________________
જૈન અને બૌદ્ધ મત : સંક્ષિપ્ત ઇતિહાસ અને સિદ્ધાંતો
પરિવર્તન શરૂ થયું હતું. ઉપનિષદ્ અને ગીતાના વિશુદ્ધ ભાવો લુપ્તપ્રાય થયા હતા અને તેનું સ્થાન માત્ર અર્થહીન આચાર, હેતુશૂન્ય વિધિઓ અને કંટાળાભરેલી ક્રિયાઓની પરંપરાએ લીધું હતું. પારમાર્થિક રહસ્યની છેક જ વિસ્મૃતિ થઈ હતી અને દેવ-દેવીઓની સંખ્યા એટલી બધી ઝડપથી વધતી ચાલી હતી કે તે સર્વને સંતુષ્ટ રાખવાના મહાન બોજામાં મનુષ્યોને પોતાના આત્મકલ્યાણનો અવકાશ જ રહેતો જ નહોતો. જે ગૌરવ, સન્માન અને મહત્ત્વ પોતાના ગુણ અને કૃતિના પ્રભાવથી પૂર્વે સ્વીકારાતાં હતાં તે હવે બ્રાહ્મણો પોતાના પરંપરાગત હક તરીકે ગણવા લાગ્યા હતા. જ્ઞાતિની મર્યાદાઓ અત્યંત સાંકડી થઈ ગઈ હતી અને સ્થૂલ કિંમતના બદલામાં બ્રાહ્મણો લોકોને પારમાર્થિક ત્રેયની લાલચ આપી તેમની વતી ક્રિયાકાંડમાં પ્રવર્ત્તતા હતા. સમાજની શ્રદ્ધાને અધમ રસ્તા ઉપર ઘસડવામાં આવતી હતી અને તેનો અણઘટતો લાભ તે કાલના બળવાન વિભાગે બ્રાહ્મણોએ લેવા માંડ્યો હતો. ધર્મભાવનાનું જીવંતપણું વિલુપ્ત થઈ માત્ર સંપ્રદાયનું સાંકડાપણું અને ક્રિયાકાંડની જડતા અવશેષ રહી હતી.”
૭૨
“મહાવીરના કાળથી પાંચસે વર્ષ ઉપર પણ લગભગ આવી જ વસ્તુસ્થિતિ વર્તતી હતી. તે વખતે પણ ખેદ ઉપજાવે તેવા યજ્ઞયાગ પૂરજોસથી ચાલતા હતા; છતાં સૌભાગ્યનો વિષય એ હતો કે તે કાલે કેટલાક સમજુ ઋષિઓ એવી ક્રિયાઓનું તુચ્છપણું જોઈ શક્યા હતા અને તેમણે પારમાર્થિક શ્રેય માટે તેનું નિરુપયોગીપણું સમાજને દર્શાવી આપ્યું હતું. તેમણે ઉપનિષદોની રચના કરી તેનાં રહસ્યો ભણી તેમનું લક્ષ્ય ખેચ્યું હતું. અસંખ્ય નાનામોટા દેવોને હડસેલી પાડી તેનું સ્થાન સમસ્ત નિસર્ગનું મહારાજ્ય કે જે એક પરમ તત્ત્વ વડે વ્યાપી રહ્યું છે તેને આપવામાં આવ્યું હતું. વરુણ, અગ્નિ, સૂર્ય વગેરે અનેક સત્ત્વોને પ્રસન્ન રાખવા અને તેઓ દુનિયાના વ્યવહારમાં ડખલ ન કરે તે માટે યજ્ઞાદિકથી સંતોષવાનો પ્રચાર, પરમબ્રહ્મની વિશુદ્ધ ભાવનાના બલવાનપણાથી ગૌણપણાને પામ્યો હતો અને તેથી બ્રાહ્મણોની વૃત્તિના સ્વાર્થી અંશને આઘાત પહોંચવા પામ્યો હતો; તેમ છતાં પણ ઉપનિષનાં રહસ્યોથી સમાજના ડાહ્યા અને પ્રગતિશીલ વિભાગ ઉપર એવી ઉત્તમ અસર થઈ હતી કે ઘણા કાળ સુધી યજ્ઞાદિક ક્રિયાકાંડનું જોર પ્રવર્તી શક્યું નહીં. સમાજનું ધ્યાન, વિશેષ કરીને પ્રાકૃતિક સત્ત્વોને રાજી રાખવા કરતાં, પારલૌકિક જીવન અને આત્માના સ્વરૂપ સંબંધે બહુ આવેગપૂર્વક આકર્ષાયું હતું; છતાં એ સ્થિતિ ઘણો કાળ નભવા પામી નહીં. લગભગ ત્રણસેં ચારર્સે વર્ષ સુધી તેની અસર ન્યૂનાધિકપણે રહી; પણ મહાવીર દેવના આવિર્ભાવકાલે તે જૂનાં સામર્થ્રો પાછાં સંપૂર્ણ વેગમાં આવ્યાં હતાં. તાત્ત્વિક વિભાગ તરફ લોકોની રુચિ મંદ પડી ગઈ હતી. ધર્મગુરુઓ રુશવત લઈ સ્વર્ગ અને મોક્ષ સુધીનો પરવાનો આપવાની ધૃષ્ટતા કરતા શરૂ થયા હતા, અને શાસ્ત્રાભ્યાસ તેમ સ્વતંત્ર વિચારણા માટે બ્રાહ્મણો સિવાય કોઈનો પણ અધિકાર નહોતો. યજ્ઞાદિક કર્મના અધિકાર માટે બ્રાહ્મણો, ક્ષત્રિયો અને વૈશ્યો વચ્ચે જબરી તાણાતાણ ચાલતી હતી. આચારવિચારના નિયામક મંત્રોમાંથી અર્થ ઊઠી ગયો હતો માત્ર શબ્દનાં ખાલી ખોખાં પડ્યાં રહ્યાં હતાં. સમયના બદલાવા સાથે આચાર પણ બદલાયાથી આખો આચારકાંડ ગંધાતા જળના ખાબોચિયા જેવો બની ગયો હતો.
આત્માના ચાલી ગયા
Jain Education International
For Private & Personal Use Only
--
www.jainelibrary.org