________________
બૌદ્ધ ધર્મ તેના તત્ત્વજ્ઞાનની વિશેષતા
૩૦૧
શરીર એ જ જીવ હોય અથવા તો શરીરથી જીવ ભિન્ન હોય તેને નિર્વાણપ્રાપ્તિ સાથે કંઈ સંબંધ નથી. આટલા માટે તેઓએ એક નવા જ પ્રકારનો માર્ગ દર્શાવ્યો છે.
‘બુદ્ધદેવનો અવતાર વેદે વિસ્તારેલી કર્મજાલમાં લોકો જે મોહ પામી ગયા હતા, અને કર્મકાંડ તથા વર્ણાશ્રમથી વિસ્તરેલા ભેદને વળગી રહેવામાં ધર્મ અને સ્વર્ગમોક્ષાદિ માનતા હતા, તે બધું મિથ્યા છે એમ બતાવી, સર્વત્ર એકાકાર આત્મભાવ, અભેદપ્રેમ વિસ્તારવા માટે થયેલો મનાય છે. વેદનાં વચનોની ને અર્થોની તકરારો, ધર્મધર્મના વિરોધ, તે બધું તજી સર્વત્ર પ્રેમભાવ રાખવામાં, કરી બતાવવામાં મોક્ષ છે એ એમનો ઉદ્ઘોષ હતો. સંસાર દુઃખમય છે માટે તેમાંથી છૂટવા માટે પ્રેમ – એકભાવ રાખજો એ તેમના ઉપદેશનું તત્ત્વ હતું. આત્મા કે ઈશ્વર વિષે તેમણે વિવાદ કર્યો નથી, અભિપ્રાય દર્શાવ્યો નથી, છતાં ચાર્વાકની પેઠે તે નાસ્તિક [ભૂતવાદી] ન હતા એમ સ્પષ્ટ જણાય છે, કેમકે તેમના ઉપદેશનું તત્ત્વ ત્યાગ, પ્રેમ નીતિ એ ઉપર રહેલું છે.
આ વાતને વિશેષ સ્પષ્ટ કરવા બૌદ્ધ ધાર્મિક સાહિત્યમાંથી ઉલ્લેખ કરીએ. પોટ્નપાદસુત્તમાં પોટ્યપાદ સાધુએ બુદ્ધદેવને પ્રશ્ન કર્યો કે “સંજ્ઞા એ જ શું પુરુષનો આત્મા હશે, અથવા સંજ્ઞા અને આત્મા એ બંને નિરાળાં જ હશે ?” બુદ્ધદેવ મૌન રહ્યા એટલે ફરી વાર તેણે પૂછ્યું કે “હું એ સર્વ સમજી શકીશ ? સમજવાની મારી શક્તિ છે ? સંજ્ઞા એક પુરુષનો આત્મા હશે કે તેથી ભિન્ન કોઈ પદાર્થ છે ?”
બુદ્ધદેવ–પોટ્યપાદ ! જ્યાં સુધી તારી દૃષ્ટિ અન્યત્ર છે, રુચિ અન્યત્ર છે, અભિનિવેશ અન્યત્ર છે, તેમજ તારા આચાર્ય પણ અન્યત્ર (અભિનિવિષ્ટ) છે ત્યાં સુધી તારે માટે એ સઘળા વિષયો દુર્રેય છે.
પોટ્નપાદ – અગર મારે માટે તે દુર્રેય હોય તો (મારા એક જ પ્રશ્નનો ઉત્તર આપો) આ સંસાર લોક શાશ્વત છે એમ કહેવાય છે તે વાત સત્ય હશે કે લોક નિરર્થક – નિઃસાર છે તે વાત સત્ય હશે ?
બુ. – હું કાંઈ કહેતો નથી. (પ્રકાશ કરતો નથી.)
- ઠીક, જગત્ અશાશ્વત તે વાત સત્ય, કે ઇતર વાત સત્ય ?
બુ. તે પણ હું કહેતો નથી.
પો. - વારુ, ત્યારે આ લોકની છેવટે, કાંઈ સીમા હશે કે નહિ ?
બુ. – પોટ્યપાદ ! તે પણ હું કાંઈ કહેતો નથી.
પો. ત્યારે શું લોક અનંત એ જ વાત સત્ય અને બાકી અસત્ય ? બુ. – તે પણ હું કહેતો નથી.
પો. જે જીવ તે જ શરીર, તે વાત સત્ય કે અપર વાત સત્ય ?
-
-
બુ. – તે પણ હું કહેતો નથી.
પો. ત્યારે શું જીવ અને શરીર વગેરે ભિન્ન છે એ વાત સત્ય ? બુ. – તે પણ હું કહેતો નથી.
૧. આ વાત જૈન ધુરંધર વિદ્વાન્ શ્રીમદ્ હરિભદ્રસૂરિવિરચિત ‘ષગ્દર્શન સમુચ્ચય’ નામના અપૂર્વ ગ્રંથના તેનીગુણરત્નસૂરિકૃત ટીકા સાથે કરેલા ગુજરાતી ભાષાંતરની પ્રસ્તાવનામાં સ્વ. સાક્ષર શ્રી પ્રોફે. મણિલાલ નભુભાઈ દ્વિવેદી જણાવે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org