SearchBrowseAboutContactDonate
Page Preview
Page 79
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૮ જૈન અને બૌદ્ધ મત : સંક્ષિપ્ત ઇતિહાસ અને સિદ્ધાંતો માટે જે બીજમંત્ર હું આપું છું તેની તમે સાધના કરો. તમે સર્વે સમાન છો. બ્રાહ્મણ-શૂદ્ર સરખા જ છે. મનુષ્ય માત્ર સમાન છે. બધાં પાપી છે અને બધાનો ઉદ્ધાર સદાચરણ વડે જ છે. જાતિભેદ મિથ્યા છે. કોણ રાજા ? કોણ પ્રજા ? બધું ખોટું છે. એકમાત્ર ધર્મ જ સત્ય છે. મિથ્યાનો ત્યાગ કરી માત્ર સત્યધર્મનું જ પાલન કરો.” માનવસમાજ જ્યારે વૈષમ્યના અગ્નિમય તવામાં બળતો હોય છે, ત્યારે સ્વર્ગમાંથી સામ્યનો સુશીતળ વરસાદ વરસે છે. વૈષમ્યના દારુણ વિષપાનથી જ્યારે વ્યક્તિગત જીવન, સામાજિક જીવન, રાજનૈતિક જીવન મૃત્યુમુખે પડે છે ત્યારે સામ્યવાદીઓ સુવેદ્યની માફક આવી અમોઘ ઔષધ આપે છે. ભીષણ વેષમ્યના હળાહળ ઝેરથી ભારતીય વર્ણાશ્રમ, ધર્મ, સમાજ તે વખતે કેવી રીતે વિષાસક્ત થયેલ તે બાબુ બંકિમચંદ્ર સજીવ ભાષામાં આ પ્રમાણે દર્શાવે છે : “બીજી ત્રણ વણની અનુવ્રતિથી વગત ઘોર વૈષમ્યમાં પહેલાં તો બ્રાહ્મણોનું પ્રભુત્વ વધવા માંડ્યું. બીજા વર્ણની માનસિક શક્તિને નુકસાન પહોંચવાથી તેમનું ચિત્ત ઉપધર્મ તરફ વિશેષ વશીભૂત થવા લાગ્યું. દૌર્બલ્યથી જ ભય વધે છે. ઉપધર્મ એ ભયથી ઉત્પન્ન થયેલ છે. આ સંસાર બળવાન પરંતુ અનિષ્ટકારક દેવતાઓથી ભરાયેલ છે તેવો વિશ્વાસ એ જ ઉપધર્મ, તેથી બીજા પણ વર્ણ માનસિક શક્તિથી હીન થવાથી વિશેષ ઉપધર્મપીડિત થયા. ઉપધર્મના યાજક પણ બ્રાહ્મણો જ હતા તેથી તેમનું પ્રભુત્વ વધવા લાગ્યું. વૈષમ્ય પણ વધ્યું. બ્રાહ્મણો માત્ર શાસ્ત્રજાળ, ભવવ્યવસ્થા વગેરેનો વિસ્તાર કરી ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્રને બાંધવા લાગ્યા. માખીઓ પકડાઈ ગઈ. તેમનામાં ઊડવાની શક્તિ નહોતી તોપણ કરોળિયાની જાળ ખૂટે તેમ ન હતી. વિદ્વાનનો તોટો ન હતો. એક તરફ રાજ્યશાસનપ્રણાલી, દંડવિધિ, સંધિ, વિગ્રહ, વગેરેથી તે આચમન, શયન, વસન, ગમન, કથોપકથન, હાસ્ય-રુદન એ સર્વ બ્રાહ્મણોએ રચેલા વિધિપૂર્વક નિયમિત થવા લાગ્યાં. અમે જેમ કહીએ તેમ સૂવું, ખાવું, બેસવું, ચાલવું, બોલવું, હસવું, રોવું તેમજ તમારા જન્મથી તે મૃત્યુ સુધી અમારી વ્યવસ્થાથી વિલંબિતપણે થઈ શકે નહીં. અને જો થાય તો પ્રાયશ્ચિત્ત કરી અમને દક્ષણા આપો. આવી રીતની જાળ બનાવી પાથરી. પરંતુ મનુષ્ય બીજાંઓને ભ્રાંતિમાં નાંખતાં પોતે જ બ્રાંત થઈ જાય છે, કેમકે ભ્રાંતિની આલોચના કર્યા કરવાથી ભ્રાંતિનો અભ્યાસ થઈ જાય છે, જે ઉપર બીજાને વિશ્વાસ બેસાડવા માગીએ છીએ તે વિશ્વાસ દર્શાવતાં ખરો વિશ્વાસ ઓછો થતો જાય છે. જે જાળ વડે બ્રાહ્મણોએ ભારતવર્ષને બાંધ્યો તેમાં તેઓ પણ ફસાયા. ઘણાં અસલી પ્રમાણો દ્વારા સાબિત થયું છે કે મનુષ્યની સ્વેચ્છાનુવતિતાને પ્રયોજન ઉપરાંત માની લેવાથી સમાજની અવનતિ થાય છે. હિંદુ સમાજની અવનતિનાં બીજાં જેટલાં કારણ બતાવ્યાં છે તેમાં આ મુખ્ય મનાય છે – હજી સુધી જાજ્વલ્યમાન છે. તેમાં ફસાવનાર તેમજ ફસાનાર બંન્ને સમાન ફળભોગી બને છે. આવી બધી જાળમાં જડાઈ રહેવાથી બ્રાહ્મણોની બુદ્ધિ-સ્કૂર્તિનો લોપ થયો, અને જે બ્રાહ્મણોએ રામાયણ-મહાભારત-પાણિની વ્યાકરણ-સાંખ્ય દર્શન વગેરે બનાવ્યાં હતાં, તેઓ વાસવદત્તા કાદંબરી વગેરે રચી પોતાનું ગૌરવ માનવા લાગ્યા. છેવટ છેવટ તે શક્તિ પણ ગઈ. બ્રાહ્મણોનું માનવી ક્ષેત્ર મરભૂમિ બન્યું.” બંકિમચંદ્ર ઉદ્દીપનાપૂર્ણ ભાષામાં વ્યાકરણના સંક્ષિપ્ત સૂત્રની માફક Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001025
Book TitleJain and Buddha Mata Sankshipta Itihas and Sidhanto
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Kantilal B Shah
PublisherMahavir Jain Vidyalay
Publication Year1998
Total Pages427
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy