________________
જૈન અને બૌદ્ધ મત : સંક્ષિપ્ત ઇતિહાસ અને સિદ્ધાંતો
બીજો શ્રુતસ્કંધ આચારાગ્ર છે – આચારાંગનો વધારો છે. તેમાં મુનિઓના નિયમોથી બદ્ધ એવાં ૧૬ અધ્યયન છે. ૧. પિપૈષણા ૨. શય્યા ૩. ઈર્યા ૪. ભાષા ૫. વસ્ત્ર ૬. પાત્ર ૭. અવગ્રહ પ્રતિમા ૮. સ્થાન ૯. નિશીથિકા ૧૦. ઉચ્ચારપ્રશ્રવણ ૧૧. શબ્દ ૧૨. રૂ૫ ૧૩. પરક્રિયા ૧૪. અન્યોઅન્ય ક્રિયા ૧૫. ભાવના ૧૬. વિમુક્તિ-હિતોપદેશહિતશિક્ષાનાં કાવ્યો.
આચારાંગમાં પ્રથમ શ્રુતસ્કંધ જૂનામાં જૂનો છે ને તેમાં પહેલું અધ્યયન તો બીજાં અધ્યયન કરતાં વધુ પ્રાચીનતા દર્શાવે છે. બીજો શ્રુતસ્કંધ પહેલા શ્રુતસ્કંધ કરતાં ઘણો પાછળનો છે, અને તે તેમાં “ચૂલા' (એટલે પરિશિષ્ટો) મૂકી છે તે પરથી જણાય છે.
(૨) સૂત્રકૃતાંગ : આમાં જ્ઞાન તથા વિનયાદિ ગુણો અને વિવિધ ધર્માચારો વર્ણિત છે. જૈનધર્મની નિયમાવલિ સાથે અન્ય ૩૬૩ કુવાદીઓ કે જે શ્રી મહાવીરના સમયમાં અસ્તિત્વ ધરાવતા હતા તેમની નિયમાવલિની તુલના કરી છે. અને છેવટે બતાવી આપ્યું છે કે અહિંસાધર્મના મૂળ રૂપ ધર્મ એ જ શ્રેષ્ઠ ધર્મ છે. સાધુઓ આ પુસ્તકના અધ્યયનથી ધર્મ પ્રત્યે દઢ વિશ્વાસી બને છે. એ સિવાય વિવિધ પ્રકારના મદને (જાતિમદ વગેરે ૮ પ્રકારના મદને) તિરસ્કારી કાઢવામાં આવ્યા છે. વિનય એ પ્રધાન ભૂષણ છે એમ ખુલ્લી રીતે જણાવ્યું છે. આમાં બે શ્રુતસ્કંધ છે.
પહેલા શ્રુતસ્કંધમાં ૧૬ અધ્યયન છે. ૧. સમયાખ્ય – સ્વમત-પરમતની પ્રરૂપણા. ૨. વૈતાલીય – હિતાહિત દર્શન. ૩. ઉપસર્ગ પરિજ્ઞા – ઉપસર્ગો સહન કરવા અને કુશાસ્ત્રોનાં વચનથી ચારિત્રભ્રષ્ટ ન થવું. ૪. સ્ત્રી પરિજ્ઞા - સ્ત્રીઓથી ન લલચાવું. ૫. નરકવિભક્તિ – નરકનું વર્ણન. તેના દુઃખથી ભય પામી સ્વધર્મ આદરવો. ૬. વીરસ્તુતિ – મહાવીરની પધસ્તુતિ. ૭. કુશીલ પરિભાષા – યજ્ઞયાગાદિ, સ્નાનાદિ, તપશ્ચર્યાદિમાં જ મોક્ષ માનનારા ભટકે છે. શુદ્ધ ચારિત્ર તેથી કાંઈ ઓર જ છે. સાધુ મધ્યસ્થભાવ અંગીકાર કરી સ્વરૂપમાં ભટકે છે. ૮. વીર્ય – બાલવીર્ય, પંડિતવીર્ય વિશે. ૯. ધર્મ ૧૦. સમાધિ ૧૧. મોક્ષમાર્ગ ૧૨. સમવસરણ – પાખંડી મતો વિશે. ક્રિયાવાદી, અક્રિયાવાદી, અજ્ઞાનવાદી (agnostics) ને વિનયવાદીના દોષોનું દર્શન, સ્વમતનું દર્શન. ૧૩. યથાતથ્ય – ધર્મનું યથાતથ સ્વરૂપ. ૧૪. ગ્રંથપરિત્યાગ - વિવિધ પરિગ્રહનો ત્યાગ. ૧૫. આદાન(યમંતિ) - ચારિત્ર વિશે. ૧૬. ગાથા – માહણ (બ્રાહ્મણ), શ્રમણ, નિર્ચન્થ, ભિક્ષ એ ચાર શબ્દની સમજૂતી. - બીજા શ્રુતસ્કંધમાં ૭ અધ્યયન છે.
૧. પૌંડરીક (The parable of a lotus) - કિયાવાદી, અક્રિયાવાદી, વિનયવાદી ને અજ્ઞાનવાદી કમળ-મોક્ષ લેવા સંકલ્પ કરે છે પણ સંસારથી વિરક્ત થઈ સંપૂર્ણ અંશે તેમ કરતા નથી. કામભોગ રૂપ કાદવમાંથી નીકળી શકતા નથી. જ્યાં દેહ તે અન્ય અને હું તે અન્ય એમ સમજાય છે ત્યાં જ શુદ્ધ સ્વરૂપનું ભાન થવાની આશા ખરી, ત્યાં જ મોક્ષ મેળવવાની વકી ખરી. ૨. ક્રિયાસ્થાનક – ઈચ્છા ત્યાં કષાય ને ત્યાં જ સંસાર. જ્યાં તેનો અભાવ ત્યાં મોક્ષ. બાર સંપરાય ક્રિયા (સંસારક્રિયા)નો ૧. સૂત્રકૃતાંગમાં પરવાદીના ૩૬૩ મત ગણ્યા છે. ૧૮૦ ક્રિયાવાદીના, ૮૪ અક્રિયાવાદીના, ૬૭
અજ્ઞાનવાદીના અને ૩ર વિનયવાદીના મત છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org