________________
બૌદ્ધ ધર્મના રહસ્યરૂપ મુખ્ય સિદ્ધાંતો
૩૪૫
શિરીરની ક્ષણિકતા ઘણા દાર્શનિકોને માન્ય છે. તેના સ્કંધરૂપ ઘટકોનું વિઘટન થાય ત્યારે નાશ એ બૌદ્ધો સવીકારે છે. જેઓ ભૂતોનું બનેલું શરીર માને છે તેઓ ભૂતોના વિઘટનથી શરીરનો નાશ માને છે.]
(ખ) ક્ષણિક અનિત્યતા - જીવનની ક્ષણિકતાનું કાર્ય ક્ષણોની અનિયતા છે. એક નિશ્ચિત કરેલા કાલમાં જીવનમાં જે મહાન ફેરફાર થાય છે તે દરેક ક્ષણમાં નીપજતા સૂક્ષ્મ ફેરફારોના સમૂહ સિવાય બીજું કંઈ નથી. દરેક મનુષ્ય, દરેક ચીજ હમેશાં બદલાતી જાય છે અને તે એક ક્ષણથી બીજી ક્ષણમાં એટલે બે પાસપાસેની ક્ષણોમાં સમાન હોતી નથી. હીનયાનના “અભિધર્મ – મહાવિભાષા શાસ્ત્રમાં કહેલ છે કે ‘૨૪ કલાકના એક દહાડામાં ૬૪000 ૯૯૯૮૦ ક્ષણો થાય છે અને વ્યક્તિના સમૂહો એટલે ૫ સ્કંધો દરેક ક્ષણમાં વારંવાર ઉભવી નાશ પામતા જાય છે.' લંકાના બૌદ્ધ મત સ્થાપક બુદ્ધઘોષ (પમી સદીમાં થયેલ) પોતાના ‘વિશુદ્ધિમગ્નમાં લખે છે કે “જીવતા પ્રાણીનું જીવન અત્યંત ટૂંકું છે, જેવી રીતે રથનું પૈડું તેના એક બિંદુમાત્રમાં ગતિમાન થાય છે, અને તેના એક બિંદુમાત્રમાં જ ગતિ ન કરતાં સ્થિત રહે છે, તેવી રીતે જીવન એક વિચારના કાળ સુધી રહે છે અને જેવો તે વિચાર નાશ પામ્યો કે તે જીવન નાશ પામ્યું કહેવાય છે. આવી રીતે ભૂત ક્ષણનું જીવન જીવ્યું છે, જીવતું નથી, તેમજ જીવશે પણ નહિ. વર્તમાનક્ષણનું જીવન જીવે છે પણ જીવ્યું નથી અને જીવશે પણ નહિ.”
વસ્તુઓ બદલાય છે તો તે બદલાવનારી શક્તિ કઈ ? – ચલાવ્યા વગર જેમ ગાડી ના ચાલે તેમ કોઈ બદલાવનારી શક્તિ ન હોય તો વસ્તુ બદલે નહિ. આના જવાબમાં બુદ્ધે કહ્યું હતું કે દરેક સમૂહાત્મક વસ્તુમાં ચાર લક્ષણ નામે – ઉત્પાદ, સ્થિતિ, જરા, અને નિરોધ (નાગ) છે. અને આ ચાર લક્ષણોને લઈને સર્વ વસ્તુઓ ફેરફાર પામે છે.
આ ચાર લક્ષણો એકીસાથે વસ્તુમાં રહે છે કે અનુક્રમે તેના સંબંધમાં બુદ્ધના નિર્વાણ પછી થોડા સૈકાઓ ગયા પછી ચર્ચા ચાલી હતી. એક શાખા નામે સર્વાસ્તિવાદીઓ એમ કહે છે કે આ લક્ષણો એક જ ક્ષણમાં એકી સાથે હોય છે, જ્યારે સૌત્રાંતિકો જીવનકાલની મર્યાદામાં અનુક્રમે તે એક પછી એક પથરાઈ જાય છે એમ કહે છે. | સર્વાસ્તિવાદ – વર્તમાન ધર્મોની જેમ અતીત અને અનાગત ધર્મો પણ અસ્તિત્વ ધરાવે છે. સર્વાસ્તિવાદી માને છે કે ધર્મમાં ધર્મસ્વભાવ અને ધર્મલક્ષણ બે પાસાં છે. ધર્મસ્વભાવ સર્વદા ત્રણેય કાળમાં અસ્તિત્વ ધરાવે છે. ધર્મલક્ષણ જ ક્ષણ છે. તે ધર્મનો ક્રિયાકારી બાહ્ય દશ્યમાન રૂપમાં પ્રાદુર્ભાવ છે. ઉત્પાદસ્થિતિ-નાશ (પરિણામવાદ).
સૌત્રાન્તિક – કોઈ સ્થાયી અંશ માનતા નથી. ધર્મ સર્વથા ક્ષણિક છે. ઉત્પાદનાશ (ક્ષણિકવાદ).]
(ગ) શૂન્યતાવાદ – ઉપરના ક્ષણિક અનિત્યતાવાદ પરથી શૂન્યતાવાદ ફલિત થાય છે. દરેક પ્રાણી ગમે તે વખતે પણ મરણ પામવાનો છે એ સમજવું સહેલું છે, પરંતુ જેમજેમ અહોરાત્ર પસાર થાય છે તેમ તેમ તે મરણની સમીપ ને સમીપ આવતો જાય છે અર્થાત્ જેમ ક્ષણો પસાર થાય છે તેમ તે બદલાતો જ જાય છે એની પ્રતીતિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org