SearchBrowseAboutContactDonate
Page Preview
Page 87
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન અને બૌદ્ધ મત : સંક્ષિપ્ત ઇતિહાસ અને સિદ્ધાંતો વ્યવહારથી જોતાં આત્મા જુદાંજુદાં શરીરો ગ્રહણ કરે છે તેથી તે દૃષ્ટિએ આત્મા ‘અનિત્ય’ છે. જગત પણ પરિવર્તન ક્ષણેક્ષણે પામ્યાં જ કરે છે તેથી તે પરિવર્તનશીલ જગતને ‘વ્યવહારનય'થી અનિત્ય ગણેલ છે, જ્યારે તે છે છે ને છે, હતું હતું ને હતું અને હશે, હશે ને હશે એમ અનાદિથી ચાલ્યું આવતું જગત નિશ્ચયનય'થી નિત્ય છે. (૨) આત્મા દેહવ્યાપી છે તેથી જે પ્રમાણે દેહ છે તે જ પ્રમાણમાં તે દેહના સર્વ અંશોમાં વ્યાપી રહેલ આત્મા છે. આથી તેને આટલું કદ છે, અગર દેહના અમુક સ્થલે જ રહે છે એનો સ્વીકાર થતો નથી. ૬૬ (૩) યજ્ઞના વિધિનો નિષેધ કરી સર્વ જીવોને જીવનનો સરખો હક્ક છે “સવ્વેસિં નીવિયં પિયં’' - સર્વ જીવોને જીવન પ્રિય છે, ઇષ્ટ છે માટે જીવને મારવાનો કે પીડવાનો કોઈને હક્ક નથી. એવું પરમ ‘અહિંસા’ તત્ત્વ ઉદ્ઘોષણાથી પ્રતિપાદિત કર્યું. (૪) તપને બુદ્ધે નકામું ગણી ફેંકી દીધું, તેમ મહાવીરે ન કરતાં સ્પષ્ટતાથી જણાવ્યું કે ‘માત્ર ભાવનાશૂન્ય કાયક્લેશ કરી તપ કરવાથી તાપસ કહેવાવામાં કંઈ અર્થ સ૨વાનો નથી, પરંતુ સાધ્ય લક્ષમાં રાખી આત્મસ્વરૂપનું ચિંતન અને ધ્યાન એ તપનું પરમ ઉપયોગી અને સિદ્ધિદાયક અંગભૂત છે.' એ જાહેર કરી તપસ્ને આવશ્યક સ્વીકાર્યું. તપસ્ એ માત્ર દેહદમન છે એમ નથી, પરંતુ તેના બાહ્ય તપ અને અંતરંગ તપ એમ બે ભેદ પાડી તે દરેકના છ પ્રકાર પાડેલા છે. અંતરંગ તપના છ ભેદમાં પ્રાયશ્ચિત્ત સ્વાધ્યાય (કે જેની અંદર વાચના, પૃચ્છના, શ્રવણ, ધર્માભ્યાસ વગેરેનો સમાવેશ થાય છે), કાયોત્સર્ગ અને ધ્યાનનો અંતર્ભાવ થાય છે. પ્રૉ. ર્પાઇસ ડેવિડ્સ જણાવે છે કે ઃ Diogenes and his parallel in India Mahavira, Founded important Schools which have left their mark on history. d (યુરોપમાં) ડાયોઝનીસ્ અને તેના સમાંતર તરીકે ભારતમાં મહાવી૨ એ બંનેએ ઉપયોગી સંસ્થાઓ સ્થાપી છે કે જેણે ઇતિહાસ પર પોતાનાં પ્રધાન ચિહ્નો અંકિત કર્યાં છે. (આ સાથે જણાવી દેવું પડશે કે મહાવીરે જે જાતના તપનો ઉપદેશ કર્યો હતો અને જે જાતનું તપ પોતે કર્યું હતું તે તપસ્ પાશ્ચાત્ય વિદ્વાનો હજુ સમજી શક્યા નથી. અને તેથી તેનું ભાષાંતર Self-mortification દેહદમન કરી તેવા જ અર્થમાં મહાવીરના તપસને ગણે છે.) (૫) જાતિભેદ મહાવીરે સ્વીકાર્યો નથી જ. તેમના ધર્મસામ્રાજ્યમાં સર્વ વર્ણને સરખો અધિકાર છેવટના સાધ્ય મુક્તિ સુધીનો છે. હવે કેટલાક વાદો આ સમયે હતા તે સંબંધે જણાવવાનું કે – સૂત્રકૃત નામના અંગમાં ચાર મુખ્ય પરદર્શન, જૈન સિદ્ધાંત નામે વર્ણવેલા છે. ક્રિયાવાદ, અક્રિયાવાદ, અજ્ઞાનવાદ અને વિનયવાદ. - (૧) ક્રિયાવાદ આમાં એવો સિદ્ધાંત છે કે આત્મા કર્તા છે, અને તેના પર ક્રિયા-કર્મની અસર થાય છે. આ ક્રિયા-ઉત્પત્તિ આદિ શેનાથી થાય છે તે મોટો પ્રશ્ન છે. કેટલાક એમ કહેતા કે કાલથી, કોઈ ઈશ્વરથી, કોઈ તે આત્માથી - પુરુષાર્થથી, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001025
Book TitleJain and Buddha Mata Sankshipta Itihas and Sidhanto
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Kantilal B Shah
PublisherMahavir Jain Vidyalay
Publication Year1998
Total Pages427
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy