________________
૧૮
જૈન અને બૌદ્ધ મત : સંક્ષિપ્ત ઇતિહાસ અને સિદ્ધાંતો
(૫) પંચકલ્પ : હાલ મૂળરૂપે ઉપલબ્ધ નથી.
(૬) મહાનિશીથ : આ મૂળ નષ્ટ થયું હતું અને તેનો ઉદ્ધાર હિરભદ્રસૂરિએ કર્યો હતો. તેમાં આલોચના અને પ્રાયશ્ચિત્ત છે. કર્મનો સિદ્ધાંત વ્રતભંગથી ને ખાસ કરી ચોથા બ્રહ્મચર્યવ્રતના ભંગથી કેટલાં દુઃખ પડે છે તે બતાવી સિદ્ધ કર્યો છે. સારાનઠારા સાધુઓના આચાર સંબંધી કહેલું છે તેમજ કમલપ્રભ આદિની કથાઓ છે. વિન્ટરનિટ્સ જણાવે છે તે પ્રમાણે તેમાં તાંત્રિક કથનો, આગમ નહિ એવા ગ્રંથો વગેરેનો ઉલ્લેખ છે તેથી તે, પછીનો ગ્રંથ હોય એમ જણાય છે.
દશ પ્રકીર્ણક (પયા)
આ પ્રકીર્ણક ગ્રંથો રચનાપદ્ધતિમાં વેદનાં પરિશિષ્ટોને મળતાં આવે છે. તે પઘબદ્ધ છે.
(૧) ચતુઃ શરણ : ચારનું શરણ લેવાથી દુષ્કૃતની નિંદા અને સુકૃતની અનુમોદના થાય છે; ને તે શરણ કુશલહેતુ છે તે ચાર શરણ એટલે ૧. અર્હતો ૨. સિદ્ધો ૩. સાધુઓ અને ૪. ધર્મ. તે ચારનું રવરૂપ પણ બતાવાયું છે. આની કુલ ૬૩ ગાથા છે. આનું બીજું નામ કુશલાનુબંધિ છે.
(૨) આતુરપ્રત્યાખ્યાન : બાલમરણ, બાલપંડિતમરણ અને પંડિતમરણ કેનાં થાય છે તે સમજાવ્યું છે. પછી પંડિતે આતુર રોગાવસ્થામાં શેનાં શેનાં પ્રત્યાખ્યાન લેવાં – શું શું વોસરાવવું - તજવું, શું શું ભાવના ભાવવી, સર્વ જીવને ખમાવવા વગેરે તેમજ ઉત્તમ મરણ કેવી રીતે થાય તે સમજાવ્યું છે.
(૩) ભક્તપરિજ્ઞા : અભ્યુદ્યત । મરણથી આરાધના થાય છે. તે મરણ ભક્તપરિજ્ઞા, ઇંગિની અને પાદપોપગમન એમ ત્રણ પ્રકારનું છે. ભક્તપરિજ્ઞા મરણ સવિચાર અને અવિચાર એમ બે પ્રકારનું છે. સંસારની નિર્ગુણતા પિછાની પશ્ચાત્તાપપૂર્વક સર્વદોષ તજી આલોચના લઈ મેં સંસારમાં ઘણું ભોગવ્યું વગેરેનો વિચાર કરવાપૂર્વક ભક્તપરિજ્ઞા મરણની અનશનની વિધિ ને ભાવના આચરવાનું આમાં જણાવ્યું છે. આમાં ૧૭૨ ગાથા છે.
(૪) સંસ્તારક : મરણ થયા પહેલાં ‘સંથાગે’ કરવામાં આવે છે તેના મહિમાનું આમાં કથન છે. એક સ્થળે એક જ આસન રાખી તે સંસ્તારક પર રહી અનશન લેવામાં આવે છે તેનાં દૃષ્ટાંતો આપેલ છે. આમાં ૧૨૩ ગાથા છે.
Jain Education International
-
ભાત
(૫) તંદુલવૈચારિક : એકસો વર્ષના આયુષવાળો પુરુષ પ્રતિદિન તંદુલ ખાય તેની સંખ્યાના વિચારના ઉપલક્ષણથી આ નામ પડેલું છે. જેટલા દિવસો, જેટલી રાત્રી, જેટલા મુહૂર્તો, જેટલા ઉચ્છ્વાસ ગર્ભમાં વસતા જીવોના થાય તે કહી તેની આહારવિધિ, ગર્ભાવસ્થા, શરીરોત્પાદહેતુ, જોડકા વર્ણન, સંહનનસંસ્થાન, તંદુલગણના વગેરે જણાવેલ છે. ગાથા ૧૩૯ ને થોડુંક ગદ્ય છે.
(૬) ચંદ્રવેધ્યક : રાધાવેધનું વર્ણન છે. રાધાવેધના ઉદાહરણથી આત્માએ કેવું એકાગ્ર ધ્યાન કરવું જોઈએ તે બતાવી, તેથી મોક્ષ પ્રાપ્ત થાય એમ કહ્યું છે. આ અપ્રકટ છે.
For Private & Personal Use Only
www.jainelibrary.org