________________
ઉપલબ્ધ શ્રુત-સાહિત્ય : પ્રાચીન બાર અંગો
પાડ્યું છે. આ પરથી તે વખતે કેવાં કેવાં વિલાસી દ્રવ્યોનો ઉપયોગ થતો, કેવાં કામોમાં ધનનો વ્યય થતો, કેવા પ્રકારના પહેરવેશ તેઓ ધારણ કરતા તે વગેરે વિષયોનું પણ જ્ઞાન થાય છે.
(૮) અંતકત દશા: : જેણે કર્મનો અથવા તેના ફલરૂપી સંસારનો અંત – નાશ કરેલો છે તે “અંતકૃત' કહેવાય છે. જેનોમાં ૨૪ તીર્થકરો થઈ ગયા છે. તેઓના વખતમાં થઈ ગયેલા ૧૦ અંતકૃત – કેવલીનું, દષ્ટાંત તરીકે ગૌતમકુમાર આદિનું કઠોર તપસ્યાપૂર્ણ જીવન તથા અંતે કર્મબંધનથી મુક્તિ વગેરે પ્રસંગોનું તથા મોક્ષગામી પ્રદ્યુમ્નાદિના અધિકારનું આમાં વર્ણન છે. ૭મા અંગ ઉપાસકદશામાં ગૃહસ્થોને યોગ્ય જીવન ગાળનાર આદર્શો ગૃહસ્થ માટે મૂક્યા છે અને અંતકૃત દશામાં સંસારત્યાગી જૈન ગણને ગૌતમકુમાર આદિના આદર્શ પોતાના જીવન સાથે ગ્રથિત કરવા પ્રેરે છે. આ અંગના ૮ વર્ગ છે. વર્ગ એટલે અધ્યયનનો સમૂહ – સંગ્રહ. પહેલા વર્ગમાં ૧૦ અધ્યયન ગૌતમકુમાર આદિનાં છે. બીજામાં અક્ષોભકુમાર આદિનાં આઠ, ત્રીજામાં અનવયશકુમર આદિનાં ૧૩, ચોથામાં જાલિકુમાર આદિનાં ૧૦, પાંચમામાં પદ્માવતી આદિ સાધ્વીઓનાં ૧૦, છઠામાં મકાઈ ગાથાપતિ આદિનાં ૧૬, સાતમામાં નંદા રાણી આદિ શ્રેણિકરાજાની ૧૩ રાણીઓનાં ૧૩, અને આઠમામાં શ્રેણિકરાજાની કાલી આદિ ૧૦ રાણીઓ કે જેમણે આ ચંદના પાસેથી સામાયિક આદિ ૧૧ અંગોનો અભ્યાસ કર્યો હતો તેમનાં ૧૦ અધ્યયન છે.
(૯) અનુત્તરોપપાતિકદશાઃ : અનુત્તર એટલે જેનાથી કોઈ પ્રધાન નથી એવો ઉત્તમ, ઉપપાત એટલે જન્મ જેનો છે તે “અનુત્તરોપપાતિક'. જૈન ધર્મગ્રંથોમાં અનુત્તર વિમાન નામના સ્વર્ગનું વર્ણન છે. આ અનુત્તર વિમાનો સર્વાર્થસિદ્ધ આદિ નામનાં પાંચ છે. આ પાંચમાં જન્મ લેનાર તે અનુત્તરોપણતિક. તે એક ભવ કરી મોક્ષે અવશ્ય જનાર છે એટલે તેઓ એકાવનારી છે. આ સ્વર્ગ જે જે મેળવી શક્યા તે ૩૩ પુરુષોનું વિવરણ આમાં છે. આમાં મૂળ દશ અધ્યયન હતાં તે જણાવવા અનુત્તરોપપાતિક દિશાઃ' એ નામ અપાયેલું છે. અધ્યયનો ત્રણ વર્ગમાં વહેંચેલાં છે. પહેલા વર્ગમાં ૨૩ અધ્યયન છે તેમાં શ્રેણિકરાજાના જલિકુમાર આદિ ગણાવેલા ૨૩ પુત્રોના અધિકાર છે. બીજામાં ૧૩ છે તેમાં શ્રેણિક રાજાના પુત્ર દીર્ધસેન કુમાર આદિ ગણાવેલા ૧૩ના અધિકાર છે. ત્રીજા વર્ગમાં ૧૦ અધ્યયન છે તેમાં ધન્ય, સુનક્ષત્ર, ઋષિદાસ, પલક, રામપુત્ર, ચંદ્રકુમાર, પોષ્ઠીપુત્ર, પેઢાલકુમાર, પોટિલકુમાર, વહલકુમાર એ દશ કે જેઓ સર્વાર્થસિદ્ધ વિમાનમાં ગયા તેમનો અધિકાર છે. આ બહુ નાનું સૂત્ર છે. દરેકમાં પહેલી કથા પૂર્ણ છે. બાકીનાનું એ પ્રમાણે સમજવું એમ ટૂંકાવ્યું છે.
(૧૦) પ્રશ્નવ્યાકરણદશાઃ : પ્રશ્ન એટલે વિદ્યાવિશેષ. તે સંબંધી વ્યાકરણ એટલે પ્રતિપાદન – વિવેચન, દશ અધ્યયનમાં છે એટલે પ્રશ્નવ્યાકરણદશાઃ એવો અર્થ પૂર્વકાલે હતો. હમણાં જે દશ અધ્યયન છે તેમાં પાંચ આસ્રવદ્વાર (આસ્રવ એટલે જે દ્વારા કર્મો આવે છે તે દ્વાર) અને પાંચ સંવરદ્વાર (કે જેથી કર્મો આવતાં બંધ થાય છે તે) સંબંધી વિવેચન છે. પાંચ આસ્રવ તે હિંસા, મૃષા, અદત્ત (ચોરી), અબ્રહ્મ, અને પરિગ્રહ. પાંચ સંવર તે તેના પ્રતિપક્ષી અહિંસા, સત્યવચન, અનુજ્ઞાથી દત્તનું ગ્રહણ (અસ્તેય),
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org