________________
૩૨
જૈન અને બૌદ્ધ મત : સંક્ષિપ્ત ઇતિહાસ અને સિદ્ધાંતો
જો ખૂંધી કહે છે તો તારા મનમાં તે શું ધારે છે ?'
ઉદેને પડદાનો છેડો ખસેડી ડોકિયું કર્યું અને તું કોણ છે ?' એમ પ્રશ્ન કર્યો અને આથી બધું પોકળ ખુલ્લું થઈ ગયું ! અને તે અંદર ગયો અને તે દિવસે મંત્ર બોલવાનું અથવા તો પાઠ શીખવાનું બંધ જ રહ્યું.
હવે તે બંનેએ મળી જઈ એક સામું જ કાવતરું રચ્યું. તેણીએ પોતાના બાપને કહ્યું કે બરાબર મંત્ર જાણવા માટે શિક્ષક એમ કહે છે કે એક શક્તિવાળી વનસ્પતિ અમુક ગ્રહનો યોગ થાય ત્યારે ભૂમિમાંથી ચૂંટી લેવાની જરૂર છે, અને વળી રાજાનો પ્રખ્યાત જે હાથી હોય તેને વાપરવો અને બહાર કાઢવો જ જોઈએ. તેણીની આ ઈચ્છા પ્રમાણે કરવામાં આવ્યું. પછી એક દિવસે જ્યારે તેણીનો પિતા ક્રીડા કરવા ગામ બહાર નીકળી પડ્યો હતો ત્યારે ઉદેને હાથી પર તેણીને બેસાડી, સાથે ધન અને સુવર્ણરજના કોથળાઓ લઈ ચાલી નીકળ્યો.
આ વાત રાજાના માણસોએ રાજાને કહી અને તેથી ક્રોધાવેશમાં વહેમાઈ જઈ તેમની પાછળ મોટું લશ્કર મોકલ્યું. ત્યારે ઉદેન સિક્કાઓ કોથળામાંથી ફેંકવા લાગ્યો. પાછળ જનાર તેને એકઠા કરવા લાગ્યા અને તેથી વિલંબ લાગતો ગયો, અને આ બન્નેને નાસી જવાનો લાભ મળતો ગયો. આમ છતાં જ્યારે કેટલાક તેની પાછળ થયા અને પાસે આવી પહોંચ્યા, ત્યારે ઉદેન કોથળામાંથી સુવર્ણરજ કાઢી વેરતો ગયો. આથી તે ભેગી કરવામાં વખત લગાડતા ગયા. આખરે એમ કરતાં વળી જ્યારે તેઓ લગભગ પાસે આવી પહોંચ્યા ત્યાં ઉદેનનો સીમાડાનો કિલ્લો વરતાયો અને તેના લશ્કરનો પણ ભેટો થયો ! આથી પૂંઠ લેનાર પાછા વળ્યા અને ઉદેન તથા વાસુલદત્તા સહીસલામત વિજયથી તેના શહેરમાં આવી પહોંચ્યાં અને ભારે ભપકાથી અને મહોત્સવપૂર્વક તેમનો નગરપ્રવેશ થયો. વાસુલદત્તાને રાણી બનાવવામાં આવી.
આવા જ પ્રકારની જૈન કથા છે : (જુઓ હેમચંદ્રકૃત ‘મહાવીરચરિત્ર'.)
ઉજ્જયિનીના રાજા ચંડપ્રદ્યોત (તે ક્રૂર અને વિષયલોલુપી રાજા હતો તેથી તે ચંડ' વિશેષણથી પ્રસિદ્ધ થયેલ છે) રાજાને અંગારવતી (કે જેણીએ મહાવીર પ્રભુ પાસે બીજી રાણીઓ સહિત મૃગાવતી – ઉદયનની મા સાથે દીક્ષા લીધી હતી) રાણીથી વાસવદત્તા નામે એક પુત્રી થઈ હતી, તે બાળાને અતિવાત્સલ્યને લીધે પ્રદ્યોતરાજા પુત્રથી પણ અધિક માનતો હતો. તે બાળા ગુરની પાસે સર્વકળા શીખી, માત્ર કોઈ યોગ્ય ગુરુ વગર ગંધર્વવેદ શીખવો બાકી રહ્યો. એક વખતે રાજાએ પોતાના બહુદષ્ટ અને બહુશ્રુત મંત્રીને પૂછ્યું કે “આ દુહિતાને ગંધર્વવેદની શિક્ષામાં કોણ ગુરુ થશે ?' મંત્રી બોલ્યો કે “જાણે તુંબર ગંધર્વની બીજી મૂર્તિ હોય તેવો ઉદયન નામે રાજા છે, તેની પાસે ગાંધર્વકળા બહુ અતિશયવાળી સંભળાય છે. તે વનમાં ગીત વડે મોહ પમાડીને મોટા ગજેંદ્રોને પણ બાંધી લે છે. જ્યારે તે વનમાં જઈને ગીત ગાય છે, ત્યારે તેથી મોહ પામેલા ગજેંદ્રો જાણે સ્વાદિષ્ટ રસ પીતા હોય તેમ બંધનને પણ જાણતા નથી. ગીતના ઉપાયથી જેમ તે વનમાં હાથીઓને બાંધી લે છે તેમ તેને બાંધીને અહીં લાવવાનો પણ ઉપાય છે. આપ જાણે સાચો હોય તેવો કાષ્ઠનો એક હસ્તી કરાવો. તેમાં એવો યંત્રપ્રયોગ કરવો કે જેથી તે ગતિ અને આસન વગેરે ક્રિયાઓ કરે. તે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org