________________
સદ્ગુરુતત્ત્વ
૧૦૧
લોભ એ ચાર કષાયને જીતે, ઉદય આવે ત્યારે તેને નિષ્ફલ કરે તેમજ ઉદય આવી ગયા હોય તેને નવાં ઉત્પન્ન ન કરે. (૧૫-૧૭) જીવની ચારિત્રધર્મરૂપ લક્ષ્મી જેનાથી દંડાય એવા ખોટા મન, વચન, અને કાયા એ રૂપ ત્રણ દંડથી વિરતિ કરે. આના બીજી રીતે ભેદ એ છે કે (૧) પૃથ્વી, (૨) જલ, (૩) અગ્નિ, (૪) પવન, (૫) વનસ્પતિ, (૬) લીંદ્રિય જીવ, (૭) ત્રદ્રય જીવ, (૮) ચતુરિંદ્રિય જીવ અને (૯) પંચેન્દ્રિય જીવ – આ નવવિધ જીવોની મન, વચન અને કાયાથી કરવા, કરાવવા અને કરનારને અનુમોદવારૂપ હિંસાવૃત્તિનો ત્યાગ તે નવ પ્રકારન. . તેમાં સરંભ, સમારંભ અને આરંભ ન થવા જોઈએ. (૧૦) અજીવ સંયમ – જે અજીવ વસ્તુને રાખવાથી, જેમ કે માંસ, મદિરા, સુવર્ણ, મોતી, શસ્ત્રાદિ, સંયમમાં કલંક લાગે તે ન રાખવાં. (૧૧) પ્રેક્ષા સંયમ. સર્વ જોઈને બીજ – જીવરહિત સ્થાનમાં સૂવું-બેસવું આદિ શારીરિક ક્રિયા કરવી તે. (૧૨) ઉપેક્ષા સંયમ - ઉપદેશથી કોઈપણ હિંસાદિમાં પ્રવૃત્તિ કરે તેવું ન બને તે માટે ઉદાસીન રહેવું તે, (૧૩) પ્રમાર્જન સંયમ – કોઈ સ્થાનમાં જવું, વસ્ત્રપાત્રાદિ ગ્રહણ કરવાં તો પુંજીને – પ્રમાર્જનથી કરવું. (૧૪) પરિષ્ઠાપના સંયમ - અનાદિ જીવરહિત સ્થલે પરઠવવા તે. (૧૫) મનઃ સંયમ – મનનાં દ્રોહ, ઈર્ષ્યા, અભિમાન ન કરવા અને ધર્મ-ધ્યાનાદિમાં પ્રવૃત્ત રહેવું તે, (૧૬) વચનસંયમ – હિંસાકારી કઠોર વચન ન બોલવાં, (૧૭) કાયાસંયમ - ગમનાગમન કરવામાં ઉપયોગપૂર્વક કાયાને પ્રવર્તાવવી તે. દશ વૈયાવૃજ્ય
વૈયાવૃજ્ય એટલે સેવા. (૧) આચાર્ય–જ્ઞાનાચાર,દર્શનાચાર, ચારિત્રાચાર, તપાચાર, વીર્યાચાર એ પાંચ આચારના પાલનાર તે, (૨) ઉપાધ્યાય – જેની પાસે અધ્યયન કરાય તે, (૩) તપસ્વી (૪) નવદીક્ષિત શિષ્ય (૫) ગ્લાન સાધુ – સ્વરાદિ રોગવાળા, (૬) સ્થવિર – ધર્મમાં સ્થિર રહેનાર સાધુ, (૭) મનોજ્ઞ– જે સાધુ પોતાના જેવી સમાચારી પાળતા હોય તે, (૮) સંઘ – સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકા એ ચારેનો સમુદાય, (૯) કુલ – બહુ એક સરખા ગચ્છોના – સજાતિઓના સમૂહ. જેમકે ચંદ્રાદિ, (૧૦) ગણ-ગચ્છ – એક આચાર્યની વાચનાવાલા સાધુઓના સમૂહ. જેમકે કૌટિકાદિ. –આ દશેની વસ્ત્ર, સૂત્ર, પાણી, પાત્ર, સ્થાન આદિ આપીને સેવા-સુશ્રુષા કરવી તે. નવ બ્રહ્મચર્યગુપ્તિ
આને બ્રહ્મચર્યની નવ વાડ કહેવામાં આવે છે : (૧) વસ્તી – સ્ત્રીપશુપંડક સંયુક્ત વસ્તીમાં ન રહેવું તે. (૨) કથા – કેવલ સ્ત્રીઓને જ – એકલી સ્ત્રીઓને ધર્મ દેશનારૂપ કથા ન કહે તથા સ્ત્રીની કથા ન કરે. (૩) આસન – સ્ત્રીની સાથે એક આસન પર તથા જે આસનથી સ્ત્રી ઊઠી હોય ત્યાં બે ઘડી સુધી ન બેસવું. (૪) ઇંદ્રિય – ઈદ્રિયોના વ્યાપારનો સ્ત્રી સંબંધે ઉપયોગ ન કરે એટલે નેત્રથી સ્ત્રીનાં અંગોપાંગ ન દેખે વગેરે. (૫) કુડ્યાંતર – ભીંત આદિને આંતરે સ્ત્રીપુરુષ મૈથુન સેવતાં હોય યા ૧. સરંભ – પ્રાણીના પ્રાણના વિનાશ કરવાનો સંકલ્પ કરવો તે. સમારંભ – જીવના પ્રાણને
પરિતાપ ઉપજાવવો તે. આરંભ – જીવોના પ્રાણનો વિનાશ કરવો તે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org