________________
બોધિસત્ત્વો અને તેમનાં લક્ષણો
સ્વર્ગમાં છે,
બધા તથાગત સરખા હોય છે. પણ કદમાં, આયુષ્યમાં, કુલમાં ભિન્ન હોય છે. કોઈ ક્ષત્રિય તો કોઈ બ્રાહ્મણ હોય છે. દરેકે પ્રરૂપેલો ધર્મ એક સરખો હોય છે અને જ્યારે એમ કહેવામાં આવે છે કે કોઈની સહાય વગર ગૌતમ બુદ્ધે પોતાના અંત૨બલથી ધર્મ પ્રવર્તાવ્યો, તો તેનો અર્થ એ છે કે તેમણે પોતાની પ્રેરણાથી જૂના સમયનાં ભુલાયેલાં સત્યો ફરીવાર શોધી કાઢ્યાં.
આ પ્રકારના બુદ્ધોથી વિલક્ષણ એવા બુદ્ધો હોવાનું મહાયાન નામની બૌદ્ધ શાખાએ કલ્પેલું છે અને તેમને પાંચ ધ્યાની બુદ્ઘ કહેવામાં આવે છે. આ કદીપણ બોધિસત્વ થયા વગરના શાશ્વત બુઢ્ઢો છે અને તેમનાં નામ વૈરોચન, અક્ષોભ્ય, રત્નસંભવ, અમિતાભ અથવા અમિતાયુ, અને અમોસિદ્ધિ આપવામાં આવ્યાં છે. તેઓની અર્ધાંગના તરીકે તારાઓ શક્તિઓ કલ્પી છે અને તેમનાં નામ વજ્રધાત્વીશ્વરી, લોચના, મામકી, પાંદરા અને તારા એ આપવામાં આવ્યાં છે.
બુદ્ધ કેવા પ્રકારના છે તે સંબંધી જણાવતાં ગૌતમ બુદ્ધને એક બ્રાહ્મણે આપ કોણ છો ? એ સવાલ પૂછતાં તેમણે જે ઉત્તર આપ્યો તે અહીં કહેવો બસ થશે. ‘હું દેવ નથી, હું ગંધર્વ નથી, હું યક્ષ નથી, હું મનુષ્ય નથી. અરે બ્રાહ્મણ ! સમજ કે હું બુદ્ધુ છું.' આ પરથી બુદ્ઘ મનુષ્ય કરતાં કંઈક વિલક્ષણ છે.
૧
૩૩૫
બોધિસત્ત્વો અને તેમનાં લક્ષણો
બુદ્ધનું સૌથી ઉચ્ચ પદ પ્રાપ્ત કર્યા પહેલાં અસંખ્ય ભવો ઊંચાનીચા લેવા પડે છે. જે બુદ્ધ થવા નિર્માયેલો છે તેને બોધિસત્ત્વ કહેવામાં આવે છે. તે આગામી ભાવી બુદ્ધ છે.
Jain Education International
બોધિસત્ત્વના ઉન્નતિક્રમમાં અભિનિહાર - બુદ્ધ થવાની મહત્ત્વેચ્છા ૨. વ્યાકરણ ૧. માધ્યમિક નામના બૌદ્ધ દર્શનભેદે સર્વ શૂન્ય એ સિદ્ધાંતને જઈ એવું પ્રસિદ્ધ કર્યું છે કે બુદ્ધ સર્વ પેઠે પોતે શૂન્ય છે છે એટલે નિર્વાણ જેવું કંઈ નથી માત્ર માયા છે અવિદ્યામાંથી ઉદ્ભવે છે.
બરાબર ન્યાયપૂર્વક તર્કથી લઈ
ઃ
તેવી જ રીતે નિર્વાણ પણ શૂન્ય નિર્વાણનો વિચાર સરખો પણ
[માધ્યમિક સંપ્રદાયમાં વ્યાવહારિક જ્ઞાનથી જે જ્ઞાત છે તે નિઃસ્વભાવ છે, કારણકે દરેક જ્ઞાન બીજા પર આધારિત છે, સાપેક્ષ છે તેથી તેનો વિષય શુદ્ધ સ્વરૂપમાં જાણી શકાય નહીં. આ ન્યાય તેમણે બુદ્ધ અને નિર્વાણના ખ્યાલને પણ લાગુ પાડ્યો છે. કારણકે અજ્ઞાન અને સંસારના ખ્યાલ સાથે એ સંકળાયેલા છે. જેમ શંકરાચાર્ય કહે છે કે આત્મા નિત્યશુદ્ધ – મુક્ત છે તેથી તેને વિશેનો બંધન તેમજ મોક્ષનો ખ્યાલ પણ અવિદ્યાને લીધે છે. છતાં ત્યાં સુધી પહોંચવા માટે બુદ્ધિ સિવાય કોઈ સાધન નથી જે લગભગ છેલ્લી અવસ્થા સુધી લઈ જાય છે અને પછી બધા પ્રકારની શુદ્ધિ તો પ્રાપ્ત થયેલી છે જ તેથી પરા પ્રજ્ઞા કે સાક્ષાત્કાર ઝળકી ઊઠે છે જે સ્વરૂપાવસ્થા છે અને કોઈ વ્યાવહારિક સાધનથી વર્ણવી શકાય નહીં; વર્ણવવાની જરૂર પણ નથી.
-
-
‘ચર્ચ્યા’માં ત્રણ અવસ્થા પ્રાપ્ત થાય છે. ૧. તેના સમયમાં વર્તતા બુદ્ધ
For Private & Personal Use Only
www.jainelibrary.org