________________
ભારતની ધર્મભાવના
૫૯
બ્રાહ્મણોની અધ:પતનની જે કહાણી વર્ણવી છે તે સત્ય ભાસે છે. બ્રાહ્મણો બ્રાહ્મણ સિવાયની જે બીજી જાતિઓને જાતિભેદ, ધર્મભેદ, અને કર્મભેદની દુર્ભેદ્ય શાસ્ત્રજાળમાં બાંધી જેવા પ્રવૃત્ત થયા હતા તેવા જ સ્વરચિત જાળમાં છેવટે પોતાનાં સ્ત્રીપુત્રો સહિત બંધાઈ જઈ પોતાનાં કર્મફળ ભોગવવા લાગ્યા. પોતે જ ખોદેલી ખાઈમાં ડૂબી ગયા.
[કોઈ પણ વાત બીજાને સમજાવવા માટે ક્યારેક થોડીક અતિશયોક્તિ કરવી પડે છે. બ્રાહ્મણોનું પ્રભુત્વ, વર્ણવ્યવસ્થાનાં દૂષણો વગેરે બધું કબૂલતાં પણ બ્રાહ્મણોનો ય અંતરાત્મા જાગ્યો અને તેમણે પણ વૈદિક ધર્મનાં દૂષણો સામે પડકાર ફેંક્યો એમ માનવા માટે પૂરતા પુરાવા છે. ઉપનિષદોમાં જ ઋગ્વદાદિને અપરા વિદ્યાની કક્ષાએ મૂક્યા છે, અને આત્મજ્ઞાન એ જ પરા વિદ્યા એમ કહ્યું છે. બુદ્ધમહાવીરના
અનુયાયીઓમાં ઘણા બ્રાહ્મણો હતા તેમાં તો શંકા છે જ નહીં. બ્રાહ્મણ કવિઓએ જ વિદૂષકના પાત્રમાં “મહાબ્રાહ્મણનો ઉપહાસ કર્યો છે. વર્ણવ્યવસ્થા અને તેને જકડી રાખતા નિયમોની અસર બૌદ્ધ અને જૈન મંડળોમાં તદ્દન નહીં જ હોય એવું પણ નથી. છતાં પાશ્ચાત્ય દેશોમાં વર્ણવ્યવસ્થા તેમ ભારતમાં વર્ણવ્યવસ્થા દૂષણયુક્ત રહી તેમાં ના પાડી શકાય તેમ નથી. જોકે તેને કારણે વર્ષોની અંદર લગ્નાદિ વ્યવહાર નહીં જ થતા હોય એમ પણ નથી.]
•. ૪. ભારતની ધર્મભાવના “Read the history of the past, and one fact would come out before you plainly and clearly, not only in India, but in all the past great civilizations. When you study a great civilization whether it be that of Egypt, China, Persia, Greece, or Rome, you will find that in the palmiest days of that Civilization, religion was the guiding force of the State. When were the days when India was mightiest, when her thrones were most secure, when her people were most intelligent, when her manufactures and arts and industries and commerces flourished, when her sailors were known in far distant lands, and the products of her artizans covered the face of the world ? It was in the days when religion was more cherished than wealth, in the days when the Rajas would bow before the Rishis that instructed them."
ભાવાર્થ–“ભૂતકાળનો ઇતિહાસ વાંચશો તો એમાં એક વાત તમને સ્પષ્ટ નજરે પડશે – અને તે માત્ર હિન્દુસ્તાનના જ નહિ પણ સર્વ દેશના સુધારામાં. ઇજિપ્ત, ચીન, ઈરાન, ગ્રીસ, રોમ – ગમે તે દેશનો સુધારો લેશો તો એમાં તમને જણાશે કે સુધારાના પૂર્ણ જાહોજલાલીના દિવસોમાં ધર્મ એ રાજ્યને દોરનારી શક્તિ હતી. જે દિવસોમાં હિન્દુસ્તાન પ્રબળમાં પ્રબળ હતું, એનાં રાજ્યસનો સુસ્થિર હતાં, એના લોકો બુદ્ધિમાં પ્રથમ સ્થાને હતા, એની બનાવટ, એના હુન્નરો, એની કારીગરીઓ, એના ઉદ્યોગો અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org