________________
ભારતની રાજકીય સ્થિતિ – રાજાઓ
૩૩
કાષ્ઠગજની મધ્યમાં શસ્ત્રધારી પુરુષો રહે અને તેને યંત્રથી ચલાવે, પછી તે હાથીને જોઈને વત્સરાજ પકડવા આવે એટલે તેને બાંધીને અંદરના પુરુષો અહીં લઈ આવે. આ પ્રમાણે થવાથી કબજામાં આવેલ ઉદયન રાજા તમારી દુહિતા વાસવદત્તાને ગાંધર્વવિદ્યા શીખવશે.”
મંત્રીના વિચારમાં રાજા શાબાશી આપવા સાથે સંમત થયો અને મંત્રીએ સાચા હાથીને પણ ભૂલી જાય તેવો તેના કરતાં પણ અધિક ગુણવાળો એવો કાષ્ઠનો હાથી કરાવ્યો. દંતધાત, કર (સૂંઢ)નો ઉલ્લેપ, ગર્જના અને ગતિ વગેરેથી વનચરોએ તેને કૃત્રિમ હાથી જાણ્યો નહીં એટલે તેઓએ જઈને તે ગદ્રના ખબર ઉદયન રાજાને આપ્યા. પછી ઉદયન રાજા તેને બાંધી લેવાને વનમાં આવ્યો. પરિવારને દૂર રાખીને પોતે જાણે શકુન શોધતો હોય તેમ હળવે હળવે વનમાં પેઠો. તે માયાવી હાથીની પાસે આવીને કિન્નરનો પરાભવ કરે તેમ ઊંચા સ્વરે ગાવા લાગ્યો. જેમજેમ ઉદયન મધુર ગાયન ગાવા લાગ્યો તેમતેમ હાથીની અંદર રહેલા પુરુષો તે કૃત્રિમ હાથીના અંગને સ્તબ્ધ કરવા લાગ્યા. કૌશાંબીપતિ ઉદયન તે ગદ્રને પોતાના ગીત વડે મોહિત થયેલ જાણી અંધકારમાં ચાલતો હોય તેમ હળવે હળવે તેની પાસે આવ્યો. પછી “આ હાથી મારા ગીતથી સ્તબ્ધ થયો છે” એમ ધારી તે રાજા વૃક્ષ પર પક્ષીની જેમ છલંગ મારીને તેની ઉપર ચડી બેઠો. એટલે તત્કાળ પ્રદ્યોત રાજાના સુભટોએ હાથીના ઉદરમાંથી બહાર નીકળી વત્સરાજ (ઉદયન)ને હાથીના સ્કંધ ઉપરથી પાડીને બાંધી લીધો. એકલા, શસ્ત્ર વગરના અને વિશ્વાસી એવા ઉદયનને સુભટોએ ઘેરી લીધો, તેથી તેણે કાંઈપણ પરાક્રમ બતાવ્યું નહીં.
સુભટોએ ઉદયનને અવન્તી લાવી ચંડપ્રદ્યોતને સોંપ્યો એટલે રાજાએ તેને કહ્યું કે, મારે એક આંખવાળી પુત્રી છે, તેને તમારી ગંધર્વકળા શીખવો. મારી દુહિતાને અભ્યાસ કરાવવાથી તમે મારા ઘરમાં સુખે રહી શકશો, નહિ તો બંધનમાં આવવાથી તમારું જીવિત મારે અધીન છે.” ઉદયને વિચાર કર્યો કે હાલ તો આ કન્યાનો અભ્યાસ કરાવીને હું કાલનિર્ગમન કરું. કેમકે “જીવતો નર ભદ્રા પામશે.” આ પ્રમાણે ચિત્તમાં નિશ્ચય કરીને વત્સરાજે ચંડપ્રદ્યોતની આજ્ઞાને કબૂલ કરી. પછી ચંડપ્રદ્યોતે કહ્યું કે “મારી દુહિતા કાણી છે, માટે તું તેને કદી જોઈશ નહિ, જોઈશ તો તે લજ્જા પામશે.” આ પ્રમાણે ઉદયનને કહીને તેણે અંતઃપુરમાં જઈ રાજકુમારીને કહ્યું “તારે માટે ગાંધર્વવિદ્યા શીખવનાર ગુરુ આવેલ છે, પણ તે કુછી છે, માટે તારે તેને પ્રત્યક્ષ જોવો નહિ.” કન્યાએ તે વાત સ્વીકારી પછી વત્સરાજે તેણીને ગાંધર્વવિદ્યા શીખવવા માંડી, પરંતુ ચંડપ્રદ્યોત રાજાએ બંનેને ઠગેલાં હોવાથી તેઓ એકબીજાની સામું જોતાં નહીં. વચમાં વસ્ત્રનો પડદો હતો. એક વખતે “હું આને જોઉં તો ઠીક” એમ વાસવદત્તાને થયું તેથી ભણવામાં શૂન્યચિત્ત થઈ; પાઠ ભૂલવા લાગી. આથી વત્સરાજે કુમારીને તરછોડી કહ્યું “અરે કાણી ! શીખવામાં ધ્યાન નહિ આપીને તું ગાંધર્વશાસ્ત્રનો કેમ વિનાશ કરે છે ? શું તું દુઃશિક્ષિતા છો ?' આવા તિરસ્કારથી કોપ પામી તેણીએ વત્સરાજને કહ્યું “શું તું જાતે કુષ્ઠી છો તે જોતો નથી કે મને મિથ્યા કાણી કહે છે ?' વારાજે વિચાર્યું કે જેવો હું કુછી છું તેવી આ કાણી હશે; તેથી તે ચતુરે પડદો દૂર કર્યો એટલે સ્વચ્છ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org