SearchBrowseAboutContactDonate
Page Preview
Page 328
Loading...
Download File
Download File
Page Text
________________ બૌદ્ધ ધર્મ – તેના તત્ત્વજ્ઞાનની વિશેષતા ૨૯૯ તે વેદના અંતરૂપ એટલે વેદાંત. એ વેદમાં પ્રતિપાદિત કર્મ અને ઉપાસનાનું પર્યવસાન છે અને તે ઉપનિષદો છે. તે વેદપ્રતિપાદ્ય, કર્મ તથા ઉપાસનાને અનુસરીને શ્રૌતસૂત્રો, સ્માર્તસૂત્રો અને ધર્મસૂત્રો ઉપજાવેલાં છે અને સ્મૃતિઓની વ્યવસ્થા થઈ છે. ઉપનિષદોમાં બતાવેલા જ્ઞાનમાર્ગને અનુસરીને વેદાન્તસૂત્રોની વ્યવસ્થા થઈ છે. ચાર્વાક, જૈન અને બૌદ્ધ વેદધર્મથી વિસ્તરતી કર્મજાથી નિર્વેદ પામ્યા અને તેઓ વેદને અનાદિ અપૌરુષેય ગણતા નથી. નાસ્તિક ચાર્વાકે તદ્દન જડવાદી બની વેદની કર્મજાલને તોડી પાડી સ્વર્ગ અને મોક્ષની કેવલ ઉપેક્ષા કરી અને પૃથ્વી, અપૂ. તેજ, વાયુ – એ ચાર જ તત્ત્વથી વિશ્વની વ્યવસ્થા સાધી; જીવ – આત્મા એવું ભવાંતરગામી મનાય છે તે તેણે માન્યું નહિ અને જેમ કાથો, ચૂનો ને પાન મળતાં લાલ રંગ થાય છે અથવા મદિરાની સામગ્રીમાં સંઘાતબલથી માદક સામર્થ્ય ઊપજે છે તેમ ચાર તત્ત્વના મળવાથી ચેતના થાય છે એમ પોતાની વ્યવસ્થા કરી લીધી. ખાઈપીને આનંદ કરવામાં જ તેમણે પુરુષાર્થ માન્યો. ને પ્રત્યક્ષ વિના અન્ય પ્રમાણનો અનાદર કર્યો એટલે પરભવ, સ્વર્ગ અને મોક્ષ કોણે જોયાં છે ? એવો તર્ક ઉઠાવી તે પ્રત્યક્ષ પ્રમાણમાં આવતાં નથી માટે તેનો અસ્વીકાર કર્યો. આ વાદ આત્મવાદથી કેવલ વિરુદ્ધ અને જડવાદનો અત્યંત પ્રતિપાદક ઊઠ્યો. જૈન આત્મા, પુનર્જન્મ, કર્મસિદ્ધાંત વગેરે આસ્તિકદર્શનરૂપે સર્વ માને છે અને તેનું વિસ્તારથી વર્ણન આ સાથે જ આપ્યું છે. - બુદ્ધદેવે પ્રબોધેલ ધર્મ વેદ વિસ્તારેલી કર્મજાલમાં લોકો જે મોહ પામી ગયા હતા અને કર્મકાંડ તથા વર્ણાશ્રમથી વિસ્તારેલા ભેદને વળગી રહેવામાં ધર્મ અને સ્વર્ગમોક્ષાદિ માનતા હતા તે બધું મિથ્યા છે એમ બતાવી સર્વત્ર એકાકાર પ્રેમભાવ, મૈત્રીભાવ વિસ્તારવા માટે થયેલો મનાય છે. ધર્મધર્મના વિરોધમાં ન ઊતરતાં સર્વત્ર પ્રતિભાવ રાખવામાં – કરી બતાવવામાં મોક્ષ છે એ તેમનો ઉદ્ઘોષ હતો. સંસાર દુઃખમય છે માટે તેમાંથી છૂટવા માટે પ્રેમ – એકભાવ રાખજો એ તેમના ઉપદેશનું તત્વ હતું. આત્મા કે ઈશ્વર, જીવ ને શરીરનો સંબંધ વગેરે જે વિષયોને ઉકેલવામાં તત્ત્વજ્ઞાનની પ્રતિષ્ઠા છે તેમાં ન ઊતરતાં – તે સંબંધે વિવાદ કર્યો નથી, છતાં ચાર્વાકની પેઠે તે તદ્દન નાસ્તિક ભૂિતવાદી (જડ ચાર ભૂતોને માનનાર) ન હતા એમ સ્પષ્ટ જણાય છે, કેમકે તેમના ઉપદેશનું તત્ત્વ ત્યાગ, પ્રેમ, નીતિ એ ઉપર રહેલું છે અને કર્મનો સિદ્ધાંત જોકે જુદી રીતે પણ તે ઉપદેશે છે. બુદ્ધ કે જે જૈનના છેલ્લા તીર્થંકર મહાવીરના સમકાલીન હતા તેથી તે વખતમાં પણ મહાવીરસમયે ભારતની સામાજિક સ્થિતિ અને ધર્મભાવના કે જે આ સાથે ખિંડ ૧માં જૈનદર્શન સંબંધે લખતાં આપવામાં આવેલ છે તે જ હતી તેથી તેનું પુનરાવર્તન કરવું ઈષ્ટ નથી. બૌદ્ધ ધર્મ - તેના તત્ત્વજ્ઞાનની વિશેષતા વસ્તુતઃ દરેક દર્શનની – ધર્મની પ્રવૃત્તિ એક જ ઉદ્દેશની સિદ્ધિ અર્થે બહુધા [૧. વેદમાં નહીં માનનાર તે નાસ્તિક – એ અર્થ દાર્શનિક સાહિત્યમાં વિશેષ પ્રચલિત છે.] Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001025
Book TitleJain and Buddha Mata Sankshipta Itihas and Sidhanto
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Kantilal B Shah
PublisherMahavir Jain Vidyalay
Publication Year1998
Total Pages427
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy