________________
બૌદ્ધ ધર્મના રહસ્યરૂપ મુખ્ય સિદ્ધાંતો
સંબંધીનો સીધો ઉલ્લેખ ફક્ત અંગુત્તર નિકાય નામના સૂત્રમાં મળે છે. તેમાં જણાવે છે કે આ ભવમાં મનુષ્યના સુખદુઃખનો આધાર ‘યદચ્છા’, કે ‘નિયતિ’, કે ‘ઈશ્વર’ પર આધાર રાખે છે એ સઘળી વાતોનો બુદ્ધ તિરસ્કાર કરે છે અને કહે છે કે તે સઘળા વાદો ‘અક્રિયાવાદ’ પ્રત્યે લઈ જાય છે.
આ પ્રમાણે બુદ્ધ શાશ્વત વ્યક્તિગત આત્માનો નિષેધ કરે છે. બુદ્ધની માન્યતા પ્રમાણે નિર્વાણ અને સંસાર એક જ છે. ‘યઃ સંસારઃ ત્રિમ્ અને દેહ અને આત્મા એક છે એ સિદ્ધાંત સર્વ બૌદ્ધ ધર્મની શાખાઓને એક સરખો માન્ય છે.
નાગાર્જુન પણ નિર્વાણ અને સંસારની એક સમાનતા માને છે. જુઓ માધ્યમિક કારિકામાં નીચેની પંક્તિઓ :
न संसारस्य निर्वाणात् किंचिदस्ति विशेषणम् । न निर्वाणस्य संसारात् किंचिदस्ति विशेषणम् || निर्वाणस्य च या कोटि कोटिः संसरणस्य च । न तयोरन्तरं किंचित् सुसूक्ष्ममपि विद्यते ||
અર્થાત્ – સંસાર અને નિર્વાણ એકબીજાથી કોઈપણ રીતે અલગ પાડવાના નથી. તેઓની કોટી – ક્ષેત્ર એકસરખું છે અને સૂક્ષ્મમાં સૂક્ષ્મ ભેદ બંને વચ્ચે વર્તતો નથી. [રાગાદિ ક્લેશવાસિત ચિત્ત જ સંસાર છે; રાગાદિ ક્લેશરહિત ચિત્ત જ નિર્વાણ છે - આ અર્થમાં જ અભેદ. શૂન્યવાદીને મતે સંસાર અને નિર્વાણ બન્ને મિથ્યા છે એ અર્થમાં અભેદ. તે સમકક્ષ છે.]
મહાત્મવાદ
આ રીતે જગત્કતાં અને આત્માના અસ્તિત્વના વાદનો નિષેધ કરે છે ત્યારે બીજી બાજુ બૌદ્ધ મત અદૃશ્ય આત્માની નિત્યતા સ્વીકારે છે, એટલું જ નહિ પરંતુ પોતાના અનુયાયીને ખાસ કરી આજ્ઞા કરે છે કે તેઓએ એવી રીતે કેળવાવું જોઈએ કે જેથી વિશ્વનો મહાન્ આત્મા કે જેને ‘મહાત્મન્' કહેવામાં આવે છે તેની સાથે સંગમની પ્રાપ્તિ થાય. અસંગના મહાયાન – સૂત્રાલંકાર શાસ્ત્રમાં બુદ્ધત્વના ઇચ્છુકને વિશ્વને માત્ર સંસ્કારોના સમૂહ તરીકે, આત્માથી રહિત અને દુઃખમય ગણવાને તથા વ્યક્તિગત આત્મવાદને તજીને પરમ મહોદય મહાત્મના સિદ્ધાંતનું શરણ લેવાને ખાસ ભલામણ કરી છે. તેનો શ્લોક આ પ્રમાણે છે :
संस्कारमात्रं जगदेत्य बुद्धया, निरात्मकं दुःखविरुढिमात्रम् । विहाय चानर्थमयात्मदृष्टि महात्मदृष्टिं श्रयते महार्थाम् ||
૩૪૯
૧. ‘અહંકાર’નું બીજું નામ ‘અભિમાન’ આપવામાં આવે છે. ‘અભિમાન'નો સામાન્ય અર્થ ગર્વ છે, અને તેનો પારિભાષિક અર્થ ‘હુંપણાનો – વ્યક્તિત્વનો ગર્વ – ‘અહંત્વ’ – ‘અહંકાર’ ‘હું કરું છું, ભોગવું છું, વિચારું છું, છું' વગેરેનો ભાગ એમ આપેલ છે. આ વાત વાચસ્પતિએ આ પ્રમાણે કહી છે :
'यत् खल्वालोचितं मतं च तत्राहमधिकृतः शक्तः खल्वहमत्र मदर्था एवामी विषयाः मत्रो नान्योत्राधिकृतः कश्चिदस्त्यहमस्मियोऽभिमानः सोऽसाधारण व्यवहारत्वादहंकारः'
(પૃ. ૩૫૦ ઉપર ચાલુ)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org