________________
વિભાગ-૩ : બૌદ્ધ મતના સિદ્ધાંતો
બૌદ્ધ ધર્મનો ઉદયકાલ – તે સમયના ભારતના ધાર્મિક વિચાર અને આદર્શ
ભારતના પ્રાચીન ઇતિહાસનાં સાધનોને અભાવે બુદ્ધના નિર્વાણના કાલનો નિર્ણય ચોક્કસ રીતે થઈ શકતો નથી. છતાં વિશ્વાસપૂર્વક કહી શકીએ કે બૌદ્ધ ધર્મનો ઉદય ઉપનિષત્કાલના પૂર્ણ થવા સાથે જ લગભગ થાય છે. બુદ્ધના સિદ્ધાંતો પરથી જ સ્પષ્ટ જણાય છે કે વેદાંતના સિદ્ધાંતો આગળ વધ્યા હતા કે જે ચર્ચાત્મક રીતિએ પાછળથી બ્રહ્મસૂત્રોમાં પરિણમ્યા. યોગપ્રક્રિયાઓ બુદ્ધના વખતમાં સારી રીતે જાણીતી હતી અને તે પાછળથી પતંજલિએ યોગસૂત્રમાં સ્પષ્ટ કારે મૂકી. વેદાંતીઓએ આનો નિષેધ કે વિધિ પ્રતિપાદિત કરેલ નથી. કર્મનો સિદ્ધાંત લોકોમાં એટલો બધો પ્રચલિત અને અંતસ્પર્શી થયો હતો કે તે બૌદ્ધ આત્માનું અસ્તિત્વ સ્વીકારતા ન હોવા છતાં પણ – તે બૌદ્ધ નાતિવાદને અનાત્મવાદને કર્મસિદ્ધાંત તદન પ્રતિકૂળ હોવા છતાં બુદ્ધે ગમે તેમ - બલાત્કારે પણ પોતાના ઉપદેશમાં ઠેસવી દીધો લાગે છે.
બૌદ્ધ ધર્મના ઉદયકાલે ભારતવર્ષમાં જે જે દર્શનો હતાં તે સર્વેએ સંસારને દુઃખરૂપે માની તેમાંથી મુક્તિ મેળવવાને – પરભવનો અંત આણવાને પોતાના વિચાર અને તત્ત્વજ્ઞાનના આદર્શને લંબાવ્યા છે. સર્વ કહે છે કે સંસાર દુઃખમય છે, તે સંસારમાંથી મુક્તિ મેળવવી એ જ પરમ અને અંતિમ સાધ્ય છે અને તે મોક્ષ મેળવવાનો માર્ગ છે અને તે માર્ગ અંતરંગ અજ્ઞાનને દૂર કરી પરમ સત્યની પ્રાપ્તિ કરવી તે છે. હવે તે પરમ સત્ય – ઉમાં ઉચ્ચ સત્ વસ્તુ શું છે તે સંબંધી જુદાંજુદાં દર્શનોએ શબ્દભેદે જુદીજુદી પ્રરૂપણા કરી છે. વેદાંતીઓ એમ કહે છે કે પરમાત્માની પ્રત્યગાત્મા - જીવાત્મા સાથે એકરૂપતા એ જ પરમપદપ્રાપ્તિ છે. સાંખ્ય એમ કહે છે કે આત્મા જડ (પ્રકૃતિ)થી પોતે વીંટાયો છે તેથી જુદો છે, જ્યારે તે પ્રકૃતિ નિત્ય, અનાદિ છે. બૌદ્ધ એમ સ્વીકારે છે કે આત્મા જેવા પદાર્થનું અસ્તિત્વ નથી અને તેથી પરમાત્મા જેવું તો હોય જ નહિ. પરમ સત્યે તે તેમાં કથેલાં ચાર આર્ય સત્ય છે.
“બ્રાહ્મણોનાં જે છ દર્શન છે તેમના કાલનો સ્પષ્ટ નિર્ણય જાણવામાં આવ્યો નથી, પરંતુ તેમના સિદ્ધાંતોની પરસ્પર સંબંધપૂર્વક પર્યાલોચના કરી જોતાં કંઈક એવો ક્રમ સમજાય છે કે ન્યાય, વૈશેષિકસાંખ્ય, યોગ, પૂર્વમીમાંસા અને ઉત્તરમીમાંસા એમ પ્રવૃત્તિ થઈ હોય, પરંતુ તે છએ દર્શન સમકાલીન ન હોય એમ કહી શકતું નથી. આ છ દર્શન વેદિક – વેદાનુયાયી છે.” ચાર્વાક, જૈન અને બૌદ્ધ એ દર્શનો વેદને અપૌરુષેય, અનાદિ, અને પરમસત્ય – પરમતત્ત્વના અવિરોધી પ્રતિપાદક તરીકે માનતા નથી, તેથી બ્રાહ્મણો તેને વેદબાહ્ય લેખી માન્ય રાખતા નથી. બ્રાહ્મણો વેદને મૂલ જ્ઞાનરાશિ માને છે અને તેમાં લખેલી આજ્ઞાઓ પર વેદાંગભૂત બ્રાહ્મણગ્રંથો રચાયેલા છે. બ્રિાહ્મણગ્રંથોમાં વેદના મંત્રોનો વિનિયોગ બતાવ્યો છે. “વેદાંગ' શબ્દ એમને માટે ઉચિત નથી, કારણકે વેદસંહિતા, બ્રાહ્મણ અને ઉપનિષદ એ સર્વને માટે “વેદ” કે “શ્રુતિ' શબ્દ પ્રયોજાય છે. વેદાંગ તો કલ્પ, શિક્ષા, વ્યાકરણ, નિરુક્ત, છંદ અને જ્યોતિષ એ છે.]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org