SearchBrowseAboutContactDonate
Page Preview
Page 40
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપલબ્ધ શ્રત-સાહિત્ય : દશ પ્રકીર્ણક (પન્ના) ૧૯ (૭) દેવેન્દ્રસ્તવ : દેવેન્દ્ર આવીને વીરપ્રભુની સ્તુતિ કરે છે. દેવેન્દ્ર ૩ર છે. તે ૩રનું સ્વરૂપ, તેના પેટાદેવતાઓ, ચંદ્ર, સૂર્ય, ગ્રહ, નક્ષત્રાદિનાં નામ, વાસ, સ્થિતિ, ભવન, પરિગ્રહ વગેરે કથન છે. ગાથા ૩૦૭ છે. (૮) ગણિવિદ્યા : તેમાં જ્યોતિષનું કથન છે. તેમાં બલાબલવિધિ, દિવસ, તિથિ, નક્ષત્ર, કરણ, ગ્રહદિવસ, મુહૂર્ત, શકુન, લગ્ન અને નિમિત્ત એ નવ બલો, એ દરેકમાં અમુકમાં શું શું કરવું ઘટે એ બતાવ્યું છે. ૮૨ ગાથા છે. (૯) મહાપ્રત્યાખ્યાન : મોટા પ્રત્યાખ્યાન કરવાનું સ્વરૂપ છે. જે પાપો – દોષો થયા હોય તે સંભારી સંભારી તેનો ત્યાગ કરવો – ભાવશલ્ય કાઢી નાખવું, પંડિતમરણ માટે સમાધિ થાય તેવી આત્મસ્થિતિ જાગ્રત કરી સર્વ અસતુ પ્રવૃત્તિને તજવી, દુઃખમય સંસાર પ્રત્યે વિરાગ રાખવો વગેરે સ્વરૂપ બતાવ્યું છે. આની ૧૪૨ ગાથા છે. (૧૦) વીરસ્તવ : આમાં શ્રી વીરપ્રભુની સ્તુતિ હોવી જોઈએ. અપ્રગટ છે. આ રીતે ૧૧ અંગ, ૧૨ ઉપાંગ, ૬ છેદસૂત્ર, ૪ મૂલસૂત્ર, ૨ સૂત્ર નામે નંદી તથા અનુયોગદ્વાર અને ૧૦ પયત્રા (પ્રકીર્ણક) એમ કુલ મળી ૪૫ આગમ જૈન શ્વેતામ્બર મૂર્તિપૂજકો માને છે." કોઈ હાલ મળી આવતાં સૂત્રોની ગણના ૮૪ની કરે છે. તે આ પ્રમાણે : ૧૧ અંગ, ૧૨ ઉપાંગ, ૫ છેદસૂત્ર, ૩ મૂલસૂત્ર (ચોથા મૂલસૂત્રને નિર્યુક્તિમાં ગણતાં), ૧ નંદીસૂત્ર, ૧ અનુયોગદ્વાર, ૮ છૂટક (૧. પર્યુષણાકલ્પ. આર્ય ભદ્રબાહુકૃત દશાશ્રુતસ્કંધના આઠમા અધ્યયનરૂપે છે. તે પર્યુષણ પર્વ પર અલગ વંચાય છે ને તેને સામાન્ય રીતે કલ્પસૂત્ર' કહેવામાં આવે છે. તેનું પ્રમાણ ૧૨૦૦ શ્લોકથી કંઈક અધિક હોવાથી બારસા સૂત્ર' તરીકે પણ તેને ઓળખવામાં આવે છે. આમાં ત્રણ ભાગ છે. ૧. જિનચરિત. તેમાં વધુ ભાગ શ્રી વર્ધમાન – મહાવીરનું ચરિત છે. ૨. થેરાવલિ. તેમાં સ્થવિરોની પરંપરા છે. ૩. સામાચારી. દંતકથા એવી છે કે દેવર્કિંગણિએ જિનચરિત, થેરાવલી ને સામાચારી કલ્પસૂત્રના મૂળ આગમમાં નહોતી તે ઉમેરી છે. ૨. છતકલ્પસૂત્ર. આના કર્તા જિનભદ્રગણિ ક્ષમાશ્રમણ છે. આ સૂત્ર જેન શ્રમણોના આચારવિષયક છે. તેમાં ૧૯ પ્રકારના પ્રાયશ્ચિત્તનું વિધાન કરવામાં આવ્યું છે. ૩. યતિજીતકલ્પ ૪. શ્રાદ્ધજીતકલ્પ. આ બે અનુક્રમે સોમપ્રભસૂરિ અને ધર્મઘોષસૂરિએ યતિઓ અને શ્રાવકોના આચારરૂપે સંકલિત કરેલ છે. ૫. પાક્ષિકસૂત્ર. તેમાં પાક્ષિક દિવસે કરવાના પ્રતિક્રમણની વિગત આપી છે. ૬. ક્ષામણાસૂત્ર. આને પાક્ષિકક્ષામણા સૂત્ર પણ કહે છે. એ સૂત્ર પાક્ષિક સૂત્રના પ્રાંતે આવતું હોવાથી તેની સાથે જ ગણાય છે. છતાં કોઈ કોઈ સ્થળે અલગ પણ ઉપલબ્ધ થાય છે. ૭. વંદિત્ત સૂત્ર. તે શ્રાદ્ધ ૧. શ્વેતામ્બર અમૂર્તિપૂજકો – સ્થાનકવાસી જૈનો તે પૈકીના ૩ર અને તે વળી કેટલાક પાઠો રહિત તેમજ કેટલેક સ્થળે અર્થભેદથી માને છે. તે આ છેઃ ૧૧ અંગ અને ૧૨ ઉપાંગ મળી ૨૩, ૨૪. નિશિથ ૨૫. બૃહત્કલ્પ ૨૬. વ્યવહાર ૨૭. દશાશ્રુતસૂત્ર (૨૪થી ૨૭ એ ચાર છેદસૂત્રો), ૨૮. અનુયોગદ્વાર ૨૯. નંદીસૂત્ર ૩૦. દશવૈકાલિક ૩૧. ઉત્તરાધ્યયન (૨૮થી ૩૧ એ ચાર મૂલસૂત્ર) ૩૨. આવશ્યક. દિગંબરો તો આ શ્વેતાંબરોએ માનેલાં સૂત્રોનું માનતા જ નથી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001025
Book TitleJain and Buddha Mata Sankshipta Itihas and Sidhanto
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Kantilal B Shah
PublisherMahavir Jain Vidyalay
Publication Year1998
Total Pages427
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy