________________
૬૪
જૈન અને બૌદ્ધ મત : સંક્ષિપ્ત ઇતિહાસ અને સિદ્ધાંતો
છે. (જુઓ બૃહદ, ઉપનિષદ્ ૪, ૩, ૭ તથા ૫, ૬; છાંદોગ્યોપનિષદ્ ૮, ૩, ૩, તૈતરીય. ૧, ૬, ૧. આની સાથે સરખાવો કઠોપનિષદ્ ૨, ૨૦, ૩, ૧, ૪, ૬; ૬, ૧૭) તેનું કદ જવ કે ચોખાના દાણા બરાબર કથેલ છે (બૃહ, ૫, ૬, છાંદો. ૩, ૧૪, ૩) આમ વેદમાં પણ જણાવેલ છે. આકારમાં તે મનુષ્ય જેવો છે (તતરીય ૨, બૃહદ્ ૧, ૪૧, શત બૃ. ૧૪. ૪, ૨, ૧.). તે કેવો દેખાય છે તે આલેખવું કઠિન છે પણ જુદાજુદા ફકરામાં તેને ધૂમ્રરંગી ઊન જેવો, અગ્નિ જેવો, શ્વેત કુમુદ જેવો, વીજળીના ચમકારા જેવો, ધૂમ્ર વગરના પ્રકાશ જેવો કહેલ છે. તે શેનો બનેલ છે તેને માટે જુદીજુદી માન્યતા છે. એક ફકરામાં તેનામાં ચેતનતા, મન, અને શ્વાસ; ચહ્યું અને કાન, પૃથ્વી, અપ, તેજ અને આકાશ, અગ્નિ અને નિરગ્નિ; ઈચ્છા અને અનિચ્છા; ક્રોધ અને અક્રોધ; નિયમ અને અનિયમ – ટૂંકામાં સર્વ વસ્તુઓ છે – સર્વ વસ્તુનો બનેલ છે એમ જણાવ્યું છે. (બૃહદ્ ૪, ૪, ૫, વળી જુઓ ૩, ૭, ૧૪-૨૨.) આ પરથી જણાય છે કે આત્માને ભૌતિક – પાર્થિવ માનેલ છે કારણ કે ચાર જડ તત્ત્વો તેમાં છે, પરંતુ અમુક માનસિક ગુણો પણ તેમાં મૂકવામાં આવ્યા છે. એક બીજા ફકરામાં એવું જણાવેલ છે કે પાંચ જાતના આત્માઓ એકબીજાથી ભિન્ન પણ મનુષ્યાકારના કહેવામાં આવ્યા છે, અને તે દરેક અનુક્રમે અત્ર, શ્વાસ, મન, ચેતના અને આનંદના બનેલા ગણવામાં આવ્યા છે.
કેટલીક જાતના રોગ થાય છે તેનું કારણ એવું બતાવવામાં આવે છે કે જીવ દેહથી ચાલી ગયો અને તેથી મંત્રોથી તેને પાછો લાવવા માટે જરૂર છે. (અથર્વવેદ, ૫, ૨૯, , ૬, ૫૩.૨; ૭,૬૭. સરખાવો ઐતરેય આરણ્યક ૩, ૨,૪,૭.) ઊંઘમાં સ્વપ્ન આવે છે ત્યારે પણ આત્મા દેહને છોડી જાય છે અને તેમ જણાવી કહેવામાં આવે છે કે કોઈએ અવ્યવસ્થિત રીતે એકાએક મનુષ્યને જગાડવો નહીં. કારણકે તેમ કરવા જતાં જીવ પાછો દેહમાં ન આવે તો પછી તે પાછો લાવવો બહુ મુશ્કેલ થઈ પડે. (બૃહદ. ૪,૩.૧૪).
સ્વપ્નમાં જીવ દેહને છોડી વેચ્છાએ ગમે ત્યાં ભમે છે અને પોતાની કલ્પના પ્રમાણે સૃષ્ટિ રચે છે. રથ, ઘર, સરોવર, નદી, જુદાજુદા આકાર, ભભકાબંધ ક્રીડાભૂમિ વગેરે બનાવે છે ને ત્યાં તે રમે છે, આનંદ લે છે અને દુઃખ ભોગવે છે. પછી છેવટે થાકી જઈને જેમ બાજપક્ષી આકાશમાં આમ તેમ ભમે છે, ઊડે છે, અને પાછો પોતાના માળામાં આવી બેસે છે, તેવી રીતે જીવ પોતાની ક્રીડાભૂમિથી પાછો દેહમાં આવે છે. જો ગાઢ નિદ્રામાં હોય તો તેને કશાની જરૂર હોતી નથી અને સ્વપ્ન પણ આવતાં નથી. (બૃહદ્ ૪, ૩, છાંદોગ્ય. ૮, ૧૨, ૩) આ સ્વપ્નાંઓ પર ફલનો આધાર ભવિષ્ય માટે હોય છે એમ હિંદમાં ઘણાનું માનવું છે.
જ્યારે આત્મા દેહમાં પાછો આવ્યો હોય છે, ત્યારે આત્મા આખા શરીરમાં નખથી તે શિખ સુધી ૭૨૦૦૦નાડી (નામે હિતા) દ્વારા વ્યાપ્ત થાય છે. ત્યારે આત્માને પ્રકાશ મળે છે. બૃહદ્. ૨, ૧, ૧૯; ૪, ૩, ૨૦; છાંદોગ્ય. ૮, ૬, ૩, કૌશ. ૪, ૧૯.)
ઉપનિષદ્દમાં આત્મા દેહમાંથી કેમ જાય છે, અને પુનઃ કેવી રીતે પાછો આવે છે તે જણાવેલ નથી; તેનું કારણ કે ગર્ભના પ્રારંભકાળમાં, કે તેના ફરકવા વખતે કે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org