________________
ભારતની સામાજિક સ્થિતિ
પ૭
ગતિ મળે, પરંતુ શૂદ્રનું તેવું દાન ગ્રહણ કરવાથી પણ બ્રાહ્મણ પતિત થાય. બ્રાહ્મણની સેવા કરવાથી જ તેને મોક્ષ મળે. જોકે શૂદ્ર અને બ્રાહ્મણ બન્ને મનુષ્ય જ છે. જૂના વખતમાં યુરોપમાં એક ધનવાન અને એક કેદી વચ્ચે જે તફાવત રહેતો તે પણ આના જેટલો ભયંકર ન હતો. અત્યારે પણ ભારતવાસીઓ કોઈ મહાન તફાવત દર્શાવતાં કહે છે કે “ઢેડ-બ્રાહ્મણ જેટલો તફાવત.”
આ મહાન જ્ઞાતિભેદને લીધે ભારતવર્ષ અવનતિને રસ્તે ચડેલ હતું. સર્વ પ્રકારની ઉન્નતિનું મૂળ જ્ઞાનોત્રતિ છે. પશુઓની માફક ઈદ્રિયતૃપ્તિ સિવાયનું પૃથ્વી ઉપર એવું કોઈ સુખ નથી કે જેનું મૂળ જ્ઞાનોત્રતિ ન હોય. જાતિભેદને લીધે જ્ઞાનોત્રતિનો રસ્તો બંધ થયો. શૂદ્ર જ્ઞાનનો અધિકારી નહીં. તેનો એકલો અધિકારી માત્ર બ્રાહ્મણ જ. ભારતવર્ષની વસ્તીનો મોટો ભાગ બ્રાહ્મણ સિવાયના લોકનો હતો તેથી લોકોનો મોટો ભાગ મૂર્ખ રહ્યો. જરા ખ્યાલ કરી કે ઈગ્લેંડમાં જો એ પ્રમાણે થયું હોત તો રસલ, કાવેન્ડીય, સ્ટેનલી વગેરે કેટલાંક મુકરર કુટુંબ સિવાય બીજાં માણસ વિદ્યાની આલોચના ન કરી શક્યાં હોત અને તી ઈંગ્લેંડની આજની સભ્યતા ક્યાંથી આવત ? કવિ, દાર્શનિક, વિજ્ઞાનીઓની વાત બાજુએ રહી. વોટ, સ્ટીવન્સન આર્થરાઈટ વગેરે ક્યાં રહેત ? ભારતવર્ષમાં તેવું જ બન્યું છે એટલું જ નહિ પણ બ્રાહ્મણોએ વિદ્યાની ચર્ચાનો એકલો અધિકાર પોતાના હાથમાં લીધો તે પણ વર્ણવષમ્યના દોષથી ખરાબ પરિણામે પહોંચ્યો. તમામ વર્ણના પ્રભુ બની તેમણે વિદ્યાને એ પ્રભુત્વરક્ષિણી રૂપે રાખી લીધી. જે વિદ્યાની આલોચના કરવાથી તેમનું એ પ્રભુત્વ સ્થાયી રહે, તેનો વિસ્તાર થાય. બીજી જ્ઞાતિઓ વધારે માથું નમાવી બ્રાહ્મણના પદની રજને આ જન્મના સારભૂત ગણે એવી નીતિ તેમણે ધારણ કરી. વિશેષ યાગયજ્ઞ સર્યા, વિશેષ મંત્ર, દાન, દક્ષિણા, પ્રાયશ્ચિત્ત વધાર્યા, દેવતાઓના મહિમાપૂર્ણ મિથ્યા ઇતિહાસ કલ્પી તેને અપ્સરાઓનાં નૂપુરમાંથી નીકળતા મધુર સ્વર જેવી મિષ્ટ આર્યભાષામાં રચી ભારતવાસીઓની મૂર્ખતા વિશેષ મજબૂત બંધનોથી બાંધી રાખી. દર્શન, વિજ્ઞાન, સાહિત્ય એ બધાં શું જરૂરનાં છે ! તે તરફ લક્ષ ન દેવું, પરંતુ અમુક બ્રાહ્મણ ગ્રંથનો વિસ્તાર વધારવો – નવાં ઉપનિષદોનો પ્રચાર કરવો, બ્રાહ્મણ ઉપર બ્રાહ્મણ, ઉપનિષદ્ ઉપર ઉપનિષદ્, આરણ્યક ઉપર આરણ્યક, સૂત્ર ઉપર સૂત્ર, તે ઉપર ભાષ્ય. તેની ટીકા, ટીકાની પણ ટીકા, તેનાં ભાષ્ય આ પ્રમાણે અનંત શ્રેણી ચણવી એવા ધર્મના અનેક ગ્રંથોથી ભારતવર્ષને ભરી દીધું.
આવી પરિસ્થિતિમાં લોકો ખેદયુક્ત, વિહળ અને શંકિત બન્યાં. બધાં કર્મમાં બ્રાહ્મણોએ પાપ લખ્યું, એ પાપનાં પ્રાયશ્ચિત્ત પણ કઠણ. ત્યારે શું બ્રાહ્મણ સિવાયની બીજી વર્ણના લોકને પાપને લીધે મુક્તિ ન મળે ? પારલૌકિક સુખ એટલું બધું દુર્લભ ?
ક્યાં જવું ? શું કરવું ? ધર્મશાસ્ત્રની આવી મુશ્કેલીમાં કોણ ઉદ્ધાર કરશે ? સર્વ સુખથી વિમુખ રાખનાર બ્રાહ્મણોથી કોણ બચાવશે ? ભારતવાસીઓને જીવિતદાન કોણ આપશે ? આ પ્રશ્નનો ઉત્તર આપવા માટે વિશુદ્ધાત્મા મહાવીર અને શાક્યસિંહે અનંત કાળ લગી સ્થાયી મહિમા વિસ્તાર પામે તેમ ભારતાકાશ ઉપર ઉદય પામી આકાશ ભેદી નાંખે તેવા મહાન અવાજે ગર્જના કરી કે “એ ઉદ્ધાર હું કરીશ. તમારા ઉદ્ધાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org