________________
૩૦૨
જૈન અને બૌદ્ધ મત : સંક્ષિપ્ત ઇતિહાસ અને સિદ્ધાંતો
પો. – સારું, ત્યારે મૃત્યુ પછી પણ જીવ રહે છે તે વાત ખરી અને હું કહું છું તે વાત ખોટી ?
બુ. – તે પણ હું કહેતો નથી. આવી રીતે પોઠપાદે બીજા પણ પ્રશ્નો પૂછડ્યા.
પરંતુ તે સર્વનો ઉપર પ્રમાણે એક જ ઉત્તર મળ્યો. વિસ્તારભયથી બધા અમે આપતા નથી. ઉપલા એક નમૂના પરથી સ્પષ્ટ થઈ શકે છે કે બ્રાહ્મણ જેનાદિ દર્શનકારી જે સકલ પ્રશ્નોને લઈને વ્યાકુલ બન્યા છે અને એક એક પ્રશ્ન ઉપર સૂક્ષ્મમાં સૂક્ષ્મ સેંકડો પ્રકારની વિચારશ્રેણીઓ બાંધી છે, પણ બુદ્ધદેવનું દર્શન તે સંબંધમાં છેક નિર્ભયપણે ઉપેક્ષા કરે છે અને તેના ઉત્તરોની નિરર્થકતા બતાવે છે. આવો પ્રસંગ માત્ર ઉક્ત એક જ સ્થળે નથી, પરંતુ ત્રિપિટકનાં કેટલાંક સ્થાનોમાં પણ એવા જ પ્રસંગો મળી આવે છે. કોઈ કોઈ વખત એવો પ્રશ્ન આવતાં બુદ્ધ મૌનનું જ અવલંબન લીધું છે. જે પ્રશ્નોના અનુકૂળ સિદ્ધાંતો ઉપર અન્ય દર્શનોની પ્રતિષ્ઠાનો મૂળ આધાર છે, તે જ સિદ્ધાંતોનો બુદ્ધદેવે એકીસાથે પરિહાર કર્યો છે. આ પ્રમાણે અન્ય દાર્શનિકોના મૂળભૂત સિદ્ધાંતોની નિર્ભયપણે ઉપેક્ષા કર્યા છતાં બુદ્ધદર્શન ભરતક્ષેત્રમાં પોતાની પ્રતિષ્ઠા સ્થાપી શકે એ તે દર્શનનો સાધારણ પ્રભાવ તો ન જ ગણાય.
એવો પ્રશ્ન આવવા યોગ્ય છે કે બુદ્ધે એ સઘળા પ્રશ્નના ઉત્તર યથાર્થ નહિ જાણવાને લીધે ઉડાવી દીધા હશે, કે કોઈ બીજું કારણ હશે ? – આના સંબંધમાં કહેવાનું કે જો તે પોતે જ ન જાણતા હોત તો તમારા માટે તે દુય છે' એમ પોઠપાદને કહેવાને બદલે ‘તમારા માટે એ શબ્દો ન વાપરત અને અન્નેય એ જ શબ્દ વાપરત. તે સિવાય તે પ્રશ્નો શા સારુ દુય છે એ માટે આપણે ઉપર કંઈક કહી ગયા છીએ, છતાં બુદ્ધના શબ્દોમાં જોઈએ.
પોઠમાટે જ્યારે જોયું કે આ તત્ત્વો તેને પોતાને માટે દુર્ણોય છે ત્યારે તે વાત પડતી મૂકી પૂછ્યું કે “ત્યારે ઉપર કહ્યા તે મતોમાં કયો મત ખરો હશે ?' – આ પ્રશ્નનો ઉત્તર પણ સંતોષકારક જ્યારે ન મળ્યો ત્યારે સહેજે એવો પ્રશ્ન કર્યો કે “આપ શા માટે મારા પ્રશ્નોનો ઉત્તર આપતા નથી ?” બુદ્ધદેવે કહ્યું કે – “કારણ કે તેથી કોઈ પ્રયોજનસિદ્ધિ નથી, ધર્મસિદ્ધિ નથી અને મૂળ બ્રહ્મચર્યસિદ્ધિ પણ નથી, તેમજ ઉપશમ, અભિજ્ઞા, પ્રજ્ઞા (સંબોધ) અને નિર્વાણને માટે પણ ઉપયોગી થાય તેમ નથી. એટલા જ માટે હું કોઈ એવા પ્રશ્નનો ઉત્તર આપતો નથી.”
આ ઉપરથી જણાય છે કે માત્ર બે કારણોથી બુદ્ધદેવે ઉત્તર નથી આપ્યા. (૧) પ્રશ્નો દુલ્શય – સામાન્ય મનુષ્યોનો તેમાં પ્રવેશ જ થવો મુશ્કેલ છે. (૨) તેની આલોચના કરવાથી કંઈ પ્રયોજન સરતું નથી – લાભ નથી. આ સર્વ પ્રશ્નો કે જે અતિ ગંભીર - અતિ દુર્બોધ જણાવ્યા છે તે વિશે બ્રહ્મજાલસુત્તમાં કેટલોક ઉલ્લેખ કર્યો છે.
એક દિવસે કૌશાંબીના ઘોષિતારામમાં જાતીય આદિ બે શિષ્યોએ જીવ તથા દેહની ભિન્નતા કે અભિન્નતા એ પ્રશ્ન કર્યો ત્યારે બુદ્ધદેવે શીલ, પ્રજ્ઞા અને સમાધિ. વિશે સમજણ આપી જણાવ્યું કે, જ્યારે એક મનુષ્ય શીલ, સમાધિ દ્વારા અનુક્રમે ચતુર્થ ધ્યાનાવસ્થાએ પહોંચે, દુઃખ, દુઃખનું કારણ – સમુદય, દુઃખનો નિરોધ અને દુઃખના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org