SearchBrowseAboutContactDonate
Page Preview
Page 360
Loading...
Download File
Download File
Page Text
________________ વિશ્વવ્યવસ્થા ૩૩૧ વિશ્વવ્યવસ્થા વિશ્વ અસંખ્ય ગોળાઓનું બનેલું છે. તે દરેક ગોળાનું નામ ‘ચક્રવાલ' આપવામાં આવ્યું છે. તે દરેક ચક્રવાલને પોતાની પૃથ્વી, સૂર્યચંદ્ર, સ્વર્ગ અને નરક હોય છે. આ ગોળા વચ્ચે કેટલાંક નરકો રહેલ છે તેને “લોકાંતરિક' કહેવામાં આવે છે. આપણી પૃથ્વીના મધ્યબિંદુમાં મેરુપર્વત – સુમેર આવેલો છે કે જેની આસપાસ મુખ્ય પર્વતો ‘કુલાચલ' રહેલા છે. અને તેઓની પેલી મેર ચાર ‘મહાદ્વીપો આવેલા છે. તેમાં ઉત્તરકુરુ અને જંબુદ્વીપ મેરુની દક્ષિણ અને અપરગોદાન (અથવા અપરગોદનીય) મેરુની પશ્ચિમે અને પૂર્વવિદેહ મેરુની પૂર્વે આવેલ છે. - ઉક્ત દરેક ચક્રવાલમાં ત્રણ અવચર (પ્રદેશ) છે કે જેને લોક (પૃથ્વીઓ) અથવા ધાતુઓ (= થર, અસ્તર) પણ કહેવામાં આવે છે. તેમાંથી સૌથી નીચેનો કામલોક છે, તેથી ઊંચો એટલે વચલો રૂપલોક છે કે જે રૂપનો પ્રદેશ હોઈ ધ્યાનની ચાર અવસ્થાઓમાં વહેંચાયેલો છે, અને સૌથી ઊંચો અરૂપ (રૂપ વગરનો) લોક છે. કામલોકમાં છે જાતના દેવ વસે છે. ૧. ચાર દિપાલ, ૨, ૩૨ દેવતા, ૩. યમો, ૪. તુષિતો, ૫. નિર્માણરતિઓ, ૬. પરિનિર્મિત – વશવર્તીઓ. આ છ દેવલોકની સાથે મનુષ્યલોક, અસુરલોક, ખેતલોક, જીવલોક અને નરકો એ પાંચ ઉમેરતાં ૧૧ કામલોક થાય છે. રૂપલોક (રૂપ બ્રહ્મલોકોમાં ૧૬ ભાગ છે. ત્યાં કામરહિત જુદીજુદી જાતના દેવતાઓ રહે છે. તેમનાં નામ નીચેથી લેતાં આ છે : ૧. બ્રહ્મ પારિજ્જ, ૨. બ્રહ્મ પુરોહિત, ૩. મહાબ્રહ્મ, ૪. પરિત્તાભ, ૫. અપ્પમાણાભ, ૬. આભસ્મર, ૭. પરિત્તસુભ, ૮. અપ્રમાણસુભ, ૯. સુભકિણ, ૧૦. વેહફલ, ૧૧. અસત્રસત્ત, ૧૨. અવિહ, ૧૩. અતષ્ણ, ૧૪. સુદલ્સ, ૧૫. સુદસ્મિનું, ૧૬. અકનિત્ય. આમાંના ૧-૩ પ્રથમ ધ્યાનની ત્રણે અવસ્થાઓ સાધવાથી અનુક્રમે પ્રાપ્ત થાય છે, ત્યારપછીના ત્રણ ૪-૬ બીજું ધ્યાન ધરવાથી, ત્યારપછીના ત્રણ 9-૯ ત્રીજું ધ્યાન સાધવાથી, ત્યારપછીના ૧૦-૧૧ ચોથા ધ્યાનથી અને છેલ્લા પાંચ ૧૨-૧૬ અનાગામીથી પ્રાપ્ત થાય છે. અરૂપલોકના ૪ પ્રકાર છે. તેનાં નામ બરાબર આરૂષ્પકર્મસ્થાન પ્રમાણે છે. નરક - સર્વલોક કરતાં નિકૃષ્ટમાં નિકૃષ્ટ નરક છે. મુખ્ય નરક આઠ છે નામ : સંજીવ, કાલસૂત્ર, સંઘાત, રૌરવ, મહારૌરવ, તપન, પ્રતાપન, અને અવીચી જે સૌ કરતાં ઊંડું નરક છે. આ સિવાય લોકાંતરિક (ઉપર કહેલ છે તે) નરકો છે અને બીજાં નાનાં નરકો છે. ઉત્તરબૌદ્ધો ઉપરોક્ત ૮ નરકને ઉષ્ણ નરક જણાવી બીજાં ૮ શીત નરક ઉમેરે છે, નામે અબ્દ, નિરન્દ, અતત, હહવ, હુહવ, ઉત્પલ, પા અને મહાપા. પાલિગ્રંથોમાં એ જ અને થોડાં વધારે નામો આવે છે ? અતત, અબ્દ, નિરન્દ, અહહ, અબલ, કુમુદ, ઉપ્પલક, સોગંધિક, પુરીક અને પદ્મ. જીવલોક – નરકની ઉપર પ્રાણીઓ વસે છે. આ મંતવ્ય પ્રાચીન દંતકથા લાગે છે કારણકે ખરાં પ્રાણીઓ આપણા મનુષ્યલોકમાં વસે છે. આની ઉપર ખેતલોક છે. જોકે પ્રેતોને લોકાંતરિક નરકમાં પણ મૂકવામાં આવ્યા છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001025
Book TitleJain and Buddha Mata Sankshipta Itihas and Sidhanto
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Kantilal B Shah
PublisherMahavir Jain Vidyalay
Publication Year1998
Total Pages427
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy