________________
ભારતની ધર્મભાવના
૬૩
દૃષ્ટિગોચર થતી હતી. (જુઓ હેમચંદ્રાચાર્ય કૃત મહાવીરચરિત્ર. પૃ.૧૬૧).
ઐતરેય ઉપનિષદ્ ૧૧-૬-૪માં જણાવેલ છે કે :
સ્વર્ગ વાયુ પર, વાયુ પૃથ્વી પર, પૃથ્વી જલ પર, જલ સત્ય પર અને સત્ય ગુપ્ત મંત્ર પર (યજ્ઞ વિધિ પર) અને યજ્ઞ વિધિ તપસ્ પર સ્થાપિત થયેલ છે.”
(તાપસ માટે ‘મહાવીરચરિત્ર'માં તાપસ પૃ.૩૨, તાપસી પૃ.૧૨૭, વૈશિકાયત તાપસ પૃ.૭૧-૭૩, સેનક તાપસ પૃ.૧૧૭ જુઓ અને સરખાવો.) ભિક્ષા :
તાત્ત્વિક અને નૈતિક બાજુથી જોઈએ તો જૈન અને બૌદ્ધ બંને હિલચાલ સ્વાભાવિક રીતે ઊભી થઈ હતી. બ્રાહ્મણોના વિદ્યાર્થીઓ ભિક્ષા માગી નિર્વાહ કરતા જણાવવામાં આવે છે. આ રીત જૈન અને બૌદ્ધ સાધુઓમાં પ્રચલિત હતી અને બૌદ્ધ ધર્મનો ઉદય થયો તે પહેલાં પરિવ્રાજકો(ભ્રમણશીલ ઉપદેશકો)માં ભિક્ષાની રીત પ્રચલિત હતી. તેઓ બ્રહ્મચર્ય પાળતા અને તાત્ત્વિક તેમજ ધાર્મિક પ્રશ્નો પર ચર્ચા ચલાવતા. આમાં પુરુષો અને સ્ત્રીઓ બંને દાખલ થઈ શકતાં હતાં. અને તેમને વિચાર અને ઉચ્ચારની પૂર્ણ સ્વતંત્રતા હતી. આથી અને જૈન ધર્મના ભિક્ષા વ્રત આદિથી બૌદ્ધ ધર્મને વધુ વેગ મળ્યો હોય એમ ગણી શકાશે; કારણકે જૈન ધર્મ બૌદ્ધથી પ્રાચીન સિદ્ધ થયો છે. (પરિવ્રાજક સંબંધે જુઓ – ઉત્પલ, અંબડ વગેરે પરિવ્રાજક. મહાવીરચરિત્ર પૃ. ૩૩, ૩૯, ૨૧૦.)
આશ્રમોની સંસ્થા બ્રાહ્મણોએ જૈન પરથી અને બૌદ્ધના નવીન વિચારના ઉભવથી પાછળથી કાઢી છે કે જેમાં છેલ્લા આશ્રમ – સંન્યસ્તાશ્રમ પ્રથમના ત્રણ વગર – બ્રહ્મચર્ય, ગૃહસ્થ, વાનપ્રસ્થ આશ્રમમાં ગયા વગર સ્વીકારી શકાય નહીં એવો નિયમ રાખવામાં આવ્યો હતો. આથી બ્રાહ્મણો શ્રેષ્ઠ છે એ પુરવાર કરવાની હિંમતભર્યો પ્રયત્ન કરવામાં આવ્યો હતો અને જો તેમાં વિજય મળ્યો હોત, તો બૌદ્ધની હિલચાલ ભાંગી પડતું, પરંતુ તેમ થયું નહીં અને તે નિયમ ફલશુન્ય – નિરર્થક જ આ સમયમાં પડી રહ્યો. આ કથન માટે ઐતિહાસિક પુરાવો મુશ્કેલ છે એમ ડૉ. રૂહાઈસ ડેવિડના ‘બુદ્ધના સંવાદો' Dialogues of Buddha 1 જોવાથી જણાશે.
આ પરથી પ્રતીત થાય છે કે બ્રાહ્મણોની આશ્રમવ્યવસ્થા બ્રહ્મચર્યાદિ ચાર આશ્રમ પાછળથી થયેલ છે.
બ્રિહ્મચર્યાશ્રમ, ગૃહસ્થાશ્રમ અને વાનપ્રસ્થાશ્રમ તેમજ સંન્યસ્તાશ્રમનાં પ્રમાણ તો ઉપનિષદોમાં પણ મળે છે. જોકે જ્યારે વૈરાગ્ય જન્મે ત્યારે સંન્યાસ ગ્રહણ કરી શકાય એ વિચાર પાછળનો લાગે છે. આ આશ્રમવ્યવસ્થાનું પાલન ચુસ્ત રીતે થતું હતું, એમ માનવાને કારણ નથી.] આત્મા :
આત્માના સંબંધમાં ઉપનિષદમાં જણાવ્યા પ્રમાણે એ માન્યતા હતી કે તે દરેક મનુષ્ય શરીરમાં રહેલ છે અને તે જીવન અને ગતિની પ્રતીતિ કરાવી શકે છે. જીવતા શરીરમાં તેની સામાન્ય સ્થિતિમાં આત્મા હૃદયની અંદરના એક ખાલી ભાગમાં રહે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org