SearchBrowseAboutContactDonate
Page Preview
Page 100
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મપ્રવર્તક તરીકે મહાવીર મરિયમનાઢિયા વિના, ઘમૅ બાઉ' આ સર્વને – આર્ય અને અનાર્યોને તેણે અગ્લાનપણે – થાક લીધા વગર ધર્મ કહ્યો. (૩) યજ્ઞની હિંસામય વિધિનો નિષેધ કરવા પ્રકટ કર્યું કે સર્વ જીવોને જીવનનો સરખો હક્ક છે. “સર્વે િનવિ પિચ' – સર્વ જીવોને જીવન પ્રિય છે – ઈષ્ટ છે. _ 'सव्वे पाणा पिया पियाउवा, सुहसाया, दुक्खपडिकूला, अप्पियवहा, पियजीविणो, जीविउकामा । णातिवाएज्जं किंचणं ।' - સર્વ પ્રાણીઓને આયુષ્ય પ્રિય છે, સર્વને સુખની શાતા – ઈચ્છા છે, બધાને દુઃખ પ્રતિકૂલ છે, બધાને વધ – હણાવું અપ્રિય છે, સૌને પોતાનું જીવિત પ્રિય છે, સર્વ જીવવા ચાહે છે – જીવવાની કામના રાખે છે, તેથી કોઈનેય મારવું કે દુઃખ આપવું નહિ. કોઈને તેમ કરવાનો હક્ક નથી. તેમણે જણાવ્યું કે (જુઓ આચારાંગ સમ્યક્ત્વ નામનું ચોથું અધ્યયન) : “હું કહું છું કે – જે અતીતમાં થયા, હાલ પ્રત્યુપત્ર છે અને હવે પછી થશે તે સર્વ ભગવાનને એવી રીતે વદે છે, ભાષામાં બોલે છે, વર્ણવે છે અને પ્રરૂપે છે કે : _ 'सव्वेपाणा सव्वे भूया सव्वे जीवा सव्वे सत्ता ण हंतव्या, ण अज्जावेयव्वा, ण परिघतव्वा, ण परितावेयव्वा, ण उद्दयेयव्वा.' - સર્વ પ્રાણીને – સર્વભૂતોને – સર્વ જીવો – સર્વ સત્ત્વોને હણવા નહીં, તેમના પર હકુમત ચલાવવી નહીં, તેમને કબજે કરવાં નહીં, તેમને પરિતાપ આપવો નહીં, તેમને હેરાન કરવાં નહીં. | સર્વ લોકનાં ખેદ અને દુઃખના જ્ઞાતાએ આવો શુદ્ધ અને નિત્ય ધર્મ (શાસન) ઉત્યિતને – જાગેલાને, અનુચિત એટલે નહિ જાગેલા – નહિ તૈયાર થયેલાઓને, ઉપરતદંડનિગ્રહીઓને, અનિગ્રહીઓને, બાહ્ય પતિતને, અપતિતને, સંયોગરત ભોગીઓને તથા યોગીઓને બતાવ્યો છે. ‘તાં વેચં તહાય હસ્તિ ય પવુ.” – તે જ ધર્મ શ્રેય છે, તથારૂપપણે – ખરેખરો શ્રેયરૂપ છે, અને તે જ પ્રમાણે – તેથી તે શ્રેય કહેવાય છે. “માટે તે ધર્મને યથાર્થપણે જાણીને ગોપવવો નહિ. ફેંકી દેવો – નેવે મૂકવો નહિ – તે ધર્મને જાણીને યથાર્થપણે વર્તવું. દષ્ટિથી નિર્વેદ – વૈરાગ્ય ધરવો. જો નોસ્પેસ વરે – લોકૈષણાને અનુસરવી નહિ - લોકોની દેખાદેખીથી દોરાવું નહિ.” આવું અહિંસાનું પરમતત્ત્વ પ્રતિપાદિત કરી અહિંસાનો પરમધર્મ – મહાન સિદ્ધાંત સમજાવ્યો. અહિંસાના સિદ્ધાંતને આવી સરલ-સાદી, સ્વાભાવિક અને સત્ય રીતે સંસારમાં બીજા કોઈએ સમજાવ્યો હોય તેમ જણાતું નથી. (૪) યજ્ઞથી દેવતાઓ પ્રસન્ન થઈ કૃપા કરે છે – વાંછિત ફલ આપે છે, યા તો સ્વર્ગ-સુખ મેળવાય છે, એ ભ્રમનો ઉચ્છેદ કરવા – એ કૃપાવાદનો નિરાસ કરવા, અને આત્મસંયમ અને બંધ-મોક્ષના રહસ્યને સ્પષ્ટ કરતાં એ વીરે જણાવ્યું કે : Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001025
Book TitleJain and Buddha Mata Sankshipta Itihas and Sidhanto
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Kantilal B Shah
PublisherMahavir Jain Vidyalay
Publication Year1998
Total Pages427
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy