________________
જૈન અને બૌદ્ધ મત : સંક્ષિપ્ત ઇતિહાસ અને સિદ્ધાંતો
કચ્ચાયન, કુરુદત્તપુત્ત અને તિસય, નારયપુત્ત, સામહત્યિ આનંદ અને સુનકખત્ત, માગુંદિયપુત્તનાં નામો આવે છે. વિરોધીમાં જમાલિ, શિષ્યાભાસ તરીકે ગોશાલ મંખલિપુત્તનું વિસ્તૃત વર્ણન છે. કોણિક રાજાના એટલે મહાવીરના સમયમાં કાશીકોશલના રાજાઓ નામે નવ મલકી અને નવ લિચ્છવી રાજાઓ ઉપર વજ્જિ વિદેહપુત્તે વિજય મેળવ્યો તે વાત આવે છે અને કોશાંબીના રાજા ઉદયન (શતાનિકનો પુત્ર અને સહસ્સાણિયનો પૌત્ર)ની ફૂઈ જયંતી શ્રી મહાવીરનો ઉપદેશ સાંભળી ભિક્ષુણી થઈ તેનો ઇતિહાસ જણાવ્યો છે. આ પરથી તેમજ આવી અનેક હકીકત પરથી શ્રી મહાવીરના જીવનકાલ પર ઘણો પ્રકાશ પડે છે. નવમા શતકમાં એક શ્રીમંત બ્રાહ્મણને ત્યાં રાખેલી દાસીઓનાં નામો જેવાં કે પવિયા, આરબી, બહાંલી, મુહંદી, પારસી તે અનાર્ય જાતિની – વિદેશીય હતી એમ સૂચવે છે. હિંદની ૧૬ જાતિઓ (અંગ, બંગ, મગહ, મલય, માલવય, અચ્છ, વચ્છ, કોચ્છ (ત્થ?), પઢ, લાઢ, વજ્જિ, માલિ, કોસી, કોસલ, અવાહ, સુભત્તર) જણાવી છે. ગ્રહોનાં નામ તેમજ બ્રાહ્મણોનાં શાસ્ત્રોનાં નામો ઋગ્વેદાદિનો ઉલ્લેખ પણ આમાં જોવામાં આવે છે.
૬
(૬) જ્ઞાતા ધર્મકથાંગ : જ્ઞાત એટલે ઉદાહરણ રૂપ, ધર્મપ્રધાન કથાનું અંગ. તેના બે શ્રુતસ્કંધ છે. પહેલામાં ૧૯ અધ્યયન છે. ૧. ઉક્ષિપ્ત – તેમાં શ્રેણિકના પુત્ર મેઘકુમારની કથા છે. ૨. સંઘાટક શેઠ અને ચોરની દૃષ્ટાંતકથા છે. ૩. અંડક મોરના ઈંડા સંબંધી કથા. ૪. કૂર્મ – કાચબાની કથા. પ. શૈલક – શૈલક રાજર્ષિની કથા ૬. તુમ્બ - તુંબની કથા ૭. રોહિણી -- શ્રેષ્ઠિવધૂ રોહિણીની કથા. ૮. મલ્લી - ૧૯મા સ્ત્રીતીર્થંકર મલ્લિનાથની કથા. ૯. માકન્દી - માકન્દી નામના વણિકપુત્રની કથા. ૧૦, ચંદ્રમા ૧૧. દાવદ્વ સમુદ્રતટે થતા એક વૃક્ષની કથા ૧૨. ઉદક નગરની ખાળનું પાણી ૧૩. મંડૂક નંદમણિકા૨નો જીવ ૧૪, તેતલી તેલિસુત નામના અમાત્ય ૧૫. નંદીફલ - નંદિ નામના વૃક્ષનાં ફળો. ૧૬. અવરકંકા – ધાતકી ખંડ ભરતક્ષેત્રની રાજધાનીમાં દ્રૌપદી (પાંડવોની પત્ની)ની કથા ૧૭. આઇક્ષ્ણ - આકીર્ણ. સમુદ્રમાં રહેતા અશ્વો. ૧૮. સુંસુમા - તે નામની શ્રેષ્ઠિદુહિતા. ૧૯. પુંડરીક.
બીજો શ્રુતસ્કંધ એક અધ્યયન જેટલો પરિશિષ્ટ રૂપે છે. તેમાં નાનાનાના ૧૦ વર્ગ કરી કથાથી સમજાવેલ છે. આમાં અનાર્ય જાતિનાં નામોનો ઉલ્લેખ છે. ૭૨ કલાઓનો ઉલ્લેખ છે. તથા અઢાર દેશી ભાષાઓ એવો માત્ર નામોલ્લેખ છે.
(૭) ઉપાસક દશાઃ : જેઓ ધર્મનું અવલંબન કરી સંસારનો પરિત્યાગ કરે છે તેઓને શ્રમણ - નિર્પ્રન્થ, સાધુ યતિ લેખવામાં આવે છે. પરંતુ જેઓ પોતાના આચારો સર્વાંશે સાધુઓની તુલ્ય પાળી શકે નહિ તેઓ ગૃહસ્થો-ઉપાસકો-શ્રાવકો છે. કારણ કે સંસારત્યાગીઓ જે વિધિ અનુષ્ઠાન કરી શકે તે સર્વ ગૃહીઓથી ન જ બની શકે. આટલા માટે આ સૂત્રમાં શ્રી મહાવીરના દશ શ્રાવકોના અધિકાર આપી તે પરથી ગૃહસ્થોએ પાળવા યોગ્ય આચારોનું વર્ણન છે. તે દશ શ્રાવકોનાં નામ આનંદ, કામદેવ, ચુલણીપિતા, સુરાદેવ, કુંડકોલિક, શકડાલ(-પુત્ર), મહાશતક, નંદની પિતા, શાલિનનપતા (તેતલીપિતા - શાલિકપુત્ર) આ દશ મુખ્ય ગૃહી શિષ્યોના નામ પ્રમાણે આ સૂત્ર દશ અધ્યયનમાં વહેંચવામાં આવ્યું છે. તેથી આ સૂત્રનું નામ ઉપાસકદશાઃ
Jain Education International
–
-
For Private & Personal Use Only
www.jainelibrary.org