________________
બૌદ્ધ ધર્મના રહસ્યરૂપ મુખ્ય સિદ્ધાંતો
उ४७
૨. જે સર્વ છે તે આત્મારહિત છે – સર્વ ઉનાત્મન્.
અનાત્મવાદ - આનો ખરો અર્થ કરવામાં ઘણા યુરોપીય વિદ્વાનો ભૂલ ખાઈ ગયા છે. આથી કોઈ બૌદ્ધ ધર્મને દુઃખવાદ - નિરાશાવાદના આત્મારહિત સ્વરૂપવાળો ધર્મ (soulless form of pessimism) કહે છે, જ્યારે કેટલાક જડવાદીઓ પોતાના વાદ જેવો બૌદ્ધ ધર્મને ગણાવે છે, કે જેમાં આત્મા અને પરમાત્માનો સ્વીકાર કરવામાં આવતો નથી.
બૌદ્ધ ધર્મગ્રંથો તેના મૂળ સ્વરૂપમાં જોઈએ તેવા મળી શક્યા નથી. તેનું કારણ બૌદ્ધ ઉપર જુલમ ગુજારનારાએ તેઓના ગ્રંથોનો પણ નાશ કર્યો છે. આના ઉદાહરણ તરીકે કર્ણસુવર્ણના સસંક નામે રાજાએ એવી રાજ્યાજ્ઞા કરી હતી કે હિંદમાંથી બૌદ્ધોનો તદ્દન નાશ કરવો, નહિ તો તેમને મરણની સજા કરવામાં આવશે અને વધ કરવા રાખેલા માણસો પણ આ રાજ્યજ્ઞાનું ઉલ્લંઘન કરે તો તેમને પણ દેહાંતની સજા કરવામાં આવશે.'
અનાત્મના બે પ્રકાર – આથી શંકરાચાર્ય જેવા સમર્થ વિદ્વાન્ને બૌદ્ધના નૈરાગ્યદ્વયં સંબંધે પૂરતું જ્ઞાન ન હોય તો તે સંતવ્ય છે. ખરી રીતે બૌદ્ધ અનાત્મન્ના બે પ્રકાર કહે છે. (૧) ચેતનમય આત્માનો નિષેધ અને (૨) વસ્તુના આત્માનો -- ધર્મોના આત્માનો અથવા તો મિથ્યા જગના આત્માનો નિષેધ. જ્યારે બૌદ્ધમાં આત્માનો નિષેધ કરવામાં આવે છે ત્યારે સામાન્ય રીતે આત્માનો એ અર્થ કરવામાં આવે છે કે તે નિત્ય તત્ત્વ છે, તેને ફેરફારની પરંપરામાં આવવું પડતું નથી અને બીજાની સાથે મિશ્ર થતો નથી. આજ વાત ધર્મપાલાચાર્યે વિજ્ઞાનમાત્રાશાસ્ત્ર પરની પોતાની ટીકામાં કહી છે. ધિર્મપાલાચાર્યે વસુબંધુના ઉત્તમ ગ્રંથ “વિજ્ઞપ્તિ માત્રતાસિદ્ધિ” પર વ્યાખ્યા લખી હતી તેનો ઉલ્લેખ અહીં છે. અને આત્મા સંબંધે ત્રણ મત જણાવે છે. તે આ રીતે ?
આત્મા સંબંધે ત્રણ વાદ – એવું કહેવામાં આવે છે કે આત્મા એટલે પરમ સત્તાવાળી વસ્તુ, તે સ્વતંત્ર છે, નિત્ય છે અને કેવલ અભિન્ન છે. જુદા જુદા તીર્થકરો (દર્શનકારો)ના આત્મા સંબંધેના વાદ પરત્વે ત્રણ વિભાગ પાડી શકાય. (૧) એક આત્માને પંચ સ્કંધનો બનેલ સમૂહાત્મક માને છે. (૨) બીજો આત્માને પંચ સ્કંધથી ભિન્ન કેવલ અસ્તિત્વમય માને છે, અને (૩) ત્રીજો આત્મા પંચ સ્કંધથી અભિન્ન નથી, તેમજ ભિન્ન નથી એમ માને છે.
હાલની ભાષામાં આ ત્રણ વાદને મૂકીએ તો
(૧) પ્રથમ Personal ego માને છે એટલે મન અને શરીરથી બનેલો આત્મા માને છે.
(૨) બીજો નૈયાયિકો જેવો આત્માનો વાદ એ રીતે માને છે કે તે મન અને શરીરથી તત્ત્વતઃ સ્વતંત્ર ને મનુષ્યને પરમ અને સદાકાલ અંકુશમાં રાખનાર છે.
१. आ सेतोः आ तुषाराद्रेः बौद्धानां वृद्धवालकान् ।
यो न हन्ति स हन्तव्यो भृत्यानित्य शिषन् नृपः ।। ૨. આ દક્ષિણ હિંદમાં આવેલ કાંચિપુરનો વતની હતો. શીલભદ્રનો ગુરુ અને નાલંદની વિદ્યાપીઠમાં શિક્ષાગુરુ હતો કે જે વખતે પ્રખ્યાત યુએન સ્વાંગ તેનો શિષ્ય થયો હતો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org