________________
ઉપલબ્ધ શ્રુત-સાહિત્ય : પ્રાચીન બાર અંગો
ત્યાગ કરી ‘ઈર્યાવહી' અંગીકાર કરવાનો આમાં ઉપદેશ છે. ૩. આહાર પરિજ્ઞા - શુદ્ધ એષણીય આહાર સંબંધી વર્ણન. ૪. પ્રત્યાખ્યાન પરિજ્ઞા – કર્મબંધો લાગવા સંબધી. ૫. આચાર-અનાચારશ્રુત - આચાર અંગીકાર કરવો, અનાચારનો ત્યાગ કિરવો. ૬. આÁકીય – આર્લૅિક કુમારનો અન્ય દર્શનીઓ સાથેનો શાસ્ત્રાર્થ. ૭. નાલંદીયા – શ્રાવકના આચારનો અધિકાર.
(૩) સ્થાનાંગ : જીવ, પુદ્ગલ, ધર્મ, અધર્મ, કાલ અને આકાશ એ છ દ્રવ્યોમાં જીવ સિવાયના અન્ય અજીવ છે. આ જીવાજીવના ભેદોને તેમજ તેમના ગુણપર્યાયોને એક સંખ્યામાંથી દશ સંખ્યા સુધીની તેની અનુક્રમણિકાને સ્થાન આપેલું છે. તે એક સંખ્યાને એક “સ્થાન', બેને બે સ્થાન' એમ “સ્થાન' નામ આપ્યું છે. અને એ પ્રમાણે ભેદની વહેંચણી કરી છે. જીવ જ્યારે કર્મબંધનોથી મુક્ત થાય ત્યારે તેને સિદ્ધ' જીવ કહેવામાં આવે છે. સિદ્ધ' જીવો વળી સ્થાન-કાલના હિસાબે અવગાહન આદિ શ્રેણીમાં વિભક્ત છે. જેઓ કર્મબંધનથી મુક્ત થયા નથી તેઓ “સંસારી કહેવાય છે. “સંસારી'
જીવો ત્રણ ભાગમાં વહેંચાયેલા છે. ૧. સ્થાવર ૨. સક્લેન્દ્રિય ૩. વિકલેન્દ્રિય. આ પ્રકારે બીજા દ્રવ્યોના સ્વરૂપની ઓળખાણ અને વિભાગ સ્થાનાંગ સૂત્રમાં વર્ણવ્યા છે. સાતમા અધ્યયનમાં સાત નિન્દવો – વિરોધી ધર્મભેદોનું વર્ણન ઉપયોગી છે. આખા સૂત્રના દશ અધ્યાય (કે જેને પણ સ્થાન” નામ આપ્યું છે) છે તેમાં પહેલામાં એક એક બોલ, બીજામાં બે બે એમ દશમામાં દશ દશ બોલ જેના ના હોય તેની વ્યાખ્યા વિભાગ સાથે કરી છે.
(૪) સમવાયાંગ : આ સૂત્રમાં એકથી કોડાકોડી સંખ્યા સુધી જીવાજીવના ભેદ તેમજ ગુણપર્યાયો તેમજ અન્ય હકીકતો જણાવી છે, અને તે સંખ્યાના સમુદાયને સમવાય” એ નામ આપેલું છે.
(૫) વ્યાખ્યા પ્રજ્ઞપ્તિ : (આને ‘ભગવતીસૂત્ર' પણ કહેવામાં આવે છે.) વ્યાખ્યા એટલે વિવિધ કથન, પ્રજ્ઞપ્તિ એટલે પ્રરૂપણા. જેમાં કોઈ રીતે અભિવિધિ વડે સર્વ શેયપદાર્થોની વ્યાતિપૂર્વક – અથવા મર્યાદા વડે –' પરસ્પર અસંકીર્ણ – વિશાળ લક્ષણકથનપૂર્વક વિવિધ જીવાજીવાદિ ઘણા પદાર્થોના વિષયવાળાં, શ્રી મહાવીર ભગવાને ગૌતમાદિ શિષ્યો પ્રત્યે તેમના પૂછેલા પદાર્થોનાં પ્રતિપાદનો કરેલાં છે તે વ્યાખ્યાઓ અને એ વ્યાખ્યાઓનું પ્રરૂપણ શ્રીમાન સુધર્માસ્વામીએ જબૂસ્વામી પ્રત્યે જેમાં કરેલું છે તે વ્યાખ્યા પ્રજ્ઞપ્તિ.” આમાં શ્રી મહાવીરસ્વામીને તેમના મુખ્ય ગણધર ગૌતમસ્વામીએ પૂછેલા ૩૬૦૦૦ પ્રશ્નો અને તેના ઉત્તરો છે. પ્રશ્નોના ઉત્તરો આપી મહાવીરસ્વામીએ શિષ્યગણના સંદેહનું નિવારણ કરેલું તેનો વિસ્તૃત હેવાલ આ સૂત્રમાં છે. તેમજ સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકા સંબંધે અને પદાર્થોની સૂક્ષ્મ વ્યવસ્થા - જીવવિચાર આદિ અનેક બાબતોનું વિવેચન છે.
આમાં અન્યતીર્થિકો, પાર્થાપત્યો (પાર્શ્વનાથ પ્રભુના અનુયાયીઓ) વગેરે સંબંધી વર્ણન ને ઉલ્લેખ છે. શ્રી મહાવીરને માટે વેશાલય, નિયંથિપુર (નિર્ગુન્ધપુત્ર), સંખમ્બખા મોકખ સમણોવાસગ, પૉકખલિ સમણોવાસગ, ધમ્મઘોસ, સુમંગલ આદિ નામો વપરાયાં છે. ઈદ્રભૂતિ આદિ ગણધરો, અને બીજા શિષ્યો નામે રોહ, ખંદય,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org