________________
ભારતની ધર્મભાવના
૬૯
સ્વાદ્ધક્તવ્ય એવ – ચોક્કસપણે કોઈ અપેક્ષાપૂર્વક (વિધિનિષેધની યુગપત પ્રધાનતાથી) વસ્તુનું વર્ણન કરવું અશક્ય છે. એક વસ્તુના એકથી વધારે ગુણો એકી સાથે જ કહી શકાય નહિ, તેથી જો એક જ અપેક્ષાથી એક જ વખતે વસ્તુનું અસ્તિત્વ અને નાસ્તિત્વ બંને પ્રતિપાદન કરવું હોય તો આપણે કહેવું જ જોઈએ કે તે કહી શકાય તેમ નથી એટલે અવક્તવ્ય છે.
સ્વાદસ્તિ ચ અવક્તવ્ય – ચોક્કસ રીતે કોઈ અપેક્ષાથી વસ્તુ વિદ્યમાન છે, પણ તે જ ક્ષણે તેનો સંપૂર્ણ રીતે નિર્દેશ કરવો અશક્ય છે.
ચાત્રાતિ ચ અવક્તવ્ય – ચોક્કસ રીતે કોઈ કોઈ અપેક્ષાએ વસ્તુ વિદ્યમાન નથી અને તે જ ક્ષણે તેનું સંપૂર્ણપણે વર્ણન કરવું અશક્ય છે.
સ્વાદતિ ચ નાસ્તિ ચ અવક્તવ્ય – ચોક્કસ રીતે કોઈ અપેક્ષાએ વસ્તુ વિદ્યમાન છે અને કોઈ બીજી અપેક્ષાએ વસ્તુ વિદ્યમાન નથી અને એક જ ક્ષણે તે વસ્તુનો નિર્દેશ કરવો અશક્ય છે.
અજ્ઞાનવાદીઓ એમ કહેતા કે અનુભવ બહારની વસ્તુનું અસ્તિત્વ કે નાસ્તિત્વ કે એકી સાથે અસ્તિત્વ નાસ્તિત્વનું વિધિવતુ કે નિષેધવત્ પ્રતિપાદન થઈ જ ન શકે,
જ્યારે સ્વાવાદ કહે છે કે દરેક અપેક્ષાએ વસ્તુનું અસ્તિત્વ, નાસ્તિત્વ વિધિવત્ કે નિષેધવત્ કે એકી સાથે અસ્તિત્વ નાસ્તિત્વ ઉપર જણાવેલ છે તેમ પ્રતિપાદિત થઈ શકે. આથી અજ્ઞાનવાદીઓની અસર દાબવા માટે સ્યાદ્વાદનો ઉદ્ભવ થયેલ છે એમ ડૉ. જેકૉબીનું માનવું છે.
આ અજ્ઞાનવાદની અસર મહાવીરના સમકાલીન બુદ્ધના દર્શન પર – બૌદ્ધ ધર્મ પર થયેલ છે અને ખાસ કરીને બુદ્ધના નિર્વાણ સંબંધેના સિદ્ધાંત પર સ્પષ્ટ રીતે થઈ લાગે છે. બુદ્ધને જ્યારે પ્રશ્ન કરવામાં આવ્યો કે 'તથાગત (મુક્ત જીવ - બુદ્ધ) મૃત્યુ પછી વિદ્યમાન રહે છે કે નહિ ?” ત્યારે બુદ્ધે તે પ્રશ્નનો ઉત્તર આપવાની ના પાડી, (અને તેથી લોકો કે જેમાં સામાન્ય બુદ્ધિ હોય છે. તે લાંબા વાદમાં ન ઊતરતાં તેટલેથી જ સંતોષ પામતા) કારણકે આવા તત્ત્વજ્ઞાનના પ્રશ્નો અથવા તેથી પણ વધુ મહત્ત્વના પ્રશ્નો મનુષ્યની બુદ્ધિથી ઉકેલી શકાય તેમ નથી એવું પોતાના વખતના લોકને વારંવાર કહેવામાં આવતાં લોક સમાધાન પામી જઈ વિશેષ ચર્ચા ન લંબાવતા. જો બુદ્ધે તેમ ન કર્યું હોત તો તે ધાર્મિક સુધારકને લોકો વિશેષ માનત નહીં, કારણકે ઉક્ત પ્રશ્નો બ્રાહ્મણ ધર્મમાં (અને જૈન ધર્મમાં ઘણા મહત્ત્વના અને આધારભૂત હતા અને તેથી બુદ્ધે તેના માટે લાંબું કાંતવાનું પસંદ જ કર્યું નહીં અને તે પ્રશ્નોના ઉત્તર માંગવામાં આવતાં તેના ઉત્તર આપવાની ના જ પાડી. આ પરથી નિર્વાણ સંબંધીનો બૌદ્ધ સિદ્ધાંત જે રીતે મૂકવામાં આવ્યો છે તે રીતે જોતાં અજ્ઞાનવાદની અસર તે પર થયેલી પ્રતીત થાય છે. આ વાતની પુષ્ટિમાં જણાવવાનું કે સારિપુત્ર અને મોગલાન કે જે બુદ્ધના મહાનમાં મહાન શિષ્યોમાંના હતા તે બૌદ્ધ ધર્મમાં આવ્યા પહેલાં અજ્ઞાનવાદના સંચાલક સંજયના શિષ્યો હતા અને બુદ્ધના શિષ્ય થતી વખતે પોતાની સાથે પોતાના પૂર્વ ગુરુના ૨૦ શિષ્યો બુદ્ધ પાસે લઈ આવ્યા હતા. (જુઓ ડૉ. જેકોબીનું જૈન સૂત્ર S.B.E. વો. ૪પ, પ્રસ્તાવના.)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org