________________
જૈન અને બૌદ્ધ મત : સંક્ષિપ્ત ઇતિહાસ અને સિદ્ધાંતો
પ્રજ્ઞા પ્રાપ્ત થાય છે. પ્રજ્ઞામાં જેનું જ્ઞાન કરવાનું છે તે આર્યસત્ય ને પ્રતીત્ય સમુત્પાદ સંબંધે અગાઉ કહેવાઈ ગયું છે.
૩૩૦
બૌદ્ધ ત્રણ શરણ સંબંધી તથા પંચશીલના મંત્ર બોલે છે તે પહેલાં એવું બોલે છે કે નમો તસ્ય ભાવતો ગરહતો સમ્ભાસંબુદ્ધમ્સ આનો અર્થ એ થાય છે કે તે ભગવાન્ અર્હત્ (પવિત્ર)ને મારો નમસ્કાર છે કે જેણે સંબોધિ – સંપૂર્ણ બોધ – જ્ઞાન – પ્રજ્ઞા મેળવેલ છે.
ત્રિશરણ
આ પછી બૌદ્ધ ભિક્ષુ ત્રિશરણનો મંત્ર ત્રણ વખત બોલે છે અને ત્યાર પછી બૌદ્ધ ઉપાસક (શ્રાવક) તેને ત્રણ વખત વંદે છે ઃ
बुद्धं सरणं गच्छामि, धम्मं सरणं गच्छामि, संघं सरणं गच्छामि.
- બુદ્ધને શરણે જાઉં છું, ધર્મને શરણે જાઉં છું, સંઘને શરણે જાઉં છું. દુતિયંત્તિ એટલે બીજી વખત અને તતિયંત્તિ ત્રીજી વખત તે સર્વને શરણે જાઉં છું.
પંચશીલ
=
૧
આવી રીતે ત્રણ વખત ત્રિશરણ (બુદ્ધ, ધર્મ અને સંઘ કે જેને ત્રણરત્ન કહેવામાં આવે છે) ગ્રહ્યા પછી પંચશીલનું વ્રત લેવામાં આવે છે અને તે એવી રીતે કે ઃ १. पाणातिपाता वेरमणि सिक्खापदं समादियामि
२. अदिन्नादाना वेरमणि सिक्खापदं समादियामि
3. कामेसु मिच्छाचार वेरमणि सिक्खापदं समादियामि
४. मुसावादा वेरमणि सिक्खापदं समादियामि
૫. સુરા – મેચ – મન્નુ ૧. કોઈપણ પ્રાણીના પ્રાણનો અતિપાત
-
- पमादत्थाना वेरमणि सिक्खापदं समादियामि પ્રાણ લેવાથી વિરમવા રૂપ એટલે
પ્રાણાતિપાતથી વિરમવા રૂપ શિક્ષાપદ.
૨. કોઈએ ન આપેલ ચીજ લેવાથી વિરમવારૂપ – કોઈની ચીજ ચોરવા રૂપ - અદત્તાદાનથી વિરમવારૂપ શિક્ષાપદ.
3. કામવિષયમાં મિથ્યાચારથી વિરમવારૂપ શિક્ષાપદ.
૪. મૃષાવાદ – જૂઠું બોલવાથી વિરમવારૂપ શિક્ષાપદ. ૫. સુરા (દારૂ) વગેરે પ્રમાદસ્થાનોથી વિગ્મવારૂપ શિક્ષાપદ.
Jain Education International
૧. બુદ્ધ તે ગૌતમ શાક્યમુનિ સૂચવે છે કે જેનું ચરિત્ર પૂર્વે આપવામાં આવ્યું છે; ધર્મ એટલે તે બુદ્ધનો ઉપદેશ કે જે તિપિટકમાં સંગ્રહવામાં આવેલ છે. તેનો અર્થ શાસન, સત્ય થાય છે. સંઘ (અક્ષરાર્થ સમૂહ લોકસમૂહ) તે બુદ્ધે સ્થાપેલ ભિક્ષુવર્ગ, તે વર્ગમાંના સૌથી પ્રસિદ્ધ ભિક્ષુઓ બુદ્ધના સમયમાં આ હતા ઃ નામે સારપુત્ત કે જેણે બુદ્ધના પછી ધર્મનું સંપૂર્ણ જ્ઞાન મેળવ્યું, મોગ્ગલાન કે જેણે સિદ્ધિઓ પ્રાપ્ત કરી હતી, આનંદ કે જે બુદ્ધનો પ્રિય શિષ્ય હતો અને તેની સાથે જ નિરંતર રહેતો હતો, કસ્સપ કે જે બુદ્ધનિર્વાણ પછી તુરત જ રાજગૃહમાં ભરાયેલી સંગિતિનો પ્રમુખ હતો, અનુરુદ્ધ કે જે તર્કવિદ્યામાં ઘણો કુશળ હતો અને રાહુલ કે જે બુદ્ધનો સંસારાવસ્થામાં પુત્ર હતો. બુદ્ધથી વિરુદ્ધ વર્તનાર દેવદત્ત હતો.
For Private & Personal Use Only
www.jainelibrary.org