________________
જૈન અને બૌદ્ધ મત : સંક્ષિપ્ત ઇતિહાસ અને સિદ્ધાંતો
બાહ્ય લક્ષણો – બધાં લક્ષણોમાં મુખ્ય એવાં ૩૨ લક્ષણ હોય છે કે જે ‘મહાપુરુષ લક્ષણ' કહેવાય છે. આ લક્ષણો ચક્રવર્તી, અહંતો અને બીજા પ્રતિષ્ઠિત મહાત્માઓમાં પણ હોય છે. ગૌણ લક્ષણો – અનુવ્યંજન ૮૦ છે. આ બધાંને વર્ણવતાં વિસ્તાર વધે તેમ છે તેથી જાણ માટે મુખ્યમુખ્ય લઈએ.
સર્વ બુદ્ધો પોતાની દિવ્ય દૃષ્ટિથી સર્વ જગનું એક દિવસમાં ૬ વખત સમગ્ર રીતે નિરીક્ષણ કરી શકે છે.
૩૩૪
બુદ્ધનાં માનસિક લક્ષણો ત્રણ પ્રકારે છે. (૧) ૧૦ પ્રકારનાં બલ (શક્તિઓ), (૨) ૧૮ આવેણિક ધર્મ (વિશિષ્ટ ધર્મ) (૩) ૪ જાતનાં વૈશારઘ (કુશળતા).
–
દશબલ – (૧) યોગ્યાયોગ્યનું (૨) કર્મફુલનું (૩) સન્માર્ગનું (૪) ધાતુનું (મૂળ તત્ત્વોનું) (૫) જીવોની ભિન્નભિન્ન વૃત્તિઓનું (૬) ઇંદ્રિયની અરસ્પરસ સંબંધ રાખતી શક્તિઓનું (૭) સર્વ જાતનાં ધ્યાન અને સમાધિનું (૮) મનને પવિત્ર અને દૃઢ બનાવવાનું (૯) પૂર્વભવસ્મરણ (૧૦) નૈતિક અધમતા દૂર કરવાનું – જ્ઞાન બુદ્ધને હોય છે. આથી બુદ્ધને ‘દશબલ' કહેવામાં આવે છે.
અઢાર આવેણિક ધર્મો – બુદ્ધ ધર્મો (૧--૬) ૧. ભૂતકાલની સર્વવસ્તુઓને, ૨. ભવિષ્યની વસ્તુઓને, ૩. વર્તમાનની સર્વ વસ્તુઓને, ૪. શરીરનાં કાર્યોની યોગ્યતા, ૫. વાણીનાં કાર્યની યોગ્યતા, ૬. વિચારનાં કાર્યોની યોગ્યતા જોઈ શકે છે. ૭. આશયની દૃઢતા, ૮. સ્મૃતિની દૃઢતા, ૯. સમાધિની દૃઢતા, ૧૦. વીર્યની દૃઢતા, ૧૧, મુક્તિ, ૧૨. પ્રજ્ઞાની દૃઢતા, ૧૩. મનસ્વિતાથી મુક્તિ, ૧૪. અતિ મોટી સ્વરિતતા – અવાજનો અભાવ, ૧૫. ગભરાટનો અભાવ, ૧૬. અધીરાઈનો - ઉતાવળિયાપણાનો અભાવ, ૧૭. દુર્લક્ષનો અભાવ, ૧૮. અસમજણનો અભાવ.
ચાર વૈશારદ પોતે તથાગત હોઈને તેની પ્રતીતિ થઈ હોય છે કે તેને (૧) સર્વજ્ઞતા પ્રાપ્ત થઈ છે. (૨) પોતે પાપથી મુક્ત થયેલ છે. (૩) નિર્વાણમાં જે અંતરાય ધર્મો છે તેને પોતે જાણે છે. (૩) પોતે નિર્વાણનો સત્ માર્ગ બતાવ્યો છે. તથાગતનાં સામાન્ય નામ બુદ્ધ, જિન, સુગત, તથાગત છે, નિશ્ચિત નામ અર્હત્, શાસ્તા, ભગવત્ છે અને વર્ણનાત્મક નામ દશબલ, લોકવિદ્, પુરુષદમ્ય સારથિ, સર્વજ્ઞ, ષડભિજ્ઞ, અનુત્તર, નરોત્તમ, દેવાતિદેવ, ત્રિકાલજ્ઞ, ત્રિપ્રાતિહાર્યસંપન્ન, નિર્ભય, નિરવઘ વગેરે છે.
बुद्ध
-
—
છેલ્લા બુદ્ધ ગૌતમબુદ્ધ થયા છે અને તેની પહેલાં ૨૪ બુદ્ધ થયેલા છે એમ બૌદ્ધો માને છે અને તેમનાં નામ પાલિ ભાષામાં આ પ્રમાણે છે ઃ દિવંકર, કૌડન્ન, મંગલ, સુમનસ્, રેવત, સોભિત, અનોમદસ્સિન્, પદુમ, નારદ, પદુમુત્તર, સુમેધ, સુજાત, પિયદક્સિન્ (પ્રિયદર્શી), અત્યદક્સિન (અર્થદર્શી), સિદ્ધસ્થ (સિદ્ધાર્થ), તિસ્સ (તિષ્ય), પુસ્ત (પુષ્ય), વિપસ્સિન્, સિખિ, વેસ્સભૂ, કકુસંધ, કોગ઼ાગમન, અને કસપ (કશ્યપ). આ દરેકનું બોધિવૃક્ષ જુદુંજુદું હોય છે.
૧
જેવી રીતે આ તથાગત ભૂતકાલમાં થયા, તેવી રીતે ભવિષ્યમાં ભિન્ન થવાના. હવે પછીના સમયના બુદ્ધ તે મૈત્રેય (અજિત) છે કે જે હાલ બોધિસત્ત્વ રૂપે તુષિત ૧. બધા યુરોપીય વિદ્વાનો ગૌતમ બુદ્ધ સિવાયના બધા બુદ્ધોને કલ્પિત (mythical) માને છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org