SearchBrowseAboutContactDonate
Page Preview
Page 41
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦ જૈન અને બૌદ્ધ મત : સંક્ષિપ્ત ઇતિહાસ અને સિદ્ધાંતો પ્રતિક્રમણ છે. ૮. ષિભાષિત. તેમાં ૪પ અધ્યયન અથવા ભાષિત છે.), ૩) પન્ના (૧૦ પયત્રા અગાઉ જણાવ્યાં છે તે ઉપરાંત ૨૦ પયત્રા : ૧. અજીવકલ્પ ૨. ગચ્છાચાર ૩. મરણસમાધિ ૪. સિદ્ધપ્રાભૃત પ. તીર્થોદ્ગાર ૬. આરાધનાપતાકા 9. દ્વીપસાગર પ્રજ્ઞપ્તિ ૮. જ્યોતિષ્કરંડ ૯. અંગવિદ્યા ૧૦. તિથિપ્રકીર્ણક ૧૧. પિંડવિશુદ્ધિ ૧૨. સારાવલિ ૧૩. પર્યતારાધના ૧૪. જીવવિભક્તિ ૧૫. કવચ પ્રકરણ ૧૬. યોનિપ્રાભૃત ૧૭. અંગચૂલિયા ૧૮. વગચૂલિયા ૧૯. વૃદ્ધચતુઃશરણ ૨૦. જંબૂપયત્રા), ૧૨ નિયુક્તિઓ (૧. ભદ્રબાહુકત આવશ્યક નિર્યુક્તિ ૨. દશવૈકાલિક નિર્યુક્તિ ૩. ઉત્તરાધ્યયન નિર્યુક્તિ ૪. આચારાંગ નિર્યુક્તિ. ૫. સૂત્રકૃતાંગ નિર્યુક્તિ ૬. સૂર્યપ્રજ્ઞપ્તિ નિર્યુક્તિ ૭. બૃહત્કલ્પ નિર્યુક્તિ ૮. વ્યવહાર નિયુક્તિ ૯. દશાશ્રુતસ્કંધ નિર્યુક્તિ ૧૦. ઋષિભાષિત નિર્યુક્તિ (ઉપલબ્ધ નથી) ૧૧. પિંડનિર્યુક્તિ ૧૨. સંસક્ત નિર્યુક્તિ), ૧ વિશેષાવશ્યક ભાષ્ય – એમ મળી કુલ ૮૪ આગમો થાય છે. આગમોની ભાષા : આ આગમોની ભાષા પ્રાકૃત છે જેને આર્ષ અથવા અર્ધમાગધી કહેવામાં આવે છે. આ ભાષામાં ખુદ મહાવીરે ઉપદેશ કર્યો હશે. આ છતાં ગદ્યની ભાષા અને પદ્યની ભાષા વચ્ચે અંતર છે. પદ્યની ભાષા બોદ્ધ સિદ્ધાન્તની પાલિ ગાથાઓની પેઠે અતિ પ્રાચીન રૂપો બતાવે છે. જૂનામાં જૂની ભાષા આચારાંગસૂત્રમાં છે. તે પછી સૂત્રકૃતાંગ સૂત્રમાં અને ઉત્તરાધ્યયનમાં છે. આ આગમસૂત્રો શ્રી મહાવીરના ગણધર સુધર્માસ્વામી આદિએ ગૂંચ્યાં હતાં. તે ઉપરાંત એમ કહેવાય છે કે શ્રી મહાવીરના હસ્તદીક્ષિત શિષ્ય વીરભદ્રગણિએ “આતુર પ્રત્યાખ્યાન' (આઉર પચ્ચખાણ), “ચતુઃ શરણ' (ચઉસરણ) આદિ (વિ.સં.પૂર્વે ૪૭૦ લગભગ) રચ્યાં. શ્રી મહાવીર પછી ત્રણ કેવલી” આચાર્યો થયા. ૧. ગૌતમ ઇન્દ્રભૂતિ ૨. સુધર્માસ્વામી તથા ૩. તેમના શિષ્ય વૈશ્યશ્રેષ્ઠીપુત્ર જંબૂસ્વામી. જંબૂસ્વામીના શિષ્ય ક્ષત્રિય પ્રભવના બ્રાહ્મણશિષ્ય શäભવસૂરિ (જન્મ વીરાત્ ૩૬, સ્વર્ગ. વીરાતુ ૯૮) થયા. તેમણે પોતાના પુત્ર- શિષ્ય મનકમુનિ માટે ચૌદ પૂર્વમાંથી ઉદ્ધાર કરી દશવૈકાલિક સૂત્ર રચ્યું હતું. (વીરા ૭૨ લગભગ). વિકાલથી નિવૃત્ત તે વૈકાલિક, અને તેમાં દશ અધ્યયન છે તેથી દશવૈકાલિક. દશવૈકાલિકકાર શય્યભવના શિષ્ય યશોભદ્રના બે બ્રાહ્મણશિષ્ય નામે સંભૂતિવિજય અને ભદ્રબાહુ થયા. ભદ્રબાહુસ્વામી આર્ય ભદ્રબાહુ ૧૪ પૂર્વધર હતા. તેમણે દશ આગમો પર ટીકા રૂપે તેમજ ‘પૂર્વના આધારે આવશ્યક, દશવૈકાલિક, ઉત્તરાધ્યયન, આચારાંગ, સૂત્રકૃતાંગ, દશાશ્રુતસ્કંધ, કલ્પ, વ્યવહાર, સૂર્યપ્રજ્ઞપ્તિ અને ઋષિભાષિતો પર નિર્યુક્તિઓ રચી. નિર્યુક્તિ એટલે જેમાંથી બદ્ધ થયેલા અર્થો નિર્યુક્ત – વિશેષપણે યા નિશ્ચયપણે યુક્ત – સિદ્ધ થાય છે તે. આ પૈકી વ્યવહારસૂત્ર, દશાશ્રુતસ્કંધ તથા બૃહતુ કલ્પ પોતે ગૂંથેલ છે ને તે પર પોતે નિર્યુક્તિ રચી છે. વિશેષમાં તેમણે પિંડ-નિયુક્તિ અને ઓઘનિર્યુક્તિ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001025
Book TitleJain and Buddha Mata Sankshipta Itihas and Sidhanto
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Kantilal B Shah
PublisherMahavir Jain Vidyalay
Publication Year1998
Total Pages427
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy