________________
૩૩૨
જૈન અને બૌદ્ધ મત : સંક્ષિપ્ત ઇતિહાસ અને સિદ્ધાંતો
આની ઉપર અસુરલોક છે કે જેમાં રાહુ મુખ્ય છે.
આ ઉપરોક્ત નરક, જીવલોક, પ્રેતલોક અને અસુરલોક એ ચારને “અપાયલોક' કહેવામાં આવે છે કારણકે ત્યાં અપાય એટલે દુઃખ ભોગવવામાં આવે છે. આ ચારમાં પાંચમી મનુષ્યગતિ ઉમેરતાં પાંચ ગતિ થાય છે.
આ વ્યવસ્થાઓ સંબંધી વાદોમાં ખાતરીપૂર્વક શ્રદ્ધા કેટલી રાખવી એ સમજવું મુશ્કેલ છે. આ તો ખરું છે કે પાલિ સૂત્રોમાં (ઉત્તર તેમજ દક્ષિણનાં), બુદ્ધ પોતે બ્રહ્મલોકમાં જઈ આવ્યા હતા તેમજ બીજા સ્વગમાં ગયા હતા તેના સંબંધમાં બુદ્ધ પોતે જ કહેલ વાક્યો છે. બ્રહ્મા અને ઈદ્ર તેમના દર્શનાર્થે આવેલ હતા એ પણ સ્પષ્ટ ઉલ્લેખ છે. બુદ્ધ મનુષ્યોના આવતા ભવો જાણે છે અને આગળથી કહી આપે છે. આ પરથી આપણે શું અનુમાન બાંધવું ? જેમણે પાલિસૂત્રો રચ્યાં તેની આ સંબંધે શ્રદ્ધા. ગમે તે હો પરંતુ બૌદ્ધોનો મોટો ભાગ પછી સાધુ હો કે ગૃહસ્થ હો પણ અત્યાર સુધી તેમનાં સૂત્રોમાં જે લખ્યું છે તે અક્ષરશઃ માની તેમાં પૂર્ણ શ્રદ્ધા રાખે છે.
આ ૩૧ પૃથ્વીમંડલની યોજના અને તેના વાસીઓ ઉપરાંત બીજી એક પૃથ્વી છે કે જેમાં જીવોના ભેદ તેમની ઉચ્ચ અને ઊતરતી પંક્તિની આધ્યાત્મિક ઉન્નતિના ક્રમ પ્રમાણે પાડ્યા છે. આ ભેદ સ્થાયી નથી કારણકે ઊતરતી પંક્તિમાંથી કર્મની સહાયથી ઉચ્ચતમ સ્થિતિ પ્રાપ્ત થાય છે અને ઉચ્ચ પંક્તિએ ચડેલ બુદ્ધ, પ્રત્યેકબુદ્ધ, અને અહંતુ એ ત્રણના અપવાદ સિવાય (કારણકે તેઓ મોક્ષે જવા નિર્મિત છે) નીચલી પંક્તિમાં આવે છે.
આ ભેદ આ પ્રમાણે છે : ઉચ્ચતમ જીવો ૧. બુદ્ધ, ત્યાર પછી ઊતરતા અનુક્રમે, ૨. પ્રત્યેકબુદ્ધ, ૩. અહંતો, ૪. દેવો, પ. બ્રહ્મ, ૬. ગાંધર્વો, ૭. ગરુડો (વીજળી પેઠે આકાશગામી પાંખવાળાં પ્રાણીઓ), ૮. નાગ (સર્પ જેવા જીવો – વાદળાંને મળતાં), ૯. યક્ષો, ૧૦. કુભાંડો, ૧૧. અસુરો, ૧૨. રાક્ષસો, ૧૩. પ્રેતો, ૧૪. નરકવાસી.
આમાંથી પહેલા ત્રણનાં લક્ષણો તપાસવાની જરૂર છે. બાકીના ચર્ચવાની જરૂર નથી કારણકે તે હિંદુનાં પુરાણોમાં જણાવેલાં છે તેને મળતાં છે.
અહંતો, પ્રત્યેકબુદ્ધો અને તેમનાં લક્ષણો બૌદ્ધ સિદ્ધાંત પ્રમાણે જે નિર્વાણના માર્ગમાં જતાં ચોથી અને છેલ્લી અવસ્થામાં ગમન કરતા હોય તે અહંતો છે. તે એક વખત કહેવાઈ ગયું છે. સામાન્ય વ્યક્તિ કરતાં તેમનામાં અતિશય ઉચ્ચ શક્તિઓ હોય છે. તેમાંની એક તો (૧) અર્થ (૨) ધર્મ (૩) નિરુક્તિ (૪) પ્રતિભાનને લગતી ચાર જાતની પ્રતિસંભિદા હોય છે. એટલે કે સર્વ વિષયના અર્થ જાણવા માટે, સર્વ વસ્તુના ધર્મ સમજવા માટે, તેનું સ્પષ્ટ વિવેચન કરવા – વિસ્તારવામાં તત્પરતા આવે એવી અદ્ભુત શક્તિ તેમનામાં આવે છે.
વળી તેનામાં પાંચ જાતની અભિજ્ઞા (લોકોત્તર જ્ઞાન) હોય છે. (૧) ઇદ્ધિ' – ચમત્કાર કરવાની શક્તિ (૨) દિવ્યકર્ણશક્તિ કે જેથી વિશ્વના સર્વ સ્વરો સાંભળી ૧. ઇદ્ધિના પ્રાતિહાર્ય ત્રણ છે. ૧. ઋદ્ધિ પ્રાતિહાર્ય ૨. આદેશના પ્રાતિહાર્ય ૩. અનુશાસની
પ્રાતિહાર્ય..
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org