SearchBrowseAboutContactDonate
Page Preview
Page 91
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન અને બૌદ્ધ મત : સંક્ષિપ્ત ઇતિહાસ અને સિદ્ધાંતો અજ્ઞાનવાદને નરી દૃષ્ટિથી જોતાં અજ્ઞાન એ સુખનું, શાંતિનું, મુક્તિનું કારણ હોઈ શકે એ તદ્દન મિથ્યા લાગે છે. જૈનોએ મુક્તિ સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્યક્ચારિત્ર એ ત્રણે સાથે મળવાથી સધાય છે એમ સ્વીકાર્યું છે. (૪) વિનયવાદ જે રીતે કહેવામાં આવેલ છે તેમાં રહેલ વિનયનું અનુસરણ સ્વીકારવામાં આવેલ છે, પરંતુ જેનો વિનય કરવાનું કહેલ છે તેમાંના એકનો અગર તૈટલાનો જ વિનય કરવાથી ઇષ્ટ સિદ્ધિ નથી, તે એકાંત છે, પરંતુ તે સર્વનો દેશકાલાનુસાર વિનય કરવા સાથે જે મુક્તિમાર્ગમાં પ્રવર્તનારા છે તેઓનો જે વિનય કરવો, તે જ વિનય મુક્તિનું અંગ છે. ૫. મહાવીરનો પ્રાદુર્ભાવ इयति जगति पूज्यं जन्म गृह्णाति कश्चित् विपुलकुशलसेतुः सत्त्वसंतारणाय ।। આ જગતમાં કોઈ પુણ્ય [પૂજ્ય] જન્મ લે છે કે જે જીવોના ઉદ્ધાર અર્થે પુષ્કળ સુખના સેતુરૂપ થાય છે. ७० When the lamp is shatterd, The light at the dust lies dead, When the cloud is scattered The rainbow's glory is shed. – Shelley એ તો નિઃસંદેહ છે કે મહાન પુરુષ પોતાના યુગ પર પ્રબલ પ્રભાવ પાડે છે, અને ભવિષ્યના ઇતિહાસનું બીજ વાવે છે. આ પર વિચાર કરતાં ઇતિહાસનું સ્વરૂપ-નિરૂપણ યથાર્થ પ્રતીત થાય છે, પરંતુ ગંભીર રીતે વિચારતાં આ અર્ધ-સત્ય વ્યાખ્યા સંતોષદાયક થતી નથી. જ્વાલામુખી પર્વત ફાટે છે અને ચારે દિશાની ભૂમિ પર અસર કરે છે, તેથી જ્વાલામુખી પર્વતને જ આ અસલના કારણરૂપ દર્શાવવું એ સંતોષજનક વ્યાખ્યા નથી. જ્વાલામુખી પર્વત કઈ રીતે થાય છે, તેમાં અગ્નિ ક્યાંથી આવે છે ઇત્યાદિ પાછળ કારણપરંપરામાં જવું જરૂરી છે. જ્યારે આપણે પાછળ દૃષ્ટિ ફેંકીએ છીએ ત્યારે જ્વાલામુખી પર્વત કારણભૂત જણાતો નથી, પરંતુ દ્વારરૂપે સિદ્ધ થાય છે; તેવી જ રીતે મહાપુરુષ પોતાના અને પોતાથી પાછળના કાલના યુગ પર અસર કરે છે એ સત્ય છે પરંતુ તે સ્વયં ભૂતકાલના પુત્ર અને વર્તમાન કાલના બંધુ હોય છે. મહાનમાં મહાન પુરુષ પણ પોતાના જમાનાથી સર્વથા સ્વતંત્ર હોતા નથી; અને તેથી જ સ્પેન્સર કહે છે કે “મહાન્ પુરુષ એ પોતાના યુગમાંથી ઉદ્ભવેલ વીર છે.’ રા. સુશીલના પોતાના અપ્રકટ પુસ્તક ‘મહાવીરજીવનનો સાર’ અથવા ‘શ્રીમન્મહાવીરના જીવન પ્રસંગોમાંથી ઉદ્ભવતો નૈતિક બોધ' (Moral from the ૧. આ પુસ્તક ‘શ્રી મહાવીર જીવન વિસ્તાર’ એ નામથી બહાર પડી ગયું અને તે લોકમાં ઘણું આદર પામ્યું. આથી તેની બીજી આવૃત્તિ હમણાં પ્રગટ થઈ છે. લેખક Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001025
Book TitleJain and Buddha Mata Sankshipta Itihas and Sidhanto
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Kantilal B Shah
PublisherMahavir Jain Vidyalay
Publication Year1998
Total Pages427
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy