________________
3४८
જૈન અને બૌદ્ધ મત : સંક્ષિપ્ત ઇતિહાસ અને સિદ્ધાંતો
(૩) ત્રીજો હીનયાન શાખા કે જેનું બીજું નામ વન્સિપુત્રી છે તેનો પ્રસિદ્ધ મત છે કે જે કથાવત્થમાં સારી રીતે પ્રથમ ચર્ચેલ છે.
અમુક કારણે સ્થાપેલ કોઈ વિશિષ્ટ આત્મવાદ : હવે ખરી રીતે બૌદ્ધ ધર્મ આ ત્રણેમાંથી એકને પણ સ્વીકારતો નથી. આમ બુદ્ધ અનાત્મનું પ્રતિપાદન કર્યું હોવા છતાં તેમણે કે તેમના શિષ્યોએ આત્માનું કોઈપણ પ્રકારે વિશિષ્ટ એવું અસ્તિત્વ સ્વીકાર્યું છે. આના સંબંધમાં નાગાર્જુને પ્રજ્ઞાપારમિતા સૂત્રપરની પોતાની ટીકામાં સ્પષ્ટપણે કહેલ છે કે :
“તથાગતે (બુદ્ધ) કેટલીક વખત એવું ઉપદેડ્યું છે કે આત્મા છે, અને કેટલીક વખત એવું ઉપદેશ્ય છે કે આત્મા નથી. જ્યારે “આત્મા છે અને તેના કર્મના બદલામાં જુદાજુદા એક પછી એક આવતા ભવોમાં દુઃખ કે સુખ મેળવે છે એવું તેમણે ઉપદેછ્યું, ત્યારે તેનો ઉદ્દેશ મનુષ્યોને ઉચ્છેદવાદ (Nihilism)ના નાસ્તિકવાદમાંથી બચાવવાનો હતો; જ્યારે તેમણે આત્માનો રૂઢિગત અર્થ (નામે તે પાંચ સ્કંધનો સમૂહ છે એ) બાજુ પર મૂકી એવો ઉપદેશ કર્યો કે આત્મા કર્તા કે દ્રષ્ટા કે કેવલ સ્વતંત્ર કર્તા તરીકે હોવાના અર્થમાં ‘આત્મા નથી ત્યારે તેનો આશય મનુષ્યોને શાશ્વતવાદ (eternalism)ના વિરુદ્ધ નાસ્તિકવાદમાંથી બચાવવાનો હતો. હવે આ બે માન્યતામાંથી કઈ ખરી છે ? નિર્વિવાદ રીતે આત્માનો નિષેધ બતાવનાર સિદ્ધાંત ખરો છે. આ સિદ્ધાંત (અનાત્મવાદ) સમજવામાં ઘણો દુર્ઘટ હોવાથી બુદ્ધે જેની મતિ મંદ છે અને જેનામાં સદાચારનું બીજ ઊગી નીકળ્યું નથી તેને સંભળાવવા ઈચ્છવું નથી. આનું કારણ એ કે આવાં મનુષ્યો અનાત્મવાદ સાંભળી ઉચ્છેદવાદમાં ચોક્કસ પડી જાય. આમ બે જુદાંજુદાં કારણને (આશયને) લઈને આ બે સિદ્ધાંતો બુદ્ધ ઉપદેશ્યા છે. તેમણે આત્માનું અસ્તિત્વ જ્યારે આત્માનો રૂઢિગત (લૌકિક) સિદ્ધાંત પોતાના શ્રોતાને સંભળાવવા ઇચ્છતા હતા ત્યારે ઉપદેશ્ય, અને જ્યારે તે આત્માનો લોકોત્તર સિદ્ધાંત લોકને સંભળાવવા ઇચ્છતા હતા ત્યારે તેમણે અનાત્મવાદ ઉપદેશ્યો છે. પ્રત્યેકવાદ અથવા પૃથક્વાદનો બૌદ્ધમાં નિષેધ
હીનાત્મા’ – અથવા પૃથક્યક્તિગત આત્મા શરીરથી ભિન્ન હોઈ શરીરના વ્યાપારો ઉપર સત્તા મેળવે છે. કર્તા છે, ભોક્તા છે એ સિદ્ધાંત જૈન દર્શનમાં માન્ય છે, જ્યારે બૌદ્ધ ધર્મ અસંમત છે. તે સિદ્ધાંતને બૌદ્ધ મત માયાજલ સમાન માને છે; અને જગત્કર્તા તરીકે કોઈપણ આત્માને માનવાના મતને બૌદ્ધ લોકે પ્રગતિ અને પ્રજ્ઞા (પ્રકાશ) મેળવવાથી દૂર રાખનાર તરીકે એ ભૂતકાળના વહેમોમાંથી ઉત્પન્ન થયેલા સિદ્ધાંત તરીકે ગણ્યો છે. આ બંને માન્યતાવાળાને બૌદ્ધ મત મિથ્યાદષ્ટિ' કહે છે અને તે મિથ્યાદષ્ટિનો નાશ કરવા માટે બૌદ્ધ ધર્મ ‘સર્વ અનિત્ય' – સર્વ અનિત્ય છે એ સિદ્ધાંત રચ્યો છે. પિંચ સ્કંધથી પૃથક આત્માનો નિષેધ, ચિત-અચિત્ જગતથી પૃથક જગત્કર્તા ઈશ્વરનો નિષેધ.] કોઈ જગકર્તા છે એનો અસ્વીકાર
વિશ્વથી ભિન્ન કોઈ વિશ્વના ઘડનાર તરીકે અસ્તિત્વ ધરાવે છે એ બૌદ્ધ દર્શન માનવાની ચોખ્ખી ના પાડે છે. તે કહે છે કે એક કારણમાંથી કંઈપણ ઉદ્ભવી શકે નહિ, પણ દરેક વસ્તુ પ્રત્યયસમવાય (કારણોની પરંપરા)માંથી ઉત્પન્ન થાય છે. ઈશ્વર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org