ચેતન મનન કરે નહિ તો કંઈ તે કર્મવળગણામાં મનન કરવાનો ધર્મ નથી, તે તો માત્ર જડ છે. ચેતનની પ્રેરણાથી ચેતન તેને અવલંબીને કંઈ ગ્રહણ કરે છે અને તેથી તેના વિષે કર્તાપણું આરોપાય છે, બાકી મુખ્યપણે ચેતન તે કર્મનો કર્તા છે. જો કોઈપણ પ્રકારે આત્માને કર્મનું કત્વ ન હોય તો કોઈપણ પ્રકારે તેને ભોસ્તૃત્વ પણ ન કરે અને જ્યારે એમ જ હોય, તો પછી તેનાં કોઈપણ પ્રકારનાં દુઃખોનો સંભવ પણ ન થાય. જ્યારે કોઈપણ પ્રકારનાં દુઃખોનો સંભવ આત્માને ન જ થતો હોય, તો પછી વેદાંતાદિ શાસ્ત્રો સર્વ દુ:ખથી ક્ષય થવાનો જે માર્ગ ઉપદેશે છે તે શા માટે ઉપદેશે છે ? “જ્યાં સુધી આત્મજ્ઞાન નહિ ત્યાં સુધી દુઃખની આત્યંતિક નિવૃત્તિ થતી નહિ' – એમ વેદાંતાદિ કહે છે તે જો દુ:ખે ન જ હોય, તો તેની નિવૃત્તિનો ઉપાય શા માટે કહેવો જોઈએ ? અને કર્તૃત્વ ન હોય તો દુઃખનું ભોક્તાપણું ક્યાંથી Page #164 -------------------------------------------------------------------------- ________________ આત્મવાદ – આત્માનું સ્વરૂપ (સમ્યક્ત્વનાં ૬ સ્થાનક) ૧૪૩ હોય ? એમ વિચાર કરવાથી આત્માને જ કર્મનું કર્તાપણું ઠરે છે. હવે અત્રે એક પ્રશ્ન થવા યોગ્ય છે. ‘જો કર્મનું કર્તાપણું આત્માને માનીએ તો તો આત્માનો તે ધર્મ ઠરે, અને જે જેનો ધર્મ હોય તે ક્યારે પણ ધર્મીથી વિચ્છેદ પામવા યોગ્ય નથી અર્થાતુ તેનાથી કેવળ ભિન્ન પડી શકવા યોગ્ય નથી; જેમ અગ્નિની ઉષ્ણતા અથવા પ્રકાશ તેમ.' આના જવાબમાં કર્મનું કર્તૃત્વ હોય તો તે કર્મ ટળે જ નહિ એથી કોઈ સિદ્ધાંત સમજવો યોગ્ય નથી, કેમકે જે જે વસ્તુ ગ્રહણ કરી હોય તે છોડી શકાય એટલે ત્યાગી પણ શકાય; કેમકે ગ્રહણ કરેલી વસ્તુથી ગ્રહણ કરનારી વસ્તુનું કેવલ એકત્વ કેમ થાય ? તેથી જીવે ગ્રહણ કરેલાં એવાં જે દ્રવ્યકર્મ, તેનો જીવ ત્યાગ કરે તો થઈ શકવા યોગ્ય છે, કેમકે તે તેને સહકારી સ્વભાવે છે, સહજ સ્વભાવે નથી, અને તે કર્મ તે અનાદિ ભ્રમ છે અર્થાત્ તે કર્મનું કર્તાપણું અજ્ઞાનથી પ્રાપ્ત કર્યું છે તેથી પણ તે નિવૃત્ત થવા યોગ્ય છે. અજ્ઞાન કરીને પણ જો આત્માને કર્તાપણું ન હોય તો તો ઉપદેશાદિ શ્રવણ, વિચાર, જ્ઞાન આદિ કશું પણ સમજવાનું પ્રયોજન રહેતું નથી. પરમાર્થથી આત્મા અસંગ છે, પણ તે જ્યારે આત્મસ્વરૂપનું ભાન થાય ત્યારે. તે સિવાય આત્મા કેવલ – એકાંતે અસંગ નથી; અસંગ હોત તો ક્યારે પણ કર્મનું કરવા પણું ન હોત અને તેમ થયે આત્માનું સ્વરૂપ મૂળથી જ પ્રાપ્ત થયું હોત. પણ તે તો થયું નથી અને તે સ્વરૂપની પ્રાપ્તિ એ હજુ લક્ષ્ય છે. આત્મા જો પોતાના શુદ્ધ ચૈતન્યાદિ સ્વભાવમાં વર્તે તો તે પોતાના તે જ સ્વભાવનો કર્તા છે, અર્થાત્ તે જ સ્વરૂપમાં પરિમિત છે, અને તે શુદ્ધ ચૈતન્યાદિ સ્વભાવના ભાનમાં વર્તતો ન હોય ત્યારે કર્મભાવનો કર્તા છે. - પરમાર્થે તો જીવ અક્રિય છે એમ વેદાંતાદિનું નિરૂપણ છે અને જિનપ્રવચનમાં પણ સિદ્ધ એટલે શુદ્ધાત્માનું અક્રિયપણું છે એમ નિરૂપણ કર્યું છે, છતાં આત્માને શુદ્ધાવસ્થામાં ઉપર પ્રમાણે કર્તા કહેવાથી સક્રિય થયો તેનું કેમ ? આના ઉત્તરમાં એ કે શુદ્ધાત્મા પરયોગનો – પરભાવનો – વિભાવનો ત્યાં કર્તા નથી, માટે અક્રિય કહેવા યોગ્ય છે, પણ ચેતન્યાદિ સ્વભાવનો કર્તા છે – જો એમ કર્તા ન માનીએ તો પછી તેનું કંઈપણ સ્વરૂપ ન રહે. શુદ્ધાત્માને મન, વચન, કાયાના વ્યાપારરૂપ યોગક્રિયા નહિ હોવાથી તે અક્રિય છે, પણ સ્વાભાવિક ચેતન્યાદિ સ્વભાવરૂપ ક્રિયા હોવાથી તે સક્રિય છે. ચૈતન્યાત્મપણું આત્માને સ્વાભાવિક હોવાથી તેમાં આત્માનું પરિણમવું તે એકાત્મપણે જ છે. અને તેથી પરમાર્થનયથી સ્વભાવે તો કર્તા કહેવાય. નિજ સ્વભાવમાં પરિણમવા રૂપ સક્રિયતાથી નિજ સ્વભાવનું કર્તાપણું શુદ્ધાત્માને છે, કેવળ શુદ્ધ સ્વધર્મી હોવાથી એકાત્મપણે પરિણમે છે, તેથી સક્રિય કહેતાં પણ દોષ નથી. જે વિચારે સક્રિયતા અક્રિયતા નિરૂપણ કરી છે તે વિચારના પરમાર્થને ગ્રહીને સક્રિયતા, અકિયતા. કહેતાં કશો દોષ નથી. આ રીતે સાંખ્ય કે જે આત્માનું અકર્તાપણું અને ઉપચારમાત્રથી – લક્ષણાવૃત્તિથી ભોક્તાપણું માને છે તેનો નિરાસ થયો. સાંખ્ય એવું માને છે કે કોઈ આત્મા બંધાતો નથી, તેમ મૂકાતો પણ નથી અને સંસારમાં ભ્રમણ પણ કરતો નથી. જે વિવિધ પ્રકારના આશ્રયવાળી પ્રકૃતિ છે તે જ Page #165 -------------------------------------------------------------------------- ________________ ૧૪૪ જૈન અને બૌદ્ધ મત : સંક્ષિપ્ત ઇતિહાસ અને સિદ્ધાંતો સંસારમાં ભ્રમણ કરે છે, બંધાય છે ને મુકાય છે. જૈનમાં એ મંતવ્ય છે કે આત્મા બંધાય છે, મુકાય છે. જો પ્રકૃતિને બંધમોક્ષ સાંખ્ય પ્રમાણે માનીએ તો તેથી સંસારાવસ્થા તથા મોક્ષાવસ્થામાં આત્માના અભિન્ન - એક સ્વભાવને લીધે યોગી પુરુષો માટે જે યોગશાસ્ત્રમાં યમનિયમાદિ અનુષ્ઠાન સાંખ્યના જ શાસ્ત્રમાં મુક્તિ ફલ આપનારું કહ્યું છે તે વ્યર્થ જવાનું. હિમચંદ્ર આ જ વસ્તુ તેમના યોગશાસ્ત્રમાં કહી છે. સરખાવો – अयमात्मैव संसारः कषायेन्द्रियनिर्जितः । तमेव तद्विजेतारं मोक्षमाहुर्मनीषिणः ।। ] બૌદ્ધમાં એમ કહેલ છે કે : चित्तमेव हि संसारो रागादिक्लेशवासितम् तदेव तैर्विनिर्मक्तं भवांत इति कथ्यते । - રાગાદિ ક્લેશોથી સંસ્કાર પામેલું ‘ચિત્ત જ સંસાર છે. જ્યારે ચિત્ત તે રાગાદિ ક્લેશોથી મુક્ત થયું ત્યારે ભવ – સંસારનો અંત – મોક્ષ થયો એમ જાણવું. જ્યારે જૈનો એમ સ્વીકારે છે કે આત્મા બંધન પામનાર છે અને તે બંધન વસ્તુ એટલે પરમાર્થથી વિદ્યમાન એવું કર્મ' છે. બૌદ્ધ પ્રમાણે ચિત્તથી કર્મ જુદું નથી એમ માનીએ તો કર્મનું વસ્તુપણું રહેતું નથી – તે અવસ્તુ ગણાય. કારણકે જે વસ્તુ જેનાથી જુદી નથી તે વસ્તુ તે રૂપ જ કહેવાય છે અને તેથી લોકમાં જે નથી તે વસ્તુ જરૂરી નથી એટલે આત્મા, તેનાથી – તે પોતે અવસ્તુ – કર્મથી બંધાય છે એવી પ્રતીતિ થતી નથી. જેમ પુરુષ અને બેડી તે જુદાજુદા સ્વભાવનાં છે તેમાં પુરુષ બધ્યમાન અને બેડી બંધન છે તે છતાં લોકમાં પુરુષ બેડીમાં પડ્યો' એવા વ્યવહારથી બોલાય છે – તેમ અહીં આત્માએ કર્મ બાંધ્યાં એમ કહેવાય – કર્મરૂપ આત્માએ કરી આત્મા બંધાયો એમ કહેવાતું નથી, તો બૌદ્ધમત પ્રમાણે કર્મ અને ચિત્ત એ બે જુદાં નથી એમ માનીએ તો સંસાર અને મોક્ષનો ભેદ પણ નહિ થાય, કારણકે માત્ર ચિત્તનું બંને ઠેકાણે વિશેષપણું નથી અર્થાત્ સરખાપણું છે, તેથી ચિત્ત ને કર્મ બે જુદી જ વસ્તુ છે. ૪. આત્મા કર્મનો ભોક્તા છે. કોઈ એમ કહે કે જીવને કર્મનો કર્તા કહીએ તોપણ તે કર્મનો ભોક્તા જીવ નહિ ઠરે, કેમકે જડ એવાં કર્મ શું સમજે કે તે ફળ દેવામાં પરિણામી થાય ?–ફળદાતા થાય ? - જો ફળદાતા ઈશ્વર ગણીએ તો ભોક્તાપણું સાધી શકીએ અર્થાત્ જીવને ઈશ્વર કર્મ ભોગવાવે તેથી જીવ કર્મનો ભોક્તા સિદ્ધ થાય. પણ પરને ફળ દેવા રૂપ ઈશ્વર માનીએ તો તેનું ઈશ્વરપણું જ રહેતું નથી અને આવો ઈશ્વર જ્યારે સિદ્ધ ઠરતો નથી ત્યારે જગનો નિયમ પણ કોઈ સંભવે નહિ; અને જો તેવો નિયમ ન હોય તો પછી શુભ અથવા અશુભ કર્મનાં ભોગવવાનાં સ્થાનક પણ રહેતાં નથી. આ કારણે આત્માને કમેનું ભોસ્તૃત્વ રહેતું નથી. આના ઉત્તરમાં જણાવવાનું કે જણાવી ગયા પ્રમાણે કર્મ બે પ્રકારનાં છે (૧) ભાવકર્મ (૨) દ્રવ્યકર્મ. આત્માને પોતાના સ્વરૂપની ભ્રાંતિ તે ભાવકર્મ છે અને તેથી આ ભાવકર્મ ચેતનરૂપ છે. આ ચેતના ભાવકર્મને અનુસરી જીવનું વીર્ય મ્હાયમાન Page #166 -------------------------------------------------------------------------- ________________ આત્માનું સ્વરૂપ (સમ્યક્ત્વનાં ૬ સ્થાનક) થાય છે અને સ્ફુરાયમાન થતાં દ્રવ્યકર્મ કે જે જડ છે જ્ઞાનાવરણીય આદિ આઠ કર્મો અને તેની પ્રકૃતિઓ તેની વર્ગણા ગ્રહણ કરે છે. ઝેર કે અમૃત પોતાના સ્વભાવને જાણતાં નથી; પરંતુ જે તેનો ઉપયોગ કરે છે તેને તથાપ્રકારે ફલ પ્રાપ્ત થાય છે. તેવી જ રીતે શુભ અને અશુભ કર્મ પોતાના ફલને જાણતાં નથી છતાં તે કરનારને તે-તે પ્રકારનું ફલ આપનાર થાય છે. રાજા અને રંક એવા ઉચ્ચનીચના જે ભેદ જોવામાં આવે છે તેનું કોઈપણ કારણ હોવું જોઈએ અને વિચારતાં શુભ અને અશુભ કર્મ સિવાય એવું બીજું કોઈ કારણ જોવામાં આવતું નથી કે જે આવા ભેદ નિપજાવના૨ હોય. ઈશ્વર ફલ આપનાર હોવો જોઈએ એવી પણ કશી જરૂર નથી, જો કર્મનાં ફળને ઈશ્વર આપે છે એમ ગણીએ, તો ત્યાં ઈશ્વરનું ઈશ્વરપણું જ રહેતું નથી, કેમકે પરને ફળ દેવા આદિ પ્રપંચમાં પ્રવર્ત્તતાં ઈશ્વરને દેહાદિ અનેક પ્રકારનો સંગ થવો સંભવે છે, અને તેથી યથાર્થ શુદ્ધતાનો ભંગ થાય છે. મુક્ત જીવ જેમ નિષ્ક્રિય એટલે પરભાવાદિનો કર્તા નથી, જો પરભાવાદિનો કર્તા થાય તો તો સંસારની પ્રાપ્તિ થાય છે, તેમજ ઈશ્વર પણ પરને ફળ દેવા આદિ રૂપ ક્રિયામાં પ્રવર્તે તો તેને પણ પરભાવાદિના કર્તાપણાનો પ્રસંગ આવે છે અને મુક્ત જીવ કરતાં તેનું ન્યૂનત્વ ઠરે છે; તેથી તો તેનું ઈશ્વ૨૫ણું જ ઉચ્છેદવા જેવી સ્થિતિ થાય છે. વળી જીવ અને ઈશ્વરનો સ્વભાવભેદ માનતાં પણ અનેક દોષ સંભવે છે. બંનેને જો ચૈતન્ય સ્વભાવ માનીએ, તો બંને સમાન ધર્મના કર્તા થયા; તેમાં ઈશ્વર જગાદિ રચે, અથવા કર્મનું ફળ આપવા રૂપ કાર્ય કરે અને મુક્ત ગણાય; અને જીવ એક માત્ર દેહાદિ સૃષ્ટિ રચે, અને પોતાનાં કર્મોનું ફળ પામવા માટે ઈશ્વરાશ્રય ગ્રહણ કરે, તેમજ બંધમાં ગણાય, એ યથાર્થ વાત દેખાતી નથી. એવી વિષમતા કેમ સંભવિત થાય ? વળી જીવ કરતાં ઈશ્વરનું સામર્થ્ય વિશેષ માનીએ તો પણ વિરોધ આવે છે. ઈશ્વર શુદ્ધ ચૈતન્યસ્વરૂપ ગણીએ તો શુદ્ધ ચૈતન્ય એવા મુક્ત જીવમાં અને તેમાં ભેદ ન પડવો જોઈએ અને ઈશ્વરથી કર્મનાં ફળ આપવાદિ કાર્ય ન થવાં જોઈએ; અથવા મુક્ત જીવથી પણ તે કાર્ય ન થવું જોઈએ; અને ઈશ્વરને જો અશુદ્ધ ચૈતન્યસ્વરૂપ ગણીએ તો તો સંસારી જીવો જેવી તેની સ્થિતિ ઠરે, ત્યાં પછી સર્વજ્ઞાદિ ગુણનો સંભવ ક્યાંથી થાય ? અથવા દેહધારી સર્વજ્ઞની પેઠે તેને ‘દેહધારી સર્વજ્ઞ ઈશ્વર' માનીએ તો પણ સર્વ કર્મફળદાતૃત્વરૂપ ‘વિશેષ સ્વભાવ’ ઈશ્વરમાં કયા ગુણને લીધે માનવા યોગ્ય થાય ? અને દેહ તો નાશ પામવા યોગ્ય છે તેથી ઈશ્વરનો પણ દેહ નાશ પામે અને તે મુક્ત થયે કર્મફળદાતૃત્વ ન રહે, એ આદિ અનેક પ્રકારથી ઈશ્વરને કર્મફળદાતૃત્વ આરોપતાં દોષ આવે છે, અને ઈશ્વરને તેવે સ્વરૂપે માનતાં તેનું ઈશ્વરપણું ઉત્થાપવા સમાન થાય છે. ઝેર અને અમૃતની પેઠે શુભ અને અશુભ કર્મ પોતપોતાના ધર્મો પ્રમાણે ફળ આપે છે ત્યાં ઈશ્વરની જરૂ૨ ક્યાં રહી ? શુભ અને અશુભ કર્મો પોતાના સ્વભાવ પ્રમાણે પરિણામી રહી નિઃસત્ત્વ થઈ નિવૃત્ત થાય છે. ઉત્કૃષ્ટ શુભ અધ્યવસાયથી ઉત્કૃષ્ટ શુભ ગતિ, અત્યંત અશુભ અધ્યવસાય તે અત્યંત અશુભ ગતિ અને શુભાશુભ અધ્યવસાય તે મિશ્ર ગતિ છે; કારણકે રામેન ર્મવંધઃ જેવા મનના પરિણામ તેવા કર્મનો બંધ; અને વસ્તુતઃ જીવના જે જે પ્રકારના પરિણામવિશેષ તે તે પ્રકારની ગતિ છે; અને આ જે ગતિઓ આત્મવાદ - ૧૪૫ Page #167 -------------------------------------------------------------------------- ________________ ૧૪૬ જૈન અને બૌદ્ધ મત : સંક્ષિપ્ત ઇતિહાસ અને સિદ્ધાંતો - નરકાદિ તે કર્મ ભોગવવાનાં સ્થાનકો છે. હવે કોઈ એમ શંકા કરે કે ઈશ્વર જો કર્મફળદાતા ન હોય અથવા જગકર્તા ન ગણીએ, તો કર્મ ભોગવવાનાં વિશેષ સ્થાનકો એટલે નરકાદિ ગતિ આદિ સ્થાન ક્યાંથી હોય, કારણકે તેમાં તો ઈશ્વરના કર્તૃત્વની જરૂર છે.' તો આ શંકા પણ કરવા યોગ્ય નથી, કેમકે મુખ્યપણે તો ઉત્કૃષ્ટ શુભ અધ્યવસાય તે ઉત્કૃષ્ટ દેવલોક છે અને ઉત્કૃષ્ટ અશુભ અધ્યવસાય તે ઉત્કૃષ્ટ નરક છે, શુભાશુભ અધ્યવસાય તે મનુષ્ય તિર્યંચાદિ છે અને સ્થાનવિશેષ એટલે ઊર્ધ્વલોકે દેવગતિ એ આદિ ભેદ છે. જીવસમૂહનાં – કર્મદ્રવ્યનાં પણ – તે પરિણામવિશેષ છે, એટલે તે તે ગતિઓ જીવના કર્મવિશેષ પરિણામોદિ સંભવે છે. અચિંત્ય એવું જીવવીર્ય, અચિંત્ય એવું પગલસામર્થ્ય – કર્મસામર્થ્ય – એના સંયોગવિશેષથી લોક પરિણમે છે. ૫. આત્માનો મોક્ષ છે. ઉપર કહી ગયા કે આત્મા કર્તાભોક્તા છે. હવે તેમ છતાં કોઈ કહે કે તેનો મોક્ષ થવા યોગ્ય નથી કેમકે અનંતકાળ થયો તો પણ કર્મ કરવા રૂપી દોષ હજુ તેને વિષે વર્તમાન જ છે. શુભ કર્મ કરે તો દેવાદિ ગતિમાં તેનું શુભ ફળ ભોગવે, અને અશુભ કર્મ કરે તો નરકાદિ ગતિને વિષે તેનું અશુભ ફળ ભોગવે, પણ કમરહિત કોઈ સ્થળે આત્મા હોય નહિ. આ શંકાના ઉત્તરમાં જણાવવાનું કે જેમ શુભાશુભ કર્મ કરવાથી તેનાં ફળ ભોગવાય છે તેમ નહિ કરવાથી અથવા તો તે કર્મની નિવૃત્તિ કરવાથી તે નિવૃત્તિ પણ થવા યોગ્ય છે. માટે તે નિવૃત્તિનું પણ સફળપણું છે એટલે શુભાશુભ કર્મ જેમ અફળ જતાં નથી તેમ તેની નિવૃત્તિ પણ અફળ જવા યોગ્ય નથી. તે નિવૃત્તિ એ જ મોક્ષ. કર્મસંયોગથી અનંતકાળ વીત્યો તે તે શુભાશુભ કર્મ પ્રત્યેની જીવની આસક્તિને લઈને, પણ તેના પર ઉદાસીન થવાથી તે કર્મફળ છેદાય અને તેથી જીવનું શુદ્ધ સ્વરૂપ – મોક્ષસ્વભાવ પ્રગટ થાય. જીવને દેહાદિસંયોગનો અનુક્રમે વિયોગ તો થયાં કરે છે, પણ તે પાછો ગ્રહણ ન થાય તે રીતે તેનો વિયોગ કરવામાં આવે તો સિદ્ધસ્વરૂપ મોક્ષસ્વભાવ પ્રગટે અને શાશ્વતપદે અનંત આત્માનંદ ભોગવાય. ૬. મોક્ષનો ઉપાય છે. મોક્ષપદ સ્વીકારવા છતાં કોઈ એમ કહે કે “તે પ્રાપ્ત કરવાના સંપૂર્ણ ઉપાય. લાગતા નથી, કારણ કે અનંત કાળનાં કર્મો તે મનુષ્યના અલ્પાયુષી દેહમાં કેમ છેદી શકાય ? વળી તેના ઉપાયો જુદાંજુદાં દર્શનો અને મતો અનેક અનેક પ્રકારે કહે છે તો તેના સત્યાસત્યનો નિર્ણય થઈ શકવો સંભવિત નથી. આ કારણથી ઉપર્યુક્ત પાંચ પદોની સિદ્ધિ કરવામાં આવી તે પણ જ્યારે મોક્ષનો ઉપાય ન હોય તો નિરર્થક છે.” આનું સમાધાન આ પ્રમાણે જૈન તત્ત્વજ્ઞાન આપે છે. કર્મભાવ તે અજ્ઞાન છે. મોક્ષભાવ છે તે જીવના પોતાના સ્વરૂપને વિષે સ્થિતિ થવી તે છે. અજ્ઞાન અંધકારના ૧. સરખાવો ગીતાનું વાક્ય “નોવોડાં કર્મવંધનઃ” તેમજ બૌદ્ધ પણ જણાવે છે કે “મૈને लोकवैचित्र्यं' Page #168 -------------------------------------------------------------------------- ________________ આત્માનું સ્વરૂપ (સમ્યક્ત્વનાં ૬ સ્થાનક) આ જેવું છે. જેમ પ્રકાશ થતાં અંધકાર નાશ પામી જાય છે, તેમ જ્ઞાનરૂપી પ્રકાશ થતાં અર્થાત્ આત્મા અને કર્મનું સમ્યક્ જ્ઞાન થતાં અજ્ઞાન નાશ પામે છે. જે જે કારણોથી કર્મ બંધાય છે, તે તે કારણોનો સર્વથા છેદ કરવામાં આવે તો કર્મ સર્વથા છેદાઈ મોક્ષ પ્રકટે છે. કર્મ બાંધવા રૂપી માર્ગ તે કર્મબંધનો માર્ગ છે, અને કર્મ છેદવારૂપી માર્ગ તે મોક્ષનો માર્ગ છે. રાગ, દ્વેષ અને અજ્ઞાન (મોહ) એ મુખ્ય કર્મની ગ્રંથીઓ છે, અર્થાત્ એનાથી કર્મ બંધાય છે; એની સર્વથા નિવૃત્તિ તે મોક્ષમાર્ગ છે. આત્મા અવિનાશી અને સર્વભાવને પ્રકાશવારૂપ સ્વભાવમય હોઈ સર્વ વિભાવ (૫૨ભાવ –– આત્માના સ્વભાવથી અન્ય ભાવ) અને દેહાદિ સંયોગના આભાસથી રહિત છે જે કેવળ શુદ્ધાત્મનું પદ તે પામવું એ મોક્ષમાર્ગ છે. કર્મ અનંત પ્રકારનાં છે અને તેનો મુખ્ય આઠ પ્રકા૨ નામે જ્ઞાનાવરણીયાદિમાં સમાવેશ કરવામાં આવ્યો છે. આ આઠ કર્મોમાં મુખ્ય મોહનીય કર્મ કહ્યું છે. મોહનીય કર્મના મુખ્ય બે ભેદ છે ઃ દર્શનમોહનીય અને ચારિત્રમોહનીય. ‘દર્શન મોહનીય’એટલે પરમાર્થને વિશે અપરમાર્થબુદ્ધિ અને અપરમાર્થને વિશે પરમાર્થબુદ્ધિ; અને ચારિત્રમોહનીય એટલે તથારૂપ પરમાર્થને પરમાર્થ જાણીને સ્વભાવમાં સ્થિરતાને રોધક એવા પૂર્વ સંસ્કારરૂપ કષાય અને નોકષાય તે. દર્શનમોહનીય આત્માનું ખરું ભાન થવા દેતું નથી, અને ચારિત્રમોહનીય વીતરાગપણું પામવા દેતું નથી. જો દર્શનમોહનીય જાય તો સમ્યગ્દર્શન થતાં આત્મસ્વરૂપ સમજાય; અને ચારિત્રમોહનીય જાય તો – (દર્શનમોહનીય જતાં ચારિત્રમોહનીય અવશ્યમેવ થાય છે) - વીતરાગતા આવે છે. દર્શનમોહનીય એટલે મિથ્યાત્વ. મિથ્યાત્વનો પ્રતિપક્ષ તે આત્માનો સત્યબોધ. ચારિત્રમોહનીય એટલે રાગાદિ પરિણામ. આ રાગાદિક પરિણામનો પ્રતિપક્ષ તે વીતરાગભાવ. જેમ અંધકારનો પ્રતિપક્ષ જે પ્રકાશ તે ઉત્પન્ન થતાં અંધકાર નાશ પામે છે, તેમ દર્શનમોહનીય અને ચારિત્રમોહનીયના પ્રતિપક્ષો સમ્યગ્દર્શન અને વીતરાગતા ઉત્પન્ન થયે એટલે દર્શનમોહનીય અને ચારિત્રમોહનીય જતાં મોક્ષસ્વભાવ પ્રકટે છે. ક્રોધ ક્ષમાથી હણાય છે, સરલતાથી માયા રોકાય છે; એમ રાગદ્વેષના જે જે ઉત્તમ પ્રતિપક્ષીઓ તે તે ઉત્પન્ન કરતાં રાગદ્વેષ જઈ વીતરાગતા ઉત્પન્ન થાય છે અને સંપૂર્ણ વીતરાગતા તે સંપૂર્ણ મોક્ષ છે. ક્રોધાદિનો વિરોધ કરનાર ક્ષમાદિ છે એવો આપણને સર્વને પ્રત્યક્ષ અનુભવ અત્ર જ છે એટલે મોક્ષના ઉપાયનો સંદેહ કરવાનો અવકાશ રહેતો નથી. આત્મવાદ – આ મારો મત છે માટે મારે તેને વળગી જ રહેવું – મતાગ્રહ રાખવો, આ મારું દર્શન છે માટે ગમે તેમ મારે તે સિદ્ધ કરવું એવો આગ્રહ કે એવા વિકલ્પને છોડીને આ મોક્ષમાર્ગ કહ્યો છે. તે સાધનાર અલ્પજન્મ પામે છે. સમ્યગ્દર્શન થાય પછી તે જો ચાલ્યું ન જાય વમાય નહિ તો તેને ઘણામાં ઘણો પંદર ભવ થાય એમ જિને કહ્યું છે અને જે ઉત્કૃષ્ટપણે આરાધે તેનો તે ભવે પણ મોક્ષ થાય. → ૧૪૭ ઉપર્યુક્ત છયે પદની સર્વાંગતામાં જિનકથિત મોક્ષમાર્ગ છે. એમાંનું કોઈપણ એકાંતે કે અવિચારથી ઉત્થાપતાં મોક્ષમાર્ગ સિદ્ધ થતો નથી. તે માર્ગ ગમે તે જાતિ કે વેશથી પમાય છે. એમાં કંઈ ભેદ નથી. જે સાધે તે મુક્તિપદ પામે. તેમાં બીજા કશા પ્રકારનો ઊંચનીચત્વાદિ ભેદ નથી. Page #169 -------------------------------------------------------------------------- ________________ ૧૪૮ જૈન અને બૌદ્ધ મત : સંક્ષિપ્ત ઇતિહાસ અને સિદ્ધાંતો પદ્રવ્ય દ્રવ્ય એટલે પદાર્થ. જે પોતાના સદ્ભાવ પર્યાયને–ગુણને દ્રવે છે, તે તે ભાવે પરિણમે છે તે દ્રવ્ય. જુદાંજુદાં દર્શનોએ દ્રવ્યના ભાગ જુદી જુદી રીતે પાડેલ છે, જ્યારે જૈનદર્શને તેના ૬ વિભાગ પાડેલ છે. તે કહીએ તે પહેલાં જૈન દર્શનમાં દ્રવ્યનાં લક્ષણ શું છે તે જોઈએ : તેનાં લક્ષણો ત્રણ રીતે કથનમાત્ર ભેદે કહ્યાં છે : (૧) સત્ પદાર્થ (૨) ગુણ અને પર્યાય જેને છે તે પદાર્થ (૩) ગુણ સમૂહાત્મક – તે દ્રવ્ય. વસ્તુતઃ આ ત્રણે લક્ષણો એક જ અર્થને સૂચવે છે તે આ રીતે ? સની વ્યાખ્યા એ છે કે ઉત્પાદ, વ્યય અને ધ્રૌવ્ય એ ત્રણ જેને છે તે સતુ. પદાર્થની ઉત્પત્તિ, નાશ અને નિયત્વ હોવાના કારણે તે કથંચિત્ નિત્ય અનિત્ય છે. જેવી રીતે એક માટીનો ઘડો તૂટી જતાં જે ઠીકરાં રહે છે તેની ઉત્પત્તિ તે વખતે છે, અને તેની સાથે જ તે ઘડાનો નાશ છે, આ ઉત્પત્તિ અને નાશની બંને અવસ્થામાં તેનું ઉપાદાન કારણ જે માટી તે ધ્રૌવ્ય – નિત્યરૂપે રહે છે, તેવી જ રીતે સરૂપ વસ્તુ એટલે દ્રવ્યની ઉત્તરાવસ્થાની ઉત્પત્તિ તથા પૂર્વાવસ્થાનો નાશ થાય છે, તેની જ સાથે તે વસ્તુ સતુરૂપ હોવાથી સદૈવ નિત્ય રહ્યા કરે છે. આમ એક અવસ્થાને છોડી બીજી અવસ્થાને પ્રાપ્ત થાય છે, પરંતુ અમુક મૂલ - વસ્તુગત અવસ્થા સદાકાલ નિત્ય રહે છે. હવે આ દ્રવ્યની બે અવસ્થા કરીએ : ૧. સહભાવી અને ૨. ક્રમભાવી. સહભાવી અવસ્થાને “ગુણ' કહેવામાં આવે છે, ક્રમભાવીને પર્યાય' (= ફેરફાર) કહેવામાં આવે છે. આથી ગુણપર્યાયવાપણું એ પણ દ્રવ્યનું લક્ષણ છે. જેવી રીતે ઘડો અને ઠીંકરાં એ બંને માટીના પર્યાય છે અને વસ્તુતઃ માટી જ છે – માટી સિવાયના જુદા પદાર્થ નથી, તેવી રીતે દ્રવ્યના પર્યાયો પણ તે દ્રવ્યના ગુણોના વિકાર જ છે – દ્રવ્યથી ભિન્ન પદાર્થ નથી, આ જ કારણને લઈને દ્રવ્યને ગુણોના સમુદાયવાળું પણ કહેલ છે. સત્ પદાર્થને જ દ્રવ્ય કહેવામાં આવે છે, અને પદાર્થ સર્વથા નિત્ય નથી તેમજ સર્વથા અનિત્ય પણ નથી, કારણકે જો પદાર્થને સર્વથા નિત્ય માનીએ તો વસ્તુનો વિકાર થાય છે – એટલે તેની બીજી અવસ્થા થાય છે એ કારણથી તેમાં પ્રત્યક્ષ વિરોધ આવે છે. એટલે ‘પદાર્થને નિત્ય રૂપ જ માનીએ તો વિકાર – બીજી અવસ્થા ઉત્પન્ન ન થવી જોઈએ અને તેની ક્રિયા અવસ્થાના અભાવથી પ્રમાણ રહેશે નહીં તેમજ તેનું ફલ પણ નથી." તેમજ વસ્તુને સર્વથા અનિત્ય માનવાથી શશશૃંગવત્ તે વસ્તુના અભાવનો પ્રસંગ આવશે – “નિશ્ચયે પદાર્થને ક્ષણિક-અનિત્ય જ માનવાથી પ્રત્યભાવક્રમ આદિનો અસંભવ છે અને ક્રમાદિ રહેશે નહિ, અને તે દ્રવ્યનું પ્રત્યભિજ્ઞાન (આ પદાર્થ કે જે પહેલો હતો તે એવું જ્ઞાન)નો અભાવ આવશે તેમ થયે કોઈ પણ કાર્યનો આરંભ ને તેનું ફલ થશે નહિ.” १. नित्यत्वैकांतपक्षेऽपि विक्रियानोपपद्यते । प्रागेव कारकाभावा : [कारकाभावात् (?)] क्व प्रमाणं વર તનમ્ | [અહીં પ્રમાણ અને ફળની વાત છે.] ૨. ક્ષણિકાંતપક્ષેડપિ પ્રેત્યમવી સંમવ: પ્રત્યfમજ્ઞાનીમાવીત્ર કાર્યારંભ: ભૂત: બ્રમ્ || 242242 al 241 2412 asults Plaid het Indestructibility of matter - (ડ) વસ્તુનું અવિનાશિત્વ. Page #170 -------------------------------------------------------------------------- ________________ ષદ્રવ્ય અતઃ દ્રવ્યનું પ્રત્યભિજ્ઞાન કરાવવા માટે કોઈ સ્વરૂપે તેની નિત્યતા, કોઈ સ્વરૂપે તેની ઉત્પત્તિ અને કોઈ સ્વરૂપે તેનો નાશ એક જ કાલમાં ત્રણ અવસ્થાઓ દ્રવ્ય ધારણ કર્યા કરે છે એ સ્વીકારવું જોઈશે : જેમકે સામાન્ય સોનું, તૂટેલું ફૂટેલું સોનું અને સોનાનું પાત્ર એ ત્રણ અવસ્થાઓમાં તેના ઘરાકને સામાન્ય, વિષાદ કે હર્ષરૂપ પરિણામો યથાક્રમે સાથે સાથે એક સોનાનું પાત્ર ફૂટી જવાની સાથે થાય છે તેવી જ રીતે. પરંતુ વસ્તુ જે સ્વરૂપે ઉત્પન્ન થાય છે તે સ્વરૂપે તેનો નાશ થતો નથી, તેમ નિત્ય રહેતું નથી, અને જે સ્વરૂપે તેનો વ્યય થાય છે તે સ્વરૂપે તેનાં ઉત્પાદ કે ધ્રૌવ્ય નથી. આ કારણે કોઈ વસ્તુનું ધ્રૌવ્ય - નિત્યત્વ સદૈવ રહે છે. તે નિત્ય હોવાનું કારણ ગુણ છે અને તે અનિત્ય છે તેનું કારણ તેની અવસ્થાઓમાં ઉત્પાદ અને વ્યય ક્ષણ પ્રતિક્ષણ થયાં કરે છે તે છે અને તેનું નામ ‘પર્યાય’ છે. આ રીતે વસ્તુમાં ગુણ અને - પર્યાય બંને હોય છે. ૧૪૯ જેવી રીતે સમુદ્રની લહેર સમુદ્રના પાણીથી જુદો પદાર્થ નથી, બલ્કે તે જ જળની એક જુદી વ્યવસ્થારૂપ પરિણમન છે અને તે લહેરને તે સમુદ્રરૂપ યા તે સમુદ્રના જલરૂપ જ ગણવામાં આવે છે, તેવી રીતે પર્યાય ગુણથી ભિન્ન કોઈ જુદો પદાર્થ નથી. પણ ગુણની જ જુદી અવસ્થારૂપ પરિણમન છે તેથી પર્યાય પણ ગુણોમાં ગર્ભિત છે. આમ ઉપરનાં ત્રણે લક્ષણ અર્થથી એક જ ઘટી ગયાં. દ્રવ્યમાં અનેક ગુણો છે. જેટલા શબ્દ છે તે ધાતુઓથી બન્યા છે અને ક્રિયાવશ્યક શબ્દને ધાતુ કહે છે; ક્રિયા ગુણની હોય છે તેથી પ્રત્યેક શબ્દ ગુણવાચક છે. ગુણોથી ભિન્ન દ્રવ્ય નથી. એક દ્રવ્યના અનેક ગુણોમાંથી કેટલાક ગુણો એવા હોય છે કે જે સમસ્ત દ્રવ્યોમાં હોય છે. આને ‘સામાન્ય ગુણ’ કહેવામાં આવે છે; અને કેટલાક ગુણ એવા હોય છે કે જે સમસ્ત દ્રવ્યોમાં નથી હોતા. તેને ‘વિશેષ ગુણ’ કહેવામાં આવે છે. સામાન્ય ગુણ જોકે અનેક છે તથાપિ તેમાં પાંચ ગુણ પ્રધાન છે ઃ નામે (૧) જે શક્તિના નિમિત્તથી દ્રવ્યનો સદાકાલ સદ્ભાવ રહે તેને ‘અસ્તિત્વ’ ગુણ કહે છે. (૨) જે શક્તિના નિમિત્તથી દ્રવ્ય અર્થાત્ તેના સમસ્ત ગુણ પ્રતિક્ષણે એક અવસ્થાને છોડી બીજી અવસ્થા પામે છે તેને ‘દ્રવ્યત્વ’ ગુણ કહે છે. (૩) જે શક્તિના નિમિત્તથી દ્રવ્યમાં અર્થક્રિયાકારિત્વ હોય તે ‘વસ્તુત્વ’. (૪) જે શક્તિનાં નિમિત્તથી દ્રવ્ય ગમે તેના જ્ઞાનનો વિષય થાય છે તે ‘પ્રમેયત્વ’. (૫) જે શક્તિના નિમિત્તથી વસ્તુનું વસ્તુત્વ અવસ્થિત રહે અર્થાત્ દ્રવ્યથી દ્રવ્યાન્તરરૂપ આદિ પરિણમન થાય નહિ અને જલના મોજા રૂપ પોતપોતામાં પરિણમે તેને ‘અગુરુલઘુત્વ' ગુણ કહે છે. જે સમય દ્રવ્યનું નિરૂપણ અસ્તિત્વ ગુણની મુખ્યતાથી કરાય છે ત્યારે તેને ‘સત્' કહેવામાં આવે છે, વસ્તુત્વ ગુણની મુખ્યતાથી તેને ‘વસ્તુ’, દ્રવ્યત્વ ગુણની મુખ્યતાથી ‘દ્રવ્ય’, પ્રમેયત્વ ગુણની પ્રમેયતાથી ‘પ્રમેય’ કહેવામાં આવે છે. એ પ્રમાણે અગુરુલઘુત્વ ગુણનું સમજી લેવું. વિશેષ ગુણથી એક દ્રવ્યનું બીજા દ્રવ્યથી ભિન્નત્વ વિશિષ્ટત્વ સમજાય છે. તેથી દ્રવ્યોની પિછાન થાય છે. તે લક્ષણ દ્રવ્યના ભેદ કરતાં કહેવામાં આવશે. Page #171 -------------------------------------------------------------------------- ________________ ૧પ૦ જૈન અને બૌદ્ધ મત : સંક્ષિપ્ત ઇતિહાસ અને સિદ્ધાંતો દ્રવ્યના ૬ ભેદ મુખ્ય રીતે સમસ્ત વિશ્વમાં બે જ દ્રવ્ય છે : ૧. જીવ અને ૨. અજીવ. ચેતના લક્ષણવંત તે જીવ છે અને તેથી વિપરીત લક્ષણવાળો તે અજીવ છે. અજીવ પાંચ પ્રકારના છે. પુદ્ગલ, ધર્મ, અધર્મ, આકાશ અને કાલ. આ પાંચમાં ઉક્ત જીવદ્રવ્યને ભેળવતાં છ દ્રવ્ય થાય છે. આ છ દ્રવ્યનાં વિશિષ્ટ ગુણલક્ષણ આ પ્રમાણે છે : (૧) જીવનું લક્ષણ ચેતના છે. (૨) પુદ્ગલનું લક્ષણ સ્પર્શ, રસ, ગંધ અને વર્ણ છે. (૩) ધર્મનું લક્ષણ ગતિસહાયતા - ગતિસહકારિત્વ છે. (૪) અધર્મનું લક્ષણ સ્થિતિ સહકારિત્વ છે. (૫) આકાશનું લક્ષણ અવગાહનસહકારિત્વ છે – અવકાશ આપવાનું અને (૬) કાલનું લક્ષણ પરિણમન સહકારિત્વવર્તન (રૂપાંતર થવું, પરિણમવું) તે છે. આમાંના પ્રથમનાં પાંચ અસ્તિકાય એટલે અસ્તિરપ્રદેશ, પ્રકૃષ્ટદેશ, નિર્વિભાગ ખંડ તેનો કાય એટલે સમુદાય છે. કાલમાં પ્રદેશ ન હોવાથી તે અસ્તિકાય નથી તેમજ તેને લઈને દ્રવ્ય વસ્તુતઃ ન કહેવાય, પણ તેને ઉપચારથી દ્રવ્ય તરીકે ગણવામાં આવેલ છે. આ છયે દ્રવ્ય જ્યાં જ્યાં અને એટલે જેટલું છે તે સર્વને ‘લોક' કહેવામાં આવે છે, અને લોકથી અન્ય “અલોક'માં માત્ર આકાશદ્રવ્ય જ છે. ૧. જીવ – તે (૧) જ્ઞાનાદિ ધર્મથી ભિન્નભિન્ન છે. જ્ઞાન, દર્શન, ચારિત્ર, સુખદુઃખ, વીર્ય, ભવ્યત્વ, અભવ્યત્વ, સત્ત્વ, પ્રમેયત્વ, દ્રવ્યત્વ, પ્રાણધારિત, ક્રોધાદિ પરિણતત્વ, સંસારિત્વ, સિદ્ધત્વ આદિ સ્વ અને પર પર્યાય તે જ્ઞાનાદિ ધર્મ છે. તેના થકી જીવ ભિન્ન પણ નથી તેમજ અભિન્ન નથી, પણ ભિન્નભિન્ન છે. જો જ્ઞાનાદિ ધર્મથી જીવ ભિન્ન હોય તો હું જાણું છું, જોઉં છું, હું સુખી છું કે દુઃખી છું આદિ જ્ઞાન થવું ન જોઈએ અને જો જ્ઞાનાદિ ધર્મથી જીવ અભિન્ન હોય તો મારું જ્ઞાન, મારું જોવું ઇત્યાદિ પરસ્પર જ્ઞાનભેદની પ્રતીતિ ન થાય. જ્ઞાન થાય છે અને જ્ઞાનભેદ પણ થાય છે તેથી જીવ જ્ઞાનાદિ ધર્મથી ભિન્નભિન્ન છે એમ જેનો કહે છે. (૨) વિકૃતિમાન એટલે મનુષ્ય, દેવતા આદિ ગતિમાં (પર્યાયમાં) ભમવાવાળો છે. (૩,૪) શુભાશુભ ૧. વિશિષ્ઠદ્વૈતમત પ્રમાણે દ્રવ્ય બે પ્રકારનું છે ૧. જડ ૨. અજડ. અજડ એટલે ચેતનનો જીવ અને ઈશ્વર એવા બે વિભાગ છે : દ્રવ્યે હૈધા વિમi ગમનતિ x ૪ તત્ર નીવેનોતું ! અદ્વૈતવાદી કહે છે કે પરમાર્થે બ્રહ્મ એ એક જ પદાર્થ છે, અને જીવ તેમજ જગતું એ તો દોરડીમાં સાપની પેઠે માત્ર અવિધાની કલ્પના છે, વિશિષ્ટાદ્વૈતમતવાળા આ વાત કબૂલ રાખતા નથી. અહીં અદ્વૈતવાદી ન કહેતાં કેવલાદ્વૈતવાદી એમ કહેવું જોઈએ, જે આવું માને છે. બીજા અતવાદી મત છે જે આ સ્વીકારતા નથી.] ૨. જ્યારે વૈશેષિકોએ ધર્મ અને ધર્માનું – જ્ઞાનાદિ ધર્મનું અને આત્માનું અત્યંત ભિન્નપણું માન્યું છે. અને બૌદ્ધ, એકબાજુ અત્યંત અભિપણું માન્યું છે કારણકે બૌદ્ધ પણ બુદ્ધિક્ષણની પરંપરારૂપ આત્માનો સ્વીકાર ધમરૂપે કરેલો છે. ૩. જ્યારે ચાવક આત્માને ભવાંતરગામિત્વ – પુનર્જન્મ હોવાનું સ્વીકારતા નથી, વળી તૈયાયિકો આત્માને કૂટસ્થ નિત્ય આત્મા માને છે. Page #172 -------------------------------------------------------------------------- ________________ પદ્રવ્ય ૧૫૧ કર્મનો કત્તા તેમજ તેના ફલ, તરીકે સુખદુઃખનો ભોક્તા છે. (૫) ચૈતન્ય (સાકાર અને નિરાકાર ઉપયોગાત્મક) છે. () નિશ્ચયથી અમૂર્ત, ઈદ્રિયોથી અગોચર, શુદ્ધ અને બુદ્ધ સ્વરૂપ ધારક હોવાથી અમૂર્ત છે. (૭) સ્વભાવથી ઊર્ધ્વગમન કરનાર છે.* (૮) દેહમાત્ર વ્યાપી (૯) કથંચિત્ નિત્યનિત્ય છે. અજીવ – ઉપર જે જીવનાં લક્ષણ કહ્યાં તેથી વિપરીત લક્ષણવાળો છે. (૧) અજ્ઞાનાદિ ધર્મોવાળો રૂપરસગંધ સ્પર્ધાદિથી ભિન્નભિન્ન અર્થાત જ્ઞાન-સુખાદિ તેના ધર્મ હોઈ શકે નહીં, (૨) ભવાંતરમાં ન જનાર. (૩) જ્ઞાનાવરણીયાદિ કર્મનો અકર્તા. (૪) તેમનાં ફલનો અભોક્તા. (૫) અને જડસ્વરૂપ છે. તે ધર્મ, અધર્મ, આકાશ, પુદ્ગલ, કાલ એ પ્રકારે પાંચ પ્રકારનો છે. ૨. ધર્મ – લોકવ્યાપ્ત, નિત્ય, અવસ્થિત, અરૂપી (અમૂત), દ્રવ્ય, અસ્તિકાય, અસંખ્ય પ્રદેશ છે અને ગમ્યુપકારી છે એટલે ગતિ પરિણામ પામેલ જીવ અને પુદ્ગલનો ઉપકાર કરનાર અપેક્ષાકારણ છે. ૩. અધર્મ પણ લોકવ્યાપ્ત, નિત્ય (સ્વભાવથી અપ્રચ્યત), અવસ્થિત (અન્યૂનાધિક – અનાદિનિધન), અરૂપી (અમૂત), દ્રવ્ય, અસ્તિકાય અને અસંખ્ય પ્રદેશી -- “ધર્મ'ની પેઠે છે, પરંતુ તે સ્થિતિને ઉપકારક છે એટલે જીવ પુદ્ગલની સ્થિતિ થવામાં અપેક્ષાકારણ છે. નોંધ : કારણ ત્રણ પ્રકારનાં છે (૧) પરિણામી (ઉપાદાન) (૨) નિમિત્ત અને (૩) નિર્વર્તક. માટીમાંથી દંડાદિ વતી કુંભાર ઘડો કરે છે તેમાં ઘડો થવામાં માટી એ પરિણામી કારણ છે, દંડાદિ નિમિત્તકારણ છે અને કુંભાર એ નિર્વર્તકકારણ છે. નિમિત્તકાણ પણ બે છે : ૧. નિમિત્તકારણ ૨. અપેક્ષાકારણ. દંડાદિ નિમિત્તકારણ છે પણ તે દંડાદિને પ્રયોગાર્થક (પ્રયોગ અર્થે થયેલ) અને વૈશ્રમિકી (સ્વભાવથી ઉત્પન્ન) માત્ર ક્રિયા હોય ત્યાં તે નિમિત્તકાર છતાં વિશષે અપેક્ષાકારણ કહેવાય. આવી રીતે જીવપુગલને ગતિ અને સ્થિતિ કરવામાં ધર્મ અને અધર્મ અનુક્રમે અપેક્ષાકરણ છે. જેમ માછલાંને ગતિમાં અપેક્ષાકરણ પાણી છે તેમ જીવ અને પુદ્ગલને ગતિપણે પરિણમતાં ધર્માસ્તિકાય અપેક્ષાકારણ છે. જ્યાં સુધી આ ધર્મ દ્રવ્ય ૧. સાંખ્યો તો જીવને અકર્તા અને માત્ર લક્ષણાવૃત્તિથી જ ભોક્તા માને છે. ૨. નૈયાયિકો આત્માને જ સ્વરૂપ માને છે. ચાર્વાક પણ પંચમહાભૂતથી બનેલો માને છે. | નિયાયિકો આત્માને જડ માને છે એમ નહીં કહેવાય, પણ ધર્મ-ધર્મીનો ભેદ માનતા હોઈ તેના જ્ઞાનાદિ ગુણોને તેનાથી જુદા માને છે અને મુક્તિની અવસ્થામાં તે આત્મામાં હોતા નથી, છતાં આત્મા જડ નથી કારણકે તે જ્ઞાનયોગ્ય છે, જ્ઞાન તેમાં થઈ શકે તેમ છે (જયારે જડમાં તે સંભવે નહી) એમ તેઓ માને છે.] ૩. ભટ્ટ (નૈયાયિક) તથા ચાર્વાક અમૂર્ત આત્મા સ્વીકારતા નથી. ૪. અન્ય સર્વ દર્શનો આ સ્વીકારતા નથી. ૫. વેદાંતમાં એક આત્મા (બ્રહ્મ) માનેલ છે અને તેને સર્વવ્યાપી માનેલ છે. નિયાયિક, મીમાંસક અને સાંખ્ય વગેરે દેહમાત્રવ્યાપી આત્માને માનતા નથી. ૬. સાંખ્ય એકાંતે ફૂટસ્થ નિત્ય આત્મા માને છે, અને બૌદ્ધ એકાંતે ક્ષણિક માને છે. Page #173 -------------------------------------------------------------------------- ________________ ઉપર જૈન અને બૌદ્ધ મત : સંક્ષિપ્ત ઇતિહાસ અને સિદ્ધાંતો છે ત્યાં સુધી લોકની મર્યાદા છે. ત્યાં સુધી જ જીવપુદ્ગલ ગતિ કરે છે. આ રીતે જેમ પંથીજન રસ્તે થાકતાં વૃક્ષાદિની છાયા જોતાં ત્યાં બેસી જાય છે એટલે છાયા જે સ્થિતિનું કારણ છે તે જ રીતે અધર્મ જીવ અને પુદ્ગલની સ્થિતિ કરવામાં અપેક્ષાકારણ ૪. આકાશ – તે લોકાલોક વ્યાપક, અનંતપ્રદેશી, નિત્ય, અવસ્થિત, અરૂપી, દ્રવ્ય, અસ્તિકાય છે અને તે અવગાહોપકારક છે. ધર્મ અને અધર્મ લોકવ્યાપક અને અસંખ્યપ્રદેશી છે ત્યારે આ દ્રવ્ય લોક તથા અલોક બંનેમાં વ્યાપક અને અનંત પ્રદેશી છે; વળી આ જીવ અને પુદ્ગલને રહેવામાં અવકાશ આપે છે. આ ત્રણે દ્રવ્ય એક બીજામાં મળી ગયેલ છે અને જેમાં તે ત્રણે દ્રવ્ય છે ત્યાં સુધી લોક છે, જ્યાં કેવલ આકાશ છે ત્યાં અલોક છે. ૫. પુદ્ગલ – (જેનો પૂરણ અને ગલન સ્વભાવ છે તે પગલ.) સ્પર્શ, રસ, ગંધ વર્ણ જેને છે તે મુદ્દગલ. સ્પર્શ આઠ છે : મૃદુ (સુંવાળો), કઠિન, ગુરુ (ભારે), લઘુ (હલકો), શીત, ઉષ્ણ, સ્નિગ્ધ (ચીકણો), અને રુક્ષ (લૂખો). રસ પાંચ છે : તિક્ત (તીખો), કટુ (કડવો), કષાય (કષાયેલો), અમ્લ (ખાટો), અને મધુર (મીઠો). (લવણનો મધુરમાં અંતર્ભાવ છે એમ કેટલાક માને છે, ને કેટલાક કહે છે કે તે સંસર્ગજન્ય છે). ગંધ બે છે ઃ સુરભિ (સુગંધ), અસુરભિ (દુર્ગધ). વર્ણ પાંચ છે : કૃષ્ણ (કાળો), લીલો, રાતો, પીળો અને ધોળો. આ પ્રમાણે સ્પર્ધાદિ ધર્મવાળું પુદ્ગલ છે. તે ઉપરાંત અનેક સ્વભાવ છે. શબ્દ, બંધ, સૂક્ષ્મતા, સ્થૂલતા, સંસ્થાન (આકૃતિ), ભેદ (કટકા થવાપણું), તમન્, છાયા, આતપ, ઉદ્યોત એ સર્વે પુદ્ગલના પર્યાય વિકાર) છે. ૧. (૧) ગતિનિયમ - Law of motion માં આ ધર્મદ્રવ્યની અગત્ય સૂક્ષ્મ વિચારકને કદાચ સમજાશે. (૨) આ ગતિ અને સ્થિતિમાં સહાયક એવાં ધર્મ, અને અધર્મ એ બે દ્રવ્યો જૈનદર્શન સિવાય કોઈપણ દર્શને દર્શાવેલાં નથી અને તેથી જૈનદર્શનની તેમાં પ્રતિભા (originality) સમજી શકાય છે. (૩) ધર્મ એટલે પુણ્ય અને અધર્મ એટલે પાપ એ અર્થમાં અત્ર દ્રવ્યવિચારમાં ધર્મ અને અધર્મ શબ્દનો પ્રયોગ થયો નથી પણ ઉપરોક્ત પારિભાષિક અર્થમાં જ તેનો પ્રયોગ થયેલ છે. છતાં પ્રોફે. મણિલાલ નભુભાઈ તથા ડૉક્ટર હમન જેકૉબી [2] જેવા ધુરંધર વિદ્વાનોથી તેનું અંગ્રેજી ભાષાંતર તેના સામાન્ય પુણ્યપાપના અર્થમાં કરવામાં ભૂલ થઈ ગઈ છે : ઉદાહરણ તરીકે પ્રોફે. મણિલાલે આઠમી લંડન ઓરિએંટલ કોંગ્રેસ (૧૮૯૧ માં ભરાયેલ)માં Jain philosophy in its relation to Brahmanism એ નામના પોતે લખી મોકલાવેલ નિબંધમાં જણાવે છે કે : That which is not Jiva is of five Kinds : Dharmastikaya, Adharmāstikāya, Akash, Pudgalāstikaya and kāla. The word Astikaya means Substance - Thing. The first is that, which leads fo Moksha, The second that which binds the Jiva to the world.... આમાં “ધમસ્તિકાય એ છે કે જે મોક્ષે લઈ જાય છે. અને અધમસ્તિકાય જીવને જગતુ સાથે બાંધી રાખે છે – સંસારપરિભ્રમણ કરાવે છે એવું જણાવેલ છે તે ધર્મ, અધર્મનો અપ્રસ્તુત અર્થ કરવાથી છે. Page #174 -------------------------------------------------------------------------- ________________ પદ્રવ્ય જે શરીરની કર્મેન્દ્રિયના આધારથી ધ્વનિ સાંભળવામાં આવે તેને શબ્દ કહેવામાં આવે છે. આ શબ્દ અનંત પરમાણુના પિંડ અર્થાત્ સ્કંધોથી ઉત્પન્ન થાય છે, કારણ કે જ્યારે પરસ્પર સ્કંધોનું સંઘટ્ટન થાય છે ત્યારે શબ્દની ઉત્પત્તિ થાય છે. અને સ્વભાવથી ઉત્પન્ન અને અનંત પરમાણુના પિંડભૂત શબ્દયોગ્ય વર્ગણાઓ પરસ્પર મળીને આ લોકમાં સર્વત્ર વ્યાપી રહે છે. જ્યાં જ્યાં શબ્દને ઉત્પન્ન કરવાને બાહ્ય સામગ્રીનો સંયોગ મળે છે ત્યાં ત્યાં તે શબ્દયોગ્ય વર્ગણાઓ છે. તે સ્વયમેવ શબ્દરૂપ હોઈ પરિણમે છે. આ કારણથી શબ્દ નિશ્ચયથી પુદ્ગલસ્કંધોથી ઉત્પન્ન થાય છે.` આ જ રીતે દૃષ્ટિને રોકનાર અંધકાર, વૃક્ષઆદિની આશ્રયવાળી અને મનુષ્ય આદિના પ્રતિબિંબરૂપ છાયા, પ્રકાશ, તથા સૂર્યઆદિની આતપ તે સર્વ પુદ્ગલ જાણવાં. [શવન્ધસૌમ્યસ્થૌલ્યસંસ્થાનમેવતમાયાતપોઘોતવન્તથ । (તત્ત્વાર્થસૂત્ર પૂ.૨૪) તમસ્ પુદ્ગલનો વિકાર (પર્યાય) છે. શબ્દ પણ પુદ્ગલનો વિકાર (પર્યાય) છે. ....ન નૈયાયિકો તમને અલગ દ્રવ્ય નથી માનતા. નનુ દશમં દ્રવ્યું તમ: વ્હેતો નોતમ્ ? तद्धि प्रत्यक्षेण गृह्यते तस्य च रूपवत्त्वात् कर्मवत्त्वाच्च द्रव्यत्वम् आवश्यकतेजोऽभावेनैवोपपत्तौ द्रव्यान्तरकल्पनाया अन्याय्यत्वात् । रूपवत्ताप्रतीतिस्तु भ्रमरूपा कर्मवत्ताप्रतीतिरप्यालोकापसरणौपाधिकी भ्रान्तिरेव । तमसोऽतिरिक्तद्रव्यत्वेऽनन्तावयवादिकल्पनागौरवं च स्यात् । ૧૫૩ (ન્યાયસિદ્ધાન્ત મુક્તાવલી. કા.૩)] પુદ્ગલ બે પ્રકારના છે ઃ ૧. પરમાણુ. તે નિર્વિભાજ્ય પુદ્ગલનો સૂક્ષ્મ ભાગ છે. અને ૨. સ્કંધ – પરમાણુ. એ ત્રણ કે તેથી વધુ મળવાથી થાય તે. પરમાણુ સૂક્ષ્મ અને નિત્ય, એક રસ, એક વર્ણ, એક ગંધવાળું અને બે સ્પર્શવાળું છે અને કાર્યલિંગ ચણુકાદિથી તે મહાકંધરૂપી કાર્યના લિંગરૂપ છે અને તે જ અંત્યકારણ છે. કોઈપણ પદાર્થના જેટલા બની શકે તેટલા કટકા કરતાં પરમાણુથી ઓછો વિભાગ થઈ શકતો નથી એટલે તેનો કોઈપણ વિભાગ પરમાણુથી પાર ન જઈ શકતો હોવાથી પરમાણુ એ જ સર્વનું અંત્ય – છેલ્લામાં છેલ્લું કારણ છે. (ચણુકાદિ અંત્યકારણ નથી) તે સૂક્ષ્મ છે કારણ કે આપણને અતીંદ્રિય છે તેથી તે આગમગમ્ય છે. દ્રવ્યથી નિત્ય છે અને ૧. કેટલાક મતાવલંબી (વૈશેષિક) શબ્દને આકાશનો ગુણ માને છે (જુઓ તર્કસંગ્રહ : સૂત્રઃ૧૪ શબ્દમુળમાાશક્ તત્રેવ્ઝ વિમુ નિયંત્ત અને તેથી તેને નિત્ય અને સર્વવ્યાપી વિભુ માને છે. વૈિશેષિકો શબ્દને નિત્ય નથી માનતા. દ્રવ્ય નિત્ય હોય તેથી ગુણ નિત્ય હોવો જોઈએ એ જરૂરી નથી, જેમકે આત્મા નિત્ય છે પણ તેના વિશેષ ગુણો – સુખ, દુઃખ, ઇચ્છા વગેરે નિત્ય નથી. શબ્દ આકાશનું લિંગ છે. શબ્દ તો ઉત્પાદ્ય છે તેથી નિત્ય હોઈ શકે જ નહીં.] જ્યારે જૈનદર્શનમાં એમ કહે છે કે જો તેને આકાશનો ગુણ માનવામાં આવે તો કદ્રિય દ્વારા ગ્રહણ કરી શકાય નહિ, કારણકે આકાશ અમૂર્ત છે અને ગુણીનો ગુણ પણ સમાનજાતીય જ હોય તે રીતે આકાશનો ગુણ શબ્દ પણ અમૂર્ત હોય; અને ઇંદ્રિયો મૂર્ત્તિક છે તેથી મૂર્તિક પદાર્થને જ જાણે છે. આ કારણે જો શબ્દ આકાશનો ગુણ હોય તો કર્ણેન્દ્રિયથી ગ્રહણ ન થઈ શકે. જૈનદર્શન તેને પુદ્ગલનો એક પર્યાય – પરમાણુનો સમૂહ અને તેથી મૂર્ત અને પર્યાય દૃષ્ટિએ અનિત્ય ગણે છે. Page #175 -------------------------------------------------------------------------- ________________ ૧૫૪ જૈન અને બૌદ્ધ મત : સંક્ષિપ્ત ઇતિહાસ અને સિદ્ધાંતો પર્યાયાર્થિક નયથી નીલાદિ આકાર વડે અનિત્ય જ છે. ૬. કાલ – કાલ પરમસૂક્ષ્મ નિર્વિભાગ એવો ‘સમય’ છે. તેનો પ્રદેશસમૂહ થઈ શકતો નથી તેથી તે અસ્તિકાય કહેવાતો નથી. સૂર્યાદિ ગ્રહનક્ષત્રની ઉદયાત ક્રિયાથી તે કાલ ગણાય છે, તેથી કેટલાક તેને દ્રવ્ય તરીકે ગણતા નથી. પરંતુ સમસ્ત પદાર્થોના પરાવર્તનમાં – ફેરફારમાં જે દ્રવ્ય સહાય કરે છે તે કાળ છે. કોઈમાં નવીનતા, જીર્ણતા થવી એ પુદ્ગલનો સ્વભાવ છે તે ખરું, પણ ત્યાં અપેક્ષાકારણ તો કાલ છે. મેઘવૃષ્ટિ અમુક સમયે થાય છે, બાલ્ય, યૌવન અને જરા એ પણ કાળપરિપાકને લઈને થાય છે. મનુષ્યગર્ભમાં નવ માસ રહ્યા પછી બાળક આવે છે વગેરે વ્યવસ્થામાં કાળદ્રવ્ય સહાયકારી છે. આ સર્વને તે-તે દ્રવ્યના વનાદિ પર્યાયરૂપે ગણી શકાય છતાં તે વર્તના સ્વભાવવાળાને ઉપચારથી અથવા તેના નિયામક કારણ તરીકે એ નામ આપી તેને દ્રવ્ય માનવામાં કોઈ બાધ આવતો નથી. કાલ પરિણામી કારણ નથી તેમ નિર્વતૈક કારણ નથી. પણ અમુક કાલે જ થવું – અન્ય કાલે નહિ એમ હોવાથી તે અપેક્ષા કારણ ગણાય. જ્યાં મનુષ્યક્ષેત્ર છે (જેન પ્રમાણે તેનું પ્રમાણ ૪૫ લાખ યોજન છે.) ત્યાં જ સમય લક્ષણ કાલની ગણના છે કારણકે ત્યાં સૂર્ય ચંદ્રની ગતિ છે અને તેના પર જ કાળનો વ્યવહાર છે. મનુષ્યક્ષેત્રની બહાર કાલદ્રવ્ય છે જ નહિ.' ઉક્ત પડુદ્રવ્યની અરસપરસ તુલના – જીવ અને પુદ્ગલ એ બે અનેક છે અને બાકીનાં દ્રવ્ય એક છે પુદ્ગલ મૂર્ત છે અને બાકીનાં પાંચ અમૂર્ત છે. આકાશ અનંત પ્રદેશ પ્રમાણ છે. ધર્મ અધર્મ અસંખ્યાત પ્રદેશ પ્રમાણ છે. પ્રત્યેક જીવ અસંખ્યાત પ્રદેશ પ્રમાણ છે. તે જીવો અનંત છે. એક પરમાણુ એવાં અનંત પરમાણુઓ છે, બે પરમાણુઓ એકત્ર મળેલાં એવા યણુક અંધ અનંતા છે, એમ ત્રણુક સ્કંધ અનંત છે. એમ ઉત્તરોત્તર અનંત પરમાણું મળેલા એવા અનંતા સ્કંધ છે. પરમાણુ સર્વે એકરૂપ છે. વૈશેષિકો કહે છે તે પ્રમાણે ચાર, ત્રણ, બે કે એક એવા સ્પર્ધાદિગુણવાળા પાર્થિવ, આપ્ય, તૈજસ, અને વાયવીય પરમાણુની જાતિના ભેદ થકી પરમાણુ પણ ચાર રૂપનાં છે એ જૈનો સ્વીકારતા નથી. લવણ એ સ્પર્શ, ચક્ષુ, રસના, અને ઘાણ એ ચાર ઈદ્રિયથી ગમ્ય હોવા છતાં જળમાં ગળી જાય છે ત્યારે પરિણામવિશેષતાને લીધે એ ચાર ઈદ્રિયથી ગમ્ય રહેતું નથી. તેવી જ રીતે પાર્થિવાદિ પરમાણુ પણ પરિણામ વિશેષતાને લીધે એક જાતિનાં જ જાણવાં – એ સર્વેદ્રિયગ્રાહ્ય રહે નહિ. વૈશેષિકો પૃથિવી, અપૂ, તેજ, વાયુ, આકાશ, કાલ, દિક, આત્મા અને મન એ પ્રમાણે નવ દ્રવ્યો માને છે. પ્રથમનાં ચારેને ભિન્ન ભિન્ન દ્રવ્ય માન્યાં છે તે વાસ્તવિક નથી એમ જેન કહે છે, કારણકે તે તેમણે પરમાણુના પ્રકાર માન્યા છે અને પરમાણુ તે પ્રયોગ કે વિશ્રસાથી (સ્વભાવથી) પૃથિવી આદિના રૂપપણે પરિણમે પણ છે તો ૧. આ ઉપરાંત દિગંબરાચાર્યો વિશેષ એમ માને છે કે લોકાકાશના એકેક પ્રદેશે એકેક કાળા રહેલો છે (બૃહ દ્રવ્યસંગ્રહ, શ્લોક ૨૨ અધ્યાય ૧). બૌદ્ધમાં મનુષ્ય જીવનની બાલ્ય, યૌવન, જરા, મરણ આદિ બદલાતી અવસ્થાઓ સમય પરત્વે હોઈ કાલની ક્ષણપરંપરા બદલાતી માની છે. ઉત્તર ક્ષણ પૂર્વ ક્ષણે જેવી નથી. આમ બંનેની અનિત્યતા માની ‘સર્વ અનિત્ય છે' એ સિદ્ધાંત મનાયેલ છે. Page #176 -------------------------------------------------------------------------- ________________ પદ્રવ્ય ૧પપ પણ પોતાના દ્રવ્યપણાને તજતા નથી અને અતિપ્રસંગ દોષ આવે છે તેથી અવસ્થાભેદે દ્રવ્યના ભેદ માનવા યોગ્ય નથી એમ જૈન કહે છે. તે ચારેનો સમાવેશ જૈને જીવદ્રવ્યમાં કરેલ છે. (આ રીતે તેમાં જીવ છે એવું જૈનદર્શન સિવાય કોઈપણ દર્શનમાં તેને જીવ તરીકે સ્વીકારેલ નથી) આકાશ અને કાલ, અને આત્માને (જીવન) જૈનોએ દ્રવ્ય તરીકે સ્વીકારેલાં છે. દિશાને આકાશનું અવયવભૂત છે તેથી પૃથક દ્રવ્ય ગણેલ નથી. મન તેમાં પુદ્ગલ દ્રવ્યમાં અંતર્ભાવ પામે છે કારણ કે તે સ્પર્ધાદિમાનું છે. છેલ્લે ઉપસંહાર તરીકે દ્રવ્યના ભેદનો એક કોઠો નીચે મૂકવામાં આવ્યો છે. જીવ દ્રવ્ય અજીવ દ્રવ્ય અરૂપી રૂપી (પુદ્ગલ) ધર્માસ્તિકાય અધર્મા- આકાશા- કાળ સ્તિકાય સ્તિકાયા પરમાણુ સ્કંધ જીવસહિત (વર્ગણા) જીવ રહિત (જીવ સાથે નહિ) : સૂક્ષ્મસ્કંધ વર્ગણા આદર (ચૂલોસ્કંધ વર્ગણા. ભાષા શ્વાસોચ્છવાસ મન કામણવર્ગણા ઔદારિક વૈક્રિય આહારક તેજસ જ્ઞાનાવરણીય દર્શનાવરણીય વેદનીય મોહનીય આયુષ નામ ગોત્ર અંતરાય ૫ ભેદ ૯ ભેદ ૨ ભેદ ૨૮ ભેદ ૪ ભેદ ૧૦૩ ભેદ રે ભેદ પ ભેદ આ સર્વ ભેદ વગેરે કર્મસ્વરૂપમાં આવશે. Page #177 -------------------------------------------------------------------------- ________________ ૧૫૬ જૈન અને બૌદ્ધ મત : સંક્ષિપ્ત ઇતિહાસ અને સિદ્ધાંતો નવ તત્ત્વ જીવ અને અજીવ એ બે મુખ્ય દ્રવ્ય છે તેથી તે જ મુખ્ય બે તત્ત્વ છે એ આપણે કહી ગયા. હવે તે જીવ અને અજીવ (પુદ્ગલવિશેષ) બંનેના સંબંધથી તથા વિયોગથી જે આત્માનું સ્વરૂપ છે તે ૭ તત્ત્વમાં જૈન દર્શને વહેંચ્યું છે. તેનાં નામ જીવ, અજીવ, આવ, સંવર, નિર્જરા, બંધ, અને મોક્ષ છે અને તેમાં પુણ્ય અને પાપ કે જે પ્રકારમંતરે અજીવના ભાગ છે તે ઉમેરવાથી નવ તત્ત્વ થાય છે. ૧. જીવતત્ત્વ જીવનું સ્વરૂપ આપણે આગળ કહી ગયા છીએ, પણ અહીંયાં તેથી કંઈક વિશેષ થોડું કહીશું. જે ત્રણે કાલમાં જીવે છે – પ્રાણને ધારે છે તે જીવ છે. વ્યવહારનયથી તે દશ પ્રાણોનો (પાંચ ઈદ્રિય, ત્રણ બલ નામે મનોબલ, વચનબલ અને કાયબલ, અને આયુ તથા શ્વાસોચ્છવાસ) ધારક છે. અને નિશ્ચય નયથી ભાવપ્રાણ (શુદ્ધ ચૈતન્ય – શુદ્ધજ્ઞાન, દર્શન, અને ચારિત્ર)નો ધારક છે. જીવ સર્વ કર્મથી મુક્ત થઈ મોશે પહોંચે છે ત્યારે તેને ભાવપ્રાણ જ હોય છે, પણ જ્યાં સુધી તે કર્મથી લેપાયેલ છે – સંસારી જીવ છે ત્યાં સુધી તેને દ્રવ્યપ્રાણ હોય છે. જેના સંયોગથી આ જીવ જીવનઅવસ્થાને પ્રાપ્ત થાય અને વિયોગથી મરણઅવસ્થાને પ્રાપ્ત થાય તેને પ્રાણ કહે છે. પ્રાણ એ. આત્મિક સત્તા છે. આ દશ પ્રાણમાંથી એક પણ પ્રાણની વિરાધના – તેનું હરણ – કે તેને દુઃખ થાય તે હિંસા છે. હિંસાનું સ્વરૂપ જ પ્રમાદથી પ્રાણવ્યપરોપણ છે. નિશ્ચયથી જીવ સિદ્ધસ્વરૂપ અને તેની ઇન્દ્રિયોથી અગોચર શુદ્ધ ચેતન્યપ્રાણ (ભાવપ્રાણી છે તેના પ્રતિપક્ષીભૂત ક્ષાયોપશામિક (યોપશમથી ઉત્પન્ન) પંચ ઈદ્રિયરૂપ પ્રાણ છે. અનંતવીર્યરૂપ જે બલપ્રાણ છે તેના અનંત ભાગોમાંના એક ભાગ જેટલા મનોબલ, ૧. જૈન દશ પ્રાણ કહે છે અને વેદાંત મુખ્યત્વે એકાદશ પ્રાણ કહીને તેથી જુદો એક મહાપ્રાણ ગણે છે. જેનના પ્રાણ સાથે વેદાંતમાંના પ્રાણ સરખાવતાં આ પ્રમાણે છે : જૈન વેદાંત પાંચ જ્ઞાનેન્દ્રિયો (ચક્ષુ આદિ) તે જ પાંચ જ્ઞાનેંદ્રિય મનોબલપ્રાણ મન – એકાદશમું વચનબલપ્રાણ - પાંચ કર્મેકિય [વાકુ, પાણિ, પાદ, વાયુ, ઉપસ્થ] કાયબલપ્રાણ આયુષ પ્રાણ - મુખ્ય-મહાપ્રાણ શ્વાસોચ્છુવાસ પ્રાણ ! વેદાંતમાં કોઈ પ્રાણ, અપાન, સમાન, ઉદાન અને વ્યાન એ પાંચ પ્રકારે પ્રાણ માને છે, કોઈ પાંચ જ્ઞાનેંદ્રિય, વાક અને મન એમ સાત, તો કોઈ બે શ્રોત્ર, બે ચક્ષુ, બે ધ્રાણ તથા એક વાકુ મળી સાત પ્રાણ માને છે. કોઈ હસ્ત ઉમેરી આઠ, તો કોઈ વાયુ ને ઉપસ્થ એમ બે ઉમેરી નવ માને છે. કોઈ સ્થળે પાંચ જ્ઞાનેન્દ્રિય ને પાંચ કર્મેન્દ્રિય મળી દશ પ્રાણ, કોઈ સ્થળે મન સહિત એકાદશ પ્રાણ, કોઈ સ્થળે બુદ્ધિ સહિત દ્વાદશ પ્રાણ, કોઈ સ્થળે અહંકાર સહિત ત્રયોદશ પ્રાણ કહેલ છે. પરંતુ મુખ્યત્વે ઉપર પ્રમાણે એકાદશ પ્રાણ – પાંચ જ્ઞાનેન્દ્રિય, પાંચ કર્મેન્દ્રિય અને મન માનવા યોગ્ય છે. Page #178 -------------------------------------------------------------------------- ________________ નવ તત્ત્વ ૧પ૭ વચનબલ અને કાયબલરૂપ પ્રાણ છે. અનાદિ, અનંત તથા શુદ્ધ જે ચૈતન્ય (જ્ઞાન) પ્રાણ છે તેનાથી વિપરીત – વિલક્ષણ સાદિ (આદિસહિત) અને સાંત (અંતસહિત) એવું આયુપ્રાણ છે. શ્વાસોચ્છવાસના આવાગમનથી ઉત્પન્ન થતા ખેદથી રહિત એવું શુદ્ધ ચિત્ પ્રાણ છે તેનાથી વિપરીત આનપ્રાણ – શ્વાસોચ્છુવાસ પ્રાણ છે. આ દ્રવ્યપ્રાણ સંસારી જીવને છે. વ્યવહારનયથી તે સંસારી છે. સંસારી અને સિદ્ધ એમ બે ભેદ પાડી સંસારી જીવના તેમની ઈદ્રિય આદિના વિકાસ પ્રમાણે બે ભાગ પાડી શકાય છે : ૧. સ્થાવર કે જે સ્થિત હોય છે અને ૨. ત્રસ કે જે હાલચાલે છે (ત્રસુeભયપામવો તે ધાતુ પરથી). સ્થાવરના પાંચ ભેદ છે : પૃથિવીકાય, અપૂકાય, તેજસ્કાય, વાયુકાય અને વનસ્પતિકાય. આ પાંચને એક જ ઈદ્રિય નામે સ્પર્શેન્દ્રિય હોવાથી એકેદ્રિય જીવ કહેવામાં આવે છે. ત્રસના ચાર ભેદ છે. દ્વિદ્રિય (સ્પર્શ અને રસન ઈદ્રિયવાળા), ત્રીદ્રિય, (સ્પર્શ, રસન, નાસિકા, એ ત્રણ ઈદ્રિયવાળા), ચતુરિંદ્રિય (પૂર્વોક્ત ત્રણ અને એક ચક્ષુ મળી ૪ ઇંદ્રિયવાળા), અને પંચેંદ્રિય પૂર્વોક્ત ચાર અને કાન એ પાંચ ઈદ્રિયવાળા). આમાં એકેદ્રિયથી તે ચતુરિંદ્રિય સુધી સર્વ જીવો અસંજ્ઞી એટલે મન વગરના છે. પંચેન્દ્રિય એ ચાર જાતના છે નારક, તિર્યંચ, મનુષ્ય અને દેવતા. સ્થાવર જીવ બે પ્રકારના છે (૧) સૂક્ષ્મ – આંખેથી જોઈ ન શકાય તેવા (૨) બાદર – તે સ્થૂલ. પર્યાપ્તિ વળી સ્થાવર અને ત્રસમાં જેજે આહાર વગેરેનાં પુદ્ગલગ્રહણનું પરિણમન કરનાર શક્તિવિશેષ – નામે પર્યાતિ છે તે બધી મળી છે છે. (૧) આહારપર્યાપ્તિ – આહાર ગ્રહણ કરવાની શક્તિ, (૨) શરીરપર્યાપ્તિ – શરીર રચવાની શક્તિ (૩) ઇંદ્રિય