________________
જૈન અને બૌદ્ધ મત : સંક્ષિપ્ત ઇતિહાસ અને સિદ્ધાંતો
અહીં એન્થમય આત્મદૃષ્ટિને વ્યક્તિગત આત્માના (હીનાત્માના) વાદને ગણેલ છે. તે ‘હીનાત્મા’ ઘણા અંશે સાંખ્ય દર્શનના ‘અહંકાર ને મળતો આવે છે. આ મહાત્મનૂનું પદ ‘અનુત્તરાર્થથી - ઉચ્ચમાં ઉચ્ચ આશયથી મેળવાય છે. વળી આ મહાત્મપદ એટલે જ બુદ્ધત્વ; મહાત્મન્ એટલે પરમાત્મન્. જુઓ. शून्यतायां विशुद्धायां नैरात्म्यान्मार्गलाभतः । बुद्धा शुद्धात्मलाभित्वात् गता आत्ममहात्मताम् ।
મહાયાન સૂત્રાલંકાર શાસ્ત્ર
૩૫૦
મહાત્મા ==
પરમાત્મા અને તથાગતગર્ભ
મહાપરિનિર્વાણ સૂત્રમાં કહેલ છે કે મહાત્મા એટલે ‘તથાગતગર્ભ ' તેનો અર્થ એવો થાય છે કે સર્વપ્રાણીઓ તથાગતના તાત્ત્વિક સ્વરૂપવાળાં છે, અને જ્યાં સુધી તેઓ ‘કલેશો’થી આરિત થયેલાં છે ત્યાં સુધી તેઓ પોતાના તે સ્વરૂપને જાણતાં નથી. આ અવિનાશી તથાગતગર્ભ અનુત્તરસમ્યસંબોધિથી પ્રાપ્ત થાય છે.'
તથાગતગર્ભનો અક્ષરશઃ અર્થ કરીએ તો તથાગતનો બુદ્ધનો ગર્ભ તે તથાગતગર્ભ. જે સ્વરૂપ ગર્ભિત છે તે બુદ્ધનું પોતાનું સંપૂર્ણ સ્વરૂપ છે; અને તે ‘અવિધા’'થી – ‘ક્લેશોથી ગર્ભિત પ્રચ્છન્ન રહેલ છે; જેવી રીતે સુવર્ણાદિ ધાતુઓ માટીથી ઢંકાયેલ હોઈ મૂળ સ્વરૂપે પ્રકાશી નથી શકતી તેવી રીતે આત્માનું સમજવું. તથાગતગર્ભ એ ‘વિશ્વગર્ભ'નું બીજું નામ છે એમ બીજી રીતે કહીએ તો ખોટું નથી, કે જે વિશ્વગર્ભમાંથી અસંખ્ય માનસિક અને જડ વસ્તુઓના સમૂહો નીકળે છે.
[લંકાવતારનો હવાલો આપી વિદ્વાનો જણાવે છે કે અનાદિ પ્રપંચની વાસનાથી વાસિત ચિત્ત જ આલવિજ્ઞાન તેમજ તથાગતગર્ભ કહેવાય છે. એમાં સમસ્ત કુશલ અને અકુશલ હેતુ વિદ્યમાન રહે છે. તે જ નિત્ય અને નિરંતર વિદ્યમાન રહીને બધાં જન્મો અને ગતિઓનો કર્યાં છે. એને બરોબર ન સમજવાથી આત્મવાદની ભ્રાન્તિ થાય છે. આલવિજ્ઞાન અથવા તથાગતગર્ભની જ વિશુદ્ધિથી યા પરાવૃત્તિથી પરમાર્થની પ્રાપ્તિ થાય છે. આલવિજ્ઞાનને મહાત્મા ગણ્યો લાગે છે.
કેટલાક વિદ્વાનોએ આલયવિજ્ઞાનને સમષ્ટિચૈતન્યનું પણ પ્રતીક ગણ્યું છે.]
- હું જે જે જોવામાં આવે છે અને જાણવામાં આવે છે તે સર્વ પર અધિકાર કરું છું સત્તા ચલાવું છું અને ઇંદ્રિયના બધા વિષયો મારા અધિકારમાં છે. મારા સિવાય બીજા કોઈનો અધિકાર નથી. હું છું. આ અભિમાન તેના અસાધારણ અર્થમાં ‘અહંકાર’ એ તરીકે વ્યવહારવામાં આવે છે.
૧. આના જેવું સ્વરૂપ જૈનદર્શનમાં છે. તેમાં ‘જ્ઞાનાવરણીયાદ આઠ મુખ્ય કર્મરૂપી મલથી માટીથી જેમ સુવર્ણ તેમ આત્માનું પરમાત્મા જેવું સ્વરૂપ આવિરત – આવરાયેલું - ઢંકાયેલું છે, તે પ્રચ્છન્ન છે અને જ્યારે તે કર્મ દૂર થાય છે ત્યારે તે મૂલસ્વરૂપ વ્યક્ત થાય છે અને પરમાત્મા - સિદ્ધ થાય છે (મુક્તિ મેળવે છે.). २. मम योनिर्महद् ब्रह्म तस्मिन् गर्भं दधाम्यहम् । संभवः सर्वभूतानां ततो भवति भारत ! || सर्वयोनिषु कौन्तेय ! मूर्तयः संभवन्ति याः । तासां ब्रह्म महद्योनिरहं बीजप्रदः पिता ।।
શ્રીમદ્ ભગવદ્ગીતા ૧૪. ૨૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org