________________
બૌદ્ધ ધર્મના રહસ્યરૂપ મુખ્ય સિદ્ધાંતો
અર્થાત્ જેની પ્રતીતિ થઈ નથી, જે મળ્યું નથી, જેનો નાશ થયો નથી, જે શાશ્વત નથી, જે અનિરુદ્ધ – દબાયેલ નથી, જે ઉત્પન્ન થયેલ નથી તેને નિર્વાણ કહેવામાં આવે છે.
નિર્વાણની વ્યુત્પત્તિ
બૌદ્ધ ધર્મ પૂર્વે નિર્વાણનો અર્થ સંસ્કૃતમાં મનુષ્યનું અંતિમ સાધ્ય -- સર્વસ્વ એવો થતો હતો. આ અર્થમાં વપરાયેલ નિર્વાણ શબ્દ મહાભારતમાં વારંવાર મળી આવે છે. મૂળ તેનો અર્થ અમુકનો ‘નિરોધ’ – ‘અભાવ’ એમ થતો હતો. સંસ્કૃત વ્યાકરણકારો વા = ફૂંકવું એ ધાતુ અને નિર્ = નહિ એ ઉપસર્ગથી એ શબ્દ સિદ્ધ કરે છે. પાણિનિના પ્રસિદ્ધ નિયમથી નિર્વાળો વાતેઃ - વાયુનું બંધ થવું એ ધાત્વર્થ થાય છે, અને ત્યાર પછી જરાક ખેંચીને દીપકનું બંધ થવું એ અર્થમાં પણ લાગુ પાડવામાં આવ્યો. હીનયાનના મહાન્ પારિભાષિક શબ્દકોશ નામે ‘અભિધર્મ મહાવિભાષાશાસ્ત્ર'માં આ પ્રમાણે વ્યુત્પત્યર્થ કરેલા છે ઃ
(ક) વાન
સંસારનો માર્ગ + નિર્ = દૂર થવું = સર્વ સંસારમાર્ગોથી દૂર થવું
તે.
=
(ખ) વાન કર્મોથી મુક્ત હોય.
=
ક્લેશમય કર્મો + નિર્ = નિહ
=
Jain Education International
=
(ગ) વાન + ગાઢું જંગલ + નિર્ = સ્થાયી તજવું = સ્કંધો, ત્રણ તૃષ્ણા અને ઉત્પાદ, સ્થિતિ, અને નાશ એ વસ્તુના ત્રણ ગુણરૂપી ગાઢ જંગલથી સ્થાયીપણે દૂર થયેલી સ્થિતિ.
૩૫૩
(ઘ) વાન
=
વણવું + નિર્ = નહિ જેની અંદર ક્લેશમય કર્મોના તાંતણાનો આત્યંતિક અભાવ છે અને જેની અંદર જન્મ અને મરણનું વણવાનું થતું નથી એવી
સ્થિતિ.
એવી સ્થિતિ કે જે ક્લેશમય
[આર્ય કાત્યાયનીપુત્રરચિત ‘જ્ઞાનપ્રસ્થાન શાસ્ત્ર' ઉપરની મોટી ટીકા ‘મહાવિભાષા’ નામે જાણીતી છે. નિર્વાણની બે બાજુ
—
(ક) નિષેધાત્મક રીતિએ જોતાં નિર્વાણ એ રાગ, દ્વેષ અને મોહ એ ત્રણ પ્રકારની અગ્નિનું ઓલવાયું છે; અર્થાત્ સ્વાર્થના સર્વ વિચારોનો તદ્દન નાશ, દુઃખનું પૂર્ણ નિવારણ અને જન્મમરણના ચક્રમાંથી તદ્દન મુક્તિ નિર્વાણ સૂચવે છે.
(ખ) પ્રતિપાદક રીતિએ જોતાં – નિર્વાણ શીલ, સમાધિ અને પ્રજ્ઞા એ ત્રણ ગુણોના આચરણમાં રહેલ છે. આ રીતે નિર્વાણનું સ્વરૂપ મિલિંદના પ્રશ્નના ઉત્તરમાં નાગસેને બહુ સુંદર રીતે કહેલ છે. તેને ટૂંકમાં જોઈએ તો :
“જોકે નિર્વાણને કોઈ ઉપમા આપી સમજાવી શકાય તેમ નથી, છતાં અમુક અમુક દૃષ્ટાંત આપી સ્થૂલ રીતે સમજાવતાં તેનામાં કમલનો એક ગુણ, જલના બે ગુણ, ઔષધના ત્રણ ગુણ, સમુદ્રના ચાર ગુણ, અન્નના પાંચ ગુણ, આકાશના દશ ગુણ, કલ્પરત્નના ત્રણ ગુણ, રક્તચંદનના ત્રણ ગુણ, ઘીના ત્રણ ગુણ અને ગિરિશિખરના
For Private & Personal Use Only
www.jainelibrary.org