________________
ભારતની ધર્મભાવના
૬૭.
કોઈ સ્વભાવથી (વસ્તુનો સ્વભાવ એટલે વસ્તુ જે સ્વતઃ પોતાની મેળે જ પરિણામ પામે તે.).
(૨) અક્રિયાવાદ – આ વાદ એ કહે છે કે એક ક્ષણ પણ જેની સ્થિતિ થઈ રહેતી નથી એવા પદાર્થને – આત્માને ક્રિયા કેમ સંભવે ? ઉત્પત્તિ સાથે જ ભવવિનાશાદિ પણ થાય છે. આ વાદ આત્માદિ નાસ્તિત્વવાદ છે. આની અંદર બૌદ્ધનો ક્ષણિકવાદ અને શૂન્યવાદ સમાઈ જાય છે. વળી આ વાદ આત્માના અસ્તિત્વ સાથે પ્રતિનિયત કાર્ય-કારણ ભાવને પણ સ્વીકારતો નથી.
(૩) અજ્ઞાનવાદ – આમાં અજ્ઞાન વડે આચરણ કરવામાં આવે છે, અને કત કર્મ બંધાદિ વિકલ્પનો વિચાર કરવામાં આવતો નથી. આ વાદ એવું કર્થ છે કે જ્ઞાનથી કશું શ્રેય નથી, કેમકે જ્ઞાન હોય તો વિરુદ્ધ પ્રરૂપણા રૂપ વિવાદનો યોગ આવે – વાદવિવાદ થાય, અને તેમ થતાં ચિત્ત કલુષિત થાય અને તેમ થતાં સંસાર-પ્રવૃત્તિ લંબાતી ચાલે, જ્યારે અજ્ઞાનનો આશ્રય કરાય ત્યારે અહંકારનો સંભવ આવે નહિ, તેમ પારકા પ્રત્યે ચિત્ત કાલુષ્ય પણ થાય નહિ અને તેથી કર્મનો બંધ પણ સંભવે નહીં અને તેથી સંસાર વધે નહીં.
આના. સંબંધમાં બૌદ્ધ પુસ્તકોમાંથી કેટલોક વધારે પ્રકાશ પડે છે : સામા... ફલ સુત્તમાં સંજય (બેટ્ટિપુત્ત)ના આ વાદ સંબંધે બુદ્ધે એવું જણાવેલું છે કે : “આત્માનું ભવિષ્યમાં અસ્તિત્વ છે કે નહીં એ સંબંધી તમે મને પૂછવા માંગતા હો, તો હું તે સ્થિતિ સંબંધી ખુલાસો કરીશ. જો તેઓ એમ પૂછવા માંગતા હોય કે તે સ્થિતિ આ પ્રમાણે છે ? તો તે સાથે મારે કંઈ સંબંધ નથી; તે સ્થિતિ તેના જેવી છે ? તો તે સાથે મારે કંઈ સંબંધ નથી, શું તે આનાથી ભિન્ન છે ? તો તે સાથે મારે કંઈ સંબંધ નથી; શું તે સ્થિતિ નથી ? તો તે સાથે મારે કંઈ સંબંધ નથી; શું તે નથી તે નથી જ ? તો તે સાથે મારે કોઈ સંબંધ નથી.” આવી રીતે તથાગત (બુદ્ધ) મૃત્યુ પછી અસ્તિત્વ ધરાવે છે કે અસ્તિત્વ નથી ધરાવતા, એક વખતે છે કે નથી, નથી તેમજ એકી વખતે નથી – એ પ્રશ્નોના નિર્ણયાત્મક રીતે ઉત્તર આપવાની બુદ્ધ ના પાડે છે. આ ઉપરથી સ્પષ્ટ જણાય છે કે અજ્ઞાનવાદીઓ એક વસ્તુના અસ્તિત્વ ને નાસ્તિત્વ સંબંધે જે-જે રીતે કહી શકાય તે-તે સઘળી રીતોનો ઉપયોગ કરતા – પ્રશ્ન ઉઠાવતા અને સામા થતા વાદીઓ પાસેથી તેનો ખુલાસો માંગતા. અને જો કોઈ વસ્તુ લોકોત્તર હોઈ સમજી ન શકાય તેવી અગર અનુભવગોચર ન થાય તેવી જણાવવામાં આવતી તો તેઓ તે સઘળી રીતિઓનો નિષેધ કરતા.
(૪) વિનયવાદ – વિનયથી આચરણ કરવાનું કથન કરનાર વાદ. આમાં દેવતા, નૃપતિ, યતિ, જ્ઞાની, વૃદ્ધ, અધમ, માતા, અને પિતા – આઠ પ્રત્યે શરીર, મન, વાણી અને દાન એ ચાર પ્રકારે દેશકાલાનુસાર વિનય કરવાનું કહ્યું છે.
આ ચારે વાદમાં અનેક અનેક પ્રશ્નો અને પેટાવાદો ફરે છે. અને તેથી તે દરેક ગણતાં ૩૬૩ મત મહાવીર સમયમાં હતા કે જેને ૩૬૩ ‘પાંખડીઓ' એવું અપનામ જૈનસૂત્રોમાં
૧. સરખાવો સુભાષિતની ઉક્તિ જ્ઞાન વિવાદાય ઘન મહાપ અને અંગ્રેજી ઉક્તિ Ignorance is
bliss – અજ્ઞાન એ સુખ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org