________________
ભારતની ધર્મભાવના
૬૧
ત્રણ વખત નહિ તો પણ એક વખત તો, પછીના બ્રાહ્મણ ઉપદેશકોને હાથે વિસ્તૃત ફેરફારને પામેલ છે, તેમાં કોઈ જાતનો શક નથી. આ ફેરફાર કરવાનું કારણ એ હતું કે બ્રાહ્મણોએ જાણ્યું કે જે વિચારો પોતાને સંમત અને પોતાનામાં પ્રચલિત નહોતા તે વિચારોએ લોકો પર એટલું બધું સામ્રાજ્ય મેળવ્યું હતું કે તેમની ઉપેક્ષા કરી શકાય તેમ હતું નહીં. તે મહાકાવ્યને આથી નવીન સ્વરૂપમાં મૂકવામાં બે મુખ્ય ઉદ્દેશ હોવા જોઈએ. ૧. બ્રાહ્મણોની પ્રધાનતા – અન્ય વર્ગોથી ઉચ્ચતા દર્શાવવી; કારણકે તેમની વિરુદ્ધ પડેલા બૌદ્ધ અને જૈનોના ઉપદેશ ઘણી જ લોકપ્રિયતા પામ્યા હતા તેથી તે ઉચ્ચતા જોખમમાં આવી પડી હતી. ૨. જે કેટલાક લોકપ્રિય સંપ્રદાયો અને માન્યતાઓ પ્રત્યે લોકો પરમ આદર દાખવતા હતા તેની સાથે બ્રાહ્મણોની સહાનુભૂતિ છે અને તેમણે તેને ગ્રહણ પણ કરેલ છે એવું બતાવવું. ગમે તેમ પણ તે કાવ્યમાં વેદના સાહિત્યમાં બિલકુલ ન જણાતી એવી માન્યતાઓ પૂર જોશમાં જોવામાં આવે છે. આની સાથે વિશેષ પ્રમાણ આ માટે પુરાવો આપવા માટે એ છે કે જે માન્યતાઓ વેદના સાહિત્યમાં નહોતી તે આર્ય અને અર્ધ આર્ય લોકોમાં પ્રચલિત હતી એટલું જ નહિ પણ ઘર કરી રહી હતી. (હમણાં જ મહાભારતના ભીષ્મપર્વનો ભાગ – નામે ભગવદ્ગીતા મૂળ સ્વરૂપમાં એટલે ૭૦૦ શ્લોકના ૭૦ શ્લોકમાં જાવા બેટ પાસેના બલિટાપુમાંથી મળી આવેલ છે. જુઓ મૉડર્ન રિવ્યુ, જુલાઈ ૧૯૧૪. આ પરથી મહાન ફેરફાર મહાભારતમાં થયો છે એ સ્પષ્ટ જણાશે.)
(૩) બૌદ્ધની ને જૈનની માન્યતા દૂર રાખીએ, પણ તે સિવાયનાની માન્યતા કે જેનું કંઈ વર્ણન બૌદ્ધ અને જૈન સૂત્રોમાં આપેલ છે, તે માન્યતાઓ આ સમયે (શ્રી મહાવીર અને બુદ્ધના વખતમાં) પ્રચલિત હતી. આ સર્વનો સંગ્રહ કરવામાં નથી આવ્યો છતાં તેમાંની કેટલીક સંબંધે ઉતારો કરી શકીશું.
બુદ્ધના સંવાદમાં શીલ સંબંધી વિષયમાં આ વાત આવે છે ?
(અ) “કેટલાક સંન્યાસીઓ અને બ્રાહ્મણો પોતાની આજીવિકા શ્રાવક વર્ગે આપેલ ખોરાક ઉપર કરે છે તે યુક્તિબાજ, ધન માટે પવિત્ર શબ્દોને મિથ્યા કરનાર, નિમિત્તક, જાદુગર, અને હમેશાં ધન ભેગું કરવા મથનાર હોવાથી ગોતમ શ્રમણ આવા પ્રપંચ અને મિથ્યા જાળથી મુક્ત રહે છે.'
(બ) આ પછી બીજી “અધમ કળાઓ' બ્રાહ્મણોમાં પ્રચલિત હતી તેનું ટિપ્પણ આપે છે. જેવી કે સામુદ્રિક, નક્ષત્ર ને ગ્રહ પરથી ફળ જોઈ આપવાની વિદ્યા, શકુન ઉપરથી ભવિષ્યકથન, વસ્ત્ર પર ઊંદર તેને કરડી ખાય ત્યારે જે આકૃતિઓ રહે તે પરથી ભવિષ્યનો વર્તારો, અગ્નિના યજ્ઞ, જુદાજુદા દેવોને બલિદાન, વાસ્તુશાસ્ત્ર, મંત્રોચ્ચાર, નાગને વશ કરવાની કળા, બીજાં પશુપંખીને વશ કરવાની કળા, જ્યોતિષ, ભૂત પિશાચ કાઢવા, દેવોનું કન્યા મારફત ને અરીસા મારફત આહ્વાન કરી તેમની પાસેથી જાણી લેવું, દેવો સમક્ષ વ્રત લેવરાવવાં, શ્રી દેવીનું આહ્વાન કરવું વગેરે નીચ કળાઓ વિદ્યમાન હતી.
વેદમાં મુખ્યત્વે ઈદ્ર, અગ્નિ, સોમ અને વરુણને પ્રાધાન્ય આપવામાં આવ્યું હતું, જ્યારે ચંદ્ર, સૂર્ય અને પૃથિવી, ઘીઃ વગેરે દેવતાને ગૌણ કરવામાં આવ્યા હતા. અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org