SearchBrowseAboutContactDonate
Page Preview
Page 121
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૦ જૈન અને બૌદ્ધ મત : સંક્ષિપ્ત ઇતિહાસ અને સિદ્ધાંતો - આ કેવલાદ્વૈત-વેદાંતનો મત છે, જેમાં ઈશ્વરનો સમાવેશ પણ અવિદ્યાના ક્ષેત્રમાં થઈ જાય. પણ વેદાંતમાં વિશિષ્ટાદ્વૈત, શુદ્ધાદ્વૈત વગેરે સંપ્રદાયો છે. જે સર્વશક્તિમાન, સર્વગુણશાળી ઈશ્વરમાં માને છે.] ૨. સદ્ગુરુતત્ત્વ : પાંચ મહાવ્રતના, ચરણસિત્તરી અને કરણસિત્તરીના પાળનારાને જૈન મતમાં ગુરુ કહેલ છે. પાંચ મહાવ્રત (૧) અહિંસા, (૨) સૂનૃત (સત્યવચન બોલવું), (૩) અસ્તેય (ઉચિત વસ્તુ કોઈ આપે તો જ સ્વીકારવી), (૪) બ્રહ્મચર્ય, (૫) સર્વ પરિગ્રહનો ત્યાગ. આ પાંચે વ્રતને સાધુએ સર્વથા પાળવાનાં છે. અને શ્રાવકે – ગૃહસ્થ દેશથી – અંશે પાળવાનાં છે. તેથી સાધુનાં આ વ્રત મહાવ્રત કહેવાય છે અને શ્રાવકનાં ૫ વ્રત ‘અણુવ્રત' કહેવાય છે. અણુવ્રત “શ્રાવકના ધર્મ' એ વિષયમાં થોડા વિસ્તારથી આપેલાં છે, અને તે ઉપરથી આ પાંચ મહાવ્રત વિશે સમજી લેવાનું છે. પાંચ મહાવ્રત પર ભાવના પણ સુંદર ભાવવાની છે, પણ તે વિસ્તારભયથી અત્રે આપેલી નથી. ચરણસિત્તરી એટલે ૭૦ જાતનાં ચરણ અને કરણસિત્તરી એટલે ૭૦ જાતનાં કરણ. ચરણ અને કરણમાં એ ભેદ છે કે ચરણ એટલે જે નિત્ય કરવું તે – નિત્યચર્યા, અને કરણ એટલે પ્રયોજન હોય ત્યારે કરવું (અને પ્રયોજન ન હોય તો ન કરવું) તે. ચરણસિત્તરીમાં ઉપર્યુક્ત ૫ વ્રત, ૧૦ પ્રકારના શ્રમણધર્મ, ૧૭ પ્રકારના સંયમ, ૧૦ પ્રકારનાં વૈયાવૃન્ય, ૯ પ્રકારની બ્રહ્મચર્યગુપ્તિ. ૩ પ્રકારે જ્ઞાન, દર્શન અને ચારિત્ર, ૧૨ પ્રકારનાં તપ અને ૪ પ્રકારે ક્રોધાદિ નિગ્રહ. દશ શ્રમણધર્મ (૧) ક્ષત્તિ – ક્ષમા – કદાપિ સામર્થ્ય હોય વા ન હોય પણ બીજાનાં દુર્વચન સહન કરવાનાં પરિણામ – મનોવૃત્તિ અર્થાત્ ક્રોધનો સર્વથા ત્યાગ, (૨) માર્દવ - કોમલપણું, અહંકારરહિતપણું. નમ્ર થઈ અભિમાનનો ત્યાગ. (૩) આર્જવ - મનવચનકાયાથી સરલતા-કુટિલતાનો અભાવ, (૪) મુક્તિ – બાહ્ય તેમજ અંતરથી તૃષ્ણાનો-લોભનો ત્યાગ, (૫) તપ - આઠ પ્રકારનાં કર્મ જેનાથી ભસ્મ થાય તે અનશનાદિ ૧૨ તપ, (૬) સંયમ – આમ્રવની ત્યાગવૃત્તિ. (૭) સત્ય – મૃષાવાદથી વિરતિ, જૂઠનો ત્યાગ, (૮) શૌચ – સંયમવૃત્તિમાં કલંકનો અભાવ, (૯) અકિંચન – કિંચિત્ માત્ર દ્રવ્યનું પોતાની પાસે નહિ હોવાપણું. (૧૦) બ્રહ્મચર્ય – સર્વથા મૈથુનનો અભાવ. સંયમના ૧૭ પ્રકાર (૧-૫) અહિંસા, મૃષા, ચોરી, મૈથુન અને પરિગ્રહ એ અવ્રતરૂપી પાંચ આસવ - કર્યદ્વારનો ત્યાગ તથા (૬-૧૦) ૫ ઈદ્રિયનામે સ્પર્શ, રસ, ઘાણ, ચક્ષુ અને શ્રોત્ર એના સ્પર્શાદિ પાંચ વિષયોમાં લંપટપણાનો ત્યાગ. (૧૧-૧૪) ક્રોધ, માન, માયા અને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001025
Book TitleJain and Buddha Mata Sankshipta Itihas and Sidhanto
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Kantilal B Shah
PublisherMahavir Jain Vidyalay
Publication Year1998
Total Pages427
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy