________________
૬૨
જૈન અને બૌદ્ધ મત : સંક્ષિપ્ત ઇતિહાસ અને સિદ્ધાંતો
પાછળના સાથે શ્રી દેવીનું મિશ્રણ કરવામાં આવ્યું હતું.
આ સિવાય ગંધર્વ, નાગ, ગરુડ, વૃક્ષમાં વસતાં ભૂતો વગેરે દેવોનું અસ્તિત્વ
હતું.
વેદમાં જ્યાં ત્યાં પ્રકૃતિનાં તત્ત્વોને લઈ તેની પૂજા કરવામાં આવી છે. ઈશાન - ભયંકર શિવરૂપ, સોમ, વરુણ, પ્રજાપતિ ને બ્રહ્મા એ બધા શક્રના સહયોગી જણાવ્યા છે, અને બીજા અગ્નિ, વાયુ, વરુણ, વિષ્ણુ, પર્જન્ય, ઘૌ , મિત્ર, સવિતૃ, પૂષનું, આદિત્યાઃ અશ્વિનૌ, મરતઃ અદિતિ, દિતિ આદિ જણાવ્યા છે. આમાંના બૌદ્ધગ્રંથોમાં અગ્નિ, વાયુ, વરુણ, પછી નાગરાજ, વિષ્ણુ, પર્જન્ય એ દર્શાવેલા છે. બ્રાહ્મણની યજ્ઞવિધિ :
બ્રાહ્મણોના દેવો સંબંધીનું શાસ્ત્ર એવું છે કે તેના જેવું વધારે ક્રૂર અને વધારે ભૌતિક કોઈપણને કલ્પવું એ મુશ્કેલ છે. ત્યારપછી રૂઢિથી વિચારો ધીમેધીમે સુધરતા ગયા અને નીતિનું સ્વરૂપ પકડતા ગયા, એ વાત બતાવી આપે છે કે જંગલીપણું અગાઉ વાસ્તવિકપણે વિદ્યમાન હતું.
નીતિને આ શાસ્ત્રમાં સ્થાન નથી. જે યજ્ઞ મનુષ્યના દેવો સાથેના સંબંધને નિયમમાં રાખે છે એ માત્ર યાંત્રિક કાર્ય છે કે જે પોતાની સ્વાભાવિક શક્તિથી કાર્ય કરે છે, અને તે કુદરતના હૃદયમાં ગુપ્ત રહેલ છે તે બ્રાહ્મણની જાદુઈ કળાથી ફક્ત બહાર લાવવામાં આવે છે.”
આમ મહાન ફેંચ પંડિત નામે સીલ્વનલેવી પૂર્વના ધર્મસાહિત્યનો અભ્યાસ કરી કળે છે.
દેવોની પોતાની ઉત્તમતા, સ્વર્ગમાં તેઓનું સ્થાન – એ સર્વ માટે તેઓએ પૂર્વે જૂના દેવોની યજ્ઞથી પૂજા કરી તેને લઈને જ છે એમ બ્રાહ્મણોનું કથન હતું, અને દેવતાઓ તેના પ્રતિસ્પર્ધી અસુરો સ્વર્ગના દ્વાર પર હુમલો કરે નહિ તે માટે યજ્ઞ કરી તેમને હરાવી દેતા.
સિામગાન કરે તે ઉગાતા. હોતા દેવોનું આહ્વાન કરે છે અને અગ્નિ દૈવી હોતા માનવામાં આવે છે. કારણકે તે મનુષ્ય અને દેવો વચ્ચેની કડી છે, દેવોને બોલાવી લાવનાર છે, મંત્રોનો પાઠ કરે છે.]
યજ્ઞમાં ઘણું કરી મંદિર ન હતું, તેમ પ્રતિમા ન હતી, પણ વેદી રાખવામાં આવતી. આ ક્રિયામાં અનેક બ્રાહ્મણોની જરૂર પડતી. મંત્ર બોલનાર ઉગાતા, બલિ આપનાર હતા, ક્રિયા કરનાર અધ્વર્યું એ મુખ્ય હોય છે, જ્યારે બીજા વેદિ બનાવવાનું, હોમવાના મેધ્ય જીવનો વધ કરવાનું અને એવું બીજું કાર્ય કરતા. આ ક્રિયા માટે વળી બ્રાહ્મણો ઘણું ધન ફી તરીકે માગતા, અને તે માટે વસ્ત્ર, ગાયો, અશ્વ અથવા સુવર્ણ લેતા. આથી ભૌતિક ઇસિતાર્થ મેળવવા માટે યજ્ઞ એ ઉત્તમ માર્ગ છે એવું તેમણે જાહેર કર્યું હતું, અને આધ્યાત્મિક પ્રગતિ માટે તપનો ઉપદેશ બ્રાહ્મણોએ કર્યો હતો. આ તપશ્ચર્યા અરણ્યમાં જઈ દેહને દમવામાં-પીડવામાં સમાઈ જતી હતી. આથી તાપસીનાં ઝુંઝુંડ આ વખતે માલૂમ પડતાં હતાં. આ તાપસોમાં પણ જીવહિંસા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org