________________
જૈન અને બૌદ્ધ મત : સંક્ષિપ્ત ઇતિહાસ અને સિદ્ધાંતો
બ્રહ્મચર્ય અને અપરિગ્રહ. આ દરેકનું એક એક એમ દશ દ્વાર છે. આમાં લગભગ પ૩ અનાર્ય જાતિનાં નામ તથા ૯ ગ્રહોનાં નામ આવે છે.
(૧૧) વિપાકસૂત્ર : આમાં શુભ-અશુભના – પુણ્ય-પાપરૂપ કર્મના વિપાક – ફળનું પ્રતિપાદન કરેલ છે. તેને કર્મવિપાકદશા પણ કહેવામાં આવે છે. ઈદ્રભૂતિ કોઈ જૂર કાર્ય જોઈ મહાવીરને તે સંબંધી પૂછે છે, ને શ્રી મહાવીર પ્રસ્તુત વ્યક્તિઓના પૂર્વભવો કહી તે કાર્યનું સમાધાન કરે છે અને સાથે ભવિષ્યના ભવો પણ જણાવે છે. તેમાં “જસ્નાયતન’ – યક્ષના મંદિરનો ઉલ્લેખ આવે છે. તેના પ્રથમ શ્રુતસ્કંધમાં દશ અધ્યયન છે. ૧. મૃગાપુત્ર ૨. ઉજ્જિત ૩. અગ્નિસેન ૪. શકટ પ. બૃહસ્પતિદત્ત ૬. નંદિષેણ ૭. ઉમ્બરદત્ત ૮. સોરિયદત્ત ૯. દેવદત્તા ૧૦. અંજુદેવી.
બીજા શ્રુતસ્કંધમાં પણ નાનાં નાનાં દશ અધ્યયન છે. આ પ્રમાણે ૧૧ અંગ હાલમાં વિદ્યમાન છે. ૧૨મું અંગ દષ્ટિવાદ લુપ્ત થયેલું છે.
(૧૨) દષ્ટિવાદ : એમાં સર્વ પદાર્થોની પ્રરૂપણા છે. તે દષ્ટિવાદ પાંચ પ્રકારનો છે. ૧. પરિકર્મ ૨. સૂત્ર ૩. પૂર્વગત (પૂર્વ) ૪. અનુયોગ અને ૫. ચૂલિકા.
(૧) પરિકર્મ. પરિકર્મ એટલે યોગ્યતાકરણ. તે સાત પ્રકારનો છે. ૧. સિદ્ધ શ્રેણિક પરિકર્મ ૨. મનુષ્ય શ્રેણિક ૩. પુષ્ટ શ્રેણિક ૪. અવગ્રહના શ્રેણિક. ૫. ઉપસંપાદન શ્રેણિક (ઉપસંહજ્જણ – અંગીકાર કરવા યોગ્ય) ૬. વિપક્વહ (છાંડવા યોગ્ય) શ્રેણિક ૭. શ્રુતાપ્યુત શ્રેણિક.
(૨) સૂત્ર. પૂર્વગત સૂત્રાર્થનું જે સૂચન કરે તે સૂત્ર. તે સૂત્રો સર્વ દ્રવ્યો. સર્વ પર્યાયો, સર્વ નયો, સર્વ ભંગ વિકલ્પોના પ્રદર્શક છે. તે ૮૮ ભેદે છે. ૧. ઋજુઅંગ ૨. પરિણતા પરિણત. ૩. બહુભંગી ૪. વિપ્રત્યયિક (વિનય ચારિત્ર) ૫. અનંતર ૬. પરંપર સમાન ૭. સંયૂથ ૮. ભિન્ન ૯. યથાત્યાગ ૧૦. સૌવસ્તિક ૧૧. ઘંટ ૧૨. નંદાવર્ત ૧૩. બહુલ ૧૪. પૃષ્ટપૃષ્ટ ૧૫. વિયાવર્ત ૧૬. એવંભૂત ૧૭. દ્રિકાવર્ત ૧૮. વર્તમાનોત્પતક ૧૯. સમભિરૂઢ ૨૦. સર્વતોભદ્ર ૨૧. પ્રણામ (પણામ) ૨૨. દ્વિપ્રતિગ્રહ. આ ૨૨ પ્રકારને જુદીજુદી રીતે ચર્ચવામાં આવે છે. તેને ત્રણ નયથી (દ્રવ્યાર્થિક આદિથી) તેમજ ચાર નય - સંગ્રહ, વ્યવહાર, ઋજુસૂત્ર અને શબ્દ – થી ચિંતવતાં ૨૨ ૪ ૪ = ૮૮ પ્રકાર ગણાવ્યા છે.
(૩) પૂર્વ. દષ્ટિવાદમાં ૧૪ પૂર્વો છે. તેનાં નામો નીચે પ્રમાણે છે : ૧. ઉત્પાદપૂર્વ – સર્વ દ્રવ્ય અને પર્યાયોના ઉત્પાદની તેમાં પ્રરૂપણા છે.
૨. અગ્રાયણી – સર્વ દ્રવ્યો અને જીવવિશેષના પર્યાયોનું અગ્ર એટલે પરિમાણ તેમાં વર્ણવેલ છે. અગ્ર = પરિમાણ અને અયન = પરિચ્છેદ. સર્વ દ્રવ્યાદિના પરિમાણનો પરિચ્છેદ જેમાં છે તે.
૩. વીર્યપ્રવાદ – તેમાં સકર્મ અને અકર્મ જીવો તથા અજીવોનું વીર્ય કહેલું – પ્રરૂપ્યું છે.
૪. અસ્તિનાસ્તિ પ્રવાદ – ધર્માસ્તિકાયાદિ જે વસ્તુ લોકમાં છે અને ખરશૃંગાદિ જે વસ્તુ નથી અથવા સ્યાદ્વાદ અભિપ્રાય પ્રમાણે સર્વ વસ્તુ સ્વરૂપથી છે અને પરરૂપથી નથી એવું તેમાં જણાવેલું છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org