________________
૩૦૦
જૈન અને બૌદ્ધ મત : સંક્ષિપ્ત ઇતિહાસ અને સિદ્ધાંતો
હોય છે, માત્ર ક્રમોની વિવિધતા હોય છે, એમ અનેકોને કહેતાં આપણે સાંભળીએ છીએ. તેની સાથે એટલું પણ આપણે સ્વીકારવું જોઈએ કે દરેક દર્શન અથવા ધર્મની વિશેષતા પણ અવશ્ય હોવી જોઈએ. જો એમ ન હોય તો તે તે દર્શનનું મૂળ ચિરસ્થાયી કિંવા દઢ હોઈ શકે નહિ. અહીં તત્ત્વજ્ઞાનના સારભૂત પ્રશ્નોનો ઉકેલ અન્ય દર્શનોએ પૃથકુપૃથક રીતિએ કરેલ છે, પરંતુ બોદ્ધ ધર્મ તેનો ઉકેલ કર્યો નથી છતાં તે અન્ય દર્શનોથી કયા વિશેષત્વને લઈને જુદું પડે છે તે વિષે વિચાર કરવાનો અવકાશ લઈશું.
જેન તથા બ્રાહ્મણ ધર્મોમાં આત્મા – જીવ તથા લોક – સંસાર વગેરે વિશે અનેક વાતો કહેવામાં આવી છે. (૧) આત્મા એટલે શું ? (૨) તે નિત્ય હશે કે અનિત્ય ? (૩) તેનો ઉચ્છેદ કોઈ કાળે હોવા યોગ્ય છે કે નહિ ? (૪) જીવની સાથે શરીરનો સંબંધ કેવા પ્રકારે હોવો જોઈએ ? (૫) જીવ અને શરીરમાં યથાર્થતઃ કાંઈ ભેદ હશે કે નહિ ? (૬) આ શરીર એને જ જીવ કેમ ન કહેવાય ? (૭) મરણ પછી જીવનું અસ્તિત્વ હશે કે નહિ ? (૮) આ લોક અથવા સંસાર નિત્ય હશે કે અનિત્ય ?
ઈત્યાદિ પ્રશ્નો-ઉપપ્રશ્રો દર્શનના – તત્ત્વજ્ઞાનના મૂળભૂત ગણાય છે. આ સર્વ જાતીય પ્રશ્નોના અનુકૂળ નિર્ણય ઉપર જ આપણા દર્શનની આત્મપ્રતિષ્ઠા નિર્ભર છે, એટલું જ નહિ પણ દર્શનનાં મૂળભૂત તે જ સત્ત્વો છે એમ કહેવાની જરૂર નથી. આત્મા નામનો જો કોઈ એક નિત્ય પદાર્થ ન હોય, શરીરથી જીવનું ભિન્નત્વ ન હોય અને મરણ પછી તેનું અસ્તિત્વ ન હોય, તો પછી આપણાં આર્યદર્શનોને ઊભા રહેવાની જગ્યા પણ ન મળે. બુદ્ધદેવે જન્મ લીધો તે પહેલાં આર્યધર્મવિચારકોએ ઉપર કથેલા સઘળા પ્રશ્નોનો નિર્ણય સ્થૂલ-સૂક્ષ્મ રીતે કરી રાખ્યો હતો. જોકે ત્યાર પછી અનેક વિચારકોએ વિવિધ પ્રકારની વિચારશ્રેણીઓ બાંધી છે, છતાં તે બધાની દષ્ટિ મૂળ વિષય ઉપરથી જરા પણ ખસવા પામી નથી, કોઈએ પણ એ પ્રશ્નોની ઉપેક્ષા કરવાનું સાહસ કર્યું નથી. પરંતુ બુદ્ધદેવે એ સકળ મતવાદોને “દિફ્રિજાલ' – દષ્ટિજાળ કિવા મતરૂપ જાળ કહી વખોડી કાઢ્યા હતા. અને લોકોએ પણ તેનો યથાયોગ્ય સ્વીકાર કર્યો હતો.
બ્રહ્મજાળસુત્ત અથવા પોઠપાદસુત્તના અવલોકનથી ઉપરની વાત બહુ સારી રીતે સિદ્ધ થઈ શકે છે. ઉપર કહ્યા તે વિષયો એટલા બધા જટિલ, તેમજ સાધારણ જનસમાજને માટે એટલા બધા દુર્ગમ છે કે કોઈને નિઃસંશયપણે તે સમજાવી શકાય નહિ. આટલા જ માટે બુદ્ધદેવે વિચાર્યું કે એ બધી આંટીઘૂંટીનો થોડીવાર માટે ત્યાગ કરી દેવાથી કોઈ પણ જાતની ક્ષતિ નથી. તેઓએ વિચાર્યું કે નિર્વાણપ્રાપ્તિને માટે જે માર્ગનું અવલંબન અવશ્ય છે તેને માટે આ સઘળા પ્રશ્રો ઉપર માથાકૂટ કરવાની જરૂર નથી. તેમણે ધાર્યું કે ઉપરના પ્રશ્નોને લઈને નકામા પોતાની શક્તિનો વ્યય કરી, યથાર્થ કલ્યાણના માર્ગથી દૂર ને દૂર જ રહી જાય છે. આત્મા નિત્ય હો અથવા અનિત્ય હો,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org