________________
બુદ્ધો અને તેમનાં લક્ષણો
ззз
અને સમજી શકાય (૩) બીજાના વિચારો જાણવાની શક્તિ (૪) પૂર્વભવોની સ્મૃતિ (૫) ‘દિવ્યદષ્ટિ કે જેથી આ જગતમાં જે બને તે સર્વને જોઈ શકાય અને બીજા જગતુમાં કેમ જીવો જન્મે છે અને મરે છે તે જોઈ શકાય. આ સિવાય ૬ઠી, અભિજ્ઞા છે તે પતન કરાવનાર વિષયવૃત્તિઓનો નાશ કરે છે.
(અહમાં ૮ વિદ્યા પણ હોય છે અને તેમાં ઉપરોક્ત ૬ અભિજ્ઞા તે ૬વિદ્યા, 9મી વિદ્યા વિપશ્યના (વિદર્શના) જ્ઞાન એટલે સત્યજ્ઞાન ને ધ્યાનદશા છે, અને ૮મી મનોમય ઇદ્ધિ છે કે જે ૧૦ ઇદ્ધિમાંની એક છે. આમાંની વિપશ્યના (વિદર્શના) તે સમતાની સાથે વપરાય છે અને તેથી અહંના બે ભાગ પડે છે. (૧) સુમ્બ વિસ્મિક એટલે જે માત્ર દર્શન કર્યા કરે – ધ્યાન ધર્યા કરે, (૨) જે સમતામાં – શાંતિમાં લીન હોય તે સમથયાનિક.)
ઇદ્ધિ – ચમત્કાર કરી બતાવવાની શક્તિને ચાર જાતના પધાન – સમ્મપધાન (સં. સુફ પ્રદધાતિ) = સમ્યક્ પ્રયત્નોની સહાયતા લેવી પડે છે. (૧) ઈદ્રિયને દમવામાં પ્રયત્ન (સંવર – પ્રદજાતિ), (૨) પાપમય વિચારોને તજવામાં પ્રયત્ન (૩) ભાવના ભાવવામાં અને (૪) સ્થિરતાથી ચીવટપણે દઢતા રાખવામાં પ્રયત્ન. કેટલાક ગુણો કે જે અહંતોમાં હોય છે. તે બોધિસત્ત્વોમાં પણ હોય છે તેથી તેને હવે પછી લઈશું.
અહનું પ્રધાન લક્ષણ પ્રજ્ઞા છે. આથી સંસારસમુદ્ર તે ઉલ્લંઘી જાય છે તેથી તે “પ્રજ્ઞાવિમુક્ત' કહેવાય છે. અહેતુથી ઊતરતી અવસ્થાના અનાગામી” અર્વત્ થયા વગર અંતિમ સાધ્ય મેળવી શકતા નથી, પણ સમાધિથી બ્રહ્મલોકમાં જાય છે, અને (જ્યારે) “સદાગામી’ અને ‘સ્રોતાપન્ન “શીલ'ના પ્રભાવથી બ્રહ્મલોક અને અપાય-લોકની વચમાંના લોકમાં જઈ શકે છે.
| ઉત્તમમાં ઉત્તમ ‘આર્ય' તે અહંતુ, અને નિર્વાણગામી જ અહંતુ થઈ શકે. કેટલીક વખત આર્ય, અહિતુ અને શ્રાવક એ ત્રણે એકાર્યવાચક તરીકે વપરાયેલા છે. મૂળ શ્રાવક તે શ્રોતા – બુદ્ધનો શિષ્ય, પરંતુ ઘણી વખત અહેતુ અથવા આર્થના અર્થમાં તેને વાપરવામાં આવે છે અને “આર્યશ્રાવક' એ સામાસિક શબ્દનો અર્થ ભક્તિવા શ્રાવક થાય છે.
પ્રત્યેકબુદ્ધ કરતાં અહત્ની પદવી ઊતરતી છે. બુદ્ધની પેઠે જેમણે સ્વશક્તિથી નિર્વાણયોગ્ય જ્ઞાન પ્રાપ્ત કર્યું હોય છે, પણ જે તેના સંબંધી ઉપદેશ આપતા નથી તેમને પ્રત્યેકબુદ્ધ' કહેવામાં આવે છે. તે સર્વજ્ઞ નથી તેમજ બધી રીતે બુદ્ધથી ઊતરે છે. એ તો કુદરતનો નિયમ છે કે જે સમયે બુદ્ધ વર્તમાન હોય છે તે વખતે પ્રત્યેકબુદ્ધ વિદ્યમાન હોઈ શકતા નથી.
બુદ્ધો અને તેમનાં લક્ષણો જે ધર્મની પરાકાષ્ઠાએ પહોંચે છે તે બુદ્ધ બને છે. તેમનાં બાહ્ય અને આંતરિક લક્ષણો પ્રથમ જોઈએ; પછી બુદ્ધ કેવા પ્રકારના છે તે તપાસીશું. ૧. યોગસૂત્ર ૩, ૪).
Jain Education International
For Private & Personal Use Only
WWW.jainelibrary.org