SearchBrowseAboutContactDonate
Page Preview
Page 86
Loading...
Download File
Download File
Page Text
________________ ભારતની ધર્મભાવના જન્મ થતી વખતે આત્મા દેહમાં પ્રવેશે છે તેના સંબંધે જુદાજુદા અભિપ્રાય એકબીજાથી વિરુદ્ધ આપેલા છે. પશ્ચિમમાં પણ તે સંબંધી હજુ નિર્ણય થયો નથી. આ દેહની પહેલાં બીજા કોઈ દેહમાં આત્મા હતો એમ કેટલેક સ્થળે જણાવેલ છે. (બૃહદ્ ૩, ૨, ૧૩; ૪, ૪, ૬; સરખાવો ૬, ૪ અને ઐતરીય આરણ્યક ૨, ૩, ૨૦) અને કેટલેક સ્થલે ઉત્પત્તિ સમયે પ્રથમ દેહમાં આત્મા પ્રવેશે છે ત્યારે તે ખોપરીના એક ચીરામાંથી જઈ હૃદયમાં જાય છે એમ જણાવેલ છે. (તૈતરીય ૧, ૬, ૧; ઐત. ૩, ૧૨) પરંતુ એક સ્થલે એમ દર્શાવેલ છે કે આત્મા આંતરડાં અને ઉદર દ્વારા ઉપર મસ્તકમાં જાય છે. ૬૫ આમ ઉપનિષમાં ભિન્નતાઓ મળી આવે છે, પરંતુ આ મત સંબંધે તો એક સમાનતા જ છે કે આ ભવમાં યજ્ઞ કરવાથી કે તપ કરવાથી આત્મા પુનર્જન્મમાંથી મુક્ત થઈ શકે તેમ નથી. પોતાનો આત્મા પરમાત્મા જેવો જ છે કે જે પરમાત્મા સર્વ કારણોનું કારણ અંતિમ કારણ છે – એમાં અપૂર્વ-પૂર્ણ શ્રદ્ધા અને પ્રતીતિ એ જ મોક્ષનો ઉપાય છે. નિદ્રા, જાગૃતિ, જીવન, ગતિ વગેરે સમજાવવાને માટે ‘આત્મા'નું અસ્તિત્વ સ્વીકારવું પડ્યું હતું; પછી બાહ્ય જગતને તે લાગુ પાડવામાં આવ્યું. જો સૂર્યમાં આત્મા ન હોય તો ગગનનું આક્રમણ કરી ન શકે અને પ્રકાશ આપી ન શકે એમ ધારી સૂર્યને સજીવ કહેવામાં આવેલ છે; તેમજ કુદરતનાં તત્ત્વોને ‘દેવતાઓ’ એ નામ આપી તેમાં જીવત્વનું આરોપણ કરવામાં આવ્યું. પછી ધીમેધીમે આ દેવોને એકબીજાની સમાન લેખવામાં આવ્યા, અને છેવટે બુદ્ધ અને મહાવીરના સમય પહેલાં તરત જ એક એવો સિદ્ધાંત કરવામાં આવ્યો કે એક જ આદિકારણ એવો પરમમાં પરમ બ્રહ્મ – પરમાત્મન્ છે કે જેમાંથી સર્વ દેવો અને જીવો ઉદ્ભવેલ છે. મનુષ્યાત્માઓ તે પરબ્રહ્મના અંશ જણાવવામાં આવ્યા; એટલેકે ઐતિહાસિક દૃષ્ટિએ પૂર્વે આત્માનો સિદ્ધાંત હતો અને પાછળથી પરમાત્માનો સિદ્ધાંત દાખલ કરવામાં આવ્યો. આ વખતે ગૌતમ બુદ્ધ અને શ્રી મહાવીર એ બે ક્ષત્રિય ફિલસૂફો થયા. ગૌતમ બુદ્ધે આત્માના સિદ્ધાંતને સ્વીકાર્યો નહિ અને નવી જ ફિલસૂફી કાઢી કે જેમાં આત્મા અગર આત્માઓ કંઈપણ ભાગ ભજવતા જ નથી. આ ફિલસૂફીના સત્યાસત્ય માટે વિવેચન કરવાનું આ સ્થલ નથી, છતાં કહેવું પડશે કે આત્માના અસ્તિત્વનો અસ્વીકાર (અનાત્મવાદ)માંથી પુનર્જન્મ, કર્મનો મહાન સિદ્ધાંત, વગેરે ફલિત થઈ શકતા નથી, તેથી તેનો પણ અસ્વીકાર થાય છે. વળી તેણે તપસ્ નિષ્ફલ છે એમ જણાવ્યું. (૧) શ્રી મહાવીરે દરેક સિદ્ધાંતને વિવેચક દૃષ્ટિથી, સર્વ દૃષ્ટિબિંદુ દ્વારા તપાસી તેનું જે યોગ્ય સ્થાન હતું તે પોતાની ફિલસૂફીમાં આપ્યું. આથી જ તેમની ફિલસૂફીને ‘અનેકાંતવાદ’ – ‘સ્યાદ્વાદ’ એ અભિધાન યથાર્થ રીતે આપવામાં આવ્યું છે. તેમાં સર્વ દૃષ્ટિબિંદુઓને - ‘નયવાદ'ને સ્થાન આપવામાં આવ્યું છે. તે ‘નય’=વિચાર, દૃષ્ટિબિંદુમાં બે મુખ્ય દૃષ્ટિબિંદુઓ નામે ‘નિશ્ચય નય' (Absoluste standpoint or point of view) અને ‘વ્યવહારનય' (practical standpoint or point of view) છે. તે બંનેથી જોઈએ તો નિશ્ચયે આત્મા નિત્ય’ છે, કારણકે આત્મા સર્વ જન્મોમાં એક સરખો રહે છે, અને તે નિશ્ચયે પરમાત્મા સમાન જ છે. (અંશાશી ભાવે નહિ). જ્યારે For Private & Personal Use Only www.jainelibrary.org Jain Education International
SR No.001025
Book TitleJain and Buddha Mata Sankshipta Itihas and Sidhanto
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Kantilal B Shah
PublisherMahavir Jain Vidyalay
Publication Year1998
Total Pages427
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy