________________
૭૮
જૈન અને બૌદ્ધ મત : સંક્ષિપ્ત ઇતિહાસ અને સિદ્ધાંતો
અત્રવ્યવહારમાં હિંસાનું પ્રાબલ્ય હતું, ભગવાન મહાવીરે હિંસાનો હ્રાસ કીધો, અહિંસા ધર્મનો પ્રચાર કીધો. લોકોમાં વહેમનું સામ્રાજ્ય હતું, તેઓના વિચારસ્વાતંત્ર્યને વેદોની બેડીથી જકડી લેવામાં આવ્યું હતું. પથ્થર એટલા દેવ પૂજાતા હતા, બ્રાહ્મણવર્ગ સલાહકાર મટી સત્તાલોભી બની ગયેલ હતો. આ સમયે ભગવાન મહાવીરનું યુદ્ધ હતું. ધર્મની કિંમત સત્યથી થાય છે, સત્યની કિંમત ધર્મથી થતી નથી એ તેમણે બતાવવાનું હતું. જે પ્રજ્ઞાથી અનુમત ન હોય તેનો અન્ય પ્રમાણથી સ્વીકાર થઈ ન શકે એ લોકોને સમજાવવાનું હતું. આ તેમણે કરી બતાવ્યું અને એ રીતે સત્ય ધર્મની તેમણે પ્રતિષ્ઠા કરી. સંન્યાસ ધર્મનો દિગ્વિજય પણ તેમને આભારી છે. આ અહિંસા, સત્ય અને સંન્યાસ ભગવાન મહાવીરના જીવનની ત્રણ મુખ્ય વિભૂતિઓ છે. આ ત્રણેનું
જ્યાં જ્યાં દર્શન થતું હોય ત્યાં ત્યાં જૈન ધર્મનો જ વિજય વર્તે છે....(“જૈન અને મહદ્ જેન' લેખ)
તેમણે મુક્તિનો અધિકાર મનુષ્યમાત્રને માટે (અરે ! સર્વ જીવ માટે) સરખા. હકથી સ્થાપિત કર્યો, પછી તે બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય કે શૂદ્ર હોય. આથી જાતિભેદની વર્ણવિષમતા દૂર કરી આ રીતે સામ્યવાદના ધોરણનું સ્થાપન કરી કહ્યું કે :
कम्मुणा बंभणो होइ कम्मुणा होइ खत्तिओ । वइस्सो कम्मुणा होइ सुद्दो हवइ कम्मुणा ।। सक्खं खु दीसइ तवो विदोसो न दीसइ जाइविसेसु कोइ । सोवागपुत्तं हरिएससाहु, जस्सेरिसा इढ्ढी महाणुभावा ।।
ઉત્તરાધ્યયન અધ્યયન ૨૫, ગાથા ૩૧ તથા અ. ૧૨, ગા. ૩૧ અર્થાત્ – (કોઈ મનુષ્ય, માત્ર જન્મથી જ બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય કે શૂદ્ર હોઈ શકતો નથી, કિંતુ) મનુષ્યમાત્રમાં તે તે પ્રવૃત્તિને અંગે – કર્મના અંગે બ્રાહ્મણત્વ, ક્ષત્રિયત્વ, વૈશ્યત્વ કે શૈત્વ આવી શકે છે, અને બ્રાહ્મણ પણ કાલે ફરીને શૂદ્રતાને પામે છે અને શૂદ્ર પણ વિકાસના પ્રકર્ષને લીધે બ્રાહ્મણત્વની પરાકાષ્ઠાને પહોંચે છે. માનવમાત્રની પૂજ્યતા તેના ગુણો, આચારો અને કર્તવ્યોમાં જ સમાયેલી છે, નહિ કે તેની જાતિમાં. કુલે કરીને ચાંડાળ પણ તેના ગુણોને લીધે પૂજાપાત્ર બ્રહ્મસ્વરૂપ પામી શકે છે. તપવિશેષ સાક્ષાત્ દેખાય છે, કોઈ જાતિવિશેષ દેખાતો નથી. શ્વપાક (ચંડાલ)ના પુત્ર હરિકેશ સાધુને જુઓ જેને આવી મહાનુભાવ – મહાપ્રભાવક ઋદ્ધિ છે.
શ્રી મહાવીરે જગતને પોતાના પેગામો આ પ્રમાણે આપ્યા છે :
(૧) અંધશ્રદ્ધાને દૂર કરવા માટે કહ્યું કે “સતતં મૂકે ઘમ્મ મનાણાતિ’ – જે સતત મૂઢ છે, અંધશ્રદ્ધાળુ છે તે ધર્મને જાણતો નથી – જાણી શકતો નથી.
(૨) જાત્યભિમાન – કુલાભિમાન – વર્ણાભિમાન દૂર કરવા જણાવ્યું કે “vો હી, જો તિરિત્તે’ – જગતમાં કોઈ હીણ કે અતિરિક્ત – નીચ કે ઊંચ નથી. જાતિભેદ મહાવીરે સ્વીકાર્યો નથી. તેમના ધર્મસામ્રાજ્યમાં સર્વ વર્ણન – આર્ય-અનાર્યને સરખો અધિકાર છેવટના સાધ્ય – મુક્તિ સુધ્ધાંનો છે. તેમણે ઉપદેશ પણ આર્ય-અનાર્ય બન્નેને સંબોધીને આપેલ છે. ઔપપાતિક સૂત્ર-પ૬માં જણાવ્યું છે કે “તેસિં સવૅસિં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org