________________
૬૮
જૈન અને બૌદ્ધ મત : સંક્ષિપ્ત ઇતિહાસ અને સિદ્ધાંત
આપવામાં આવ્યું છે. (કિયાવાદીના ૧૮૦, અક્રિયાવાદીના ૮૪, અજ્ઞાનવાદીના ૬૭ અને વિનયવાદીના ૩ર મત મળી ૩૬૩) આ દરેક કેવી રીતે થાય છે તે માટે જુઓ શ્ર હરિભદ્રસૂરિના “ષદર્શન સમુચ્ચય' પરની મોટી વૃત્તિ (ભાષાંતર પૃ. ૯-૧૯), અને શ્રી આત્મારામજીકૃત જૈન તત્ત્વાદર્શ (ગુજરાતી. ભા. પૃ. ૧૧૫થી ૧૩૬.)
અહીં મહાવીરે દરેક સંબંધે શું નિર્ણાયાત્મક વિચાર બાંધેલ છે તે ટૂંકમાં જણાવીશું :
(૧) ક્રિયાવાદ સંબંધે દરેક ક્રિયાની અસર છે અને તેથી જીવે કરેલી દરેક ક્રિયાની અસર તેના પર થાય છે. આ અસર આપવામાં – કોઈપણ કાર્ય થવામાં - કાર્યસિદ્ધિમાં પાંચ કારણોનું અસ્તિત્વ એકી સંઘાવે છે અને જેને પાંચ સમવાય કહેવામાં આવે છે, તેના નામ ઃ ૧. કાલ ૨. સ્વભાવ, ૩. નિયતિ, ૪. પૂર્વકર્મ, પ. પુરુષાર્થ. આ પાંચમાંથી કોઈપણ એકથી કાર્ય થાય છે તે એકાંતવાદ મહાવીરે સ્વીકાયો જ નથી. તેમના અનેકાંતવાદ – સ્યાદ્વાદ છે તે પ્રતીત થાય છે.
ઈશ્વર કાર્યનો – ક્રિયાનો પ્રેરક નથી. આત્મા છે, ઈશ્વર છે, દેહી આત્મા – જીવ તે આવરિત છે, અને જ્યારે બધાં આવરણો છૂટે છે – દૂર થાય છે ત્યારે તે ઈશ્વર બને છે. તે આવરણો દૂર કરવામાં પણ ઉક્ત પાંચ કારણો આવશ્યક છે. તે પાંચને સમવાય' કહેવામાં આવે છે, કારણ કે યત્સમવેત કાર્યમુદતે – જેના મળવાથી કાર્યની નિષ્પત્તિ થાય તે સમવાય. આ પાંચમાં ઈશ્વર એ એક કારણ ગણેલ નથી. ઈશ્વરને જગત કે જગતના કોઈ કારણ સાથે સંબંધ નથી તે માટે કર્મનો સિદ્ધાંત' મહાવીરે એવો સર્વવ્યાપી, અબાધિત અને અચલ ગૂંથેલ છે કે તે તેમની સર્વજ્ઞતા સિદ્ધ કરે છે.
ઉક્ત પાંચમાંથી એકને જ ખરા કારણ તરીકે એકાંતે માની કાલવાદી, નિયતિવાદી, સ્વભાવવાદી પ્રમુખ અનેકવાદ થયા છે.
(૨) અક્રિયાવાદ ટકી શકતો જ નથી. કાર્યકારણની પરંપરા – કર્મનો સિદ્ધાંત અબાધિત અને નિયત છે, તેમાં મીનમેખ થનાર નથી. અક્રિયાવાદી કાર્યના કારણ તરીકે યદચ્છા એટલે આકસ્મિકતા કહે છે તે કાર્યકારણભાવને વિવેચક બુદ્ધિથી જોતાં કોઈપણ બુદ્ધિમાન સ્વીકારી શકે તેમ નથી.
(૩) અજ્ઞાનવાદની સામે સ્યાદ્વાદ મહાવીરે ઉપદેશેલ છે. અજ્ઞાનવાદ જે જે પ્રશ્નોની પરંપરા વસ્તુના અસ્તિત્વ નાસ્તિત્વ સંબંધે ઉત્પન્ન કરે છે તે તે દરેક પ્રશ્નો સ્યાદ્વાદના સપ્તભંગી ન્યાયમાં અંતર્ભાવ પામે છે અને તેના ઉત્તર પણ મેળવે છે. તે સપ્તભંગી, જે સાત જુદીજુદી રીત વસ્તુના અસ્તિત્વ અને નાસ્તિત્વની “ચાતુ' અને ‘એવ' શબ્દસહિત નિર્દેશ કરવાથી થાય છે તે છે. તે આ પ્રમાણે :
સ્યાદ્ અતિ એવ- કોઈ એક અપેક્ષાએ (વિધિની પ્રધાનતાથી) નિઃશંકપણે વસ્તુ છે.
ચાત્રાતિ એવ – કોઈ બીજી અપેક્ષાએ (નિષેધની પ્રધાનતાથી) નિઃશંકપણે વસ્તુ નથી.
સ્વાદસ્તિ નાસ્તિ એવ – કોઈ અપેક્ષાએ નિઃશંકપણે વસ્તુનું અસ્તિત્વ છે અને કોઈ બીજી અપેક્ષાએ વસ્તુનું અસ્તિત્વ નથી પણ. આમ જુદીજુદી અપેક્ષાથી જુદે જુદે વખતે અસ્તિત્વ અને નાસ્તિત્વ એ બંનેનું પ્રતિપાદન કરી શકાય. Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org