________________
મહાવીરનો પ્રાદુર્ભાવ
૭૧
incidents of 1.ord Mahavira's Life)માં આ સંબંધે જે મનોરમ્ય ગિરામાં કહેવામાં આવ્યું છે તે આ લેખમાં ઉતારવાની લાલચ તજી શકાતી નથી.
આ વિશ્વક્ષેત્ર ઉપર દેવી અને જગદોદ્ધારક તનુઓના પ્રાદુર્ભાવમાં પ્રવર્તતાં અનેક નિમિત્તોનું અવલોકન કરતાં એમ જણાય છે કે જ્યારે સમાજ અથવા પ્રજાનો એક બળવાન અને સત્તાધારી વિભાગ પોતાના સ્થૂલ સ્વાર્થનું રક્ષણ કરવા માટે અસત્ય અને અધર્મનો પક્ષ લઈ પોતાથી અલ્પ શક્તિમાન વિભાગને સત્યથી વંચિત રાખે છે ત્યારે તે આક્રમિત અને પરાજિત થયેલા સત્યની ભસ્મમાંથી એક એવું દિવ્ય સ્ફલિંગ પ્રગટે છે કે જેની પ્રખર જ્વાલામાં આખરે અધર્મ અને અનીતિનો લય થાય છે. અને તેમ હોવાથી એ દિવ્ય લિંગના પ્રાકટ્યમાં જેટલો નીતિનો નહિ તેટલો અનીતિનો અને ધર્મનો નહિ તેટલો અધર્મનો ફાળો હોય છે. પરાભવ પામેલા સત્યને તેના મૂલ ગૌરવસ્થાન ઉપર પ્રતિષ્ઠિત કરવા અર્થે જ મહાપુરુષોનું અવતરણ હોય છે. દેવી અને આસુરી સત્ત્વોના વિગ્રહમાં જ્યારે આસુરી તત્ત્વ પોતાના ઉચ્ચ પ્રકારના સ્થૂલ બળના પ્રભાવથી દૈવી સત્ત્વને દબાવી દે છે, પોતાનું અધર્મશાસન પ્રવર્તાવે છે ત્યારે તેના પ્રતિશાસક તરીકે દેવી સત્ત્વનો પક્ષ લઈ અસત્યનું નિકંદન કરવા માટે કુદરતના ગર્ભાગારમાંથી એક અમોઘ વીર્યવાન્ આત્મા જન્મે છે. આ મહાસત્ત્વને લોકો અવતારની સંજ્ઞાથી આલેખે છે. તેમના અવતરણનો મુખ્ય હેતુ જગતની સર્વદેશીય પ્રગતિના અવરોધનાં કારણોને દૂર કરવાનો હોય છે. મહત્તા એ એકલા સામર્થ્યને લઈને નથી, પણ વિદનોનો પરિહાર કરવામાં તે સામર્થ્યનો જે ઉપયોગ થાય છે તેને લઈને છે અને તે પણ જેટલા પ્રબળ અંતરાય અને પ્રતિબંધો સામે લડવામાં તે વપરાયું હોય તેટલા પ્રમાણમાં જ છે. જગતમાં જે જે પુરુષો મહાન ગણાયા છે તે માત્ર તેમના અંતર્ગત સામર્થ્યના પ્રભાવથી જ નહિ, પણ તે સામર્થ્યને અધર્મની સામે વિરોધમાં રોકી આખરે અધર્મને પરાસ્ત કરવાથી જ ગણાયા છે. જે સામર્થ્ય કાર્યશૂન્ય છે, તેની જગન્ને ખબર જ પડતી નથી. કથિતાશય એ છે કે મહાપુરુષોના મહત્ત્વનું ઉપાદાન ‘અધર્મ અથવા અસત્યની સામે લડવામાં પોતાના સામર્થ્યનો કરેલો ઉપયોગ' છે. વિસ્તુતઃ એ મહાન આત્માઓને આકર્ષનાર અધર્મ નથી, પણ અધર્મનું પ્રાબલ્ય જ્યારે સત્યના સ્વરને ગૂંગળાવી નાંખે છે ત્યારે તે વખતે દુઃખાત્ત થયેલા સત્યનો આંતર પુકાર તે મહાત્માને આકર્ષે છે, છતાં મહાજનોનું ખરેખર મહત્ત્વ અધર્મ, અસત્ય અને અનીતિને આભારી છે. રામની મહત્તા રાવણના અધર્મથી જ બંધાયેલી છે, કૃષ્ણનું ઐશ્વર્ય કૌરવોની અનીતિથી જ જગતને સ્પષ્ટ થવા પામ્યું છે, એ જ પ્રમાણે પ્રવૃત્તિના પ્રત્યેક ક્ષેત્રમાં જે જે પુરુષોએ કંઈપણ હત્તા પ્રાપ્ત કરી છે તે-તે તે ક્ષેત્રમાં રહેલા હલકા સત્ત્વનો પરાજય કરવાથી જ પ્રાપ્ત થયેલી છે. મહત્તાનું આ ધોરણ દષ્ટિમાં રાખી મહાવીરનું મહત્ત્વ શેમાં રહેલું છે એ અવલોકીએ અર્થાત્ કઈ અનીતિ અથવા અસત્ય સામે તેમણે વિગ્રહ કરી જગતમાં કયું આવશ્યક અને ઉપકારક તત્ત્વ ઉમેર્યું તે જોઈએ.”
આર્યાવર્તની આ સમયે રાજકીય, સામાજિક અને ધાર્મિક સ્થિતિ શું હતી તે આપણે ઉપર જોઈ ગયા છીએ, છતાં તેના નિષ્કર્ષ અને સુંદર ઉપસંહાર રૂપે રા. સુશીલના શબ્દો ટાંકીએ તો “પચીસમેં વર્ષ પહેલાં આર્યાવર્તની ધર્મભાવનામાં મહાન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org